05-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ને પ્રેમ થી યાદ કરો તો તમે નિહાલ થઈ જશો , નજર થી નિહાલ થવું એટલે વિશ્વ નાં માલિક બનવું”

પ્રશ્ન :-
નજર સે નિહાલ કીંદા સ્વામી સદ્દગુરુ… આનો વાસ્તવિક અર્થ શું છે?

ઉત્તર :-
આત્મા ને બાપ દ્વારા જ્યારે ત્રીજી આંખ મળે છે અને એ આંખ થી બાપ ને ઓળખી લે છે તો નિહાલ થઈ જાય અર્થાત્ સદ્દગતિ મળી જાય છે. બાબા કહે છે - બાળકો, દેહી-અભિમાની બની તમે મારી સાથે નજર મિલાવો અર્થાત્ મને યાદ કરો, બીજા સંગ તોડી એક મારો સંગ જોડો તો બેહાલ અર્થાત્ કંગાળ થી નિહાલ અર્થાત્ સાહૂકાર બની જશો.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો કોની પાસે આવ્યા છે? રુહાની બાપ પાસે. સમજો છો અમે શિવબાબા ની પાસે જઈએ છીએ. આ પણ જાણો છો શિવબાબા સર્વ આત્માઓનાં બાપ છે. આ પણ બાળકોને નિશ્ચય જોઈએ કે એ સુપ્રીમ ટીચર પણ છે તો સુપ્રીમ ગુરુ પણ છે. સુપ્રીમ ને પરમ કહેવાય છે. એ એક ને જ યાદ કરવાના છે. નજર થી નજર મિલાવે છે. ગાયન છે નજર સે નિહાલ કીંદા સ્વામી સદ્દગુરુ. એનો અર્થ જોઈએ. નજર થી નિહાલ કોને? જરુર આખી દુનિયા માટે કહેવાશે કારણ કે સર્વ નાં સદ્દગતિ દાતા છે. સર્વ ને આ પતિત દુનિયાથી લઈ જવા વાળા છે. હવે નજર કોની? શું આ આંખો? ના, ત્રીજી આંખ મળે છે જ્ઞાન ની. જેનાથી આત્મા જાણે છે આ આપણા સર્વ આત્માઓનાં બાપ છે. બાપ આત્માઓને સલાહ આપે છે કે મને યાદ કરો. બાપ આત્માઓને સમજાવે છે. આત્માઓ જ પતિત તમોપ્રધાન બન્યા છે. હવે આ તમારો ૮૪ મો જન્મ છે, આ નાટક પૂરું થાય છે. પૂરું થવું પણ જોઈએ જરુર. દરેક કલ્પ માં જૂની દુનિયાથી નવી બને છે. નવી થી પછી જૂની થાય છે. નામ પણ અલગ છે. નવી દુનિયાનું નામ છે સતયુગ. બાપે સમજાવ્યું છે પહેલાં તમે સતયુગ માં હતા, પછી પુનર્જન્મ લેતા-લેતા ૮૪ જન્મ વિતાવ્યાં. હવે તમારો આત્મા તમોપ્રધાન બની ગયો છે. બાપ ને યાદ કરશો તો નિહાલ થઈ જશો. બાપ સન્મુખ કહે છે મને યાદ કરો, હું કોણ? પરમપિતા પરમાત્મા. બાપ કહે છે - બાળકો, દેહી-અભિમાની બનો, દેહ-અભિમાની નહીં બનો. આત્મ-અભિમાની બની તમે મારી સાથે નજર મિલાવો તો તમે નિહાલ થઈ જશો. બાપ ને યાદ કરતા રહો, આમાં કોઈ તકલીફ નથી. આત્મા જ ભણે છે, પાર્ટ ભજવે છે. કેટલો નાનો છે? જ્યારે અહીં આવે છે તો ૮૪ જન્મો નો પાર્ટ ભજવે છે. પછી એ જ પાર્ટ રિપીટ કરવાનો છે. ૮૪ જન્મો નો પાર્ટ ભજવતા આત્મા પતિત બની ગયો છે. હવે આત્મામાં કંઈ પણ દમ નથી રહ્યો (તાકાત નથી રહી). હમણાં આત્મા નિહાલ નથી, બેહાલ અર્થાત્ કંગાળ છે. પછી નિહાલ કેવી રીતે બને? આ શબ્દ ભક્તિમાર્ગ નો છે, જેના પર બાપ સમજાવે છે. વેદ, શાસ્ત્ર, ચિત્રો વગેરે પર પણ સમજાવે છે. તમે આ ચિત્ર શ્રીમત પર બનાવ્યા છે. આસુરી મત પર તો અનેક અસંખ્ય નાં અસંખ્ય ચિત્ર બનાવ્યા છે. એમનું કોઈ ઓક્યુપેશન નથી. અહીં તો બાપ આવીને બાળકોને ભણાવે છે. ભગવાનુવાચ છે તો એમનું જ્ઞાન થઈ ગયું. સ્ટુડન્ટ જાણે છે આ ફલાણા ટીચર છે. અહીં આપ બાળકો જાણો છો કે બેહદ નાં બાપ એક જ વાર આવીને આવું વન્ડરફુલ ભણતર ભણાવે છે. આ ભણતર અને એ ભણતર માં રાત-દિવસ નો ફરક છે. તે ભણતર ભણતા-ભણતા રાત પડી જાય છે, આ ભણતર થી દિવસ માં ચાલ્યા જાય છે. તે પણ ભણતર તો જન્મ-જન્માંતર ભણતા આવ્યાં. આમાં તો બાપ સ્પષ્ટ બતાવે છે કે આત્મા જ્યારે પવિત્ર થશે ત્યારે ધારણા થશે. કહે છે સિંહણ નું દૂધ સોનાનાં વાસણ માં જ રહે છે. આપ બાળકો સમજો છો, આપણે હવે સોના નાં વાસણ બની રહ્યા છીએ. રહશે તો મનુષ્ય જ પરંતુ આત્માને સંપૂર્ણ પવિત્ર બનવાનું છે. ૨૪ કેરેટ હતો, હમણાં ૯ કેરેટ થઈ ગયો છે. આત્માની જ્યોતિ જે જાગેલી હતી તે હમણાં બુઝાઈ ગઈ છે. જ્યોતિ જાગેલી અને બુઝાયેલી વાળાઓમાં પણ ફરક છે. જ્યોતિ કેવી રીતે જાગી અને પદ કેવી રીતે મેળવ્યું? આ બાપ જ સમજાવે છે. બાપ કહે છે મને યાદ કરો. જે મને સારી રીતે યાદ કરશે હું પણ એમને સારી રીતે યાદ કરીશ. આ પણ બાળકો જાણે છે નજર થી નિહાલ કરવાવાળા એક બાપ જ સ્વામી છે. આમનો આત્મા પણ નિહાલ થાય છે. તમે બધાં પરવાના છો, એમને શમા કહેવાય છે. કોઈ પરવાના ફક્ત ચક્કર લગાવવા આવે છે. કોઈ સારી રીતે ઓળખી લે છે તો જીતે જી મરી જાય છે. કોઈ ચક્કર લગાવીને ચાલ્યા જાય છે, પછી ક્યારેક-ક્યારેક આવે છે, પાછા ચાલ્યા જાય છે. આ સંગમ નું જ બધું ગાયન છે. આ સમયે જે કંઈ ચાલે છે એનાં જ શાસ્ત્ર બને છે. બાપ એક જ વાર આવીને વારસો આપીને ચાલ્યા જાય છે. બેહદનાં બાપ જરુર બેહદ નો વારસો આપશે. ગાયન પણ છે ૨૧ પેઢી. સતયુગ માં વારસો કોણ આપે છે? ભગવાન રચયિતા જ અડધાકલ્પ માટે વારસો આપે છે રચના ને. યાદ પણ બધાં એમને કરે છે. એ બાપ પણ છે તો ટીચર પણ છે, સ્વામી, સદ્દગુરુ પણ છે. ભલે તમે બીજા કોઈને પણ સ્વામી સદ્દગુરુ કહેતા હશો. પરંતુ સત્ય એક જ બાપ છે. સત્ય હંમેશા જ બાપ ને કહેવાય છે. એ સત્ય શું આવીને કરે છે? એ જ જૂની દુનિયાને સચખંડ બનાવી દે છે. સચખંડ માટે આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. જ્યારે સચખંડ હતો તો બીજા બધાં ખંડ નહોતાં. આ બધાં પછી આવે છે. સચખંડ ની કોઈને પણ ખબર જ નથી. બાકી જે હમણાં ખંડ છે એની તો બધાને ખબર છે. પોત-પોતાનાં ધર્મ સ્થાપક ને જાણે છે. બાકી સૂર્યવંશી, ચંદ્રવંશી અને આ સંગમયુગી બ્રાહ્મણ કુળ ને કોઈ જાણતા નથી. પ્રજાપિતા બ્રહ્માને માને છે, કહે છે અમે બ્રાહ્મણ બ્રહ્માનાં સંતાન છીએ, પરંતુ તે છે કુખ વંશાવલી, તમે છો મુખ વંશાવલી. તે છે અપવિત્ર, તમે મુખ વંશાવલી છો પવિત્ર. તમે મુખ વંશાવલી બની પછી છી-છી દુનિયા રાવણ રાજ્ય થી ચાલ્યા જાઓ છો. ત્યાં રાવણ રાજ્ય હોતું નથી. હવે તમે ચાલો છો નવી દુનિયામાં. એને કહે છે વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). વર્લ્ડ જ નવું અને જૂનું થાય છે. કેવી રીતે થાય છે? આ પણ તમે જાણી ગયા છો. બીજા તો કોઈની બુદ્ધિમાં નથી. લાખો વર્ષ ની વાત ને કોઈ જાણી પણ ન શકે. આ તો થોડા સમયની વાત છે. આ બાપ બેસી બાળકોને સમજાવે છે.

બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે ખાસ ભારતમાં ધર્મ ગ્લાનિ થાય છે. બીજી જગ્યાએ તો કોઈને ખબર જ નથી કે નિરાકાર પરમાત્મા શું વસ્તુ છે? મોટા-મોટા લિંગ બનાવીને રાખી દીધાં છે. બાળકોને સમજાવ્યું છે - આત્માની સાઈઝ ક્યારેય નાની-મોટી નથી થતી. જેવી રીતે આત્મા અવિનાશી છે, તેવી રીતે બાપ પણ અવિનાશી છે. એ છે સુપ્રીમ આત્મા. સુપ્રીમ એટલે એ સદૈવ પવિત્ર અને નિર્વિકારી છે. આપ આત્માઓ પણ નિર્વિકારી હતાં, દુનિયા પણ નિર્વિકારી હતી. એમને કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી, નવી દુનિયા પછી જરુર જૂની થાય છે. કળા ઓછી થતી જાય છે. બે કળા ઓછી, ચંદ્રવંશી રાજ્ય હતું પછી દુનિયા જૂની બનતી જાય છે. પછી બીજા-બીજા ખંડ આવતા જાય છે. એને કહેવાય છે બાયપ્લાટ, પરંતુ મિક્સઅપ થઈ જાય છે. ડ્રામાપ્લાન અનુસાર જે કંઈ થાય છે તે ફરી રિપીટ થશે. જેવી રીતે બૌદ્ધિઓનાં કોઈ મોટા આવ્યા, કેટલાઓને બૌદ્ધ ધર્મ માં લઈ ગયાં. ધર્મ ને બદલી દીધો. હિન્દુઓએ પોતાનો ધર્મ જાતે જ બદલ્યો છે કારણ કે કર્મ ભ્રષ્ટ થવાથી ધર્મ ભ્રષ્ટ પણ થઈ ગયા છે. વામ માર્ગ માં ચાલ્યા ગયા છે. જગન્નાથ નાં મંદિર માં પણ ભલે ગયા હશે, પરંતુ કોઈને કંઈ ખ્યાલ નથી ચાલતો. પોતે વિકારી છે તો એમને પણ વિકારી દેખાડી દીધાં છે. આ નથી સમજતા કે દેવતાઓ જ્યારે વામ માર્ગ માં ગયા છે, ત્યારે આવાં બન્યા છે. એ સમયનાં જ આ ચિત્ર છે. દેવતા નામ તો ખૂબ સારું છે. હિન્દુ તો હિન્દુસ્તાન નું નામ છે. પછી પોતાને હિન્દુ કહી દીધાં છે. કેટલી ભૂલ છે એટલે બાપ કહે છે યદા યદાહિ ધર્મસ્ય… બાબા ભારતમાં આવે છે. એવું તો નથી કહેતા-હું હિન્દુસ્તાન માં આવું છું. આ છે ભારત, હિન્દુસ્તાન અથવા હિન્દુ ધર્મ નથી. મુસલમાનો એ હિન્દુસ્તાન નામ રાખ્યું છે. આ પણ ડ્રામા માં નોંધ છે. સારી રીતે સમજવું જોઈએ. આ પણ નોલેજ છે. પુનર્જન્મ લેતા-લેતા વામ માર્ગ માં આવતા-આવતા ભ્રષ્ટાચારી બની ગયા છે, પછી એમની આગળ જઈને કહે છે, આપ સંપૂર્ણ નિર્વિકારી છો. અમે વિકારી પાપી છીએ, બીજા કોઈ ખંડ વાળા આવું નહીં કહેશે. અમે નીચ છીએ અથવા અમારા માં કોઈ ગુણ નથી. આવું કહેતા ક્યારેય સાંભળ્યું નહીં હશે. સિક્ખ લોકો પણ ગ્રંથ ની આગળ બેસે છે પરંતુ એવું ક્યારેય નથી કહેતા કે નાનક, તમે નિર્વિકારી, અમે વિકારી. નાનક પંથી કંગન પહેરે છે, તે છે નિર્વિકારીપણા ની નિશાની. પરંતુ વિકાર વગર રહી નથી શકતાં. ખોટી નિશાનીઓ રાખી દીધી છે. જેવી રીતે હિન્દુ લોકો જનોઈ પહેરે છે, પવિત્રતાની નિશાની છે. આજકાલ તો ધર્મ ને પણ નથી માનતાં. આ સમયે ભક્તિમાર્ગ ચાલી રહ્યો છે. આને કહેવાય છે ભક્તિ કલ્ટ. જ્ઞાનકલ્ટ સતયુગ માં છે. સતયુગ માં દેવતાઓ છે સંપૂર્ણ નિર્વિકારી. કળિયુગ માં સંપૂર્ણ નિર્વિકારી કોઈ હોઈ ન શકે. પ્રવૃત્તિ માર્ગવાળા ની સ્થાપના તો બાપ જ કરે છે. બાકી બધાં ગુરુ છે નિવૃત્તિ માર્ગ વાળા, એનાથી એમનું જોર વધારે થઈ ગયું છે. બાપ કહે છે આ જે કંઈ તમે વાંચ્યું છે, એનાથી હું નથી મળતો. હું જ્યારે આવું છું તો બધાને નજર થી નિહાલ કરી દઉં છું. ગાયન પણ છે નજર સે નિહાલ કીંદા સ્વામી સદ્દગુરુ… અહીં તમે કેમ આવ્યા છો? નિહાલ બનવાં. વિશ્વનાં માલિક બનવાં. બાપ ને યાદ કરો તો નિહાલ બની જશો. એવું ક્યારેય કોઈ કહેશે નહીં કે આવું કરવાથી તમે આ બની જશો. બાપ જ કહે છે તમારે આ બનવાનું છે. આ લક્ષ્મી-નારાયણ કેવી રીતે બન્યાં? કોઈને ખબર નથી. આપ બાળકોને બાપ બધું જ બતાવે છે, આ જ ૮૪ જન્મ લઈ પતિત બન્યા પછી તમને આ બનાવવા આવ્યો છું.

બાપ પોતાનો પરિચય પણ આપે છે તો નજર થી નિહાલ પણ કરે છે. આ કોના માટે કહે છે? એક સદ્દગુરુ માટે. તે ગુરુ લોકો અનેક છે અને માતાઓ, અબળાઓ છે ભોળી. તમે બધાં પણ ભોળાનાથ નાં બાળકો છો. શંકર માટે કહે છે આંખ ખોલી વિનાશ થઈ ગયો. આ પણ પાપ થઈ જાય. બાપ ક્યારેય આવા કામ માટે ડાયરેક્શન નથી આપતાં. વિનાશ તો બીજી કોઈ વસ્તુ થી થશે ને? બાપ આવું ડાયરેક્શન નથી આપતાં. આ તો બધું સાયન્સ કાઢતું રહે છે. સમજે છે અમે પોતાનાં કુળ નો જાતેજ વિનાશ કરીએ છીએ. તે પણ બંધાયેલા છે. છોડી નથી શકતાં. નામ કેટલું થાય છે. ચંદ્ર પર જાય છે પરંતુ ફાયદો કંઈ પણ નથી.

મીઠાં-મીઠાં બાળકો, તમે પણ બાપ સાથે નજર મિલાવો અથવા હે આત્મા, પોતાનાં બાપ ને યાદ કરો તો નિહાલ થઈ જશો. બાબા કહે છે જે મને યાદ કરે છે, મારા માટે સર્વિસ કરે છે, હું પણ એમને યાદ કરું છું તો એમને બળ મળે છે. તમે અહીં બધાં બેઠાં છો, જે નિહાલ થઈ જશે એ જ રાજા બનશે. ગાયન પણ છે બીજા સંગ તોડી એક સંગ જોડું. એક છે નિરાકાર. આત્મા પણ નિરાકાર છે. બાપ કહે છે મને યાદ કરો. તમે પોતે કહો છો હે પતિત-પાવન… આ કોના માટે કહ્યું? બ્રહ્મા ને, વિષ્ણુ ને, શંકર ને? ના, પતિત-પાવન તો એક છે, એ સદૈવ પાવન જ છે. એમને કહેવાય છે સર્વશક્તિવાન્. બાપ જ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ની નોલેજ સંભળાવે છે બીજા બધાં શાસ્ત્રો ને જાણે છે. તે સંન્યાસી શાસ્ત્રો વગેરે વાંચીને ટાઈટલ લે છે. બાપ ને તો પહેલાં જ ટાઈટલ મળેલું છે. એમને વાંચીને થોડી લેવાનું છે? અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શમા પર જીતે જી મરવા વાળા પરવાના બનવાનું છે, ફક્ત ફેરી લગાવવા વાળા નહીં. ઈશ્વરીય ભણતર ને ધારણ કરવા માટે બુદ્ધિને સંપૂર્ણ પાવન બનાવવાની છે.

2. બીજા બધાં સંગ તોડી એક બાપ નાં સંગ માં રહેવાનું છે. એક ની યાદ થી સ્વયં ને નિહાલ કરવાના છે.

વરદાન :-
દિલ ની મહેસૂસતા સાથે દિલારામ નાં આશિર્વાદ પ્રાપ્ત કરવા વાળા સ્વ - પરિવર્તક ભવ

સ્વ ને પરિવર્તન કરવા માટે બે વાતોની મહેસૂસતા સાચાં દિલ થી જોઈએ ૧. પોતાની કમજોરીની મહેસુસતા ૨. જે પરિસ્થિતિ અથવા વ્યક્તિ નિમિત્ત બને છે એમની ઈચ્છા અને એમના મનની ભાવના ની મહેસૂસતા. પરિસ્થિતિ નાં પેપર નાં કારણને જાણી સ્વયં નાં પાસ થવાના શ્રેષ્ઠ સ્વરુપ ની મહેસૂસતા હોય કે સ્વસ્થિતિ શ્રેષ્ઠ છે, પરિસ્થિતિ પેપર છે - આ મહેસૂસતા સહજ પરિવર્તન કરાવી લેશે અને સાચાં દિલ થી મહેસૂસ કર્યુ તો દિલારામ નાં આશિર્વાદ પ્રાપ્ત થશે.

સ્લોગન :-
વારિસ એ છે જે એવરરેડી બની દરેક કાર્ય માં જી હજુર હાજર કહે છે.