05-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમારો પ્રેમ એક બાપ થી છે કારણ કે તમને બેહદ નો વારસો મળે છે , તમે પ્રેમ થી કહો છો - મારાં બાબા

પ્રશ્ન :-
કોઈ પણ દેહધારી મનુષ્ય નાં બોલ ની તુલના બાપ થી નથી કરી શકાતી - કેમ?

ઉત્તર :-
કારણ કે બાપ નો એક-એક બોલ મહાવાક્ય છે. જે મહાવાક્યો ને સાંભળવા વાળા મહાન અર્થાત્ પુરુષોત્તમ બની જાય છે. બાપનાં મહાવાક્ય ગુલ-ગુલ અર્થાત્ ફૂલ બનાવી દે છે. મનુષ્ય નાં બોલ મહાવાક્ય નથી, તેનાથી તો ખૂબ જ નીચે પડતા આવ્યાં છે.

ગીત :-
બદલ જાયે દુનિયા ..

ઓમ શાંતિ!
ગીતની પહેલી લાઇનમાં કંઈક અર્થ છે, બાકી આખું ગીત કોઈ કામનું નથી. જેમ ગીતામાં ભગવાનુવાચ મનમનાભવ, મધ્યાજીભવ અક્ષર ઠીક છે. આને કહેવાય છે લોટમાં મીઠું. હવે ભગવાન કોને કહેવાય છે, આ તો બાળકો સારી રીતે જાણી ગયાં છે, ભગવાન શિવબાબા ને કહેવાય છે. શિવબાબા આવીને શિવાલય રચે છે. આવે ક્યાં છે? વેશ્યાલયમાં. પોતે આવીને કહે છે - હેં મીઠા-મીઠા લાડકા, સિકીલધા રુહાની બાળકો, સાંભળે તો આત્મા છે ને. જાણો છો આપણે આત્મા અવિનાશી છીએ. આ દેહ વિનાશી છે. આપણે આત્મા હવે પોતાનાં પરમપિતા પરમાત્મા થી મહાવાક્ય સાંભળી રહ્યાં છીએ. મહાવાક્ય એક પરમપિતા પરમાત્માનાં જ છે જે મહાન પુરુષ પુરુષોત્તમ બનાવે છે. બાકી જે પણ મહાત્માઓ ગુરુ વગેરે છે, તેમનાં કોઈ મહાવાક્ય નથી. શિવોહમ જે કહે છે તે પણ સાચું વાક્ય છે નહીં. હમણાં તમે બાપ થી મહાવાક્ય સાંભળીને ગુલ-ગુલ બનો છો. કાંટા અને ફૂલ માં કેટલો ફરક છે. હમણાં આપ બાળકો જાણો છો આપણને કોઈ મનુષ્ય નથી સંભળાવતું. આમનાં પર શિવબાબા વિરાજમાન છે, એ પણ આત્મા જ છે, પરંતુ એમને કહેવાય છે પરમ આત્મા. હમણાં પતિત આત્માઓ કહે છે - હેં પરમ આત્મા આવો, આવીને અમને પાવન બનાવો. એ છે જ પરમપિતા, પરમ બનાવવા વાળા. તમે પુરુષોત્તમ અર્થાત્ બધાં પુરુષોમાં ઉત્તમ પુરુષ બનો છો. તે છે દેવતાઓ. પરમપિતા અક્ષર ખૂબ મીઠો છે. સર્વવ્યાપી કહી દે છે તો મીઠાપણું આવતું નથી. તમારામાં પણ ખૂબ થોડાં છે જે પ્રેમ થી અંદર યાદ કરે છે, તે સ્ત્રી પુરુષ તો એક-બીજાને સ્થૂળ માં યાદ કરે છે. આ છે આત્માઓએ પરમાત્માને યાદ કરવાં, ખૂબ પ્રેમ થી. ભક્તિમાર્ગમાં આટલાં પ્રેમ થી પૂજા નથી કરી શકતાં. એવો પ્રેમ નથી રહેતો. જાણતાં જ નથી તો પ્રેમ કેવી રીતે હોય. હમણાં આપ બાળકોને ખૂબ પ્રેમ છે. આત્મા કહે છે - મારાં બાબા. આત્માઓ ભાઈ-ભાઈ છે ને. દરેક ભાઈ કહે છે બાબાએ અમને પોતાનો પરિચય આપ્યો છે. પરંતુ તે પ્રેમ નથી કહેવાતો. જેમનાથી કાંઈ મળે છે તેમનામાં પ્રેમ રહે છે. બાપ માં બાળકો નો પ્રેમ રહે છે કારણ કે બાપ થી વારસો મળે છે. જેટલો વધારે વારસો, એટલો બાળકોનો વધારે પ્રેમ રહેશે. જો બાપની પાસે કાંઈ પણ પ્રોપર્ટી છે નહીં, દાદાની પાસે છે તો પછી બાપમાં એટલો પ્રેમ નથી રહેતો. પછી દાદા થી પ્રેમ થઇ જશે. સમજશે આમનાથી પૈસા મળશે. હમણાં તો છે બેહદ નાં બાપ. આપ બાળકો જાણો છો આપણને બાપ ભણાવે છે. આ તો ખૂબ જ ખુશી ની વાત છે. ભગવાન આપણાં બાપ છે. જે રચતા બાપને કોઈ પણ નથી જાણતું. ન જાણવાનાં કારણે પછી પોતાને બાપ કહી દે છે. જેમ બાળક થી પૂછો તમારો બાપ કોણ? છેવટે કહી દેશે અમે. હમણાં આપ બાળકો જાણો છો તે બધાં બાપ નાં બાપ છે જરુર, આપણને જે હમણાં બેહદ નાં બાપ મળ્યા છે, એમનાં કોઈ બાપ છે નહીં. આ છે ઊંચેથી ઊંચા બાપ. તો બાળકોને અંદર માં ખુશી રહેવી જોઈએ. તે યાત્રાઓ પર જાય છે તો ત્યાં એટલી ખુશી નથી રહેતી કારણ કે પ્રાપ્તિ કંઈ છે નહીં. ફક્ત દર્શન કરવા જાય છે. મફત માં કેટલાં ધક્કા ખાય છે. એક તો આ ટિપ્પડ (કપાળ) ઘસ્યું અને બીજું પછી પૈસાની ટીપ્પડ ઘસાતી. પૈસા ખૂબ ખર્ચો કરતાં, પ્રાપ્તિ કાંઈ નહિં. ભક્તિમાર્ગ માં જો આવક હોત તો ભારતવાસી ખૂબ સાહૂકાર થઈ જાત. આ મંદિર વગેરે બનાવવામાં કરોડો રુપિયા ખર્ચ કરે છે. તમારું સોમનાથનું મંદિર એક નહોતું. બધાં રાજાઓની પાસે મંદિર હતાં. તમને કેટલાં પૈસા આપ્યાં હતાં - ૫ હજાર વર્ષ પહેલાં તમને વિશ્વનાં માલિક બનાવ્યાં હતાં. એક બાપ જ આવું કહે છે. આજથી ૫ હજાર વર્ષ પહેલાં તમને રાજયોગ શીખડાવી ને એવાં બનાવ્યાં હતાં. હમણાં તમે શું બની ગયાં છો. બુદ્ધિમાં આવવું જોઈએ ને. આપણે કેટલાં ઊંચા હતાં, પુનર્જન્મ લેતાં-લેતાં એકદમ પટ પર આવીને પડ્યાં છીએ. કોડી જેવાં બની ગયાં છીએ. ફરી હવે આપણે બાબા ની પાસે જઈએ છીએ. જે બાબા આપણને વિશ્વનાં માલિક બનાવે છે. આ એક જ યાત્રા છે જ્યારે આત્માઓ ને બાપ મળે છે, તો અંદર માં તે પ્રેમ રહેવો જોઈએ. આપ બાળકો જ્યારે અહીંયા આવો છો તો બુદ્ધિમાં રહેવું જોઈએ કે અમે એ બાપની પાસે જઈએ છીએ, જેમનાથી અમને ફરીથી વિશ્વની બાદશાહી મળે છે. એ બાપ આપણને શિક્ષા આપે છે - બાળકો, દૈવી ગુણ ધારણ કરો. સર્વ શક્તિમાન પતિત-પાવન મુજ બાપ ને યાદ કરો. હું કલ્પ-કલ્પ આવીને કહું છું કે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. દિલ માં આ આવવું જોઈએ અમે બેહદ નાં બાપ ની પાસે આવ્યાં છીએ. બાપ કહે છે હું ગુપ્ત છું. આત્મા કહે છે હું ગુપ્ત છું. તમે સમજો છો અમે જઈએ છે શિવબાબા ની પાસે, બ્રહ્માદાદા ની પાસે. જે કમ્બાઈન્ડ (ભેગાં) છે તેમને અમે મળવા જઈએ છીએ, જેમનાથી અમે વિશ્વનાં માલિક બનીએ છીએ. અંદરમાં કેટલી બેહદ ખુશી હોવી જોઈએ. જ્યારે મધુબનમાં આવવા માટે પોતાનાં ઘરે થી નીકળો છો તો અંદર માં ગદ્દગદ્દ થવું જોઈએ. બાપ અમને ભણાવવા માટે આવ્યાં છે, અમને દૈવી ગુણ ધારણ કરવાની યુક્તિ બતાવે છે. ઘરે થી નીકળતા સમયે જ અંદર માં આ ખુશી રહેવી જોઈએ. જેમ કન્યા પતિની સાથે મળે છે તો દાગીના વગેરે પહેરે છે તો ચહેરો જ ખીલી જાય છે. તે ચહેરો ખીલે છે દુઃખ પામવા માટે. તમારો ચહેરો ખીલે છે સદા સુખ પામવા માટે. તો એવાં બાપની પાસે આવતાં સમયે કેટલી ખુશી હોવી જોઈએ. હમણાં આપણને બેહદ નાં બાપ મળ્યાં છે. સતયુગમાં જઈશું પછી ડિગ્રી (પદવી) ઓછી થઈ જશે. હમણાં તો તમે બ્રાહ્મણ ઈશ્વરીય સંતાન છો. ભગવાન બેસી ભણાવે છે. એ આપણાં બાપ પણ છે, શિક્ષક પણ છે, ભણાવે છે પછી પાવન બનાવીને સાથે પણ લઈ જશે. આપણે આત્મા હવે આ છી-છી રાવણ રાજ્ય થી છૂટીએ છીએ. અંદર માં અથાહ ખુશી હોવી જોઈએ - જ્યારે કે બાપ વિશ્વનાં માલિક બનાવે છે તો ભણતર કેટલું સારી રીતે ભણવું જોઈએ. વિદ્યાર્થી સારી રીતે ભણે છે તો સારા માર્ક (ટકા) થી પાસ થાય છે. બાળકો કહે છે - બાબા અમે તો શ્રી નારાયણ બનશું. આ છે જ સત્યનારાયણની કથા અર્થાત્ નર થી નારાયણ બનવાની કથા. તે જુઠ્ઠી કથાઓ જન્મ-જન્માંતર સાંભળતા આવ્યાં છો. હમણાં બાપ થી એક જ વખત તમે સાચી-સાચી કથા સાંભળો છો. તે પછી ભક્તિમાર્ગ માં ચાલ્યું આવે છે. જેમ શિવબાબા એ જન્મ લીધો એમની પછી વર્ષ-વર્ષ જયંતી મનાવતા આવ્યાં છો. એ ક્યારે આવ્યાં, શું કર્યું કાંઈ પણ નથી જાણતાં. અચ્છા, કૃષ્ણ જયંતી મનાવે છે, એ પણ ક્યારે આવ્યાં, કેવી રીતે આવ્યાં, કાંઈ પણ ખબર નથી. કહે છે કંસપુરી માં આવે છે, હવે તે પતિત દુનિયામાં કેવી રીતે જન્મ લેશે! બાળકોને કેટલી ખુશી થવી જોઈએ - અમે બેહદ બાપ ની પાસે જઈએ છે. અનુભવ પણ સંભળાવો છો ને - અમને ફલાણા દ્વારા તીર લાગ્યું, બાબા આવ્યા છે..! બસ તે દિવસથી લઈને અમે બાપને જ યાદ કરીએ છીએ.

આ છે તમારી ઊંચેથી ઊંચા બાપની પાસે આવવાની યાત્રા. બાબા તો ચૈતન્ય છે, બાળકો ની પાસે જાય પણ છે. તે છે જડ યાત્રાઓ. અહીં તો બાપ ચૈતન્ય છે. જેમ આપણે આત્મા બોલીએ છે, તેમ એ પરમાત્મા બાપ પણ બોલે છે શરીર દ્વારા. આ ભણતર છે ભવિષ્ય ૨૧ જન્મ શરીર નિર્વાહ માટે. તે છે ફક્ત આ જન્મનાં માટે. હવે કયું ભણતર ભણવું જોઈએ કે કયો ધંધો કરવો જોઈએ? બાપ કહે છે બંને કરો. સંન્યાસીઓ માફક ઘરબાર છોડી જંગલમાં નથી જવાનું. આ તો પ્રવૃત્તિ માર્ગ છે ને. બંને માટે ભણતર છે. બધાં તો ભણશે પણ નહીં. કોઈ સારું ભણશે, કોઈ ઓછું. કોઈને એકદમ ઝટ તીર લાગી જશે. કોઈ તો તવાઈ માફક બોલતા રહેશે. કોઈ કહે છે - હાં, અમે સમજવાની કોશિશ કરશું. કોઈ કહેશે આ તો એકાંતમાં સમજવાની વાતો છે. બસ, પછી લોપ થઈ જશે. કોઈને જ્ઞાનનું તીર લાગ્યું તો ઝટ આવીને સમજશે. કોઈ પછી કહેશે - અમને ફુરસત નથી. તો સમજો તીર લાગ્યું નથી. જુવો, બાબા ને તીર લાગ્યું તો ફટ થી છોડી દીધું ને. સમજ્યા બાદશાહી મળે છે, તેની આગળ આ શું છે! મારે તો બાપથી રાજાઈ લેવાની છે. હમણાં બાપ કહે છે તે ધંધો વગેરે પણ કરો ફક્ત એક સપ્તાહ આ સારી રીતે સમજો. ગૃહસ્થ વ્યવહાર પણ સંભાળવાનો છે. રચના ની પાલના પણ કરવાની છે. તેઓ તો રચીને પછી ભાગી જાય છે. બાપ કહે છે તમે રચ્યું છે તો પછી સારી રીતે સંભાળો. સમજો સ્ત્રી કે બાળકો તમારું કહેવાનું માને છે તો સપૂત છે. નથી સમજતા તો કપૂત છે. સપૂત અને કપૂત ની ખબર પડી જાય છે ને. બાપ કહે છે તમે શ્રીમત પર ચાલશો તો શ્રેષ્ઠ બનશો. નહીં તો વારસો મળી ન શકે. પવિત્ર બની, સપૂત બાળક બની નામ રોશન કરો. તીર લાગી ગયું તો પછી કહેશે - બસ, હવે તો અમે સાચી કમાણી કરશું. બાપ આવ્યાં છે શિવાલયમાં લઈ જવાં. તો શિવાલય માં જવાં માટે પછી લાયક બનવાનું છે. મહેનત છે. બોલો, હવે શિવબાબા ને યાદ કરો, મોત સામે ઊભું છે. કલ્યાણ તો તેમનું પણ કરવાનું છે ને. બોલો, હમણાં યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આપ બાળકીઓની ફરજ છે પિયર ઘર અને સસુર ઘર નો ઉદ્ધાર કરવો જ્યારે કે તમને બોલાવ્યાં છે તો તમારી ફરજ છે તેમનું કલ્યાણ કરવાની. રહમદિલ બનવું જોઈએ. પતિત તમોપ્રધાન મનુષ્યોને સતોપ્રધાન બનવાનો રસ્તો બતાવવાનો છે. તમે જાણો છો દરેક ચીજ નવી થી જૂની જરુર થાય છે. નર્કમાં બધી પતિત આત્માઓ છે, ત્યારે તો ગંગામાં સ્નાન કરી પાવન થવા જાય છે. પહેલાં તો સમજે કે અમે પતિત છીએ એટલે પાવન બનવાનું છે. બાપ આત્માઓને કહે છે મને યાદ કરો તો તમારા પાપ નષ્ટ થઇ જશે. સાધુ-સંત વગેરે જે પણ છે - બધાને આ મારો પેગામ (સંદેશ) આપો કે બાપ કહે છે મને યાદ કરો. આ યોગ અગ્નિથી અથવા યાદની યાત્રાથી તમારી ખાદ નીકળતી જશે. તમે પવિત્ર બની મારી પાસે આવી જશો. હું તમને બધાને સાથે લઇ જઇશ. જેમ વીંછી હોય છે, ચાલતો જાય છે, જ્યાં નરમ ચીજ જુએ છે તો ડંખ મારી દે છે. પથ્થરને ડંખ મારીને શું કરશે! તમે પણ બાપ નો પરિચય આપો. આ પણ બાપે સમજાવ્યું છે - મારાં ભગત ક્યાં રહે છે! શિવનાં મંદિર માં, કૃષ્ણનાં મંદિરમાં, લક્ષ્મી-નારાયણનાં મંદિરમાં. ભગત મારી ભક્તિ કરતાં રહે છે. છે તો બાળકોને. મારાથી રાજ્ય લીધું હતું, હવે પૂજ્ય થી પૂજારી બની ગયાં છે. દેવતાઓનાં ભગત છે ને. નંબરવન છે શિવની અવ્યભિચારી ભક્તિ. પછી ઉતરતા-ઉતરતા હમણાં તો ભૂત પૂજા કરવા લાગી ગયાં છે. શિવનાં પૂજારીઓને સમજાવવામાં સહજ થશે. આ બધી આત્માઓનાં બાપ શિવબાબા છે. સ્વર્ગ નો વારસો આપે છે. હવે બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. અમે તમને સંદેશ આપીએ છીએ. હવે બાપ કહે છે પતિત-પાવન, જ્ઞાનનો સાગર હું છું. જ્ઞાન પણ સંભળાવી રહ્યો છું. પાવન બનવાં માટે યોગ પણ શીખવાડી રહ્યો છું. બ્રહ્મા તન થી મેસેજ આપી રહ્યો છું મને યાદ કરો. પોતાનાં ૮૪ જન્મો ને યાદ કરો. તમને ભગત મળશે મંદિરોમાં અને પછી કુંભનાં મેળામાં. ત્યાં તમે સમજાવી શકો છો. પતિત-પાવન ગંગા છે કે પરમાત્મા?

તો બાળકોને આ ખુશી રહેવી જોઈએ કે અમે કોની પાસે જઈએ છે! છે કેટલાં સાધારણ. શું મોટાઈ દેખાડે! શિવબાબા શું કરે જે મોટા વ્યક્તિ દેખાય આવે? સન્યાસી કપડા તો પહેરી ન શકે. બાપ કહે છે હું તો સાધારણ તન લઉં છું. તમે જ સલાહ આપો કે હું શું કરું? આ રથને શું શ્રુંગારુ? તેઓ હુસેનનાં ઘોડાને નીકાળે છે, તેને શણગારે છે. અહીંયા શિવબાબાનો રથ, પછી બળદ બનાવી દીધો છે. બળદનાં મસ્તકમાં ગોળ-ગોળ શિવ નું ચિત્ર દેખાડે છે. હવે શિવબાબા બળદ માં ક્યાંથી આવશે. ભલા મંદિરમાં બળદ કેમ રાખ્યો છે? શંકર ની સવારી કહે છે. સૂક્ષ્મવતન માં શંકર ની સવારી હોય છે શું? આ બધું છે ભક્તિમાર્ગ જે ડ્રામામાં નોંધ છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં સ્વયં થી પ્રતિજ્ઞા કરવાની છે કે હવે અમે સાચી કમાણી કરશું. સ્વયંને શિવાલય માં ચાલવાનાં લાયક બનાવશું. સપૂત બાળક બનીને શ્રીમત પર ચાલીને બાપનું નામ રોશન કરશું.

2. રહેમદિલ બની તમોપ્રધાન મનુષ્યો ને સતોપ્રધાન બનાવવાનાં છે. સર્વનું કલ્યાણ કરવાનું છે. મોતનાં પહેલાં બધાને બાપની યાદ અપાવવાની છે.

વરદાન :-
હાં જી નાં પાઠ દ્વારા સેવાઓમાં મહાન બનવા વાળા સર્વની દુઆઓનાં પાત્ર ભવ

કોઈ પણ સેવા ખુશી અને ઉમંગ થી કરતાં સદા ધ્યાન રહે કે જે સેવા થાય તેમાં સર્વની દુવાઓ પ્રાપ્ત થાય કારણ કે જ્યાં દુવાઓ હશે ત્યાં મહેનત નહીં હશે. હમણાં આ જ લક્ષ્ય હોય કે જેમનાં પણ સંપર્કમાં આવીએ તેમની દુવાઓ લેતા જઈએ. હાં જી નો પાઠ જ દુવાઓ લેવાનું સાધન છે. કોઈ ખોટું પણ છે તો તેને ખોટા કહીને ધક્કો આપવાનાં બદલે સહારો આપીને ઉભાં કરો. સહયોગી બનો. તો તેનાથી પણ સંતુષ્ટતાની દુવાઓ મળશે. જે દુવાઓ લેવામાં મહાન બને છે તે સ્વતઃ મહાન બની જાય છે.

સ્લોગન :-
હાર્ડ વર્કર (મજુરી) ની સાથે-સાથે પોતાની સ્થિતિ પણ હાર્ડ (મજબૂત) બનાવવાનું લક્ષ્ય રાખો.