05-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે બાપની શ્રીમત પર ચાલો તો તમને કોઈ પણ દુઃખ આપી ન શકે , દુઃખ તકલીફ આપવા વાળો રાવણ છે , જે તમારા રાજય માં હોતો જ નથી

પ્રશ્ન :-
આ જ્ઞાનયજ્ઞ માં આપ બાળકો કઈ આહુતિ આપો છો?

ઉત્તર :-
આ જ્ઞાન યજ્ઞ માં તમે કોઈ તલ, જવ ની આહુતિ નથી આપતાં. આમાં તમારે દેહ સહિત જે કાંઈ પણ છે તે બધી આહુતિ આપવાની છે અર્થાત્ બુદ્ધિ થી બધું ભૂલી જવાનું છે. આ યજ્ઞની સંભાળ પવિત્ર રહેવા વાળા બ્રાહ્મણ જ કરી શકે છે. જે પવિત્ર બ્રાહ્મણ બને તે જ પછી બ્રાહ્મણ સો દેવતા બને છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને જહાન

ઓમ શાંતિ!
બાળકો આવ્યાં છે બાપ પાસે. બાળકો જરુર આવશે જ ત્યારે, જ્યારે બાપ ને ઓળખીને બાપ કહેશે. નહીં તો આવી જ ન શકે. બાળકો જાણે છે અમે જઈએ છીએ નિરાકારી બેહદ નાં બાપ પાસે, એમનું નામ શિવબાબા છે. એમને પોતાનું શરીર નથી, એમનું કોઈ પણ દુશ્મન બની નથી શકતું. અહીં દુશ્મન બને છે તો રાજાઓને મારી નાખે છે. ગાંધી ને માર્યા, કારણ કે તેમનું તો શરીર હતું. બાપ ને તો પોતાનું શરીર છે નહીં. મારવાં ઈચ્છશે તો તે પણ એમને જેમાં પ્રવેશ કરું છું. આત્મા ને તો કોઈ મારી કાપી ન શકે. તો જે મને યથાર્થ રીતે જાણે છે, એમને જ રાજ્ય-ભાગ્ય આપું છું. એમનાં રાજ્ય-ભાગ્ય ને કોઈ બાળી નથી શકતું. ન પાણી ડૂબાડી શકે, કોઈ પણ હાલત માં.

આપ બાળકો બાપ પાસે થી વારસો લેવા આવ્યાં છો અવિનાશી રાજધાની નો. જેમાં કોઈ પણ દુઃખ અથવા તકલીફ આપી ન શકે. ત્યાં તકલીફ આપવા વાળું કોઈ હોતું જ નથી. તકલીફ આપવા વાળો છે રાવણ. રાવણ ને ૧૦ માથા પણ દેખાડે છે. ફક્ત રાવણ દેખાડે છે, મંદોદરી દેખાડતાં નથી. ફક્ત નામ રાખ્યું છે કે રાવણ ની સ્ત્રી હતી. તો અહીં રાવણ રાજ્ય માં તમને તકલીફ થઈ શકે છે. ત્યાં તો રાવણ હોતો નથી. બાપ તો છે નિરાકાર, એમને કોઈ મારી કાપી નથી શકતું. તમને પણ એવાં બનાવે છે જે તમને શરીર હોવા છતાં પણ કોઈ દુઃખ ન થઈ શકે. તો એવાં બાપની મત પર ચાલવું પડે. બાબા જ જ્ઞાન નાં સાગર છે, બીજું કોઈ આ જ્ઞાન આપી ન શકે. બ્રહ્મા દ્વારા બધાં શાસ્ત્રો નો સાર સમજાવે છે. બ્રહ્મા છે શિવબાબા નાં બાળક. એવું નથી કે વિષ્ણુ ની નાભિ માંથી બ્રહ્મા નીકળ્યાં. જો નાભિ કહે તો શિવબાબા ની નાભિ-કમળ માંથી નીકળ્યાં. તમે પણ શિવ ની નાભિ માંથી નીકળ્યાં છો. બાકી ચિત્ર તો બધાં ખોટાં છે. એક જ બાબા રાઈટીયસ (સાચાં) છે. રાવણ અનરાઈટીયસ (ખોટાં) બનાવી દે છે. આ રમત છે. આ રમત ને તમે જ જાણો છો. ક્યારથી રાવણ રાજ્ય શરું થયું, કેવી રીતે મનુષ્ય ઉતરતાં-ઉતરતાં પડી ગયાં, ઊપર કોઈપણ ચઢી ન શકે. બાપ ની પાસે જવાનો જેઓ રસ્તો બતાવે છે તેઓ વધારે જ જંગલમાં નાખી દે છે કારણ કે રસ્તો જાણતાં જ નથી - બાબા નાં ઘર અને સ્વર્ગ નો. જે પણ ગુરુ વગેરે છે, બધાં છે હઠયોગી. ઘરબાર છોડી દે છે. બાબા છોડાવતાં નથી. કહે છે પવિત્ર બનો. કુમાર અને કુમારી પવિત્ર છે. દ્રૌપદી પોકારે છે કે બાબા અમને બચાવો. અમે પવિત્ર બનીને કૃષ્ણપુરી માં જવાં ઈચ્છીએ છીએ. કન્યાઓ પણ પોકારે છે, મા-બાપ હેરાન કરે છે, મારે છે કે લગ્ન કરવાં જ પડશે. પહેલાં મા-બાપ કન્યા નાં પગે પડે છે, કારણ કે સ્વયં ને પતિત અને કન્યા ને પાવન સમજે છે. પોકારે પણ છે-હે પતિત-પાવન આવો. હવે બાબા કહે છે કુમારીઓ પતિત નહીં બનો. નહીં તો પછી પોકારવા પડશે. તમારે પોતાને બચાવવાનાં છે. બાબા આવ્યાં જ છે પાવન બનાવવાં. કહે છે સ્વર્ગની બાદશાહી નો વારસો આપવાં આવ્યો છું એટલે પવિત્ર બનવું પડે. પતિત બનશો તો પતિત થઈને મરશો. સ્વર્ગ નાં સુખ જોઈ નહીં શકો. સ્વર્ગમાં તો ખૂબ મોજ છે. હીરા-ઝવેરાતો નાં મહેલ છે. તે જ રાધાકૃષ્ણ પછી લક્ષ્મી-નારાયણ બને છે. તો લક્ષ્મી-નારાયણ ને પણ એટલો પ્રેમ કરવો જોઈએ. સારું કૃષ્ણ ને પ્રેમ કરે પછી રાધા ને કેમ ગુમ કરી દીધી છે? કૃષ્ણ જન્માષ્ટમી પર કૃષ્ણ ને ઝૂલે ઝૂલાવે છે. માતાઓ કૃષ્ણ ને ખૂબ પ્રેમ કરે છે, રાધા ને નહીં. અને પછી બ્રહ્મા જે કૃષ્ણ બનવાનાં છે એમની એટલી પૂજા નથી થતી. જગત અંબાની તો ખૂબ પૂજા કરે છે, જે સરસ્વતી બ્રહ્મા ની દીકરી છે. આદિ દેવ બ્રહ્મા નું ફક્ત અજમેર માં મંદિર છે. હમણાં મમ્મા છે જ્ઞાન જ્ઞાનેશ્વરી. તમે જાણો છો એ બ્રાહ્મણી છે, તે કોઈ સ્વર્ગ ની આદિ દેવી નથી. ન કોઈ ૮ ભુજાઓ છે. મંદિર માં ૮ ભુજાઓ દેખાડી છે. બાપ કહે છે માયા નાં રાજ્ય માં ખોટું જ ખોટું છે. એક બાપ જ સત્ય છે જે સાચું બતાવે છે, મનુષ્ય થી દેવતા બનાવવા માટે. તે શરીરધારી બ્રાહ્મણો દ્વારા તો તમે કથાઓ વગેરે સાંભળતાં-સાંભળતાં આ હાલત માં પહોંચી ગયાં છો. હવે મોત સામે છે. બાબા કહે છે જ્યારે ઝાડ ની જડજડીભૂત અવસ્થા થાય છે ત્યારે કળિયુગ નાં અંત માં કલ્પ નાં સંગમયુગ પર હું આવું છું. હું યુગે-યુગે નથી આવતો. હું કચ્છ-મચ્છ અવતાર, વારાહ અવતાર નથી લેતો. હું કણ-કણ માં નથી રહેતો. તમે આત્માઓ પણ કણ-કણ માં નથી જતી તો હું કેવી રીતે જઈશ. મનુષ્ય માટે કહે છે, તે જાનવર પણ બને છે. તે તો અનેક યોનિઓ છે, ગણતરી કરી જ ન શકાય. બાપ કહે છે સાચ્ચી વાત હવે હું તમને સમજાવું છું. હવે નિર્ણય કરો ૮૪ લાખ સત્ય છે કે ખોટું? આ ખોટી દુનિયામાં સત્ય ક્યાંથી આવ્યું? સત્ય તો એક જ હોય છે. બાપ જ આવીને સત્ય અસત્ય નો નિર્ણય કરે છે. માયાએ બધાંને અસત્ય બનાવી દીધાં છે. બાપ આવીને બધાંને સત્ય બનાવે છે. હવે નિર્ણય કરો - સાચ્ચું કોણ? તમારા આટલાં ગુરુ ગોસાઈ સાચાં કે એક બાપ સાચાં? એક સત્ય બાબા જ સાચ્ચી દુનિયા ની સ્થાપના કરે છે. ત્યાં ગેરકાયદેસર કોઈ કામ થતું જ નથી. ત્યાં કોઈને વિષ (વિકાર) નથી મળતું.

તમે જાણો છો આપણે ભારતવાસી બરાબર દેવી-દેવતા હતાં. હવે પતિત બની ગયાં છીએ. પોકારે પણ છે હે પતિત-પાવન આવો. યથા રાજા રાણી તથા પ્રજા બધાં પતિત છે ત્યારે તો લક્ષ્મી-નારાયણ વગેરે ને પૂજે છે ને. ભારત માં જ પવિત્ર રાજાઓ હતાં, હમણાં અપવિત્ર છે. પવિત્ર ને પૂજે છે. હવે બાબા આવીને તમને મહારાજા-મહારાણી બનાવે છે. તો પુરુષાર્થ કરવો જોઈએ. બાકી ૮ ભૂજા વાળા તો કોઈ છે નહીં. લક્ષ્મી-નારાયણ ને પણ બે ભુજાઓ છે. ચિત્રો માં પછી નારાયણ ને શ્યામ, લક્ષ્મી ને ગોરી દેખાડે છે. હવે એક પવિત્ર, એક અપવિત્ર કેવી રીતે હોઈ શકે, તો ચિત્ર ખોટાં થયાં ને. હવે બાપ સમજાવે છે રાધા-કૃષ્ણ બંને ગોરા હતાં પછી કામ ચિતા પર બેસી બંને શ્યામ થઈ ગયાં. એક ગોરા, એક શ્યામ તો હોઈ ન શકે. કૃષ્ણ ને શ્યામ સુંદર કહે છે. રાધા ને શ્યામ સુંદર કેમ નથી કહેતાં. આ ફર્ક કેમ રાખ્યો છે. જોડી તો એક જેવી હોવી જોઈએ. હમણાં તમે જ્ઞાન ચિતા પર બેઠાં છો, તમે પછી કામ ચિતા પર કેમ બેસો છો? બાળકો ને પણ આ પુરુષાર્થ કરાવવાનો છે. અમે જ્ઞાન ચિતા પર બેઠાં છીએ તમે પછી કામ ચિતા પર બેસવાની ચેષ્ઠા (ઈચ્છા) કેમ કરો છો. જો પુરુષ જ્ઞાન ઉઠાવે, સ્ત્રી નથી ઉઠાવતી તો પણ ઝઘડો થઈ જાય છે. યજ્ઞ માં વિઘ્ન તો ઘણાં પડે છે. આ જ્ઞાન કેટલું લાંબુ-પહોળું છે. જ્યાર થી બાબા આવ્યાં છે તો રુદ્ર યજ્ઞ શરું થયો છે. જ્યાં સુધી તમે બ્રાહ્મણ ન બનો ત્યાં સુધી દેવતા બની ન શકો. શુદ્ર પતિત થી પાવન દેવતા બનવા માટે બ્રાહ્મણ બનવું પડે. બ્રાહ્મણ જ યજ્ઞ ની સંભાળ કરે છે, આમાં પવિત્ર બનવાનું છે. બાકી કોઈ તલ જવ વગેરે સાથે નથી રાખવાનાં, જેમ બીજા લોકો કરે છે. આફત (મુશ્કેલી) નાં સમયે યજ્ઞ રચે છે. સમજે છે ભગવાને પણ આવો યજ્ઞ રચ્યો હતો. બાપ તો કહે છે આ જ્ઞાન યજ્ઞ છે જેમાં તમે આહુતિ નાખો છો. દેહ સહિત જે કાંઈ છે, આહુતિ આપવાની છે. પૈસા વગેરે નથી નાખવાનાં, આમાં બધુંજ સ્વાહા કરવાનું છે. આનાં ઉપર એક કહાની (કથા) છે. દક્ષ પ્રજાપિતાએ યજ્ઞ રચ્યો (કથા) હવે પ્રજાપિતા તો એક છે. પ્રજાપિતા બ્રહ્મા પછી દક્ષ પ્રજાપિતા ક્યાંથી આવ્યાં? બાપ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા યજ્ઞ રચે છે. તમે બધાં બ્રાહ્મણ છો. તમને મળે છે દાદા નો વારસો. તમે કહો જ છો અમે શિવબાબા ની પાસે આવ્યાં છીએ બ્રહ્મા દ્વારા. આ શિવબાબા ની પોસ્ટ ઓફિસ છે. ચિઠ્ઠી પણ લખો તો શિવબાબા થ્રુ બ્રહ્મા. બાબા નું નિવાસ આમાં છે. આ બધાં બ્રાહ્મણ પાવન બનવા માટે જ્ઞાન યોગ શિખી રહ્યાં છે. તમે એવું નહીં કહો અમે પતિત નથી. આપણે પતિત છીએ પરંતુ પતિત-પાવન આપણને પાવન બનાવી રહ્યાં છે બીજાં કોઈ મનુષ્ય માત્ર પાવન છે નહીં ત્યારે તો ગંગા સ્નાન કરવા જાય છે. હવે તમે જાણો છો કે એક સદ્દગુરુ બાબા જ આપણને પાવન બનાવે છે. એમની શ્રીમત છે બાળકો તમે મુજ એકની સાથે પોતાનો બુદ્ધિયોગ જોડો. નિર્ણય કરો. ભલે એ ગુરુઓની પાસે જાઓ, કે મારી મત પર ચાલો. તમારા તો એક જ બાપ શિક્ષક સદ્દગુરુ છે. બેહદ નાં બાપ બધાં મનુષ્ય માત્ર ને કહે છે આત્મ-અભિમાની બનો. દેવતાઓ આત્મ-અભિમાની હોય છે. અહીં તો આ જ્ઞાન કોઈનામાં છે નહીં. સન્યાસી તો કહી દે છે આત્મા સો પરમાત્મા. આત્મા બ્રહ્મ તત્વ માં લીન થઈ જાય છે. એવી વાતો સાંભળતાં-સાંભળતાં તમે કેટલાં દુઃખી પતિત બની ગયાં છો. ભ્રષ્ટાચારી પતિત તેમને કહેવાય જે વિકાર થી જન્મે છે. તે રાવણ રાજ્યમાં ભ્રષ્ટાચારી કામ જ કરે છે. પછી ગુલ-ગુલ બનાવવા માટે બાપ ને જ આવવું પડે છે. ભારત માં જ આવે છે. બાપ કહે છે તમને જ્ઞાન અને યોગ શિખવાડું છું. ૫ હજાર વર્ષ પહેલાં પણ આ તમને શિખવાડીને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં ફરીથી બનાવું છું. કલ્પ-કલ્પ હું આવતો જ રહું છું. આની ન આદિ છે, ન અંત છે. ચક્ર ચાલતું જ રહે છે. પ્રલય ની તો વાત જ નથી. આપ બાળકો આ સમયે આ અવિનાશી જ્ઞાન રતનો થી ઝોલી ભરો છો. શિવબાબા ને કહે છે બમ-બમ મહાદેવ. બમ-બમ અર્થાત્ શંખધ્વનિ કરી અમારી ઝોલી ભરી દો. નોલેજ બુદ્ધિ માં રહે છે ને. આત્મા માં જ સંસ્કાર છે. આત્મા જ ભણીને એન્જીનિયર, બેરિસ્ટર વગેરે બને છે. હવે આપ આત્માઓ શું બનશો? કહો છો બાબા થી વારસો લઈને લક્ષ્મી-નારાયણ બનીશું. આત્મા પુનર્જન્મ તો જરુર લે છે. આ સમજવાની વાતો છે ને. કોઈને ફક્ત આ બે અક્ષર કાન માં નાખો - આપ આત્મા છો, શિવબાબા ને યાદ કરો તો સ્વર્ગની બાદશાહી મળશે. કેટલું સહજ છે. એક જ બાપ સત્ય બતાવે છે, બધાંને સદ્દગતિ આપે છે. બાકી બધાં ખોટું બતાવીને દુર્ગતિ જ કરશે. આ શાસ્ત્ર વગેરે પણ બધાં પછી થી બન્યાં છે. ભારત નું શાસ્ત્ર એક જ ગીતા છે. કહે છે પરંપરા થી આ ચાલ્યાં આવ્યાં છે. પરંતુ ક્યારથી? સમજે છે સૃષ્ટિ ને લાખો વર્ષ થયાં. અચ્છા.

આપ બાળકો બાબા માટે દ્રાક્ષ લઈ આવો છો. તમે જ લાવો છો તમે જ ખાઓ છો, હું નથી ખાતો. હું તો અભોક્તા છું. સતયુગ માં પણ તમારા માટે મહેલ બનાવે છે. અહીં પણ તમને નવાં મહેલ માં રાખું છું, હું તો જૂનામાં જ રહું છું. આ વન્ડરફુલ (અદ્દ્ભુત) બાબા છે. આ બાપ પણ છે તો મહેમાન પણ છે. બોમ્બે જાય તો મહેમાન કહેવાશે ને. આમ તો આ ખૂબ મોટાં આખી દુનિયાનાં મહેમાન છે. એમને આવવા અને જવામાં વાર નથી લાગતી. મહેમાન પણ વન્ડરફુલ છે. દૂરદેશ કે રહને વાલે આયે દેશ પરાયે. તો મહેમાન થયાં ને. આવે છે તમને ગુલ-ગુલ (ફૂલ) બનાવી વારસો આપવાં. કોડી થી હીરા જેવાં બનાવવાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી જ્ઞાન રતનો ની ધારણા કરી શંખ-ધ્વનિ કરવાની છે. બધાંને આ જ્ઞાન રતન આપવાનાં છે.

2. સત્ય અને અસત્ય ને સમજીને સત્ય મત પર ચાલવાનું છે. કોઈપણ ગેરકાયદેસર કર્મ નથી કરવાનું.

વરદાન :-
બુદ્ધિ ને બીઝી રાખવાની વિધિ દ્વારા વ્યર્થ ને સમાપ્ત કરવા વાળા સદા સમર્થ ભવ

સદા સમર્થ અર્થાત્ શક્તિશાળી તે જ બને છે જે બુદ્ધિ ને બીઝી રાખવાની વિધિ અપનાવે છે. વ્યર્થ ને સમાપ્ત કરી સમર્થ બનવાનું સહજ સાધન જ છે - સદા બીઝી રહેવું એટલે રોજ સવારે જેમ સ્થૂળ દિનચર્યા બનાવો છો તેમ પોતાની બુદ્ધિ ને બીઝી રાખવાનું ટાઈમ-ટેબલ (સમય-પત્રક) બનાવો કે આ સમયે બુદ્ધિમાં આ સમર્થ સંકલ્પ થી વ્યર્થ ને ખતમ કરીશું. બીઝી રહેશો તો માયા દૂર થી જ પાછી ચાલી જશે.

સ્લોગન :-
દુઃખો ની દુનિયા ને ભૂલવી છે તો પરમાત્મ પ્રેમ માં સદા ખોવાયેલાં રહો.