05-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  17.03.91    બાપદાદા મધુબન


સંતુષ્ટમણિ નાં શ્રેષ્ઠ આસન પર આસીન થવા માટે પ્રસન્નચિત્ત , નિશ્ચિંત આત્મા બનો
 


આજે બાપદાદા પોતાનાં ચારેય તરફ ની સંતુષ્ટમણિઓ ને જોઈ રહ્યાં છે. સંગમયુગ છે જ સંતુષ્ટ રહેવાનો અને સંતુષ્ટ બનાવવાનો યુગ. બ્રાહ્મણ જીવન ની વિશેષતા સંતુષ્ટતા છે. સંતુષ્ટતા જ મોટાં માં મોટો ખજાનો છે. સંતુષ્ટતા જ બ્રાહ્મણ જીવન ની પવિત્રતાની પર્સનાલિટી (વ્યક્તિત્વ) છે. આ પર્સનાલિટી થી વિશેષ આત્મા સહજ બની જવાય છે. સંતુષ્ટતા ની પર્સનાલિટી નથી તો વિશેષ આત્મા કહેવાય નથી શકતાં. આજકાલ બે પ્રકારની પર્સનાલિટી ગવાય છે - એક શારીરિક પર્સનાલિટી, બીજી પોઝિશન (પદ) ની પર્સનાલિટી. બ્રાહ્મણ જીવન માં જે બ્રાહ્મણ આત્મા માં સંતુષ્ટતા ની મહાનતા છે - એમની સૂરત માં, એમનાં ચહેરા માં પણ સંતુષ્ટતા ની પર્સનાલિટી દેખાય છે અને શ્રેષ્ઠ સ્થિતિ ની પોઝિશન ની પર્સનાલિટી દેખાય છે. સંતુષ્ટતા નો આધાર છે બાપ દ્વારા સર્વ પ્રાપ્ત થયેલી પ્રાપ્તિઓની સંતુષ્ટતા અર્થાત્ ભરપૂર આત્મા. અસંતુષ્ટતા નું કારણ અપ્રાપ્તિ હોય છે. સંતુષ્ટતા નું કારણ છે સર્વ પ્રાપ્તિઓ, એટલે બાપદાદાએ આપ સર્વ બ્રાહ્મણ આત્માઓને બ્રાહ્મણ જન્મ થતાં જ પૂરો વારસો આપી દીધો ને કે કોઈને થોડો, કોઈને વધારે આપ્યો? બાપદાદા સદૈવ બધાં બાળકો ને આ જ કહે છે કે બાપ અને વારસાને યાદ કરવાનાં છે. વારસો છે સર્વ પ્રાપ્તિઓ. આમાં સર્વશક્તિઓ પણ આવી જાય, ગુણ પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય છે. સર્વ શક્તિઓ, સર્વ ગુણ અને સંપૂર્ણ જ્ઞાન. ફક્ત જ્ઞાન નહીં, પરંતુ સંપૂર્ણ જ્ઞાન. ફક્ત શક્તિઓ અને ગુણ નહીં પરંતુ સર્વગુણ અને સર્વશક્તિઓ છે, તો વારસો સર્વ અર્થાત્ સંપન્નતા નો છે. કોઈ કમી નથી. દરેક બ્રાહ્મણ બાળક ને પૂરો વારસો મળે છે, અધૂરો નહીં. સર્વગુણો માંથી બે ગુણ તમને, બે ગુણ આમને એવી રીતે નથી વહેંચ્યા. ફુલ (પૂરેપૂરો) વારસો અર્થાત્ સંપન્નતા, સંપૂર્ણતા. જ્યારે દરેકને પૂરો વારસો મળે છે તો જ્યાં સર્વ પ્રાપ્તિઓ છે ત્યાં સંતુષ્ટતા હશે. બાપદાદા સર્વ બ્રાહ્મણો ની સંતુષ્ટતા ની પર્સનાલિટી જોઈ રહ્યાં હતાં કે ક્યાં સુધી આ પર્સનાલિટી આવી છે. બ્રાહ્મણ જીવનમાં અસંતુષ્ટતા નું નામ-નિશાન નથી. બ્રાહ્મણ જીવન ની મજા છે તો આ પર્સનાલિટી માં છે. આ જ મજાનું જીવન છે, મોજ નું જીવન છે.

તપસ્યા નો અર્થ જ છે સંતુષ્ટતા ની પર્સનાલિટી નયનો માં, ચેન માં, ચહેરા માં, ચલન માં દેખાય. એવાં સંતુષ્ટમણિઓ ની માળા બનાવી રહ્યાં હતાં. કેટલી માળા બની હશે? સંતુષ્ટમણિ અર્થાત્ બેદાગ મણિ. સંતુષ્ટતા ની નિશાની છે - સંતુષ્ટ આત્મા સદા પ્રસન્નચિત્ત સ્વયં ને પણ અનુભવ કરશે અને બીજાં પણ પ્રસન્ન થશે. પ્રસન્નચિત્ત સ્થિતિ માં પ્રશ્ન ચિત્ત નથી હોતું. એક હોય છે પ્રસન્નચિત્ત, બીજા હોય છે પ્રશ્નચિત્ત. પ્રશ્ન અર્થાત્ ક્વેશ્ચન. પ્રસન્નચિત્ત ડ્રામા નાં જ્ઞાની હોવાનાં કારણે પ્રસન્ન રહે, પ્રશ્ન નથી કરતાં. જે પણ પ્રશ્ન પોતાનાં પ્રતિ કે કોઈનાં પ્રતિ પણ ઉઠે એનો ઉત્તર સ્વયં ને પહેલાં આવડે. પહેલાં પણ સંભળાવ્યું હતું વ્હાટ (શું) અને વ્હાઈ (કેમ) નહીં, પરંતુ ડોટ. શું થયું, કેમ થયું, નહીં ફુલસ્ટોપ બિંદુ. એક સેકન્ડ માં વિસ્તાર, એક સેકન્ડ માં સાર. એવાં પ્રસન્નચિત્ત સદા નિશ્ચિંત રહે છે. તો ચેક કરો - એવી નિશાનીઓ મુજ સંતુષ્ટમણિ માં છે? બાપદાદાએ તો બધાંને ટાઈટલ (શિર્ષક) આપ્યું છે - સંતુષ્ટમણિ નું. તો બાપદાદા પૂછી રહ્યાં છે કે હે સંતુષ્ટ મણિઓ, સંતુષ્ટ છો? પછી પ્રશ્ન છે - સ્વયં થી અર્થાત્ સ્વયં નાં પુરુષાર્થ થી, સ્વયં નાં સંસ્કાર પરિવર્તન નાં પુરુષાર્થ થી, સ્વયં નાં પુરુષાર્થ નાં પર્સન્ટેજ (ટકાવારી) માં, સ્ટેજ (સ્થિતિ) માં સદા સંતુષ્ટ છો? સારું બીજો પ્રશ્ન - સ્વયં ની મન્સા, વાચા અને કર્મ, અર્થાત્ સંબંધ-સંપર્ક દ્વારા સેવા માં સદા સંતુષ્ટ છો? ત્રણેય સેવા ફક્ત એક સેવા નહીં. ત્રણેય સેવા માં અને સદા સંતુષ્ટ છો? વિચારી રહ્યાં છે, પોતાને જોઈ રહ્યાં છે કે ક્યાં સુધી સંતુષ્ટ છીએ? સારું, ત્રીજો પ્રશ્ન - સર્વ આત્માઓનાં સંબંધ-સંપર્ક માં સ્વયં દ્વારા તથા સર્વ દ્વારા સદા સંતુષ્ટ છો? કારણ કે તપસ્યા વર્ષમાં તપસ્યા નું, સફળતા નું ફળ આ જ પ્રાપ્ત કરવાનું છે. સ્વયં માં, સેવા માં અને સર્વ માં સંતુષ્ટતા. ચાર કલાક તો યોગ કર્યો - ખૂબ સારું, અને ચાર થી આઠ કલાક સુધી પણ પહોંચી જશો. આ પણ ખૂબ સારું. યોગ નાં સિદ્ધિ સ્વરુપ છો. યોગ વિધિ છે. પરંતુ આ વિધિ થી સિદ્ધિ શું મળશે? યોગ લગાવવો આ વિધિ છે, યોગ ની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. તો જેમ ૮ કલાકનું લક્ષ રાખ્યું છે તો ઓછામાં ઓછી આ ત્રણ પ્રકાર ની સંતુષ્ટતા ની સિદ્ધિ નું સ્પષ્ટ શ્રેષ્ઠ લક્ષ રાખો. ઘણાં બાળકો સ્વયં ને મિયા-મીઠ્ઠું માફક પણ સંતુષ્ટ સમજે છે. એવાં સંતુષ્ટ નહીં બનતાં. એક છે દિલ (મન) માને, બીજું છે દિમાગ (બુદ્ધિ) માને. દિમાગ થી પોતાને સમજે સંતુષ્ટ છીએ જ, શું પરવાહ છે. અમે તો બેપરવાહ છીએ. તો દિમાગ થી સ્વયં ને સંતુષ્ટ સમજવું - એવી સંતુષ્ટતા નહીં, યથાર્થ સમજવાનું છે. સંતુષ્ટતા ની નિશાનીઓ સ્વયં માં અનુભવ થાય. ચિત્ત સદા પ્રસન્ન હોય, પર્સનાલિટી હોય. સ્વયં ને પર્સનાલિટી સમજો અને બીજાં ન સમજે આને કહેવાય છે - મિયા મીઠ્ઠું. એવાં સંતુષ્ટ નહીં. પરંતુ યથાર્થ અનુભવ દ્વારા સંતુષ્ટ આત્મ બનો. સંતુષ્ટતા અર્થાત્ દિલ-દિમાગ સદા આરામ માં હોય. સુખ-ચેન ની સ્થિતિ માં હોય. બેચેન ન હોય. સુખ-ચેન હોય. એવી સંતુષ્ટમણિઓ સદા બાપનાં મસ્તક માં મસ્તક મણિઓ સમાન ચમકે છે. તો સ્વયં ને ચેક કરો. સંતુષ્ટતા બાપની અને સર્વ ની દુવાઓ અપાવે છે. સંતુષ્ટ આત્મા સમય પ્રતિ સમય સદા પોતાને બાપ અને સર્વની દુવાઓનાં વિમાન માં ઉડતાં અનુભવ કરશે. આ દુવાઓ એમનું વિમાન છે. સદા પોતાને વિમાન માં ઉડતાં અનુભવ કરશે. દુવા માંગશે નહીં, પરંતુ દુવાઓ સ્વયં એમની આગળ સ્વતઃ આવશે. એવાં સંતુષ્ટમણિ અર્થાત્ સિદ્ધિ સ્વરુપ તપસ્વી. અલ્પકાળ ની સિદ્ધિઓ નહીં, આ અવિનાશી અને રુહાની સિદ્ધિઓ છે. એવી સંતુષ્ટમણિઓ ને જોઈ રહ્યાં હતાં. દરેક પોતે-પોતાનાથી પૂછો - હું કોણ?

તપસ્યા વર્ષ નો ઉમંગ-ઉત્સાહ તો સારો છે. દરેક યથાશક્તિ કરી પણ રહ્યાં છે. અને આગળ માટે પણ ઉત્સાહ છે. આ ઉત્સાહ ખૂબ સારો છે. હવે તપસ્યા દ્વારા પ્રાપ્તિઓ ને સ્વયં પોતાનાં જીવન માં અને સર્વનાં સંબંધ-સંપર્ક માં પ્રત્યક્ષ કરો. પોતે-પોતાનામાં અનુભવ કરો છો પરંતુ અનુભવ ને ફક્ત મન-બુદ્ધિ થી અનુભવ કર્યો, અહીં સુધી નહીં રાખો. એને ચલન અને ચહેરા સુધી લાવો, સંબંધ-સંપર્ક સુધી લાવો. ત્યારે પહેલાં સ્વયં માં પ્રત્યક્ષ થશો, પછી સંબંધ માં પ્રત્યક્ષ થશો પછી વિશ્વ ની સ્ટેજ પર પ્રત્યક્ષ થશો. ત્યારે પ્રત્યક્ષતા નાં નગારા વાગશે. જેમ તમારું યાદગાર શાસ્ત્રો માં કહે છે - શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું અને વિનાશ થઈ ગયો. તો શંકર અર્થાત્ અશરીરી તપસ્વી રુપ. વિકારો રુપી સાપ ને ગળાનો હાર બનાવી દીધો. સદા ઊંચી સ્થિતિ અને ઊંચા આસન ધારી. આ ત્રીજી આંખ અર્થાત્ સંપૂર્ણતા ની આંખ, સંપન્નતા ની આંખ. જ્યારે તમે તપસ્વી સંપન્ન, સંપૂર્ણ સ્થિતિ થી વિશ્વ પરિવર્તન નો સંકલ્પ કરશો તો આ પ્રકૃતિ પણ સંપૂર્ણ હલચલ નું નૃત્ય કરશે. ઉપદ્રવ મચાવવાનું નૃત્ય કરશે. તમે અચળ હશો અને તે હલચલ માં હશે કારણ કે આટલાં આખાં વિશ્વ ની સફાઈ કોણ કરશે? મનુષ્ય આત્માઓ કરી શકે છે? આ વાયુ, ધરતી, સમુદ્ર, જળ - આની હલચલ જ સફાઈ કરશે. તો એવી સંપૂર્ણતા ની સ્થિતિ આ તપસ્યા થી બનાવવાની છે. પ્રકૃતિ પણ તમારા સંકલ્પ થી ઓર્ડર ત્યારે માનશે જ્યારે પહેલાં તમારા સ્વયં ની, સદા સહયોગી કર્મેન્દ્રિયો મન-બુદ્ધિ-સંસ્કાર ઓર્ડર માને. જો સ્વયં નાં, સદા નાં સહયોગી ઓર્ડર નહીં માને તો પ્રકૃતિ શું ઓર્ડર માનશે? એટલી પાવરફુલ (શક્તિશાળી) તપસ્યા ની ઊંચી સ્થિતિ હોય જે સર્વ નાં એક સંકલ્પ, એક સમય પર ઉત્પન્ન થાય. સેકન્ડ નો સંકલ્પ હોય - પરિવર્તન અને પ્રકૃતિ હાજર થઈ જાય. જેમ વિશ્વનાં બ્રાહ્મણ આત્માઓનો એક જ સમયે વર્લ્ડ પીસ (વિશ્વ શાંતિ) નો યોગ કરો છો ને. તો બધાંનો એક સમય અને એક જ સંકલ્પ યાદગાર રહે છે. આમ સર્વ નાં એક સંકલ્પ થી પ્રકૃતિ હલચલ નું નૃત્ય શરું કરી દેશે, એટલે કહો જ છો - સ્વ પરિવર્તન થી વિશ્વ પરિવર્તન. આ જૂની દુનિયાથી નવી દુનિયા પરિવર્તન કેવી રીતે થશે? આપ સર્વ નાં શક્તિશાળી સંકલ્પ થી સંગઠન રુપ થી બધાંનો એક સંકલ્પ ઉત્પન્ન થશે. સમજ્યાં શું કરવાનું છે? તપસ્યા આને કહેવાય છે. અચ્છા.

બાપદાદા ડબલ વિદેશી બાળકોને જોઈ સદા હર્ષિત રહે છે. એવું નથી કે ભારતવાસીઓને જોઈ હર્ષિત નથી થતાં. હમણાં ડબલ વિદેશીઓનો વારો છે એટલે કહે છે. ભારત પર તો બાપ સદા પ્રસન્ન છે. ત્યારે તો ભારત માં આવ્યાં છે. અને તમને બધાંને પણ ભારતવાસી બનાવી દીધાં છે. આ સમયે તમે બધાં વિદેશી છો કે ભારતવાસી છો. ભારતવાસી માં પણ મધુબનવાસી. મધુબનવાસી બનવું ગમે છે. હવે જલ્દી-જલ્દી સેવા પૂરી કરો તો મધુબનવાસી બની જ જશો. આખાં વિદેશ માં સંદેશ જલ્દી-જલ્દી આપીને પૂરું કરો. પછી અહીં આવશો તો પછી મોકલશે નહીં. ત્યાં સુધી સ્થાન પણ બની જશે. જુઓ મેદાન તો લાંબુ-પહોળું (પીસ પાર્ક) પડ્યું જ છે, ત્યાં પહેલે થી પ્રબંધ કરી લેશે પછી તમને તકલીફ ન થાય. પરંતુ જ્યારે એવો સમય આવશે તે સમયે પોતાની એટેચી (બેગ-બિસ્તરા) પર પણ સુઈ જશો. ખાટલો નહીં લો. તે સમય જ બીજો હશે. આ સમય બીજો છે. હમણાં તો સેવા નાં એક જ સમય પર, મન્સા-વાચા-કર્મણા એક સાથે સંકલ્પ હોય ત્યારે છે સેવા ની તીવ્રગતિ. મન્સા દ્વારા પાવરફુલ (શક્તિશાળી), વાણી દ્વારા નોલેજફુલ (જ્ઞાની), સબંધ-સંપર્ક અર્થાત્ કર્મ દ્વારા લવફુલ (પ્રેમાળ). આ ત્રણેય અનુભૂતિઓ એક જ સમય પર સાથે થાય. આને કહેવાય છે તે તીવ્રગતિ ની સેવા.

સારું તન થી ઠીક છો, મન થી ઠીક છો? છતાં પણ દૂર-દૂર થી આવો છો તો બાપદાદા પણ દૂર થી આવેલા બાળકોને ખુશ જોઈ ખુશ થાય છે. છતાં પણ દૂર થી આવવા વાળા સારા છો. કારણ કે વિમાન માં આવો છો. જે આ કલ્પ માં પહેલીવાર આવ્યાં છે એમને બાપદાદા વિશેષ યાદ-પ્યાર આપી રહ્યાં છે. છતાં પણ હિંમત વાળા સારા છે. અહીંયા થી જતાં જ ટિકિટ માટે ભેગા કરે છે અને આવી જાય છે. આ પણ એક યાદ ની વિધિ છે. જવાનું છે, જવાનું છે, જવાનું છે. અહીં આવો છો તો વિચારો છો - વિદેશ જવાનું છે. પછી જવાની સાથે આવવાનું વિચારો છો. એવો પણ સમય આવવાનો જ છે જે ગવર્મેન્ટ (સરકાર) પણ સમજશે કે આબુ ની શોભા બ્રાહ્મણ આત્માઓ જ છે. અચ્છા.

ચારેય તરફનાં સર્વ મહાન સંતુષ્ટ આત્માઓ ને, સદા પ્રસન્નચિત્ત નિશ્ચિંત રહેવાવાળા શ્રેષ્ઠ આત્માઓ ને, સદા એક જ સમયે ત્રણેય સેવા કરવા વાળા તીવ્રગતિ નાં સેવાધારી આત્માઓ ને, સદા શ્રેષ્ઠ સ્થિતિ નાં આસનધારી તપસ્વી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

પાર્ટીઓ સાથે અવ્યક્ત બાપદાદા ની મુલાકાત

બધાં પોતાને હોલીહંસ સમજો છો? હોલીહંસ નું વિશેષ કર્મ શું છે? (દરેકે સંભળાવ્યું) જે વિશેષતાઓ સંભળાવી તે પ્રેક્ટિકલ (હકીકત) માં કર્મ માં આવે છે? કારણ કે સિવાય આપ બ્રાહ્મણો નાં હોલીહંસ બીજું કોણ હોઈ શકે છે? એટલે ફલક થી કહો. જેમ બાપ સદા પ્યોર (પવિત્ર) છે, સદા સર્વશક્તિઓ કર્મ માં લાવે છે, એમ જ આપ હોલીહંસ પણ સર્વ શક્તિઓ પ્રેક્ટિકલ માં લાવવા વાળા અને સદા પવિત્ર છો. હતાં અને સદા રહેશો. ત્રણેય કાળ યાદ છે ને? બાપદાદા બાળકોનો અનેક વાર ભજવેલો પાર્ટ જોઈ હર્ષિત થાય છે, એટલે મુશ્કેલ નથી લાગતું ને. માસ્ટર સર્વશક્તિમાન નાં આગળ ક્યારેય મુશ્કેલ શબ્દ સપના માં પણ નથી આવી શકતો. બ્રાહ્મણો ની ડિક્શનરી માં મુશ્કેલ અક્ષર છે? ક્યાંક નાનાં અક્ષરો માં તો નથી? માયા નાં પણ નોલેજફુલ થઈ ગયાં છો ને? જ્યાં ફુલ છો ત્યાં ફેલ ન થઈ શકો. ફેલ થવાનું કારણ શું હોય છે? જાણવા છતાં પણ ફેલ કેમ થાવ છો? જો કોઈ જાણે પણ છે અને ફેલ પણ થાય છે તો તેને શું કહેશે? કોઈ પણ વાત હોય છે તો ફેલ થવાનું કારણ છે કે કોઈને કોઈ વાત ફીલ (દુઃખ નો અનુભવ) કરી લો છો. ફીલિંગ ફ્લુ થઈ જાય છે. અને ફ્લુ શું કરે છે - ખબર છે? કમજોર કરી દે છે. એનાંથી વાત નાની હોય છે પરંતુ મોટી બની જાય છે તો હવે ફુલ બનો. ફેલ નથી થવાનું, પાસ થવાનું છે. જે પણ વાત હોય છે તેને પાસ કરતા ચાલો તો પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) થઈ જશો. તો પાસ કરવાનું છે, પાસ થવાનું છે અને પાસે રહેવાનું છે. જ્યારે ફલક થી કહો છો કે બાપદાદા થી જેટલો મારો પ્રેમ છે એટલો બીજાં કોઈનો નથી. તો જ્યારે પ્રેમ છે તો પાસે રહેવાનું છે કે દૂર રહેવાનું છે? તો પાસે રહેવાનું છે અને પાસ થવાનું છે. યૂ.કે. વાળા તો બાપદાદા ની સર્વ આશાઓને પૂર્ણ કરવા વાળા છો ને? સૌથી નંબરવન બાપની શુભ આશા કઈ છે? ખાસ યૂ.કે. વાળા માટે કહી રહ્યાં છે. મોટાં-મોટાં માઈક (વક્તા) લાવવાનાં છે. જે બાપને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત બને અને બાપ ની નજીક આવે. હમણાં યૂ.કે. માં, અમેરિકા માં અને બીજા પણ વિદેશ નાં દેશો માં માઈક નીકળ્યાં જરુર છે પરંતુ એક છે સહયોગી અને બીજાં છે સહયોગી, સમીપ વાળા. તો એવાં માઈક તૈયાર કરો. આમ તો સેવામાં વૃદ્ધિ સારી થઈ રહી છે, થતી પણ રહેશે. સારું, રશિયા વાળા નાનાં બાળકો છે પરંતુ લક્કી (ભાગ્યવાન) છે. તમારો બાપ સાથે કેટલો પ્રેમ છે! સારું છે, બાપદાદા પણ બાળકોની હિંમત પર ખુશ છે. હવે મહેનત ભૂલાઈ ગઈ ને. અચ્છા.

વરદાન :-
દરેક સંકલ્પ , બોલ અને કર્મ દ્વારા પુણ્ય કર્મ કરવાવાળા દુવાઓનાં અધિકારી ભવ

પોતે-પોતાનાથી આ દૃઢ સંકલ્પ કરો કે આખાં દિવસ માં સંકલ્પ દ્વારા, બોલ દ્વારા, કર્મ દ્વારા પુણ્ય આત્મા બની પુણ્ય જ કરીશું. પુણ્ય નું પ્રત્યક્ષફળ છે દરેક આત્માની દુવાઓ. તો દરેક સંકલ્પ માં, બોલ માં દુવાઓ જમા થાય. સંબંધ-સંપર્ક થી દિલ થી સહયોગ નો આભાર નીકળે. એવાં દુવાઓનાં અધિકારી જ વિશ્વ પરિવર્તન નાં નિમિત્ત બને છે. એમને જે પ્રાઈઝ (ઈનામ) મળે છે.

સ્લોગન :-
સદા એક બાપ ની કંપની માં (સાથે) રહો અને બાપને પોતાનાં કમ્પેનિયન (સાથી) બનાવો - આ જ શ્રેષ્ઠતા છે.