05-07-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  20.02.86    બાપદાદા મધુબન


ઉડતી કલા થી સર્વ નું ભલું
 


આજે વિશેષ ડબલ વિદેશી બાળકો ને ડબલ મુબારક આપવા આવ્યાં છે. એક-દૂરદેશ માં ભિન્ન ધર્મ માં જતાં પણ નજીક ભારત માં રહેવાવાળી અનેક આત્માઓ થી જલ્દી બાપ ને ઓળખ્યાં. બાપ ને ઓળખવાની અર્થાત્ પોતાનાં ભાગ્ય ને પ્રાપ્ત કરવાની મુબારક અને બીજી જેમ તીવ્રગતિ થી ઓળખ્યાં તેમ જ તીવ્રગતિ થી સેવામાં સ્વયંને લગાવ્યાં. તો સેવામાં તીવ્રગતિ થી આગળ વધવાની બીજી મુબારક. સેવાની વૃદ્ધિની ગતિ તીવ્ર રહી છે અને આગળ પણ ડબલ વિદેશી બાળકોએ વિશેષ કાર્ય અર્થ નિમિત્ત બનવાનું છે. ભારતનાં નિમિત્ત આદિ રત્ન વિશેષ આત્માઓનાં સ્થાપના નાં કાર્યમાં ખુબ મજબુત ફાઉન્ડેશન (આધાર) બની કાર્ય ની સ્થાપનાં કરી અને ડબલ વિદેશી બાળકોએ ચારે બાજુ અવાજ ફેલાવવામાં તીવ્રગતિ ની સેવા કરી અને કરતાં રહેશે એટલે બાપદાદા બધાં બાળકોને આવતાં જ, જન્મતાં જ ખુબ જલ્દી સેવામાં આગળ વધવાની વિશેષ મુબારક આપી રહ્યાં છે. થોડાં સમયમાં ભિન્ન-ભિન્ન દેશોમાં સેવાનો વિસ્તાર કર્યો છે, એટલે અવાજ ફેલાવવાનું કાર્ય સહજ વૃદ્ધિને પામી રહ્યું છે. અને સદા ડબલ લાઈટ બની ડબલ તાજધારી બનવાનો સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત કરવાનો તીવ્ર પુરુષાર્થ અવશ્ય કરશે. આજે વિશેષ મળવા માટે આવ્યાં છે. બાપદાદા જોઈ રહ્યાં છે કે બધાનાં દિલમાં ખુશી નાં વાજા વાગી રહ્યાં છે. બાળકોની ખુશીનાં સાજ, ખુશીનાં ગીત બાપદાદા ને સંભળાય છે. યાદ અને સેવામાં લગન થી આગળ વધી રહ્યાં છો. યાદ પણ છે, સેવા પણ છે પરંતુ હમણાં એડિશન (ઉમેરો) શું થવાનું છે? છે બંને જ પરંતુ સદા બન્નેનું બેલેન્સ (સંતુલન) રહે. આ બેલેન્સ સ્વયંને અને સેવામાં બાપની બ્લેસિંગ (આશીર્વાદ) નાં અનુભવી બનાવે છે. સેવાનો ઉમંગ-ઉત્સાહ રહે છે. હવે હજું પણ સેવામાં યાદ અને સેવા નું બેલેન્સ રાખવાથી વધારે અવાજ બુલંદ રુપમાં વિશ્વ માં ગુંજશે. વિસ્તાર સારો કર્યો છે. વિસ્તાર નાં પછી શું કરાય છે? વિસ્તાર ની સાથે હવે હજું પણ સેવાનો સાર એવી વિશેષ આત્માઓ નિમિત્ત બનાવવાની છે જે વિશેષ આત્માઓ ભારતની વિશેષ આત્માઓને જગાડે. હમણાં ભારતમાં પણ સેવા ની રુપરેખા સમય પ્રમાણે આગળ વધતી જઈ રહી છે. નેતાઓ, ધર્મનેતાઓ અને સાથે-સાથે અભિનેતાઓ પણ સંપર્કમાં આવી રહ્યાં છે. બાકી કોણ રહ્યાં છે? સંપર્ક માં તો આવી રહ્યાં છે, નેતાઓ પણ આવી રહ્યાં છે પરંતુ વિશેષ રાજનેતાઓ તેમનાં સુધી પણ સમીપ સંપર્કમાં આવવાનો સંકલ્પ ઉત્પન્ન થવાનો જ છે.

બધાં ડબલ વિદેશી બાળકો ઉડતી કળામાં જઈ રહ્યાં છો ને! ચઢતી કળા વાળા તો નથી ને! ઉડતી કળા છે? ઉડતી કળા થવું અર્થાત્ સર્વ નું ભલું થવું. જ્યારે બધાં બાળકોની એકરસ ઉડતી કળા બની જશે તો સર્વ નું ભલું અર્થાત્ પરિવર્તન નું કાર્ય સમ્પન્ન થઈ જશે. હમણાં ઉડતી કળા છે પરંતુ ઉડતી ની સાથે-સાથે સ્ટેજેસ (અવસ્થા) છે. ક્યારેક ખુબ સારી સ્ટેજ છે અને ક્યારેક સ્ટેજ નાં માટે પુરુષાર્થ કરવાની સ્ટેજ છે. સદા અને મેજોરીટી (અધિકાંશ) ની ઉડતી કળા થવી અર્થાત્ સમાપ્તિ થવી. હમણાં બધાં બાળકો જાણે છે કે ઉડતી કળા જ શ્રેષ્ઠ સ્થિતિ છે. ઉડતી કળા જ કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરવાની સ્થિતિ છે. ઉડતી કળા જ દેહ માં રહેતાં, દેહ થી ન્યારી અને સદા બાપ અને સેવા માં પ્યારાપન ની સ્થિતિ છે. ઉડતી કળા જ વિધાતા અને વરદાતા સ્ટેજ ની સ્થિતિ છે. ઉડતી કળા જ ચાલતાં-ફરતાં ફરિશ્તા કે દેવતા બંને રુપ નો સાક્ષાત્કાર કરાવવા વાળી સ્થિતિ છે.

ઉડતી કળા સર્વ આત્માઓ ને ભિખારીપણા થી છોડાવી બાપનાં વારસા નાં અધિકારી બનાવવા વાળી છે. બધી આત્માઓ અનુભવ કરશે કે અમારી, બધી આત્માઓનાં ઇષ્ટ દેવ કે ઇષ્ટ દેવીઓ અથવા નિમિત્ત બનેલા જે પણ અનેક દેવતાઓ છે, બધાં આ ધરતી પર અવતરિત થઈ ગયાં છે. સતયુગ માં તો બધાં સદ્દગતિ માં હશે પરંતુ આ સમયે જે પણ આત્માઓ છે સર્વનાં સદ્દગતિ દાતા છો. જેમ કોઈ પણ ડ્રામા જ્યારે સમાપ્ત થાય છે તો અંતમાં બધાં એક્ટર્સ સ્ટેજ પર સામે આવે છે. તો હવે કલ્પ નો ડ્રામા સમાપ્ત થવાનો સમય આવી રહયો છે. આખાં વિશ્વની આત્માઓને ભલે સ્વપ્નમાં, ભલે એક સેકન્ડ ની ઝલકમાં, ભલે પ્રત્યક્ષતા નાં ચારે બાજુનાં અવાજ દ્વારા આ જરુર સાક્ષાત્કાર થવાનો છે કે આ ડ્રામાનાં હીરો પાર્ટધારી સ્ટેજ પર પ્રત્યક્ષ થઈ ગયાં. ધરતીનાં તારાઓ, ધરતી પર પ્રત્યક્ષ થઈ ગયાં. બધાં પોત-પોતાનાં ઇષ્ટદેવ ને પ્રાપ્ત કરી ખુબ ખુશ થશે. સહારો મળશે. ડબલ વિદેશી પણ ઇષ્ટદેવ ઇષ્ટદેવીઓમાં છે ને! કે ગોલ્ડન જુબલી વાળા છે? તમે પણ આમાં છો કે જોવાવાળા છો? જેમ હમણાં ગોલ્ડન જુબલી નું દૃશ્ય જોયું? આતો એક રમણીક પાર્ટ ભજવ્યો. પરંતુ જ્યારે ફાઇનલ દૃશ્ય હશે તેમાં તો તમે સાક્ષાત્કાર કરાવવા વાળા હશો કે જોવાવાળા હશો? શું હશો? હીરો એક્ટર છો ને. હમણાં ઈમર્જ (જાગૃત) કરો તે દૃશ્ય કેવું હશે. આજ અંતિમ દૃશ્યનાં માટે હમણાંથી ત્રિકાળદર્શી બની જુઓ કે કેવું સુંદર દૃશ્ય હશે અને કેટલા સુંદર આપણે હોઈશું. સજ્યા-સજેલાં દિવ્ય ગુણ મૂર્ત ફરિશ્તા સો દેવતા, તેનાં માટે હમણાંથી પોતાને સદા ફરિશ્તા સ્વરુપની સ્થિતિ નો અભ્યાસ કરતાં આગળ વધતા ચાલો. જે ચારેવ વિશેષ સબ્જેક્ટ (વિષય) છે - જ્ઞાન મૂર્ત, નિરંતર યાદ મૂર્ત, સર્વ દિવ્યગુણ મૂર્ત, એક દિવ્યગુણ ની પણ ઉણપ હશે તો ૧૬ કળા સમ્પન્ન નહીં કહેશે. ૧૬ કળા, સર્વ અને સંપૂર્ણ આ ત્રણેવ ની મહિમા છે. સર્વગુણ સંપન્ન કહો છો, સંપૂર્ણ નિર્વિકારી કહો છો અને ૧૬ કળા સમ્પન્ન કહો છો. ત્રણેય વિશેષતા જોઈએ. ૧૬ કળા અર્થાત્ સમ્પન્ન પણ જોઈએ, સંપૂર્ણ પણ જોઈએ અને સર્વ પણ જોઈએ. તો આ તપાસ કરો. સંભળાવ્યું હતું ને કે આ વર્ષ લાંબાકાળ નાં હિસાબમાં જમા થવાનું છે પછી લાંબાકાળ નો હિસાબ સમાપ્ત થઈ જશે, પછી થોડો કાળ કહેવામાં આવશે, લાંબોકાળ નહીં. લાંબાકાળ નાં પુરુષાર્થ ની લાઈન માં આવી જાઓ. ત્યારે લાંબાકાળ નું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત કરવાનાં અધિકારી બનશો. બે-ચાર જન્મ પણ ઓછાં થયાં તો લાંબાકાળ માં ગણતરી નહીં થશે. પહેલો જન્મ હોય અને પહેલી પ્રકૃતિ નું શ્રેષ્ઠ સુખ હોય. વન-વન-વન હોય. બધામાં વન હોય. તેનાં માટે શું કરવું પડશે? સેવા પણ નંબરવન, સ્થિતિ પણ નંબરવન ત્યારે તો વન-વન માં આવશો ને! તો સતયુગનાં આદિમાં આવવાવાળા નંબરવન આત્માની સાથે પાર્ટ ભજવવા વાળા અને નંબરવન જન્મમાં પાર્ટ ભજવવા વાળા. તો સવંત પણ આરંભ તમે કરશો. પહેલાં-પહેલાંં જન્મવાળા જ પહેલી તારીખ, પહેલો મહિનો, પહેલું સવંત શરું કરશે. તો ડબલ વિદેશી નંબરવન માં આવશે ને. અચ્છા - ફરિશ્તાપણ નો ડ્રેસ પહેરતા આવડે છે ને! આ ચમકીલી ડ્રેસ છે. આ સ્મૃતિ અને સ્વરુપ બનવું અર્થાત્ ફરિશ્તા ડ્રેસ ધારણ કરવો. ચમકવા વાળી વસ્તુ દૂર થી જ આકર્ષિત કરે છે. તો આ ફરિશ્તા ડ્રેસ અર્થાત્ ફરિશ્તા સ્વરુપ દૂર-દૂર સુધી આત્માઓને આકર્ષિત કરશે. અચ્છા!

આજે યુ.કે. નો ટર્ન છે. યુ.કે. વાળાની વિશેષતા શું છે? લન્ડન ને સતયુગમાં પણ રાજધાની બનાવશો કે ફક્ત ફરવાનું સ્થાન બનાવશો? છે તો યુનાઈટેડ કિંગડમ ને! ત્યાં પણ કિંગડમ બનાવશો કે ફક્ત કિંગ્સ (રાજાઓ) જઈને ચક્ર લગાવશે? છતાં પણ જે નામ છે, કિંગડમ (રાજધાની) કહે છે. તો આ સમયે સેવાનું કિંગડમ તો છે જ. આખાં વિદેશની સેવાની રાજધાની તો નિમિત્ત છે જ. કિંગડમ નામ તો ઠીક છે ને! બધાને યુનાઇટ (એક) કરવાવાળી કિંગડમ (રાજધાની) છે. બધી આત્માઓને બાપ થી મળવવાની રાજધાની છે. યુ.કે. વાળા ને બાપદાદા કહે છે ઓ.કે. રહેવાવાળા. યુ.કે. અર્થાત્ ઓ.કે. રહેવાવાળા. ક્યારેય પણ કોઈ થી પણ પૂછો તો ઓ.કે. એવું છે ને. એવું તો નહીં કહેશો હા છે તો ખરું. લાંબો શ્વાસ લઈને કહે છે હાં. અને જ્યારે ઠીક હોય છે તો કહે છે હાં ઓ.કે., ઓ.કે. કહેવામાં ફર્ક હોય છે. તો સંગમયુગ ની રાજધાની, સેવાની રાજધાની જેમાં રાજ્યસત્તા અર્થાત્ રોયલ ફેમિલીની આત્માઓ તૈયાર થવાની પ્રેરણા ચારેબાજુ ફેલાય. તો રાજધાની માં રાજ્ય અધિકારી બનાવવાનું રાજ્ય-સ્થાન તો થયું ને એટલે બાપદાદા દરેક દેશ ની વિશેષતા ને વિશેષ રુપ થી યાદ કરે છે અને વિશેષતા થી સદા આગળ વધારે છે. બાપદાદા કમજોરીઓ નથી જોતાં, ફક્ત ઈશારો આપે છે. ખુબ સારા-સારા કહેતાં-કહેતાં ખુબ સારા થઈ જાય છે. કમજોર છો, કમજોર છો કહે તો કમજોર થઈ જાઓ. એક તો પહેલાં કમજોર હોય છે બીજું કોઈ કહી દે છે તો મૂર્છિત થઇ જાય છે. કેવાં પણ મૂર્છિત હોય પરંતુ તેમને શ્રેષ્ઠ સ્મૃતિની, વિષેશતાઓની સ્મૃતિ ની સંજીવની બુટી ખવડાવો તો મૂર્છિત થી સુરજીત થઈ જશે. સંજીવની બુટી બધાની પાસે છે ને. તો વિશેષતાનાં સ્વરુપ નો દર્પણ તેમની સામે રાખો કારણ કે દરેક બ્રાહ્મણ આત્મા વિશેષ છે. કોટો માં કોઈ છે ને. તો વિશેષ થઈને! ફક્ત તે સમયે પોતાની વિશેષતા ને ભૂલી જાય છે. તેમને સ્મૃતિ અપાવવા થી વિશેષ આત્મા બની જ જશે. અને જેટલી વિશેષતાનું વર્ણન કરશો તો તેને સ્વયં જ પોતાની કમજોરી ખુબ જ વધારે સ્પષ્ટ અનુભવ થશે. તમારે કરાવવાની જરુરત નહીં પડશે. જો તમે કોઈને કમજોરી સંભળાવશો તો તેઓ છૂપાવશે. ટાળી દેશે, હું એવો નથી. તમે વિશેષતા સંભળાવો. જ્યાં સુધી કમજોરી સ્વયં જ અનુભવ ન કરે ત્યાં સુધી પરિવર્તન કરી નથી શકતાં. ભલે ૫૦ વર્ષ તમે મહેનત કરતાં રહો એટલે આ સંજીવની બુટી થી મૂર્છિત ને પણ સુરજીત કરી ઉડતા ચાલો અને ઉડાવતા ચાલો. આજ યુ.કે. કરે છે ને. અચ્છા-

લન્ડન થી બીજા-બીજા સ્થાનો પર કેટલાં ગયાં છે. ભારત થી તો ગયાં છે, લન્ડન થી કેટલાં ગયાં છે? ઓસ્ટ્રેલિયા થી કેટલાં ગયાં. ઓસ્ટ્રેલિયા એ પણ વૃદ્ધિ કરી છે અને ક્યાં-ક્યાં ગયાં? જ્ઞાન ગંગાઓ જેટલી દૂર-દૂર વહે છે એટલું સારું છે. યુ.કે., ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપ માં કેટલાં સેવાકેન્દ્ર છે? (બધાએ પોત-પોતાની સંખ્યા સંભળાવી)

એટલે તો વૃદ્ધિને પ્રાપ્ત કરી રહ્યાં છો. હવે કોઈ વિશેષ સ્થાન રહેલું છે? (ઘણાં છે) અચ્છા તેનો પ્લાન પણ બનાવી રહ્યાં છો ને. વિદેશ ને આ લિફ્ટ છે કે ખુબ જ સહજ સેવાકેન્દ્ર ખોલી શકે છે. લૌકિક સેવા પણ કરી શકે છે અને અલૌકિક સેવાનાં પણ નિમિત્ત બની શકે છે. ભારતમાં તો પણ નિમંત્રણ પર સેવાકેન્દ્ર સ્થાપન થવાની વિશેષતા રહી છે પરંતુ વિદેશમાં સ્વયં જ નિમંત્રણ સ્વયંને આપે. નિમંત્રણ આપવા વાળા પણ પોતે અને પહોંચવા વાળા પણ પોતે તો આ પણ સેવામાં વૃદ્ધિ સહજ થવાની એક લિફ્ટ મળેલી છે. જ્યાં પણ જાઓ તો બે-ત્રણ મળીને ત્યાં સ્થાપના નાં નિમિત્ત બની શકો છો અને બનતાં રહેશો. આ ડ્રામા અનુસાર ગિફ્ટ કહો, લિફ્ટ કહો, મળેલી છે કારણ કે થોડાં સમય માં સેવા ને સમાપ્ત કરવાની છે તો તીવ્રગતિ હોય ત્યારે તો સમય પર સમાપ્ત થઈ શકે. ભારત ની વિધિ અને વિદેશની વિધિ માં અંતર છે એટલે વિદેશ માં જલ્દી વૃદ્ધિ થઈ રહી છે અને થતી રહેશે. એક જ દિવસમાં ઘણાં સેવાકેન્દ્ર ખુલી શકે છે. ચારે બાજુ વિદેશમાં નિમિત્ત રહેવાવાળા વિદેશીઓને સેવા નો ચાન્સ (તક) સહજ છે. ભારત વાળા ને જુઓ વિઝા પણ મુશ્કેલ થી મળે છે. તો આ ચાન્સ છે ત્યાનાં રહેવાવાળા જ ત્યાંની સેવાનાં નિમિત્ત બને છે એટલે સેવાનો ચાન્સ છે. જેમ લાસ્ટ સો ફાસ્ટ જવાનો ચાન્સ છે તેમ સેવાનો ચાન્સ પણ ફાસ્ટ મળેલો છે એટલે ઉલ્હના (ફરિયાદ) નહીં રહેશે કે અમે પાછળ થી આવ્યાં. પાછળ આવવા વાળા ને ફાસ્ટ જવાનો ચાન્સ પણ વિશેષ છે એટલે દરેક સેવાધારી છે. બધાં સેવાધારી છો કે સેવાકેન્દ્ર પર રહેવાવાળા સેવાધારી છે? ક્યાંય પણ છે સેવા નાં વગર ચેન નથી પડી શકતું. સેવા જ ચેન ની નિંદ્રા છે. કહે છે ચેન થી સુવું આ જ જીવન છે. સેવા જ ચેનની નિંદ્રા કહો, સુવું કહો. સેવા નથી તો ચેનની નિંદ્રા નથી. સંભળાવ્યું ને, સેવા ફક્ત વાણીની નહીં, દર સેકન્ડ સેવા છે. દર સંકલ્પ માં સેવા છે. કોઈ પણ આ નથી કહી શકતું - ભલે ભારતવાસી ભલે વિદેશ માં રહેવાવાળા કોઈ બ્રાહ્મણ આ નથી કહી શકતું કે સેવાનો ચાન્સ નથી. બીમાર છે તો પણ મન્સા સેવા, વાયુમંડળ બનાવવાની સેવા, વાયબ્રેશન ફેલાવવાની સેવા તો કરી જ શકે છે. કોઈ પણ પ્રકારની સેવા કરો પરંતુ સેવામાં જ રહેવાનું છે. સેવા જ જીવન છે. બ્રાહ્મણ નો અર્થ જ છે સેવાધારી. અચ્છા!

સદા ઉડતી કળા સર્વ નું ભલું સ્થિતિ માં સ્થિત રહેવાવાળા, સદા સ્વયં ને ફરિશ્તા અનુભવ કરવાવાળા, સદા વિશ્વની આગળ ઇષ્ટદેવ રુપમાં પ્રત્યક્ષ થવાવાળા, દેવ આત્માઓ સદા સ્વયં ને વિશેષ આત્મા સમજી બીજાઓને પણ વિશેષતા નો અનુભવ કરાવવા વાળા, વિશેષ આત્માઓને બાપદાદાનો યાદપ્યાર અને નમસ્તે.

પાર્ટીઓ થી :- સદા સ્વયંને કર્મયોગી અનુભવ કરો છો! કર્મયોગી જીવન અર્થાત્ દરેક કાર્ય કરતાં યાદની યાત્રામાં સદા રહે. આ શ્રેષ્ઠ કાર્ય શ્રેષ્ઠ બાપનાં બાળકો જ કરે છે અને સદા સફળ થાય છે. તમે બધાં કર્મયોગી આત્માઓ છો ને. કર્મમાં રહેતાં ન્યારા અને પ્યારા સદા આ જ અભ્યાસ થી સ્વયંને આગળ વધારવાનાં છે. સ્વયં ની સાથે-સાથે વિશ્વની જવાબદારી બધાનાં ઉપર છે. પરંતુ આ બધાં સ્થૂળ સાધન છે. કર્મયોગી જીવન દ્વારા આગળ વધતાં ચાલો અને વધારતાં ચાલો. આ જ જીવન અતિ પ્રિય જીવન છે. સેવા પણ હોય અને ખુશી પણ હોય. બંને સાથે-સાથે ઠીક છે ને. ગોલ્ડન જુબલી તો બધાની છે. ગોલ્ડન અર્થાત્ સતોપ્રધાન સ્થિતિમાં સ્થિત રહેવાવાળા. તો સદા પોતાને આ શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા આગળ વધારતા ચાલો. બધાએ સેવા સારી રીતે કરીને! સેવાનો ચાન્સ પણ હમણાં જ મળે છે પછી આ ચાન્સ સમાપ્ત થઈ જાય છે. તો સદા સેવામાં આગળ વધતા ચાલો. અચ્છા!

વરદાન :-
બાપ ની છત્રછાયા નાં અનુભવ દ્વારા વિઘ્ન - વિનાશક ની ડિગ્રી લેવાવાળા અનુભવી મૂર્ત ભવ

જ્યાં બાપ સાથે છે ત્યાં કોઈ કાંઈ પણ કરી નથી શકતું. આ સાથ નો અનુભવ જ છત્રછાયા બની જાય છે. બાપદાદા બાળકોની સદા રક્ષા કરે જ છે. પેપર આવે છે તમને લોકોને અનુભવી બનાવવા માટે એટલે સદૈવ સમજવું જોઈએ કે આ પેપર ક્લાસ આગળ વધારવા માટે આવી રહ્યાં છે. આનાથી જ સદાનાં માટે વિઘ્ન વિનાશક ની ડીગ્રી અને અનુભવી મૂર્ત બનવાનું વરદાન મળી જશે. જો હમણાં કોઈ થોડો અવાજ કરે કે વિઘ્ન નાખે પણ છે તો ધીરે-ધીરે ઠંડા થઈ જશે.

સ્લોગન :-
જે સમય પર સહયોગી બને છે તેમને એક નું પદમગુણા ફળ મળી જાય છે.