05-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.03.88    બાપદાદા મધુબન


નવી દુનિયાની તસ્વીર ( છબી ) નો આધાર વર્તમાન શ્રેષ્ઠ બ્રાહ્મણ જીવન
 


આજે વિશ્વ રચતા, વિશ્વ ની શ્રેષ્ઠ તકદીર બનાવવા વાળા બાપદાદા પોતાનાં શ્રેષ્ઠ તકદીરની તસ્વીર (છબી) - સ્વરુપ બાળકોને જોઈ રહ્યાં છે. આપ સર્વ બ્રાહ્મણ આત્માઓ વિશ્વની શ્રેષ્ઠ તકદીર ની તસ્વીર છો. બ્રાહ્મણ જીવનની તસવીર થી ભવિષ્ય ની શ્રેષ્ઠ તકદીર સ્પષ્ટ દેખાય છે. બ્રાહ્મણ જીવનનું દરેક શ્રેષ્ઠ કર્મ ભવિષ્ય શ્રેષ્ઠ ફળ નો અનુભવ કરાવે છે. બ્રાહ્મણ જીવન નો શ્રેષ્ઠ સંકલ્પ ભવિષ્ય નાં શ્રેષ્ઠ સંસ્કાર સ્પષ્ટ કરાવે છે. તો વર્તમાન બ્રાહ્મણ જીવન તસ્વીર (છબી) છે - ભવિષ્ય તકદીરવાન સંસાર ની. બાપદાદા એવાં ભવિષ્ય ની તસ્વીર બાળકોને જોઈ હર્ષિત થાય છે. તસ્વીર પણ તમે છો, ભવિષ્યની તકદીર નાં આધારમૂર્ત પણ તમે છો. તમે શ્રેષ્ઠ બનો, ત્યારે જ દુનિયા પણ શ્રેષ્ઠ બને છે. તમારી ઉડતી કળા ની સ્થિતિ તો વિશ્વની પણ ઉડતી કળા છે. આપ બ્રાહ્મણ આત્માઓ સમય પ્રતિ સમય જેવી સ્ટેજ (સ્થિતિ) થી પાસ (પસાર) કરો છો તો વિશ્વ ની સ્ટેજીસ (સ્થિતિ) પણ પરિવર્તન થતી રહે છે. તમારી સતોપ્રધાન સ્થિતિ છે તો વિશ્વ પણ સતોપ્રધાન છે, ગોલ્ડન એજડ (સ્વર્ણિમ યુગ) છે. તમે બદલાઓ તો દુનિયા પણ બદલાઈ જાય છે. એટલાં આધારમૂર્ત છો!

વર્તમાન સમયે બાપ ની સાથે કેટલો શ્રેષ્ઠ પાર્ટ ભજવી રહ્યાં છો! આખાં કલ્પ ની અંદર સૌથી મોટાં માં મોટો વિશેષ પાર્ટ આ સમયે ભજવી રહ્યાં છો. બાપ ની સાથે-સાથે સહયોગી બની વિશ્વ ની દરેક આત્મા ની અનેક જન્મો ની આશાઓ પૂર્ણ કરી રહ્યાં છો. બાપ દ્વારા દરેક આત્મા ને મુક્તિ અથવા જીવનમુક્તિ નો અધિકાર પ્રાપ્ત કરાવવાનાં નિમિત્ત બનેલાં છો. સર્વ ની ઈચ્છાઓને પણ પૂર્ણ કરવા વાળા બાપ સમાન કામધેનુ છો, કામનાઓ પૂર્ણ કરવાવાળા છો. એવી રીતે દરેક આત્મા ને ઈચ્છા માત્રમ અવિદ્યાની સ્થિતિ નો અનુભવ કરાવો છો જે અડધોકલ્પ અનેક જન્મ, ન ભક્તિવાળી આત્માઓને, ન જીવનમુક્ત અવસ્થા વાળી આત્માઓને કોઈ પણ ઈચ્છા રહે છે. એક જન્મ ની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળા નથી પરંતુ અનેક જન્મોનાં માટે ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની અનુભૂતિ કરાવવા વાળા છો. જેમ બાપ નાં સર્વ ભંડારા, સર્વ ખજાના સદા ભરપૂર છે, અપ્રાપ્તિ નું નામ નિશાન નથી; એવાં બાપ સમાન સદા અને સર્વ ખજાના થી ભરપૂર છો.

બ્રાહ્મણ આત્મા અર્થાત્ પ્રાપ્તિ સ્વરુપ આત્મા, સમ્પન્ન આત્મા. જેમ બાપ સદા લાઈટ-હાઉસ, માઈટ-હાઉસ છે; એમ બ્રાહ્મણ આત્માઓ પણ બાપ સમાન છો, લાઈટ-હાઉસ છો એટલે દરેક આત્મા ને પોતાની મંઝિલ પર પહોંચાડવાનાં નિમિત્ત છો. જેમ બાપ દરેક સંકલ્પ, દરેક બોલ, દરેક કર્મ થી દરેક સમયે દાતા છે, વરદાતા છે, એમ આપ બ્રાહ્મણ આત્માઓ પણ દાતા છો, માસ્ટર વરદાતા છો. એવાં બ્રાહ્મણ જીવનની તસવીર છો? કોઈ પણ તસવીર બનાવો છો તો તેમાં બધી વિશેષતાઓ બતાવો છો ને. એવી રીતે વર્તમાન સમયની બ્રાહ્મણ જીવનની તસ્વીર ની વિશેષતાઓ પોતાનામાં ભરી લીધી છે? મોટાં માં મોટાં ચિત્રકાર તમે છો જે પોતાનું ચિત્ર પણ બનાવી રહ્યાં છો. તમારું ચિત્ર બનતાં જ વિશ્વ નું ચિત્ર બનતું જઈ રહ્યું છે. એવો અનુભવ કરો છો ને.

ઘણાં પૂછે છે ને કે નવી દુનિયામાં શું હશે? તો નવી દુનિયાની તસ્વીર જ તમે છો. તમારા જીવન થી ભવિષ્ય સ્પષ્ટ થાય છે. આ સમયે પણ પોતાની તસ્વીર માં જુઓ કે સદા એવી તસ્વીર બની છે જે કોઈ પણ જુએ તો સદા નાં માટે પ્રસન્નચિત્ત થઈ જાય. કોઈ પણ જરા પણ અશાંતિ ની લહેર વાળા હોય તો તમારી તસ્વીર જોઈ અશાંતિ ને જ ભૂલી જાય, શાંતિ ની લહેરો માં લહેરાવવા લાગે. અપ્રાપ્તિ સ્વરુપ, પ્રાપ્તિ ની અનુભૂતિ સ્વતઃ જ અનુભવ કરે. ભિખારી બનીને આવે, ભરપૂર બનીને જાય. તમારી હર્ષિત મૂર્ત જોઈ મન નું કે આંખો નું રડવાનું ભૂલી જાય, હસવાનું શીખી જાય. તમે લોકો પણ બાપ ને કહો છો ને કે મુસ્કુરાના સિખા દિયા.... તો તમારું કામ જ છે રડવાનું છોડાવવું અને હસતાં શીખડાવવું. તો એવી તસ્વીર બ્રાહ્મણ જીવન છે. સદા આ સ્મૃતિમાં રાખો કે અમે એવાં આધારમૂર્ત છીએ, ફાઉન્ડેશન (પાયો) છીએ. વૃક્ષ નાં ચિત્ર માં જોયું - બ્રાહ્મણ ક્યાં બેઠાં છે? ફાઉન્ડેશન માં બેઠા છો ને. બ્રાહ્મણ ફાઉન્ડેશન મજબૂત છે, ત્યારે અડધોકલ્પ અચળ-અડોલ રહો છો. સાધારણ આત્માઓ નથી, આધારમૂર્ત છો, ફાઉન્ડેશન છો.

આ સમયની તમારી સંપૂર્ણ સ્થિતિ સતયુગ ની ૧૬ કળા સંપૂર્ણ સ્થિતિ નો આધાર છે. હમણાંની એક-મત ત્યાંના એક રાજ્ય ની આધારમૂર્ત છે. અહીંયાનાં સર્વ ખજાનાઓ ની સંપન્નતા - જ્ઞાન, ગુણ, શક્તિઓ, સર્વ ખજાના ત્યાંની સંપન્નતા નો આધાર છે. અહીંયાનાં દેહ નાં આકર્ષણ થી ન્યારાપણું, ત્યાંના તનની તંદુરસ્તી ની પ્રાપ્તિ નો આધાર છે. અશરીરી-પણા ની સ્થિતિ નિરોગી-પણા અને લાંબા આયુષ્ય નું આધાર સ્વરુપ છે. અહીંયાનું બેફિકર, બાદશાહપણાનું જીવન ત્યાંની દરેક ઘડી ની મન ની મોજ નું જીવન આ જ સ્થિતિ ની પ્રાપ્તિ નો આધાર બને છે. એક બાપ બીજું ન કોઈ - અહીંયાની આ અખંડ-અટલ સાધના ત્યાં અખંડ, અટલ, અખુટ, નિર્વિઘ્ન સાધનો ની પ્રાપ્તિ નો આધાર બને છે. અહીંયાનો નાનો-એવો સંસાર બાપદાદા કે માતા-પિતા અને બહેન-ભાઈ, ત્યાંના નાનાં સંસાર નો આધાર બને છે. અહીંયા એક માતા-પિતા નાં સંબંધ નાં સંસ્કાર ત્યાં પણ એક જ વિશ્વ નાં વિશ્વ મહારાજા કે વિશ્વ-મહારાણી ને માતા-પિતા નાં રુપ માં અનુભવ કરે છે. અહીંયાનાં સ્નેહ-ભર્યા પરિવાર નાં સંબંધ, ત્યાં પણ ભલે રાજા અને પ્રજા બને પરંતુ પ્રજા પણ પોતાને પરિવાર સમજે છે, સ્નેહની સમીપતા પરિવારની રહે છે. ભલે પદ હોય છે પરંતુ સ્નેહ નાં પદ છે, સંકોચ અને ભય નાં નહીં. તો ભવિષ્યની તસ્વીર તમે બનો છો ને. આ બધી વાતો પોતાની તસ્વીર માં ચેક કરો - ક્યાં સુધી શ્રેષ્ઠ તસ્વીર બનીને તૈયાર થઈ છે કે હમણાં સુધી રેખાઓ ખેંચી રહ્યાં છો? હોશિયાર આર્ટિસ્ટ છો ને.

બાપદાદા આ જ જોતાં રહે છે કે દરેકે ક્યાં સુધી તસ્વીર તૈયાર કરી છે? બીજાઓને ઉલ્હના (ફરીયાદ) તો આપી ન શકો કે આમણે આ ઠીક નથી કર્યું, એટલે આમ થયું. પોતાની તસ્વીર પોતે જ બનાવવાની છે. બીજી બધી વસ્તુ બાપદાદા થી મળી રહી છે, તેમાં તો કમી નથી ને. અહીંયા પણ ખેલ શીખવાડો છો ને જેમાં વસ્તુઓ ખરીદીને પછી બનાવો છો. બનાવવા વાળા ની ઊપર હોય છે, જેટલું ઈચ્છો એટલું લો. લેવાવાળા ફક્ત લઈ શકે. બાકી ખુલ્લું બજાર છે, બાપદાદા આ હિસાબ નથી રાખતા કે બે લેવાનાં છે કે ચાર લેવાનાં છે. સૌથી સુંદર તસ્વીર બનાવી છે ને. સદા પોતાને એમ સમજો કે અમે જ ભવિષ્યની તકદીર ની તસ્વીર છીએ. એમ સમજીને દરેક કદમ ઉઠાવો. સ્નેહી હોવાનાં કારણે સહયોગી પણ છો અને સહયોગી હોવાનાં કારણે બાપ નો સહયોગ દરેક આત્માને છે. એવું નહીં કે કોઈક આત્માઓને વધારે સહયોગ છે અને કોઈને ઓછો છે, ના. બાપ નો સહયોગ દરેક આત્માનાં પ્રતિ એક નાં રીટર્ન (વળતર) માં પદમગણો છે જ. જે પણ સહયોગી આત્માઓ છો, તે બધાંને બાપ નો સહયોગ સદા પ્રાપ્ત છે અને જ્યાં સુધી છે, ત્યાં સુધી છે જ છે. જ્યારે બાપનો સહયોગ છે તો દરેક કાર્ય થયેલું જ છે. એવો અનુભવ કરો પણ છો અને કરતાં ચાલો. કોઈ મુશ્કેલ નથી કારણ કે ભાગ્યવિધાતા દ્વારા ભાગ્યની પ્રાપ્તિનો આધાર છે. જ્યાં ભાગ્ય હોય, વરદાન હોય ત્યાં મુશ્કેલ હોતું જ નથી.

જેમની ખૂબ સારી તસ્વીર હોય છે, તો જરુર ફર્સ્ટ (પ્રથમ) નંબર આવશે. તો બધાં ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં તો આવવા વાળા છો ને. નંબર ફર્સ્ટ એક આવશે પરંતુ ફર્સ્ટ ડિવિઝન તો છે ને. તો શેમાં આવવું છે? ફર્સ્ટ ડિવિઝન બધાનાં માટે છે. કંઈક કરી લેવું સારું છે. બાપદાદા તો બધાને ચાન્સ (તક) આપી રહ્યાં છે - ભલે ભારતવાસી હોય કે ડબલ વિદેશી હોય કારણ કે હજું રિઝલ્ટ આઉટ (બહાર પડ્યું) તો થયું નથી. ક્યારેક સારા-સારા રિઝલ્ટ આઉટનાં પહેલાં જ આઉટ થઈ જાય છે, તો આ જગ્યા મળી જશે ને એટલે જે પણ લેવાં ઈચ્છો, હમણાં તક છે. પછી બોર્ડ લગાવી દે છે ને કે હવે જગ્યા નથી. આ સીટ ફુલ થઈ જશે, એટલે ખૂબ ઉડો. દોડો નહીં પરંતુ ઉડો. દોડવા વાળા તો નીચે રહી જશે, ઉડવા વાળા ઉડી જશે, ઉડતાં ચાલો અને ઉડાવતાં ચાલો. અચ્છા!

ચારેય તરફની સર્વ શ્રેષ્ઠ તકદીર ની શ્રેષ્ઠ તસ્વીર સ્વરુપ મહાન આત્માઓ ને, સદા સ્વયં ને વિશ્વનાં આધારમૂર્ત અનુભવ કરવા વાળી આત્માઓ ને, સદા પોતાને પ્રાપ્તિ સ્વરુપ અનુભૂતિઓ દ્વારા બીજાઓને પણ પ્રાપ્તિ સ્વરુપ અનુભવ કરાવવા વાળી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા બાપ નાં સ્નેહ અને સહયોગ નો પદમગણો અધિકાર પ્રાપ્ત કરવા વાળી પૂજ્ય બ્રાહ્મણ સો દેવ આત્માઓ ને યાદપ્યાર અને નમસ્તે.

પર્સનલ મુલાકાત

બાપ નો હાથ સદા મસ્તક પર છે જ - એવો અનુભવ કરો છો? શ્રેષ્ઠ મત જ શ્રેષ્ઠ હાથ છે. તો જ્યાં દરેક કદમ માં બાપ નો હાથ તથા શ્રેષ્ઠ મત છે, ત્યાં શ્રેષ્ઠ મત થી શ્રેષ્ઠ કાર્ય સ્વતઃ જ થાય છે. સદા હાથ ની સ્મૃતિ થી સમર્થ બની આગળ વધતાં ચાલો. બાપ નો હાથ સદા આગળ વધારવાનો અનુભવ સહજ કરાવે છે એટલે આ શ્રેષ્ઠ ભાગ્ય ને દરેક કાર્ય માં સ્મૃતિમાં રાખી આગળ વધતાં રહો. સદા હાથ છે, સદા જીત છે.

પ્રશ્ન :- સહજયોગી સદા રહે, તેની સહજ વિધિ કઈ છે?

ઉત્તર :- બાપ જ સંસાર છે - આ સ્મૃતિ માં રહો તો સહજયોગી બની જશો કારણ કે આખો દિવસ સંસાર માં જ બુદ્ધિ જાય છે. જ્યારે બાપ જ સંસાર છે તો બુદ્ધિ ક્યાં જશે? સંસારમાં જ જશે ને, જંગલ માં તો નહીં જશે. તો જ્યારે બાપ જ સંસાર થઈ ગયાં તો સહજયોગી બની જશો. નહીં તો મહેનત કરવી પડશે - અહિયાંથી બુદ્ધિ હટાવો, ત્યાંથી જોડાવો. સદા બાપનાં સ્નેહ માં સમાયેલાં રહો તો તે ભૂલી ન શકાય. અચ્છા!

અવ્યક્ત બાપદાદા થી ડબલ વિદેશી ભાઈ બહેનો ની મુલાકાત

ડબલ વિદેશીઓમાં સેવાનો ઉમંગ સારો છે, એટલે વૃદ્ધિ પણ સારી કરી રહ્યાં છો. વિદેશ-સેવા માં ૧૪ વર્ષ માં વૃદ્ધિ સારી કરી છે. લૌકિક અને અલૌકિક - ડબલ કાર્ય કરતાં આગળ વધી રહ્યાં છે. ડબલ કાર્ય માં સમય પણ લગાવો છો અને બુદ્ધિ ની, શરીર ની શક્તિ પણ લગાવો છો. આ પણ બુદ્ધિ ની કમાલ છે. લૌકિક કાર્ય કરતાં સેવા માં આગળ વધવું - આ પણ હિંમત નું કામ છે. આવી હિંમતવાળા બાળકોને બાપદાદા દરેક કાર્ય માં મદદગાર છે. જેટલી હિંમત એટલાં પદમગુણા બાપ મદદગાર છે જ. પરંતુ બંને પાર્ટ ભજવતાં ઉન્નતિ ને પ્રાપ્ત કરી રહ્યાં છો - આ જોઈ બાપદાદા સદા બાળકો પર હર્ષિત થાય છે. માયા થી તો મુકત છો ને? જ્યારે યોગયુક્ત છો તો સ્વતઃ જ માયા થી મુક્ત છો. યોગયુક્ત નથી તો માયા થી મુક્ત પણ નથી. માયા ને પણ બ્રાહ્મણ આત્માઓ પ્રિય લાગે છે. જે પહેલવાન હોય છે, તેમને પહેલવાન થી જ મજા આવે છે. માયા પણ શક્તિશાળી છે. તમે પણ સર્વશક્તિવાન છો, તો માયા ને સર્વશક્તિવાન ની સાથે ખેલ કરવો ગમે છે. હવે તો જાણી ગયાં છો ને માયા ને સારી રીતે થી કે ક્યારેક-ક્યારેય નવાં રુપ થી આવી જાય છે. નોલેજફુલ નો અર્થ જ છે બાપને પણ જાણવાં, રચના ને પણ જાણવી અને માયા ને પણ જાણવી. જો રચયિતા અને રચના ને જાણી લીધાં અને માયા ને નથી જાણી તો નોલેજફુલ ન થયાં.

ક્યારેય પણ કોઈ પણ વાતમાં ભલે તન કમજોર પણ હોય કે કાર્ય નો વધારે બોજ પણ હોય પરંતુ મન થી ક્યારેય પણ થાકતાં નહીં. તન નો થાક મન ની ખુશી થી સમાપ્ત થઈ જાય છે. પરંતુ મન નો થાક શરીર નાં થાક ને પણ વધારી દે છે. મન ક્યારેય થાકવું ન જોઈએ. જ્યારે થાકી જાઓ તો સેકન્ડ માં બાપ નાં વતન માં આવી જાઓ. જો મનને થકાવવાનાં આદિ હશો તો બ્રાહ્મણ જીવન નાં ઉમંગ-ઉત્સાહ નો જે અનુભવ થવો જોઈએ, તે નહીં થશે. ચાલી તો રહ્યાં છો પરંતુ ચલાવવા વાળા ચલાવી રહ્યાં છે - એવો અનુભવ નહીં થશે. મહેનત થી ચાલી રહ્યાં છો તો જ્યારે મહેનત અનુભવ થશે તો થાક પણ લાગશે. એટલે હંમેશા સમજો - કરાવનહાર કરાવી રહ્યાં છે, ચલાવવા વાળા ચલાવી રહ્યાં છે.

સમય, શક્તિ - બંનેનાં પ્રમાણે સેવા કરતાં ચાલો. સેવા ક્યારેય રહી ન શકે, આજે નહીં તો કાલે થવાની જ છે. જો સાચાં દિલ થી, દિલ નાં સ્નેહ થી જેટલી સેવા કરી શકો છો એટલી કરો છો તો બાપદાદા ક્યારેય ઉલ્હના (ફરિયાદ) નહીં આપશે કે આટલું કામ કર્યું, આટલું નથી કર્યું. શાબાશી મળશે. સમય પ્રમાણે, શક્તિ પ્રમાણે સાચાં દિલ થી સેવા કરો છો તો સાચાં દિલ પર સાહેબ રાજી છે. જો તમારું કાર્ય રહી પણ જશે તો બાપ ક્યાંય ને ક્યાંય થી પૂરું કરાવશે. જે સેવા જે સમય માં થવાની છે તે થઈને જ રહેશે, રહી નથી શકતી. કોઈ ને કોઈ આત્મા ને ટચ કરી બાપદાદા પોતાનાં બાળકોનાં સહયોગી બનાવશે. યોગી બાળકો ને બધાં પ્રકારનો સહયોગ સમય પ્રમાણે મળે જ છે. પરંતુ કોને મળશે? સાચાં દિલવાળા સાચાં સેવાધારી ને. તો બધાં સાચાં સેવાધારી બાળકો છો? સાહેબ રાજી છે અમારા ઉપર - એવો અનુભવ કરો છો ને. અચ્છા!

વરદાન :-
એક બાપ નાં લવ માં લવલીન રહી સદા ચઢતી કળા નો અનુભવ કરવા વાળા સફળતામૂર્ત ભવ

સેવા માં કે સ્વયં ની ચઢતી કળા માં સફળતા નો મુખ્ય આધાર છે - એક બાપ થી અતૂટ પ્રેમ. બાપ નાં સિવાય બીજું કાંઈ દેખાય નહીં. સંકલ્પ માં પણ બાબા, બોલ માં પણ બાબા, કર્મ માં પણ બાબા નો સાથ. એવી લવલીન (પ્રેમ માં મગન) આત્મા એક શબ્દ પણ બોલે છે તો તેનાં સ્નેહ નાં બોલ બીજી આત્માને પણ સ્નેહ માં બાંધી દે છે. એવી લવલીન આત્મા નો એક બાબા શબ્દ જ જાદુ નું કામ કરે છે. તે રુહાની જાદુગર બની જાય છે.

સ્લોગન :-
યોગી તૂં આત્મા એ છે જે અંતર્મુખી બની લાઈટ માઈટ રુપ માં સ્થિત રહે છે.