05-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આત્મા અને શરીર જે પતિત અને કાળા બની ગયાં છે , બાપ ની યાદ થી તેને પાવન બનાવો કારણ કે હવે પાવન દુનિયામાં ચાલવાનું છે

પ્રશ્ન :-
ભગવાન કયાં બાળકો ને મળે છે, બાપે કયો હિસાબ બતાવ્યો છે?

ઉત્તર :-
જેમણે શરું થી ભક્તિ કરી છે તેમને જ ભગવાન મળે છે. બાબાએ આ હિસાબ બતાવ્યો છે કે સૌથી પહેલાં તમે ભક્તિ કરો છો એટલે તમને જ પહેલાં-પહેલાં ભગવાન દ્વારા જ્ઞાન મળે છે, જેનાથી ફરી તમે નવી દુનિયામાં રાજ્ય કરો છો. બાપ કહે છે તમે અડધોકલ્પ મને યાદ કર્યો છે હવે હું આવ્યો છું, તમને ભક્તિ નું ફળ આપવાં.

ગીત :-
મરના તેરી ગલી મેં

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. જ્યારે કોઈ મરે છે તો બાપનાં પાસે જન્મ લે છે. જાણો છો આપણે આત્માઓ છીએ. તે થઈ ગઈ શરીર ની વાત. એક શરીર છોડી પછી બીજા બાપ નાં પાસે જાય છે. તમે કેટલાં સાકારી બાપ કર્યાં છે. અસલ માં (ખરેખર) છો નિરાકારી બાપ નાં બાળકો. આપ આત્મા પરમપિતા પરમાત્મા નાં બાળકો છો, રહેવા વાળા પણ ત્યાંના છો, જેને નિર્વાણધામ અથવા શાંતિધામ કહેવાય છે. બાપ પણ ત્યાં રહે છે. અહીંયા તમે આવીને લૌકિક બાપ નાં બાળકો બનો છો, તો પછી એ બાપ ભૂલી જાઓ છો. સતયુગ માં તમે સુખી બની જાઓ છો, તો એ પારલૌકિક બાપ ને ભૂલી જાઓ છો. સુખમાં એ બાપનું સિમરણ નથી કરતાં. દુઃખ માં યાદ કરો છો અને આત્મા યાદ કરે છે. જ્યારે લૌકિક બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ શરીર તરફ રહે છે. એ બાબા ને યાદ કરશે તો કહેશે ઓ બાબા, છે બંને બાબા. રાઈટ (સાચ્ચો) અક્ષર બાપ જ છે. તે પણ ફાધર (પિતા), આ પણ ફાધર. આત્મા રુહાની બાપ ને યાદ કરે છે તો બુદ્ધિ ત્યાં ચાલી જાય છે. આ બાપ બેસી બાળકોને સમજાવે છે. હમણાં તમે જાણો છો બાબા આવેલાં છે, આપણને પોતાનાં બનાવ્યાં છે. બાપ કહે છે - પહેલાં-પહેલાં મેં તમને સ્વર્ગમાં મોકલ્યાં. તમે ખૂબ સાહૂકાર હતાં પછી ૮૪ જન્મ લઈ ડ્રામા પ્લાન અનુસાર હવે તમે દુઃખી થઈ પડ્યાં છો. ડ્રામા અનુસાર આ જૂની દુનિયા ખતમ થવાની છે. તમારી આત્મા અને શરીર રુપી વસ્ત્ર સતોપ્રધાન હતાં પછી ગોલ્ડન એજ (સતયુગ) થી આત્મા સિલ્વર એજ (ત્રેતાયુગ) માં આવી તો શરીર પણ સિલ્વર માં આવ્યું પછી કોપર એજ (દ્વાપર) માં આવ્યાં. હવે તો તમારી આત્મા બિલકુલ જ પતિત થઈ ગઈ છે, તો શરીર પણ પતિત છે. જેવી રીતે ૧૪ કેરેટ નું સોનું કોઈ પસંદ નથી કરતું, કાળું પડી જાય છે. તમે પણ હવે કાળા આયરન એજેડ (કળયુગી) બની ગયાં છો. હવે આત્મા અને શરીર જે એવાં કાળા બની ગયાં છે તો ફરી પવિત્ર કેવી રીતે બને. આત્મા પવિત્ર બને તો શરીર પણ પવિત્ર મળે. તે કેવી રીતે થશે? શું ગંગા સ્નાન કરવાથી? નહીં, પોકારે જ છે - હેં પતિત-પાવન આવો. આ આત્મા કહે છે તો બુદ્ધિ પારલૌકિક બાપ તરફ ચાલી જાય છે. હેં બાબા, જુઓ બાબા અક્ષર જ કેટલો મીઠો છે. ભારતમાં જ બાબા-બાબા કહે છે. હમણાં તમે આત્મા-અભિમાની બની બાબા નાં બન્યાં છો. બાબા કહે છે મેં તમને સ્વર્ગમાં મોકલ્યાં હતાં, નવું શરીર ધારણ કર્યું હતું. હવે તમે શું બની ગયાં છો. આ વાતો હંમેશા અંદર રહેવી જોઈએ. બાબા ને યાદ કરવાં જોઈએ. યાદ બધાં કરે છે ને - હેં બાબા, અમે આત્માઓ પતિત બની ગઈ છીએ, હવે આવો, આવીને પાવન બનાવો. ડ્રામા માં આ પણ પાર્ટ છે, ત્યારે તો બોલાવે છે. ડ્રામા પ્લાન અનુસાર આવશે પણ ત્યારે જ્યારે જૂની દુનિયા થી નવી બને છે. તો જરુર સંગમ પર જ આવશે. આપ બાળકોને નિશ્ચય છે - બીલવેડ મોસ્ટ (સૌથી પ્રિય) બાબા છે. કહે પણ છે સ્વીટ, સ્વીટેસ્ટ.. હવે સ્વીટ કોણ છે? લૌકિક સંબંધ માં પહેલાં ફાધર છે, જે જન્મ આપે છે. પછી છે શિક્ષક. શિક્ષક થી ભણીને તમે પદ પામો છો. નોલેજ ઈઝ સોર્સ ઓફ ઈનકમ (જ્ઞાન આવક નું સાધન) કહેવાય છે. જ્ઞાન છે નોલેજ, યોગ છે યાદ. તો બેહદ ની કોઈને ખબર નથી. ચિત્રો માં ક્લિયર (સ્પષ્ટ) બતાવ્યું પણ છે, બ્રહ્મા દ્વારા સ્થાપના શિવબાબા કરાવે છે. કૃષ્ણ કેવી રીતે રાજયોગ શિખવાડશે. રાજયોગ શિખવાડે જ છે સતયુગ નાં માટે. તો જરુર સંગમ પર બાપે શિખવાડ્યો હશે. સતયુગ ની સ્થાપના કરવા વાળા છે બાબા. બ્રહ્મા દ્વારા કરાવે છે, કરનકરાવનહાર છે ને. તે લોકો તો ત્રિમૂર્તિ બ્રહ્મા કહી દે છે. પરંતુ ઊંચા માં ઊંચા શિવ છે ને. આ સાકાર છે, તે નિરાકાર છે. સૃષ્ટિ પણ આ જ છે. આ સૃષ્ટિનું જ ચક્ર ફરે છે, રિપીટ (પુનરાવર્તન) થતું રહે છે. સૂક્ષ્મવતન ની સૃષ્ટિ નું ચક્ર નથી ગવાતું. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થાય છે. ગાએ પણ છે સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ. વચમાં જરુર સંગમયુગ જોઈએ. નહીં તો કળયુગ ને સતયુગ કોણ બનાવે! નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવા બાપ સંગમ પર જ આવે છે. જેટલી જૂની દુનિયા તેટલું દુઃખ વધારે. આત્મા જેટલી તમોપ્રધાન બનતી જાય છે, એટલી દુઃખી થાય છે. દેવતાઓ છે સતોપ્રધાન. આ તો હાઈએસ્ટ ઓથોરિટી ગોડ ફાધરલી ગવર્મેન્ટ (સર્વોચ્ચ સત્તા ઈશ્વરીય સરકાર) છે. સાથે ધર્મરાજ પણ છે. બાપ કહે છે - તમે શિવાલય માં રહેવાવાળા હતાંં, હમણાં છે વેશ્યાલય. તમે પાવન હતાં હવે પતિત બન્યાં છો તો કહો છો અમે તો પાપી છીએ. આત્મા કહે છે મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નાહીં. કોઈપણ દેવતા નાં મંદિર માં જશે તો તેમની આગળ એવું કહેશે. કહેવું જોઈએ બાપ નાં આગળ. એમને છોડી બ્રધર્સ (ભાઈઓ) ને લાગે છે, આ દેવતાઓ બ્રધર્સ થયાં ને. બ્રધર્સ થી તો કાંઈ મળવાનું નથી. ભાઈઓની પૂજા કરતાં-કરતાં નીચે પડતાં આવ્યાં છે. હવે આપ બાળકો જાણો છો - બાપ આવેલાં છે, એમનાથી આપણને વારસો મળે છે. બાકી મનુષ્ય તો બાપ ને જાણતાં જ નથી. સર્વવ્યાપી કહી દે છે. કોઈ પછી કહે અખંડ જ્યોતિ તત્વ છે. કોઈ કહે એ નામરુપ થી ન્યારા છે. અરે તમે કહો છો અખંડ જ્યોતિ સ્વરુપ છે, પછી નામરુપ થી ન્યારા કેવી રીતે કહો છો. બાપને ન જાણવાનાં કારણે જ પતિત બની પડ્યાં છે. તમોપ્રધાન પણ બનવાનું જ છે. પછી જ્યારે બાપ આવે ત્યારે બધાંને પાવન બનાવે. આત્માઓ નિરાકારી દુનિયામાં બધી બાપ નાં સાથે રહે છે. પછી અહીંયા આવીને સતો રજો તમો નો પાર્ટ ભજવે છે. આત્મા જ બાપ ને યાદ કરે છે. બાપ આવે પણ છે, કહે છે બ્રહ્મા તન નો આધાર લઉં છું, આ છે ભાગ્યશાળી રથ. આત્મા વગર રથ થોડી હોય છે. કહે છે ભાગીરથે ગંગા લાવી. હવે આ વાત તો થઈ ન શકે. પરંતુ કાંઈ પણ સમજતાં નથી કે અમે કહીએ શું છીએ!

હવે આપ બાળકોને સમજાવ્યું છે - આ છે જ્ઞાન વર્ષા. આનાથી શું થાય છે? પતિત થી પાવન બનો છો. ગંગા જમના તો સતયુગ માં પણ હોય છે. કહે છે કૃષ્ણ જમુના નાં કિનારા પર ખેલપાલ કરે છે. એવી કોઈ વાત તો છે નહીં. તે તો સતયુગ નો પ્રિન્સ (રાજકુમાર) છે, તેની ખૂબ સંભાળ થી પાલના થાય છે કારણ કે ફૂલ છે ને. ફૂલ કેટલાં સુંદર હોય છે. ફૂલ થી બધાં આવીને સુગંધ લે છે. કાંટા થી થોડી સુગંધ લેશે. હમણાં તો છે જ કાંટાઓની દુનિયા. જંગલ ને બાપ આવીને ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલો નો બગીચો) બનાવે છે એટલે એમનું નામ બબુલનાથ પણ રાખી દીધું છે. કાંટા થી ફૂલ બનાવે છે એટલે મહિમા ગાએ છે કાંટા થી ફૂલ બનાવવા વાળા બાબા. હવે આપ બાળકોનો બાપ સાથે કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. હવે તમે જાણો છો આપણે બેહદ નાં બાપ નાં બન્યાં છીએ. હમણાં તમારો સંબંધ એમનાથી પણ છે તો લૌકિક થી પણ છે. પારલૌકિક બાપ ને યાદ કરવાથી તમે પાવન બનશો. આત્મા જાણે છે, એ અમારા લૌકિક અને આ પારલૌકિક બાપ છે. ભક્તિમાર્ગ માં પણ આત્મા જાણે છે, તે અમારા લૌકિક બાપ અને આ ગોડ ફાધર. અવિનાશી બાપ ને યાદ કરે છે. એ બાપ ક્યારે આવીને હેવન (સ્વર્ગ) સ્થાપન કરે છે, આ કોઈને ખબર નથી. બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં. તો જરુર સંગમ પર આવશે. શાસ્ત્રો માં તો કલ્પની આયુ લાખો વર્ષ લખીને મનુષ્યો ને બિલકુલ ઘોર અંધકાર માં નાખી દીધાં છે. કહે છે જે ખૂબ ભક્તિ કરે છે તેમને ભગવાન મળે છે તો સૌથી વધારે ભક્તિ કરવા વાળા ને જરુર પહેલાં મળવા જોઈએ. બાપે હિસાબ પણ બતાવ્યો છે. સૌથી પહેલાં ભક્તિ તમે કરો છો તમને જ પહેલાં-પહેલાં ભગવાન દ્વારા જ્ઞાન મળવું જોઈએ, જે પછી તમે જ નવી દુનિયામાં રાજ્ય કરો. બેહદ નાં બાપ આપ બાળકોને જ્ઞાન આપી રહ્યાં છે, આમાં તકલીફ ની કોઈ વાત નથી. બાપ કહે છે તમે અડધોકલ્પ યાદ કર્યાં છે. સુખ માં તો કોઈ યાદ કરતું જ નથી. અંતમાં જ્યારે દુઃખી થઈ જાઓ છો ત્યારે હું આવીને સુખી બનાવું છું. હવે તમે ખૂબ મોટાં વ્યક્તિ બનો છો. ચીફ મિનિસ્ટર (મુખ્ય પ્રધાન), પ્રાઈમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) વગેરેનાં બંગલા કેટલાં ફર્સ્ટ ક્લાસ (ખૂબ સરસ) હોય છે. બધું ફર્નિચર એવું ફર્સ્ટ ક્લાસ હશે. તમે તો કેટલાં મોટાં વ્યક્તિ (દેવતા) બનો છો. દૈવી ગુણ વાળા દેવતા સ્વર્ગ નાં માલિક બનો છો. ત્યાં તમારા માટે મહેલ પણ હીરા-ઝવેરાત નાં હોય છે. ત્યાં તમારું ફર્નિચર સોનું જડિત ફર્સ્ટ ક્લાસ હશે.

આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. શિવ ને રુદ્ર પણ કહે છે. જ્યારે ભક્તિ પૂરી થાય છે તો ભગવાન રુદ્ર યજ્ઞ રચે છે. સતયુગ માં યજ્ઞ અથવા ભક્તિ ની વાત જ નથી. આ સમયે જ બાપ આ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ રચે છે, જેનું ફરી પછી થી ગાયન ચાલે છે. ભક્તિ તો સદૈવ નહીં ચાલતી રહેશે. ભક્તિ અને જ્ઞાન, ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. બાપ આવીને દિવસ બનાવે છે, તો બાળકો નો પણ બાપની સાથે કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. બાપ આપણને વિશ્વનાં માલિક બનાવે છે. મોસ્ટ બીલવેડ (સૌથી પ્રિય) બાબા છે ને. એમનાથી વધારે પ્રિય વસ્તુ કોઈ હોઈ ન શકે. અડધાકલ્પ થી યાદ કરતાં આવ્યાં છો. બાબા આવીને અમારા દુઃખ હરો. હવે બાપ આવ્યાં છે, સમજાવે છે બાળકો, તમારે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું જ છે. અહીંયા બાબા નાં પાસે ક્યાં સુધી બેસશો. સાથે તો પરમધામ માં જ રહી શકો. અહીંયા તો ન રહી શકો. અહીંયા તો નોલેજ ભણવાનું છે. નોલેજ ભણવાવાળા થોડાં હોય છે. લાઉડ સ્પીકર પર ક્યારેય ભણતર થાય છે શું? શિક્ષક સવાલ કેવી રીતે પૂછશે? લાઉડ સ્પીકર પર રેસ્પોન્સ (ઉત્તર) કેવી રીતે આપી શકશો? એટલે થોડાં-થોડાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ને ભણાવે છે. કોલેજ તો ખૂબ હોય છે પછી બધાંની પરીક્ષા હોય છે. રીઝલ્ટ (પરિણામ) નીકળે છે. અહીંયા તો એક બાપ જ ભણાવે છે. આ પણ સમજાવવું જોઈએ કે બે બાપ છે - લૌકિક અને પારલૌકિક. દુઃખ માં સિમરણ એ પારલૌકિક બાપનું કરે છે. હમણાં એ બાપ આવેલાં છે. મહાભારત લડાઈ પણ સામે છે. તે સમજાવે છે મહાભારત લડાઈ માં કૃષ્ણ આવ્યાં, આ તો હોઈ ન શકે. બિચારા મૂંઝાયેલા છે. છતાં પણ કૃષ્ણ, કૃષ્ણ કરતાં રહે છે. હવે મોસ્ટ બીલવેડ શિવ પણ છે તો કૃષ્ણ પણ છે. પરંતુ એ છે નિરાકાર, તે છે સાકાર. નિરાકાર બાપ બધી આત્માઓ નાં બાપ છે. છે બંને મોસ્ટ બીલવેડ. કૃષ્ણ પણ વિશ્વનાં માલિક છે ને. હવે તમે જજ (નિર્ણય) કરી શકો છો કે વધારે પ્રિય કોણ? શિવબાબા જ એવાં લાયક બનાવે છે ને. કૃષ્ણ શું કરે છે? બાપ જ તો એમને એવાં બનાવે છે ને. તો ગાયન પણ વધારે એ બાપનું હોવું જોઈએ ને. બાપે સમજાવ્યું છે - તમે બધી પાર્વતીઓ છો. આ શિવ અમરનાથ તમને કથા સંભળાવી રહ્યાં છે. તમે જ બધાં અર્જુન છો, તમે જ બધી દ્રૌપદીઓ છો. આ વિશશ (વિકારી) દુનિયાને રાવણ રાજ્ય કહેવાય છે. તે છે વાઈસલેસ (નિર્વિકારી) વર્લ્ડ (દુનિયા). વિકાર ની વાત નથી. નિરાકાર બાપ વિકારી દુનિયા રચશે શું? વિકાર માં જ દુઃખ છે. સંન્યાસીઓનો છે જ હઠયોગ, નિવૃત્તિ માર્ગ. કર્મ સંન્યાસ તો ક્યારેય થતો જ નથી. તે ત્યારે થાય જ્યારે આત્મા શરીર થી અલગ થઈ જાય. ગર્ભજેલ માં ફરી કર્મો નો હિસાબ શરું થઈ જાય છે. બાકી કર્મ સંન્યાસ કહેવાનું રોંગ (ખોટું) છે, હઠયોગ વગેરે ખૂબ શિખે છે, ગુફાઓમાં જઈને બેસે છે. આગ થી પણ ચાલ્યાં જાય છે. રિદ્ધિ સિદ્ધિ પણ ખૂબ છે. જાદુગરી થી બહુ વસ્તુઓ પણ નીકાળે છે. ભગવાન ને પણ જાદુગર, રત્નાગર, સોદાગર કહે છે. પરંતુ એમનાથી કોઈને ગતિ સદ્દગતિ તો ન મળી શકે. એ તો એક જ સાચાં સદ્દગુરુ આવીને બધાંની ગતિ સદ્દગતિ કરે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કાંટા થી ફૂલ બનાવવા વાળા મોસ્ટ બીલવેડ એક બાપ છે, એમને ખૂબ લવ (પ્રેમ) થી યાદ કરવાનાં છે. સુગંધિત પાવન ફૂલ બની બધાંને સુખ આપવાનું છે.

2. આ નોલેજ (ભણતર) સોર્સ ઓફ ઈનકમ (આવક નું સાધન) છે, આનાથી ૨૧ જન્મ નાં માટે તમે ખૂબ મોટાં વ્યક્તિ બનો છો એટલે આને સારી રીતે ભણવાનું અને ભણાવવાનું છે. આત્મ-અભિમાની બનવાનું છે.

વરદાન :-
બાપદાદા ને પોતાનાં સાથી સમજી ડબલ ફોર્સ ( તીવ્ર વેગ ) થી કાર્ય કરવા વાળા સહજયોગી ભવ

કોઈ પણ કાર્ય કરતાં બાપદાદા ને પોતાનાં સાથી બનાવી લો તો ડબલ ફોર્સ થી કાર્ય થશે અને સ્મૃતિ પણ ખૂબ સહજ રહેશે કારણ કે જે સદા સાથે રહે છે તેમની યાદ સ્વતઃ બની રહે છે. તો એવાં સાથી રહેવાથી કે બુદ્ધિ દ્વારા નિરંતર સત નો સંગ કરવાથી સહજયોગી બની જશો અને પાવરફુલ (શક્તિશાળી) સંગ હોવાનાં કારણે દરેક કર્તવ્ય માં તમારો ડબલ ફોર્સ રહેશે, જેનાથી દરેક કાર્ય માં સફળતા ની અનુભૂતિ થશે.

સ્લોગન :-
મહારથી તે છે જે ક્યારેય માયા નાં પ્રભાવ માં પરવશ ન થાય.