05-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 10.03.96
બાપદાદા મધુબન
“‘ કરનહાર’ અને
‘કરાવનહાર’ ની સ્મૃતિ થી કર્માતીત સ્થિતિ નો અનુભવ”
આજે કલ્યાણકારી બાપ
પોતાનાં સાથી કલ્યાણકારી બાળકો ને જોઈ રહ્યા છે. બધાં બાળકો ખૂબ લગન થી, પ્રેમ થી
વિશ્વકલ્યાણ નું કાર્ય કરવામાં લાગેલા છે. આવાં સાથીઓને જોઈ બાપદાદા સદા વાહ સાથી
બાળકો વાહ! આ ગીત ગાતા રહે છે. તમે બધાં પણ વાહ-વાહ નાં ગીત ગાતા રહો છો ને? આજે
બાપદાદાએ ચારે તરફની સેવાની ગતિ જોઈ. સાથે સ્વ પુરુષાર્થ ની પણ ગતિ જોઈ. તો સેવા અને
સ્વ-પુરુષાર્થ બંને ની ગતિમાં શું જોયું હશે? તમે જાણો છો? સેવા ની ગતિ તીવ્ર છે કે
સ્વ પુરુષાર્થ ની ગતિ તીવ્ર છે? શું છે? બંનેનું બેલેન્સ છે? નથી? તો વિશ્વ
પરિવર્તન નાં આત્માઓને તથા પ્રકૃતિ ને બ્લેસિંગ ક્યારે મળશે? કારણ કે બેલેન્સ થી જે
તમને બધાને બ્લેસિંગ મળે છે તે બીજાઓને મળશે. તો અંતર કેમ? કહેવાઓ શું છો - કર્મયોગી
કે ફક્ત યોગી? કર્મયોગી છો ને? પાક્કું છે ને? તો સેવા પણ કર્મ છે ને? કર્મ માં આવો
છો, બોલો છો તથા દૃષ્ટિ આપો છો, કોર્સ કરાવો છો, મ્યુઝિયમ સમજાવો છો - આ બધાં
શ્રેષ્ઠ કર્મ અર્થાત્ સેવા છે. તો કર્મયોગી અર્થાત્ કર્મ નાં સમયે પણ યોગ નું
બેલેન્સ. પરંતુ તમે પોતેજ કહી રહ્યા છો કે બેલેન્સ ઓછું થઈ જાય છે. આનું કારણ શું?
સારી રીતે જાણો પણ છો, નવી વાત નથી. ખૂબ જૂની વાત છે. બાપદાદાએ જોયું કે સેવા અથવા
કર્મ અને સ્વ પુરુષાર્થ અર્થાત્ યોગયુક્ત. તો બંનેનું બેલેન્સ રાખવા માટે વિશેષ એક
જ શબ્દ યાદ રાખો - તે કયો? બાપ ‘કરાવનહાર’ છે અને હું આત્મા, (હું ફલાણી નથી) આત્મા
‘કરનહાર’ છું. તો કરન - ‘કરાવનહાર’ આ એક શબ્દ તમારું બેલેન્સ ખૂબ સહજ બનાવશે. સ્વ
પુરુષાર્થ નું બેલેન્સ તથા ગતિ ક્યારેય પણ ઓછી થાય છે, એનું કારણ શું? ‘કરનહાર’ ની
બદલે હું જ કરવા વાળી કે વાળો છું, ‘કરનહાર’ ની બદલે પોતાને ‘કરાવનહાર’ સમજી લો છો.
હું કરી રહ્યો છું, જે પણ કોઈ પણ પ્રકારની માયા આવે છે, એનો ગેટ કયો છે? માયા નો
સૌથી સારો સહજ ગેટ જાણો તો છો જ - ‘હું’. તો આ ગેટ હજી પૂરો બંધ નથી કર્યો. એવો બંધ
કરો છો જે માયા સહજ જ ખોલી લે છે અને આવી જાય છે. જો ‘કરનહાર’ હું છું તો કરાવવા
વાળા અવશ્ય યાદ આવશે. કરી રહી છું, કરી રહ્યો છું, પરંતુ કરાવવા વાળા બાપ છે.
‘કરાવનહાર’ વગર ‘કરનહાર’ બની નથી શકતાં. ડબલ રુપ થી ‘કરાવનહાર’ ની સ્મૃતિ જોઈએ. એક
તો બાપ ‘કરાવનહાર’ છે અને બીજું હું આત્મા પણ આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવા
વાળો છું. આનાથી શું થશે કે કર્મ કરતા પણ કર્મનાં સારા અથવા ખરાબ પ્રભાવ માં નહીં
આવશો. આને કહેવાય છે - કર્માતીત અવસ્થા.
તમારા બધાનું લક્ષ
શું છે? કર્માતીત બનવાનું છે ને? કે થોડું-થોડું કર્મબંધન રહે તો કોઈ વાંધો નથી?
રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? કર્માતીત બનવું છે? બાપ સાથે પ્રેમની નિશાની છે -
કર્માતીત બનવું. તો ‘કરાવનહાર’ બનીને કર્મ કરો, કરાવો, કર્મેન્દ્રિયો તમારી પાસે ન
કરાવે પરંતુ તમે કર્મેન્દ્રિયોથી કરાવો. બિલકુલ પોતાને ન્યારા સમજી કર્મ કરાવવું -
આ કોન્શિયસનેસ ઈમર્જ રુપમાં (સ્મૃતિ માં) હોય. મર્જ રુપમાં (વિસ્મૃત) નહીં. મર્જ
રુપ માં ક્યારેક ‘કરાવનહાર’ ની બદલે કર્મેન્દ્રિયોનાં અર્થાત્ મન નાં, બુદ્ધિ નાં,
સંસ્કાર નાં વશ થઈ જાઓ છો. કારણ? ‘કરાવનહાર’ આત્મા છું, માલિક છું, વિશેષ આત્મા
માસ્ટર સર્વશક્તિવાન્ આત્મા છું, આ સ્મૃતિ માલિકપણાની સ્મૃતિ અપાવે છે. નહીં તો
ક્યારેક મન તમને ચલાવે અને ક્યારેક તમે મન ને ચલાવો એટલે, સદા નેચરલ મનમનાભવ ની
સ્થિતિ નથી રહેતી. હું બિલકુલ અલગ છું, અને ફક્ત અલગ નથી પરંતુ માલિક છું, બાપ ને
યાદ કરવાથી હું બાળક છું અને હું આત્મા કરાવવા વાળો છું તો માલિક છું. હમણાં આ
અભ્યાસ અટેન્શન માં ઓછો (અભ્યાસ પર ધ્યાન ઓછું) છે. સેવામાં ખૂબ સારા લાગેલા છો
પરંતુ લક્ષ શું છે? સેવાધારી બનવાનું કે કર્માતીત બનવાનું? કે બંને સાથે-સાથે બનશો?
આ અભ્યાસ પાક્કો છે? હમણાં-હમણાં થોડા સમય માટે આ અભ્યાસ કરી શકો છો? અલગ થઈ શકો
છો? કે એવા એટેચ થઈ (જોડાઈ) ગયા છો જે ડિટેચ (અલગ) થવામાં સમય જોઈએ? કેટલાં સમયમાં
અલગ થઈ શકો છો? પ મિનિટ જોઈએ, એક મિનિટ જોઈએ કે એક સેકન્ડ જોઈએ? એક સેકન્ડ માં થઈ
શકો છો?
પાંડવ એક સેકન્ડમાં
એકદમ અલગ થઈ શકો છો? આત્મા અલગ માલિક અને કર્મેન્દ્રિયો કર્મચારી અલગ, આ અભ્યાસ
જ્યારે ઈચ્છો ત્યારે થવો જોઈએ. સારું, હમણાં-હમણાં એક સેકન્ડ માં ન્યારા અને બાપ
નાં પ્યારા બની જાઓ. પાવરફુલ અભ્યાસ કરો બસ હું છું જ ન્યારો. આ કર્મેન્દ્રિયો મારી
સાથી છે, કર્મ ની સાથી છે પરંતુ હું ન્યારો અને પ્યારો છું. હમણાં એક સેકન્ડમાં
અભ્યાસ બીજી વાર કરો. (ડ્રીલ) સહજ લાગે છે કે મુશ્કેલ છે? સહજ છે તો આખાં દિવસમાં
કર્મનાં સમયે આ સ્મૃતિ ઈમર્જ કરો, તો કર્માતીત સ્થિતિ નો અનુભવ સહજ કરશો કારણ કે
સેવા અથવા કર્મ ને છોડી શકો છો? છોડશો શું? કરવાનું જ છે. તપસ્યા માં બેસવું આ પણ
તો કર્મ છે. તો કર્મ વગર અથવા સેવા વગર તો રહી નથી શકતાં અને રહેવાનું પણ નથી કારણ
કે સમય ઓછો છે અને સેવા હજી પણ ખૂબ છે. સેવાની રુપરેખા બદલાઈ છે. પરંતુ હજી પણ ઘણાં
આત્માઓનાં ઉલ્હના રહેલા (ફરિયાદ રહેલી) છે એટલે સેવા અને સ્વ પુરુષાર્થ બંનેનું
બેલેન્સ રાખો. એવું નહીં કે સેવા માં ખૂબ બિઝી હતાં ને એટલે સ્વ પુરુષાર્થ ઓછો થઈ
ગયો. ના. હજી પણ સેવામાં સ્વ પુરુષાર્થ નું અટેન્શન વધારે જોઈએ કારણ કે માયા ને
આવવાની માર્જિન સેવામાં ઘણાં પ્રકાર થી હોય છે. નામ સેવા પરંતુ હોય છે સ્વાર્થ.
પોતાને આગળ વધારવાનું છે પરંતુ વધારતા સાથે બેલેન્સ ને નથી ભૂલવાનું કારણ કે સેવા
માં જ સ્વભાવ, સંબંધ નો વિસ્તાર થાય છે અને માયા ચાન્સ પણ લે છે. થોડું બેલેન્સ ઓછું
થયું અને માયા નવાં-નવાં રુપ ધારણ કરી લે છે, જૂનાં રુપમાં નહીં આવશે. નવાં-નવાં
રુપમાં, નવી-નવી પરિસ્થિતિ નાં રુપમાં, સંપર્ક નાં રુપમાં આવે છે. તો અલગ થી સેવા
છોડીને જો બાપદાદા બેસાડી દે, એક મહિનો બેસાડે, ૧૫ દિવસ બેસાડે તો કર્માતીત થઈ જશો?
એક મહિનો આપે બસ કંઈ ન કરો, બેઠાં રહો, તપસ્યા કરો, ખાવાનું પણ એકવાર બનાવો બસ. પછી
કર્માતીત બની જશો? નહીં બનશો?
જો બેલેન્સ નો અભ્યાસ
નથી તો કેટલું પણ એક મહિનો શું, બે મહિના પણ બેસી જાઓ પરંતુ મન નહીં બેસશે, તન બેસી
જશે. અને બેસાડવાનું છે મન ને નહીં કે ફક્ત તન ને. તન ની સાથે મન ને પણ બેસાડવાનું
છે, બેસી જઈએ બસ બાપ અને હું, બીજું ન કોઈ. તો એક મહિનો આવી તપસ્યા કરી શકો છો કે
સેવા યાદ આવશે? બાપદાદા તથા ડ્રામા દેખાડતા રહે છે કે દિવસે-દિવસે સેવા વધવાની જ
છે, તો બેસી કેવી રીતે જશો? જે એક વર્ષ પહેલાં તમારી સેવા હતી અને આ વર્ષે જે સેવા
કરી તે વધી છે કે ઓછી થઈ છે? વધી ગઈ છે ને? ન ઈચ્છતા પણ સેવાનાં બંધન માં બંધાયેલા
છો પરંતુ બેલેન્સ થી સેવાનું બંધન, બંધન નથી સંબંધ થશે. જેવી રીતે લૌકિક સંબંધ માં
સમજો છો કે એક છે કર્મબંધન અને એક છે સેવાનો સંબંધ. તો બંધન નો અનુભવ નહીં થશે,
સેવાનો સ્વીટ સંબંધ છે. તો શું અટેન્શન આપશો? સેવા અને સ્વ પુરુષાર્થ નું બેલેન્સ.
સેવાની અતિ માં નહીં જાઓ. બસ મારે જ કરવી છે, હું જ કરી શકું છું, ના. કરાવવા વાળા
કરાવી રહ્યા છે, હું નિમિત્ત ‘કરનહાર’ છું. તો જવાબદારી હોવા છતાં પણ થાક ઓછો લાગશે.
ઘણાં બાળકો કહે છે - ખૂબ સેવા કરી છે ને તો થાકી ગયા છીએ, માથું ભારી થઈ ગયું છે.
તો માથું ભારી નહીં થશે. વધારે જ ‘કરાવનહાર’ બાપ ખૂબ સારો મસાજ કરશે. અને માથું
વધારે જ ફ્રેશ થઈ જશે. થાક નહીં લાગે, એનર્જી એક્સ્ટ્રા આવશે. જ્યારે સાયન્સ ની
દવાઓથી શરીરમાં એનર્જી (તાકાત) આવી શકે છે, તો શું બાપની યાદ થી આત્મામાં એનર્જી નથી
આવી શકતી? અને આત્મામાં એનર્જી આવી તો શરીર માં પ્રભાવ ઓટોમેટિકલી પડે છે. અનુભવી
પણ છો, ક્યારેક-ક્યારેક તો અનુભવ થાય છે. પછી ચાલતાં-ચાલતાં લાઈન બદલાઈ જાય છે અને
ખબર નથી પડતી. જ્યારે કોઈ ઉદાસી, થાક અથવા માથું ભારી થાય છે ને પછી હોશ આવે છે,
શું થયું? કેમ થયું? પરંતુ ફક્ત એક શબ્દ ‘કરનહાર’ અને ‘કરાવનહાર’ યાદ કરો, મુશ્કેલ
છે કે સહજ છે? બોલો હા જી. અચ્છા.
હમણાં ૯ લાખ પ્રજા
બનાવી છે? વિદેશ માં કેટલાં બન્યા છે? ૯ લાખ બન્યા છે? અને ભારતમાં બન્યા છે? નથી
બન્યાં? તો તમે જ સમાપ્તિ નાં કાંટા ને આગળ નથી વધવા દેતાં. બેલેન્સ રાખો, ડાયમંડ
જ્યુબિલી છે ને તો ખૂબ સેવા કરો પરંતુ બેલેન્સ રાખીને સેવા કરો તો પ્રજા જલ્દી બનશે.
સમય નહીં લાગશે. પ્રકૃતિ પણ ખૂબ થાકી ગઈ છે, આત્માઓ પણ નિરાશ થઈ ગયા છે. અને જ્યારે
નિરાશ થાય છે તો કોને યાદ કરે છે? ભગવાન, બાપ ને યાદ કરે છે, પરંતુ એમનો પૂરો પરિચય
ન હોવાનાં કારણે આપ દેવી-દેવતાઓને વધારે યાદ કરે છે. તો નિરાશ આત્માઓની પોકાર તમને
સાંભળવામાં નથી આવતી? આવે છે કે પોતાનામાં જ મસ્ત છો? મર્સીફુલ (દયાળુ) છો ને? બાપ
ને પણ શું કહો છો? મર્સીફુલ. બીજા બધાં ધર્મ વાળા મર્સી જરુર માંગે છે, સુખ નહીં
માંગશે પરંતુ મર્સી બધાને જોઈએ. તો કોણ આપવા વાળા છે? તમે આપવા વાળા છો ને? કે
લેવાવાળા છો? લઈને આપવા વાળા. દાતા નાં બાળકો છો ને? તો પોતાનાં ભાઈ-બહેન ની ઉપર
રહેમદિલ બનો, અને રહેમદિલ બની સેવા કરશો તો એમાં નિમિત્ત ભાવ સ્વતઃ જ હશે. કોઈનાં
પર પણ, ભલે કેટલાં પણ ખરાબ હોય પરંતુ જો તમને એ આત્માનાં પ્રત્યે રહેમ છે, તો તમને
એમનાં પ્રત્યે ક્યારેય પણ ઘૃણા અથવા ઈર્ષા તથા ક્રોધ ની ભાવના નહીં આવશે. રહેમ ની
ભાવના સહજ નિમિત્ત ભાવ ઈમર્જ કરી દે છે. મતલબ નો રહેમ નથી, સાચ્ચો રહેમ. મતલબ નો
રહેમ પણ હોય છે, કોઈ આત્માનાં પ્રત્યે અંદર લગાવ હોય છે અને સમજે છે રહેમ પડી રહ્યો
છે. તો તે થયો મતલબ નો રહેમ. સાચ્ચો રહેમ નથી, સાચાં રહેમ માં કોઈ લગાવ નથી, કોઈ
દેહભાન નથી, આત્મા-આત્મા પર રહેમ કરી રહ્યો છે. દેહ-અભિમાન તથા દેહનાં કોઈ પણ
આકર્ષણ નું નામ-નિશાન નથી. કોઈનો લગાવ શરીર થી હોય છે અને કોઈનો લગાવ ગુણો થી,
વિશેષતા થી પણ હોય છે. પરંતુ વિશેષતા તથા ગુણ આપવા વાળા કોણ? આત્મા તો છતાં પણ કેટલો
પણ મોટો હોય પરંતુ બાપ પાસેથી લેવા વાળો છે. પોતાનું નથી, બાપે આપ્યું છે. તો કેમ
નહીં ડાયરેક્ટ દાતા પાસે થી લો. એટલે કહેવાય છે સ્વાર્થ નો રહેમ નથી. ઘણાં બાળકો આવાં
નાઝ-નખરા દેખાડે છે, હશે સ્વાર્થ અને કહેશે મને રહેમ આવે છે. બીજું કંઈ પણ નથી ફક્ત
રહેમ છે. પરંતુ ચેક કરો - નિઃસ્વાર્થ રહેમ છે? લગાવમુક્ત રહેમ છે? કોઈ અલ્પકાળ ની
પ્રાપ્તિનાં કારણે તો રહેમ નથી? પછી કહેશે કે ખૂબ સારી છે ને, ખૂબ સારા છે ને, એટલે
થોડો… થોડા ની છુટ્ટી નથી. જો કર્માતીત બનવું છે તો આ બધાં અડચણો છે જે
બોડી-કોન્શિયસ માં લઈ આવે છે. સારું છે, પરંતુ બનાવવા વાળા કોણ? સારાઈ ભલે ધારણ કરો
પરંતુ સારા થી પ્રભાવિત નહીં થાઓ. ન્યારા અને બાપ નાં પ્યારા. જે બાપ નાં પ્યારા છે
તે સદા સેફ (સુરક્ષિત) છે. સમજ્યાં?
જો સેવાને વધારો છો
અને વધારવાની જ છે તો સ્થાપના ને પણ નજીક લાવવાની છે કે નહીં? કોણ લાવશે? બાપ લાવશે?
બધાં લાવશે. સાથી છો ને? એકલા બાપ પણ કંઈ નથી કરી શકતાં, આપ સાથી બાળકોનાં સિવાય.
જુઓ, બાપ ને જો સમજાવવાનું પણ છે તો પણ શરીર નો સાથ લેવો પડે છે. શરીરનાં સાથ વગર
બોલી શકે છે? ભલે જૂની ગાડી હોય કે સારી હોય, પરંતુ આધાર તો લેવો પડે છે. આધાર વગર
કરી નથી શકતાં. બ્રહ્મા બાપ નો સાથ લીધો ને? ત્યારે તો આપ બ્રાહ્મણ બન્યાં.
બ્રહ્માકુમાર કહો છો, શિવકુમાર નથી કહેતાં કારણ કે નિરાકાર બાપને પણ સાકાર નો આધાર
લેવાનો જ છે. જેવી રીતે સાકાર બ્રહ્માનો આધાર લીધો, હમણાં પણ બ્રહ્મા નાં અવ્યક્ત
ફરિશ્તા રુપ નો આધાર લીધાં વગર તમારી પાલના નથી કરી શકતાં. ભલે સાકાર માં લીધો, કે
આકાર રુપમાં લીધો પરંતુ આત્માનો આધાર, સાથ લેવો જ પડે છે. આમ તો ઓલમાઈટી ઓથોરિટી
છે, જ્યારે જાદુગર વિનાશી ખેલ સેકન્ડમાં દેખાડી શકે છે તો શું ઓલમાઈટી ઓથોરિટી જે
ઈચ્છે તે નથી કરી શકતાં? કરી શકે છે? હમણાં-હમણાં વિનાશ ને લાવી શકે છે? એકલા લાવી
શકે છે? એકલા નથી કરી શકતાં. ભલે ઓલમાઈટી ઓથોરિટી પણ છે પરંતુ આપ સાથીઓનાં સંબંધમાં
બંધાયેલા છે. તો બાપ ને તમારી સાથે કેટલો પ્રેમ છે? ભલે કરી શકે છે, પરંતુ નથી કરી
શકતાં. જાદુની લાકડી નથી ફેરવી શકતાં શું? પરંતુ બાપ કહે છે કે રાજ્ય અધિકારી કોણ
બનશે? બાપ બનશે શું? તમે બનશો. સ્થાપના તો કરી લે, વિનાશ પણ કરી લે પરંતુ રાજય કોણ
કરશે? તમારા વગર કામ ચાલશે? એટલે બાપે તમને બધાને કર્માતીત બનાવવાનાં જ છે. બનવાનું
જ છે ને કે બાપ જબરજસ્તી બનાવે? બાપે બનાવવાનાં છે અને તમારે બધાએ બનવાનું જ છે. આ
છે સ્વીટ ડ્રામા. ડ્રામા ગમે છે ને? કે ક્યારેક-ક્યારેક હેરાન થઈ જાઓ છો, આ શું
બન્યું? આ બદલાવું જોઈએ - વિચારો છો? બાપ પણ કહે છે - પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, આ
બદલાઈ નથી શકતો. રિપીટ થવાનો છે પરંતુ બદલાઈ નથી શકતો. ડ્રામામાં આ તમારા અંતિમ
જન્મ ને પાવર્સ (સત્તા) છે. છે ડ્રામા, પરંતુ ડ્રામામાં આ શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મ
માં ખૂબ જ પાવર્સ મળેલાં છે. બાપે વિલ કર્યુ છે એટલે વિલપાવર છે. તો કયો શબ્દ યાદ
રાખશો? ‘કરન-કરાવનહાર’. પાક્કુ કે પ્લેન માં જતા-જતા ભૂલી જશો? ભૂલતા નહીં.
હમણાં ફરીથી પોતાને
શરીરનાં બંધન થી ન્યારા, કર્માતીત સ્ટેજ, કર્મ કરાવી રહ્યા છીએ પરંતુ ન્યારા, જોઈ
રહ્યા છીએ, વાત કરી રહ્યા છીએ પરંતુ ન્યારા, માલિક અને બાપ દ્વારા નિમિત્ત આત્મા
છું, આ સ્મૃતિમાં ફરીથી મન અને બુદ્ધિ ને સ્થિત કરો. (ડ્રીલ) અચ્છા.
ચારેય તરફનાં સદા
સેવાનાં ઉમંગ ઉત્સાહ માં રહેવાવાળા સેવાધારી આત્માઓ, સદા સ્વ પુરુષાર્થ અને સેવા
બંનેનું બેલેન્સ રાખવા વાળા બ્લિસફુલ આત્માઓ, સદા નિઃસ્વાર્થ રહેમદિલ બની સર્વ
આત્માઓ પ્રત્યે સાચ્ચો રહેમ કરવાવાળા વિશેષ આત્માઓ, સદા સેકન્ડમાં પોતાને કર્મબંધન
તથા અનેક રોયલ બંધનો થી મુક્ત કરવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓને બાપદાદા નાં
યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
આજ્ઞાકારી બની
બાપ ની મદદ અથવા દુવાઓનો અનુભવ કરવાવાળા સફળતા મૂર્ત ભવ
બાપ ની આજ્ઞા છે “મુજ
એક ને યાદ કરો”. એક બાપ જ સંસાર છે એટલે દિલમાં સિવાય બાપનાં બીજું કંઈ પણ સમાયેલું
ન હોય. એક મત, એક બળ, એક ભરોસો… જ્યાં એક છે ત્યાં દરેક કાર્ય માં સફળતા છે. એમનાં
માટે કોઈ પણ પરિસ્થિતિ ને પાર કરવી સહજ છે. આજ્ઞા પાલન કરવાવાળા બાળકોને બાપની
દુવાઓ મળે છે એટલે મુશ્કેલ પણ સહજ થઈ જાય છે.
સ્લોગન :-
નવાં બ્રાહ્મણ
જીવનની સ્મૃતિ માં રહો તો કોઈ પણ જૂનાં સંસ્કાર ઈમર્જ નથી થઈ શકતાં.