06-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
જે પણ કર્મ કરો છો એનું ફળ અવશ્ય મળે છે , નિષ્કામ સેવા તો ફક્ત એક બાપ જ કરે છે ”
પ્રશ્ન :-
આ ક્લાસ ખુબ
વન્ડરફુલ (અદ્દભુત) છે કેવી રીતે? અહીંયા મુખ્ય મહેનત કઈ કરવાની હોય છે?
ઉત્તર :-
આ જ એક ક્લાસ છે જેમાં નાના બાળકો પણ બેઠાં છે તો વૃદ્ધ પણ બેઠાં છે. આ ક્લાસ એવો
વન્ડરફુલ છે જે આમાં અહલ્યાઓ, કુબ્જાઓ, સાધુ પણ આવીને એક દિવસ અહીં બેસશે. અહીંયા
છે જ મુખ્ય યાદની મહેનત. યાદ થી જ આત્મા અને શરીર ની નેચરક્યોર (કુદરતી ઉપચાર) થાય
છે પરંતુ યાદ માટે પણ જ્ઞાન જોઈએ.
ગીત :-
રાત કે રાહી …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાપ બાળકોને આનો અર્થ પણ સમજાવે છે. વન્ડર તો
આ છે કે ગીતા અથવા શાસ્ત્ર વગેરે બનાવવા વાળા આનો અર્થ નથી જાણતાં. દરેક વાતનો
અનર્થ જ નીકાળે છે. રુહાની બાપ જે જ્ઞાનનાં સાગર પતિત-પાવન છે, તે બેસીને આનો અર્થ
બતાવે છે. રાજયોગ પણ બાપ જ શીખવાડે છે. આપ બાળકો જાણો છો - હમણાં ફરીથી રાજાઓના રાજા
બની રહ્યાં છીએ બીજી સ્કૂલો માં આવું કોઈ થોડી કહેશે કે અમે ફરીથી બૅરીસ્ટર બનીએ
છીએ. ફરી થી, આ અક્ષર કોઈને કહેતા આવડશે નહીં. તમે કહો છો અમે ૫ હજાર વર્ષ પહેલાં
માફક ફરીથી બેહદનાં બાપ થી ભણીએ છીએ. આ વિનાશ પણ ફરીથી થવાનો છે જરુર. કેટલાં
મોટા-મોટા બોમ્બ્સ બનાવતાં રહે છે. ખૂબ પાવરફુલ બનાવે છે. રાખવા માટે તો નથી બનાવતાં
ને. આ વિનાશ પણ શુભ કાર્ય માટે છે ને. આપ બાળકોએ ડરવાની કોઇ જરુર નથી. આ છે
કલ્યાણકારી લડાઈ. બાપ આવે જ છે કલ્યાણ માટે. કહે પણ છે બાપ આવીને બ્રહ્મા દ્વારા
સ્થાપના, શંકર દ્વારા વિનાશ નું કર્તવ્ય કરાવે છે. તો આ બોમ્બ્સ વગેરે છે જ વિનાશ
નાં માટે. એનાથી વધારે બીજી તો કોઈ વસ્તુ છે નહીં. સાથે-સાથે નેચરલ કૈલેમિટીઝ (કુદરતી
આપદાઓ) પણ આવે છે. આને કોઈ ઈશ્વરીય આપદાઓ નહીં કહેશું. આ કુદરતી આપદાઓ ડ્રામામાં
નોંધ છે. આ કોઇ નવી વાત નથી. કેટલાં મોટા-મોટા બોમ્બ્સ બનાવતાં રહે છે. કહે છે અમે
શહેરો નાં શહેર ખતમ કરી દઈશું. હમણાં જે જાપાન ની લડાઈ માં બોમ્બસ ચલાવ્યાં - એ તો
ખૂબ નાનાં હતાં. હવે તો મોટા-મોટા બોમ્બસ બનાવ્યાં છે. જ્યારે વધારે મુસીબત માં આવે
છે, સહન નથી કરી શકતાં તો પછી બોમ્બસ શરું કરી દે છે. કેટલું નુકસાન થશે. તેઓ પણ
ટ્રાયલ કરી જોઈ રહ્યાં છે. અબજો રૂપિયાં ખર્ચો કરે છે. આ બનાવવા વાળા નો પગાર પણ
ખૂબ હોય છે. તો આપ બાળકોને ખુશી થવી જોઈએ. જૂની દુનિયાનો જ વિનાશ થવાનો છે. આપ બાળકો
નવી દુનિયાનાં માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. વિવેક પણ કહે છે જૂની દુનિયા ખતમ થવાની
છે જરુર. બાળકો સમજે છે કે કળયુગ માં શું છે, સતયુગ માં શું હશે. તમે હમણાં સંગમ પર
ઉભાં છો. જાણો છો સતયુગ માં આટલાં મનુષ્ય નહીં હશે, તો આ બધાનો વિનાશ થશે. આ કુદરતી
આપદાઓ કલ્પ પહેલાં પણ આવી હતી. જૂની દુનિયા ખતમ થવાની જ છે. આપદાઓ તો આવી બહુજ થતી
આવી છે. પરંતુ એ થાય છે થોડાક અંદાજ માં. હવે તો આ જૂની દુનિયા પૂરી ખતમ થવાની છે.
આપ બાળકોને તો બહુ ખુશી થવી જોઈએ. આપણને રુહાની બાળકો ને પરમપિતા પરમાત્મા બાપ
બેસીને સમજાવે છે, આ વિનાશ તમારા માટે થઈ રહ્યો છે. આ પણ ગાયન છે રુદ્ર જ્ઞાન યજ્ઞ
થી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઇ. અનેક વાતો ગીતામાં છે જેનો અર્થ ખુબ સારો છે, પરંતુ
કોઈ સમજે થોડી છે. તે શાંતિ માંગતા રહે છે. તમે કહો છો જલ્દી વિનાશ થાય તો અમે જઈને
સુખી થઈએ. બાપ કહે છે સુખી ત્યારે થશો જ્યારે સતોપ્રધાન થશો. બાપ અનેક પ્રકાર ની
પોઇન્ટસ આપે છે પછી કોઈની બુદ્ધિ માં સારી રીતે બેસે છે, કોઈની બુદ્ધિમાં ઓછું.
બુઢ્ઢી માતાઓ સમજે છે શિવબાબા ને યાદ કરવાનાં છે, બસ. એમનાં માટે સમજાવાય છે -
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. તો પણ વારસો તો પામી લે છે. સાથે રહે છે.
પ્રદર્શની માં બધાં આવશે. અજામિલ જેવી પાપ આત્માઓ, ગણિકાઓ વગેરે બધાનો ઉદ્ધાર થવાનો
છે. મેહતર (અછૂતો) પણ સારા કપડાં પહેરીને આવી જાય છે. ગાંધીજી એ અછૂતો ને ફ્રી (મુક્ત)
કરી દીધાં. સાથે ખાય પણ છે. બાપ તો એમ પણ મનાઈ નથી કરતાં. સમજે છે એમનો પણ ઉદ્ધાર
કરવાનો જ છે. કામ થી કોઈ કનેક્શન (સંબંધ) નથી. આમાં પૂરો આધાર છે બાપની સાથે બુદ્ધિ
યોગ લગાવવાનો. બાપ ને યાદ કરવાનાં છે. આત્મા કહે છે હું અછૂત છું. હવે આપણે સમજીએ
છીએ આપણે સતોપ્રધાન દેવી-દેવતા હતાં. પછી પુનર્જન્મ લેતાં-લેતાં અંતમાં આવીને પતિત
બન્યાં છીએ. હવે ફરી મુજ આત્માએ પાવન બનવાનું છે. તમને ખબર છે - સિંધ માં એક ભીલડી
આવતી હતી, ધ્યાનમાં જતી હતી. દોડીને આવીને મળતી હતી. સમજાવાતું હતું - એનામાં પણ
આત્મા તો છે ને. આત્મા નો હક છે, પોતાનાં બાપ થી વારસો લેવો. એમનાં ઘરવાળા ને કહ્યું
- આને જ્ઞાન ઉઠાવવા દો. બોલ્યાં અમારા સમાજ માં હંગામો થશે. ડર નાં માર્યા એને લઈ
ગયાં. તો તમારી પાસે આવે છે, તમે કોઈને મનાઈ ન કરી શકો. ગવાયેલું છે અબલાઓ, ગણિકાઓ,
ભીલડીઓ, સાધુ વગેરે સૌનો ઉદ્ધાર કરે છે. સાધુ લોકોથી લઈને ભીલડી સુધી.
આપ બાળકો હમણાં યજ્ઞ ની સર્વિસ (સેવા) કરો છો તો આ સર્વિસ થી ખૂબ પ્રાપ્તિ થાય છે.
અનેકો નું કલ્યાણ થઈ જાય છે. દિવસ-પ્રતિદિવસ પ્રદર્શની સર્વિસ ની ખૂબ વૃદ્ધિ થશે.
બાબા બેઝ પણ બનાવડાવતાં રહે છે. ક્યાંય પણ જાઓ તો આનાં પર સમજાવવાનું છે. આ બાપ, આ
દાદા, આ બાપ નો વારસો. હવે બાપ કહે છે- મને યાદ કરો તો તમે પાવન બની જશો. ગીતામાં
પણ છે-મામે્કમ યાદ કરો. ફક્ત એમાં મારું નામ ઉડાવી બાળકોનું નામ આપી દીધું છે.
ભારતવાસીઓ ને પણ આ ખબર નથી કે રાધે-કૃષ્ણ નો આપસમાં શું સંબંધ છે. એમનાં લગ્ન વગેરે
નો ઇતિહાસ કંઈ પણ બતાવતાં નથી. બંને અલગ-અલગ રાજધાની નાં છે. આ વાતો બાપ બેસીને
સમજાવે છે. આ જો સમજી જાય અને કહી દે કે શિવ ભગવાનુવાચ, તો બધાં એમને ભગાડી દે.
કહેશે તમે આ પછી ક્યાંથી શીખ્યાં છો? તે કયા ગુરુ છે? કહે બી.કે. છે તો બધાં ગુસ્સે
થાય. આ ગુરુઓની રાજાઈ જ ચટ થઈ જાય. એવાં અનેક આવે છે. લખીને પણ આપે છે, પછી ગુમ થઈ
જાય છે.
બાપ બાળકોને કોઈપણ તકલીફ નથી આપતાં. ખુબ સહજ યુક્તિ બતાવે છે. કોઈ ને બાળક નથી થતાં
તો ભગવાન ને કહે છે બાળક આપો. પછી મળે છે તો તેમની ખૂબ સારી પરવરિશ કરે છે. ભણાવે
છે. પછી જ્યારે મોટા થશે તો કહેશે હવે પોતાનો ધંધો કરો. બાપ બાળકો ની પરવરિશ કરી
એમને લાયક બનાવે છે તો બાળકો નાં સેવક થયાં ને. આ બાપ તો બાળકોની સેવા કરી સાથે લઈ
જાય છે. એ લૌકિક બાપ સમજશે બાળક મોટો થાય પોતાનાં ધંધામાં લાગી જાય પછી અમે વૃદ્ધ
થશું તો અમારી સેવા કરશે. આ બાપ તો સેવા નથી માંગતાં. આ છે જ નિષ્કામ. લૌકિક બાપ
સમજે છે - જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બાળકો ની ફરજ છે મારી સંભાળ કરવાની. આ
કામના રાખે છે. આ બાપ તો કહે છે હું નિષ્કામ સેવા કરું છું. હું રાજાઈ નથી કરતો.
હું કેટલો નિષ્કામ છું. બીજાં જે કાંઈ પણ કરે છે તો તેનું ફળ તેમને જરુર મળે છે. આ
તો છે જ બધાનાં બાપ. કહે છે હું આપ બાળકોને સ્વર્ગની રાજાઈ આપું છું. તમે કેટલું
ઉંચ પદ પ્રાપ્ત કરો છો. હું તો ફક્ત બ્રહ્માંડનો માલિક છું, એ તો તમે પણ છો પરંતુ
તમે રાજાઈ લો છો અને ગુમાવો છો. હું રાજાઈ નથી લેતો, ન ગુમાવું છું. અમારો ડ્રામા
માં આ પાર્ટ છે. આપ બાળકો સુખ નો વારસો પામવાનો પુરુષાર્થ કરો છો. બાકી બધાં ફક્ત
શાંતિ માંગે છે. તે ગુરુ લોકો કહે છે સુખ કાગ વિષ્ટા સમાન છે એટલે તે શાંતિ જ ઈચ્છે
છે. તે આ નોલેજ ઉઠાવી ન શકે. એમને સુખ ની ખબર જ નથી. બાપ સમજાવે છે શાંતિ અને સુખનો
વારસો આપવા વાળો એક હું જ છું. સતયુગ-ત્રેતા માં ગુરુ હોતાં નથી, ત્યાં રાવણ જ નથી.
એ છે જ ઈશ્વરીય રાજ્ય. આ ડ્રામા બનેલો છે. આ વાતો બીજા કોઈની બુદ્ધિ માં બેસશે નહીં
તો બાળકોએ સારી રીતે ધારણ કરી અને ઉંચ પદ પામવાનું છે. હવે તમે છો સંગમ પર. જાણો છો
નવી દુનિયાની રાજધાની સ્થાપન થઈ રહી છે. તો તમે છો સંગમયુગ પર. બાકી બધાં છે કળયુગ
માં. તેઓ કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દે છે. ઘોર અંધકાર માં છે ને. ગવાયેલું પણ છે
કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલાં પડ્યાં છે. વિજય તો પાંડવો ની ગવાયેલી છે.
તમે છો બ્રાહ્મણ. યજ્ઞ બ્રાહ્મણ જ રચે છે. આ તો છે સૌથી મોટો બેહદ નો મુખ્ય ઈશ્વરીય
રુદ્ર યજ્ઞ. તે હદ નાં યજ્ઞ અનેક પ્રકાર નાં હોય છે. આ રુદ્ર યજ્ઞ એક જ વાર થાય છે.
સતયુગ-ત્રેતા માં પછી કોઈ યજ્ઞ હોતાં નથી કારણ કે ત્યાં કોઈ આપદાઓ વગેરેની વાત નથી.
એ છે બધાં હદનાં યજ્ઞ. આ છે બેહદ નો. આ બેહદ બાપનો રચાયેલો યજ્ઞ છે, જેમાં બેહદની
આહુતિ પડવાની છે. પછી અડધોકલ્પ કોઈ યજ્ઞ નહીં થશે. ત્યાં રાવણ રાજ્ય જ નથી. રાવણ
રાજ્ય શરું થવાથી ફરી આ બધું શરું થાય છે. બેહદ નો યજ્ઞ એક જ વખત થાય છે, આમાં આ આખી
જૂની સૃષ્ટિ સ્વાહા થઇ જાય છે. આ છે બેહદ નો રુદ્ર જ્ઞાન યજ્ઞ. આમાં મુખ્ય છે જ્ઞાન
અને યોગ ની વાત. યોગ અર્થાત્ યાદ. યાદ અક્ષર ખૂબ મીઠો છે. યોગ અક્ષર સાધારણ થઇ ગયો
છે. યોગનો અર્થ કોઈ નથી સમજતાં. તમે સમજાવી શકો છો-યોગ અર્થાત્ બાપ ને યાદ કરવાં.
બાબા તમે તો અમને વારસો આપો છો બેહદ નો. આત્મા વાત કરે છે - બાબા, તમે ફરીથી આવ્યાં
છો. અમે તો તમને ભૂલી ગયાં હતાં. તમે અમને બાદશાહી આપી હતી. હવે ફરી આવીને મળ્યાં
છો. તમારી શ્રીમત પર અમે જરુર ચાલશું. એવી-એવી અંદરમાં પોતાની સાથે વાતો કરવાની હોય
છે. બાબા, તમે તો અમને ખૂબ સારો રસ્તો બતાવો છો. અમે કલ્પ-કલ્પ ભૂલી જઈએ છીએ. હવે
બાપ ફરી અભુલ બનાવે છે એટલે હવે બાપને જ યાદ કરવાનાં છે. યાદ થી જ વારસો મળશે. હું
જ્યારે સન્મુખ આવું છું ત્યારે તમને સમજાવું છું. ત્યાં સુધી ગાતાં રહે છે - તમે
દુઃખહર્તા સુખકર્તા છો. મહિમા ગાએ છે પરંતુ ન આત્માને, ન પરમાત્માને જાણે છે. હમણાં
તમે સમજો છો - આટલી નાની બિંદીમાં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે. આ પણ બાપ સમજાવે છે.
એમને કહેવાય જ છે પરમપિતા પરમાત્મા અર્થાત્ પરમ આત્મા. બાકી કોઈ વિશાળ હજાર સૂર્ય
માફક નથી. હું તો શિક્ષક માફક ભણાવતો રહું છું. કેટલાં બધાં બાળકો છે. આ ક્લાસ તો
જુઓ કેટલો વન્ડરફુલ છે. કોણ-કોણ આમાં ભણે છે? અબળાઓ, કુબ્જાઓ, સાધુ પણ એક દિવસ આવીને
બેસશે. વૃદ્ધો, નાનાં બાળકો વગેરે બધાં બેઠાં છે. આવી સ્કૂલ ક્યારે જોઈ. અહીંયા છે
યાદ ની મહેનત. આ યાદ જ સમય લે છે. યાદનો પુરુષાર્થ કરવો આ પણ જ્ઞાન છે ને. યાદ માટે
પણ જ્ઞાન. ચક્ર સમજાવવા માટે પણ જ્ઞાન. નેચરલ સાચું-સાચું નેચરક્યોર આને કહેવાય છે.
તમારી આત્મા બિલ્કુલ પ્યોર (પવિત્ર) થઈ જાય છે. તે હોય છે શરીર ની ક્યોર. આ છે
આત્માની ક્યોર. આત્મામાં જ ખાદ પડે છે. સાચાં સોનાનાં સાચાં દાગીના હોય છે. હમણાં
અહીંયા બાળકો જાણે છે શિવબાબા સન્મુખ આવેલાં છે. બાળકોએ બાપ ને જરુર યાદ કરવાનાં
છે. આપણે હવે પાછા જવાનું છે. આ પાર થી બીજે પાર જવાનું છે. બાપ ને, વારસા ને અને
ઘર ને પણ યાદ કરો. તે છે સ્વીટ સાઇલેન્સ હોમ. દુઃખ થાય છે અશાંતિ થી, સુખ થાય છે
શાંતિ થી. સતયુગમાં સુખ-શાંતિ-સંપત્તિ બધું જ છે. ત્યાં લડાઈ-ઝઘડા ની વાત જ નથી.
બાળકોને આ જ ફૂરના (ઉમંગ) હોવી જોઈએ - અમારે સતોપ્રધાન, સાચું સોનું બનવાનું છે
ત્યારે જ ઉંચ પદ પામીશું. આ રુહાની ભોજન મળે છે, એને પછી ઉગારવું (વાગોળવું) જોઈએ.
આજે કઈ, કઈ મુખ્ય પોઇન્ટન્સ સાંભળી! આ પણ સમજાવ્યું યાત્રાઓ બે હોય છે - રુહાની અને
શારીરિક. આ રુહાની યાત્રા જ કામ આવશે. ભગવાનુવાચ-મનમનાભવ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ વિનાશ પણ
શુભ કાર્ય માટે છે એટલે ડરવાનું નથી, કલ્યાણકારી બાપ સદા કલ્યાણ નું જ કાર્ય કરાવે
છે, આ સ્મૃતિ થી સદા ખુશી માં રહેવાનું છે.
2. સદા એક જ ફૂરના રાખવાની છે કે સતોપ્રધાન સાચું સોનું બની ઉંચ પદ પામવાનું છે. જે
રુહાની ભોજન મળે છે તેને વાગોળવાનું (ચિંતન કરવાનું) છે.
વરદાન :-
સતસંગ દ્વારા
રુહાની રંગ લગાવવા વાળા સદા હર્ષિત અને ડબલ લાઈટ ભવ
જે બાળકો બાપને દિલનાં
સાચાં સાથી બનાવી લે છે એમને સંગ નો રુહાની રંગ સદા લાગેલો રહે છે. બુદ્ધિ દ્વારા
સત્ બાપ, સત્ શિક્ષક અને સદ્દગુરુ નો સંગ કરવો - એ જ સતસંગ છે. જે આ સતસંગ માં રહે
છે તે સદા હર્ષિત અને ડબલ લાઈટ રહે છે. એમને કોઈ પણ પ્રકારનો બોજ અનુભવ નથી થતો. તે
એવો અનુભવ કરે જેમ ભરપૂર છે, ખુશીઓની ખાણ મારી સાથે છે, જે પણ બાપનું છે તે બધું
પોતાનું થઈ ગયું.
સ્લોગન :-
પોતાનાં મીઠા
બોલ અને ઉમંગ-ઉત્સાહ નાં સહયોગ થી દિલ શિકસ્ત ને શક્તિવાન બનાવો.