06-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ક્રોધ
ખુબજ દુઃખદાયી છે , આ પોતાને પણ દુઃખી કરે તો બીજાને પણ દુઃખી કરે , તેથી શ્રીમત પર
આ ભૂતો પર વિજય પ્રાપ્ત કરો”
પ્રશ્ન :-
કલ્પ-કલ્પ નો ડાઘ કયા બાળકો પર લાગે છે? એમની ગતિ શું થાય છે?
ઉત્તર :-
જે પોતાને ખુબજ હોશિયાર સમજે, શ્રીમત પર પૂરા નથી ચાલતાં. અંદર કોઈને કોઈ વિકાર
ગુપ્ત કે પ્રત્યક્ષ રુપમાં છે, એને કાઢતાં નથી. માયા ઘેરાવો કરતી રહે છે. એવાં બાળકો
પર કલ્પ-કલ્પ નાં ડાઘ લાગી જાય છે. એમને પછી અંતમાં બહુજ પસ્તાવું પડશે. તે પોતાનું
જ નુકસાન કરે છે.
ગીત :-
આજ અંધેરે મેં
હૈં ઇન્સાન…
ઓમ શાંતિ!
બાળકો જાણે છે
કે બેહદનાં બાપ જેને હેવનલી ગોડફાધર કહેવાય છે તે સર્વ નાં બાપ છે. તે બાળકોને
સન્મુખ બેસી સમજાવે છે. બાપ તો બધાં બાળકોને આ નયનો થી જુએ છે. એમને બાળકોને જોવા
માટે દિવ્ય દૃષ્ટિ ની દરકાર (જરુર) નથી. બાપ જાણે છે કે પરમધામ થી બાળકોની પાસે
આવ્યો છું. આ બાળકો પણ અહીં દેહધારી બની પાર્ટ ભજવી રહ્યાં છે, આ બાળકો ને સન્મુખ
બેસી ભણાવું છું. બાળકો પણ જાણે છે બેહદનાં બાપ જે સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે,
તે ફરીથી અમને ભક્તિમાર્ગ નાં ધક્કાઓ થી છોડાવી અમારી જ્યોત જગાવી રહ્યાં છે. બધાં
સેન્ટર્સ નાં બાળકો સમજે છે કે હમણાં અમે ઈશ્વરીય કુળનાં કે બ્રાહ્મણ કુળનાં છીએ.
સૃષ્ટિનાં રચતા કહેવાય છે પરમપિતા પરમાત્મા ને. સૃષ્ટિ કેવી રીતે રચાય છે, તે બાપ
બેસી સમજાવે છે. બાળકો જાણે છે માતા-પિતા વગર ક્યારેય મનુષ્ય સૃષ્ટિ રચાઈ નથી શકતી.
એવું નહીં કહેશો કે પિતા દ્વારા સૃષ્ટિ રચાઈ જાય છે, ના. ગવાય છે તમે માતા-પિતા…. આ
માત-પિતા સૃષ્ટિ રચીને પછી એમને લાયક બનાવે છે. આ મોટી ખૂબી છે. એવું તો નથી ઉપર થી
દેવતાઓ આવીને ધર્મ સ્થાપન કરશે. જેવી રીતે ક્રાઈસ્ટ ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરે
છે. તો ક્રાઈસ્ટ ને પણ ક્રિશ્ચન લોકો ફાધર કહે છે. જો ફાધર છે તો મદદ પણ જરુર જોઈએ.
એમણે મધર રાખ્યા છે “મેરી” ને. હવે મેરી કોણ હતી? ક્રાઈસ્ટ નાં નવાં આત્માએ આવીને
તનમાં પ્રવેશ કર્યો તો જેમાં પ્રવેશ કર્યો, એમનાં મુખેથી પ્રજા રચી. તે થઈ ગયા
ક્રિશ્ચન. આ પણ સમજાવાયું છે કે નવો આત્મા જે ઉપરથી આવે છે, એમનું એવું કોઈ કર્મ નથી
જે દુઃખ ભોગવે. પવિત્ર આત્મા આવે છે. જેવી રીતે પરમપિતા પરમાત્મા ક્યારેય દુઃખ નથી
ભોગવી શકતાં. દુઃખ અથવા ગાળો વગેરે બધું આ સાકરને આપે છે. તો ક્રાઈસ્ટ ને પણ જ્યારે
ક્રોસ પર ચઢાવ્યા તો જરુર જે તનમાં ક્રાઈસ્ટનાં આત્માએ પ્રવેશ કર્યો એમણે જ આ દુઃખ
સહન કર્યું. ક્રાઈસ્ટની પ્યોર સોલ (પવિત્ર આત્મા) તો દુઃખ નથી સહન કરી શકતી. તો
ક્રાઈસ્ટ થયા ફાધર. માં ક્યાંથી લાવે! પછી મેરી ને મધર બનાવી દીધી છે. દેખાડે છે કે
મેરી કુમારી હતી એનાથી ક્રાઈસ્ટ પેદા થયો. આ બધું શાસ્ત્રો થી ઉઠાવ્યું છે. દેખાડ્યું
છે ને કુંતી કન્યા હતી એનાથી કર્ણ પેદા થયો. હવે આ દિવ્ય દૃષ્ટિ ની વાત છે. પરંતુ
એમણે પછી કોપી કરી છે. તો જેવી રીતે આ બ્રહ્મા મધર છે. મુખ દ્વારા બાળકો પેદા કરી
પછી સંભાળવા માટે મમ્મા ને આપ્યું. તો ક્રાઇસ્ટ નું પણ એવું છે. ક્રાઈસ્ટે પણ
પ્રવેશ કરી ધર્મની સ્થાપના કરી. એમને કહીશું ક્રાઈસ્ટ ની મુખ્ય વંશાવલી ભાઈ અને
બહેન. ક્રિશ્ચન નાં પ્રજાપિતા થઈ ગયાં ક્રાઈસ્ટ. જેમનામાં પ્રવેશ કરી બાળકો પેદા
કર્યા તે તો થઈ ગઈ માતા. પછી સંભાળવા માટે આપ્યું મેરી ને, એમણે મેરીને મધર સમજી
લીધાં છે. અહીં તો બાપ કહે છે કે હું એનામાં પ્રવેશ કરી મુખ સંતાન રચું છું. તો એમાં
આ મમ્મા પણ મુખ સંતાન થયાં. આ છે વિસ્તાર માં સમજવાની વાતો.
બીજી વાત-બાપ સમજાવે
છે આજે એક પાર્ટી આબુમાં આવવાની છે-વેજિટેરિયન (શાકાહારી) નો પ્રચાર કરવા. તો એમને
સમજાવવાનું છે કે બેહદનાં બાપ હમણાં દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે જે
પાક્કા વેજિટેરિયન હતા. બીજા કોઈ પણ ધર્મ આટલાં વેજીટેરિયન હોતા નથી. હવે આ સંભળાવશે
કે વૈષ્ણવ બનવામાં કેટલા ફાયદા છે. પરંતું બધાં તો બની નથી શકતાં કારણ કે બહુજ આદત
પડી ગઈ છે. છોડવું ખુબ મુશ્કેલ છે. પરંતુ આનાં પર સમજાવાનું છે કે બેહદનાં બાપે જે
હેવન સ્થાપન કર્યું છે એમાં બધાંં વૈષ્ણવ અર્થાત્ વિષ્ણુની વંશાવલી હતી. દેવતાઓ
બિલકુલ વાઇસલેસ (નિર્વિકારી) હતાઁ. આજકાલનાં વેજીટેરિયન તો વિશશ (વિકારી) છે.
ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત હેવન હતું. તો એવું-એવું સમજાવવાનું છે. આપ
બાળકો વગર એવો કોઈ મનુષ્ય નથી જેમને ખબર હોય કે સ્વર્ગ શું વસ્તુ છે? ક્યારે સ્થાપન
થયું? ત્યાં કોણ રાજ્ય કરતાં હતાં? લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં ભલે જાય છે. બાબા
પણ જતા હતાં પરંતુ આ નહોતાં જાણતા કે સ્વર્ગમાં એમની રાજધાની હોય છે. ફક્ત મહિમા
ગાય છે પરંતુ એમને કોણે રાજ્ય આપ્યું, કંઈ પણ ખબર નથી. હમણાં સુધી બહુજ મંદિરો બનાવે
છે કારણ કે સમજે છે લક્ષ્મીએ ધન આપ્યું છે તેથી દિવાળી પર વેપારી લોકો લક્ષ્મી ની
પૂજા કરે છે. આ મંદિર બનાવવા વાળાને પણ સમજાવવું જોઈએ. જેવી રીતે વિદેશીઓ આવે છે તો
એમને ભારતની મહિમા બતાવવી જોઈએ કે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત એવું
વેજીટેરિયન હતું, એવું કોઈ હોઈ નથી શકતું. એમનામાં બહુજ તાકાત હતી. ગોડ-ગોડેઝ નું
રાજ્ય કહેવાય છે. હમણાં તે જ રાજ્ય ફરીથી સ્થાપન થઈ રહ્યું છે. આ તે જ સમય છે. શંકર
દ્વારા વિનાશ પણ ગવાયું છે, પછી વિષ્ણુનું રાજ્ય હશે. બાપ દ્વારા સ્વર્ગનો વારસો
લેવાનો હોય તો આવીને લઈ શકો છો. રમેશ ઉષા બંને ને સર્વિસ નો ખુબ શોખ છે. આ વન્ડરફુલ
જોડી છે, બહુજ સર્વિસેબલ છે. જુઓ નવા-નવા આવે છે તો જુનાઓથી પણ આગળ ચાલ્યા જાય છે.
બાબા યુક્તિઓ બહુજ બતાવે છે, પરંતુ કોઈને કોઈ વિકાર નો નશો છે તો માયા ઉછળવા નથી
દેતી. કોઈમાં કામ નો થોડો અંશ છે, ક્રોધ તો ઘણામાં છે. પરિપૂર્ણ કોઈ બન્યું નથી. બની
રહ્યાં છે. માયા પણ અંદર કાપતી રહે છે. જ્યારથી રાવણ રાજ્ય આરંભ થયું છે ત્યારથી એ
ઉંદરોએ કાપવાનું શરુ કર્યું છે. હમણાં તો ભારત બિલકુલ જ કંગાળ થઈ ગયો છે. માયાએ
બધાની પથ્થરબુદ્ધિ બનાવી દીધી છે. સારા-સારા બાળકોને પણ માયા એવું ઘેરે છે જે એમને
ખબર નથી પડતી કે અમારા પગલાં પાછળ કેવી રીતે જઈ રહ્યાં છે. પછી સંજીવની બુટ્ટી
સુંઘાડીને હોશમાં લાવે છે. ક્રોધ પણ દુઃખદાયી છે. પોતાને પણ દુઃખી કરે, બીજાઓને પણ
દુઃખી કરે છે. કોઈમાં ગુપ્ત છે, કોઈમાં પ્રત્યક્ષ. કેટલું પણ સમજાવો, સમજતાં નથી.
હમણાં પોતાને ખુબ હોશિયાર સમજે છે. પાછળથી બહુજ પસ્તાવું પડશે. કલ્પ-કલ્પ નાં ડાઘ
લાગી જશે. શ્રીમત પર ચાલે તો ફાયદો પણ ઘણો છે. નહીં તો નુકસાન પણ ઘણું છે. મત બંનેની
પ્રસિદ્ધછે. શ્રીમત અને બ્રહ્માની મત. કહે છે કે બ્રહ્મા પણ ઉતરી આવ્યા તો પણ નહીં
માનીશું.…. શ્રીકૃષ્ણનું નામ નથી લેતા. હવે તો પરમપિતા પરમાત્મા સ્વયં પોતે મત આપે
છે. બ્રહ્માને પણ એમનાથી જ મત મળે છે. બાપ ને બાળકો પર બહુજ પ્રેમ હોય છે. બાળકોને
માથા પર ચડાવે છે. બાપ નું લક્ષ હોય છે કે બાળકો ઊંચા ચઢે તો કુળ નું નામ રોશન કરશે.
પરંતુ બાળકો ન બાપ ની માને, ન દાદા ની માને તો એટલે મોટી મા ની પણ નથી માનતાં. એમનાં
શું હાલ થશે! વાત નહીં પૂછો. બાકી સર્વિસેબલ બાળકો તો બાપદાદા નાં દિલ પર ચઢે છે.
તો એમની બાબા પોતે મહિમા કરે છે. તો એમને સમજાવવાનું છે કે આ જ ભારતમાં વિષ્ણુનાં
વંશજ નું રાજ્ય હતું જે ફરી સ્થાપન થઈ રહ્યું છે. હમણાં બાબા ફરી એ જ ભારતને
વિષ્ણુપુરી બનાવી રહ્યાં છે.
તમને ખુબજ નશો હોવો
જોઈએ. તે લોકો તો મફત પોતાનું નામ કાઢવા માટે માથું મારી રહ્યાં છે. ખર્ચા તો
ગવર્મેન્ટ થી મળી જાય છે. સન્યાસીઓને તો બહુજ પૈસા મળે છે. હમણાં પણ કહે છે કે
ભારતનો પ્રાચીન યોગ શીખવાડવા જાય છે તો ઝટ પૈસા આપશે. બાબાને તો કોઈ નાં પૈસાની
દરકાર નથી. આ પોતે આખી દુનિયાને મદદ કરવા વાળા ભોળા ભંડારી છે, મદદ મળે છે બાળકોની.
હિંમતે બાળકો મદદે બાપ. જ્યારે કોઈ બહારથી આવે છે તો આદત પડી છે, સમજે છે આશ્રમ માં
કંઈક આપીએ. પરંતુ તમારે બોલવાનું છે કે કેમ આપો છો? જ્ઞાન તો કંઈ સાંભળ્યું નથી.
કંઈ ખબર નથી. અમે બીજ વાવીએ છીએ સ્વર્ગમાં ફળ મળે છે, આ ખબર પણ ત્યારે થાય જ્યારે
જ્ઞાન સાંભળો. એવા આવવા વાળા કરોડો આવશે. આ સારું છે જે બાબા ગુપ્ત રુપમાં આવ્યાં
છે. શ્રીકૃષ્ણનાં રુપમાં આવે તો રેતી ની જેમ ભેગા થઈ જાય, એકદમ ચીટકી પડે, કોઈ ઘર
માં બેસી ન શકે. તમે ઈશ્વરીય સંતાન છો. આ ભૂલો નહીં. બાપનાં તો દિલ માં રહે છે કે
બાળકો પૂરો વારસો લઈ લે. સ્વર્ગમાં તો અનેક આવશે પરંતુ હિંમત કરી ઊંચ પદ પામવું, તે
કોટોમાં કોઈ નીકળશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
રાત્રિ ક્લાસ ૧૫ - ૬
- ૬૮
ભૂતકાળ જે થઈ ગયું છે
એને રિવાઇઝ કરવાથી જેમનું કમજોર દિલ છે તેઓ એમને દિલની કમજોરી પણ રિવાઈસ થઈ જાય છે
તેથી બાળકોને ડ્રામાનાં પાટા પર ઉભા કરાવાય છે. મુખ્ય ફાયદો છે જ યાદ થી. યાદથી જ
આયુષ્ય વધારે થાય છે. ડ્રામા ને બાળકો સમજી જાય તો ક્યારેય વિચાર ન થાય. ડ્રામામાં
આ સમયે જ્ઞાન શીખવા અને શીખવાડવાનું ચાલી રહ્યું છે. પછી પાર્ટ બંધ થઈ જશે. ન બાપ
નો, ન આપણો પાર્ટ રહેશે. ન એમને આપવાનો પાર્ટ, ન આપણો લેવાનો પાર્ટ હશે. તો એક થઈ
જશે ને. આપણો પાર્ટ નવી દુનિયામાં થઈ જશે. બાબાનો પાર્ટ શાંતિધામ માં હશે. પાર્ટ ની
રીલ ભરેલી છે ને આપણાં પ્રાલબ્ધ નો પાર્ટ, બાબા નો શાંતિધામ નો પાર્ટ. આપવાનો અને
લેવાનો પાર્ટ પૂરો થયો, ડ્રામા જ પૂરો થયો. પછી આપણે રાજ્ય કરવા આવીશું, તે પાર્ટ
પણ બદલાઈ જશે. જ્ઞાન સ્ટોપ (બંધ) થઈ જશે. આપણે તે બની જઈશું. પાર્ટ જ પૂરો તો બાકી
ફરક નહીં રહેશે. બાળકોની સાથે બાપનો પણ પાર્ટ નહીં રહેશે. બાળકો જ્ઞાન ને પુરું લઈ
લે છે. તો એમની પાસે કંઈ રહેતું જ નથી. ન આપવા વાળા ની પાસે રહેતું, ન લેવા વાળા
માં ખામી રહેતી તો બંને એકબીજા નાં સમાન થઈ ગયાં. એમાં વિચાર સાગર મંથન કરવાની
બુદ્ધિ જોઈએ. ખાસ પુરુષાર્થ છે યાદની યાત્રા નો. બાપ બેસી સમજાવે છે. સંભળાવવામાં
તો મોટી વાત થઈ જાય છે, બુદ્ધિમાં તો સૂક્ષ્મ છે ને. અંદરમાં જાણે છે કે શિવબાબા
નું રુપ શું છે. સમજાવવામાં મોટું રુપ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં મોટા લિંગ બનાવી
દે છે. આત્મા છે તો નાનો ને. આ છે કુદરત. ત્યાં સુધી અંત પામશો. પછી અંત માં બેઅંત
કહી દે છે. બાબાએ સમજાવ્યું છે કે બધો પાર્ટ આત્મામાં ભરેલો છે. આ કુદરત છે. અંત
પામી નથી શકતાં. સૃષ્ટિ ચક્ર નો અંત તો પામે છે. રચયિતા અને રચના નાં આદિ મધ્ય અંત
ને તમે જ જાણો છો. બાબા નોલેજફુલ છે. તો પણ આપણે ફુલ બની જઈશું, પામવા માટે કંઈ
રહેશે નહીં. બાપ આમાં પ્રવેશ કરી ભણાવે છે. તે છે બિંદી. આત્માનો કે પરમાત્મા નો
સાક્ષાત્કાર થવાથી ખુશી થોડી થાય છે. મહેનત કરી બાપ ને યાદ કરવાનાં છે તો વિકર્મ
વિનાશ થશે. બાપ કહે છે મારામાં જ્ઞાન બંધ થઈ જશે તો તમારામાં પણ બંધ થઈ જશે. નોલેજ
લઈ ઊંચ બની જાઓ છો. બધું જ લઈ લે છે તો પણ બાપ તો બાપ છે ને. તમે આત્માઓ આત્મા જ
રહેશો, બાપ થઈને તો નહીં રહેશો. આ તો જ્ઞાન છે. બાપ બાપ છે, બાળકો બાળકો છે આ બધી
વિચાર સાગર મંથન કરી ડીપ (ઊંડાણ) માં જવાની વાતો છે. આ પણ જાણે છે જવાનું તો બધાને
છે. બધાં ચાલ્યા જવા વાળા છે. બાકી આત્મા જઈને રહેશે. આખી દુનિયા જ ખલાસ થવાની છે,
એમાં નીડર રહેવાનું હોય છે. પુરુષાર્થ કરવાનો છે નીડર થઈને રહેવાનો. શરીર વગેરે નું
કોઈ પણ ભાન ન આવે, એવી અવસ્થા માં જવાનું છે. બાપ આપ સમાન બનાવે છે, તમે બાળકો પણ
આપ સમાન બનાવતા રહો છો. એક બાપની જ યાદ રહે એવો પુરુષાર્થ કરવાનો છે. હમણાં સમય છે.
આ રિહર્સલ તીવ્ર કરવો પડે. પ્રેક્ટિસ નહીં હોય તો ઉભાં રહી જશો. પગ થથરવા લાગશે અને
હાર્ટફેલ અચાનક થતું રહેશે. તમોપ્રધાન શરીરને હાર્ટ ફેલ થવામાં વાર થોડી લાગે છે.
જેટલાં અશરીરી થતા જશો, બાપ ને યાદ કરતા રહેશો તો નજીક આવતા જશો. યોગવાળા જ નીડર
રહેશે. યોગ થી શક્તિ મળે છે. જ્ઞાન થી ધન મળે છે. બાળકોને જોઈએ શક્તિ. તો શક્તિ
પામવા માટે બાપ ને યાદ કરતાં રહો. બાબા છે અવિનાશી સર્જન. એ ક્યારેય પેશન્ટ (દર્દી)
બની ન શકે. હમણાં બાપ કહે છે તમે પોતાની અવિનાશી દવા કરતા રહો. હું એવી સંજીવની
બુટ્ટી આપું છું જે ક્યારેય કોઈ બીમાર ન પડે. ફક્ત પતિત-પાવન બાપ ને યાદ કરતાં રહો
તો પાવન બની જશો. દેવતાઓ સદૈવ નિરોગી પાવન છે ને. બાળકો ને આ તો નિશ્ચય થઈ ગયો છે
અમે કલ્પ-કલ્પ વારસો લઈએ છીએ. અગણિત વાર બાપ આવ્યાં છે, જેવી રીતે હમણાં આવ્યા છે.
બાબા જે શીખવાડે, સમજાવે છે તે જ રાજ્યોગ છે. તે ગીતા વગેરે બધું ભક્તિમાર્ગ નું
છે. આ જ્ઞાન માર્ગ બાપ જ બતાવે છે. બાપ જ આવીને નીચે થી ઉપર ઉઠાવે છે. જે પાક્કા
નિશ્ચય બુદ્ધિ છે તે જ માળાના દાણા બને છે. બાળકો સમજે છે ભક્તિ કરતાં-કરતાં અમે
નીચે પડતા આવ્યાં છીએ. હમણાં બાપ આવીને સાચી કમાણી કરાવે છે. લૌકિક બાપ એટલી કમાણી
નથી કરાવતા જેટલી પારલૌકિક બાપ કરાવે છે. અચ્છા - બાળકોને ગુડ નાઈટ અને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસેબલ
બનવા માટે વિકારો નાં અંશ ને પણ સમાપ્ત કરવાનો છે. સેવા પ્રતિ ઉછળતા રહેવાનું છે.
2. અમે ઈશ્વરીય સંતાન
છીએ, શ્રીમત પર ભારતને વિષ્ણુ પુરી બનાવી રહ્યાં છીએ, જ્યાં બધાં પાક્કા વૈષ્ણવ હશે….
આ નશામાં રહેવાનું છે.
વરદાન :-
દુઃખ નાં ચક્રો
થી સદા મુક્ત રહેવાં અને બધાને મુક્ત કરવા વાળા સ્વદર્શન ચક્રધારી ભવ
જે બાળકો
કર્મેન્દ્રિયો ને વશ થઈને રહે છે કે આજે આંખે, મુખે (મોઢામાં) કે દૃષ્ટિએ દગો આપી
દીધો, તો દગો ખાવો અર્થાત્ દુઃખની અનુભૂતિ થવી. દુનિયા વાળા કહે છે - ઇચ્છતા નહોતાં
પરંતુ ચક્કર માં આવી ગયાં. પરંતુ જે સ્વદર્શન ચક્રધારી બાળકો છે તે ક્યારેય કોઈ
ધોખામાં ચક્કર માં નથી આવતાં. તે તો દુઃખ નાં ચક્કરો થી મુક્ત રહેતા અને બધાને
મુક્ત કરવા વાળા, માલિક બની સર્વ કર્મેન્દ્રિયો થી કર્મ કરાવવા વાળા છે.
સ્લોગન :-
અકાલ તખ્તનશીન
બની પોતાની શ્રેષ્ઠ શાન માં રહો તો ક્યારેય પરેશાન નહીં થશો.