06-04-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હવે પાછું ઘરે જવાનું છે , એટલે દેહ - ભાન ને ભૂલી પોતાને અશરીરી આત્મા સમજો , સૌથી મમત્વ્ છોડી દો

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો બાપ થી કઈ અક્કલ શીખો છો?

ઉત્તર :-
તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ, પોતાની તકદીર ઊંચી કેવી રીતે બનાવીએ, આ અક્કલ હમણાં જ તમે શીખો છો. જે જેટલાં યોગયુક્ત અને જ્ઞાનયુક્ત બને છે, એટલી એમની ઉન્નતિ થતી રહે છે. ઉન્નતિ કરવાવાળા બાળકો ક્યારેય પણ છુપાઈ નથી શકતાં. બાપ દરેક બાળકની એક્ટ (કર્મ) થી સમજે છે કે કોણ બાળક પોતાની ઊંચી તકદીર બનાવી રહ્યા છે.

ગીત :-
મરના તેરી ગલી મેં

ઓમ શાંતિ!
બધાં બાળકોએ આ ગીત સાંભળ્યું. બાળકો કહેવાથી બધાં સેવાકેન્દ્રોનાં બાળકો જાણી જાય છે કે બાબા આપણાં બ્રાહ્મણોનાં માટે કહે છે કે બાળકો આ ગીત સાંભળ્યું - જીવતે જીવ ગળાનો હાર બનવાનાં માટે અર્થાત્ મૂળવતન માં જઈ બાબાનાં ઘર માં રહેવા માટે. તે શિવબાબા નું ઘર છે ને, જેમાં બધા સાલિગ્રામ રહે છે. બાળકો, બ્રાહ્મણ કુળભૂષણ, સ્વદર્શન ચક્રધારી જાણે છે કે બરાબર એ જ બાબા આવેલાં છે. કહે છે - હમણાં જ તમારે અશરીરી બનવાનું છે અર્થાત્ દેહનાં ભાન ને ભૂલવાનું છે. આ જૂની દુનિયા તો ખલાસ થઈ જશે. આ શરીર ને તો છોડવાનું છે અર્થાત્ બધાએ છોડવાનું છે કારણ કે આ દુનિયા જ ખતમ થવાની છે. તો હવે જવાનું છે પાછાં ઘરે. બધાં બાળકોને હવે ખુશી થાય છે કારણ કે અડધોકલ્પ ઘરે જવાનાં માટે ખૂબ ધક્કા ખાધાં છે. પરંતુ રસ્તો મળ્યો નહીં! ખૂબ જ ભક્તિમાર્ગ નો દેખાડો જોઈ મનુષ્ય ફસાઈ જાય છે. આ છે ભક્તિમાર્ગ નું દલદલ જેમાં મનુષ્ય માત્ર ગળા સુધી ફસાઈ ગયાં છે. હવે બાળકો કહે છે - બાબા અમે જૂની દુનિયા, જૂના શરીરને ભૂલીએ છીએ. હવે તમારી સાથે અશરીરી બની ઘરે જઈશું. બધાની બુદ્ધિ માં છે પરમપિતા પરમાત્મા પરમધામ થી આવ્યાં છે, અમને લઈ જવા માટે. ફક્ત કહે છે તમે પવિત્ર બની મને યાદ કરો. જીવતે જીવ મરવાનું છે. તમે જાણો છો ત્યાં ઘરમાં આત્માઓ રહે છે. તે પણ આત્મા તો બિંદી છે. નિરાકારી દુનિયામાં બધી આત્માઓ ચાલી જશે, જેટલાં મનુષ્ય છે એટલી આત્માઓ ત્યાં હશે. આત્માઓ એ મહતત્વ ની કેટલી જગ્યા લે છે. શરીર તો આટલું મોટું છે, કેટલી જગ્યા લે છે? બાકી આત્મા ને કેટલી જગ્યા જોઈએ! આપણે આત્માઓ કેટલી નાની જગ્યા લઈશું? બહુજ થોડી. બાળકોને આ બધી વાતો બાપ દ્વારા સાંભળવાનું સૌભાગ્ય હમણાં મળે છે. બાપ જ બતાવે છે કે તમે નગ્ન (વગર શરીર નાં) આવ્યાં હતાં પછી શરીર ધારણ કરી પાર્ટ ભજવ્યો, હવે ફરી જીવતે જીવ મરવાનું છે, બધાને ભૂલવાનું છે. બાપ આવીને મરવાનું શીખવાડે છે. કહે છે પોતાનાં બાપ ને, પોતાનાં ઘરને યાદ કરો. ખૂબ પુરુષાર્થ કરો. યોગમાં રહેવાથી પાપ નાશ થશે. પછી આત્મા તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશે એટલે બાપ સલાહ આપે છે - કલ્પ પહેલાં પણ કહ્યું હતું કે દેહ નાં સર્વ સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. સર્વનાં એક બાપ તો એ છે ને. તમે પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી બાળકો છો, જે જ્ઞાન મેળવતાં રહો છો. શિવ નાં બાળકો તો છો જ. આ તો બધાને નિશ્ચય છે - અમે ભગવાન નાં બાળકો છીએ. પરંતુ એમનું નામ, રુપ, દેશ, કાળ ને ભૂલવાનાં કારણે, ભગવાન થી કોઈનો પણ એટલો પ્રેમ નથી રહેતો. કોઈને દોષ આપતાં નથી. આ પણ ડ્રામા માં નોંધ છે.

બાપ સમજાવે છે કે આપ આત્મા કેટલી નાની બિંદી છો, એમાં ૮૪ જન્મોનો પાર્ટ નોંધાયેલો છે. કેટલું વન્ડર (અદ્દભુત) છે. આત્મા કેવી રીતે શરીર લઈને પાર્ટ ભજવે છે. હમણાં તમને બેહદનાં પાર્ટ ની ખબર પડી છે. આ જ્ઞાન બીજા કોઈને નથી. તમે પણ દેહ-અભિમાની હતાં. હમણાં કેટલો પલટો ખાધો છે. તે પણ દરેક ની તકદીર પર છે. કલ્પ પહેલા વાળી તકદીર નો હવે સાક્ષાત્કાર થઈ રહ્યો છે. દુનિયામાં કેટલાં અસંખ્ય મનુષ્ય છે, દરેક ની પોતાની તકદીર છે. જેવા-જેવા જેમણે કર્મ કર્યા છે એ અનુસાર દુઃખી, સુખી, સાહૂકાર, ગરીબ બને છે. બને આત્મા છે. આત્મા કેવી રીતે સુખ માં આવે છે, પછી દુઃખમાં આવે છે, આ બાપ બેસી સમજાવે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની અક્કલ બાપ જ શીખવાડે છે કલ્પ પહેલાં માફક. જેટલી જેમણે અક્કલ પામી છે એટલી જ હવે પામી રહ્યાં છે. અંત સુધી દરેક ની તકદીર ને સમજી જશે. પછી કહેશે કલ્પ-કલ્પ એવી જ દરેક ની તકદીર રહેશે. જે સારા યોગયુક્ત, જ્ઞાનયુક્ત હશે - તે સર્વિસ પણ કરતાં રહેશે. ભણતર માં સદૈવ ઉન્નતિ થતી રહે છે. કોઈ બાળકો જલ્દી ઉન્નતી ને પામી લે છે, કોઈ ખૂબ માથું ખપાવે છે. અહીંયા પણ એવું છે. કલ્પ પહેલા માફક જે-જે ઉન્નતિ કરે છે, તે છૂપા નથી રહી શકતાં. બાપ તો જાણે છે ને - બધાનું કનેક્શન શિવબાબા થી છે. આ પણ બાળકો ની એક્ટ જોતા સમજી જાય છે, તો તે પણ જુએ છે. આમનાથી ભલે કોઇ છુપાવે પરંતુ શિવબાબા થી તો છુપાવી શકશે નહીં. ભક્તિમાર્ગ માં જ પરમાત્મા થી નથી છુપાવી શકતાં તો જ્ઞાનમાર્ગ માં કેવી રીતે છુપાવી શકે. બાપ સમજાવતાં રહે છે, ભણતર તો ખૂબ સહજ છે. કર્મ પણ કરવાનું છે. રહેવાનું પણ મિત્ર સંબંધીઓનાં પાસે જૂની દુનિયામાં છે. ત્યાં રહીને મહેનત કરવાની છે. અહીંયા રહીને પુરુષાર્થ કરવા વાળાથી ત્યાં ઘરમાં રહી પુરુષાર્થ કરવા વાળા આગળ થઈ જાય છે. જો એવી લગન છે તો. શાસ્ત્રો માં અર્જુન અને ભીલ નું દૃષ્ટાંત છે ને. ભલે ભીલ બાહર નો રહેવા વાળા હતો પરંતુ અભ્યાસ થી તે અર્જુન થી પણ તીર ચલાવવામાં હોશિયાર થઈ ગયો. તો ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળફૂલ સમાન રહેવાનું છે. આ પણ તમે દૃષ્ટાંત જોશો. ગૃહસ્થ વ્યવહાર માં રહી ખૂબ સારી સર્વિસ કરી શકે છે. તે વધારે વૃદ્ધિને પામતાં રહેશે. અહીંયા રહેવા વાળાને પણ માયા છોડતી નથી. એવું નથી કે બાબાની પાસે આવવાથી છૂટી જાય છે. ના, દરેક નો પોત-પોતાનો પુરુષાર્થ છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેવા વાળા અહીંયા રહેવાથી સારો પુરુષાર્થ કરી શકે છે. ખૂબ સારી બહાદુરી દેખાડી શકે છે, એમને જ મહાવીર કહેવાય છે, જે ગૃહસ્થ વ્યવહાર માં રહીને કમળફૂલ સમાન બની ને દેખાડે. કહેશે કે બાબા તમે તો છોડ્યો છે. બાબા કહે - મેં ક્યાં છોડ્યો છે, મને જ છોડીને ગયાં છે. બાબા તો કોઈને પણ છોડીને આવ્યાં નથી. ઘરમાં બહુજ બાળકો આવી ગયાં. બાકી કન્યાઓનાં માટે તો બાબા કહે છે કે તમે આ ઈશ્વરીય સર્વિસ કરો. આ પણ બાબા છે, એ પણ બાબા છે. કુમાર પણ ખૂબ આવ્યાં પરંતુ ચાલી ન શક્યાં. કન્યાઓ તો પણ સારી છે. કન્યા ૧૦૦ બ્રાહ્મણો થી ઉત્તમ ગણાય છે. તો કન્યા તે જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે, જ્ઞાન નાં બાણ મારે. બાકી જે ગૃહસ્થમાં રહે તે પણ બી.કે. થયાં. આગળ જતાં એમનાં પણ બંધન ખલાસ થઈ જશે. સર્વિસ તો કરવાની છે ને. ઘણાં સર્વિસ કરવા વાળા બાળકો બાપદાદા નાં દિલ પર ચઢેલાં છે, જે હજારોનું કલ્યાણ કરી રહ્યાં છે. તો એવા સર્વિસએબલ બાળકો પર આશીર્વાદ પણ થતાં રહેશે. જે દિલ પર ચઢેલા હશે. જે દિલ પર છે એજ તખ્ત પર બેસશે. બાબા કહે આપસમાં મળીને યુક્તિ રચતાં રહો, બધાને માર્ગ દેખાડવાની. ચિત્ર પણ બનતા રહે છે. આ બધી પ્રેક્ટિકલ વાતો છે.

હમણાં તમે સમજાવો છો કે પરમપિતા પરમાત્મા નિરાકાર છે, એ પણ બિંદી છે. પરંતુ તે નોલેજફુલ, પતિત-પાવન છે. આત્મા પણ બિંદી છે. બાળક છતાં પણ નાનાં હોય છે. બાપ અને બાળકો માં ફર્ક તો હોય છે ને. આજકાલ તો ૧૫-૧૬ વર્ષ વાળા પણ બાપ બની જાય છે. તો પણ બાળકો એમનાથી નાનાં જ થયાં ને. અહીંયા વન્ડર જોવો - બાપ પણ આત્મા, બાળકો પણ આત્મા. એ છે સુપ્રીમ આત્મા, નોલેજફુલ. બાકી બધાં પોતાનાં ભણતર અનુસાર નીચ કે ઊંચ પદ પામે છે. બધો આધાર છે ભણતર પર. સારા કર્મ કરવાથી ઊંચ પદ પામી લે છે. હમણાં આપ બાળકો ને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. સ્વર્ગ માં ફક્ત ભારત જ હતું બીજો કોઈ ખંડ નહોતો. તો નાના નવાં ભારત માં પોતાનું સ્વર્ગ દેખાડો. જેમ દ્વારિકા નામ નહીં, લક્ષ્મી-નારાયણ નાં કુળ નું રાજ્ય લખવું જોઈએ. બુદ્ધિ પણ કહે છે સતયુગમાં પહેલા દૈવીકુળ નું રાજ્ય હશે. એમનાં ગામ હશે. નાના-નાના વિસ્તાર હશે. આ પણ વિચાર સાગર મંથન કરવાનું છે. સાથે-સાથે શિવબાબા થી બુદ્ધિનો યોગ પણ લગાવવાનો છે. આપણે યાદ થી જ બાદશાહી લઈએ છીએ. યાદ થી જ કટ ઉતરવાની છે, આમાં જ બધી મહેનત છે. ઘણાની બુદ્ધિ બહાર ધક્કા ખાતી રહે છે, અહીંયા બેઠા પણ પૂરો સમય યાદમાં નથી રહી શકતાં, બુદ્ધિ બીજી તરફ ચાલી જશે. ભક્તિમાર્ગ માં પણ એવું હોય છે. શ્રીકૃષ્ણની ભક્તિ કરતાં-કરતાં બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે. નૌધા ભક્તિ વાળા દીદાર માટે ખૂબ મહેનત કરે છે. કેટલાં કલાક બેસી જાય છે કે કૃષ્ણ નાં સિવાય બીજું કોઈ યાદ ન આવે, ખૂબ મહેનત છે. આમાં ૮ ની અને પછી ૧૬,૧૦૮ ની માળા થાય છે. તે તો લાખો ની માળા પણ દેખાડે છે. પરંતુ જ્ઞાનમાર્ગ ની માળા ખૂબ કિંમતી છે. ભક્તિમાર્ગ ની સસ્તી છે કારણ કે એમાં રુહાની મહેનત છે. કૃષ્ણને જોઈ ખુશ થઈ ડાન્સ કરે છે. ભક્તિ અને જ્ઞાન માં રાત દિવસનો ફર્ક છે, તમને આ સમજાવાતું નથી કે કૃષ્ણને યાદ કરવાથી કટ નીકળશે. અહીંયા તો સમજાવાય છે કે જેટલું બાપ ને યાદ કરશો એટલાં પાપ નષ્ટ થશે.

આપ બાળકો હમણાં યોગબળ થી વિશ્વનાં માલિક બનો છો. આ કોઈને સ્વપ્નમાં પણ વિચાર નહીં હોય. લક્ષ્મી-નારાયણે કોઈ લડાઈ વગેરે નથી કરી. વિશ્વનાં માલિક પછી કેવી રીતે બન્યાં? આ તો આપ બાળકો જ જાણો છો. બાપ કહે છે યોગબળ થી તમને રાજાઈ મળશે. પરંતુ તકદીરમાં નથી તો તદબીર પણ કરતાં નથી. સેવાધારી બનતાં નથી. બાબા તો ડાયરેક્શન આપતા રહે છે કે આવી-આવી પ્રદર્શની કરો. ઓછામાં ઓછી ૧૫૦-૨૦૦ પ્રદર્શનીઓ એક દિવસમાં થઇ જાય. ગામ-ગામમાં ચક્ર લગાવો. જેટલાં સેવાકેન્દ્રો, એટલી પ્રદર્શનીઓ. એક-એક સેવાકેન્દ્ર પર પ્રદર્શની થવાથી સમજાવવામાં સહજ થઈ જશે. સેવાકેન્દ્રો પણ દિવસ પ્રતિદિવસ મોટા થતાં જશે જે ચિત્ર વગેરે પણ રાખી શકે. ચિત્રોની પણ ઇન્વેન્શન (શોધ) નીકળતી રહે છે. વૈકુંઠ નાં ચિત્રો, સુંદર મહેલો વગેરે ભારતનાં બનાવવાં જોઈએ. આગળ ચાલી સમજાવવા માટે સારા-સારા ચિત્ર નીકળતાં જશે. વાનપ્રસ્થ અવસ્થા વાળા હરતાં-ફરતાં પણ સર્વિસ કરતાં રહે, જેમનું ભાગ્ય ઉદય થશે તે નીકળશે. ઘણાં બાળકો કુકર્મ કરી પોતાની આબરું ગુમાવે છે, તો યજ્ઞ ની આબરું (ઈજ્જત) ગુમાવે છે. જેવી ચલન તેવું પદ. જે અનેકો ને સુખ આપે છે, એમનું તો નામ ગવાય છે ને. હમણાં સર્વગુણો માં સંપન્ન તો બન્યાં નથી ને. કોઈ-કોઈ સારી સર્વિસ કરી રહ્યાં છે. એવા-એવા નાં નામ સાંભળી બાબા ખુશ થાય છે. સેવાધારી બાળકોને જોઈ બાબા ખુશ થશે ને. સારી સર્વિસ માં મહેનત કરતાં રહે છે ને. સેવાકેન્દ્રો પણ ખોલતાં રહે છે, જેનાથી હજારો નું કલ્યાણ થવાનું છે. એમનાં દ્વારા પછી ખૂબ નીકળતાં જશે. સંપૂર્ણ તો કોઈ બન્યું નથી. ભૂલો પણ કાંઈ ને કાંઈ થઈ જાય છે. માયા છોડતી નથી. જેટલી સર્વિસ કરી પોતાની ઉન્નતિ કરશે એટલાં જ દિલ પર ચઢશે. એટલું જ ઊંચ પદ પામશે. પછી કલ્પ-કલ્પ એવું જ પદ હશે. શિવબાબા થી તો કોઇ છુપાવી નથી શકતું. અંત માં દરેક ને પોતાના કર્મોનો સાક્ષાત્કાર તો થાય છે. પછી શું કરી શકશે! જાર-જાર રડવું પડશે એટલે બાબા સમજાવતાં રહે છે કે એવાં કોઈ પણ કર્મ નહીં કરો જે અંતમાં સજાનાં ભાગી બનો, પશ્ચાતાપ કરવો પડે. પરંતુ કેટલું પણ સમજાવો તકદીર માં નથી તો તદબીર કરતાં જ નથી. આજકાલ નાં મનુષ્ય તો બાપને જાણતાં નથી. ભગવાનને યાદ કરે છે પરંતુ જાણતાં નથી. તેમનું કહેવું માનતા નથી. હમણાં એ બેહદનાં બાપ થી તમને સતયુગી સ્વરાજ્ય નો વારસો મળે છે સેકન્ડમાં. શિવબાબા નું નામ તો બધાં પસંદ કરે છે ને. બાળકો જાણે છે કે એ બેહદનાં બાપ થી સ્વર્ગનો વારસો મળી રહ્યો છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ચલન થી બાપ નું કે યજ્ઞ નું નામ પ્રસિદ્ધ કરવાનું છે, એવું કોઈ કર્મ ન થાય જે બાપ ની ઈજ્જત જાય. સર્વિસ થી પોતાનું ભાગ્ય જાતે જ બનાવવાનું છે.

2. બાપ સમાન કલ્યાણકારી બની સર્વ નાં આશીર્વાદ લઇ આગળ નંબર લેવાનો છે. ગૃહસ્થ વ્યવહાર માં રહી કમળફૂલ સમાન રહેવાની સારી બહાદુરી દેખાડવાની છે.

વરદાન :-
સહયોગ દ્વારા સ્વયં ને સહજ યોગી બનાવવા વાળા નિરંતર યોગી ભવ

સંગમયુગ પર બાપનાં સહયોગી બની જવું - આ જ સહજયોગી બનવાની વિધિ છે. જેમનો દરેક સંકલ્પ, શબ્દ અને કર્મ બાપની કે પોતાના રાજ્યની સ્થાપના નાં કર્તવ્યમાં સહયોગી રહેવાનો છે, એમને જ્ઞાની, યોગી તુ આત્મા નિરંતર સાચાં સેવાધારી કહેવાય છે. મન થી નહીં તો તન થી, તન થી નહી તો ધન થી, ધન થી પણ નહીં તો જેમાં સહયોગી બની શકો છો એમાં સહયોગી બનો તો આ પણ યોગ છે. જ્યારે છો જ બાપ નાં, તો બાપ અને આપ - ત્રીજું કોઈ ન હોય - આનાથી નિરંતર યોગી બની જશો.

સ્લોગન :-
સંગમ પર સહન કરવું અર્થાત્ મરવું જ સ્વર્ગનું રાજ્ય લેવું છે.