06-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - શ્રીમત પર સારી સર્વિસ કરવા વાળા ને જ રાજાઈ નું ઈનામ મળે છે , તમે બાળકો હમણાં બાપ નાં મદદગાર બન્યા છો એટલે તમને ખુબ મોટું ઈનામ મળે છે”

પ્રશ્ન :-
બાપ નો જ્ઞાન ડાન્સ કયા બાળકો ની સન્મુખ ખૂબ સારો થાય છે?

ઉત્તર :-
જે જ્ઞાન નાં શોખીન છે, જેમને યોગ નો નશો છે, એમની સામે બાપ નો જ્ઞાન ડાન્સ ખૂબ સારો થાય છે. નંબરવાર સ્ટુડન્ટ છે. પરંતુ આ વન્ડરફુલ સ્કૂલ છે. ઘણાઓમાં જરા પણ જ્ઞાન નથી, ફક્ત ભાવના બેસેલી છે, એ ભાવના નાં આધાર પર પણ વારસા નાં અધિકારી બની જાય છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકોને રુહાની બાપ સમજાવે છે, આને કહેવાય છે રુહાની જ્ઞાન અથવા સ્પ્રિચ્યુઅલ નોલેજ. સ્પ્રિચ્યુઅલ નોલેજ ફક્ત એક બાપ માં જ હોય છે બીજા કોઈ પણ મનુષ્ય માત્ર માં રુહાની નોલેજ હોતી નથી. રુહાની નોલેજ આપવા વાળા જ એક છે, જેને જ્ઞાન નાં સાગર કહેવાય છે. દરેક મનુષ્ય માં પોત-પોતાની ખૂબીઓ (વિશેષતા) હોય છે ને? બેરિસ્ટર, બેરિસ્ટર છે. ડોક્ટર, ડોક્ટર છે. દરેકની ડ્યુટી, પાર્ટ અલગ-અલગ છે. દરેકનાં આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે અને અવિનાશી પાર્ટ છે. કેટલો નાનો આત્મા છે? વન્ડર છે ને? ગાય પણ છે ચમકે છે ભ્રકુટી ની વચ્ચે… આ પણ ગવાય છે નિરાકાર આત્માનું આ શરીર છે તખ્ત. છે ખૂબ નાનું બિંદુ. અને સર્વ આત્માઓ એક્ટર્સ છે. એક જન્મ નાં ફીચર્સ ન મળે બીજા સાથે, એક-એક જન્મ નો પાર્ટ ન મળે બીજા થી. કોઈને પણ ખબર નથી કે અમે પાસ્ટ માં (પહેલાં) શું હતાં પછી ફ્યુચર માં (ભવિષ્ય માં) શું હોઈશું? આ બાપ જ સંગમ પર સમજાવે છે. સવારે તમે બાળકો યાદ ની યાત્રા માં બેસો છો તો બુઝાયેલો આત્મા પ્રજ્જવલિત થતો રહે છે કારણ કે આત્મામાં ખૂબ જ જંક લાગેલો છે. બાપ સોની નું પણ કામ કરે છે. પતિત આત્માઓ, જેમનામાં ખાદ પડી છે, એને પવિત્ર બનાવે છે. ખાદ પડે તો છે ને? ચાંદી, તાંબુ, લોખંડ વગેરે નામ પણ એવી રીતે છે. ગોલ્ડન એજ, સિલ્વર એજ… સતોપ્રધાન, સતો, રજો, તમો… આ વાતો બીજા કોઈ પણ મનુષ્ય, ગુરુ નહીં સમજાવશે. એક સદ્દગુરુ જ સમજાવશે. સદ્દગુરુ ને અકાલ તખ્ત કહેવાય છે ને? એ સદ્દગુરુ ને પણ તખ્ત જોઈએ ને? જેવી રીતે તમને આત્માઓને પોત-પોતાનું તખ્ત છે, એમને પણ તખ્ત લેવું પડે છે. કહે છે હું કયું તખ્ત લઉં છું-આ દુનિયામાં કોઈને ખબર નથી. તે તો નેતી-નેતી કહેતા આવ્યા છે. અમે નથી જાણતાં. આપ બાળકો પણ સમજો છો પહેલાં આપણે કંઈ પણ જાણતા નહોતાં. જે કંઈ પણ નથી સમજતા, એમને બેસમજ કહેવાય છે. ભારતવાસી સમજે છે અમે ખૂબ સમજદાર હતાં. વિશ્વ નું રાજ્ય-ભાગ્ય અમારું હતું. હવે બેસમજ બની ગયા છે. બાપ કહે છે તમે શાસ્ત્ર વગેરે ભલે કંઈ પણ વાંચ્યા છે, આ બધું હવે ભૂલી જાઓ. ફક્ત એક બાપ ને યાદ કરો. ગૃહસ્થ વ્યવહાર માં પણ ભલે રહો. સંન્યાસીઓનાં ફોલોઅર્સ પણ પોત-પોતાનાં ઘરમાં રહે છે. કોઈ-કોઈ સાચાં ફોલોઅર્સ હોય છે તો એમની સાથે રહે છે. બાકી કોઈ ક્યાં, કોઈ ક્યાં રહે છે? તો આ બધી વાતો બાપ સમજાવે છે. આને કહેવાય છે જ્ઞાન નો ડાન્સ. યોગ તો છે સાઈલેન્સ. જ્ઞાન નો થાય છે ડાન્સ. યોગ માં તો બિલકુલ શાંત રહેવાનું હોય છે. ડેડ સાઈલેન્સ કહેવાય છે ને? ત્રણ મિનિટ ડેડ સાઈલેન્સ. પરંતુ એનો પણ કોઈ અર્થ જાણતા નથી. સંન્યાસી શાંતિ માટે જંગલ માં જાય છે પરંતુ ત્યાં થોડી શાંતિ મળી શકે છે? એક કહાણી પણ છે રાણી નો હાર ગળા માં… આ દૃષ્ટાંત છે શાંતિ માટે. બાપ આ સમયે જે વાતો સમજાવે છે તે દૃષ્ટાંત પછી ભક્તિ માર્ગ માં ચાલ્યા આવે છે. બાપ આ સમયે જૂની દુનિયાને બદલી નવી દુનિયા બનાવે છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. આ તો તમે સમજી શકો છો. બાકી આ દુનિયા જ તમોપ્રધાન પતિત છે કારણ કે બધાં વિકારો થી જન્મે છે. દેવતાઓ તો વિકાર થી નથી જન્મતાં. એમને કહેવાય છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) શબ્દ કહે છે પરંતુ એનો અર્થ નથી સમજતાં. તમે જ પૂજ્ય થી પુજારી બન્યા છો. બાબા માટે ક્યારેય એવું નથી કહેવાતું. બાપ ક્યારેય પૂજારી બનતા નથી. મનુષ્ય તો કણ-કણ માં પરમાત્મા કહી દે છે. ત્યારે બાપ કહે છે ભારતમાં જ્યારે-જ્યારે આવી ધર્મ ગ્લાનિ થાય છે… તે લોકો તો ફક્ત એમ જ શ્લોક વાંચી લે છે, અર્થ કંઈ પણ નથી જાણતાં. તે સમજે છે શરીર જ પતિત બને છે, આત્મા નથી બનતો.

બાપ કહે છે પહેલાં આત્મા પતિત બન્યો છે, ત્યારે શરીર પણ પતિત બન્યું છે. સોનામાં જ ખાદ પડે છે તો પછી ઘરેણું પણ એવું બને છે. પરંતુ તે બધું છે ભક્તિ માર્ગ માં. બાપ સમજાવે છે દરેકમાં આત્મા વિરાજમાન છે, કહેવાય પણ છે જીવ આત્મા. જીવ પરમાત્મા નથી કહેવાતું. મહાન આત્મા કહેવાય છે, મહાન પરમાત્મા નથી કહેવાતું. આત્મા જ ભિન્ન-ભિન્ન શરીર લઈ પાર્ટ ભજવે છે. તો યોગ છે બિલકુલ સાઈલેન્સ. આ પછી છે જ્ઞાન ડાન્સ. બાપ નો જ્ઞાન ડાન્સ પણ એમની આગળ થશે જે શોખીન હશે. બાપ જાણે છે કોનામાં કેટલું જ્ઞાન છે? કેટલો એમનામાં યોગનો પણ નશો છે? ટીચર તો જાણતા હશે ને? બાપ પણ જાણે છે કોણ-કોણ સારા ગુણવાન બાળકો છે? સારા-સારા બાળકોને જ જ્યાં-ત્યાં બોલાવાય છે. બાળકોમાં પણ નંબરવાર છે. પ્રજા પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર બને છે. આ સ્કૂલ અથવા પાઠશાળા છે ને? પાઠશાળા માં હંમેશા નંબરવાર બેસે છે. સમજી શકે છે ફલાણા હોશિયાર છે, આ મીડીયમ (માધ્યમ) છે. અહીં તો આ બેહદનો ક્લાસ છે, એમાં કોઈને નંબરવાર બેસાડી ન શકાય. બાબા જાણે છે મારી સામે આ જે બેસેલા છે એમનામાં કંઈ પણ જ્ઞાન નથી. ફક્ત ભાવના છે. બાકી તો નથી જ્ઞાન, નથી યાદ. એટલો નિશ્ચય છે-આ બાબા છે, એમની પાસેથી મારે વારસો લેવાનો છે. વારસો તો બધાને મળવાનો છે. પરંતુ રાજાઈ માં તો નંબરવાર પદ છે. જે ખૂબ સારી સર્વિસ કરે છે એમને તો ખૂબ જ સારું ઈનામ મળે છે. અહીં બધાને ઈનામ આપતા રહે છે, જે સલાહ આપે છે, માથું મારે છે, એમને ઈનામ મળી જાય છે. હમણાં તમે જાણો છો વિશ્વમાં સાચ્ચી શાંતિ કેવી રીતે થાય? બાપે કહ્યું છે એમને પૂછો તો ખરા કે વિશ્વમાં શાંતિ ક્યારે હતી? ક્યારેય સાંભળી કે જોઈ છે? કયા પ્રકારની શાંતિ માંગો છો? ક્યારે હતી? તમે પ્રશ્ન પૂછી શકો છો કારણ કે તમે જાણો છો કે જે પ્રશ્ન પૂછે અને પોતે ન જાણતા હોય તો એમને શું કહેવાશે? તમે સમાચાર પત્રો દ્વારા પૂછો કે કયા પ્રકારની શાંતિ માંગો છો? શાંતિધામ તો છે, જ્યાં આપણે બધાં આત્માઓ રહીએ છીએ. બાપ કહે છે એક તો શાંતિધામ ને યાદ કરો, બીજું સુખધામ ને યાદ કરો. સૃષ્ટિનાં ચક્ર નું પૂરું જ્ઞાન ન હોવાનાં કારણે કેટલાં ગપોડા વગેરે લગાવી દીધાં છે.

તમે બાળકો જાણો છો કે આપણે ડબલ સિરતાજ (તાજધારી) બનીએ છીએ. આપણે દેવતા હતા, હવે ફરી મનુષ્ય બન્યા છીએ. દેવતાઓને દેવતા કહેવાય છે, મનુષ્ય નહીં કારણ કે દૈવીગુણો વાળા છે ને? જેમનામાં અવગુણ છે તે કહે છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નાહી. શાસ્ત્રો માં જે વાતો સાંભળી છે તે ફક્ત ગાતા રહે છે - અચ્યુતમ્ કેશવમ્… જેવી રીતે પોપટ ને શીખવાડાય છે. કહે છે બાબા આવીને અમને બધાને પાવન બનાવો. બ્રહ્મલોક ને હકીકત માં દુનિયા નહીં કહેવાશે. ત્યાં તમે આત્માઓ રહો છો. હકીકત માં પાર્ટ ભજવવાની દુનિયા આ છે. તે છે શાંતિધામ. બાપ સમજાવે છે હું આપ બાળકોને પોતાનો પરિચય આપું છું. હું આવું જ એમાં છું જે પોતાનાં જન્મો ને નથી જાણતાં. આ પણ હમણાં સાંભળે છે. હું એમનામાં પ્રવેશ કરું છું. જૂની પતિત દુનિયા, રાવણની દુનિયા છે. જે નંબરવન પાવન હતાં તે જ પછી નંબર લાસ્ટ પતિત બન્યા છે. એમને પોતાનો રથ બનાવું છું. ફર્સ્ટ સો લાસ્ટ માં આવ્યા છે. ફરી ફર્સ્ટ માં જવાનું છે. ચિત્ર માં પણ સમજાવ્યું છે - બ્રહ્મા દ્વારા હું આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું. એવું તો નથી કહેતા દેવી-દેવતા ધર્મ માં આવું છું. જે શરીર માં આવીને બેસે છે એ જ પછી જઈને નારાયણ બને છે. વિષ્ણુ કોઈ બીજા નથી. લક્ષ્મી-નારાયણ અથવા રાધા-કૃષ્ણ ની જોડી કહો. વિષ્ણુ કોણ છે? આ પણ કોઈ નથી જાણતું. બાપ કહે છે હું તમને વેદો-શાસ્ત્રો બધાં ચિત્રો વગેરેનાં રહસ્યો સમજાવું છું. હું જેમનામાં પ્રવેશ કરું છું તે પછી આ બને છે. પ્રવૃત્તિ માર્ગ છે ને? આ બ્રહ્મા, સરસ્વતી, પછી તે (લક્ષ્મી-નારાયણ) બને છે. આમનામાં (બ્રહ્મામાં) હું પ્રવેશ કરી બ્રાહ્મણો ને જ્ઞાન આપું છું. તો આ બ્રહ્મા પણ સાંભળે છે. આ ફર્સ્ટ નંબર માં સાંભળે છે. આ છે મોટી નદી બ્રહ્મપુત્રા. મેળો પણ સાગર અને બ્રહ્મપુત્રા નદી પાસે લાગે છે. મોટો મેળો લાગે છે, જ્યાં સાગર અને નદીઓનો સંગમ થાય છે. હું એમાં પ્રવેશ કરું છું. આ તે બને છે. આમને તે (બ્રહ્મા સો વિષ્ણુ) બનવામાં એક સેકન્ડ લાગે છે. સાક્ષાત્કાર થઈ જાય છે અને ઝટ નિશ્ચય થઈ જાય છે-હું આ બનવાનો છું. વિશ્વ નો માલિક બનવાનો છું. તો આ ગધાઈ (રાજાઈ) શું કરશે? બધું છોડી દીધું. તમને પણ પહેલાં ખબર પડી-બાબા આવેલા છે, આ દુનિયા ખતમ થવાની છે તો ઝટ ભાગ્યાં. બાબાએ નથી બોલાવ્યા. હા, ભઠ્ઠી બનવાની હતી. કહે છે કૃષ્ણએ ભગાવ્યાં. સારુ, કૃષ્ણએ ભગાવ્યા તો પટરાણી બનાવ્યા ને? તો આ જ્ઞાન થી વિશ્વનાં મહારાજા-મહારાણી બનો છો. આ તો સારું જ છે. એમાં ગાળો ખાવાની જરુર નથી. પછી કહે છે કલંક જ્યારે લાગે છે ત્યારે જ કલગીધર બને છે. કલંક લાગે છે શિવબાબા પર. કેટલી ગ્લાનિ કરે છે? કહે છે અમે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો અમે આત્મા. હવે બાપ સમજાવે છે - એવું નથી. આપણે આત્મા હમણાં તો બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ છે સૌથી ઊંચ કુળ. એને રાજધાની નહીં કહેવાશે. રાજધાની અર્થાત્ જેમાં રાજાઈ હોય છે. આ તમારું કુળ છે. છે ખૂબ સહજ, આપણે બ્રાહ્મણ સો દેવતા બનવાના છીએ એટલે દૈવીગુણ જરુર ધારણ કરવાના છે. સિગરેટ, બીડી વગેરે નો દેવતાઓને ભોગ લગાવો છો શું? શ્રીનાથ દ્વારા માં ખૂબ ઘી નાં માલ-ઠાલ બને છે. ભોગ એટલો લગાવે છે જે પછી દુકાન લાગી જાય છે. યાત્રી જઈને લે છે. મનુષ્યો ની ખૂબ ભાવના રહે છે. સતયુગ માં તો આવી વાતો હોતી નથી. આવી માખીઓ વગેરે હશે નહીં, જે કોઈ વસ્તુને ખરાબ કરે. આવી બીમારી વગેરે ત્યાં હોતી નથી. મોટા વ્યક્તિઓની પાસે સફાઈ (ચોખ્ખાઈ) પણ ખૂબ હોય છે. ત્યાં તો એવી વાતો જ નથી હોતી. રોગ વગેરે હોતા નથી. આ બધી બીમારીઓ દ્વાપર થી નીકળે છે. બાપ આવીને તમને એવર હેલ્દી બનાવે છે. તમે પુરુષાર્થ કરો છો બાપ ને યાદ કરવાનો, જેનાથી તમે એવર હેલ્દી બનો છો. આયુષ્ય પણ વધારે હોય છે. કાલ ની વાત છે. ૧૫૦ વર્ષ આયુષ્ય હતું ને? હમણાં તો ૪૦-૫૦ વર્ષ એવરેજ છે કારણ કે તે યોગી હતાં, આ ભોગી છે.

તમે રાજયોગી, રાજઋષિ છો એટલે તમે પવિત્ર છો. પરંતુ આ છે પુરુષોત્તમ સંગમયુગ. મહિનો કે વર્ષ નથી. બાપ કહે છે હું કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમ યુગે-યુગે આવું છું. બાપ રોજ-રોજ સમજાવતા રહે છે. તો પણ કહે છે એક વાત ક્યારેય નહીં ભૂલતા-પાવન બનવું છે તો મને યાદ કરો. પોતાને આત્મા સમજો. દેહ નાં બધાં ધર્મ ત્યાગ કરો. હવે તમારે પાછા જવાનું છે. હું આવ્યો છું તમારા આત્માને સાફ કરવા, જેનાથી પછી શરીર પણ પવિત્ર મળશે. અહીં તો વિકાર થી જન્મે છે. આત્મા જ્યારે સંપૂર્ણ પવિત્ર બને છે ત્યારે તમે જૂની જૂત્તી ને (જૂનાં શરીર ને) છોડો છો. પછી નવી મળશે. તમારું ગાયન છે-વંદે માતરમ્. તમે ધરતી ને પણ પવિત્ર બનાવો છો. તમે માતાઓ સ્વર્ગ નાં દ્વાર ખોલો છો. પરંતુ આ કોઈ નથી જાણતું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આત્મા રુપી જ્યોતિ ને પ્રજ્જવલિત કરવા માટે સવારે-સવારે યાદ ની યાત્રા માં બેસવાનું છે. યાદ થી જ કાટ નીકળશે. આત્મા માં જે ખાદ પડી છે તે યાદ થી કાઢી સાચું સોનું બનવાનું છે.

2. બાપ પાસે થી ઊંચ પદ નું ઈનામ લેવા માટે ભાવનાની સાથે-સાથે જ્ઞાનવાન અને ગુણવાન પણ બનવાનું છે. સર્વિસ કરીને દેખાડવાનું છે.

વરદાન :-
ચલન અને ચહેરા થી પવિત્રતા નાં શૃંગાર ની ઝલક દેખાડવા વાળા શૃંગારી મૂર્ત ભવ

પવિત્રતા બ્રાહ્મણ જીવનનો શૃંગાર છે. દરેક સમયે પવિત્રતા નાં શૃંગારની અનુભૂતિ ચહેરા અથવા ચલન થી બીજાઓને થાય. દૃષ્ટિ માં, મુખ માં, હાથ માં, પગ માં, સદા પવિત્રતા નો શૃંગાર પ્રત્યક્ષ થાય. દરેક વર્ણન કરે કે આમના ફીચર્સ થી પવિત્રતા દેખાય છે. નયનો માં પવિત્રતા ની ઝલક છે, મુખ પર પવિત્રતા ની મુસ્કુરાહટ છે. બીજી કોઈ વાત એમને નજર ન આવે-આને જ કહેવાય છે પવિત્રતા નાં શૃંગાર થી શણગારેલી મૂર્ત.

સ્લોગન :-
વ્યર્થ સંબંધ-સંપર્ક પણ એકાઉન્ટ ને ખાલી કરી દે છે એટલે વ્યર્થ ને સમાપ્ત કરો.