06-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - આપ બ્રાહ્મણો ને ઇશ્વરની ગોદ મળી ( ઈશ્વર નો ખોળો મળ્યો ) છે , તમને નશો રહેવો જોઈએ બાપે આ તન દ્વારા અમને પોતાનાં બનાવ્યાં છે

પ્રશ્ન :-
બાપે કયું દિવ્ય કર્તવ્ય કર્યુ છે? જેનાં કારણે એમની આટલી મહિમા ગવાયેલી છે?

ઉત્તર :-
પતિતો ને પાવન બનાવવાં. બધાં મનુષ્યો ને માયા રાવણની જંજીરો (માયાજાળ) થી છોડાવવા - આ દિવ્ય કર્તવ્ય એક બાપ જ કરે છે. બેહદ નાં બાપ થી જ બેહદ સુખ નો વારસો મળે છે, જે પછી અડધાકલ્પ સુધી ચાલે છે. સતયુગ માં છે ગોલ્ડન જ્યુબલી, ત્રેતા માં છે સિલ્વર જ્યુબલી. તેઓ સતોપ્રધાન, આ સતો. બંનેવ ને સુખધામ કહેવાય છે. એવાં સુખધામ ની સ્થાપના બાપે કરી છે, એટલે એમની મહિમા ગવાય છે.

ગીત :-
ઇન્સાફ કા મંદિર હૈ યહ.

ઓમ શાંતિ!
બાપ અને દાદા મળીને બાળકો ને સમજાવે છે. ક્યારેક બાપ સમજાવે છે, ક્યારેક દાદા પણ સમજાવે છે કારણ કે આ શરીર દાદા નું પણ ઘર છે. પરમપિતા પરમાત્મા તો રહે છે પરમધામ માં. જરુર કોઈ સમયે એમનું આ ભારત જ ઘર હોય (બંને) છે ત્યારે તો શિવરાત્રી મનાવાય છે. શિવ નાં ખૂબ મંદિર પણ છે. તો સિદ્ધ થાય છે કે ભારતખંડ માં જ એમનું આવવાનું થાય છે, પતિત ને પાવન બનાવવા અથવા બધાં મનુષ્યો ને માયા રાવણ ની જંજીરો થી છોડાવવા કારણ કે હમણાં રાવણ નું રાજ્ય છે. રાવણ ને બાળે પણ ભારતમાં જ છે. શિવરાત્રી અને કૃષ્ણ જયંતી પણ ભારતમાં જ મનાવે છે. રાવણ નું રાજ્ય પણ અડધોકલ્પ ચાલે છે. પછી બાપ આવે છે પતિતો ને પાવન બનાવવાં .બસ એક જ વાર પાવન બનાવી દે છે પછી આવતાં જ નથી. બાપ નું નામ ભારત માં પ્રસિદ્ધ છે. જરુર કોઈ દિવ્ય કર્તવ્ય કર્યુ છે ત્યારે તો એમનું નામ છે. મનુષ્ય, મનુષ્ય ને તો પાવન બનાવી ન શકે. પતિત-પાવન એક જ બાપ ને કહેવાય છે. સ્વર્ગ નર્ક આ નામ પણ ભારત પર જ પડ્યું છે. ભારત ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું, એને પરિસ્તાન પણ કહેવાય છે, તો જરુર બાપ પાસે થી વારસો મળે છે. બાપ અક્ષર બહુ મીઠો લાગે છે. એમનાંથી જ બેહદ સુખ નો વારસો મળે છે જે સુખ અડધોકલ્પ ચાલે છે. જેની ગોલ્ડન જ્યુબલી, સિલ્વર જ્યુબલી મનાવે છે. સતયુગ ને ગોલ્ડન જ્યુબલી, ત્રેતાને સિલ્વર જ્યુબલી કહે છે. તેઓ સતોપ્રધાન, એ સતો, બંનેને મળાવીને સુખધામ કહેવાય છે. નંબરવન છે સૂર્યવંશી, સેકન્ડ નંબર ચંદ્રવંશી. બાપ જ્યારે આ ભારતખંડ માં આવે છે તો ભારત ને પાવન બનાવે છે પછી જ્યારે ભક્તિ શરું થાય છે તો કળાઓ ઓછી થતી જાય છે. ઝાડ જડજડીભૂત તમોપ્રધાન બની જાય છે. બધાં ભક્ત બની જાય છે. સાધુ પણ સાધના કરે છે બાપ ને પામવા માટે અર્થાત્ મુક્તિ જીવનમુક્તિધામ માં જવા માટે. અડધોકલ્પ ભક્તિ કરે છે બાપ ને પામવા માટે. જ્યારે તે સમય પૂરો થાય છે તો પછી બાપ આવે છે ભક્તો ને સુખી બનાવવાં. સતયુગ માં તો સુખ-શાંતિ, સંપત્તિ બધું છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. ક્યારેય રડતાં, પિટતાં નથી. આ કોણ સમજાવે છે? બેહદ નાં બાપ, એમનું નામ પણ જોઈએ ને. કળિયુગ માં છે જ અંધારુ. ભક્તિમાર્ગ ની ઠોકરો ખાતા રહે છે. સ્વર્ગ માં તો દુઃખ ની વાત હોતી નથી, બધાં સુખી રહે છે એટલે ભગવાન ને પોકારતાં નથી. સતયુગ ને સુખધામ, કળિયુગ ને દુઃખધામ કહેવાય છે. વલ્લભાચારી વૈષ્ણવ લોકો સમજે છે કે સતયુગ માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. યથા રાજા રાણી તથા પ્રજા સુખી હતાં, એને ગોલ્ડન એજ (સતયુગ) કહેવાય છે. સતયુગ થી લઈને જે ચક્રમાં આવે છે એમનાં જ ૮૪ જન્મ હશે. બાળકો ને સમજાવ્યું છે કે આ ઝાડ છે. બધાં પાન સાથે નહીં આવે. સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, એને હિન્દુ ન કહેવાય. દેવી-દેવતાઓ તો સર્વગુણસંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ ગવાય છે. જે એમનાં પુજારી છે તે તો જરુર એ જ ધર્મ નાં હોવા જોઈએ. ક્રિશ્ચન ક્રાઈસ્ટ ને યાદ કરે છે તો એ ધર્મનાં છે ને. તો પછી ભારતવાસીઓ એ પોતાનાં દેવી-દેવતા ધર્મ નું નામ કેમ ગુમ કરી દીધું છે?

તમે જાણો છો આપણે જ દેવતા હતાં. આપણે જ જન્મ-મરણ માં આવીએ છીએ. આપણે જ દેવતા, ક્ષત્રિય બનીએ છીએ. ૮૪ જન્મ લેતાં-લેતાં અંતમાં આવીને શૂદ્ર બનીએ છીએ. શૂદ્ર થી પછી બ્રાહ્મણ બનવું પડે. બ્રાહ્મણ બને છે બ્રહ્મા ની સંતાન. સર્વ આત્માઓ હકીકત માં શિવ ની સંતાન તો છે જ. એ છે બેહદ નાં બાપ. એમને પરમપિતા પરમાત્મા, ઓ ગોડ ફાધર અથવા હેવનલી ગોડફાધર કહેવાય છે. એ છે સ્વર્ગ નાં રચયિતા. હવે બુદ્ધિ થી બાળકોએ કામ લેવાનું છે. જ્યારે બાપ સ્વર્ગ સ્થાપન કરે છે તો આપણે કેમ નહીં નવી દુનિયાનાં વારીસ બનીએ. હવે તે નવી દુનિયા જૂની થઈ ગઈ છે ફરી નવી દુનિયા કેવી રીતે બનશે? ગાંધી પણ ગાતા હતાં ને કે નવું રામરાજ્ય, નવું ભારત હોય. આપણે જાણીએ છીએ કે હમણાં તે સ્થાપન થઈ રહ્યું છે. હમણાં આપ બ્રાહ્મણો ને ઈશ્વરીય ગોદ મળી છે, બેહદ નાં બાપે પોતાનાં બનાવ્યાં છે - પ્રેક્ટિકલ (હકીકત) માં. એવું તો બધાં કહેતાં રહે છે ઓ ગોડ ફાધર રહેમ કરો, પરંતુ આ સમયે બાપે આવીને આ તન દ્વારા તમને પોતાનાં બનાવ્યાં છે. તે કળિયુગી બ્રાહ્મણ છે કુખ ની સંતાન, આપણે છીએ બ્રહ્મા મુખ વંશાવલી. પ્રજાપિતા બ્રહ્મા થયાં ત્યારે તો આટલાં બાળકો પેદા કરશે ને. તો આ છે મુખ વંશાવલી. પરમપિતા પરમાત્માએ એડોપ્ટ કર્યા છે (દત્તક લીધાં છે) - બ્રહ્મા મુખ દ્વારા, તો એટલે (બ્રહ્મા) માતા પણ થઈ ગઈ. તમે માતા-પિતા. ઓ બાબા તમે અમને બ્રહ્મા મુખ દ્વારા પોતાનાં બનાવ્યાં છે. આ પણ સમજવાની વાતો છે. જ્ઞાન સાગર એક જ બાપ છે. જ્ઞાન થી જ સદ્દગતિ અર્થાત્ દિવસ થાય છે. અજ્ઞાન થી રાત થાય છે. કળિયુગ તો રાત છે ને, એને ભક્તિમાર્ગ કહેવાય છે. શાસ્ત્ર બધાં ભક્તિમાર્ગ નાં છે. એનાંથી કોઈ બાપ પાસે પહોંચવાનો રસ્તો નથી મળતો. બાપ આવે જ છે કલ્પ-કલ્પ. શિવરાત્રી મનાવે છે તો જરુર તે આવે છે. એમને પોતાનું શરીર નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ દેવતા કહેવાય છે. બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ પછી શિવ પરમાત્માય નમઃ. બ્રહ્મા છે આ સાકાર સિજરા (વિભાગ) નાં મોટાં (વડીલ). હમણાં પ્રેક્ટિકલ છે. બાપ આવે જ છે સંગમયુગ પર. હમણાં યાદવ પણ છે, કૌરવ પણ છે અને પાંડવ તો છે યોગબળ વાળી શક્તિ સેના. તો હવે તમે બાળકો જાણો છો શિવબાબા પ્રેક્ટિકલ માં બ્રહ્મા તન માં પધાર્યા છે. એ નિરાકાર શિવનું મંદિર પણ છે. શિવરાત્રી મનાવાય છે, પરંતુ ગવર્મેન્ટે (સરકારે) શિવ જયંતિ ની રજા પણ કાઢી નાખી છે. બીજાઓની જયંતિ મનાવતાં રહે છે. ધર્મ ની તાકાત તો છે નહીં એટલે અનરાઈટીયસ (અધર્મી), અનલોફુલ (અન્યાયી), ઇનસોલવેન્ટ (કંગાળ) બની ગયાં છે. ન પવિત્રતા, ન શાંતિ, ન સુખસંપત્તિ. આ જ ભારતમાં ૫ હજાર વર્ષ પહેલાં જ્યારે ગોલ્ડન જ્યુબલી હતી તો પવિત્રતા, શાંતિ, સુખ-સંપત્તિ હતી. ક્યારેય અકાળે મૃત્યુ નહોતું થતું. ભારત જેવો ઊંચ સંપત્તિવાન બીજો કોઈ (ખંડ) હોઈ ન શકે. ભારત ખંડ છે સૌથી ઊંચો. એનો ઈતિહાસ પણ બનેલો છે. પાવન પણ આ ભારત તો પતિત પણ આ ભારત બને છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા જ આ ચક્કર લગાવીને શૂદ્ર વર્ણ માં આવ્યાં. પછી શૂદ્ર વર્ણ થી હમણાં બ્રાહ્મણ વર્ણ માં આવ્યાં છો. દેવતાઓ કરતાં પણ બ્રાહ્મણ વર્ણ ઊંચ ચોટી પર છે. સતયુગી દેવતાઓની જે મહિમા છે, તે બાપની મહિમા થી અલગ છે. બાપ ને કહે છે જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર, પછી દેવતાઓને કહેશે સર્વગુણ સંપન્નત્યાં વિકાર ની વાત નથી. શાસ્ત્રો માં તો ખૂબજ ગપોડા લગાવી દીધાં છે કે કૃષ્ણપુરી માં પણ કંસ, રાવણ વગેરે હતાં. હકીકત માં તો આ સમયે કંસપુરી છે. પછી સતયુગમાં હશે કૃષ્ણપુરી. આ છે સંગમ એટલે જ એમણે કંસ, જરાસંધી, રાવણ વગેરે ને સતયુગી દેવતાઓથી મળાવી દીધાં છે. આ છે જ આસુરી રાવણ સંપ્રદાય. હમણાં તમે ઈશ્વરીય સંપ્રદાય બન્યાં છો. ઈશ્વરીય ગોદ માં આવીને પવિત્ર બની પછી ૨૧ જન્મો માટે દૈવી ગોદ માં જાઓ છો. ૮ જન્મ દૈવી ગોદ પછી ૧૨ જન્મ ક્ષત્રિય ગોદ. ભારત માં જ આ ગવાયેલું છે કે કન્યા તે જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે. તો તમે જ તે કુમારીઓ છો.

હમણાં તમે છો ઈશ્વરીય કુળ નાં. દાદા છે શિવબાબા, બાપ છે બ્રહ્મા. તમે છો બ્રહ્માકુમાર કુમારીઓ. વારસો એ બેહદ નાં બાપ થી મળે છે. આપવા વાળા એ છે. એ તો નિરાકાર છે. એ રાજ્યોગ હવે કેવી રીતે શિખવાડે. નર થી નારાયણ બનવા માટે જરુર સાકાર શરીર જોઈએ. તો આ પતિત તન માં આવે છે જેમણે ૮૪ જન્મ લીધાં છે. આ મોટામાં મોટી યુનિવર્સિટી (વિદ્યાલય) છે. જ્યાં સ્વયં ભગવાન રાજયોગ શિખવાડે છે, રાજાઓનાં રાજા બનાવવાં. ગીતા નાં રચયિતા કૃષ્ણ નથી. ગીતા માતાએ કૃષ્ણ ને જન્મ આપ્યો. જે દેવતા બન્યાં એમને જન્મ મળ્યો શિવબાબા થી. ક્રિશ્ચન ને જન્મ મળ્યો બાઇબલ થી ક્રાઈસ્ટ દ્વારા. તમને પણ બ્રાહ્મણ થી દેવતા કોણે બનાવ્યાં? શિવબાબાએ બ્રહ્મા મુખ દ્વારા. આ તમારો છે બેહદ નો સંન્યાસ. તે છે હદ નો રજોગુણી સંન્યાસ. તે નિવૃત્તિમાર્ગ નો સંન્યાસ. તમને વૈરાગ્ય આવ્યો છે આ જૂની છી-છી દુનિયાથી. તમે જાણો છો કે આ તો હમણાં ખતમ થવાની છે. એના કરતાં તો કેમ નહીં આપણે સ્વર્ગ નાં રચયિતા બાપ ને યાદ કરીએ. બાપ કહે છે લાડલા બાળકો, તમે અનેક જન્મો નાં પછી આવીને મળ્યાં છો. તમે ૮૪ જન્મ પૂરાં લીધાં છે. હવે તમારે ફરી દેવતા વર્ણ માં જવાનું છે. એમાં પરેજી પણ બહુજ છે, અશુદ્ધ વસ્તુ ખાઈ ન શકો. બાપ કહે છે હું સંગમ પર આવું જ છું મૂત પલીતી કપડા (પતિતો) ને પાવન બનાવવાં. હવે મોત સામે છે. યાદવ, કૌરવ અને પાંડવ પણ છે તો જરુર પાંડવપતિ પણ હશે. પાંડવ-પતિ પરમાત્મા ને કહેશે. તમે પછી છો પંડા. રસ્તો બતાવો છો સુખધામ, શાંતિધામ નો, એટલે તમને પાંડવ શિવ શક્તિ સેના કહેવાય છે. યાદવ યુરોપવાસી તો પોતાનાં જ કુળ નો નાશ કરે છે. ભારત માં છે પાંડવ અને કૌરવ - જેનાં માટે કહે છે કે અસુર અને દેવતાઓ નું યુદ્ધ ચાલ્યું. તમે હમણાં તો દેવતા નથી, બનવાનું છે. શ્રીમત થી તમે સ્વર્ગ નાં માલિક બનો છો. બાકી બધાંની છે આસુરી રાવણ મત. અડધોકલ્પ રાવણની મત ચાલે છે. હમણાં તો આખી દુનિયા તમોપ્રધાન છે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, જ્યાં બાપ રાજયોગ શિખવાડે છે. જ્યારે રાજાઈ સ્થાપન થઈ જાય છે તો આ વિનાશ જ્વાળા પ્રગટે છે, આ જ્ઞાન પ્રાય:લોપ થઈ જાય છે. પછી ડ્રામા અનુસાર જે પણ શાસ્ત્ર છે ભક્તિમાર્ગ નાં, તે જ નીકળશે. સંન્યાસીઓનાં અનુયાયીઓ ઘણાં હોય છે. બધાં પાપ ધોવા ગંગા પર જાય છે. હવે ગંગા નદી તો કોઈને પાવન કરી નથી શકતી. તે તો પાણી નાં સાગર થી નીકળેલી છે. જ્ઞાન ગંગાઓ તમે છો, જે જ્ઞાન સાગર થી નીકળો છો. બાકી ગંગા કોઈ પતિત-પાવની હોતી નથી. બાળકોને ફરીથી ભક્તિ નું ફળ બેહદ સુખ નો વારસો આપવા આવ્યો છું. જે બાપ પાસે આવીને ભણશે તે જ સ્વર્ગમાં આવશે, બાકી બધાં પોત-પોતાનાં વિભાગ માં ચાલ્યાં જશે. આ ડ્રામા-ચક્ર ને પણ સમજવાનું છે. ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનો છો. ગવર્મેન્ટે પણ ચક્ર કાઢ્યું છે. 3 સિંહ દેખાડીને પછી નીચે લખે છે સત્યમેવ જયતે.

હવે શિવબાબા આપ બધી પાર્વતીઓને આવીને અમરકથા સંભળાવી રહ્યાં છે - અમરપુરીનાં માલિક બનાવવાં. આને જ સત્ય નારાયણ ની કથા અથવા અમરકથા કહેવાય છે. આ કથા એક જ વાર સાંભળીને તમે સ્વર્ગ નાં માલિક બનો છો. બાકી બધી છે દંત કથાઓ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેવતા વર્ણમાં જવા માટે ભોજનની ખૂબ પરેજી રાખવાની છે. કોઈ પણ અશુદ્ધ વસ્તુ નથી ખાવાની.

2. આ જૂની છી-છી દુનિયા, જો કે હવે ખતમ થવાની છે, એનાંથી બેહદ નો વૈરાગ્ય રાખી સ્વર્ગ નાં રચયિતા બાપ ને યાદ કરવાનાં છે.

વરદાન :-
પોતાની શક્તિઓ અથવા ગુણો દ્વારા નિર્બળ ને શક્તિવાન બનાવવા વાળા શ્રેષ્ઠ દાની તથા સહયોગી ભવ

શ્રેષ્ઠ સ્થિતિ વાળા સપૂત બાળકોની સર્વ શક્તિઓ અને સર્વ ગુણ સમય પ્રમાણે સદા સહયોગી રહે છે. એમની સેવા નું વિશેષ સ્વરુપ છે - બાપ દ્વારા પ્રાપ્ત ગુણો અને શક્તિઓનું અજ્ઞાની આત્માઓ ને દાન અને બ્રાહ્મણ આત્માઓ ને સહયોગ આપવો. નિર્બળ ને શક્તિવાન બનાવવાં - આ જ શ્રેષ્ઠ દાન અથવા સહયોગ છે. જેમ વાણી દ્વારા અથવા મન્સા દ્વારા સેવા કરો છો એવી રીતે પ્રાપ્ત થયેલાં ગુણો અને શક્તિઓ નો સહયોગ અન્ય આત્માઓને આપો, પ્રાપ્તિ કરાવો.

સ્લોગન :-
જે દૃઢ નિશ્ચય થી ભાગ્ય ને નિશ્ચિત કરી દે છે તે જ સદા નિશ્ચિંત રહે છે.