06-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - જ્ઞાન નું ફાઉન્ડેશન ( પાયો ) છે નિશ્ચય , નિશ્ચયબુદ્ધિ બની પુરુષાર્થ કરો તો મંઝિલ સુધી પહોંચી જશો

પ્રશ્ન :-
કઈ એક વાત ખૂબજ સમજવાની અને નિશ્ચય કરવાની છે?

ઉત્તર :-
હવે સર્વ આત્માઓનો હિસાબ-કિતાબ ચુક્તું થવાનો છે. બધાં મચ્છરો માફક જશે પોતાનાં સ્વીટ હોમ (શાંતિધામ), પછી નવી દુનિયામાં થોડી એવી આત્માઓ આવશે. આ વાત ખૂબજ સમજવાની અને નિશ્ચય કરવાની છે.

પ્રશ્ન :-
બાપ કયાં બાળકોને જોઈ ખુશ થાય છે?

ઉત્તર :-
જે બાળકો બાપ પર પૂરાં બલિ ચઢે છે, જે માયા થી હલતા નથી અર્થાત્ અંગદ ની જેમ અચળ અડોલ રહે છે. એવાં બાળકોને જોઈ બાપ પણ ખુશ થાય છે.

ગીત:-
ધીરજ ધર મનુઆ..

ઓમ શાંતિ!
બાળકોએ શું સાંભળ્યું? આ બાપ જ કહી શકે છે ને. સંન્યાસી, ઉદાસી કોઈ પણ કહી ન શકે. પારલૌકિક બેહદ નાં બાપ જ બાળકો ને કહે છે કારણ કે આત્મા માં જ મન-બુદ્ધિ છે. આત્માઓ ને કહે છે હવે ધીરજ ધરો. બાળકો જ જાણે છે આ બેહદનાં બાપ આખી દુનિયા ને કહે છે - ધીરજ ધરો. હવે તમારા સુખ-શાંતિ નાં દિવસો આવી રહ્યાં છે. આ તો દુઃખધામ છે એનાં પછી સુખધામ આવવાનું જ છે. સુખધામ ની સ્થાપના તો બાપ જ કરશે ને. બાપ જ બાળકો ને ધીરજ આપે છે. પહેલાં તો નિશ્ચય જોઈએ ને. નિશ્ચય હોય છે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણો ને. નહીં તો આટલાં બ્રાહ્મણ ક્યાંથી આવે? બી.કે. નો અર્થ જ છે બાળકો અને બાળકીઓ. આટલાં બધાં બી.કે. કહેવાય છે તો જરુર પ્રજાપિતા બ્રહ્મા હશે ને! આટલાં બધાનાં એક જ માતા-પિતા છે અને બીજાં બધાંને તો અલગ-અલગ માતા-પિતા હોય છે. અહીં તમારા બધાનાં એક જ માતા-પિતા છે. નવી વાત છે ને. તમે બ્રાહ્મણ હતાં નહીં, હમણાં બન્યાં છો. તે બ્રાહ્મણ છે કુખ વંશાવલી, તમે છો મુખ વંશાવલી. દરેક વાતમાં પહેલાં તો નિશ્ચય જોઈએ કે કોણ અમને સમજાવે છે. ભગવાન જ સમજાવે છે હમણાં કળિયુગ નો અંત છે, લડાઈ સામે છે. યુરોપવાસી યાદવ પણ છે, જેમણે બોમ્બસ વગેરે ની શોધ કરી છે. ગવાયેલું છે કે પેટ થી મૂસળ નીકળ્યાં, જેનાંથી પોતાનાં જ કુળનો વિનાશ કર્યો. બરાબર કુળ નો વિનાશ જરુર કરશે. છે તો એક જ કુળ નાં. એક-બીજા ને કહેતાં રહે છે અમે વિનાશ કરીશું. આ પણ બરાબર લખેલું છે. તો હમણાં બાપ સમજાવે છે બાળકો ધીરજ ધરો. હવે આ જૂની દુનિયા ખતમ થઈ જવાની છે. કળિયુગ ખલાસ થાય ત્યારે તો સતયુગ થાય ને. જરુર એનાં પહેલાં જ સ્થાપના થવી જોઈએ. ગવાય પણ છે - બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ. પહેલાં સ્થાપના કરશે પછી જ્યારે સ્થાપના પૂરી થઈ જાય છે ત્યારે વિનાશ થાય છે. સ્થાપના થઈ રહી છે. આ છે જ ન્યારો માર્ગ જે કોઈ પણ સમજતું નથી. કોઈએ ક્યારેય સાંભળ્યું જ નથી, તો સમજે છે જેવી રીતે બીજાં મઠ પંથ હોય છે તેવી રીતે આ પણ બી. કે. નું છે. એ બિચારાઓનો કોઈ દોષ નથી. કલ્પ પહેલાં પણ આવાં જ વિધ્ન નાખ્યા હતાં. આ છે જ રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર કહેવાય છે શિવ ને. એ જ રાજ્યોગ શિખવાડે છે, જેને પ્રાચીન સહજ રાજયોગ કહેવાય છે. પ્રાચીન નો પણ અર્થ સમજતાં નથી. આ સંગમયુગ ની વાત છે, પતિત અને પાવન તો સંગમ થયો ને. સતયુગ આદિ (શરુઆત) માં છે જ એક ધર્મ. પેલો છે આસુરી સંપ્રદાય, તમે છો દૈવી સંપ્રદાય. યુદ્ધ વગેરે ની તો કોઈ વાત જ નથી. આ પણ ભૂલ છે. તમે ભાઈ-ભાઈ કેવી રીતે લડશો?

બાપ બ્રહ્મા દ્વારા બધાં વેદો શાસ્ત્રો નો સાર સમજાવે છે. હકીકત માં ધર્મ મુખ્ય છે ચાર. એનાં ચાર ધર્મ શાસ્ત્ર છે. એમાં પહેલો છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ, જેનું શાસ્ત્ર છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા, જે ભારત નું પહેલું મુખ્ય શાસ્ત્ર છે જેનાંથી જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ અથવા સૂર્યવંશી અને ચંદ્રવંશી ધર્મ ની સ્થાપના થઈ. તે તો જરુર સંગમ પર જ થઈ હશે. એને કુંભ પણ કહેવાય છે. તમે જાણો છો આ કુંભ નો મેળો છે - આત્મા પરમાત્મા નો મેળો, આ છે સુખદ કલ્યાણકારી. કળિયુગ બદલાઈ સતયુગ થવાનો જ છે, એટલે કલ્યાણકારી કહેવાય છે. સતયુગ થી ત્રેતા થાય છે, પછી ત્રેતા થી દ્વાપર થાય છે તો કળાઓ ઓછી થતી જાય છે. અકલ્યાણ થતું જ જાય છે. પછી જરુર કલ્યાણ કરવા વાળા જોઈએ. જ્યારે પૂરું અકલ્યાણ થઈ જાય છે ત્યારે બાપ આવે છે સર્વ નું કલ્યાણ કરવાં. બુદ્ધિ થી કામ લેવાનું હોય છે. જરુર બાપ કલ્યાણ કરવા અર્થ આવશે પણ સંગમ પર. સર્વ નાં સદ્દગતિ દાતા બાપ છે. સર્વ તો દ્વાપર માં નથી. સતયુગ ત્રેતા માં પણ બધાં નથી. બાપ આવશે જ અંત માં જ્યારે કે સર્વ આત્માઓ આવી જાય છે. તો બાપ જ આવીને ધીરજ આપે છે. બાળકો કહે છે બાબા આ જૂની દુનિયામાં દુઃખ ખૂબ છે. બાબા જલ્દી લઈ જાઓ. બાપ કહે છે - નહીં બાળકો, આ ડ્રામા બનેલો છે, ફટ થી ભ્રષ્ટાચારી થી શ્રેષ્ઠાચારી તો નહીં બનશો. નિશ્ચયબુદ્ધિ થઈ પછી પુરુષાર્થ કરવાનો છે. સેકન્ડ માં જીવનમુક્તિ એ તો ઠીક છે. બાળક બન્યાં એટલે વારસા નાં હકદાર બન્યાં, પરંતુ પછી ત્યાં પણ નંબરવાર પદ તો છે ને. ઊંચ પદ મેળવવા માટે ભણવામાં પુરુષાર્થ કરવાનો હોય છે. એવું નથી ફટ થી કર્માતીત અવસ્થા થઈ જશે. પછી તો શરીર પણ છોડવું પડે. એવો કાયદો નથી. માયા થી તો સારી રીતે યુદ્ધ કરવાનું છે. તમને ખબર છે, યુદ્ધ ૮-૧૦-૧૫ વર્ષ પણ ચાલતું રહે છે. તમારું યુદ્ધ તો માયા થી છે. જ્યાં સુધી બાપ છે તમારું યુદ્ધ ચાલતું જ રહે છે. અંત માં રીઝલ્ટ (પરીણામ) નીકળશે - કોણે કેટલી માયા ને જીતી! કેટલાં કર્માતીત અવસ્થા ને પહોચ્યાં. બાપ કહે છે - જેટલું થઈ શકે પોતાનાં ઘર ને યાદ કરો. તે છે શાંતિધામ. વાણી થી પરે સ્થાન તે છે. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં ખુશી છે. તમે જાણો છો આ ડ્રામા કેવી રીતે બનેલો છે. ત્રણ લોક પણ તમે જાણો છો બીજાં કોઈની બુદ્ધિ માં નથી. બાબાએ પણ શાસ્ત્ર વગેરે બહુજ વાંચેલા છે. પરંતુ આ વાતો થોડી બુદ્ધિ માં હતી. ભલે ગીતા વગેરે વાંચતા હતાં, પરંતુ આ થોડી બુદ્ધિ માં હતું કે આપણે દૂર દેશ, પરમધામ નાં રહેવા વાળા છીએ. હમણાં ખબર પડી છે, આપણા બાબા જેમને પરમપિતા પરમાત્મા કહીએ છીએ એ પરમધામ માં રહે છે. જેમને બધાં યાદ કરે છે કે પતિત-પાવન આવો. પાછું તો કોઈ જઈ ન શકે. જેમ ભૂલ-ભૂલૈયા નો ખેલ હોય છે ને. જ્યાંથી જાઓ દરવાજો સામે આવી જાય છે. નિશાના પર જઈ નથી શકતાં. થાકી જાય છે તો પછી રડીઓ મારે છે. કોઈ રસ્તો બતાવે. અહીંયા પણ ભલે કેટલાં પણ વેદ શાસ્ત્ર વાંચો, તીર્થ યાત્રા પર જાઓ, કાંઈ પણ ખબર નથી - ક્યાં અમે જઈએ છીએ. ફક્ત કહી દે છે કે ફલાણા જ્યોતિ જ્યોત માં સમાયા. બાપ કહે છે - કોઈ પણ પાછું જઈ નથી શકતું. નાટક જ્યારે પૂરું થવા પર હોય છે તો બધાં એક્ટર (કલાકાર) સ્ટેજ પર આવી જાય છે. આ કાયદો છે. બધાં એ ડ્રેસ માં ઉભાં થઈ જાય છે. બધાને મોઢું બતાવીને પછી કપડા વગેરે બદલી, એ ભાગ્યા ઘરે. ફરીથી તે જ પાર્ટ રીપીટ (પાછો) કરે છે. આ પછી છે બેહદ નું નાટક. હવે તમે દેહી-અભિમાની બનો છો, જાણો છો અમે આત્મા આ શરીર છોડી બીજું લેશું. પુનર્જન્મ તો થાય છે ને. ૮૪ જન્મ માં ૮૪ નામ આપણે ધારણ કર્યા છે. હવે આ નાટક પૂરું થઈ ગયું છે, બધાંની જડજડીભૂત અવસ્થા છે. હવે ફરીથી રિપિટ થશે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ફરીથી રિપિટ થાય છે. તમે જાણો છો, હવે અમારો પાર્ટ પૂરો થશે, પછી પાછા જઈશું. બાપ નું ફરમાન (આજ્ઞા) પણ કાંઈ ઓછું થોડી છે. પતિત-પાવન બાપ સમજાવે છે બાળકો, તમને ખૂબજ સહજ ઉપાય બતાવું છું. ઉઠતાં-બેસતાં, ચાલતાં, એ દિલ માં રાખો કે અમે એક્ટર છીએ. ૮૪ જન્મ હવે પૂરાં થયાં છે. હમણાં બાપ આવ્યાં છે ગુલ-ગુલ બનાવવાં, મનુષ્ય થી દેવતા બનાવવાં. આપણને પતિતો ને પાવન બનાવી રહ્યાં છે. પતિત થી પાવન આપણે અનેક વાર બન્યાં છીએ અને બનીશું. હિસ્ટ્રી-જોગ્રાફી રિપીટ થશે. પહેલાં તો દેવી-દેવતા ધર્મ વાળા જ આવશે. હમણાં સેપ્લિંગ (કલમ) લાગી રહ્યું છે. આપણે છીએ જ ગુપ્ત. આપણે સેરીમની (ઉજવણી) વગેરે શું કરીશું. આપણને અંદર જ્ઞાન છે, અંદર ખુશી થાય છે. આપણા દેવી-દેવતા ધર્મ અથવા ઝાડ નાં પાન જે છે તે બધાં ધર્મભ્રષ્ટ, કર્મભ્રષ્ટ થઈ ગયાં છે. આ જ ભારતવાસી ધર્મ, કર્મ શ્રેષ્ઠ હતાં. ક્યારેય માયા પાપ નહોતી કરાવતી. પુણ્ય આત્માઓની દુનિયા હતી. ત્યાં રાવણ હોતો જ નથી, ત્યાં કર્મ, અકર્મ થઈ જાય છે. પછી રાવણ રાજ્ય માં કર્મ વિકર્મ થવાનું શરું થઈ જાય છે. ત્યાં તો વિકર્મ થઈ ન શકે. કોઈ ભ્રષ્ટાચારી હોઈ ન શકે. આપ બાળકો યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો શ્રીમત પર. બાહુબળ થી તો કોઈ વિશ્વ નાં માલિક બની ન શકે. તમે જાણો છો આ જો પરસ્પર મળી જાય તો વિશ્વ નાં માલિક બની શકે છે. પરતું ડ્રામા માં પાર્ટ જ નથી. દેખાડે છે બે બિલાડા લડે માખણ વચ માં વાનર ખાઈ ગયો. સાક્ષાત્કાર પણ કરે છે, કૃષ્ણ નાં મુખ માં માખણ. આ સૃષ્ટિ નું રાજ્ય રુપી માખણ મળે છે. બાકી લડાઈ છે યૌવનો અને કૌરવો ની, તે તો જુઓ છો, થઈ રહી છે. સમાચારપત્ર માં વાંચ્યું - ફલાણી જગ્યા પર આટલી મોટી હિંસા થઈ, તો ઝટ કોઈને મારી દેશે. ભારત માં તો પહેલાં એક જ ધર્મ હતો. પછી બીજાં ધર્મો નું રાજ્ય ક્યાંથી આવ્યું? ક્રિશ્ચન શક્તિશાળી હતાં, ત્યારે એમણે રાજ્ય કર્યુ. હવે હકીકત માં આખી દુનિયા પર રાવણે કબ્જો કરેલો છે. આ છે પછી ગુપ્ત વાત. શાસ્ત્રો માં થોડી આ વાત છે. બાપ સમજાવે છે આ વિકાર તમારો અડધાકલ્પ નો દુશ્મન છે, જેનાં દ્વારા તમે આદિ-મધ્ય-અંત દુઃખી થાઓ છો તેથી સંન્યાસી પણ કહે છે કાગ વિષ્ટા સમાન સુખ છે. એમને થોડી ખબર છે કે સ્વર્ગ માં તો સદૈવ સુખ જ સુખ હોય છે. ભારતવાસીઓ ને તો ખબર છે, ત્યારે તો કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ ની કેટલી મહિમા છે તો જરુર આ ખેલ છે, પરંતુ કોઈને કહો તમે નર્કવાસી છો તો બગડી પડે છે. કેટલી વન્ડરફુલ (અદ્દભુત) વાત છે. મુખ થી કહે છે સ્વર્ગવાસી થયાં તો જરુર નર્ક માંથી ગયાં ને. પછી તમે એમને બોલાવીને નર્ક ની વસ્તુ કેમ ખવડાવો છો? સ્વર્ગમાં તો એમને ખુબ સારા વૈભવ મળતાં હશે ને! આનો અર્થ તમને નિશ્ચય નથી ને. ત્યાં શું-શું છે, બાળકોએ બધું જોયું છે. નર્ક માં જુઓ શું-શું કરતાં રહે છે, બાળકો બાપ ને પણ મારવા માં વાર નથી કરતાં. સ્ત્રી નું કોઈની સાથે દિલ લાગી જાય છે તો પતિ ને પણ મારી નાખે છે. ભારત પર એક ગીત બનેલું છે - એક તરફ કહે છે શું થઈ ગયું આજ નાં ઈન્સાન નેપછી કહે છે ભારત અમારું સૌથી સારું સોનાનું છે. અરે ભારત સૌથી સારું હતું, હમણાં થોડી છે. હમણાં તો કંગાળ છે, કોઈ સેફ્ટી (સુરક્ષા) નથી. આપણે પણ આસુરી સંપ્રદાય હતાં. હવે બાબા આપણને ઈશ્વરીય સંપ્રદાય બનાવવાનો પુરુષાર્થ કરાવી રહ્યાં છે. નવી વાત નથી. કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર આપણે ફરીથી પોતાનો વારસો લઈએ છીએ. બાપ વારસો આપવા આવ્યાં છે. માયા પછી શ્રાપ આપે છે. કેટલી સમર્થ છે. બાપ કહે છે માયા તું કેટલી દુસ્તર છે, સારા-સારા ને પાડી દે છે. એ સેના માં તો મરવા-મારવાનો ખ્યાલ નથી રહેતો. માર ખાઈને પછી મેદાન માં આવી જાય છે, એમનો ધંધો જ આ છે, પ્રોફેશનલ છે. એમને પછી ઈનામ પણ મળે છે. અહીં આપ બાળકો પછી શિવબાબા થી શક્તિ લો છો, માયા પર જીત મેળવો છો. બાપ બેરિસ્ટર છે, જે માયા થી તમને છોડાવી દે છે. તમે પછી છો શિવશક્તિ સેના, માતાઓને ઊંચ રાખ્યાં છે વંદેમાતરમ્. આ કોણે કહ્યું? બાપે, કારણ કે તમે બાપ પર બલિ ચઢો છો. બાબા ખુશ થાય છે - આ સારો ઉભો છે, હલતો નથી. અંગદ નું દૃષ્ટાંત છે ને, એને રાવણ હલાવી નથી શકતો. આ અંત નાં સમય ની વાત છે. અંત માં તે અવસ્થા થવાની છે. આ સમયે તમને ખૂબજ ખુશી થાય છે, જ્યાં સુધી વિનાશ ન થાય, ધરતી પવિત્ર ન બને, ત્યાં સુધી તો દેવતાઓ આવી ન શકે. ભંભોર ને આગ જરુર લાગવાની છે. સર્વ આત્માઓએ હિસાબ-કિતાબ ચૂક્તું કરી મચ્છરો માફક સ્વીટ હોમ પાછા જવાનું છે. મચ્છર કેટલાં કરોડો મરે છે તેથી ગવાય છે રામ ગયો, રાવણ ગયો. પાછા તો જવાનું છે ને. પછી તમે આવશો નવી દુનિયામાં. ત્યાં બહુજ થોડા હશે. આ સમજવાની અને નિશ્ચય કરવાની વાત છે. આ જ્ઞાન બાબા જ આપી શકે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઉઠતા-બેસતાં-ચાલતાં પોતાને એક્ટર સમજવાનું છે, દિલ માં રહે આપણે ૮૪ જન્મો નો પાર્ટ પૂરો કર્યો, હવે ઘરે જવાનું છે. દેહી-અભિમાની થઈ રહેવાનું છે.

2. નિશ્ચયબુદ્ધિ થઈ કાંટા થી ફૂલ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. માયા થી યુદ્ધ કરી વિજયી બની કર્માતીત બનવાનું છે. જેટલું થઈ શકે પોતાનાં ઘર ને યાદ કરવાનું છે.

વરદાન :-
પોતાનાં હળવાપણા ની સ્થિતિ દ્વારા દરેક કાર્ય ને લાઈટ બનાવવા વાળા બાપ સમાન ન્યારા - પ્યારા ભવ

મન-બુદ્ધિ અને સંસ્કાર-આત્માની જે સૂક્ષ્મ શક્તિઓ છે, ત્રણેય માં લાઈટ અનુભવ કરવો, આ જ બાપ સમાન ન્યારા-પ્યારા બનવું છે કારણ કે સમય પ્રમાણે બહાર નું તમોપ્રધાન વાતાવરણ, મનુષ્ય આત્માઓની વૃત્તિઓમાં ભારેપણું હશે. જેટલું બહારનું વાતાવરણ ભારે હશે એટલાં આપ બાળકો નાં સંકલ્પ, કર્મ, સંબંધ લાઈટ થતાં જશે અને લાઈટનેસ (હળવા પણા) નાં કારણે બધાં કાર્ય લાઈટ ચાલતાં રહેશે. કારોબાર નો પ્રભાવ તમારા પર નહીં પડે, આ જ સ્થિતિ બાપ સમાન સ્થિતિ છે.

સ્લોગન :-
એ જ અલૌકિક નશા માં રહો વાહ રે હું તો મન અને તન થી નેચરલ ડાન્સ થતો રહેશે.