06-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - સદૈવ ખુશી માં રહો કે અમને કોણ ભણાવે છે , તો આ પણ મનમનાભવ છે , તમને ખુશી છે કે કાલે અમે પથ્થર બુદ્ધિ હતાં , આજે પારસ બુદ્ધિ બન્યાં છીએ

પ્રશ્ન :-
તકદીર ખુલવાનો આધાર શું છે?

ઉત્તર :-
નિશ્ચય, જો તકદીર ખુલવામાં વાર લાગશે તો લંગડાતા રહેશો. નિશ્ચય બુદ્ધિ સારી રીતે ભણીને મંથન કરતા રહેશે. કોઈ પણ વાતમાં સંશય છે તો પાછળ રહી જશો. જે નિશ્ચય બુદ્ધિ બની પોતાની બુદ્ધિ ને બાપ સુધી દોડાવતાં રહે છે તે સતોપ્રધાન બની જાય છે.

ઓમ શાંતિ!
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) બધાં સ્કૂલમાં ભણે છે તો એમને આ ખબર રહે છે કે અમારે ભણીને શું બનવાનું છે. મીઠા-મીઠા રુહાની બાળકોની બુદ્ધિ માં આવવું જોઈએ કે અમે સતયુગ પારસપુરી નાં માલિક બનીએ છીએ. આ દેહનાં સંબંધ વગેરે બધું છોડવાનું છે. હવે આપણે પારસપુરી નાં માલિક પારસનાથ બનવાનું છે, આખો દિવસ આ ખુશી રહેવી જોઈએ. સમજો છો-પારસપુરી કોને કહેવાય છે? ત્યાં મકાન વગેરે બધું સોના-ચાંદીનું હોય છે. અહીંયા તો પથ્થરો ઇંટો નાં મકાન છે. હવે ફરી તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનો છો. પથ્થરબુદ્ધિ ને પારસબુદ્ધિ જ્યારે પારસનાથ બનાવવાવાળા બાપ આવે ત્યારે બનાવે ને! તમે અહીંયા બેઠા છો, જાણો છો અમારી સ્કૂલ ઊંચે થી ઉંચી છે. આનાથી મોટી સ્કૂલ કોઈ હોતી નથી. આ સ્કૂલ થી તમે કરોડ પદમ ભાગ્યશાળી વિશ્વનાં માલિક બનો છો, તો આપ બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ. આ પથ્થરપુરી થી પારસપુરી માં જવાનો આ પુરુષોત્તમ સંગમયુગ છે. કાલે પથ્થર બુદ્ધિ હતાં, આજે પારસ બુદ્ધિ બની રહ્યાં છીએ. આ વાત સદૈવ બુદ્ધિમાં રહે તો પણ મનમનાભવ જ છે. સ્કૂલ માં શિક્ષક આવે છે ભણાવવા માટે. સ્ટુડન્ટને દિલમાં રહે છે હમણાં શિક્ષક આવ્યાં કે આવ્યાં. આપ બાળકો પણ સમજો છો-અમારા શિક્ષક તો સ્વયં ભગવાન છે. એ આપણને સ્વર્ગ નાં માલિક બનાવે છે તો જરુર સંગમ પર આવશે. હમણાં તમે જાણો છો મનુષ્ય પોકારતા રહે છે અને એ અહીંયા આવી ગયાં છે. કલ્પ પહેલાં પણ આવું થયું હતું ત્યારે તો લખેલું છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કારણ કે તેઓ છે પથ્થર બુદ્ધિ. તમારી છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ. તમે પારસ બુદ્ધિ બની રહ્યાં છો. તો એવી કોઇ યુક્તિ નીકાળવી જોઈએ જે મનુષ્ય જલ્દી સમજે. અહીંયા પણ અનેકો ને લઈ આવે છે, તો પણ કહે છે શિવબાબા બ્રહ્મા તનમાં કેવી રીતે ભણાવતાં હશે! કેવી રીતે આવતા હશે!કાંઈ પણ સમજતા નથી. આટલાં બધાં સેવાકેન્દ્ર પર આવે છે. નિશ્ચય બુદ્ધિ છે ને. બધાં કહે છે શિવ ભગવાનુવાચ, શિવ જ બધાનાં બાપ છે. કૃષ્ણ ને થોડી બધાનાં બાપ કહેશે. આમાં મુંઝવાની તો વાત જ નથી. પરંતુ તકદીર મોડે થી ખુલવાની છે તો પછી લંગડાતા રહે છે. ઓછું ભણવાવાળા ને કહેવાય છે-આ લંગડાય છે. સંશય બુદ્ધિ પાછળ રહી જશે. નિશ્ચય બુદ્ધિ સારી રીતે ભણવાવાળા આગળ ગેલપ કરતાં રહેશે. કેટલું સિમ્પલ (સરળ) સમજાવાય છે. જેમ બાળકો દોડ લગાવીને નિશાન સુધી જઈને પછી પાછાં આવે છે. બાપ પણ કહે છે બુદ્ધિ ને જલ્દી શિવબાબા પાસે દોડાવશો તો સતોપ્રધાન બની જશો. અહીંયા સમજે પણ સારું છે. તીર લાગે છે તો પણ બહાર જવાથી ખલાસ થઈ જાય. બાબા જ્ઞાન ઇન્જેક્શન લગાવે છે તો તેનો નશો ચઢવો જોઇએ ને. પરંતુ ચઢતો જ નથી. અહીંયા જ્ઞાન અમૃત નો પ્યાલો પીવે છે તો અસર થાય છે. બહાર જવાથી જ ભૂલી જાય છે. બાળકો જાણે છે-જ્ઞાન સાગર, પતિત-પાવન સદ્દગતિ દાતા લિબરેટર (મુક્તિદાતા) એક જ બાપ છે. એ જ દરેક વાત નો વારસો આપે છે. કહે છે બાળકો તમે પણ પૂરા સાગર બનો. જેટલું મારામાં જ્ઞાન છે એટલું તમે પણ ધારણ કરો.

શિવબાબા ને દેહ નો નશો નથી. બાપ કહે છે બાળકો હું તો સદૈવ શાંત રહું છું. તમારે પણ જ્યારે દેહ નહોતું તો નશો નહોતો. શિવબાબા થોડી કહે છે આ અમારી વસ્તુ છે. આ તન લોન લીધું છે, લોન લીધેલી વસ્તુ પોતાની થોડી થઈ. મેં આમનામાં પ્રવેશ કર્યો છે, થોડા સમય માટે સર્વિસ (સેવા) કરવા અર્થ. હમણાં આપ બાળકોએ પાછું ઘરે જવાનું છે, દોડ લગાવવાની છે ભગવાન ને મળવા માટે. આટલાં યજ્ઞ-તપ વગેરે કરતાં રહે છે, સમજે થોડી છે એ મળશે કેવી રીતે. સમજે છે કોઈને કોઈ રુપમાં ભગવાન આવી જશે. બાપ સમજાવે તો ખુબ સહજ છે, પ્રદર્શની માં પણ તમે સમજાવો. સતયુગ-ત્રેતા ની આયુ પણ લખેલી છે.તેમાં ૨૫૦૦ વર્ષ સુધી બિલકુલ એક્યુરેટ (સચોટ) છે. સૂર્યવંશીનાં પછી હોય છે ચંદ્રવંશી પછી દેખાડો રાવણનું રાજ્ય શરું થયું અને ભારત પતિત થવા લાગ્યું. દ્વાપર-કળયુગમાં રાવણ રાજ્ય થયું, તિથિ-તારીખ લાગેલી છે. વચમાં રાખો સંગમયુગ. રથી પણ જરુર જોઈએ ને. આ રથમાં પ્રવેશ થઈ બાપ રાજયોગ શીખવાડે છે, જેનાથી આ લક્ષ્મી-નારાયણ બને છે. કોઈને પણ સમજાવવું તો ખુબ સહજ છે. લક્ષ્મી-નારાયણની ડિનાયસ્ટી (વંશજ) કેટલો સમય ચાલે છે. બીજા બધાં કુળ છે હદનાં, આ છે બેહદનો. આ બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવું જોઈએ ને. હમણાં છે સંગમયુગ. ફરી દૈવી રાજય સ્થાપન થઈ રહ્યું છે. આ પથ્થરપુરી, જૂની દુનિયાનો વિનાશ થવાનો છે. વિનાશ ન થાય તો નવી દુનિયા કેવી રીતે બનશે! હવે કહે છે ન્યુ દિલ્હી. હવે આપ બાળકો જાણો છો ન્યુ દિલ્હી ક્યારે થશે. નવી દુનિયામાં નવી દિલ્હી હોય છે. ગવાય પણ છે જમુનાનાં કાંઠા પર મહેલ હોય છે. જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય છે ત્યારે કહેશે નવી દિલ્હી, પારસપુરી. નવું રાજ્ય તો સતયુગમાં લક્ષ્મી-નારાયણનું જ હોય છે. મનુષ્ય તો આ પણ ભૂલી ગયા છે કે ડ્રામા કેવી રીતે શરું થાય છે. કોણ-કોણ મુખ્ય એક્ટર્સ છે, તે જાણવું જોઈએ ને. એક્ટર્સ તો ઘણાં છે એટલે મુખ્ય એક્ટર્સ ને તમે જાણો છો. તમે પણ મુખ્ય એક્ટર્સ બની રહ્યાં છો. સૌથી મુખ્ય પાર્ટ તમે ભજવી રહ્યાં છો. તમે રુહાની સોશિયલ વર્કર્સ (સમાજ સેવક) છો. બાકી બધાં સોશિયલ વર્કર્સ છે શરીરધારી. તમે રુહો ને સમજાવો છો, ભણે રુહ છે. મનુષ્ય સમજે છે શરીર ભણે છે. આ કોઈને પણ ખબર નથી કે આત્મા ઓર્ગન્સ (અવયવો) દ્વારા ભણે છે. હું આત્મા બેરિસ્ટર વગેરે બનું છું. બાબા આપણને ભણાવે છે. સંસ્કાર પણ આત્મામાં રહે છે. સંસ્કાર લઈ જઈશું પછી આવીને નવી દુનિયામાં રાજ્ય કરીશું. જેમ સતયુગમાં રાજધાની ચાલી હતી તેમ જ શરું થઈ જશે. આમાં કઈ પૂછવાની દરકાર નથી રહેતી. મુખ્ય વાત છે-દેહ-અભિમાનમાં ક્યારેય નહીં આવો. સ્વયં ને આત્મા સમજો. કોઈ પણ વિકર્મ નહીં કરો. યાદમાં રહો, નહીં તો એક વિકર્મ નો બોજ સો ગુણા થઈ જશે. હડગુડ (હાડકાં) એકદમ તૂટી જાય છે.એમાં પણ મુખ્ય વિકાર છે કામ. ઘણાં કહે છે-બાળકો હેરાન કરે છે પછી મારવા પડે છે. હવે આ કાંઈ પૂછવાનું નથી રહેતું. આ તો નાનું પાઈ-પૈસા નું પાપ કહેશું. તમારા માથા પર તો જન્મ-જન્માંતર નાં પાપ છે, પહેલાં તેને તો ભસ્મ કરો. બાપ પાવન થવાનો ખુબ સહજ ઉપાય બતાવે છે. તમે એક બાપની યાદ થી પાવન બની જશો. ભગવાનુવાચ-બાળકો પ્રતિ, આપ આત્માઓથી વાત કરું છું. બીજા કોઈ મનુષ્ય આવું સમજી ન શકે. તે તો પોતાને શરીર જ સમજે છે. બાપ કહે છે હું આત્માઓને સમજાવું છું. ગવાય પણ છે, આત્માઓ અને પરમાત્મા નો મેળો લાગે છે, આમાં કોઈ અવાજ વગેરે નથી કરવાનો. આ તો ભણતર છે. દૂર-દૂર થી આવે છે બાબાની પાસે. નિશ્ચય બુદ્ધિ જે હશે તેમને જોર થી કશિશ થશે આગળ ચાલીને. હમણાં એટલી કશિશ કોઈને હોતી નથી કારણ કે યાદ નથી કરતાં. મુસાફરી થી જ્યારે પાછાં ફરે છે, ઘરનાં નજીક આવે છે તો મકાન યાદ આવશે, બાળકો યાદ આવશે, ઘરે પહોંચતા જ ખુશીમાં આવી ને મળશે. ખુશી વધતી જશે. પહેલાં-પહેલાં સ્ત્રી યાદ આવશે પછી બાળ-બચ્ચા વગેરે યાદ આવશે. તમને યાદ આવશે કે અમે ઘરે જઈએ છીએ ત્યાં બાપ અને બાળકો જ હોય છે. ડબલ ખુશી થાય છે. શાંતિધામ ઘરે જઈશું પછી આવીશું રાજધાનીમાં. બસ યાદ જ કરવાનું છે, બાપ કહે છે મનમનાભવ. પોતાને આત્મા સમજી બાપ અને વારસાને યાદ કરો. બાબા આપ બાળકોને ગુલ-ગુલ બનાવીને, નયનો પર બેસાડી સાથે લઈ જાય છે. જરા પણ તકલીફ નથી. જેમ મચ્છરોનું ઝુંડ જાય છે ને. તમે આત્માઓ પણ એમ જશો બાપની સાથે. પાવન બનવાનાં માટે તમે બાપ ને યાદ કરો છો, ઘરને નહીં.

બાબા ની નજર પહેલાં-પહેલાં ગરીબ બાળકો પર જાય છે. બાબા ગરીબ નિવાઝ છે ને. તમે પણ ગામમાં સર્વિસ (સેવા) કરવા જાઓ છો. બાપ કહે છે હું પણ તમારા ગામને આવીને પારસપુરી બનાવું છું. હમણાં તો આ નર્ક જૂની દુનિયા છે. આને જરુર તોડવી પડે. નવી દુનિયામાં નવી દિલ્હી, તે સતયુગમાં જ હશે. ત્યાં રાજ્ય પણ તમારું હશે. તમને નશો ચઢે છે અમે ફરીથી પોતાની રાજધાની સ્થાપન કરીશું. જેમ કલ્પ પહેલાં કરી હતી. એવું થોડી કહેશે અમે આવાં-આવાં મકાન બનાવશું. ના, તમે જશો ત્યાં તો ઓટોમેટીક (આપોઆપ) તમે તે બનાવવા લાગી જશો કારણ કે તે આત્મામાં પાર્ટ ભરેલો છે. અહીંયા પાર્ટ છે ફક્ત ભણવાનો. ત્યાં તમારી બુદ્ધિમાં જાતે જ આવશે કે આવાં-આવાં અમે મહેલ બનાવીએ. જેમ કલ્પ પહેલાં બનાવ્યા હતાં, તે બનાવવા લાગી જશો. આત્મા માં પણ પહેલે થી જ નોંધ છે. તમે એ જ મહેલ બનાવશો જે મહેલો માં તમે કલ્પ-કલ્પ રહો છો. આ વાતોને નવું કોઈ સમજી ન શકે. તમે સમજો છો અમે આવીએ છીએ, નવી-નવી પોઇન્ટ (વાત) સાંભળી રિફ્રેશ થઈને જઈએ છીએ. નવી-નવી પોઇન્ટસ નીકળે છે, આ પણ ડ્રામામાં નોંધ છે.

બાબા કહે છે બાળકો, હું આ બળદ પર (રથ પર) સદૈવ સવારી કરું, આમાં મને સુખ નથી ભાસતું. હું તો આપ બાળકોને ભણાવવા આવું છું. એવું નહીં, બળદ પર સવારી કરી બેઠાં જ છે. રાત-દિવસ બળદ પર સવારી થાય છે શું? એમને તો સેકન્ડમાં આવવા-જવાનું હોય છે. સદૈવ બેસવાનો કાયદો જ નથી. બાબા કેટલાં દૂર થી આવે છે ભણાવવા માટે, ઘર તો એમનું એ છે ને. આખો દિવસ શરીર માં થોડી બેસશે, એમને સુખ જ નહીં આવશે. જેમ પાંજરા માં પોપટ ફસાઈ જાય છે. હું તો આ લોન લઉ છું તમને સમજાવવા માટે. તમે કહેશો જ્ઞાનનાં સાગર બાબા આવે છે અમને ભણાવવા માટે. ખુશીમાં રોમાચ ઉભાં થઈ જવા જોઈએ. તે ખુશી પછી જ ઓછી થોડી થવી જોઈએ. આ ધણી તો સ્થાઈ બેઠા છે. એક બળદ પર બે ની સવારી સદૈવ હશે શું? શિવબાબા રહે છે પોતાનાં ધામમાં. અહીંયા આવે છે, આવવામાં વાર થોડી લાગે છે. રોકેટ જુઓ કેટલાં તીવ્ર હોય છે. અવાજ થી પણ તીખા (ઝડપી) આત્મા પણ ખુબ નાનું રોકેટ છે. આત્મા ભાગે કેવી રીતે છે, અહીંથી ઝટ ગઈ લન્ડન. એક સેકન્ડમાં જીવનમુક્તિ ગવાયેલી છે. બાબા પોતે પણ રોકેટ છે. કહે છે હું તમને ભણાવવા માટે આવું છું. પછી જાઉં છું પોતાનાં ઘરે. આ સમયે ખુબ બિઝી (વ્યસ્ત) રહું છું. દિવ્ય દૃષ્ટિ દાતા છું, તો ભક્તો ને રાજી કરવાના હોય છે. તમને ભણાવું છું. ભક્તોનું દિલ હોય છે સાક્ષાત્કાર થાય અથવા કાંઈ ને કાંઈ ભીખ માંગે છે. સૌથી વધારે ભીખ જગતઅંબા થી માંગે છે. તમે પણ જગતઅંબા છો ને. તમે વિશ્વની બાદશાહી ની ભીખ આપો છો. ગરીબોને ભીખ મળે છે ને. હું પણ ગરીબ છું તો શિવબાબા સ્વર્ગની બાદશાહી ભીખ માં આપે છે. ભીખ કાંઈ બીજું નથી, ફક્ત કહે છે બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. શાંતિધામ માં ચાલ્યા જશો. મને યાદ કરો તો હું ગેરંટી કરું છું તમારી આયુ પણ મોટી થઈ જશે. સતયુગ માં મૃત્યુ નું નામ નથી હોતું. તે છે અમર લોક, ત્યાં મૃત્યુ નું નામ નથી હોતું. ફક્ત એક ખાલ છોડી બીજી લે છે, આને મૃત્યુ કહેશે શું! તે છે અમરપુરી. સાક્ષાત્કાર થાય છે અમારે બાળક બનવું છે. ખુશી ની વાત છે. બાબાનું દિલ થાય છે હવે જઈને બાળક બનું. જાણે છે ગોલ્ડન સ્પૂન ઈન માઉથ (સોનાની ચમચી મુખ માં) હશે. એક જ સિકિલધો બાપનો બાળક છું. બાપે એડોપ્ટ કર્યો છે. હું સિકીલધો બાળક છું તો બાબા કેટલો પ્રેમ કરે છે. એકદમ પ્રવેશ કરી લે છે. આ પણ રમત છે ને. રમત માં હંમેશા ખુશી થાય છે. આ પણ જાણે છે જરુર ખુબ-ખુબ ભાગ્યશાળી રથ હશે. જેનાં માટે ગાયન છે જ્ઞાન સાગર, આમનામાં પ્રવેશ કરી તમને જ્ઞાન આપે છે. આપ બાળકો નાં માટે એક જ ખુશી ઘણી છે-ભગવાન આવી ને ભણાવે છે. ભગવાન સ્વર્ગની રાજાઈ સ્થાપન કરે છે. આપણે એમનાં બાળક છીએ તો પછી આપણે નર્કમાં કેમ છીએ! આ કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું. તમે તો ભાગ્યશાળી છો જે વિશ્વનાં માલિક બનવા માટે ભણો છો. આવાં ભણતર પર કેટલું અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જ ડબલ ખુશી માં રહેવાનું છે કે હવે મુસાફરી પૂરી થઈ, પહેલાં અમે પોતાનાં ઘરે શાંતિધામ માં જઈશું પછી પોતાની રાજધાની માં આવીશું.

2. માથા પર જે જન્મ-જન્માન્તર નાં પાપોનો બોજ છે એને ભસ્મ કરવાનો છે, દેહ-અભિમાનમાં આવીને કોઈ પણ વિકર્મ નથી કરવાનાં.

વરદાન :-
મન ની સ્વતંત્રતા દ્વારા સર્વ આત્માઓને શાંતિ નું દાન આપવા વાળા મન્સા મહાદાની ભવ

બાંધેલીઓ તન થી ભલે પરતંત્ર છે પરંતુ મન થી જો સ્વતંત્ર છે તો પોતાની વૃત્તિ દ્વારા, શુદ્ધ સંકલ્પ દ્વારા વિશ્વનાં વાયુમંડળ ને બદલવાની સેવા કરી શકે છે. આજકાલ વિશ્વ ને આવશ્યકતા છે મન ની શાંતિ ની. તો મન થી સ્વતંત્ર આત્મા મન્સા દ્વારા શાંતિનાં વાયબ્રેશન ફેલાવી શકે છે. શાંતિના સાગર બાપની યાદ માં રહેવાથી ઓટોમેટીક (આપોઆપ) શાંતિની કિરણો ફેલાય છે. એવી શાંતિ નું દાન આપવા વાળા જ મન્સા મહાદાની છે.

સ્લોગન :-
સ્નેહ રુપ નો અનુભવ તો સંભળાવો છો હવે શક્તિ રુપ નો અનુભવ સંભળાવો.