06-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પતિત - પાવન બાપ ની શ્રીમત પર તમે પાવન બનો છો એટલે તમને પાવન દુનિયાની રાજાઈ મળે છે , પોતાની મત પર પાવન બનવા વાળા ને કોઈ પ્રાપ્તિ નથી

પ્રશ્ન :-
બાળકોએ સર્વિસ (સેવા) પર વિશેષ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ?

ઉત્તર :-
જ્યારે સર્વિસ પર જાઓ છો તો ક્યારેય નાની મોટી વાત માં એકબીજા થી રીસાઓ નહીં અર્થાત્ નારાજ નહીં થાઓ. જો એકબીજા થી લૂણ-પાણી થાય છે, વાત નથી કરતાં તો ડિસસર્વિસ (કુસેવા) નાં નિમિત્ત બની જાય છે. ઘણાં બાળકો તો બાપ થી પણ રિસાઇ જાય છે. ઉલ્ટા કર્મ કરવા લાગી જાય છે. પછી એવાં બાળકોનું એડોપ્શન (પાલના) જ રદ્દ થઈ જાય છે.

ઓમ શાંતિ!
પતિત-પાવન બાપ, જે બાળકો પાવન બને છે એમને જ બેસી સમજાવે છે. પતિત બાળકો જ પાવન બનાવવા વાળા બાપ ને પોકારે છે. ડ્રામા નો પ્લાન પણ કહે છે, રાવણ રાજ્ય હોવાનાં કારણે બધાં મનુષ્ય પતિત છે. પતિત એને કહેવાય છે જે વિકાર માં જાય છે. એવાં ઘણાં છે જે વિકાર માં નથી જતાં. બ્રહ્મચારી રહે છે. સમજે છે અમે નિર્વિકારી છીએ, જેમ પાદરી લોકો છે, મુલ્લાકાઝી છે, બૌદ્ધી પણ હોય છે જે પવિત્ર રહે છે. એમને પવિત્ર કોણે બનાવ્યાં? તે પોતે બન્યાં છે. દુનિયામાં ઘણાં એવાં ધર્મો માં છે જે વિકાર માં નથી જતાં. પરંતુ એમને પતિત-પાવન બાપ તો પાવન નથી બનાવતાં ને એટલે તે પાવન દુનિયાનાં માલિક નથી બની શકતાં. પાવન દુનિયામાં જઈ નથી શકતાં. સંન્યાસી પણ ૫ વિકારો ને છોડી દે છે. પરંતુ એમને સન્યાસ કરાવ્યો કોણે? પતિત-પાવન પરમપિતા પરમાત્માએ તો સંન્યાસ નથી કરાવ્યો ને. પતિત-પાવન બાપનાં સિવાય સફળતા થઈ નથી શકતી. પાવન દુનિયા, શાંતિધામ માં જઈ નથી શકતાં. અહીંયા તો બાપ આવીને તમને પાવન બનવાની શ્રીમત આપે છે. સતયુગ ને કહેવાય છે વાઇસલેસ (નિર્વિકારી) દુનિયા. એનાથી સિદ્ધ છે, સતયુગ માં આવવા વાળા પવિત્ર જરુર હશે. સતયુગ માં પણ પવિત્ર હતાં, શાંતિધામ માં પણ આત્માઓ પવિત્ર છે. આ રાવણરાજ્ય માં છે જ બધાં પતિત. પુનર્જન્મ તો લેવાનો જ છે. સતયુગ માં પણ પુનર્જન્મન લે છે, પરતું વિકાર થી નહીં. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. ભલે ત્રેતા માં ૨ કળાઓ ઓછી હોય છે પરંતુ વિકારી નહીં કહીશું. ભગવાન શ્રી રામ, ભગવતી શ્રી સીતા કહે છે ને. ૧૬ કળા પછી ૧૪ કળા કહેવાય છે. ચંદ્રમાનું પણ એવું હોય છે ને. તો એનાથી સિદ્ધ થાય છે જ્યાં સુધી પતિત-પાવન બાપ આવીને પાવન ન બનાવે ત્યાં સુધી મુક્તિ-જીવનમુક્તિ માં કોઈ જઈ ન શકે. બાપ જ ગાઈડ (માર્ગદર્શક) છે. આ દુનિયામાં પવિત્ર તો બહુજ છે. સંન્યાસીઓની પણ પવિત્રતા નાં કારણે માન્યતા છે. પરંતુ બાપ દ્વારા પવિત્ર નથી બનતાં. હવે આપ બાળકો જાણો છો આપણને પાવન બનાવવા વાળા નિરાકાર પરમપિતા પરમાત્મા છે. તેઓ તો પોતે જ પોતાની મત પર પવિત્ર બને છે. તમે બાપ દ્વારા પવિત્ર બનો છો. પતિત-પાવન બાપ દ્વારા જ પાવન દુનિયા નો વારસો મળે છે. બાપ કહે છે-હેં બાળકો કામ તમારો મહા-દુશ્મન છે, એનાં પર જીત પહેરો, નીચે પડે પણ આમાં જ છે. એવું ક્યારેય નહીં લખશે કે મેં ક્રોધ કર્યો, તો કાળું મોઢું કરી દીધું. કામ નાં માટે જ લખે છે મેં કાળુ મોઢું કર્યું. નીચે પડી ગયો. આ વાતો ને આપ બાળકો જ જાણો છો, દુનિયા નથી જાણતી. ડ્રામા અનુસાર જેમણે આવીને બ્રાહ્મણ બનવાનું છે, તે આવતાં જશે. બીજા સતસંગો માં તો કોઈ લક્ષ-હેતુ જ નથી. શિવાનંદ વગેરે નાં ફોલોઅર્સ (અનુયાયીઓ) તો ઘણાં છે પરતું એમાં પણ કોઈ-કોઈ સંન્યાસ લેતાં હશે. ગૃહસ્થી તો લેતાં જ નથી. બાકી ઘરબાર છોડવા વાળા બહુજ થોડાં નીકળે છે. સંન્યાસી બને છે પછી પણ પુનર્જન્મ લેવો પડે છે. શિવાનંદ નાં માટે થોડી કહેશે કે જ્યોતિ જ્યોત માં સમાયાં. તમે સમજો છો કે સર્વનાં સદ્દગતિ દાતા બાપ જ છે, એ જ ગાઈડ છે. ગાઈડ વગર કોઈ જઈ ન શકે. આપ બાળકો જાણો છો આપણા બાપ, બાપ પણ છે, નોલેજફુલ પણ છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. આખી મનુષ્ય સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું નોલેજ તો બીજ ને જ હશે ને. ફાધર (પિતા) તો બધાં કહે છે ને. બાળકો તો જાણે છે અમારા ગોડફાધર એક જ છે તો તરસ પણ એ ફાધર ને જ બધાં પર પડશે ને. કેટલાં અનેક મનુષ્ય છે, કેટલાં જીવ-જંતુ છે. ત્યાં મનુષ્ય થોડાં હોય છે તો જીવ-જંતુ પણ થોડાં હોય છે. સતયુગ માં આવી કીચડપટ્ટી હોતી નથી. અહીંયા તો અનેક પ્રકારની બીમારીઓ વગેરે કેટલી નીકળતી રહે છે, જેનાં માટે પછી નવી દવાઓ નીકળતી રહે છે. ડ્રામા પ્લાન અનુસાર અનેક પ્રકારની હુનર (કળા) નીકાળતાં રહે છે. તે બધી છે મનુષ્ય ની હુનર. પારલૌકિક બાપ ની હુનર શું છે? બાપનાં માટે કહે છે હેં પતિત-પાવન આવીને અમારી આત્માને પાવન બનાવો, શરીર પણ પાવન, કહે છે પતિત-પાવન, દુઃખહર્તા, સુખકર્તા, એક ને જ બોલાવે છે ને. પોત-પોતાની ભાષા માં યાદ જરુર કરે છે. મનુષ્ય મરવા પર હોય છે તો પણ ભગવાન ને યાદ કરે છે, સમજે છે બીજા કોઈ સહારો નહીં આપશે, એટલે કહે છે-ગોડ ફાધર ને યાદ કરો. ક્રિશ્ચન પણ કહેશે ગોડ ફાધર ને યાદ કરો. એવું નહીં કહેશે-ક્રાઈસ્ટ ને યાદ કરો. જાણે છે ક્રાઈસ્ટ નાં ઉપર ગોડ (ભગવાન) છે. ગોડ તો બધાનાં એક જ હશે ને. હવે આપ બાળકો જાણો છો મૃત્યુલોક શું છે, અમરલોક શું છે! દુનિયા માં કોઈ નથી જાણતું. તેઓ તો કહે છે સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે. કોઈ-કોઈ સમજે છે સતયુગ હતો, દેવતાઓનું રાજ્ય હતું. હજી સુધી પણ કેટલાં નવાં-નવાં મંદિર બનતાં રહે છે. આપ બાળકો જાણો છો સિવાય એક બાપ નાં બીજું કોઈ પણ આપણને પાવન બનાવી પાછાં પોતાનાં ઘરે લઈ ન જઈ શકે. તમારી બુદ્ધિ માં છે કે અમે પોતાનાં સ્વીટ હોમ માં જઈ રહ્યાં છીએ. બાપ આપણને પાછાં લઈ જવાં માટે લાયક બનાવી રહ્યાં છે. આ સ્મૃતિ માં રહેવું જોઈએ.

બાપ સમજાવે છે બાળકો તમે આટલાં-આટલાં જન્મ લીધાં છે. હમણાં આપણે આવીને શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ. પછી બ્રાહ્મણ થી દેવતા બનવાનું છે, સ્વર્ગ માં જવાનું છે. હમણાં છે સંગમ. વિરાટરુપ માં બ્રાહ્મણોની ચોટી પ્રખ્યાત છે. હિંદુઓનાં માટે પણ ચોટી નિશાની છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. ખાલસા, મુસલમાન વગેરે એવાં બની જાય છે જે તમને ખબર પણ ન પડે કે કોણ છે? બાકી ચીની છે, આફ્રિકન છે, એમની ખબર પડી જાય છે. એમનો ચહેરો જ અલગ છે. ક્રિશ્ચિન નું ભારત થી કનેક્શન (સંબંધ) છે તો એ શીખ્યાં છે. કેટલી વેરાયટી (વિવિધતા) છે ધર્મો ની. એમનાં રીત-રિવાજ પહેરવેશ બધું અલગ છે. હમણાં આપ બાળકોને જ્ઞાન મળ્યું છે, આપણે સતયુગ ની સ્થાપના કરી રહ્યાં છીએ. ત્યાં બીજો કોઈ ધર્મ નહોતો. હમણાં તો બધાં વેરાયટી ધર્મ વાળા હાજર છે. હવે અંત માં બીજો કયો ધર્મ સ્થાપન કરશે. હાં, નવી આત્માઓ પાવન હોય છે એટલે જે નવી આત્મા આવે છે તો કાંઈ ને કાંઈ એ આત્માની મહિમા થતી રહેશે. વિવેક કહે છે જે પાછળ થી આવશે એમને પહેલાં જરુર સુખ મળશે. મહિમા થશે પછી દુઃખ પણ થશે. છે જ એક જન્મ જેમ તમે સુખધામ માં બહુજ રહો છો. તે પછી શાંતિધામ માં બહુજ રહે છે. અંત સુધી વૃદ્ધિ ખૂબ થાય છે. ઝાડ મોટું છે ને. આ સમયે મનુષ્યોની કેટલી વૃદ્ધિ થતી રહે છે એટલે એને બંધ કરવાનાં ઉપાય નીકાળતાં રહે છે. પરંતુ એનાથી કાંઈ થઈ નથી શકતું. તમે જાણો છો ડ્રામા પ્લાન અનુસાર વૃદ્ધિ થવાની છે જરુર. નવા પાન આવતાં જશે પછી ડાળીઓ વગેરે નીકળતી રહેશે. કેટલી વેરાયટી છે. હવે બાળકો જાણે છે અમે બીજા કોઈ કનેક્શન (સંબંધ) માં નથી. બાપ જ આપણને પાવન બનાવે છે અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં સમાચાર સંભળાવે છે. તમે પણ એમને જ બોલાવો છો હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો તો જરુર પતિત દુનિયા વિનાશ ને પામશે. આ પણ હિસાબ છે. સતયુગ માં થોડાંક મનુષ્ય હોય છે. કળયુગ માં કેટલાં અનેક મનુષ્ય છે, આપ બાળકોએ સમજણ પણ આપવાની છે. બાપ આપણને ભણાવે છે આ જૂની દુનિયાનો હવે વિનાશ થાય છે. સ્થાપના પણ બાપ જ કરશે. ભગવાનુવાચ હું સ્થાપના કરાવું છું. વિનાશ તો ડ્રામા અનુસાર થાય છે. ભારતમાં જ ચિત્ર પણ છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ, બ્રહ્મા મુખ વંશાવલી જુઓ કેટલાં છે. તે છે કુખ વંશાવલી બ્રાહ્મણ. તે તો બાપને જાણતાં જ નથી. તમને હવે હોંસલો (ઉમંગ-ઉત્સાહ) આવ્યો છે. તમે જાણો છો હમણાં કળયુગ વિનાશ થઈ સતયુગ આવવાનો છે. આ છે જ રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર જ્ઞાન યજ્ઞ. આમાં આહુતી પડવાની છે-જૂની દુનિયાની. બીજી તો કોઈ આહુતી છે નહીં. બાપ કહે છે-મેં આખી સૃષ્ટિ પર આ રાજસ્વ અશ્વમેધ યજ્ઞ રચ્યો છે. આખી ભૂમિ પર રચેલો છે. યજ્ઞ કુંડ હોય છે ને. એમાં આખી દુનિયા સ્વાહા થઈ જશે. યજ્ઞ કુંડ બનાવે છે. આ આખી સૃષ્ટિ યજ્ઞ કુંડ બની ગઈ છે. આ યજ્ઞ કુંડ માં શું થશે? બધાં આમાં ખલાસ થઈ જશે. આ કુંડ પવિત્ર નવો થઈ જશે, આમાં પછી દેવતાઓ આવશે. સમુદ્ર ચારેય તરફ છે જ, આખી દુનિયા નવી થઈ જશે. ઉથલ-પાથલ તો બહુજ થશે. એવી કોઈ જગ્યા નથી જે કોઈની ન હોય. બધાં કહે છે આ મારી છે. હવે મારી-મારી કહેવા વાળા મનુષ્ય બધાં ખતમ થઈ જશે. બાકી હું જેમને પવિત્ર બનાવું છું, તે થોડાંક જ આખી દુનિયામાં રહેશે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હશે. જમુના નદી નાં કાંઠા પર એમનું રાજ્ય હશે. આ બધી વાતો તમારી બુદ્ધિ માં બેસવી જોઈએ, ખુશી રહેવી જોઈએ. મનુષ્ય એકબીજા ને કહાની (કથા) બેસી સંભળાવતાં રહે છે ને. આ પણ સત્ય-નારાયણ ની કહાની (કથા) છે, આ છે બેહદ ની. તમારી બુદ્ધિમાં જ આ વાતો છે. એમનામાં પણ જે સારા-સારા સર્વિસેબલ (સેવાધારી) છે, એમની જ બુદ્ધિ માં ધારણા થાય છે, ઝોલી ભરાશે, દાન આપતાં રહેશે એટલે કહે છે કે ધન દિયે ધન ન ખૂટે. સમજે છે દાન દેવાથી વધારો થશે. તમારું તો છે અવિનાશી ધન. હમણાં ધન દિયે ધન ન ખૂટે, જેટલું દાન દેશો એટલી જ ખુશી થશે. સાંભળતાં સમયે કોઈ-કોઈ નું માથું ઝૂલતું રહેશે. કોઈ તો તવાઈ ની માફક બેસી રહે છે. બાપ કેટલી સારી-સારી પોઇન્ટ્સ (વાતો) સંભળાવે છે. તો સાંભળતાં સમયે ઓટોમેટીક (આપમેળે) માથું હલશે. અહીંયા બાળકો આવે જ છે સન્મુખ બાપ થી રિફ્રેશ થવાં. બાપ કેવી રીતે બેસી યુક્તિ થી પોઇન્ટ સંભળાવે છે. તમે જાણો છો ભારતમાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું. ભારતને સ્વર્ગ કહેવાય છે. હમણાં તો નર્ક છે. નર્ક બદલાઈને સ્વર્ગ થશે બાકી આટલાં બધાંનો વિનાશ થઈ જશે. તમારા માટે તો સ્વર્ગ જેમકે કાલની વાત છે. કાલે રાજ્ય કરતાં હતાં, બીજું કોઈ આવું કહી ન શકે. કહે પણ છે ક્રાઈસ્ટ નાં આટલાં વર્ષ પહેલાં પેરેડાઇઝ (સ્વર્ગ) હતું, ત્યારે કોઈ બીજો ધર્મ નહોતો. દ્વાપર થી બધાં ધર્મ આવે છે. બહુજ સહજ વાત છે. પરંતુ મનુષ્ય ની બુદ્ધિ આ તરફ છે નહીં જે સમજી શકે. બોલાવે પણ છે પતિત-પાવન આવો તો આવીને જરુર પતિત થી પાવન બનાવશે ને. અહીંયા તો કોઈ પાવન હોઈ ન શકે. સતયુગ ને નિર્વિકારી દુનિયા કહેવાય છે. હમણાં તો છે વિકારી દુનિયા. મુખ્ય વાત છે પવિત્રતા ની. આનાં માટે તમારે કેટલી મહેનત કરવી પડે છે. તમે જાણો છો આજ દિવસ સુધી જે પણ પાસ્ટ (ભૂતકાળ) થયું તે ડ્રામા અનુસાર જ કહીશું. એમાં આપણે કોઈને ખરાબ સારું ન કહી શકીએ. જે કંઈ થાય છે, ડ્રામા માં નોંધ છે. બાપ આગળ નાં માટે સમજાવે છે કે સેવામાં એવાં-એવાં કર્મ નહીં કરો. નહીં તો ડિસસર્વિસ (કુસેવા) થઈ જાય છે. બાપ જ તો બતાવશે ને. તમે એકબીજા થી લૂણ-પાણી થઈ ગયાં છો. સમજે છે અમે લૂણ-પાણી છીએ, એકબીજા ને મળીને વાત નથી કરતાં પછી કોઈને કાંઈ કહો તો એકદમ બગડી (ક્રોધિત થઈ) જાય છે. શિવબાબા ને ભૂલી જાય છે એટલે સમજાવાય છે કે હંમેશા શિવબાબા ને યાદ કરો. બાપ સાવધાની આપે છે બાળકો ને. એવાં-એવાં કામ કરવાથી દુર્ગતિ થઈ જાય છે. પરંતુ તકદીર માં નથી તો સમજતાં જ નથી. શિવબાબા જેનાથી વારસો મળે છે, એમનાથી પણ રિસાય જાય છે. બ્રાહ્મણી થી પણ રિસાય છે, આમનાથી પણ રિસાય છે. પછી ક્યારેક ક્લાસ માં નથી આવતાં. શિવબાબા થી તો ક્યારેય ન રિસાવું જોઈએ ને. એમની મુરલી તો વાંચવાની છે. યાદ પણ એમને કરવાનાં છે. બાબા કહે છે ને-બાળકો પોતાને આત્મા સમજી મને યાદ કરો તો સદ્દગતિ થશે. દેહ-અભિમાન માં આવવાથી દેહધારીઓથી રિસાય પડે છે. વારસો તો દાદા થી મળશે. બાપ નાં બનો ત્યારે દાદા નો વારસો મળે. બાપ ને જ ફારકતી (દગો) આપી દો તો વારસો કેવી રીતે મળશે. બ્રાહ્મણ કુળ થી નીકળી શૂદ્ર કુળ માં ચાલ્યાં ગયાં તો વારસો ખતમ. એડોપ્શન રદ્દ થઈ ગયું. તો પણ સમજતાં નથી. માયા એવી છે જે એકદમ તવાઈ બનાવી દે છે. બાપને તો કેટલાં પ્રેમ થી યાદ કરવાં જોઈએ પરતું યાદ કરતાં જ નથી. શિવબાબા નો બાળક છું, જે આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. જરુર ભારત માં જ જન્મ લે છે. શિવ જયંતી મનાવે છે ને. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રીપીટ થશે તો પહેલાં-પહેલાં શિવબાબા જ આવીને સ્વર્ગ રચશે. તમે જાણો છો કે આપણને સ્વર્ગની બાદશાહ મળી રહી છે. બાપ જ આવીને સ્વર્ગવાસી બનાવે છે. નવી દુનિયાનાં માટે રાજયોગ શીખવાડે છે. તમે જઈને નવી દુનિયામાં રાજ્ય ચલાવો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ રુપી ઝોલી માં અવિનાશી જ્ઞાન રત્ન ભરપૂર કરી પછી દાન કરવાનું છે. દાન કરવાથી જ ખુશી રહેશે. જ્ઞાન ધન વધતું જશે.

2. ક્યારેય પણ પરસ્પર બગડીને લૂણ-પાણી નથી થવાનું. બહુ જ પ્રેમ થી બાપ ને યાદ કરવાનાં છે અને મુરલી સાંભળવાની છે. તવાઈ નથી બનવાનું.

વરદાન :-
સદા પુણ્ય નું ખાતું જમા કરવા અને કરાવવા વાળા માસ્ટર શિક્ષક ભવ

આપણે માસ્ટર શિક્ષક છીએ, માસ્ટર કહેવાથી બાપ સ્વતઃ યાદ આવે છે. બનાવવા વાળા ની યાદ આવવાથી સ્વયં નિમિત્ત છું - આ સ્વતઃ સ્મૃતિ માં આવી જાય છે. વિશેષ સ્મૃતિ રહે કે અમે પુણ્ય આત્મા છીએ, પુણ્ય નું ખાતું જમા કરવું અને કરાવવું - આ જ વિશેષ સેવા છે. પુણ્ય આત્મા ક્યારેય પાપ નો ૧ % (ટકા) સંકલ્પ માત્ર પણ ન કરી શકે. માસ્ટર શિક્ષક એટલે સદા પુણ્ય નું ખાતું જમા કરવા અને કરાવવા વાળા, બાપ સમાન.

સ્લોગન :-
સંગઠન નાં મહત્વ ને જાણવા વાળા સંગઠન માં જ સ્વયં ની સેફ્ટી (સુરક્ષા) નો અનુભવ કરે છે.