06-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - જેમ બાપ ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે સુખ આપે છે તેમ આપ બાળકો પણ બાપ નાં મદદગાર બનો , પ્રીત બુદ્ધિ બની , દુઃખ આપવાનો ક્યારેય વિચાર પણ ન આવે

પ્રશ્ન :-
આપ રુપ-વસંત બાળકો નું કર્તવ્ય શું છે? તમને બાપની કઈ શિક્ષાઓ મળેલી છે?

ઉત્તર :-
આ રુપ વસંત બાળકો નું કર્તવ્ય છે મુખથી સદૈવ રત્ન નીકાળવાં, તમારાં મુખ થી ક્યારેય પથ્થર ન નીકળવાં જોઈએ. સર્વ બાળકો પ્રતિ બાપની શિક્ષા છે કે બાળકો ૧. આપસ માં ક્યારેય એક-બીજા ને હેરાન નહીં કરવું, ગુસ્સો નહીં કરવો, આ આસુરી મનુષ્ય નું કામ છે. ૨. મન્સા માં પણ કોઈને દુઃખ આપવાનો વિચાર ન આવે. ૩. નિંદા-સ્તુતિ, માન-અપમાન બધુંજ સહન કરવું. જો કોઈ કાંઈ બોલે છે તો શાંત રહેવું. હાથ માં કાયદો નહીં ઉઠાવવો.

ગીત :-
તૂ પ્યાર કા સાગર હૈ ...

ઓમ શાંતિ!
જ્ઞાન અને અજ્ઞાન. આપ બાળકોમાં પણ હમણાં જ્ઞાન છે - ભક્ત લોકો મહિમા કોની કરે છે અને આપ બાળકો જે અહીંયા બેઠા છો તમે કોની મહિમા સાંભળો છો? રાત-દિવસ નો ફરક છે. તેઓ તો એમ જ ફક્ત મહિમા ગાતાં રહે છે. એટલો પ્રેમ નથી કારણ કે ઓળખ નથી. તમને બાપે ઓળખ આપી છે હું પ્રેમનો સાગર છું અને તમને પ્રેમ નાં સાગર બનાવી રહ્યો છું. બાપ પ્રેમ નાં સાગર કેટલાં બધાં ને પ્રિય લાગે છે. ત્યાં પણ બધાં એક-બીજા ને પ્રેમ કરે છે. આ તમે અહીં શીખો છો. કોઈનાં સાથે પણ વિરોધ ન હોવો જોઈએ, જેને બાબા લૂણ-પાણી કહે છે. અંદર માં કોઈનાં માટે નફરત ન હોવી જોઈએ. નફરત કરવા વાળા કળયુગી નર્કવાસી છે. જાણો છો આપણે બધાં ભાઈ-બહેન છીએ. શાંતિધામ માં છે તો ભાઈ-ભાઈ છે. અહીંયા જ્યારે કર્મ ક્ષેત્ર પર પાર્ટ ભજવીએ છીએ, તો ભાઈ-બહેન છીએ. ઈશ્વરીય સંતાન છીએ. ઈશ્વરની મહિમા છે તે જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે, એટલે બધાને સુખ આપે છે. તમે બધાં દિલ થી પૂછો - જેમ બાપ ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે સુખ આપે છે તેમ અમે પણ તે કાર્ય કરીએ છીએ? જો બાપનાં મદદગાર નથી બનતાં, પ્રેમ નથી કરતાં, એક-બીજા થી પ્રીત નથી, વિપરીત બુદ્ધિ થઈને રહો છો તો વિનશન્તી થઈ જાઓ છો. વિપરીત બુદ્ધિ થવું અસુરો નું કામ છે. પોતાને ઈશ્વરીય સંપ્રદાય કહી ને પછી એક-બીજા ને દુઃખ આપવું તેમને અસુર કહેવાય છે. આપ બાળકોએ કોઈને પણ દુઃખ નથી આપવાનું. તમે છો જ દુઃખહર્તા, સુખકર્તા બાપનાં બાળકો. તો દુઃખ આપવાનો વિચાર પણ તમને ન આવવો જોઈએ. તે તો છે જ આસુરી સંપ્રદાય, નહિં કે ઈશ્વરીય સંપ્રદાય કારણ કે દેહ-અભિમાની છે. તે ક્યારેય યાદની યાત્રા માં રહી ન શકે. યાદની યાત્રા વગર કલ્યાણ થવાનું નથી. વારસો આપવા વાળા બાપ ને તો જરુર યાદ કરવાનાં છે તો વિકર્મ વિનાશ થશે. અડધોકલ્પ તો એક-બીજા ને દુઃખ આપતાં આવ્યાં છો. એક-બીજા માં લડતાં, હેરાન કરતાં રહો છો, તે આસુરી સંપ્રદાય માં ગણાય છે. ભલે પુરુષાર્થી છે તો પણ ક્યાં સુધી દુઃખ આપતા રહેશે એટલે બાબા કહે છે પોતાનો ચાર્ટ રાખો. ચાર્ટ રાખવાથી ખબર પડશે - અમારું રજીસ્ટર સુધરતું જાય છે કે એ જ આસુરી ચલન છે? બાબા સદૈવ કહે છે ક્યારેય કોઈને દુઃખ નહીં આપો. નિંદા-સ્તુતિ, માન-અપમાન, ઠંડી-ગરમી બધું સહન કરવાનું છે. કોઈએ કંઈ કહ્યુ તો શાંત રહેવું જોઈએ. એવું નહીં કે તેમનાં માટે બે વચન વધારે કહી દેવાનાં છે. કોઈ કોઈને દુઃખ આપે છે તો એમને બાપ સમજાવશે ને. બાળકો, બાળકો ને કહીં ન શકે. પોતાનાં હાથમાં લો (કાયદો) નથી લેવાનો. કાંઈ પણ વાત છે તો બાપની પાસે આવવાનું છે. ગવર્મેન્ટ (સરકાર) માં પણ કાયદો છે - કોઇ એક-બીજા ને મુક્કો ન મારી શકે. કમ્પ્લેન (ફરિયાદ) કરી શકે છે. કાયદો ઉઠાવવો ગવર્મેન્ટ નું કામ છે. તમે પણ ગવર્મેન્ટ ની પાસે આવો. હાથ માં લો (કાયદો) નહીં લો. આ તો છે જ પોતાનું ઘર એટલે બાબા કહે છે રોજ કચેરી કરો. આ પણ સમજતા નથી - શિવબાબા ઓર્ડર (હુકમ) કરે છે. બાબાએ કહ્યું છે હંમેશા સમજો શિવબાબા સંભળાવે છે. એવું નહીં સમજો બ્રહ્મા સંભળાવે છે. હંમેશાં શિવબાબા જ સમજો તો એમની યાદ રહેશે. આ શિવબાબા એ રથ લીધો છે, તમને જ્ઞાન સંભળાવવા માટે. સતોપ્રધાન બનવાનો રસ્તો બાપ સમજાવી રહ્યાં છે. એ છે ગુપ્ત. તમે છો પ્રત્યક્ષ. જે પણ ડાયરેક્શન (માર્ગદર્શન) નીકળે છે સમજો શિવબાબા નું છે તો તમે સેફ (સુરક્ષિત) રહેશો. તમે બાબા-બાબા શિવ ને જ કહો છો. વારસો પણ એમનાથી મળે છે. એમની સાથે કેટલાં રિગાર્ડ (આદર), રોયલ્ટી થી ચાલવું જોઈએ. તમે કહો છો ને - બાબા અમે તો લક્ષ્મી-નારાયણ બનશું. પછી બીજા, ત્રીજા બન્યાં, સૂર્યવંશી નહીં બન્યાં તો ચંદ્રવંશી બન્યાં. એવું તો નથી અમે ભલે દાસ-દાસી બનીએ. પ્રજા બનવું તો સારું નથી. તમારે તો અહીંયા દૈવીગુણ જ ધારણ કરવાનાં છે. આસુરી ચલન તો ન હોવી જોઈએ. નિશ્ચય નથી તો પછી બેઠા-બેઠા આ કહી દે છે, આમનામાં શિવબાબા આવે છે - અમે તો નથી સમજતાં. માયાનું ભૂત આવવાથી પરસ્પર એવું કહી દે છે. પરસ્પર આસુરી સ્વભાવ વાળા મળે છે તો પછી એવું બોલવા લાગી જાય છે, આસુરી વાતો જ મુખ થી નીકળે છે. બાપ કહે છે તમે આત્માઓ રુપ-વસંત બનો છો. તમારા મુખ થી રત્ન જ નીકળવાં જોઈએ. જો પથ્થર નીકળે છે તો આસુરી બુદ્ધિ થયાં.

ગીત પણ બાળકોએ સાંભળ્યું. બાળકો કહે છે - બાબા પ્રેમ નાં સાગર, સુખ નાં સાગર છે. શિવબાબા ની જ મહિમા છે. બાપ કહે છે આપ સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આમાં ખુબ સારા-સારા બાળકો ફેલ (નપાસ) થાય છે. દેહી-અભિમાની સ્થિતિ માં રહી નથી સકતાં. દેહી-અભિમાની બનશે ત્યારે જ એટલું ઉંચુ પદ પામશે. ઘણાં બાળકો ફાલતું વાતોમાં બહુજ સમય વ્યર્થ કરે છે. જ્ઞાનની વાત જ ધ્યાન માં નથી આવતી. આ પણ ગાયન છે ઘર ની ગંગાનું માન નથી રાખતાં. ઘરની વસ્તુ નું એટલું માન નથી રાખતાં. જ્યારે કૃષ્ણ વગેરે નું ચિત્ર ઘરમાં પણ છે પછી શ્રીનાથ દ્વાર વગેરે એટલાં દૂર-દૂર કેમ જાઓ છો. શિવનાં મંદિરો માં પણ છે તો પથ્થરનું જ લિંગ. પહાડો થી પથ્થર નીકળે છે, તે ઘસાઈ-ઘસાઈ ને લિંગ બની જાય છે, તેમાં કોઈ-કોઈ પથ્થર માં સોનું પણ લગાવેલું હોય છે. કહેવાય છે સોના નો કૈલાશ પર્વત. સોનું પહાડો થી નીકળે છે ને. તો થોડું-થોડું સોનું લાગેલા પથ્થર પણ હોય છે જે પછી બહુજ સારા-સારા ગોળ થઈ જાય છે, તે વહેંચે છે. માર્બલ નાં પણ ખાસ બનાવે છે. હવે ભક્તિમાર્ગ વાળાઓ ને કહો કે તમે બહાર આટલાં ભટકો કેમ છો તો બગડી જશે. બાપ સ્વયં કહે છે આપ બાળકોએ બહુ જ પૈસા બરબાદ કર્યા છે. આ પણ ડ્રામા માં પાર્ટ છે જે તમારે ધક્કા ખાવા પડે છે. આ છે જ જ્ઞાન અને ભક્તિ નો ખેલ. હવે આપ બાળકોને બધી સમજ મળે છે. જ્ઞાન છે સુખ નો રસ્તો, જ્ઞાન થી સતયુગ ની રાજાઈ મળે છે. આ સમયે રાજા-રાણી તથા પ્રજા બધાં નર્ક નાં માલિક છે. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. આ વાતો ને હમણાં તમે સમજ્યાં છો. હવે તમે કહો છો અમે સ્વર્ગવાસી બનવા માટે સ્વર્ગની સ્થાપના કરવા વાળા બાપની પાસે બેઠાં છીએ. જ્ઞાન નું ટીપું મળે છે. થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો સ્વર્ગમાં જરુર આવશે, બાકી છે પુરુષાર્થ પર. સમજે છે ગંગાજળ ની એક લોટી પણ મુખ માં નાખવાથી પતિત પાવન બની જાય છે. લોટી ભરીને લઈ જાય છે પછી રોજ એમાંથી એક-એક ટીપું પાણીમાં નાખીને સ્નાન કરે છે. તે જેમ કે ગંગાસ્નાન થઈ જશે. વિદેશ માં પણ ગંગાજળ ભરીને લઈ જાય છે. આ બધું છે ભક્તિ.

બાપ બાળકો ને સમજાવે છે બાળકો માયા બહુ જોર થી થપ્પડ લગાવે છે, વિકર્મ કરાવી દે છે એટલે કચેરી કરો, પોતે જ પોતાની કચેરી કરવું સારું છે. તમે સ્વયં ને પોતે જ રાજતિલક આપો છો તો પોતાની તપાસ કરવાની છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ શ્રીમત આપે છે આમ-આમ કરો, દૈવી ગુણ ધારણ કરો. જે કરશે તે પામશે. તમારા તો ખુશી માં રોમાંચ ઉભાં થઈ જવાં જોઈએ. બેહદનાં બાપ મળ્યાં છે, એમની સર્વિસ (સેવા) માં મદદગાર બનવાનું છે. આંધળાની લાઠી બનવાનું છે. જેટલાં વધારે બનશો એટલું પોતાનું જ કલ્યાણ થશે. બાબા ને તો ઘડી-ઘડી યાદ કરવાનાં છે. નેષ્ઠા માં એક જગ્યા પર બેસવાની વાત નથી. હરતાં-ફરતાં યાદ કરવાનું છે. ટ્રેન માં પણ તમે સર્વિસ કરી શકો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો કે ઊંચે થી ઊંચું કોણ છે? એમને યાદ કરો. વારસો એમનાથી જ મળશે. આત્માને બાપ થી બેહદ નો વારસો મળે છે. કોઈ દાન-પુણ્ય કરવાથી રાજા ની પાસે જન્મ લે છે તે પણ અલ્પકાળ માટે. સદા તો રાજા નથી બની શકતાં. તો બાપ કહે છે અહીંયા તો ૨૧ જન્મો ની ગેરંટી (ખાતરી) છે. ત્યાં આ ખબર નહીં પડશે કે અમે બેહદનાં બાપ થી આ વારસો લઈ આવ્યાં છીએ. આ જ્ઞાન આ સમયે તમને મળે છે તો કેટલો સારી રીતે પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ નથી કરતાં તો પોતાનાં જ પગ પર કુલ્હાડી મારે છે. ચાર્ટ લખતાં રહો તો ડર રહેશે. કોઈ-કોઈ લખે પણ છે, બાબા જોશે તો શું કહેશે. ચાલ-ચલન માં બહુ જ ફરક રહે છે. તો બાપ કહે છે ગફલત છોડો. નહીં તો ખુબજ પસ્તાવું પડશે. પોતાનાં પુરુષાર્થ નો પછી પાછળ થી સાક્ષાત્કાર જરુર થશે પછી બહુજ રડવું પડશે. શું કલ્પ-કલ્પ આ જ વારસો મળશે. દાસ-દાસી જઈને બનશું. પહેલાં તો ધ્યાન માં જઈને સંભળાવતા હતાં - ફલાણી દાસી છે, આ છે. પછી બાબાએ બંધ કરી દીધું. પાછળ થી પછી આપ બાળકોને સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર વગર સજા કેવી રીતે મળી શકે. કાયદો જ નથી.

બાળકોને યુક્તિઓ પણ બહુ જ સમજાવાય છે તમે તમારા પતિને કહો, બાબા કહે છે બાળકો કામ મહાશત્રુ છે, આનાં પર જીત પહેરો. માયાજીતે જગતજીત બનો. હવે અમે સ્વર્ગનાં માલિક બનીએ કે તમારાં કારણે અપવિત્ર બની નર્કમાં જઈએ. ખુબજ પ્રેમ, નમ્રતા થી સમજાવો. અમને નરક માં કેમ ધકેલો છો. એવી ઘણી બાળકીઓ છે - સમજાવતા-સમજાવતા છેલ્લે પતિને લઈ આવે છે. પછી પતિ કહે કે આ અમારી ગુરુ છે, આણે અમને બહુ જ સારો રસ્તો બતાવ્યો. બાબાની આગળ ચરણોમાં આવી પડે છે. ક્યારેક જીત ક્યારેક હાર પણ થાય છે. તો બાળકોએ ખુબ-ખુબ મીઠા બનવાનું છે. જે સેવા કરશે એ જ પ્રિય લાગશે. ભગવાન બાપ આવ્યાં છે બાળકો પાસે, એમની શ્રીમત પર ચાલવું પડે. શ્રીમત પર નથી ચાલતાં તો તોફાન લાગવાથી પડી જાય છે. એવાં પણ છે - તે શું કામના રહેશે. આ ભણતર કોઈ કોમન (સાધારણ) નથી બીજા બધાં સતસંગો વગેરે માં તો છે - કનરસ, જેનાથી અલ્પકાળ નું સુખ મળે છે. આ બાપ દ્વારા તો ૨૧ જન્મો નું સુખ મળે છે. બાબા સુખ-શાંતિ નાં સાગર છે, આપણને પણ બાપ થી વારસો મળે છે. સેવા કરશું ત્યારે તો મળશે, એટલે બેજ સદા લગાવેલો રહે. આપણે આવાં સર્વગુણ સમ્પન્ન બનવાનું છે. તપાસ કરવાની છે કે અમે કોઈને દુઃખ તો નથી દેતાં? આસુરી ચલન તો નથી ચાલતાં? માયા એવાં કામ કરાવે છે, વાત નહીં પૂછો. સારા-સારા ઘરવાળા પણ કહે છે, માયાએ આ વિકર્મ કરાવી લીધું. કોઈ સાચું બતાવે, કોઈ સાચું ન બતાવવાથી સોગણો દંડ પામે છે. પછી તે આદત વધતી જશે. બાપને સંભળાવશો તો બાબા સાવધાન કરશે. બાબા કહે છે પાપ કર્યુ છે તો રજીસ્ટર માં લખો અને બતાવી દો તો તમારાં પાપ અડધા ખલાસ થઈ જશે. સંભળાવતા નથી, છુપાવી દેશે તો પછી કરતાં જ રહેશે. શ્રાપ મળી જાય છે. ન બતાવવાથી એકવાર નાં બદલે સો વાર કરતા રહેશે. બાબા કેટલી સારી સલાહ આપે છે પરંતુ કોઈ-કોઈને જરા પણ અસર નથી થતી. પોતાની તકદીરને જેમ લાત મારતાં રહે છે. બહુજ-બહુજ નુકસાન કરે છે. અંતમાં બધાને સાક્ષાત્કાર થશે. આ-આ બનશું, ક્લાસ માં ટ્રાન્સફર (બદલી) થાય છે તો માર્ક (ગુણાંક) નીકળે છે ને. ટ્રાન્સફર થવા પહેલાં રિઝલ્ટ (પરિણામ) નીકળે છે. તમે પણ પોતાનાં ક્લાસમાં જાઓ છો તો માર્ક્સ ની ખબર પડશે પછી બહુજ જોર-જોરથી રડશો. પછી શું કરી શકશો? રિઝલ્ટ તો નીકળી ગયું ને. જે તકદીર માં હતું તે લઈ લીધું. બાપ બધાં બાળકોને સાવધાન કરે છે. કર્માતીત અવસ્થા હમણાં થઈ ન શકે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી શરીર છોડવું પડે, હમણાં કોઈ ને કોઈ વિકર્મ રહેલાં છે, હિસાબ-કિતાબ છે એટલે યોગ પૂરો નથી લાગતો. હમણાં કોઈ પણ નથી કહી શકતું કે અમે કર્માતીત અવસ્થા માં છીએ. નજીક આવવાથી પછી બહુ જ નિશાનીઓ દેખાઈ આવશે. બધો આધાર તમારી અવસ્થા પર અને વિનાશ પર છે. તમારું ભણતર પૂરું થવાં પર હશે તો પછી જોશો કે લડાઈ માથા પર ઉભી છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં વશ થઈને કોઈ પણ આસુરી ચલન નથી ચાલવાની. પોતાની ચલન નું રજીસ્ટર રાખવાનું છે. એવું કોઈ કર્મ નથી કરવાનું જે પશ્ચાતાપ કરવો પડે.

2. ખુબ-ખુબ પ્રેમ અને નમ્રતા થી સેવા કરવાની છે. મીઠા બનવાનું છે. મુખ થી આસુરી બોલ નથી નીકાળવાનાં. સંગની ખુબ-ખુબ સંભાળ કરવાની છે. શ્રીમત પર ચાલતાં રહેવાનું છે.

વરદાન :-
મન્સા સંકલ્પ કે વૃત્તિ દ્વારા શ્રેષ્ઠ વાયબ્રેશન ની સુગંધ ફેલાવવા વાળા શિવશક્તિ કમ્બાઈન્ડ ભવ .

જેમ આજકાલ સ્થૂળ સુગંધનાં સાધનો થી ગુલાબ, ચંદન અથવા ભિન્ન-ભિન્ન પ્રકારની સુગંધ ફેલાવે છે તેમ તમે શિવશક્તિ કમ્બાઈન્ડ બની મન્સા સંકલ્પ અથવા વૃત્તિ દ્વારા સુખ-શાંતિ, પ્રેમ, આનંદ ની સુગંધ ફેલાવો. રોજ અમૃતવેલા ભિન્ન-ભિન્ન શ્રેષ્ઠ વાઇબ્રેશન નાં ફાઉન્ટન (ફુવારા) નાં જેમ આત્માઓનાં ઉપર ગુલાવાશી (છાંટા) નાખો. ફક્ત સંકલ્પ નું ઓટોમેટીક બટન ચાલુ કરો તો વિશ્વમાં જે અશુદ્ધ વૃત્તિઓની દુર્ગંધ છે તે સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
સુખદાતા દ્વારા સુખ નો ભંડાર પ્રાપ્ત થવો - એ જ એમનાં પ્રેમની નિશાની છે.