06-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આ જૂની દુનિયા થી બેહદ નાં વૈરાગી બનો કારણ કે બાપ તમારા માટે નવું સ્વર્ગ રુપી ઘર બનાવી રહ્યાં છે

પ્રશ્ન :-
આ અવિનાશી રુદ્ર યજ્ઞ માં કઈ-કઈ વાતો નાં કારણે જ વિઘ્ન પડે છે?

ઉત્તર :-
આ શિવબાબા નો રચેલો અવિનાશી રુદ્ર યજ્ઞ છે, આમાં તમે મનુષ્ય થી દેવતા બનવાનાં માટે પવિત્ર બનો છો, ભક્તિ વગેરે છોડો છો એનાં કારણે વિઘ્ન પડે છે. લોકો કહે છે - શાંતિ થાય, વિનાશ ન થાય અને બાપે આ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો જ છે જૂની દુનિયાનાં વિનાશ નાં માટે. એનાં પછી જ શાંતિ ની દુનિયા આવશે.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ બાપે બાળકોને સમજાવ્યો છે. અહમ્ (મુજ) આત્મા નો સ્વધર્મ છે શાંત. શાંતિધામ માં જવાનાં માટે કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. આત્મા સ્વયં શાંત સ્વરુપ, શાંતિધામ માં રહેવા વાળી છે. અહીંયા થોડાં સમય નાં માટે શાંત રહી શકે છે. આત્મા કહે છે મારી કર્મેન્દ્રિયો નું વાજું થાકી ગયું છે. હું મારા સ્વધર્મ માં ટકી જાઉં છું, શરીર થી અલગ થઈ જાઉં છું. પરંતુ કર્મ તો કરવાનું જ છે. શાંતિ માં ક્યાં સુધી બેસી રહેશો. આત્મા કહે છે - હું શાંતિ દેશની રહેવાસી છું. ફક્ત અહીંયા શરીરમાં આવવાથી ટોકી બન્યો (વાચામાં આવું) છું. અહમ્ (હું) આત્મા મમ્ (મારું) શરીર છે. આત્મા જ પતિત અને પાવન બને છે. આત્મા પતિત બને છે તો શરીર પણ પતિત બને છે કારણ કે સતયુગ માં ૫ તત્વ પણ સતોપ્રધાન હોય છે. અહીંયા ૫ તત્વ તમોપ્રધાન છે. સોનામાં ખાદ પડવાથી સોનું પતિત બની જાય છે. પછી એને સાફ કરવા માટે આગ માં નખાય છે. એને યોગ અગ્નિ નથી કહેવાતી. યોગ અગ્નિ પણ છે, જેનાથી પાપ બળે છે. આત્મા ને પતિત થી પાવન બનાવવા વાળા પરમાત્મા છે. નામ જ એક નું છે. બોલાવે છે હેં પતિત-પાવન આવો. ડ્રામા પ્લાન અનુસાર બધાંને પતિત તમોપ્રધાન બનવાનું જ છે. આ ઝાડ છે ને. એ ઝાડ નું બીજ નીચે રહે છે, આનું બીજ ઊપર માં છે. બાપને જ્યારે બોલાવે છે તો બુદ્ધિ ઊપર ચાલી જાય છે. જેમનાથી તમે વારસો લઈ રહ્યાં છો તે હમણાં નીચે આવેલાં છે. કહે છે મારે આવવું પડે છે. મારું જે આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ છે, આ અનેક વેરાયટી (વિભિન્ન) ધર્મોનું છે. હમણાં તે તમોપ્રધાન પતિત જડજડીભૂત અવસ્થા ને પામેલું છે. બાપ બેસી બાળકોને સમજાવે છે - સતયુગમાં પહેલાં-પહેલાં હોય છે દેવી-દેવતાઓ. હમણાં કળયુગ માં છે અસુર. બાકી અસુર અને દેવતાઓ ની લડાઈ લાગી નથી. તમે આ આસુરી ૫ વિકારો પર યોગબળ થી જીત પામો છો. બાકી કોઈ હિંસક લડાઈની વાત નથી. તમે કોઈ પણ પ્રકારની હિંસા નથી કરતાં. તમે કોઈને હાથ પણ નહીં લગાવશો. તમે ડબલ અહિંસક છો. કામ કટારી ચલાવવી, આ તો સૌથી મોટું પાપ છે. બાપ કહે છે-આ કામ કટારી આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. વિકારમાં નથી જવાનું. દેવતાઓની આગળ મહિમા ગાએ છે - આપ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી. આત્મા આ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા જાણે છે. કહે છે કે અમે પતિત બની ગયાં છીએ તો જરુર ક્યારેક પાવન હતાં, જે કહે છે અમે પતિત બન્યાં છીએ. બોલાવે પણ છે હેં પતિત-પાવન આવો. જ્યારે પાવન છે ત્યારે કોઈ બોલાવતું જ નથી. એને સ્વર્ગ કહેવાય છે. અહીંયા તો સાધુ-સંત વગેરે કેટલી ધૂન લગાવે છે પતિત-પાવન સીતારામ.જ્યાં પણ જાઓ ગાતાં રહે છે. બાપ સમજાવે છે કે આખી દુનિયા પતિત છે. રાવણ રાજ્ય છે ને, રાવણ ને બાળે છે. પરતું એમનું રાજ્ય ક્યાર થી થયું, કોઈને ખબર નથી. અનેકા-અનેક ભક્તિ માર્ગ ની સામગ્રી છે. કોઈ શું કરે, કોઈ શું કરે. સંન્યાસી પણ કેટલાં યોગ શિખવાડે છે. હકીકત માં યોગ કોને કહેવાય છે - આ કોઈને ખબર નથી. આ પણ કોઈનો દોષ નથી. આ ડ્રામા બન્યો-બનેલ છે. જ્યાં સુધી હું ન આવું, એમને પોતાનો પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન અને ભક્તિ, જ્ઞાન છે દિવસ સતયુગ-ત્રેતા, ભક્તિ છે રાત દ્વાપર-કળયુગ પછી છે વૈરાગ્ય. જૂની દુનિયા થી વૈરાગ્ય. આ છે બેહદ નું વૈરાગ્ય. એમનું છે હદ નું વૈરાગ્ય. તમે જાણો છો આ જૂની દુનિયા હમણાં ખતમ થવાની છે. નવું ઘર બનાવે છે તો જૂના થી વૈરાગ્ય થઈ જાય છે.

જુઓ, બેહદ નાં બાપ કેવાં છે! તમને સ્વર્ગ રુપી ઘર બનાવીને આપે છે. સ્વર્ગ છે નવી દુનિયા. નર્ક છે જૂની દુનિયા. નવી થી જૂની તે ફરી નવી બને છે. નવી દુનિયાની આયુ કેટલી છે, આ કોઈને ખબર નથી. હમણાં જૂની દુનિયામાં રહી આપણે નવી દુનિયા બનાવીએ છીએ. જૂનાં કબ્રિસ્તાન પર આપણે પરિસ્તાન બનાવીશું. આ જ જમુના નો કિનારો હશે, આનાં પર મહેલ બનશે. આ જ દિલ્લી જમુના નદી પર હશે. બાકી આ જે બતાવે છે - પાંડવો નાં કિલ્લા હતાં. આ બધું ડ્રામા પ્લાન અનુસાર ફરી પણ બનશે. જેમ તમે તપ દાન વગેરે કરતાં હશો, આ ફરી પણ કરવાનું હશે. પહેલાં શિવ ની ભક્તિ કરો છો. ફર્સ્ટ ક્લાસ (ખૂબ સુંદર) મંદિર બનાવો છો, એને અવ્યભિચારી ભક્તિ કહેવાય છે. હમણાં તમે જ્ઞાન માર્ગ માં છો. આ છે અવ્યભિચારી જ્ઞાન. એક જ શિવબાબા થી તમે સાંભળો છો જેમની પહેલાં તમે ભક્તિ કરી, એ સમયે કોઈ બીજો ધર્મ હોતો નથી. એ સમયે તમે બહુજ સુખી રહો છો. દેવતા ધર્મ બહુજ સુખ આપવા વાળો છે. નામ લેવાથી મુખ મીઠું થઈ જાય છે. તમે એક બાપ થી જ જ્ઞાન સાંભળો છો. બાપ કહે છે બીજા કોઈ થી તમે ન સાંભળો. આ છે તમારું અવ્યભિચારી જ્ઞાન. બેહદ બાપ નાં તમે બન્યાં છો. બાપ થી જ વારસો મળશે. નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ થોડાં સમય નાં માટે સાકાર માં આવેલાં છે. કહે છે મારે આપ બાળકો ને જ જ્ઞાન આપવાનું છે. મારું આ સ્થાઈ શરીર નથી, હું આમાં પ્રવેશ કરું છું. શિવજયંતી થી પછી ઝટ ગીતાજયંતી થઈ જાય છે. એમનાંથી જ્ઞાન શરું કરી દે છે. આ રુહાની વિદ્યા સુપ્રીમ રુહ આપી રહ્યાં છે. પાણી ની વાત નથી. પાણીને થોડી જ્ઞાન કહેશે. પતિત થી પાવન, જ્ઞાન થી બનશો. પાણી થી થોડી પાવન બનશો. નદીઓ તો આખી દુનિયામાં છે જ. આ તો જ્ઞાન સાગર બાપ આવે છે, આમાં પ્રવેશ કરી જ્ઞાન સંભળાવે છે. અહીંયા ગૌમુખ પર જાય છે. હકીકત માં ગૌમુખ તમે ચૈતન્ય માં છો. તમારા મુખ થી જ્ઞાન અમૃત નીકળે છે. ગાય થી તો દૂધ મળે છે. પાણી ની તો વાત જ નથી, આ બધું બાપ બેસી સમજાવે છે. જે સર્વ નાં સદ્દગતિ દાતા છે. હમણાં બધાં દુર્ગતિ માં પડ્યાં છે. આગળ તમે નહોતાં જાણતાં કે રાવણને કેમ બાળે છે. હવે તમે જાણો છો બેહદ નો દશેરા થવાનો છે. આ આખી દુનિયા બેટ (ટાપુ) છે. રાવણ નું રાજ્ય આખી સૃષ્ટિ પર છે. જે શાસ્ત્રો માં છે વાનર સેના હતી, વાનરો એ પુલ બનાવ્યો. આ બધી છે દંત કથાઓ. ભક્તિ વગેરે ચાલે છે, પહેલાં હોય છે અવ્યભિચારી ભક્તિ, પછી વ્યભિચારી ભક્તિ. દશેરા, રક્ષાબંધન બધું હમણાનાં જ તહેવાર છે. શિવજયંતી નાં પછી થાય છે કૃષ્ણ જયંતી. હમણાં કૃષ્ણપુરી સ્થાપન થઈ રહી છે. આજે છે કંસપુરી, કાલે હશે કૃષ્ણપુરી. કંસ આસુરી સંપ્રદાય ને કહેવાય છે. પાંડવ અને કૌરવો ની લડાઈ નથી. કૃષ્ણ નો જન્મ છે સતયુગ માં, તે છે ફર્સ્ટ પ્રિન્સ (રાજકુમાર). શાળા માં ભણવા જાય છે. જ્યારે મોટાં થાય છે તો રાજગાદી પર બેસે છે. મહિમા બધી શિવબાબા ની છે, જે પતિતો ને પાવન બનાવવા વાળા છે. બાકી આ રાસ લીલા વગેરે આ તો પરસ્પર માં ખુશી મનાવતાં હશે. બાકી કૃષ્ણ કોઈ ને જ્ઞાન સંભળાવે, આ કેવી રીતે હોઈ શકે. બાબા કહે છે - કોઈને મનાઈ નથી કરવાની કે ભક્તિ ન કરો. જાતે જ છુટી જાય છે. ભક્તિ છોડે છે, વિકાર છોડે છે, આનાં પર જ હંગામા થાય છે. બાબાએ કહ્યું છે હું રુદ્ર યજ્ઞ રચું છું, એમાં આસુરી સંપ્રદાય નાં વિઘ્ન પડે છે. આ છે શિવબાબા નો બેહદ નો યજ્ઞ, જેનાથી મનુષ્ય થી દેવતા બને છે. ગવાયેલું છે જ્ઞાન યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રગટ થઈ. જ્યારે જૂની દુનિયાનો વિનાશ થાય-ત્યારે તમે નવી દુનિયામાં રાજ્ય કરશો. લોકો કહે છે અમે કહીએ શાંતિ આપો, આ બી. કે. કહે છે વિનાશ થાય. જ્ઞાન ન સમજવાનાં કારણે એવું બોલે છે. બાપ સમજાવે છે - આ આખી જૂની દુનિયા આ જ્ઞાન યજ્ઞ માં સ્વાહા થઈ જશે. જૂની દુનિયાને આગ લાગવાની છે. કુદરતી આપત્તિઓ આવશે, સરસો (રાય) ની માફક બધાં પિસાઈને ખતમ થઈ જશે. બાકી થોડી આત્માઓ બચી જશે. આત્મા તો અવિનાશી છે. હવે બેહદ ની હોળીકા થવાની છે, જેમાં શરીર બધાં ખતમ થઈ જશે. બાકી આત્મા પવિત્ર બનીને ચાલી જશે. આગ માં વસ્તુ શુદ્ધ થાય છે. હવન કરે છે શુદ્ધતા નાં માટે. તે બઘી છે શારીરીક વાતો. આ આખી દુનિયા સ્વાહા થવાની છે. વિનાશ નાં પહેલાં જરુર સ્થાપના થવી જોઈએ. કોઈને સમજાવો - પહેલાં સ્થાપના પછી વિનાશ. બ્રહ્મા દ્વારા સ્થાપના. પ્રજાપિતા પ્રખ્યાત છે આદિ દેવ, આદિ દેવી ..જગદંબા નાં લાખો મંદિર છે. કેટલાં મેળા લાગે છે. તમે છો જગદંબા નાં બાળકો જ્ઞાન-જ્ઞાનેશ્વરી, પછી બનશો રાજ-રાજેશ્વરી. તમે ખૂબ ધનવાન બનો છો. પછી ભક્તિમાર્ગ માં લક્ષ્મી થી દિપમાળા પર વિનાશી ધન માંગે છે. ત્યાં તમને બધું જ મળી જાય છે આયુષ્યવાન ભવ, પુત્રવાન ભવ. ત્યાં ૧૫૦ વર્ષ આયુષ્ય રહે છે. તમે જેટલો યોગ લગાવશો એટલું આયુષ્ય વધતું જશે. તમે ઈશ્વર થી યોગ લગાવીને યોગેશ્વર બનો છો.

બાપ કહે છે હું ધોબી છું. બધી મુત પલીત (પતિત) આત્માઓ ને સાફ કરું છું. પછી શરીર પણ શુદ્ધ મળશે. હું સેકન્ડમાં દુનિયાનાં કપડા સાફ કરી લઉં છું. ફક્ત મનમનાભવ થવાથી આત્મા અને શરીર પવિત્ર બની જશે. છું મંતર થયું ને. સેકન્ડમાં જીવનમુક્તિ, કેટલો સહજ ઉપાય છે. ચાલતાં-ફરતાં ફક્ત બાપ ને યાદ કરો બીજી કોઈ જરા પણ તકલીફ નથી આપતો. હમણાં તમારી એક સેકન્ડમાં ચઢતી કળા થાય છે. બાપ કહે છે - હું આપ બાળકો નો સરવન્ટ (સેવક) બનીને આવ્યો છું. તમે બોલાવ્યો છે - હેં પતિત-પાવન આવીને અમને પાવન બનાવો તો સેવક થયો ને. જ્યારે તમે બહુજ પતિત બનો છો તો જોર થી ચિલ્લાવો છો. હમણાં હું આવ્યો છું. હું કલ્પ-કલ્પ આવીને બાળકોને મંત્ર આપું છું કે મને યાદ કરો. મનમનાભવ નો અર્થ પણ આ છે. પછી વિષ્ણુપુરી નાં માલિક બનશો. તમે આવ્યાં છો વિષ્ણુપુરી નું રાજ્ય લેવાં, રાવણપુરી નાં પછી છે વિષ્ણુપુરી. કંસપુરી નાં પછી કૃષ્ણપુરી. કેટલું સહજ સમજાવાય છે. બાપ કહે છે આ જૂની દુનિયા થી ફક્ત મમત્વ મિટાવી દો. હવે આપણે ૮૪ જન્મ પૂરા કર્યા છે. આ જુનું શરીર છોડી આપણે જઈશું નવી દુનિયામાં. યાદ થી જ તમારા પાપ કપાઈ જશે, એટલી હિંમત કરવી જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મુખ થી સદૈવ જ્ઞાન અમૃત નીકાળવાનું છે. જ્ઞાન થી જ બધાંની સદ્દગતિ કરવાની છે. એક બાપ થી જ જ્ઞાન સાંભળવાનું છે, બીજા થી નહીં.

2. ચઢતી કળા માં જવાનાં માટે ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. આ જૂની દુનિયા, જૂનાં શરીર થી મમત્વ મિટાવી દેવાનું છે.

વરદાન :-
એક જ રસ્તો અને એક થી સંબંધ રાખવા વાળા સંપૂર્ણ ફરિશ્તા ભવ

નિરાકાર તથા સાકાર રુપ થી બુદ્ધિ નો સંગ અથવા સંબંધ એક બાપ થી પાક્કો હોય તો ફરિશ્તા બની જશો. જેમનાં બધાં સંબંધ અથવા બધાં સંગ એકની સાથે છે તે જ સદા ફરિશ્તા છે. જેમ ગવર્મેન્ટ (સરકાર) રસ્તા માં બોર્ડ લગાવી દે છે કે આ રસ્તો બ્લોક (બંધ) છે, એમ બધાં રસ્તા બ્લોક (બંધ) કરી દો તો બુદ્ધિ નું ભટકવાનું છૂટી જશે. બાપદાદા નું આ જ ફરમાન (આજ્ઞા) છે - કે પહેલાં બધાં રસ્તા બંધ કરો. એનાથી સહજ ફરિશ્તા બની જશો.

સ્લોગન :-
સદા સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં રહેવું - આ જ માયા થી સેફ્ટી (સુરક્ષા) નું સાધન છે.


માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય - નિરંતર ઈશ્વરીય યાદ ની બેઠક

હમણાં જ્યારે પરમાત્મા ની યાદ માં બેસો છો તો બેસવાનો અર્થ શું છે? આપણે ફક્ત પરમાત્મા ની યાદ માં બેસવાનું નથી પરંતુ પોતાની ઈશ્વરીય યાદ તો નિત્ય ચાલતાં-ફરતાં દરેક સમયે કરવાની છે અને યાદ પણ એ વસ્તુ ની રહે છે જેનો પરિચય હોય. એમનું નામ, રુપ શું છે, જો આપણે કહીએ ઈશ્વર નામ, રુપ થી ન્યારા છે તો પછી કયાં રુપ ને યાદ કરીએ? જો કહીએ ઈશ્વર સર્વવ્યાપી છે તો એમની વ્યાપકતા તો સર્વત્ર થઈ ગઈ તો પછી યાદ કોને કરીએ, જો યાદ શબ્દ છે તો અવશ્ય યાદ નું રુપ પણ હશે. યાદ નો અર્થ છે એક યાદ કરવા વાળા, બીજું જેને યાદ કરો છો તો જરુર યાદ કરવા વાળા એમનાથી પણ ભિન્ન છે, તો પછી ઈશ્વર સર્વવ્યાપી ન થયાં. જો કોઈ કહે અમે આત્માઓ પરમાત્મા નાં અંશ છીએ તો શું પરમાત્મા પણ ટુકડા-ટુકડા થાય છે. પછી તો પરમાત્મા વિનાશી થયાં! એમની યાદ પણ વિનાશી થઈ. આ વાત ને લોકો નથી જાણતાં, પરમાત્મા પણ અવિનાશી છે, આપણે એ અવિનાશી પરમપિતા પરમાત્મા નાં સંતાન આત્મા પણ અવિનાશી છીએ. તો આપણે વંશ થયાં ન કે અંશ. હવે આ જોઈએ નોલેજ, જે પરમાત્મા સ્વયં આવીને આપણને બાળકોને આપે છે. પરમાત્મા નાં આપણાં બાળકોનાં પ્રતિ મહાવાક્ય છે બાળકો, હું જે છું જેવો છું એ રુપ ને યાદ કરવાથી તમે મને અવશ્ય પ્રાપ્ત કરશો. જો હું દુઃખ સુખ થી ન્યારો પિતા સર્વવ્યાપી હોત તો પછી ખેલ માં સુખ દુઃખ ન હોત. તો હું સર્વવ્યાપી નથી, હું પણ આત્મા સદૃશ્ય આત્મા છું પરંતુ સર્વ આત્માઓ થી મારા ગુણ પરમ છે એટલે મને પરમ આત્મા અર્થાત્ પરમાત્મા કહે છે. અચ્છા. ઓમ્ શાંતિ.