06-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેહી - અભિમાની બનવામાં જ તમારી સેફ્ટી છે , તમે શ્રીમત પર રુહાની સેવા માં લાગી જાઓ , તો દેહ - અભિમાન રુપી દુશ્મન વાર ( હુમલો ) નહીં કરશે”

પ્રશ્ન :-
વિકર્મો નો બોજો માથા પર છે, એની નિશાની શું હશે? એને હળવો કરવાની વિધિ સંભળાવો.

ઉત્તર :-
જ્યાં સુધી વિકર્મો નો બોજો છે ત્યાં સુધી જ્ઞાન ની ધારણા નથી થઈ શકતી. કર્મ એવા કરેલા છે જે વારંવાર વિઘ્ન નાખે છે, આગળ વધવા નથી દેતાં. આ બોજ થી હળવા થવા માટે નિદ્રા ને જીતવા વાળા નિદ્રાજીત બનો. રાત્રે જાગીને બાબા ને યાદ કરો તો બોજો હળવો થઈ જશે.

ગીત :-
માતા ઓ માતા…

ઓમ શાંતિ!
આ થઈ જગત અંબાની મહિમા કારણ કે તે છે નવી રચના. એકદમ નવી રચના તો થતી નથી. જૂના થી નવી થાય છે. મૃત્યુલોક થી અમરલોક જવાનું છે. આ જાણે કે જીવવાનો અને મરવાનો સવાલ છે કાં તો મૃત્યુલોક માં મરીને ખતમ થવાનું છે અથવા તો જીવતા જ મરીને અમરલોક માં ચાલવાનું છે. જગતની મા એટલે જગતને રચવા વાળી. આ જરુર છે બાપ સ્વર્ગનાં રચયિતા છે, રચના રચે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે હું સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરું છું. આવવાનું છે સંગમ પર. કહે પણ છે કલ્પ નાં સંગમયુગે, દરેક સંગમયુગે આવું છું. સ્પષ્ટ સમજણ છે. ફક્ત મનુષ્યોએ ભૂલ કરી નામ બદલી દીધું છે. સર્વવ્યાપી નું જ્ઞાન જે સંભળાવે છે, એમાં પૂછવું પડે છે આ કોણે કહ્યું? ક્યારે કહ્યું? ક્યાં લખેલું છે? સારું, ગીતા નાં ભગવાન કોણ છે, જે આવી રીતે કહે છે? શ્રીકૃષ્ણ તો દેહધારી છે, તે તો સર્વવ્યાપી હોઈ ન શકે. શ્રીકૃષ્ણનું નામ બદલાય તો વાત આવી જાય છે બાપ પર. બાપે તો વારસો આપવાનો છે. કહે છે હું રાજયોગ શીખવાડું છું - સૂર્યવંશી-ચંદ્રવંશી નો વારસો આપવાં. નહીં તો ૨૧ જન્મ નો વારસો એમને કોણે આપ્યો? લખ્યું પણ છે બ્રહ્મા મુખ દ્વારા બ્રાહ્મણ રચ્યાં. પછી બ્રાહ્મણો ને બેસી જ્ઞાન સંભળાવે છે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું. તો જે જ્ઞાન આપવા વાળા છે તે જરુર ચિત્ર પણ બનાવશે સમજાવવા માટે. હકીકત માં એમાં કોઈ લખવા-વાંચવાની વાત નથી. પરંતુ આ સહજ કરી સમજાવવા માટે ચિત્ર બનાવેલા છે. એનાથી ખૂબ કામ થઈ શકે છે. તો જગત અંબા ની પણ મહિમા છે. શિવ શક્તિ પણ કહેવાય છે. શક્તિ કોની પાસેથી મળે છે? વર્લ્ડ ઓલમાઈટી બાપ પાસેથી. ‘વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી’ આ શબ્દ પણ મહિમા માં આપવો પડે. ઓથોરિટી એટલે જે પણ શાસ્ત્રો વગેરેનું જ્ઞાન છે, તે બધું જાણે છે. ઓથોરિટી છે સમજાવવાની. બ્રહ્મા નાં હાથમાં શાસ્ત્ર પણ દેખાડે છે અને કહે છે બ્રહ્મા મુખ કમળ દ્વારા બધાં વેદ-શાસ્ત્રો નાં રહસ્ય સમજાવે છે. તો ઓથોરિટી થઈ ને? આપ બાળકોને બધાં વેદ-શાસ્ત્રો નાં રહસ્ય સમજાવે છે, દુનિયા નથી જાણતી કે ધર્મ-શાસ્ત્ર કોને કહેવાય છે. કહેવાય પણ છે ૪ ધર્મ. એમાં પણ એક ધર્મ છે મુખ્ય. આ છે ફાઉન્ડેશન. બનિયન ટ્રી (વડ નાં ઝાડ) નું દૃષ્ટાંત પણ અપાય છે. એનું ફાઉન્ડેશન સડી ગયું છે. બાકી ડાળીઓ ઉભી છે, આ દૃષ્ટાંત છે. દુનિયામાં ઝાડ તો ખૂબ છે. સતયુગ માં પણ ઝાડ તો હશે ને? જંગલ નથી, બગીચા હશે. કામની વસ્તુ માટે જંગલ પણ હશે. લાકડા વગેરે તો જોઈએ ને? જંગલ માં પણ પશુ-પક્ષી ખૂબ રહે છે. પરંતુ ત્યાં બધી વસ્તુઓ સારી ફળદાયક હોય છે. પશુ-પક્ષી પણ શોભા છે, પરંતુ ગંદકી કરવા વાળા નહીં હશે. આ પશુ-પક્ષી બ્યુટી (સુંદરતા) તો જોઈએ ને? સૃષ્ટિ જ સતોપ્રધાન છે તો બધી વસ્તુઓ સતોપ્રધાન હોય છે. બહિશ્ત (સ્વર્ગ) પછી તો શું? પહેલી-પહેલી મુખ્ય વાત - બાપ પાસેથી વારસો લેવાનો છે. ચિત્ર બનતા રહે છે, એમાં પણ લખવાનું છે- બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના…. આ શબ્દ મનુષ્ય સમજતા નથી એટલે વિષ્ણુનાં બે રુપ લક્ષ્મી-નારાયણ છે પાલના કરવા વાળા. આ તો સમજે છે. કોટોમાં કોઈ જ સમજશે. પછી આ લખ્યું છે - આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી….. નંબરવાર પુરુષાર્થ અનુસાર પોતાનું પદ પ્રાપ્ત કરે છે. ક્યાંક ને ક્યાંક આ વાતો લખાયેલી છે. ભગવાનુવાચ શબ્દ પણ ઠીક છે. ભગવાનની બાયોગ્રાફી જો બગડી જાય તો બધાં શાસ્ત્ર ખંડિત થઈ જાય. જોવાય છે બાપ દિવસે-દિવસે સારા-સારા પોઈન્ટ્સ આપતા રહે છે. પહેલાં-પહેલાં તો નિશ્ચય કરાવવાનો છે કે ભગવાન જ્ઞાન નાં સાગર છે, મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. ચૈતન્ય બીજ માં નોલેજ કોની હશે? જરુર ઝાડની હશે. તો બાપ આવીને જ્ઞાન સમજાવે છે બ્રહ્મા દ્વારા. બ્રહ્માકુમાર-કુમારીઓનું નામ સારું છે. પ્રજાપિતા બ્રહ્માનાં કુમાર-કુમારીઓ તો અનેક છે. એમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. આ તો રચના છે ને? બાબા-મમ્મા અથવા તમે માતા-પિતા બધાં કહે છે. જગત અંબા સરસ્વતી છે બ્રહ્માની દીકરી. આ તો પ્રેક્ટિકલ માં બી. કે. છે. કલ્પ પહેલાં પણ બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચી હતી, હવે ફરી જરુર બ્રહ્મા દ્વારા જ રચના થશે. સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય બાપ જ સમજાવે છે એટલે એમને નોલેજફુલ કહેવાય. બીજ માં જરુર આખાં વૃક્ષ નું જ્ઞાન હશે. એમની રચના ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિ છે. બાપ રાજયોગ પણ શીખવાડે છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણો ને શીખવાડે છે જે બ્રાહ્મણ પછી દેવતા બને છે. સાંભળતી વખતે મજા તો બધાને ખૂબ આવે છે, પરંતુ દેહ-અભિમાન નાં કારણે ધારણા નથી થતી. અહીં થી બહાર ગયા અને ખલાસ. અનેક પ્રકારનાં દેહ-અભિમાન છે. આમાં ખૂબ મહેનત જોઈએ.

બાપ કહે છે નિદ્રા ને જીતવા વાળા બનો. દેહ-અભિમાન છોડો, દેહી-અભિમાની બનો. રાત્રે જાગીને યાદ કરવાનાં છે કારણ કે તમારા માથા પર જન્મ-જન્માંતર નાં વિકર્મ નો બોજો ખૂબ છે જે તમને ધારણા કરવા નથી દેતો. કર્મ એવા કરેલા છે, એનાં કારણે દેહી-અભિમાની નથી બનતાં. ગપ્પા બહુજ મારે છે, ખૂબ ગપ્પાનો ચાર્ટ લખીને મોકલે છે કે અમે ૭૫ ટકા યાદમાં રહીએ છીએ. પરંતુ બાબા કહે છે-ઈમ્પોસિબલ છે. સૌથી આગળ ચાલવા વાળા પોતે કહે છે-કેટલી પણ કોશિશ કરું છું યાદ કરવાની પરંતુ માયા ભૂલાવી દે છે. સાચ્ચો ચાર્ટ લખવો જોઈએ. બાબા પણ બતાવે છે ને? તો બાળકોએ પણ ફોલો કરવું જોઈએ. ફોલો નથી કરતા તો ચાર્ટ પણ નથી મોકલતાં. પુરુષાર્થ માટે સમય મળેલો છે. આ ધારણા કોઈ માસીનું ઘર નથી. આમાં થાકવાનું નથી હોતું. કોઈ સમજવામાં સમય લે છે, આજે નહીં તો કાલે સમજી જશે. બાબાએ કહી દીધું કે જે દેવી-દેવતા ધર્મનાં હશે બીજા ધર્મ માં કન્વર્ટ થઈ ગયા હશે તો તે આવી જશે. એક દિવસ આફ્રિકન વગેરેની પણ કોન્ફરન્સ થશે. ભારતખંડ માં આવતા રહેશે. પહેલાં ક્યારે આવતા નહોતાં. હમણાં બધાં મોટા- મોટા આવતા રહે છે. જર્મની નાં પ્રિન્સ વગેરે આ બધાં ક્યારેય બહાર નીકળતા નહોતાં. નેપાળ નાં જે કિંગ (રાજા) હતાં એમણે ક્યારેય રેલ્વે જોઈ નહોતી, પોતાની હદ થી બહાર ક્યાંય જવાનો હુકમ નહોતો. પોપ ક્યારેય બહાર નીકળ્યા નહોતાં, હમણાં આવ્યાં. આવશે બધાં કારણ કે આ ભારત બધાં ધર્મવાળાઓનું ખૂબ મોટા માં મોટું તીર્થ છે એટલે આ એડવર્ટાઇઝ જોર થી નીકળશે. તમારે બધાં ધર્મ વાળાઓને બતાવવાનું છે, નિમંત્રણ આપવાનું છે. જ્ઞાન તો પણ તે જ ઉઠાવશે જે દેવી-દેવતા ધર્મ વાળા કન્વર્ટ થઈ ગયા છે, એમાં સમજણ જોઈએ. જો સમજે તો શંખ ધ્વનિ જરુર કરે. આપણે બ્રાહ્મણ છીએ ને? આપણે ગીતા જ સંભળાવવાની છે. બહુજ સહજ છે, બેહદ નાં બાપ છે સ્વર્ગનાં રચયિતા. એમની પાસેથી વારસો મેળવવો આપણો હક છે, બધાનો હક છે પોતાનાં પિયરઘર (મુક્તિધામ) માં જવાનો. મુક્તિ-જીવનમુક્તિ નો હક છે. જીવનમુક્તિ બધાને મળે છે. જીવનબંધ થી મુક્ત થઈ શાંતિ માં જાય છે પછી જ્યારે આવે છે તો જીવનમુક્ત છે. પરંતુ બધાને સતયુગ માં તો જીવનમુક્તિ નથી મળતી. સતયુગમાં જીવનમુક્તિ માં હતાં દેવી-દેવતા. પાછળથી જે આવે છે ઓછું સુખ, ઓછું દુઃખ મેળવે છે. આ હિસાબ-કિતાબ છે. સૌથી કંગાળ ભારત જ બન્યું છે, જે સૌથી ઊંચ હતું. બાપ પણ કહે છે-આ દેવી-દેવતા ધર્મ બહુજ સુખ આપવા વાળો છે. આ પૂર્વ નિર્ધારિત છે, બધાં પોત-પોતાનાં સમય પર પોત-પોતાનો પાર્ટ ભજવે છે. હેવનલી ગોડ ફાધર જ હેવન સ્થાપન કરે છે બીજું કોઈ કરી ન શકે. ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં બરોબર કહે છે હેવન હતું, નવી દુનિયા હતી. ક્રાઈસ્ટ કોઈ ત્યાં થોડી આવશે? તે પોતાનાં સમય પર જ આવે છે. પછી એમણે પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. આ બધું બુદ્ધિમાં બેસે તો શ્રીમત પર ચાલે. બધાની બુદ્ધિ એક જેવી નથી. શ્રીમત પર ચાલવાની હિંમત જોઈએ. પછી શિવબાબા તમે જે ખવડાવો, જે પહેરાવો… બ્રહ્મા અને જગત અંબા દ્વારા. બ્રહ્મા દ્વારા જ બધું કરશો ને? તો બંને કંબાઇન્ડ છે. બ્રહ્મા દ્વારા જ કર્તવ્ય કરશે. શરીર તો બે સાથે નથી. કોઈ-કોઈ કંબાઇન્ડ શરીર પણ જોયું છે બાબાએ. સોલ (આત્મા) તો બંને નાં અલગ-અલગ થઈ ગયાં. આમાં બાબા પ્રવેશ કરે છે, એ છે નોલેજફુલ. તો નોલેજ કોનાં દ્વારા આપે? શ્રીકૃષ્ણનું ચિત્ર તો અલગ છે. અહીં તો બ્રહ્મા જોઈએ. પ્રેક્ટિકલ માં બ્રહ્માકુમાર-કુમારીઓ કેટલાં છે, આ કોઈ અંધશ્રદ્ધા તો નથી. એડોપ્ટેડ બાળકોને ભગવાન ભણાવે છે. કલ્પ પહેલાં જે એડોપ્ટ થયા છે તે જ હમણાં થાય છે. બહાર ઓફિસ માં તો કોઈ નહીં કહેશે કે અમે બી.કે. છીએ. આ ગુપ્ત થઈ ગયાં. શિવબાબા નાં સંતાન તો છે જ. બાકી રચના નવી સૃષ્ટિની રચવાની હોય છે. જૂનાં થી નવું બનાવે છે. આત્મા માં ખાદ પડવાથી જૂનો થઈ જાય છે. સોના માં જ ખાદ પડે છે તો પછી જુઠ્ઠું થઈ જાય છે. આત્મા જુઠ્ઠો થાય છે તો શરીર પણ જુઠ્ઠું થઈ જાય છે, પછી સાચ્ચુ કેવી રીતે થાય? જુઠ્ઠી વસ્તુને આગમાં નાખે છે, પવિત્ર કરવા માટે. તો કેટલો મોટો વિનાશ થાય છે. આ તહેવાર વગેરે પણ બધાં ભારતનાં છે. આ કોનાં અને ક્યારનાં છે? આ કોઈ જાણતું નથી. નોલેજ ખૂબ ઓછા ઉઠાવી (સમજી) શકે છે. અંતમાં આવીને રાજાઈ મળી, એનાથી શું? બહુ થોડું સુખ થયું ને? દુઃખ તો ધીરે-ધીરે શરુ થઈ જાય એટલે સારી રીતે પુરુષાર્થ કરવાનો છે. કેટલાં નવા બાળકો તીખા (આગળ) થઈ ગયા છે. જૂનાં અટેન્શન નથી આપતાં. દેહ-અભિમાન ખૂબ છે, સર્વિસ (સેવા) કરવા વાળા જ દિલ પર ચઢશે. કહેવાય છે ને અંદર એક, બહાર બીજા. બાબા અંદર થી પ્રેમ સારા-સારા બાળકો ને કરશે. કોઈ બહાર થી સારા, અંદર થી ખરાબ હોય છે. કોઈ સર્વિસ નથી કરતા, આંધળાઓની લાઠી નથી બનતાં. હવે મરવા-જીવવાનો સવાલ છે. અમરપુરી માં ઊંચ પદ મેળવવાનું છે. ખબર પડે છે, કોણે-કોણે કલ્પ પહેલાં પુરુષાર્થ કરીને ઊંચ પદ મેળવ્યું છે, તે બધું દેખાય છે. જેટલાં-જેટલાં દેહી-અભિમાની બનશો એટલાં સેફ્ટી માં ચાલતા રહેશો. દેહ-અભિમાન હરાવી દે છે. બાપ તો કહેશે - શ્રીમત પર જેટલું રુહાની સેવામાં ચાલી શકો એટલું સારું છે. બધાને બાબા સમજાવે છે. ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ છે. બ્રહ્માકુમાર-કુમારીઓ તો બધાં છે, એ શિવબાબા છે મોટા બાબા. પછી નવી સૃષ્ટિ રચે છે. ગાય પણ છે મનુષ્ય થી દેવતા… સિક્ખ ધર્મ વાળા પણ એ ભગવાનની મહિમા કરે છે, ગુરુ નાનક નાં શબ્દ બહુજ સારા છે. જપ સાહેબ ને તો સુખ મળશે. આ છે તંત (સાર), સાચાં સાહેબ ને યાદ કરશો તો સુખ મેળવશો અર્થાત્ વારસો મળશે. માને તો છે એક ઓમકાર… આત્માને કોઈ કાળ નથી ખાઈ શકતો. આત્મા મેલો થાય, બાકી વિનાશ નથી થતો એટલે અકાળમૂર્ત કહે છે. બાપ સમજાવે છે હું અકાળમૂર્ત છું તો આત્માઓ પણ અવિનાશી છે. હા બાકી પુનર્જન્મ માં આવે છે. હું એકરસ છું. સ્પષ્ટ બતાવે છે-હું જ્ઞાનનો સાગર છું, રુપ-વસંત પણ છું. તો આ વાતો સમજીને સમજાવવાની છે આંધળાઓની લાઠી બનવાનું છે. જીવનદાન આપવાનું છે. પછી ક્યારેય અકાળે મૃત્યુ નહીં થશે. તમે કાળ પર વિજય મેળવો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર રુહાની સર્વિસ કરવાની છે. આંધળાઓની લાઠી બનવાનું છે. શંખ ધ્વનિ જરુર કરવાની છે.

2. દેહી-અભિમાની બનવા માટે યાદ નો ચાર્ટ રાખવાનો છે. રાત્રે જાગીને ખાસ યાદ કરવાનાં છે. યાદ માં થાકવાનું નથી.

વરદાન :-
સદા પોતાની શ્રેષ્ઠ શાન માં રહી પરેશાનીઓને ખતમ કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન્ ભવ

સદા આ વરદાન સ્મૃતિ માં રહે કે અમે પોતાની શ્રેષ્ઠ શાન માં રહેવા વાળા બીજાઓની પણ પરેશાની ને ખતમ કરવા વાળા માસ્ટર સર્વ શક્તિવાન્ છીએ. કમજોર નથી. શ્રેષ્ઠ શાન નાં તખ્તનશીન છીએ. જે અકાળ તખ્તનશીન, બાપ નાં દિલ તખ્તનશીન શ્રેષ્ઠ શાન માં રહેવા વાળા છે, તે સ્વપ્નમાં પણ ક્યારેય પરેશાન નથી થઈ શકતાં. કોઈ કેટલું પણ પરેશાન કરે પરંતુ પોતાની શ્રેષ્ઠ શાન માં જ રહે છે.

સ્લોગન :-
સદા પોતાનાં સ્વમાન માં રહો તો સર્વ નું માન મળતું રહેશે.