07-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - જ્ઞાન ની ધારણા ની સાથે - સાથે સતયુગી રાજાઈનાં માટે યાદ અને પવિત્રતા નું બળ પણ જમા કરો

પ્રશ્ન :-
હમણાં આપ બાળકોનાં પુરુષાર્થનું શું લક્ષ્ય હોવું જોઈએ?

ઉત્તર :-
સદા ખુશીમાં રહેવું, બહુજ-બહુજ મીઠા બનવાનું, બધાને પ્રેમથી ચલાવવાનું. આજ તમારા પુરુષાર્થનું લક્ષ્ય હોય. આનાંથી તમે સર્વગુણ સંપન્ન ૧૬ કળા સંપૂર્ણ બનશો.

પ્રશ્ન :-
જેમનાં કર્મ શ્રેષ્ઠ છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તેમનાં દ્વારા કોઈને પણ દુઃખ નહીં પહોંચશે. જેમ બાપ દુઃખહર્તા સુખકર્તા છે, એમ શ્રેષ્ઠ કર્મ કરવા વાળા પણ દુખહર્તા સુખકર્તા હશે.

ગીત :-
છોડી પણ દે આકાશ સિંહાસન..

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. આ મીઠા-મીઠા રુહાની બાળકો કોણે કહ્યું? બંને બાપએ કહ્યું. નિરાકારે પણ કહ્યું તો સાકારે પણ કહ્યું એટલે આમને કહેવાય છે બાપ અને દાદા. દાદા છે સાકારી. હવે આ ગીત તો ભક્તિમાર્ગનું છે. બાળકો જાણે છે બાપ આવેલાં છે અને બાપે આખાં સુષ્ટિ ચક્રનું જ્ઞાન બુદ્ધિમાં બેસાડ્યુ. આપ બાળકોની પણ બુદ્ધિમાં છે-કે અમે ૮૪ જન્મ પુરા કર્યા, હવે નાટક પૂરું થાય છે. હવે અમારે પાવન બનવાનું છે યોગ કે યાદથી. યાદ અને જ્ઞાન આતો દરેક વાતમાં ચાલે છે. બેરિસ્ટરને જરુર યાદ કરશે અને તેમનાંથી નોલેજ લેશે. આને પણ યોગ અને નોલેજનું બળ કહેવાય છે. અહીં તો આ છે નવી વાત. તે યોગ અને જ્ઞાનથી બળ મળે છે હદનું. અહીં આ યોગ અને જ્ઞાનથી બળ મળે છે બેહદનું કારણ કે સર્વશક્તિમાન ઓથોરિટી (સત્તા) છે. બાપ કહે છે હું જ્ઞાનનો સાગર પણ છું. આપ બાળકો હવે સૃષ્ટિ ચક્રને જાણી ગયા છો. મૂળ-વતન, સૂક્ષ્મવતન... બધું યાદ છે. જે નોલેજ બાપમાં છે, તે પણ મળ્યું છે. તો નોલેજ ને પણ ધારણ કરવાનું છે અને રાજાઈનાં માટે બાપ બાળકોને યોગ અને પવિત્રતા પણ શીખવાડે છે. તમે પવિત્ર પણ બનો છો. બાપથી રાજાઈ પણ લો છો. બાપ પોતાનાં થી પણ વધારે પદ આપે છે. તમે ૮૪ જન્મ લેતાં-લેતાં પદ ગુમાવી દો છો. આ નોલેજ આપ બાળકોને હમણાં મળ્યું છે. ઊંચે થી ઊંચાં બનવાનું નોલેજ ઊંચે થી ઊંચાં બાપ દ્વારા મળે છે. બાળકો જાણે છે હમણાં અમે જેમકે બાપદાદાનાં ઘરમાં બેઠા છીએ. આ દાદા (બ્રહ્મા), માતા પણ છે. તે બાપ તો અલગ છે, બાકી આ માતા પણ છે. પરંતુ આ પુરુષ નો પોશાક હોવાનાં કારણે પછી માતા મુકરર (નિમિત્ત) કરાય છે, આમને પણ એડોપ્ટ (દત્તક) કરાય છે. તેમનાંથી પછી રચના થઈ છે. રચના પણ છે એડોપ્ટેડ. બાપ બાળકોને એડોપ્ટ કરે છે, વારસો દેવાનાં માટે. બ્રહ્માંને પણ એડોપ્ટ કર્યા છે. પ્રવેશ કરવો કે એડોપ્ટ કરવું વાત એક જ છે. બાળકો સમજે છે અને સમજાવે પણ છે - નંબરવાર પુરુષાર્થ અનુસાર બધાને આજ સમજાવવાનું છે કે અમે આમારા પરમપિતા પરમાત્મા ની શ્રીમત પર ભારતને ફરીથી શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બનાવીએ છીએ, તો સ્વયંને પણ બનવું પડે. સ્વયંને જોવાનું છે કે અમે શ્રેષ્ઠ બન્યા છીએ? કોઈ ભ્રષ્ટાચાર નું કામ કરી કોઈને દુઃખ તો નથી દેતાં? બાપ કહે છે હું તો આવ્યો છું બાળકોને સુખી બનાવવા તો તમારે પણ બધાને સુખ આપવાનું છે. બાપ ક્યારેય કોઈને દુઃખ નથી આપી શકતાં. એમનું નામ જ છે દુઃખહર્તા સુખકર્તા. બાળકોએ સ્વયંની તપાસ કરવાની છે-મન્સા, વાચા, કર્મણા અમે કોઈને દુઃખ તો નથી દેતાં? શિવબાબા ક્યારેય કોઈને દુઃખ નથી દેતાં. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આપ બાળકોને આ બેહદની વાર્તા સંભળાવું છું. હવે તમારી બુદ્ધિમાં છે કે આપણે પોતાનાં ઘરે જઈશું પછી નવી દુનિયામાં આવીશું. હમણાંનાં ભણતર અનુસાર અંતમાં તમે ટ્રાન્સફર થઇ જશો. પાછા ઘરે જઈને ફરી નંબરવાર પાર્ટ ભજવવા આવીશું. આ રાજધાની સ્થાપન થઈ રહી છે.

બાળકો જાણે છે હમણાં જે પુરુષાર્થ કરશે તેજ પુરુષાર્થ તમારો કલ્પ-કલ્પ નો સિદ્ધ થશે. પહેલાં-પહેલાં તો બધાંને બુદ્ધિમાં બેસાડવું જોઈએ કે રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંતનું નોલેજને બાપનાં સિવાય કોઈ નથી જાણતું. ઊંચે થી ઊંચાં બાપનું નામ જ ગુમ કરી દીધું છે. ત્રિમૂર્તિ નામ તો છે, ત્રિમૂર્તિ રસ્તો પણ છે, ત્રિમૂર્તિ હાઉસ પણ છે. ત્રિમૂર્તિ કહેવાય છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને. આ ત્રણેયનાં રચયિતા જે શિવબાબા છે તેમનું મૂળ નામ જ ગુમ કરી દીધું છે. હમણાં આપ બાળકો જાણો છો ઊંચે થી ઊંચાં છે શિવબાબા, પછી છે ત્રિમૂર્તિ. બાપ થી આપણે બાળકો આ વારસો લઈએ છીએ. બાપનું નોલેજ અને વારસો આ બંને સ્મૃતિ રહે તો સદેવ હર્ષિત રહેશો. બાપની યાદમાં રહી પછી તમે કોઈને પણ જ્ઞાનનું તીર લગાવશો તો સારી અસર થશે. તેનામાં શક્તિ આવતી જશે. યાદની યાત્રાથી જ શક્તિ મળે છે. હમણાં શક્તિ ગુમ થઈ ગઈ છે કારણ કે આત્મા પતિત તમોપ્રધાન થઇ ગઇ છે. હવે મૂળ ફિકર આ રાખવાની છે કે અમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનીએ. મનમનાભવ નો અર્થ પણ આ છે. ગીતા જે વાંચે છે તેમને પુછવું જોઇએ - મનમનાભવ નો અર્થ શું છે.? આ કોણે કહ્યું મને યાદ કરો તો વારસો મળશે? નવી દુનિયા સ્થાપન કરવાવાળા કોઈ કૃષ્ણ તો નથી. તે પ્રિન્સ (રાજકુમાર) છે. આ તો ગવાયેલ છે બ્રહ્મા દ્વારા સ્થાપના. હવે કરનકરાવનહાર કોણ? ભૂલી ગયા છે. તેમનાં માટે સર્વવ્યાપી કહી દે છે. કહે છે બ્રહ્મા-વિષ્ણુ-શંકર વગેરે બધામાં એજ છે. હવે આને કહેવાય છે અજ્ઞાન. બાપ કહે છે તમને ૫ વિકારો રુપી રાવણે કેટલાં બેસમજ બનાવ્યાં છે. તમે જાણો છો બરાબર આપણે પણ પહેલા આવાં હતા. હાં, પહેલા ઉત્તમ થી ઉત્તમ પણ આપણે હતા પછી નીચે ઉતરતા મહાન પતિત બન્યાં. શાસ્ત્રો માં દેખાડ્યું છે રામ ભગવાને વાનર સેના લીધી, આ પણ ઠીક છે. તમે જાણો છો આપણે બરાબર વાનર જેવાં હતાં. હવે મહેસૂસતા આવે છે આ છે ભ્રષ્ટાચારી દુનિયા. એક-બીજાને ગાળો આપતા કાંટા લગાડતા રહે છે. આ છે કાંટાનું જંગલ. તે છે ફૂલોનો બગીચો. જંગલ બહુજ મોટું હોય છે. બગીચો બહુજ નાનો હોય છે. બગીચો મોટો નથી હોતો. બાળકો સમજે છે બરાબર આ સમયે બહુજ ભારે કાંટાનું જંગલ છે. સતયુગમાં ફૂલોનો બગીચો કેટલો નાનો હશે. આ વાતો આપ બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે. જેનાંમાં જ્ઞાન અને યોગ નથી, સર્વિસમાં તત્પર નથી તો પછી અંદરમાં એટલી ખુશી પણ નથી રહેતી. દાન કરવાથી મનુષ્યોને ખુશી થાય છે. સમજે છે આને પાછલાં જન્મમાં દાન-પુણ્ય કર્યુ છે ત્યારે સારો જન્મ મળ્યો છે. કોઈ ભક્ત હોય છે, સમજશે અમે ભક્ત સારાં ભકતોનાં ઘરમાં જઈને જન્મ લઈશું. સારા કર્મોનું ફળ પણ સારુ મળે છે. બાપ બેસી કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બાળકોને સમજાવે છે. દુનિયા આ વાતોને નથી જાણતી. તમે જાણો છો હમણાં રાવણ રાજ્ય હોવાનાં કારણે મનુષ્યોનાં કર્મ બધાં વિકર્મ બની જાય છે. પતિત તો બનવાનું જ છે. ૫ વિકારોની બધામાં પ્રવેશતા છે. ભલે દાન-પુણ્ય વગેરે કરે છે, અલ્પકાળનાં માટે તેનું ફળ મળી જાય છે. છતાં પણ પાપ તો કરે જ છે. રાવણ રાજ્યમાં જે પણ લેણ-દેણ થાય છે તે છે જ પાપ ની. દેવતાઓની આગળ કેટલી સ્વચ્છતા થી ભોગ લગાવે છે. સ્વચ્છ બનીને આવે છે પરંતુ જાણતા કંઈ પણ નથી. બેહદનાં બાપની પણ કેટલી ગ્લાનિ કરી દીધી છે. તેઓ સમજે છે કે આ અમે મહિમા કરીએ છીએ કે ઈશ્વર સર્વવ્યાપી છે, સર્વશક્તિમાન છે, પરંતુ બાપ કહે છે આ તેમની ઉલટી મત છે.

તમે પહેલાં-પહેલાં બાપની મહિમા સંભળાવો છો કે ઊંચે થી ઊંચા ભગવાન એક છે, અમે તેમને જ યાદ કરીએ છીએ. રાજયોગનો લક્ષ હેતુ પણ સામે રાખેલ છે. આ રાજ્યોગ બાપ જ શીખવાડે છે. કૃષ્ણને બાપ નહી કહેશું, તે તો બાળક છે, શિવને બાબા કહેશું. એમને પોતાનું શરીર નથી. આ હું લોન પર લઉ છું એટલે તેમને બાપદાદા કહીએ છીએ. તે છે ઊંચે થી ઊંચ નિરાકાર બાપ. રચનાને રચનાથી વારસો મળી ન શકે. લૌકિક સંબંધમાં બાળકો ને બાપ થી વારસો મળે છે. બાળકીને તો મળી ન શકે.

હવે બાપએ સમજાવ્યું છે તમે આત્માઓ મારાં બાળકો છો. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો-બાળકીઓ છો. બ્રહ્મા થી વારસો નથી મળવાનો. બાપનાં બનવાથી જ વારસો મળી શકે છે. આ બાપ આપ બાળકોને સમ્મુખ બેસીને સમજાવે છે. આમનાં કોઈ શાસ્ત્ર તો બની નથી શકતા. ભલે તમે લખો છો, લિટરેચર (સાહિત્ય) છપાવો છો છતાં પણ શિક્ષકનાં સિવાય તો કોઈ સમજાવી ન શકે. વગર શિક્ષક પુસ્તક થી કોઈ સમજી ન શકે. હવે તમે છો રુહાની શિક્ષક. બાપ છે બીજરુપ, એમની પાસે આખાં ઝાડનાં આદિ-મધ્ય-અંતનું નોલેજ છે. શિક્ષક નાં રુપમાં બેસીને તમને સમજાવે છે. આપ બાળકોને તો સદેવ ખુશી રહેવી જોઈએ કે અમને સુપ્રીમ બાપએ પોતાનાં બાળક બનાવ્યાં છે, એજ અમને શિક્ષક બનીને ભણાવે છે. સાચાં સદ્દગુરુ પણ છે, સાથે લઈ જાય છે. સર્વનાં સદ્દગતિ દાતા એક છે. ઊંચે થી ઊંચાં બાપ જ છે જે ભારતને દર ૫ હજાર વર્ષ પછી વારસો આપે છે. એમની શિવજયંતી મનાવે છે. હકીકતમાં શિવની સાથે ત્રિમૂર્તિ પણ હોવી જોઈએ. તમે ત્રિમૂર્તિ શિવજયંતી મનાવો છો. ફક્ત શિવ જયંતી મનાવવાથી કોઈ વાત સિદ્ધ નહી થશે. બાપ આવે છે અને બ્રહ્માનો જન્મ થાય છે. બાળકો બન્યાં, બ્રાહ્મણ બન્યાં અને લક્ષ-હેતુ સામે ઉભા છે. બાપ સ્વયં આવીને સ્થાપના કરે છે. લક્ષ-હેતુ પણ બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) છે ફક્ત કૃષ્ણનું નામ નાખવાથી આખી ગીતાનું મહત્વ ચાલ્યું ગયું છે. આ પણ ડ્રામામાં નોંધ છે. આ ભૂલ ફરી પણ થવાની છે. રમત જ આખી જ્ઞાન અને ભક્તિની છે. બાપ કહે છે લાડલા બાળકો, સુખધામ, શાંતિધામ ને યાદ કરો. અલ્ફ અને બે, કેટલું સહજ છે. તમે કોઈને પણ પૂછો મનમનાભવ નો અર્થ શું છે? જુઓ શું કહે છે? બોલો ભગવાન કોને કહેવાય? ઊંચે થી ઊંચાં ભગવાન છે ને. એમને સર્વવ્યાપી થોડી કહેવાશે. એ તો બધાનાં બાપ છે. હવે ત્રિમૂર્તિ શિવજયંતી આવે છે. તમારે ત્રિમૂર્તિ શિવનું ચિત્ર નીકાળવું જોઈએ. ઊંચે થી ઊંચાં છે શિવ, પછી સૂક્ષ્મવતનવાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર. ઊંચે થી ઊંચાં છે શિવબાબા. એ ભારતને સ્વર્ગ બનાવે છે. એમની જયંતી તમે કેમ નથી મનાવતાં? જરુર ભારતને વારસો આપ્યો હતો. તેમનું રાજ્ય હતું. આમાં તો તમને આર્યસમાજી પણ મદદ કરશે કારણ કે તે પણ શિવને માને છે. તમે પોતાનો ઝંડો લહેરાવો. એક તરફ ત્રિમૂર્તિ ગોળો, બીજી તરફ ઝાડ. તમારો ઝંડો હકીકતમાં આ હોવો જોઈએ. બની તો શકે છે ને. ઝંડો લહેરાવી દો જેથી બધાં જુએ. બધી સમજણ આમાં છે. કલ્પવૃક્ષ અને ડ્રામા આમાં તો બિલકુલ ક્લિયર છે. બધાંને ખબર પડી જશે કે આપણો ધર્મ ફરી ક્યારે હશે. પોતેજ પોત-પોતાનો હિસાબ નીકાળશે. બધાંને આ ચક્ર અને ઝાડ પર સમજાવવાનું છે. ક્રાઈસ્ટ ક્યારે આવ્યાં? આટલો સમય તે આત્માઓ ક્યાં રહે છે? જરુર કહેશે નિરાકારી દુનિયામાં છે. આપણે આત્માઓ રુપ બદલીને અહીં આવીને સાકાર બનીએ છીએ. બાપને પણ કહે છે ને-તમે પણ રુપ બદલી સાકારમાં આવો. આવશે તો અહીં ને. સૂક્ષ્મવતન માં તો નહીં આવશે. જેમ આપણે રુપ બદલીને પાર્ટ ભજવવીએ છીએ, તમે પણ આવો ફરીથી આવીને રાજ્યોગ શીખવાડો. રાજ્યોગ છે જ ભારતને સ્વર્ગ બનાવવાનો. આ તો બહુજ સહજ વાતો છે. બાળકોને શોખ જોઈએ. ધારણા કરી બીજાને કરાવવી જોઈએ. આનાં માટે લખાણપટ્ટી કરવી જોઈએ. બાપ ભારતને આવીને હેવિન (વૈકુંઠ) બનાવે છે. કહે પણ છે. બરાબર ક્રાઈસ્ટનાં ૩ હજાર વર્ષ પહેલાં ભારત પેરેડાઇઝ (વૈકુંઠ) હતું એટલે ત્રિમૂર્તિ શિવનું ચિત્ર બધાંને મોકલી દેવું જોઈએ. ત્રિમૂર્તિ શિવનો સ્ટેમ્પ બનાવવો જોઈએ. આ સ્ટેમ્પ બનાવવા વાળાનાં પણ ડિપાર્ટમેન્ટ (વિભાગ) હશે. દિલ્હીમાં તો ઘણાં ભણેલાં છે. આ કામ કરી શકે છે. તમારી કેપિટલ (રાજધાની) પણ દિલ્હી થવાની છે. પહેલાં દિલ્હીને પરિસ્તાન કહેતા હતાં. હવે તો કબ્રિસ્તાન છે. તો આ બધી વાતો બાળકોની બુદ્ધિમાં આવવી જોઈએ.

હવે તમારે સદા ખુશીમાં રહેવાનું છે, બહુજ-બહુજ મીઠા બનવાનું છે. બધાને પ્રેમથી ચલાવવાનાં છે. સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ બનવાનો પુરુષાર્થ કરવાનો છે. તમારા પુરુષાર્થનું આજ લક્ષ્ય છે પરંતુ હજી સુધી કોઈ બન્યું નથી. હમણાં તમારી ચઢતી કળા થતી જાય છે. ધીરે-ધીરે ચઢો છો ને. તો બાબા દરેક પ્રકારથી શિવજયંતી પર સેવા કરવાનો ઈશારો આપતા રહે છે. જેનાથી મનુષ્ય સમજશે કે બરાબર આમનું નોલેજ તો ઊંચું છે. મનુષ્યોને સમજાવવામાં કેટલી મહેનત લાગે છે. મહેનત વગર રાજધાની થોડી સ્થાપન થશે. ચઢે છે, પડે છે ફરી ચઢે છે. બાળકોને પણ કોઈને કોઈ તોફાન આવે છે. મૂળ વાત છે જ યાદની. યાદથી સતોપ્રધાન બનવાનું છે. નોલેજ તો સહજ છે. બાળકોને બહુજ મીઠાથી મીઠું બનવાનું છે. લક્ષ-હેતુ તો સામે ઉભા છે. આ (લક્ષ્મી-નારાયણ) કેટલાં મીઠા છે. આમને જોઈ કેટલી ખુશી થાય છે. આપણે વિદ્યાર્થી નું આ લક્ષ-હેતુ છે. ભણાવવા વાળા છે ભગવાન. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ દ્વારા મળેલું નોલેજ અને વારસાને સ્મૃતિમાં રાખી સદેવ હર્ષિત રહેવાનું છે. જ્ઞાન અને યોગ છે તો સર્વિસમાં તત્પર રહેવાનું છે.

2. સુખધામ અને શાંતિધામ ને યાદ કરવાનાં છે. આ દેવતાઓ જેવાં મીઠા બનવાનું છે. અપાર ખુશીમાં રહેવાનું છે. રુહાની શિક્ષક બની જ્ઞાનનું દાન કરવાનું છે.

વરદાન :-
અંતર્મુખતા નાં અભ્યાસ દ્વારા અલૌકિક ભાષા ને સમજવા વાળા સદા સફળતા સંપન્ન ભવ

જેટલાં-જેટલાં આપ બાળકો અંતર્મુખી સ્વીટ સાઈલેન્સ સ્વરુપ માં સ્થિત થતા જશો એટલી નયનો ની ભાષા, ભાવના ની ભાષા અને સંકલ્પો ની ભાષા સહજ સમજતા જશો. આ ત્રણ પ્રકારની ભાષા રુહાની યોગી જીવનની ભાષા છે. આ અલૌકિક ભાષાઓ બહુજ શક્તિશાળી છે. સમય પ્રમાણે આ ત્રણેય ભાષાઓ દ્વારા જ સહજ સફળતા પ્રાપ્ત થશે એટલે હવે રુહાની ભાષાનાં અભ્યાસી બનો.

સ્લોગન :-
તમે એટલા હલ્કા બની જાઓ જે બાપ તમને પોતાની પલકો (પાપણો) પર બેસાડીને સાથે લઈ જાય.


અવ્યક્તસ્થિતિ અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
અવ્યક્ત સ્થિતિનો અનુભવ કરવાનાં માટે દેહ, સંબંધ કે પદાર્થ નો કોઈ પણ લગાવ નીચે ન લાવે. જે વાયદો છે આ તન, મન, ધન બધું તારું તો લગાવ કેવી રીતે હોય શકે! ફરિશ્તા બનવાં માટે આ પ્રેક્ટીકલ અભ્યાસ કરો કે આ બધું સેવા અર્થ છે, અમાનત છે, હું ટ્રસ્ટી છું.