07-02-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  29.10.87    બાપદાદા મધુબન


તન , મન , ધન અને સંબંધ ની શક્તિ
 


આજે સર્વશક્તિવાન બાપ પોતાનાં શક્તિશાળી બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બ્રાહ્મણ આત્મા શક્તિશાળી બની છે પરંતુ નંબરવાર છે. સર્વ શક્તિઓ બાપ નો વારસો અને વરદાતા નું વરદાન છે. બાપ અને વરદાતા - આ બન્નેવ સંબંધ થી દરેક બાળકને આ શ્રેષ્ઠ પ્રાપ્તિ જન્મ થી જ થાય છે. જન્મ થી જ બાપ સર્વ શક્તિઓનાં અર્થાત્ જન્મ-સિદ્ધ અધિકારનાં અધિકારી બનાવી દે છે, સાથે-સાથે વરદાતા નાં સંબંધ થી જન્મ થતાં જ માસ્ટર સર્વશક્તિવાન બનાવી સર્વ શક્તિ ભવ નું વરદાન આપી દે છે. બધાં બાળકો ને એક દ્વારા એક જેવાં જ ડબલ અધિકાર મળે છે પરંતુ ધારણ કરવાની શક્તિ નંબરવાર બનાવી દે છે. બાપ બધાને સદા અને સર્વ શક્તિશાળી બનાવે છે પરંતુ બાળકો યથા-શક્તિ બની જાય છે. આમ લૌકિક જીવનમાં કે અલૌકિક જીવનમાં સફળતાનો આધાર શક્તિઓ જ છે. જેટલી શક્તિઓ, એટલી સફળતા. મુખ્ય શક્તિઓ છે - તન ની, મન ની, ધન ની અને સંબંધ ની. ચારેય આવશ્યક છે. જો ચાર માંથી એક પણ શક્તિ ઓછી છે તો જીવનમાં સદા કે સર્વ સફળતા નથી થતી. અલૌકિક જીવનમાં પણ ચારેય શક્તિઓ આવશ્યક છે.

આ અલૌકિક જીવનમાં આત્મા અને પ્રકૃતિ બંને ની તંદુરસ્તી આવશ્યક છે. જ્યારે આત્મા સ્વસ્થ છે તો તન નો હિસાબ-કિતાબ કે તન નો રોગ સૂળી થી કાંટો બનવાનાં કારણે, સ્વ-સ્થિતિ નાં કારણે સ્વસ્થ અનુભવ કરે છે. તેમનાં મુખ પર, ચહેરા પર બીમારી કે કષ્ટ નાં ચિન્હ નથી રહેતાં. મુખ પર ક્યારેય બીમારીનું વર્ણન નથી હોતું, કર્મભોગ નાં વર્ણન ને બદલે કર્મયોગની સ્થિતિ નું વર્ણન કરે છે કારણ કે બીમારી નું વર્ણન પણ બીમારી ની વૃદ્ધિ કરવાનું કારણ બની જાય છે. તે ક્યારેય પણ બીમારી નાં કષ્ટ નો અનુભવ નહીં કરશે, ન બીજાને કષ્ટ સંભળાવીને કષ્ટ ની લહેર ફેલાવશે. વધારે જ પરિવર્તન ની શક્તિથી કષ્ટ ને સંતુષ્ટતા માં પરિવર્તન કરી સંતુષ્ટ રહી બીજાઓમાં પણ સંતુષ્ટતા ની લહેર ફેલાવશે અર્થાત્ માસ્ટર સર્વશક્તિવાન બની શક્તિઓનાં વરદાન માંથી સમય પ્રમાણ સહનશક્તિ, સમાવવાની શક્તિ પ્રયોગ કરશે અને સમય પર શક્તિઓનું વરદાન કે વારસો કાર્યમાં લાવવો - આ જ તેમનાં માટે વરદાન અર્થાત્ દુઆ દવા નું કામ કરી દે છે કારણ કે સર્વશક્તિવાન બાપ દ્વારા જે સર્વ શક્તિઓ પ્રાપ્ત છે તે જેવી પરિસ્થિતિ, જેવો સમય અને જેવી વિધિ થી આપ કાર્ય માં લગાવવા ઈચ્છો, તેવાં જ રુપથી આ શક્તિઓ તમારી સહયોગી બની શકે છે. આ શક્તિઓને કે પ્રભુ-વરદાન ને જે રુપમાં ઈચ્છો તે રુપ ધારણ કરી શકે છે. હમણાં-હમણાં શીતળતા નાં રુપ માં, હમણાં-હમણાં બાળવાનાં રુપ માં. પાણી ની શીતળતા નો પણ અનુભવ કરાવી શકે તો આગ ને બાળવાનો પણ અનુભવ કરાવી શકે; દવા નું પણ કામ કરી શકે અને શક્તિશાળી બનાવવાનાં માજૂન નું પણ કામ કરી શકે. ફક્ત સમય પર કાર્ય માં લગાવવાની ઓથોરિટી (સત્તા) બનો. આ સર્વ શક્તિઓ આપ માસ્ટર સર્વશક્તિવાન ની સેવાધારી છે. જ્યારે જેને ઓર્ડર કરો, તે હાજીર હજૂર કરી સહયોગી બનશે પરંતુ સેવા લેવાવાળા પણ એટલાં ચતુર-સુજાન જોઈએ. તો તન ની શક્તિ આત્મિક શક્તિનાં આધાર પર સદા અનુભવ કરી શકો છો અર્થાત્ સદા સ્વસ્થ રહેવાનો અનુભવ કરી શકો છો.

આ અલૌકિક બ્રાહ્મણ જીવન છે જ સદા સ્વસ્થ જીવન. વરદાતા થી સદા સ્વસ્થ ભવ નું વરદાન મળેલું છે. બાપદાદા જુએ છે કે પ્રાપ્ત થયેલાં વરદાનો ને ઘણાં બાળકો સમય પર કાર્યમાં લગાવી લાભ નથી લઇ શકતાં અથવા એમ કહે કે શક્તિઓ અર્થાંત્ સેવાધારીઓ થી પોતાની વિશાળતા અને વિશાળ બુદ્ધિ દ્વારા સેવા લઈ નથી શકતાં. માસ્ટર સર્વશક્તિવાન - આ સ્થિતિ કોઈ કમ નથી! આ શ્રેષ્ઠ સ્થિતિ પણ છે, સાથે-સાથે ડાયરેક્ટ પરમાત્મા દ્વારા પરમ ટાઈટલ પણ છે. ટાઈટલ નો નશો કેટલો રાખે છે! ટાઈટલ કેટલાં કાર્ય સફળ કરી દે છે! તો આ પરમાત્મા-ટાઇટલ છે, આમાં કેટલી ખુશી અને શક્તિ ભરેલી છે! જો આ એક ટાઈટલ ની સ્થિતિ રુપી સીટ પર સેટ રહો તો આ સર્વ શક્તિઓ સેવા માટે સદા હાજીર અનુભવ થશે, તમારા ઓર્ડરનાં ઈંતજાર (પ્રતીક્ષા) માં હશે. તો વરદાનો ને કે વારસા ને કાર્યમાં લગાવો. જો માસ્ટર સર્વશક્તિવાન નાં સ્વમાન માં સ્થિત નથી થતાં તો શક્તિઓ ને ઓર્ડરમાં ચલાવવાનાં બદલે ઘડી-ઘડી બાપ ને અર્જી નાખતાં રહે છે કે આ શક્તિ આપી દો, આ અમારું કાર્ય કરાવી દો, આ થઈ જાય, આવું થઈ જાય. તો અર્જી નાખવા વાળા ક્યારેય પણ સદા રાજી રહી નથી શકતાં. એક વાત પૂરી થશે, બીજી શરું થઈ જશે. એટલે માલિક બની, યોગયુક્ત બની યુક્તિયુક્ત સેવાધારીઓ થી લો તો સદા સ્વસ્થ નો સ્વતઃ જ અનુભવ કરશો. આને કહે છે તન ની શક્તિની પ્રાપ્તિ.

એમ જ મન ની શક્તિ અર્થાંત્ શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ. માસ્ટર સર્વશક્તિવાન નાં દરેક સંકલ્પ માં એટલી શક્તિ છે જે જે સમયે જે ઈચ્છે તે કરી શકે છે અને કરાવી પણ શકે છે કારણ કે તેમનાં સંકલ્પ સદા શુભ, શ્રેષ્ઠ અને કલ્યાણકારી હશે. તો જ્યાં શ્રેષ્ઠ કલ્યાણ નો સંકલ્પ છે, તે સિદ્ધ જરુર થાય છે અને માસ્ટર સર્વશક્તિવાન હોવાનાં કારણે મન ક્યારેય માલિક ને દગો નથી આપી શકતું, દુઃખ નથી અનુભવ કરાવી શકતું. મન એકાગ્ર અર્થાંત્ એક ઠેકાણે સ્થિતિ રહે છે, ભટકતું નથી. જ્યાં ઈચ્છો, જ્યારે ઈચ્છો મન ને ત્યાં સ્થિત કરી શકો છો. ક્યારેય મન ઉદાસ નથી થઈ શકતું, કારણ કે તે સેવાધારી દાસ બની જાય છે. આ છે મનની શક્તિ જે અલૌકિક જીવનમાં વારસો કે વરદાન માં પ્રાપ્ત થાય છે.

એ જ પ્રકારે ત્રીજી છે ધન ની શક્તિ અર્થાંત્ જ્ઞાન-ધન ની શક્તિ. જ્ઞાન-ધન સ્થૂળ ધન ની પ્રાપ્તિ સ્વતઃ જ કરાવે છે. જ્યાં જ્ઞાન ધન છે, ત્યાં પ્રકૃતિ સ્વતઃ જ દાસી બની જાય છે. આ સ્થૂળ ધન પ્રકૃતિ નાં સાધન માટે છે. જ્ઞાન-ધન થી પ્રકૃતિનાં સર્વ સાધન સ્વતઃ પ્રાપ્ત થાય છે એટલે જ્ઞાન-ધન બધાં ધન નો રાજા છે. જ્યાં રાજા છે, ત્યાં સર્વ પ્રદાર્થ સ્વતઃ જ પ્રાપ્ત થાય છે, મહેનત નથી કરવી પડતી. જો કોઈ પણ લૌકિક પદાર્થ પ્રાપ્ત કરવામાં મહેનત કરવી પડે છે તો તેનું કારણ જ્ઞાન-ધનની કમી છે. હકીકત માં, જ્ઞાન-ધન પદમાપદમપતિ બનાવવા વાળું છે. પરમાર્થ વ્યવહાર ને સ્વતઃ જ સિદ્ધ કરે છે. તો પરમાત્મ-ધન વાળા પરમાર્થી બની જાય છે. સંકલ્પ કરવાની પણ આવશ્યકતા નથી, સ્વતઃ જ સર્વ આવશ્યકતાઓ પૂર્ણ થતી રહે. ધનની એટલી શક્તિ છે જે અનેક જન્મ આ જ્ઞાન-ધન રાજાઓનાં પણ રાજા બનાવી દે છે. તો ધનની પણ શક્તિ સહજ પ્રાપ્ત થઈ જાય છે.

આ જ પ્રકારે - સંબંધ ની શક્તિ. સંબંધની શક્તિની પ્રાપ્તિ ની શુભ ઈચ્છા એટલે થાય છે કારણ કે સંબંધ માં સ્નેહ અને સહયોગ ની પ્રાપ્તિ થાય છે. આ અલૌકિક જીવનમાં સંબંધ ની શક્તિ ડબલ રુપમાં પ્રાપ્ત થાય છે. જાણો છો, ડબલ સંબંધની શક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? એક - બાપ દ્વારા સર્વ સંબંધ, બીજો - દૈવી પરિવાર દ્વારા સબંધ. તો ડબલ સંબંધ થઈ ગયાં ને - બાપ થી પણ અને આપસ માં પણ. તો સંબંધ દ્વારા સદા નિઃસ્વાર્થ સ્નેહ, અવિનાશી સ્નેહ અને અવિનાશી સહયોગ સદા જ પ્રાપ્ત થતો રહે છે. તો સંબંધ ની પણ શક્તિ છે ને. આમ પણ બાપ, બાળકોને કેમ પ્રેમ કરે છે અથવા બાળકો બાપ ને કેમ પ્રેમ કરે છે? સહયોગ નાં માટે, સમય પર સહયોગ મળે. તો આ અલૌકિક જીવનમાં ચારેય શક્તિઓ ની પ્રાપ્તિ વરદાન રુપ માં, વારસા નાં રુપમાં છે. જ્યાં ચારેય પ્રકારની શક્તિઓ પ્રાપ્ત છે, તેમની દર સમયની સ્થિતિ કેવી હશે? સદા માસ્ટર સર્વશક્તિવાન. આ જ સ્થિતિની સીટ પર સદા સ્થિત છો? આને જ બીજા શબ્દોમાં સ્વ નાં રાજા કે રાજયોગી કહેવાય છે. રાજાઓનાં ભંડાર સદા ભરપૂર રહે છે. તો રાજયોગી અર્થાંત્ સદા શક્તિઓનાં ભંડાર ભરપૂર રહે, સમજ્યાં? આને કહેવાય છે શ્રેષ્ઠ બ્રાહ્મણ અલૌકિક જીવન. સદા માલિક બની સર્વ શક્તિઓને કાર્યમાં લગાવો. યથાશક્તિ નાં બદલે સદા શક્તિશાળી બનો. અર્જી કરવાવાળા નહીં, સદા રાજી રહેવાવાળા બનો. અચ્છા.

મધુબન આવવાનો ચાંસ (તક) તો બધાને મળી રહ્યો છે ને. આ પ્રાપ્ત થયેલાં ભાગ્ય ને સદા સાથે રાખો. ભાગ્યવિધાતા ને સાથે રાખવાં અર્થાત્ ભાગ્ય ને સાથે રાખવું. ત્રણ ઝોન નાં આવ્યાં છે. અલગ-અલગ સ્થાનની ત્રણ નદીઓ આવીને ભેગી થઈ - આને ત્રિવેણી નો સંગમ કહે છે. બાપદાદા તો વરદાતા બની બધાને વરદાન આપે છે. વરદાનો ને કાર્ય માં લગાવવાં, તે દરેક ની ઉપર છે. અચ્છા.

ચારે તરફ નાં સર્વ વારસા અને વરદાનો નાં અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ માસ્ટર શક્તિવાન શ્રેષ્ઠ આત્માઓ ને, સદા સંતુષ્ટતા ની લહેર ફેલાવવા વાળા સંતુષ્ટ આત્માઓ ને, સદા પરમાર્થ દ્વારા વ્યવહાર માં સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળી મહાન્ આત્માઓ ને બાપદાદા નો સ્નેહ અને શક્તિ સંપન્ન યાદપ્યાર અને નમસ્તે.

સર્વ નાં સહયોગ થી સુખમય સંસાર કાર્યક્રમ નાં વિષય માં - અવ્યક્ત બાપદાદાની પ્રેરણાઓ

આ વિષય એવો છે જે સ્વયં બધાં સહયોગ આપવાની ઓફર કરશે. સહયોગ થી પછી સંબંધ માં પણ આવશે એટલે જાતે જ ઓફર થશે. ફક્ત શુભભાવના, શુભકામના સંપન્ન સેવા માં સેવાધારી આગળ વધે. શુભ ભાવના નું ફળ પ્રાપ્ત ન થાય - આ થઈ નથી શકતું. સેવાધારીઓની શુભભાવના, શુભકામના ની ધરણી સહજ ફળ આપવાનાં નિમિત્ત બનશે. ફળ તૈયાર છે, ફક્ત ધરણી તૈયાર થવાની થોડી વાર છે. ફળ તો ફટાફટ નીકળશે પરંતુ તેનાં માટે યોગ્ય ધરણી જોઈએ. હમણાં તે ધરણી તૈયાર થઈ રહી છે.

આમ સેવા તો બધાની કરવાની આવશ્યક છે પરંતુ છતાં પણ જે વિશેષ સત્તાઓ છે, તેમાંથી સમીપ નથી આવ્યાં. ભલે રાજ્ય સત્તા વાળાઓની સેવા થઈ છે કે ધર્મ સત્તા વાળાઓની થઈ છે, પરંતુ સહયોગી બનીને સામે આવે, સમય પર સહયોગી બને - તેની આવશ્યકતા છે. તેનાં માટે તો શક્તિશાળી બાણ લગાવવાં પડશે. જોવાય છે કે શક્તિશાળી બાણ એ જ હોય છે જેમાં સર્વ આત્માઓનાં સહયોગની ભાવના હોય, ખુશીની ભાવના હોય, સદભાવના હોય. આનાથી દરેક કાર્ય સહજ સફળ થાય છે. હમણાં જે સેવા કરો છો તે અલગ-અલગ કરો છો. પરંતુ જેમ પહેલાનાં જમાના માં કોઈ કાર્ય કરવા માટે જતા હતાં તો બધાં પરિવારનાં આશીર્વાદ લઈને જતાં હતાં. તે આશીર્વાદ જ સહજ બનાવી દે છે. તો વર્તમાન સેવામાં આ એડિશન (ઉમેરો) જોઈએ. તો કોઈ પણ કાર્ય શરું કરવાનાં પહેલાં બધાં શુભ ભાવનાઓ, શુભકામનાઓ લો, સર્વ ની સંતુષ્ટતા નું બળ ભરો, ત્યારે શક્તિશાળી ફળ નીકળશે. હમણાં આટલી મહેનત કરવાની આવશ્યકતા નથી. બધાં ખોખલા થયેલાં છે. મહેનત કરવાની જરુરત નથી. ફૂંક મારો અને ઉડીને અહીંયા આવી જાય - એવાં ખોખલા છે. અને આજકાલ તો બધાં સમજી રહ્યાં છે કે બીજો કોઈ પાવર (શક્તિ) જોઈએ જે કંટ્રોલ કરી શકે - ભલે રાજ્ય ને, ભલે ધર્મ ને. અંદર થી શોધી રહ્યાં છે. ફક્ત બ્રાહ્મણ આત્માઓની સેવાની વિધિમાં અંતર જોઈએ, એ જ મંત્ર બની જશે. હમણાં તો મંત્ર ચલાવો અને સિદ્ધિ થાય. ૫૦ વર્ષ મહેનત કરી. આ બધું પણ થવાનું જ હતું, અનુભવી બની ગયાં. હવે દરેક કાર્યમાં આ જ લક્ષ્ય રાખો કે સર્વ નાં સહયોગ થી સફળતા - બ્રાહ્મણો નાં માટે આ વિષય છે. બાકી દુનિયા વાળાઓનાં માટે વિષય છે - સર્વ નાં સહયોગ થી સુખમય સંસાર.

અચ્છા. હવે તો આપ સર્વ ની સિદ્ધિ નું પ્રત્યક્ષ રુપ દેખાશે. કોઈ બગડેલું કાર્ય પણ તમારી દૃષ્ટિ થી, તમારા સહયોગ થી સહજ હલ થશે જેનાં કારણે ભક્તિ માં ધન્ય-ધન્ય કરીને પોકારશે. આ બધી સિદ્ધિઓ પણ તમારી સામે પ્રત્યક્ષ રુપમાં આવશે. કોઈ સિદ્ધિ ની રીતે તમે લોકો નહીં કહેશો કે હાં આ થઈ જશે, પરંતુ તમારું ડાયરેક્શન સ્વતઃ સિદ્ધિ પ્રાપ્ત કરાવતું રહેશે. ત્યારે તો પ્રજા જલ્દી-જલ્દી બનશે, બધી તરફ થી નીકળી તમારી તરફ આવશે. આ સિધ્ધિ નો પાર્ટ હવે ચાલશે. પરંતુ પહેલાંં એટલાં શક્તિશાળી બનો જે સિદ્ધિ ને સ્વીકાર ન કરો, ત્યારે આ પ્રત્યક્ષતા થશે. નહીં તો, સિદ્ધિ આપવા વાળા જ સિદ્ધિ માં ફસાઈ જાય તો પછી શું કરશો? તો આ બધી વાતો અહીંયા થી જ શરું થવાની છે. બાપ નું જે ગાયન છે કે એ સર્જન પણ છે, ઇન્જિનિયર પણ છે, વકીલ પણ છે, જજ પણ છે, આનો પ્રેક્ટિકલ બધાં અનુભવ કરશે, ત્યારે બધી તરફ થી બુદ્ધિ હટી ને એક તરફ જશે. હવે તો તમારી પાછળ ભીડ લાગવાની છે. બાપદાદા તો આ દૃશ્ય જુએ છે અને ક્યારેક-ક્યારેક હમણા નું દૃશ્ય જુએ છે - ખુબ ફરક લાગે છે. તમે છો કોણ, એ બાપ જાણે છે! ખુબ-ખુબ વન્ડરફુલ પાર્ટ થવાનાં છે, જે વિચાર-સ્વપ્ન માં પણ નથી. ફક્ત થોડું રુકાયેલાં છે બસ. જેમ પડદો ક્યારેક-ક્યારેક થોડો અટકી જાય છે ને. ઝંડો પણ લહેરાવો છો તો ક્યારેક અટકી જાય છે. એમ હમણાં થોડું-થોડું અટકી રહ્યું છે. તમે જે છો, જેવાં છો - ખુબ મહાન છો. જ્યારે તમારી વિશેષતા પ્રત્યક્ષ થશે ત્યારે તો ઇષ્ટ બનશો. છેવટે તો ભક્ત માળા પણ પ્રત્યક્ષ થશે ને, પરંતુ પહેલાં ઠાકુર સજીધજી ને તૈયાર થાય ત્યારે તો ભક્ત આવે ને. અચ્છા.

વરદાન :-
સ્વયં નાં આરામ નો પણ ત્યાગ કરી સેવા કરવાવાળા સદા સંતુષ્ટ , સદા હર્ષિત ભવ

સેવાધારી સ્વયં નાં રાત-દિવસ નાં આરામ ને પણ ત્યાગ કરીને સેવામાં જ આરામ મહેસૂસ કરે છે, તેમનાં સંપર્કમાં રહેવાવાળા કે સંબંધમાં આવવા વાળા સમીપતા નો એવો અનુભવ કરે છે જેમ શીતળતા કે શક્તિ, શાંતિનાં ઝરણાની નીચે બેઠા છે. શ્રેષ્ઠ ચરિત્રવાન સેવાધારી કામધેનુ બની સદાકાળ માટે સર્વ ની મનોકામનાઓ પૂર્ણ કરી દે છે. એવાં સેવાધારી ને સદા હર્ષિત અને સદા સંતુષ્ટ રહેવાનું વરદાન સ્વતઃ પ્રાપ્ત થાય છે.

સ્લોગન :-
જ્ઞાન સ્વરુપ બનવું છે તો દર સમયે ભણતર પર અટેન્શન રાખો, બાપ અને ભણતર થી સમાન પ્રેમ હોય.