07-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  01.03.99    બાપદાદા મધુબન


“ સંપૂર્ણ પવિત્ર બનીને સંસ્કાર મિલન મનાવવું - આ જ સાચ્ચી હોળી છે”


આજે બાપદાદા ચારેય તરફનાં પોતાનાં હોલીએસ્ટ અને હાઈએસ્ટ બાળકોને જોઈ રહ્યા છે. વિશ્વમાં સૌથી હાઈએસ્ટ ઊંચામાં ઊંચા શ્રેષ્ઠ આત્માઓ આપ બાળકો સિવાય બીજા કોઈ છે? કારણ કે તમે બધાં ઊંચામાં ઊંચા બાપ નાં બાળકો છો. આખા કલ્પ માં ચક્ર લગાવીને જુઓ તો સૌથી ઊંચા પદવાળા બીજા કોઈ નજર આવે છે? રાજ્ય અધિકારી સ્વરુપ માં પણ તમારા કરતાં ઊંચા રાજ્ય અધિકારી બન્યા છે? પછી પૂજન અને ગાયન માં જુઓ જેટલી પૂજા વિધિપૂર્વક આપ આત્માઓની થાય છે એનાથી વધારે બીજા કોઈની છે? વન્ડરફુલ રહસ્ય ડ્રામા નું કેટલું શ્રેષ્ઠ છે જે આપ સ્વયં ચૈતન્ય સ્વરુપ માં, આ સમયે પોતાનાં પૂજ્ય સ્વરુપ ને નોલેજ દ્વારા જાણો પણ છો અને જુઓ પણ છો. એક તરફ આપ ચૈતન્ય આત્માઓ છો અને બીજી તરફ તમારા જડ ચિત્ર પૂજ્ય રુપ માં છે. પોતાનાં પૂજ્ય સ્વરુપ ને જોઈ રહ્યા છો ને? જડ રુપ માં પણ છો અને ચૈતન્ય રુપ માં પણ છો. તો વન્ડરફુલ ખેલ છે ને? અને રાજ્ય નાં હિસાબ થી પણ આખા કલ્પ માં નિર્વિધ્ન, અખંડ-અટલ રાજ્ય એક આપ આત્માઓનું જ ચાલે છે. રાજા તો ખૂબ બને છે પરંતુ આપ વિશ્વરાજન અથવા વિશ્વરાજન ની રોયલ ફેમિલી સૌથી શ્રેષ્ઠ છે. તો રાજ્ય માં પણ હાઈએસ્ટ, પૂજ્ય રુપ માં પણ હાઈએસ્ટ અને હમણાં સંગમ પર પરમાત્મ-વારસા નાં અધિકારી, પરમાત્મ-મિલન નાં અધિકારી, પરમાત્મ-પ્રેમ નાં અધિકારી, પરમાત્મ-પરિવાર નાં આત્માઓ બીજા કોઈ બને છે? તમે જ બન્યા છો ને? બની ગયા છો કે બની રહ્યા છો? બની પણ ગયા અને હવે તો વારસો લઈને સંપન્ન બની બાપ ની સાથે-સાથે પોતાનાં ઘરે પણ જવાના છો. સંગમ નું સુખ, સંગમયુગ ની પ્રાપ્તિઓ, સંગમ યુગ નો સમય સુખદ લાગે છે ને? ખૂબ પ્રિય લાગે છે. રાજ્ય નાં સમય થી પણ સંગમ નો સમય પ્રિય લાગે છે ને? પ્રિય છે કે જલ્દી જવા ઈચ્છો છો? પછી પૂછો કેમ છો કે બાબા, વિનાશ ક્યારે થશે? વિચારો છો ને - ખબર નહીં વિનાશ ક્યારે થશે? શું થશે? અમે ક્યાં હોઈશું? બાપદાદા કહે છે જ્યાં પણ હશો - યાદ માં હશો, બાપ ની સાથે હશો. સાકાર માં અથવા આકાર માં સાથે હશો તો કંઈ નહીં થશે. સાકાર માં કહાણી સંભળાવી છે ને? બિલાડી નાં બચ્ચા ભઠ્ઠી માં હોવા છતાં પણ સુરક્ષિત રહ્યા ને! કે બળી ગયા? બધાં સુરક્ષિત રહ્યાં. તો આપ પરમાત્મ બાળકો જે સાથે હશો તે સુરક્ષિત રહેશે. જો બીજે ક્યાંય બુદ્ધિ હશે તો કંઈ ને કંઈ સેક લાગે છે, કંઈ ને કંઈ પ્રભાવ પડશે. સાથે કમ્બાઈન્ડ હશો, એક સેકન્ડ પણ એકલા નહીં હશો તો સુરક્ષિત રહેશો. ક્યારેક-ક્યારેક કામકાજ અથવા સેવા માં એકલા અનુભવ કરો છો? શું કરીએ એકલા છીએ, ખૂબ કામ છે! પછી થાકી પણ જાઓ છો. તો બાપ ને કેમ નથી સાથી બનાવતાં? બે ભુજાવાળા ને સાથી બનાવી દો છો, હજાર ભુજાવાળાને કેમ નથી સાથી બનાવતાં? કોણ વધારે સહયોગ આપશે? હજાર ભુજાવાળા કે બે ભુજાવાળા?

સંગમયુગ પર બ્રહ્માકુમાર તથા બ્રહ્માકુમારી એકલા ન હોઈ શકે. ફક્ત જ્યારે સેવા માં કર્મયોગ માં ખૂબ બીઝી થઈ જાઓ છો ને તો સાથ પણ ભૂલી જાઓ છો અને પછી થાકી જાઓ છો. પછી કહો છો થાકી ગયા, હવે શું કરીએ? થાકો નહીં, જ્યારે બાપદાદા તમને સદા સાથ આપવા માટે આવ્યા છે, પરમધામ છોડીને કેમ આવ્યા છે? સૂતા, જાગતા, કર્મ કરતા, સેવા કરતા સાથ આપવા માટે જ તો આવ્યા છે. બ્રહ્મા બાપ પણ તમને બધાને સહયોગ આપવા માટે અવ્યક્ત બન્યાં. વ્યક્ત રુપ થી અવ્યક્ત રુપ માં સહયોગ આપવાની ગતિ ખૂબ તીવ્ર છે, એટલે બ્રહ્મા બાપે પણ પોતાનું વતન ચેન્જ કરી દીધું. તો શિવ બાપ અને બ્રહ્મા બાપ બંને દરેક સમયે તમને બધાને સહયોગ આપવા માટે સદા હાજર છે. તમે વિચાર્યુ, બાબા અને સહયોગ અનુભવ કરશો. જો સેવા, સેવા, સેવા ફક્ત એ જ યાદ છે, બાપ ને કિનારે બેસીને જોવા માટે અલગ કરી દો છો, તો બાપ પણ સાક્ષી થઈને જુએ છે, જોઈએ ક્યાં સુધી એકલા કરે છે? છતાં પણ આવવાનું તો અહીં જ છે. તો સાથ નહીં છોડો. પોતાનો અધિકાર અને પ્રેમ ની સૂક્ષ્મ દોરીઓથી બાંધીને રાખો. ઢીલું છોડી દો છો. સ્નેહ ને ઢીલો કરી દો છો, અધિકાર ને થોડો સ્મૃતિ થી કિનારો કરી દો છો. તો આવું નહીં કરતાં. જ્યારે સર્વશક્તિવાન્ સાથે ની ઓફર કરી રહ્યા છે તો આવી ઓફર આખાં કલ્પ માં મળશે? નહીં મળશે ને? તો બાપદાદા પણ સાક્ષી થઈને જુએ છે, સારું, જોઈએ ક્યાં સુધી એકલા કરે છે!

તો સંગમયુગ નાં સુખ અને સુહેજો ને ઈમર્જ રાખો. બુદ્ધિ બિઝી રહે છે ને તો બિઝી થવાના કારણે સ્મૃતિ મર્જ થઈ જાય છે. તમે વિચારો આખાં દિવસ માં કોઈને પણ પૂછે કે બાપ યાદ રહે છે કે બાપ ની યાદ ભૂલાય છે? તો શું કહેવાશે? ના. આ તો સાચ્ચુ છે કે યાદ રહે છે પરંતુ ઈમર્જ રુપ માં રહે છે કે મર્જ રહે છે? સ્થિતિ શું હોય છે? ઈમર્જ રુપ ની સ્થિતિ કે મર્જ રુપ ની સ્થિતિ, આમાં શું અંતર છે? ઈમર્જ રુપ માં યાદ કેમ નથી રાખતાં? ઈમર્જ રુપ નો નશો, શક્તિ, સહયોગ, સફળતા ખૂબ ઊંચી છે. યાદ તો ભૂલી ન શકાય કારણ કે એક જન્મ નો સંબંધ નથી, ભલે શિવ બાપ સતયુગ માં સાથે નહી હશે પરંતુ સંબંધ તો આ જ રહેશે ને? ભૂલાઈ ન શકે, આ સાચ્ચુ છે. હા, કોઈ વિઘ્ન નાં વશ થઈ જાઓ છો તો ભૂલી પણ જાઓ છો પરંતુ આમ જ્યારે નેચરલ રુપ માં રહો છો તો ભૂલતા નથી પરંતુ મર્જ રહે છે એટલે બાપદાદા કહે છે-વારંવાર ચેક કરો કે સાથ નો અનુભવ મર્જ રુપ માં છે કે ઈમર્જ રુપ માં છે? પ્રેમ તો છે જ. પ્રેમ તૂટી શકે છે? નથી તૂટી શકતો ને? તો પ્રેમ જ્યારે તૂટી નથી શકતો તો પ્રેમ નો ફાયદો તો ઉઠાવો. ફાયદો ઉઠાવવાની રીત શીખો.

બાપદાદા જુએ છે પ્રેમે જ બાપ નાં બનાવ્યા છે. પ્રેમ જ મધુબન નિવાસી બનાવે છે. ભલે પોતાનાં સ્થાન પર કેવી રીતે પણ રહે, કેટલી પણ મહેનત કરે પરંતુ છતાં પણ મધુબન માં પહોંચી જાય છે. બાપદાદા જાણે છે, જુએ છે, ઘણાં બાળકોને કળિયુગી પરિસ્થિતિ હોવાના કારણે ટિકિટ લેવાનું પણ મુશ્કેલ છે પરંતુ પ્રેમ પહોંચાડી જ દે છે. એવું છે ને? પ્રેમ માં પહોંચી જાઓ છો પરંતુ પરિસ્થિતિ તો દિવસે-દિવસે વધતી જ જાય છે. સાચાં દિલ પર સાહેબ રાજી તો થાય જ છે. પરંતુ સ્થૂળ સહયોગ પણ ક્યાંય ને ક્યાંય કેવી રીતે પણ મળી જાય છે. ભલે ડબલ ફોરેનર્સ હોય, કે ભારતવાસી, બધાને આ બાપ નો પ્રેમ પરિસ્થિતિ ની દિવાલ પાર કરાવી લે છે. એવું છે ને? પોત-પોતાનાં સેન્ટર પર જુઓ તો એવાં બાળકો પણ છે જે અહીંથી જાય છે, વિચારે છે ખબર નહીં બીજા વર્ષે આવી શકીશું કે નહીં આવી શકીશું? પરંતુ છતાં પણ પહોંચી જાય છે. આ છે પ્રેમ નું સબૂત (પ્રમાણ). અચ્છા.

આજે હોળી મનાવી? મનાવી લીધી હોળી? બાપદાદા તો હોળી મનાવવા વાળા હોલી હંસો ને જોઈ રહ્યા છે. બધાં બાળકોનું એક જ ટાઈટલ છે હોલીએસ્ટ. દ્વાપર થી લઈને કોઈ પણ ધર્માત્મા અથવા મહાત્માએ સર્વ ને હોલીએસ્ટ નથી બનાવ્યાં. સ્વયં બને છે પરંતુ પોતાનાં ફોલોઅર્સ ને, સાથીઓ ને હોલીએસ્ટ, પવિત્ર નથી બનાવતા અને અહીં પવિત્રતા બ્રાહ્મણ જીવન નો મુખ્ય આધાર છે. ભણતર પણ શું છે? તમારું સ્લોગન પણ છે “પવિત્ર બનો-યોગી બનો”. સ્લોગન છે ને? પવિત્રતા જ મહાનતા છે. પવિત્રતા જ યોગી જીવન નો મુખ્ય આધાર છે. ક્યારેક-ક્યારેક બાળકો અનુભવ કરે છે કે જો ચાલતાં-ચાલતાં મન્સા માં પણ અપવિત્રતા અર્થાત્ વેસ્ટ તથા નેગેટિવ, પરચિંતન નાં સંકલ્પ ચાલે છે તો કેટલો પણ યોગ પાવરફુલ ઈચ્છે છે, પરંતુ થતો નથી કારણ કે જરા પણ અંશમાત્ર સંકલ્પ માં પણ કોઈ પ્રકારની અપવિત્રતા છે તો જ્યાં અપવિત્રતા નો અંશ છે ત્યાં પવિત્ર બાપની યાદ જે છે, જેવા છે, તેવી રીતે નથી આવી શકતી. જેવી રીતે દિવસ અને રાત સાથે નથી હોતાં, એટલે બાપદાદા વર્તમાન સમય પવિત્રતા ઉપર વારંવાર અટેન્શન અપાવે છે. થોડા સમય પહેલાં બાપદાદા ફક્ત કર્મ માં અપવિત્રતા માટે ઈશારો આપતા હતાં પરંતુ હવે સમય સંપૂર્ણતા ની સમીપ આવી રહ્યો છે એટલે મન્સા માં પણ અપવિત્રતા નો અંશ દગો આપી દેશે. તો મન્સા, વાચા, કર્મણા, સંબંધ-સંપર્ક બધામાં પવિત્રતા અતિ આવશ્યક છે. મન્સા ને હળવી નહીં કરતા કારણ કે મન્સા બહાર થી દેખાતી નથી પરંતુ મન્સા દગો ખૂબ આપે છે. બ્રાહ્મણ જીવન નો જે આંતરિક વારસો સદા સુખ સ્વરુપ, શાંત સ્વરુપ, મન ની સંતુષ્ટતા છે, એનો અનુભવ કરવા માટે મન્સા ની પવિત્રતા જોઈએ. બહાર નાં સાધનો દ્વારા કે સેવા દ્વારા પોતે પોતાને ખુશ કરવા - આ પણ પોતાને દગો આપવો છે.

બાપદાદા જુએ છે ક્યારેક-ક્યારેક બાળકો પોતાને આ જ આધાર પર સારા સમજી, ખુશ સમજી દગો આપી દે છે, આપી પણ રહ્યા છે. આપી દે છે અને આપી પણ રહ્યા છે. આ પણ એક ગુહ્ય રહસ્ય છે. શું થાય છે, બાપદાદા છે, દાતા નાં બાળકો છે, તો સેવા યુક્તિયુક્ત પણ નથી, મિક્સ છે, થોડી યાદ અને થોડી બહાર નાં સાધનો અથવા ખુશી નાં આધાર પર છે, દિલ નાં આધાર પર નથી પરંતુ દિમાગ નાં આધાર પર સેવા કરે છે તો સેવાનું પ્રત્યક્ષ ફળ એમને પણ મળે છે; કારણ કે બાપ દાતા છે અને તે એમાં જ ખુશ રહે છે કે વાહ અમને તો ફળ મળી ગયું, અમારી સારી સેવા છે. પરંતુ તે મન ની સંતુષ્ટતા સદાકાળ નથી રહેતી અને આત્મા યોગયુક્ત પાવરફુલ યાદ નો અનુભવ નથી કરી શકતો, એનાથી વંચિત રહી જાય છે. બાકી કંઈ પણ નથી મળતું, એવું નથી. કંઈ ન કંઈ મળે છે પરંતુ જમા નથી થતું. કમાયું, ખાધું અને ખતમ, એટલે આ પણ અટેન્શન રાખજો. સેવા ખૂબ સારી કરી રહ્યા છો, ફળ પણ સારું મળી ગયું, તો ખાધું અને ખતમ. જમા શું થયું? સારી સેવા કરી, સારું રિઝલ્ટ નીકળ્યું, પરંતુ તે સેવા નું ફળ મળ્યું, જમા નથી થતું, એટલે જમા કરવાની વિધિ છે - મન્સા-વાચા-કર્મણા પવિત્રતા. ફાઉન્ડેશન પવિત્રતા છે. સેવા માં પણ ફાઉન્ડેશન પવિત્રતા છે. સ્વચ્છ હોય, સાફ હોય. બીજો કોઈ પણ ભાવ મિક્સ ન હોય. ભાવ માં પણ પવિત્રતા, ભાવના માં પણ પવિત્રતા. હોળી નો અર્થ જ છે - પવિત્રતા. અપવિત્રતા ને બાળવી, એટલે પહેલાં બાળે છે પછી મનાવે છે અને પછી પવિત્ર બની સંસ્કાર મિલન મનાવે છે. તો હોળી નો અર્થ જ છે-બાળવું, મનાવવું. બહારવાળા તો ગળે મળે છે પરંતુ અહીં સંસ્કાર મિલન, આ જ મંગલ મિલન છે. તો આવી હોળી મનાવી કે ફક્ત ડાન્સ કરી લીધો? ગુલાબજળ નાખી દીધું? તે પણ સારું છે ખૂબ મનાવો. બાપદાદા ખુશ થાય છે ગુલાબજળ ભલે નાખો, ડાન્સ ભલે કરો પરંતુ સદા ડાન્સ કરો. ફક્ત પ-૧૦ મિનિટ નો ડાન્સ નહીં. એક-બીજા માં ગુણો નાં વાયબ્રેશન ફેલાવવા-આ ગુલાબજળ નાખવું છે. અને બાળવાને તો તમે જાણો જ છો, શું બાળવાનું છે? હમણાં સુધી પણ બાળતા રહો છો. દર વર્ષે હાથ ઉઠાવીને જાય છે, બસ, દૃઢ સંકલ્પ થઈ ગયો. બાપદાદા ખુશ થાય છે, હિંમત તો રાખે છે. તો હિંમત પર બાપદાદા મુબારક પણ આપે છે. હિંમત રાખવી પણ પહેલો કદમ છે. પરંતુ બાપદાદા ની શુભ આશા શું છે? સમય ની તારીખ નહીં જુઓ. ૨૦૦૦ માં થશે, ૨૦૦૧ માં થશે, ૨૦૦૫ માં થશે, આ નહીં વિચારો. ચાલો, એવરરેડી નહીં પણ બનો એને પણ બાપદાદા છોડી દે છે, પરંતુ વિચારો બહુકાળ નાં સંસ્કાર તો જોઈએ ને? તમે લોકો જ સંભળાવો છો કે બહુકાળ નો પુરુષાર્થ બહુકાળ નાં રાજ્ય અધિકારી બનાવે છે. જો સમય આવવા પર દૃઢ સંકલ્પ કર્યો, તો તે બહુકાળ થયો કે અલ્પકાળ થયો? શેમાં ગણતરી થશે? અલ્પકાળ માં થશે ને? તો અવિનાશી બાપ પાસેથી વારસો શું લીધો? અલ્પકાળ નો. આ ગમે છે? નથી ગમતું ને? તો બહુકાળ નો અભ્યાસ જોઈએ, કેટલો સમય છે તે નહીં વિચારો, જેટલો બહુકાળ નો અભ્યાસ હશે, એટલો અંત માં પણ દગો નહીં ખાશો. બહુકાળ નો અભ્યાસ નથી તો હમણાનાં બહુકાળ નાં સુખ, બહુકાળ ની શ્રેષ્ઠ સ્થિતિ નાં અનુભવ થી પણ વંચિત થઈ જાઓ છો એટલે શું કરવાનું છે? બહુકાળ કરવાનો છે? જો કોઈની પણ બુદ્ધિમાં તારીખ ની પ્રતિક્ષા હશે તો પ્રતિક્ષા નહીં કરતા, પ્રબંધ કરો. બહુકાળ નો પ્રબંધ કરો. તારીખ પણ તમારે લાવવાની છે. સમય તો હમણાં પણ એવરરેડી છે, કાલે પણ થઈ શકે છે પરંતુ સમય તમારા માટે રોકાયેલો છે. તમે સંપન્ન બનો તો સમય નો પડદો અવશ્ય હટવાનો જ છે. તમારા રોકાવાથી રોકાયેલો છે. રાજ્ય અધિકારી તો તૈયાર થાય ને? તખ્ત તો ખાલી ન રહેવું જોઈએ ને? શું એકલા વિશ્વરાજન તખ્ત પર બેસશે? એમાં શોભા હશે શું? રોયલ ફેમિલી જોઈએ, પ્રજા જોઈએ, બધાં જોઈએ. ફક્ત વિશ્વરાજન તખ્ત પર બેસી જાય, જોતા રહે ક્યાં ગઈ મારી રોયલ ફેમિલી, એટલે બાપદાદા ની એક જ શુભ આશા છે કે બધાં બાળકો ભલે નવા છે, કે જૂનાં છે, જે પણ પોતાને બ્રહ્માકુમારી કે બ્રહ્માકુમાર કહેવડાવે છે, ભલે મધુબન નિવાસી, કે વિદેશ નિવાસી, અથવા ભારત નિવાસી - દરેક બાળક બહુકાળ નાં અભ્યાસ પર બહુકાળ નાં અધિકારી બને. ક્યારેક-ક્યારેક નાં નહીં. પસંદ છે? એક હાથ ની તાળી વગાડો. પાછળ વાળા હોશિયાર છે, અટેન્શન થી સાંભળી રહ્યા છે. બાપદાદા પાછળ વાળાને પોતાની આગળ જોઈ રહ્યા છે. આગળવાળા તો છે જ આગળ. (મેડીટેશન હોલ માં બેસીને મોરલી સાંભળી રહ્યા છે) નીચે વાળા બાપદાદા નાં મસ્તક નાં તાજ થઈને બેઠાં છે. તે પણ તાળી વગાડી રહ્યા છે. નીચે વાળા ને ત્યાગ નું ભાગ્ય તો મળવાનું જ છે. તમારું સન્મુખ બેસવાનું ભાગ્ય છે અને એમનું ત્યાગ નું ભાગ્ય જમા થઈ રહ્યું છે. સારું, બાપદાદા ની એક આશા સાંભળી? પસંદ છે ને? હવે આગળ નાં વર્ષ શું જોશો? આવી રીતે જ ફરી પણ હાથ ઉઠાવશો? હાથ ભલે ઉઠાવો, બે-બે ઉઠાવો પરંતુ મન નો હાથ પણ ઉઠાવો. દૃઢ સંકલ્પ નો હાથ સદા માટે ઉઠાવો.

બાપદાદા એક-એક બાળક નાં મસ્તક માં સંપૂર્ણ પવિત્રતા ની ચમકતી મણી જોવા ઈચ્છે છે. નયનો માં પવિત્રતા ની ઝલક, પવિત્રતા નાં બે નયનો નાં તારા, રુહાનિયત થી ચમકતા જોવા ઈચ્છે છે. બોલ માં મધુરતા, વિશેષતા, અમૂલ્ય બોલ સાંભળવા ઈચ્છે છે. કર્મ માં સંતુષ્ટતા, નિર્માણતા સદા જોવા ઈચ્છે છે. ભાવના માં-સદા શુભ ભાવના અને ભાવ માં સદા આત્મિક ભાવ, ભાઈ-ભાઈ નો ભાવ. સદા તમારા મસ્તક થી લાઈટ નો, ફરિશ્તાપણા નો તાજ દેખાય. દેખાવાનો મતલબ છે અનુભવ થાય. આવી સજેલી મૂર્ત જોવા ઈચ્છે છે. અને આવી મૂર્ત જ શ્રેષ્ઠ પૂજ્ય બનશે. તે તો તમારા જડ ચિત્ર બનાવશે પરંતુ બાપ ચૈતન્ય ચિત્ર જોવા ઈચ્છે છે. અચ્છા!

ચારેય તરફ નાં સદા બાપદાદા ની સાથે રહેવાવાળા, સદા સમીપ નાં સાથી, સદા બહુકાળ નાં પુરુષાર્થ દ્વારા બહુકાળ નો સંગમયુગી અધિકાર અને ભવિષ્ય રાજ્ય અધિકાર પ્રાપ્ત કરવા વાળા અતિ સેન્સિબલ આત્માઓ, સદા પોતાને શક્તિઓ, ગુણો થી, સજેલા રાખવાવાળા, બાપ ની આશાઓનાં દીપક આત્માઓ, સદા સ્વયંને હોલીએસ્ટ અને હાઈએસ્ટ સ્થિતિ માં સ્થિત રાખવા વાળા બાપ સમાન અતિ સ્નેહી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. સર્વ વિદેશ અથવા દેશ માં દૂર બેઠેલાં પણ સન્મુખ અનુભવ કરવા વાળાઓને બાપદાદા નાં ખૂબ-ખૂબ-ખૂબ યાદપ્યાર.

વરદાન :-
સમય ને શિક્ષક બનાવવાની બદલે બાપ ને શિક્ષક બનાવવા વાળા માસ્ટર રચયિતા ભવ

ઘણાં બાળકો ને સેવાનો ઉમંગ છે પરંતુ વૈરાગ વૃત્તિ નું અટેન્શન નથી, આમાં અલબેલાપણું છે. ચાલે છે… થાય છે… થઈ જશે… સમય આવશે તો ઠીક થઈ જશે… આવું વિચારવું અર્થાત્ સમય ને પોતાનો શિક્ષક બનાવવો. બાળકો બાપ ને પણ દિલાસો આપે છે-ફિકર નહીં કરો, સમય પર ઠીક થઈ જશે, કરી લઈશું. આગળ વધી જઈશું. પરંતુ આપ માસ્ટર રચયિતા છો, સમય તમારી રચના છે. રચના માસ્ટર રચયિતા નાં શિક્ષક બને આ શોભતું નથી.

સ્લોગન :-
બાપ ની પાલના નું રિટર્ન છે-સ્વ ને અને સર્વ ને પરિવર્તન કરવામાં સહયોગી બનવું.