07-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - હવે બાપ સમાન દેહી - અભિમાની બનો , બાપની આ જ ઈચ્છા છે કે બાળકો મારા સમાન બની મારી સાથે ઘરે ચાલે

પ્રશ્ન :-
આપ બાળકો કઈ વાત નું વન્ડર (અદ્દભુત) જોતાં બાપનો આભાર ગાઓ (માનો) છો?

ઉત્તર :-
તમે વન્ડર જુઓ છો બાબા કેવી રીતે પોતાની ફરજ-અદાઈ નિભાવી રહ્યાં છે. પોતાનાં બાળકો ને રાજ્યોગ શિખવાડી લાયક બનાવી રહ્યાં છે. આપ બાળકો અંદર જ અંદર એવાં મીઠાં બાબાનો આભાર માનો છો. બાબા કહે આ આભાર શબ્દ પણ ભક્તિમાર્ગ નો છે. બાળકો નો તો અધિકાર હોય છે, આમાં આભાર ની પણ શું વાત. ડ્રામા અનુસાર બાપે વારસો આપવાનો જ છે.

ગીત :-
જિસકા સાથી હે ભગવાન

ઓમ શાંતિ!
આ ગીત છે બાળકો માટે. જેનાં સાથી સર્વ શક્તિમાન્ પરમપિતા પરમાત્મા છે, એમને માયાની આંધી અથવા તોફાન શું કરી શકે છે. તે આંધી નથી, માયા નાં તોફાન આત્માની જ્યોતિ ને બુઝાવી દે છે. હવે જગાડવા વાળા સાથી મળ્યાં છે, તો માયા શું કરી શકે છે. નામ જ રખાય છે મહાવીર, માયા રાવણ પર વિજય મેળવવા વાળા. કેવી રીતે વિજય મેળવવાની છે? તે તો બાળકો સામે બેઠાં છે. બાપદાદા બેઠાં છે. દાદા અને બાપ ને પિતા અને પિતામહ કહે છે. તો થઈ ગયાં બાપદાદા. બાળકો જાણે છે કે રુહાની બાપ અમારી સામે બેઠાં છે. રુહાની બાપ રુહો થી જ વાત કરશે. આત્મા જ ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) દ્વારા સાંભળે છે, બોલે છે. આપ બાળકો ને દેહ-અભિમાની થવાની આદત પડી ગઈ છે. અડધોકલ્પ દેહ-અભિમાન માં રહો છો. એક શરીર છોડી બીજું શરીર લીધું. શરીર પર નામ પડે છે, કોઈ કહેશે હું પરમાનંદ છું, કોઈનું નામ શું, કોઈનું શું. બાબા કહે છે હું સદૈવ દેહી-અભિમાની છું. મને ક્યારેય દેહ નથી મળતો તો મને ક્યારેય દેહ-અભિમાન નથી આવી શકતું. આ દેહ તો આ દાદા નો છે. હું સદૈવ દેહી-અભિમાની છું. આપ બાળકોને પણ આપ સમાન બનાવવા ઈચ્છું છું કારણ કે હવે તમારે મારી પાસે આવવાનું છે. દેહ-અભિમાન છોડવાનું છે. સમય લાગે છે. ઘણાં સમય થી દેહ-અભિમાન માં રહેવાનો અભ્યાસ પડેલો છે. હવે બાપ કહે છે આ દેહ ને પણ છોડો, મારા સમાન બનો કારણ કે તમારે મારા ગેસ્ટ (મહેમાન) બનવાનું છે. મારી પાસે પાછા આવવાનું છે, એટલે કહું છું કે પહેલાં પોતાને આત્મા નિશ્ચય કરો. આ હું આત્માઓ સાથે જ બોલું છું. તમે બાપ ને યાદ કરો તો તે દૃષ્ટિ ખતમ થઈ જાય. મહેનત છે આમાં. હું આત્માઓની સર્વિસ (સેવા) કરી રહ્યો છું. આત્મા સાંભળે છે ઓર્ગન્સ દ્વારા, હું આત્મા તમને બાબા નો સંદેશ આપી રહ્યો છું. આત્મા તો ન પોતાને પુરુષ, ન સ્ત્રી કહેશે. પુરુષ, સ્ત્રી શરીર પર નામ પડે છે. એ તો છે જ પરમ આત્મા. બાપ કહે છે હે આત્માઓ સાંભળો છો? આત્મા કહે છે હા સાંભળું છું. તમે પોતાનાં બાપને જાણો છો, એ સર્વ આત્માઓ નાં બાપ છે. જેમ તમે આત્મા છો તેમ જ હું તમારો બાપ છું, જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એમને પોતાનું શરીર નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પોતાનો આકાર છે. આત્મા ને આત્મા જ કહેશે. મારું નામ તો શિવ છે. શરીર પર તો ખૂબ નામ પડે છે. હું શરીર નથી લેતો, એટલે મારું કોઈ શારીરિક નામ નથી. તમે સાલિગ્રામ છો. આપ આત્માઓ ને કહે છે કે હે આત્માઓ સાંભળો છો? આ તમારે હવે અભ્યાસ કરવો પડે, દેહી-અભિમાની થઈને રહેવાનો. આત્માઓ સાંભળે અને બોલે છે આ ઓર્ગન્સ દ્વારા, બાપ આત્માઓને સમજાવે છે. આત્મા બેસમજ થઈ ગઈ છે કારણ કે બાપ ને ભૂલી ગઈ છે. એવું નથી કે શિવ પણ પરમાત્મા છે, કૃષ્ણ પણ પરમાત્મા છે. તેઓ કહેશે પથ્થર-ઠીકકર બધાં પરમાત્મા છે. આખી સૃષ્ટિમાં ઉલ્ટું જ્ઞાન ફેલાયેલું છે. ઘણાં તો સમજે પણ છે કે અમે ભગવાન બાપ નાં બાળકો છીએ. પરંતુ મેજોરીટી (અધિકાંશ) સર્વવ્યાપી કહેવાવાળા નીકળશે. આ દુબન (નર્ક) થી બધાંને કાઢવાનાં છે. આખી દુનિયા છે એક તરફ, બાપ છે બીજી તરફ. બાપની મહિમા ગવાયેલી છે. અહો પ્રભુ તેરી લીલા.. અહો મારી મત જેનાંથી ગતિ અથવા સદ્દગતિ મળે છે. સદ્દગતિ દાતા તો એક જ છે. મનુષ્ય ગતિ સદ્દગતિ માટે કેટલું માથુ મારે છે. આ એક જ સદ્દગુરુ છે જે મુક્તિ, જીવનમુક્તિ બંનેવ આપે છે.

બાપ કહે છે આ સાધુ-સંત વગેરે બધાંની સદ્દગતિ કરવા માટે મારે આવવું પડે છે. બધાંની સદ્દગતિ કરવાવાળો હું એક જ છું. આત્માઓ સાથે વાત કરું છું. હું તમારો બાપ છું બીજા કોઈ આમ કહી ન શકે કે તમે બધાં આત્માઓ મારા સંતાન છો. તેઓ તો કહી દે કે ઈશ્વર સર્વવ્યાપી છે. તો પછી એવું ક્યારેય કહી ન શકે. આ તો સ્વયં બાપ કહે છે કે હું આવ્યો છું - ભક્તો ને ભક્તિ નું ફળ આપવાં. ગવાયેલું પણ છે - ભક્તોનાં રખવાળા ભગવાન એક છે. બધાં ભક્ત છે, તો જરુર ભગવાન અલગ વસ્તુ છે. ભગત જ જો ભગવાન હોય તો એમને ભગવાન ને યાદ કરવાની દરકાર નથી. પોત-પોતાની ભાષા માં પરમાત્મા ને કોઈ શું કહેશે, કોઈ શું. પરંતુ યથાર્થ નામ છે જ શિવ. કોઈ કોઈ ની ગ્લાનિ કરે છે કે ડીફેમ (બચાવ) કરે છે તો તેનાં પર કેસ કરે છે. પરંતુ આ છે ડ્રામા, આમાં કોઈની વાત નથી ચાલી શકતી. બાપ જાણે છે કે તમે દુઃખી થયા છો ફરી પણ આવું થશે. ગીતા શાસ્ત્ર વગેરે ફરી પણ તે જ નીકળશે. પરંતુ ફક્ત ગીતા વગેરે વાંચવાથી તો કોઈ સમજી ન શકે. અહીં તો સમર્થ જોઈએ. શાસ્ત્ર સંભળાવવા વાળા કોનાં માટે કહે કે મારી સાથે યોગ લગાવવાથી હે બાળકો તમારા વિકર્મ વિનાશ થઈ જશે, એવું કહી ન શકે. તેઓ તો ફક્ત ગીતા પુસ્તક વાંચીને સંભળાવે છે.

હવે તમે અનુભવી છો, જાણો છો આપણે ૮૪ નાં ચક્ર માં કેવી રીતે આવીએ છીએ. ડ્રામા માં દરેક વાત પોતાનાં સમય પર થાય છે. આ બાપ બાળકો સાથે, આત્માઓ સાથ વાત કરે છે કે તમે પણ એવું શિખો કે અમે આત્મા સાથે વાત કરીએ છીએ, અમારી આત્મા આ મુખ થી બોલે છે. તમારી આત્મા આ કાનો થી સાંભળે છે. હું બાપ નો સંદેશ આપું છું, હું આત્મા છું. આ સમજાવવું કેટલું સહજ છે. તમારી આત્મા એક શરીર છોડી બીજું લે છે. આત્માએ ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે બાપ કહે છે જો પરમાત્મા સર્વવ્યાપી હોય તો જીવ પરમાત્મા કહો ને. જીવ આત્મા કેમ કહો છો? એ આત્મા સાથે વાત કરે છે. મારા ભાઈ, આત્માઓ સમજો છો કે હું બાપ નો સંદેશ સંભળાવું છું - ૫ હજાર વર્ષ પહેલા વાળો. બાપ કહે છે મને યાદ કરો. આ દુઃખધામ છે. સતયુગ છે સુખધામ. હે આત્માઓ તમે સુખધામ માં હતાં ને. તમે ૮૪ નું ચક્ર લગાવ્યું છે. સતોપ્રધાન થી સતો, રજો તમો માં જરુર આવવાનું છે. હવે ફરી ચાલો પાછા શ્રીકૃષ્ણપુરી માં. ચાલીને શું બનવાં ઈચ્છો છો? મહારાજા મહારાણી બનશો કે દાસ-દાસી? એવી-એવી આત્માઓ સાથે વાત કરવી જોઈએ. ઉમંગ હોવો જોઈએ. એવું નહીં કે હું પરમાત્મા છું. પરમાત્મા તો છે જ જ્ઞાન નાં સાગર. એ ક્યારેય અજ્ઞાન નાં સાગર બનતાં નથી. જ્ઞાન અને અજ્ઞાન નાં સાગર આપણે બનીએ છીએ. બાપ થી જ્ઞાન લઈને માસ્ટર સાગર બનીએ છીએ, હકીકત માં સાગર એક જ બાપ છે. બાકી બધી નદીઓ છે. ફર્ક છે ને. આત્મા ને સમજાવાય ત્યારે છે, જ્યારે આત્મા બેસમજ છે. સ્વર્ગ માં થોડી કોઈને સમજાવે છે. અહીંયા બધાં બેસમજ પતિત અને દુઃખી છે. ગરીબ લોકો જ આ જ્ઞાન આરામ થી બેસી સાંભળશે. સાહૂકારો ને તો પોતાનો નશો રહે છે. એમનામાં તો કોઈ વિરલા નીકળશે. જનક રાજાએ બધું આપી દીધું ને. અહીં બધાં જનક છે. જીવનમુક્તિ માટે જ્ઞાન લઈ રહ્યાં છે. તો આ પાક્કું કરવું પડે કે આપણે આત્મા છીએ. બાબા અમે તમારો કેટલો આભાર માનીએ. ડ્રામા અનુસાર તમારે વારસો તો આપવાનો જ છે. અમારે તમારા બાળક બનવાનું જ છે, આમાં આભાર શું માનીએ. અમારે તમારા વારિસ તો બનવાનું જ છે, આમાં આભાર ની શું વાત છે. બાપ સ્વયં આવીને સમજાવીને લાયક બનાવે છે, ભક્તિમાર્ગ માં મહિમા કરે છે એટલે આભાર શબ્દ નીકળ્યો છે. બાપે તો પોતાની ફરજ-અદાઈ કરવાની જ છે. આવીને ફરીથી સ્વર્ગ માં ચાલવાનો (જવાનો) રસ્તો બતાવે છે. ડ્રામા અનુસાર બાબાએ આવીને રાજયોગ શિખવાડવાનો છે, વારસો આપવાનો છે. પછી જે જેટલો પુરુષાર્થ કરશે, તે અનુસાર સ્વર્ગ માં જશે. એવું નહીં કે બાબા મોકલી દેશે. ઓટોમેટિકલી (આપમેળે) જેટલો પુરુષાર્થ કરશે એ અનુસાર સ્વર્ગ માં આવી જશે. બાકી આમાં આભાર માનવાની કોઈ વાત છે નહીં. હવે આપણને આશ્ચર્ય થાય છે કે બાબાએ શું ખેલ દેખાડ્યો છે. આગળ તો આપણે જાણતાં નહોતાં, હમણાં જાણ્યું છે. શું બાબા અમે ફરીથી આ જ્ઞાન ભૂલી જઈશું? હા બાળકો, મારી અને તમારી બુદ્ધિ માંથી જ્ઞાન પ્રાયઃલોપ થઈ જશે. પછી સમય પર ઈમર્જ થશે (સ્મૃતિ આવશે), જ્યારે જ્ઞાન આપવાનો સમય થશે. હવે તો હું નિર્વાણધામ ચાલ્યો જઈશ. પછી ભક્તિમાર્ગ માં પાર્ટ ભજવું છું. આત્મા માં ઓટોમેટિકલી તે સંસ્કાર આવી જાય છે. હું કલ્પ પછી પણ આ શરીર માં આવીશ, આ બુદ્ધિમાં રહે છે. પરંતુ છતાં પણ તમારે તો દેહી-અભિમાની રહેવાનું છે. નહીં તો દેહ-અભિમાની બની જાય છે. મુખ્ય વાત તો આ છે. બાપ અને વારસા ને યાદ કરો. કલ્પ-કલ્પ તમે વારસો મેળવો છો, પુરુષાર્થ અનુસાર. કેટલું સહજ કરી સમજાવે છે. બાકી આ મંઝિલ પર ચાલવામાં ગુપ્ત મહેનત છે.

આત્મા પહેલાં-પહેલાં આવે છે તો પુણ્ય આત્મા સતોપ્રધાન છે પછી એને પાપ આત્મા, તમોપ્રધાન જરુર બનવાનું છે. હવે ફરી તમારે તમોપ્રધાન થી સતોપ્રધાન જરુર બનવાનું છે. બાપે સંદેશ આપ્યો છે કે મને યાદ કરો. આખી રચના ને બાપ થી વારસો મળી રહ્યો છે. સર્વ નાં સદ્દગતિ દાતા છે ને. બધાં પર દયા કરવા વાળા છે અર્થાત્ સર્વ પર રહેમ કરવા વાળા છે. સતયુગ માં કોઈ દુઃખ નહીં હોય. બાકી સર્વ આત્માઓ શાંતિધામ માં જઈને રહે છે. આપ બાળકો જાણી ગયાં છો કે હવે કયામત નો (અંતિમ હિસાબ ચૂક્તું કરવાનો) સમય થયો છે. દુઃખ નો હિસાબ-કિતાબ ચુક્તું કરવાનો છે - યોગબળ થી. પછી જ્ઞાન અને યોગબળ થી આપણે ભવિષ્ય સુખ માટે ખાતુ પણ જમા કરવાનું છે. જેટલું જમા કરશો એટલું સુખ મેળવશો અને દુઃખનું ખાતુ ચૂક્તે થતું જશે. હમણાં આપણે કલ્પ નાં સંગમ પર આવીને દુઃખ નો ચોપડો ચૂક્તું કરીએ છીએ અને બીજી તરફ જમા કરીએ છીએ. આ વેપાર છે ને. બાબા જ્ઞાન રતન આપી ગુણવાન બનાવી દે છે. પછી જેટલું જે ધારણ કરી શકે. એક-એક રતન લાખો ની મિલકત છે, જેનાંથી તમે ભવિષ્ય માં સદા સુખી રહેશો. આ છે દુઃખધામ, તે છે સુખધામ. સંન્યાસી એ નથી જાણતાં કે સ્વર્ગ માં સદા સુખ જ સુખ છે. એક જ બાપ છે જે ગીતા દ્વારા ભારત ને આટલો ઊંચ બનાવે છે. તે લોકો કેટલાં શાસ્ત્ર વગેરે સંભળાવે છે. પરંતુ દુનિયા તો જૂની બનવાની જ છે. દેવતાઓ પહેલાં નવી સૃષ્ટિ માં રામરાજ્ય માં હતાં. હમણાં દેવતાઓ છે નહીં. ક્યાં ગયાં? ત્યારે ૮૪ જન્મ કોણે ભોગવ્યાં? બીજા કોઈનાં પણ ૮૪ જન્મ નો હિસાબ નીકળી ન શકે. ૮૪ જન્મ જરુર દેવતા ધર્મ વાળા જ લે છે. મનુષ્ય તો સમજે છે કે લક્ષ્મી-નારાયણ વગેરે ભગવાન હતાં. જ્યાં જુઓ તમે જ તમે છો. સારું ભલા સર્વવ્યાપી નાં જ્ઞાન થી પણ સુખી થઈ જાય છે શું? આ સર્વવ્યાપી નું જ્ઞાન તો ચાલતું આવ્યું છે, છતાં પણ ભારત તો કંગાળ, નર્ક બની ગયું છે. ભક્તિ નું ફળ તો આપવાનું જ છે ભગવાને. સન્યાસી જે સ્વયં જ સાધના કરતાં રહે તે ફળ શું આપશે? મનુષ્ય સદ્દગતિ દાતા તો છે નહીં. જે જે આ ધર્મનાં હશે તે નીકળી આવશે. એમ તો ઘણાં સંન્યાસી ધર્મ માં પણ કન્વર્ટ (પરિવર્તન) થયાં છે, તેઓ પણ આવશે. આ બધી સમજવાની વાતો છે.

બાબા સમજાવે છે - આ અભ્યાસ રાખવાનો છે કે હું આત્મા છું. આત્મા નાં આધાર પર શરીર ઉભું છે. શરીર તો વિનાશી છે, આત્મા અવિનાશી છે. પાર્ટ બધો આ નાની આત્મા માં છે. કેટલું વન્ડર (અદ્દભુત) છે. સાયન્સ (વિજ્ઞાન) વાળા પણ સમજી ન શકે. આ ઈમોર્ટલ (અવિનાશી), ઈમ્પૈરિશબલ (અમર) પાર્ટ આટલી નાની આત્મા માં છે. આત્મા પણ અવિનાશી છે, તો પાર્ટ પણ અવિનાશી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કલ્પ નાં સંગમ પર યોગબળ થી દુઃખ નો ચોપડો (હિસાબ-કિતાબ) ચુક્તું કરવાનો છે. નવું જમા કરવાનું છે. જ્ઞાન રતનો ને ધારણ કરી ગુણવાન બનવાનું છે.

2. હું આત્મા છું, આત્મા ભાઈ સાથે વાત કરું છું, શરીર વિનાશી છે. હું પોતાનાં ભાઈ આત્મા ને સંદેશ સંભળાવી રહ્યો છું, એવી પ્રેક્ટિસ કરવાની છે.

વરદાન :-
શુભ ભાવના અને શ્રેષ્ઠ ભાવ દ્વારા સર્વ નાં પ્રિય બની વિજય માળા માં પરોવા વાળા વિજયી ભવ

કોઈ કોઈપણ ભાવ થી બોલે કે ચાલે પરંતુ તમે સદા દરેક પ્રતિ શુભ ભાવ, શ્રેષ્ઠ ભાવ ધારણ કરો, આમાં વિજયી બનો તો માળા માં પરોવવાનાં અધિકારી બની જશો, કારણ કે સર્વ નાં પ્રિય બનવાનું સાધન જ છે સંબંધ-સંપર્ક માં દરેક પ્રતિ શ્રેષ્ઠ ભાવ ધારણ કરવો. આવાં શ્રેષ્ઠ ભાવવાળા સદા બધાંને સુખ આપશે, સુખ લેશે. આ પણ સેવા છે તથા શુભ ભાવના મન્સા સેવા નું શ્રેષ્ઠ સાધન છે. તો એવી સેવા કરવા વાળા વિજયી માળા નાં મણકા બની જાય છે.

સ્લોગન :-
કર્મ માં યોગ નો અનુભવ કરવો જ કર્મયોગી બનવું છે.