07-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - રાત - દિવસ આ જ ચિંતન માં રહો કે બધાંને બાપ નો પરિચય કેવી રીતે આપીએ , ફાધર શોઝ સન ( પિતા દ્વારા પુત્ર ની પ્રત્યક્ષતા ), સન શોઝ ફાધર ( પુત્ર દ્વારા પિતાની પ્રત્યક્ષતા ), આમાં જ બુદ્ધિ લગાવવાની છે

પ્રશ્ન :-
જ્ઞાન જરા પણ વ્યર્થ ન જાય એનાં માટે કઈ વાત નું ધ્યાન રાખવાનું છે?

ઉત્તર :-
જ્ઞાન ધન આપવા માટે પહેલાં જુઓ કે આ આપણા બ્રાહ્મણ કુળ નાં છે? જે શિવબાબાનાં કે દેવતાઓનાં ભક્ત છે, કોશિશ કરી તેમને જ્ઞાન ધન આપો. આ જ્ઞાન બધાં તો નહીં સમજે. સમજ માં એમને જ આવશે જે શૂદ્ર થી બ્રાહ્મણ બનવા વાળા છે. તમે કોશિશ કરી એક વાત તો બધાંને સંભળાવો કે સર્વ નાં સદ્દગતિ દાતા એક બાપ જ છે, એ કહે છે કે તમે અશરીરી બની મને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે.

ગીત:-
ઓમ્ નમો શિવાય..

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે - બંને બાપ આવી ગયાં. ભલે એ બાપ સમજાવે, કે આ બાપ સમજાવે. તો બાપ સમજાવે છે - તમે જે બાબા ની યાદ માં શાંતિ માં બેસો છો, આને જ સાચ્ચી શાંતિ કહેવાય છે. આ છે પ્રત્યક્ષફળ આપવા વાળી સાચ્ચી શાંતિ, તે છે ખોટી. પોતાનાં સ્વધર્મ ની ખબર નથી. સ્વ ને પોતાનાં પરમપિતા પરમાત્મા ની ખબર નથી, તો શાંતિ, શક્તિ કોણ આપે? શાંતિદાતા બાપ જ છે. જે બાપ કહે છે બાળકો અશરીરી થઈ પોતાને આત્મા સમજી બેસો. તમે તો અવિનાશી છો ને. પોતાનાં સ્વધર્મ માં બેસો બીજાં કોઈ એવી રીતે બેસતાં નથી. બરાબર આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. પરમપિતા પરમાત્મા તો એક જ છે, એમની મહિમા ખૂબ ભારે છે. એ બાપ છે, સર્વવ્યાપી નથી. એક વાત સિદ્ધ કરી તો તમારી જીત છે. પછી ગીતા નાં ભગવાન પણ સિદ્ધ થઈ જશે. પોઈન્ટસ (મુદ્દા) તો તમને ખૂબ મળે છે. સિક્ખ લોકો પણ કહે છે સદ્દગુરુ અકાળ. એ જ અકાળમૂર્ત છે. કહે પણ છે, એ લિબરેટર (મુક્તિદાતા) છે, સર્વ નાં સદ્દગતિ દાતા છે. દુઃખ થી આવીને લિબરેટ (મુક્ત) કરે છે. પતિત-પાવન પણ એક જ બાપ છે. એવાં-એવાં પોઈન્ટસ હંમેશા વિચાર-સાગર મંથન કરવાં જોઈએ. બાપ ને ભૂલવાનાં કારણે જ બધાંની દુર્ગતિ થઈ છે. ભગવાન એક છે તો બીજાં કોઈને ભગવાન કહી ન શકાય. સૂક્ષ્મવતનવાસી ને પણ ભગવાન કહી ન શકાય. ઊંચા માં ઊંચા એક ભગવાન છે. અહીં તો છે મનુષ્ય સૃષ્ટિ જે પુનર્જન્મ માં આવે છે. પરમપિતા પરમાત્મા તો પુનર્જન્મ માં નથી આવતાં, પછી કેવી રીતે કહો છો કે કૂતરા, બિલાડી બધામાં પરમાત્મા છે. આખો દિવસ આ બુદ્ધિ માં રહેવું જોઈએ - બાપ નો પરિચય કેવી રીતે આપીએ. હવે રાત-દિવસ તમે આ ચિંતન માં રહો કે કેવી રીતે બધાંને રસ્તો બતાવીએ? પતિતો ને પાવન બનાવવા વાળા એક જ છે. પછી ગીતા નાં ભગવાન પણ સિદ્ધ થઈ જશે. આપ બાળકોની જ જીત થવાની છે, તે જ્યારે મહેનત કરશો. મહારથી, ઘોડેસવાર, પ્યાદા તો છે ને.

આપ બાળકો જાણો છો ભારત ને જ બાપ થી વારસો મળેલો હતો. હમણાં છીનવેલો છે, પછી બાપ આપે છે. બાપ આવે જ ભારત માં છે. આ જે આટલાં ધર્મ છે, આ બધાં ખતમ થઈ જવાનાં છે, પછી સતયુગ થશે (આવશે). હાય-હાય નાં પછી જય-જયકાર થઈ જાય છે. મનુષ્ય દુઃખ નાં સમયે હાય રામ કરે છે ને. કહે છે ને - રામ નામ નું દાન આપો. આનાં પર શ્લોક બનેલાં છે. સિક્ખ લોકોનું પણ નામ ઘણું છે. તેઓ પણ કહે છે અકાળતખ્ત. આપ બાળકોનું તખ્ત કયું છે? આપ આત્માઓ બધાં અકાળમૂર્ત છો. તમને કોઈ કાળ ખાઈ ન શકે. આ શરીર તો ખતમ થઈ જશે. તેઓ સમજે છે અકાળતખ્ત અમૃતસર માં છે પરંતુ અકાળતખ્ત તો મહતત્વ છે. આપણે આત્માઓ પણ ત્યાંના રહેવાવાળા છીએ. ગાય પણ છે - બાબા તમે તમારું તખ્ત છોડીને આવો. એ સર્વ માટે શાંતિ નું તખ્ત છે. રાજ્ય તખ્ત કોઈ સર્વ માટે નહીં કહેવાશે. બાબા નું તખ્ત તે આપણું. ત્યાંથી આપણે પાર્ટ ભજવવા આવીએ છીએ, બાકી આકાશ છોડવાની વાત નથી. બાળકોએ આમાં જ બુદ્ધિ લગાવવાની છે કે બાપ નો પરિચય કોને કેવી રીતે આપીએ? ફાધર શોઝ સન, સન શોઝ ફાધર. આપણા બાબા કોણ છે, એમની મિલકત શું છે, જેનાં માલિક બનીશું. આ બુદ્ધિમાં છે. મુખ્ય છે જ બાપ નો પરિચય. આખો રોલો (બધી ગડબડ) એમાં છે. એક જ ભૂલ નું નાટક છે ને. ભૂલ કરાવવા વાળો છે રાવણ.

સતયુગ માં તમે દેહી-અભિમાની રહો છો. આપણે આત્મા છીએ. બાકી એમ નહીં કહેશું કે અમે પરમપિતા પરમાત્માને જાણીએ છીએ. નહીં, ત્યાં તો સુખ જ સુખ છે. દુઃખમાં સિમરણ (યાદ) બધાં કરે છે. ભક્તિમાર્ગ પૂરો થઈ ગયો, જ્ઞાન માર્ગ શરું થયો, વારસો મળી ગયો, પછી ભગવાન ને કેમ યાદ કરીશું! કલ્પ-કલ્પ વારસો મળે છે. આ ડ્રામા જ એવો બનેલો છે. બાપ ને કોઈ પણ જાણતું નથી. હમણાં આપ બાળકો ને બાપે ઓળખ આપી છે. રાત-દિવસ બુદ્ધિ માં આ જ વાતો ચાલતી રહે. આ બુદ્ધિ માટે ભોજન છે. કેવી રીતે બાપ નો પરિચય બધાંને આપીએ! બાપનું એક જ રીઈનકારનેશન (અવતરણ) ગવાય છે. સમજે છે આવશે જરુર, કળિયુગ અંત, સતયુગ આદિ નાં સંગમ પર, પતિતો ને પાવન બનાવવાં. મુખ્ય છે ગીતા. ગીતા થી જ હીરા જેવાં બની શકે છે. બાકી બધાં શાસ્ત્ર છે ગીતા નાં બાળકો, એનાંથી કોઈ વારસો નથી મળી શકતો. સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા. શ્રીમત પ્રસિદ્ધ છે. શ્રી છે સૌથી ઊંચા માં ઊંચા. શ્રી શ્રી ૧૦૮ રુદ્ર માળા. આ છે શિવબાબા ની માળા. તમે જાણો છો સર્વ આત્માઓનાં બાપ એ છે. બાબા-બાબા તો બધાં કરે છે ને. બાબા ની રચના રચેલી છે, આ કોઈ પણ જાણી નથી શકતું. બાબા કહે છે તમને કોઈ વધારે તકલીફ નથી આપતાં. ફક્ત બાપ ને ભુલવાથી નીચે પડ્યાં છો, એમને જાણવાનાં છે. હવે તમે ઘોર અંધારા માંથી ઘોર સોજરા (પ્રકાશ) માં આવી ગયાં છો. તમારે જ્ઞાન નો ડાન્સ કરવાનો છે. મીરા નો હતો ભક્તિ નો ડાન્સ, અર્થ કાંઈ પણ નથી. વ્યાસ ને ભગવાન કહે છે, હવે વ્યાસ તો છે બાપ, જે ગીતા સંભળાવે છે. તમે કોઈને પણ સિદ્ધ કરી બતાવી શકો છો - બાબા એક જ છે, એમનાંથી જ વારસો મળે છે. નહીં તો ભારત ને સ્વર્ગ નો વરસો કોણ આપે? સ્વર્ગની સ્થાપના બાપ વગર કોઈ કરી ન શકે. સર્વ ને લિબરેટ કરવાં, એક બાપ નું જ કામ છે. પોપ પણ કહેતાં હતાં - વનનેસ થાય. પરંતુ તે થાય કેવી રીતે? આપણે એક નાં તો બધાં બન્યાં છીએ ને, પછી ભાઈ-બહેન કેવી રીતે છીએ, આ જાણવું જોઈએ. વનનેસ અર્થાત્ ફાધરહુડ થઈ ગયું, આ તો બધાં બ્રધર્સ (ભાઈઓ) છે ને. આખી દુનિયા કહે છે ઓ ગોડ ફાધર રહેમ કરો. તો જરુર બેરહેમી કરી રહ્યાં છે. એ નથી જાણતાં કે બેરહેમ કરવા વાળું કોણ છે? રહેમ કરવા વાળા તો એક બાપ છે. બેરહેમ છે રાવણ, જેને બાળતા આવે છે, પરંતુ બળતો નથી. દુશ્મન જ મરી જાય પછી થોડી વારં-વાર બાળશે. કોઈને આ ખબર જ નથી કે આ શું બનાવતાં રહે છે. પહેલાં તમે ઘોર અંધારા માં હતાં, હવે તો નથી ને. તો મનુષ્યો ને કેવી રીતે સમજાવાય. ભારત ને સુખધામ બનાવવા વાળા એક જ બાપ છે. બાબા નો જ પરિચય આપવાનો છે. આ પણ સમજાવાય છે પરંતુ બધાં નહીં સમજે. સમજશે તો પણ એ જ જેમને શૂદ્ર થી બ્રાહ્મણ બનવાનું છે. બાબા કહે છે જે મારા ભક્ત છે કોશિશ કરી એમને જ જ્ઞાન આપો. જ્ઞાન ધન વ્યર્થ નહીં ગુમાવો. દેવતાઓનાં ભક્ત તો જરુર દેવતા કુળ નાં હશે. ઊંચા માં ઊંચા છે એક બાપ, બધાં એમને યાદ કરે છે. આ તો શિવબાબા છે ને. બાપ થી તો વારસો લેવાનો છે. જે કોઈ સારું કામ કરીને જાય છે તો એને પૂજાય છે. કળિયુગ માં કોઈ થી સારું કામ થશે જ નહીં કારણ કે અહીં છે જ આસુરી રાવણ મત. સુખ ક્યાં છે? કેટલું સારી રીતે બાપ સમજાવે છે, પરંતુ કોઈની બુદ્ધિમાં બેસે ત્યારે, જ્યારે બાપ નો પરિચય આપશો. આ બાપ પણ છે, શિક્ષક, સદ્દગુરુ પણ છે. એમનાં કોઈ બાપ શિક્ષક નથી. પહેલાં-પહેલાં છે માતા-પિતા, પછી શિક્ષક અને પછી સદ્દગતિ માટે ગુરુ. આ વન્ડર (અદ્દભુત) છે - બેહદનાં બાપ એક જ બાપ, શિક્ષક અને સદ્દગુરુ છે.

તમે જાણો છો એ બાપ ઊંચા માં ઊંચા છે. એ જ ભારત ને સ્વર્ગ નો વારસો આપવા વાળા છે. નર્ક પછી છે જ સ્વર્ગ. નર્ક નાં વિનાશ માટે વિનાશ જ્વાળા છે. હોલિકા માં સ્વાંગ બનાવે છે ને, પછી પૂછે છે સ્વામીજી આનાં પેટ માંથી શું નીકળશે? બરાબર જુએ છે યુરોપવાસી યાદવો ની બુદ્ધિ થી સાયન્સ (વિજ્ઞાન) ની કેટલી શોધ નીકળે છે. તમારે કોશિશ કરી એક જ વાત પર સમજાવવાનું છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. બાપ આવે જ ભારત માં છે - તો એ સૌથી મોટું તીર્થ થઈ ગયું. કહે પણ છે ભારત પ્રાચીન હતું. પરંતુ સમજતાં નથી. હવે તમે સમજો છો - જે પ્રાચીન થયું છે તે ફરીથી થશે. તમે રાજયોગ શિખ્યો હતો, તે જ ફરી શિખો છો. બુદ્ધિ માં છે - આ જ્ઞાન બાબા કલ્પ-કલ્પ આપે છે. શિવ નાં પણ અનેક નામ રાખ્યાં છે. બબુલનાથ નું પણ મંદિર છે. કાંટા ને ફૂલ બનાવ્યાં છે, એટલે બબુલનાથ કહે છે. એવાં ઘણાં નામ છે, જેનો અર્થ તમે સમજાવી શકો છો. તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપો, જેને બધાં ભૂલેલાં છે. પહેલાં બાપ ને જાણે ત્યારે બુદ્ધિયોગ લાગે. બાપ થી વારસો લેવાનો છે. મુક્તિધામ થી પછી જીવન-મુક્તિધામ માં જવાનું છે. આ છે પતિત જીવનબંધ. બાબા કહે છે બાળકો અશરીરી બનો. અશરીરી બની બાપ ને યાદ કરો, એનાંથી જ બેડો પાર થશે. સર્વ આત્માઓનાં બાપ એ એક જ છે. બાપ નું ફરમાન (આજ્ઞા) છે મને યાદ કરો તો યોગ થી વિકર્મ વિનાશ થશે. અંત મતી સો ગતિ થઈ જશે. આપણે પાછા જવાનું છે, જેટલું થઈ શકે જલ્દી જઈએ. પરંતુ જલ્દી તો થઈ ન શકે. ઊંચ પદ મેળવવું છે તો બાબા ને યાદ રાખવાનાં છે. આપણે એક બાપ નાં બાળકો છીએ. હવે બાપ કહે છે મનમનાભવ. કૃષ્ણ થોડી કહે છે. કૃષ્ણ ક્યાં છે? આ તો બાપ છે પરમપિતા પરમાત્મા, પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે, તો જરુર અહીંયા હોવાં જોઈએ. આ છે વ્યક્ત પતિત દુનિયા. તે છે પાવન દુનિયા. પતિત દુનિયામાં પાવન કોઈ હોઈ ન શકે. ઝાડ માં જુઓ ઉપર માં ઉભાં છે અને આ નીચે તપસ્યા માં બ્રહ્મા બેઠાં છે, આમનાં જ ફીચર્સ (આમનો જ ચહેરો) સૂક્ષ્મ વતન માં જુઓ છો. એ જઈને ફરિશ્તા બને છે. શ્રીકૃષ્ણ આ સમયે શ્યામ છે ને. પહેલી વાત જ્યાં સુધી નથી સમજાવી ત્યાં સુધી કાંઈ સમજશે નહીં. આમાં જ મહેનત લાગે છે. માયા ફટ થી બાપ ની યાદ ભુલાવી દે છે. નિશ્ચય થી લખે પણ છે બરાબર અમે નારાયણ પદ મેળવીશું છતાં પણ ભૂલી જાય છે. માયા ખૂબ દુસ્તર છે. માયા નાં તોફાન કેટલાં પણ આવે પરંતુ હલવાનું નથી. તે છે અંત ની સ્ટેજ (સ્થિતિ). માયા રુસ્તમ થઈને લડશે. રીઢ બકરી હશે તો એમને ફટથી નીચે પાડી દેશે. ડરવાનું નથી. વૈદ્ય લોકો કહે છે પહેલાં પૂરી બીમારી બહાર નીકળશે. માયા નાં તોફાન પણ ખૂબ આવશે. જ્યારે તમે પાક્કા થઈ જશો પછી માયાનું પ્રેશર (જોર) ઓછું થઈ જશે. સમજશે હવે આ હલવા વાળા નથી. બાબા જ આવીને પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવે છે. આ ખૂબ રમણીક જ્ઞાન છે. ભારત નો પ્રાચીન રાજયોગ ગવાય છે. આ તમે જાણો છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અશરીરી બની બાપ ને યાદ કરવાનાં છે. સ્વધર્મ માં સ્થિત થવાનો અભ્યાસ કરવાનો છે. જ્ઞાન નો ડાન્સ કરવાનો અને કરાવવાનો છે.

2. માયા નાં તોફાનો થી હલવાનું નથી. ડરવાનું નથી. પાક્કા બનીને માયા નાં પ્રેશર ને ખતમ કરવાનું છે.

વરદાન :-
બાપ ને પોતાની સર્વ જવાબદારીઓ આપી સેવા નો ખેલ કરવાવાળા માસ્ટર સર્વશક્તિમાન્ ભવ

કોઈપણ કાર્ય કરતા સદા સ્મૃતિ રહે કે સર્વશક્તિમાન્ બાપ અમારા સાથી છે, અમે માસ્ટર સર્વશક્તિમાન્ છીએ તો કોઈ પણ પ્રકાર નું ભારેપણું નહીં રહે. જ્યારે મારી જવાબદારી સમજો છો તો માથું ભારે થાય છે એટલે બ્રાહ્મણ જીવન માં પોતાની બધી જવાબદારીઓ બાપ ને આપી દો તો સેવા પણ એક ખેલ અનુભવ થશે. ભલે કેટલું પણ ખૂબ વિચારવાનું કામ હોય, અટેન્શન (ધ્યાન) આપવાનું કામ હોય પરંતુ માસ્ટર સર્વશક્તિમાન્ નાં વરદાન ની સ્મૃતિ થી અથક રહેશો.

સ્લોગન :-
મુરલીધર ની મુરલી પર દેહ ની પણ સુધ-બુધ ને ભૂલી, ખુશી નાં ઝૂલા માં ઝૂલવા વાળા જ સાચાં ગોપ-ગોપીઓ છે.