07-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે ગોડ ફાધરલી સ્ટુડન્ટ ( ઈશ્વરીય વિદ્યાર્થી ) છો , તમારે સાચાં - સાચાં રુપ - વસંત બની પોતાનાં મુખ થી સદૈવ જ્ઞાન રત્ન જ નીકાળવાનાં છે

પ્રશ્ન :-
બાબા બાળકોને સુરજીત કરવા માટે કઈ સંજીવની બૂટી આપે છે?

ઉત્તર :-
મનમનાભવ અર્થાત્ બાપ ને યાદ કરો. નશો રહે - પરમાત્મા દ્વારા અમે દેવતા બનવા માટે અથવા રાજ્ય પદ પામવાનાં માટે આ ભણતર ભણી રહ્યાં છીએ. આ સ્મૃતિ જ સંજીવની બૂટી છે, જે સુરજીત કરી દે છે. એમની અવસ્થા ક્યારેય મુરઝાઈ નથી શકતી. તેઓ સદા પોતાની જાંચ કરશે બીજાને પણ સાવધાન કરતાં રહેશે.

ઓમ શાંતિ!
આ કોલેજ છે ને. જેવી રીતે સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) બેસે છે તો સમજે છે અમે શિક્ષક ની આગળ બેઠાં છીએ. કઈ પરીક્ષા પાસ કરવા બેઠાં છે, તે પણ બુદ્ધિમાં છે. સતસંગ વગેરે માં જ્યાં વેદ શાસ્ત્ર વગેરે સંભળાવે છે, ત્યાં કોઈ લક્ષ નથી હોતું. તે શાસ્ત્ર વગેરે તમારી બુદ્ધિ થી નીકળી ગયાં છે. તમે જાણો છો કે આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ, ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે. સ્ટુડન્ટ ઘરમાં બેઠાં હશે અથવા ક્યાંય પણ જશે, બુદ્ધિમાં આ રહે છે અમે ફલાણી પરીક્ષા પાસ કરીશું. આપ બાળકો પણ ક્લાસ માં બેઠાં આ જાણો છો કે આપણે દેવતા બની રહ્યાં છીએ. તમે પણ પોતાને વિદ્યાર્થી તો સમજો છો ને. આપણે રુહ છીએ, આ શરીર દ્વારા આપણે ભણી રહ્યાં છીએ. રુહ જાણે છે કે આ શરીર છોડી ભવિષ્ય માં અમે નવું શરીર લઈશું, તેમને દેવતા કહેવાય છે. આ તો વિકારી પતિત શરીર છે, આપણને ફરી નવું શરીર મળશે. આ સમજ હમણાં મળી છે. હું આત્મા ભણી રહ્યો છું, જ્ઞાન સાગર ભણાવી રહ્યાં છે. અહીંયા તમને ગૃહસ્થ વ્યવહાર ની ચિંતા છે નહીં. બુદ્ધિમાં આ જ રહે છે કે આપણે ભવિષ્યનાં માટે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. દેવતાઓ રહે છે સ્વર્ગમાં. આ ઘડી-ઘડી ચિંતન કરવાથી બાળકોને ખુશી રહેશે અને પુરુષાર્થ પણ કરશે. મન્સા-વાચા-કર્મણા પવિત્ર પણ રહેશે. બધાને ખુશી નો સંદેશ સંભળાવતાં રહેશે. બ્રહ્માકુમાર તો ઘણાં છે ને. બધાં સ્ટુડન્ટ લાઈફ માં (વિદ્યાર્થી જીવનમાં) છે. એવું નહીં કે ધંધાદોરી માં જવાથી તે લાઈફ ભૂલાઈ જશે. જેમ આ મીઠાઈ વાળો છે, સમજશે ને કે હું સ્ટુડન્ટ છું. સ્ટુડન્ટે ક્યારેય મીઠાઈ બનાવવાની હોય છે શું? અહીંયા તો તમારી વાત જ ન્યારી છે. શરીર નિર્વાહ નાં માટે ધંધો પણ કરવાનો છે. સાથે-સાથે બુદ્ધિમાં આ યાદ રહે કે અમે પરમપિતા પરમાત્મા દ્વારા ભણી રહ્યાં છીએ. તમારી બુદ્ધિ માં રહે છે કે આ સમયે આખી દુનિયા નર્કવાસી છે. પરંતુ આ કોઈ સમજતું નથી કે અમે ભારતવાસી નર્કવાસી છીએ, અમે ભારતવાસી જ સ્વર્ગવાસી હતાં. આપ બાળકોને પણ આખો દિવસ આ નશો રહેતો નથી. ઘડી-ઘડી ભુલાઈ જાય છે. ભલે તમે બી.કે. છો, ટીચર્સ છો, શિક્ષા આપો છો, મનુષ્ય ને દેવતા, નર્કવાસી ને સ્વર્ગવાસી બનાવી રહ્યાં છો, છતાં પણ ભુલાઈ જાય છે. તમે જાણો છો આ સમયે આખી દુનિયા આસુરી સંપ્રદાય છે. આત્મા પણ પતિત તો શરીર પણ પતિત છે. હવે આપ બાળકોને આ વિકારો થી ગ્લાનિ આવે છે. કામ, ક્રોધ વગેરે બધી ગ્લાનિ ની ચીજ છે. સૌથી ગ્લાનિ ની ચીજ છે વિકાર. સંન્યાસીઓ માં પણ થોડો ક્રોધ રહે છે કારણ કે જેવું અન્ન તેવું મન, ગૃહસ્થીઓનું જ ખાય છે. કોઈ અનાજ નથી ખાતાં પરંતુ પૈસા તો લે છે ને. પતિતો નો તેનાં પર પ્રભાવ તો રહે છે ને. પતિત નું અન્ન પતિત જ બનાવશે. પવિત્રતા નાં ઉપર તમે વિશેષ જોર આપો છો. તમારો આ પ્રચાર વધતો જશે. બધાં ઈચ્છશે અમે પવિત્ર બનીએ, આ વાત દિલ થી લાગી જશે કારણ કે પવિત્ર બન્યાં વગર તો સ્વર્ગ નાં માલિક બની નહીં શકશે. ધીરે-ધીરે બધાની બુદ્ધિમાં આવતું જશે, જે સ્વર્ગવસી બનવાનાં હશે તે જ બનશે. કહેશે અમે તો પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક જરુર બનીશું. આ કલ્યાણકારી સંગમયુગ છે જ્યારે કે પતિત દુનિયા પાવન થાય છે, એટલે આને પુરુષોત્તમ યુગ કહેવાય છે. આ કલ્યાણકારી છે. મનુષ્ય સૃષ્ટિનું કલ્યાણ થાય છે. બાપ કલ્યાણકારી છે તો બાળકો ને પણ બનાવશે. આવીને યોગ શીખવાડી મનુષ્ય થી દેવતા બનાવે છે.

તમે જાણો છો આ છે આપણી હેડ (મુખ્ય) સ્કૂલ. અહીંયા કોઈ ગોરખધંધા પણ કોઈને નથી. બહાર જવાથી ધંધાદોરી માં લાગી જાય છે તો આ યાદ નથી રહેતું કે અમે સ્ટુડન્ટ છીએ. અમે નર્કવાસી થી સ્વર્ગવાસી બની રહ્યાં છીએ. આ ખ્યાલ બુદ્ધિમાં ત્યારે ચાલે છે જ્યારે નિરાંત હોય, કોશિશ કરી સમય નીકાળવો જોઈએ. બુદ્ધિમાં યાદ રહેવું જોઈએ કે આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બની રહ્યાં છીએ. એક બાપને જ યાદ કરવાનાં છે. ધંધામાં પણ ફ્રી સમય મળે છે. બુદ્ધિમાં આ યાદ કોશિશ કરી લાવવી જોઈએ કે અમે ગોડફાધરલી સ્ટૂડન્ટ છીએ. આજીવિકા નાં માટે આ ધંધો વગેરે કરીએ છીએ. તે છે માયાવી ધંધો, આ પણ તમારી આજીવિકા છે. ભવિષ્ય નાં માટે સાચ્ચી કમાણી તો આ છે, આમાં ખૂબ સારી બુદ્ધિ જોઈએ. પોતાને આત્મા સમજી પરમપિતા પરમાત્મા ને યાદ કરવાનાં છે. સમજાવવાનું છે, હવે આપણે આત્માઓએ જવાનું છે ઘરે. બાબા આપણને લેવાનાં માટે આવ્યાં છે. આખો દિવસ બુદ્ધિમાં વિચાર સાગર મંથન ચાલવું જોઈએ. જેવી રીતે ગાય ખાવાનું વાગોળતી રહે છે, એવી રીતે વાગોળવાનું છે. બાળકોને અવિનાશી ખજાનો મળે છે. આ છે આત્માઓનાં માટે ભોજન. આ યાદ આવવું જોઈએ આપણે પરમપિતા પરમાત્મા દ્વારા ભણી રહ્યાં છીએ - દેવતા બનવાનાં માટે, અથવા રાજ્ય પદ પામવાનાં માટે, આ યાદ કરવાનું છે. ઘડી-ઘડી ભૂલાઈ જાય છે પછી ખુશી નાં બદલે અવસ્થા મુરઝાયેલી રહે છે. આ સંજીવની બૂટી છે જે પોતાની પાસે રાખવાની છે અને બીજાઓને પણ આપવાની છે, સુરજીત કરવાનાં માટે. શાસ્ત્રોમાં તો લાંબી-પહોળી કથાઓ લખી દીધી છે. બાબા આ બધાનું રહસ્ય બેસી બતાવે છે. મનમનાભવ અર્થાત્ બાપ ને યાદ કરો તો તમે સ્વર્ગનાં માલિક બની જશો. પોતાનાં દિલ થી પૂછતાં રહો, જાંચ કરતાં રહો, એક-બીજા ને સાવધાન કરતાં રહો. કોઈ ખિટપિટ થાય છે તો બુદ્ધિ તેમાં લાગી જવાનાં કારણે કોઈનું કહેવાનું મીઠું નથી લાગતું. માયા તરફ બુદ્ધિ લાગી જવાથી ફરી તે જ ફિકરાત રહેશે. આપ બાળકોને તો ખુશી રહેવી જોઈએ. બાપ ને યાદ કરો, પરંતુ પોતાની જ ઉલઝન (મૂંઝવણ) માં હશે તો તે દવા લાગશે નહીં, ઘુટકા ખાતાં રહેશે. એવું કરવું ન જોઈએ. સ્ટુડન્ટ ભણતર ને થોડી છોડી જાય છે. આપ બાળકો જાણો છો આ આપણું ભણતર છે ભવિષ્ય નાં માટે, આમાં જ આપણું કલ્યાણ છે. ધંધાધોરી વગેરે કરતાં પણ કોર્સ લેવાનો છે. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. આ પણ નોલેજ બુદ્ધિમાં રાખવાનું છે. યાદ છે સંજીવની બૂટી. એકબીજા ને યાદ અપાવવી જોઈએ. સ્ત્રી-પુરુષ એક-બીજા ને યાદ કરાવતાં રહે. શિવબાબા બ્રહ્મા દ્વારા આ ભણાવી રહ્યાં છે. શિવબાબા નાં રથ નો શૃંગાર કરી રહ્યાં છે તો શિવબાબા ની યાદ રહેવી જોઈએ. આખો દિવસ યાદ રહેવું તો મુશ્કેલ છે. તે અવસ્થા તો અંતમાં જ થવાની છે. જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય ત્યાં સુધી રુસ્તમ થી માયા લડતી રહેશે. ગવાયેલું પણ છે એક-બીજા ને સાવધાન કરી ઉન્નતિ ને પામો. ઓફિસર લોકો નોકર ને પણ કહી દે છે કે અમને આ વાતો યાદ કરાવજો. તમે પણ એક-બીજા ને યાદ કરાઓ. મંઝિલ ખૂબ ઊંચી છે. બાપ કહે છે - મને યાદ કરવાથી પાવન બની જશો. આ બાપ કોઈ નવી વાત નથી સંભળાવતાં. તમે લાખો કરોડો વાર આ જ્ઞાન સાંભળ્યું છે, ફરી આ સાંભળશો. આવું કોઈ પણ સતસંગ માં કહેવાવાળા નહીં હશે કે અમે કલ્પ-કલ્પ સાંભળ્યું છે. હમણાં સાંભળી રહ્યાં છો ફરી સાંભળશો. કલ્પ-કલ્પ સાંભળતાં આવ્યાં છો, આમ કોઈ કહી ન શકે. બાપ સમજાવે છે તમે અડધોકલ્પ ભક્તિ કરી છે. હવે ફરી તમને જ્ઞાન મળ્યું છે, જેનાથી સદ્દગતિ થાય છે. બાપ ને યાદ કરવાથી પાપ કપાઈ જશે. આ તો સમજવાની વાત છે ને. પુરુષાર્થ કરવાનો છે. જજ (ન્યાયાધીશ) કે મોટાં વ્યક્તિ નો બાળક કોઈ ઉલ્ટું કામ કરે તો નામ બદનામ થઈ જાય. અહીંયા તમે પણ બાપ નાં બન્યાં છો તો એવું કોઈ કર્મ નથી કરવાનું, નહીં તો બાપ ની નિંદા કરાવશો. સદ્દગુરુ કા નિંદક ઠોર ન પાયે અર્થાત્ ઉંચ પદ પામી ન શકે. ઈશ્વર ની સંતાન થઈને આસુરી કર્મ થી ડરવું જોઈએ. શ્રીમત પર ચાલવાનું હોય છે. પોતાની મત પર ચાલવાથી દગો ખાશો, પદ ભ્રષ્ટ થઈ જશે. પૂછી પણ શકો છો, તમારી મત પર ઠીક થી ચાલી રહ્યાં છીએ. બાપ ની પહેલી-પહેલી મત છે બાપ ને યાદ કરો. કોઈ વિકર્મ ન કરો. બાબા કયાં વિકર્મ કરું છું, તમને કાંઈ ખબર હોય તો બતાવો. ખબર હશે તો બતાવી દેશે. આ-આ તમારા થી ભૂલો થાય છે, તેને વિકર્મ કહેવાય છે. સૌથી મોટું વિકર્મ છે કામ વિકાર નું, વધારે ઝઘડા તેનાં પર ચાલે છે. બાળકોને હિંમત આવવી જોઈએ, વિચાર કરવો જોઈએ. કુમારીઓનું ઝુંડ હોવું જોઈએ, જે કહે કે અમારે લગ્ન કરવાં જ નથી. હમણાં છે કલ્પ નો સંગમયુગ, જેમાં પુરુષોત્તમ બનવાનું છે. આ લક્ષ્મી-નારાયણ ને પુરુષોત્તમ કહેવાય છે. વિકારી ને થોડી પુરુષોત્તમ કહેશે. હવે તમે પુરુષોત્તમ બની રહ્યાં છો. બધાંને હક છે બનવાનો. પુરુષોત્તમ માસ પર તમે કેટલી સર્વિસ (સેવા) કરી શકો છો. ખૂબ ધૂમધામ મચાવવી જોઈએ. આ પુરુષોત્તમ યુગ જ ઉત્તમ યુગ છે, જ્યારે કે મનુષ્ય નર્કવાસી થી સ્વર્ગવાસી બને છે. આ કોમન (સામાન્ય) વાત છે. આપ બાળકોએ તો સારી રીતે સમજાવવાનું છે. પુરુષોત્તમ હોય છે સતયુગ માં. કળયુગ માં કોઈ ઉત્તમ પુરુષ હોતું જ નથી. આ છે જ પતિત દુનિયા. ત્યાં તો પવિત્ર જ પવિત્ર છે. આ બધી વાતો બાપ બાળકોને સમજાવે છે, બીજાઓને સમજાવવા માટે. મોકો જોઈ સમજાવવું જોઈએ. તમે અહીંયા બેઠાં છો, સમજો છો આપણ ને નિરાકાર પરમપિતા પરમાત્મા રાજયોગ શીખવાડી રહ્યાં છે, આપણે સ્ટુડન્ટ છીએ. આ ભણતર થી સ્વર્ગનાં દેવતા બની રહ્યાં છીએ. બધી પરીક્ષા થી મોટી પરીક્ષા છે, આ રાજાઈ પ્રાપ્ત કરવાની પરીક્ષા, જે પરમાત્મા નાં સિવાય કોઈ પણ ભણાવી ન શકે. બાબા સ્વયં પરોપકારી છે, સ્વયં સ્વર્ગ નાં માલિક નથી બનતાં. સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર) શ્રીકૃષ્ણ જ બને છે. નિષ્કામ સેવા બાબા કરે છે. કહે છે હું રાજા નથી બનતો. તમને રાજાઓનાં રાજા બનાવું છું. આ વાતો કોઈની બુદ્ધિમાં નથી. એવાં ઘણાં છે, ભલે અહીંયા સાહૂકાર છે, ત્યાં ગરીબ બની જશે અને જે હમણાં ગરીબ છે, તે ખૂબ સાહૂકાર ત્યાં બને છે. વિશ્વનાં માલિક બનવું - આ બેહદ ની વાત છે ને. ગવાયેલું પણ છે - હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. સ્વર્ગનાં માલિક જ બનાવશે. તમે જાણો છો આપણે સ્વર્ગનાં માલિક બની રહ્યાં છીએ તો કેટલો ફખુર (નશો) હોવો જોઈએ. આપણને ભણાવવા વાળા પરમપિતા પરમાત્મા છે. આપણે આ નર્કવાસી થી સ્વર્ગવાસી દેવતા બનીએ છીએ, આ પણ યાદ રહેવાથી ખુશી નો પારો ચઢેલો રહેશે. સ્ટુડન્ટ લાઈફ ઈઝ ધ બેસ્ટ (વિદ્યાર્થી જીવન જ શ્રેષ્ઠ). પુરુષાર્થ કરીને બનવું તો રાજા રાણી જોઈએ ને. એવું ન બતાવવું જોઈએ કે અમે રાજા બનીને ફરી રંક બનીશું. આ નથી બતાવવાનું હોતું. પૂછવાનું છે શું બનવા ઈચ્છો છો? બધાં કહેશે અમે વિશ્વનાં માલિક બનીશું. તે તો ભગવાન બાપ જ બનાવી શકે છે. કહે છે મામેકમ યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો, કેટલી સહજ વાત છે. કોઈ પણ બની શકે છે. ભલે કેટલાં પણ ગરીબ હોય, આમાં પૈસા ની વાત નથી એટલે બાપ ને કહે છે - ગરીબ નિવાઝ.

બાપ ને યાદ કરીને પાપો નો ઘડો ખાલી કરવાનો છે, જેટલી જે મહેનત કરશે તે પામશે. સીડી થી જુઓ છો કેટલાં ઊંચા ચઢો છો. ચઢે તો ચાખે રાજાઈ રસ, ગિરે (પડે) તો ચકનાચૂર. વિકાર માં પડ્યાં, ફારકતી (દગો) આપી તો બાબા કહે છે એકદમ નીચે પડી જાય છે. સપૂત બાળકો તો પુરુષાર્થ કરી પોતાનો હીરા જેવો જન્મ બનાવશે. બાળકોએ પુરુષાર્થ ખૂબ કરવાનો છે. હવે જે કરશે.. બધાને કહે છે માતા-પિતા ને ફોલો (અનુકરણ) કરો, આપ સમાન બનાવો. જેટલાં-જેટલાં રહેમદિલ બનશો એટલો તમને જ ફાયદો છે. સમય વેસ્ટ (વ્યર્થ) નથી કરવાનો, બીજાઓને યુક્તિ બતાવતાં રહેવાની છે. નહીં તો આટલું ઊંચ પદ પામી નહીં શકશો. અંત માં તમને ખૂબ સાક્ષાત્કાર થશે પછી તે સમયે તમે કાંઈ કરી નહીં શકશો. પરીક્ષા માં નપાસ થયાં તો થયાં. એવું ન થાય જે અંત માં પસ્તાવું પડે. પછી તો પુરુષાર્થ કરી નહીં શકશો એટલે જેટલું પોતાનું અને બીજાનું કલ્યાણ કરવું છે, એટલું કરો. આંધળા ની લાઠી (લાકડી) બનો. કલ્પ-કલ્પાન્તર સ્વર્ગ ની સ્થાપના કરી છે, જરુર કરશે. ડ્રામા માં નોંધ છે હવે જે કરશે તે પામશે. બાબા નાં લાલ છુપાયેલાં ન રહી શકે. રુપ-વસંત માફક મુખ થી રત્ન જ નીકળે. ધૂતી નથી બનવાનું, બીજાઓનું નુકસાન નથી કરવાનું. તમને કોઈ ઉલ્ટું-સુલટુ સંભળાવે તો સમજો ધૂતી છે, તેનાથી સંભાળ રાખવાની છે. પોતાનો બેહદ નો વારસો બાપ થી લેવામાં પૂરા તત્પર રહો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનું અને બીજાનું કલ્યાણ કરવાનું છે. આંધળાની લાઠી બનવાનું છે. ક્યારેય કોઈ ઉલ્ટી વાતો સંભળાવે તો તેમનાથી સાવધાન રહેવાનું છે.

2. મન્સા-વાચા-કર્મણા પવિત્ર બનવાનું છે. આપણે સ્ટુડન્ટ છીએ, ભગવાન આપણને દેવતા બનવાનું ભણતર ભણાવી રહ્યાં છે, આ જ ખુશી માં રહેવાનું છે.

વરદાન :-
પાવરફુલ દર્પણ દ્વારા બધાને સ્વયં નો સાક્ષાત્કાર કરાવવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ

જેમ દર્પણ ની આગળ જે પણ જાય છે, તેને સ્વયં નો સ્પષ્ટ સાક્ષાત્કાર થઈ જાય છે. પરંતુ જો દર્પણ પાવરફુલ (શક્તિશાળી) નથી તો રીયલ (સાચાં) રુપ નાં બદલે બીજું રુપ દેખાશે. હશે પાતળા દેખાશે જાડા, એટલે તમે એવાં પાવરફુલ દર્પણ બની જાઓ, જે બધાને સ્વયં નો સાક્ષાત્કાર કરાવી શકો અર્થાત્ તમારી સામે આવતાં જ દેહને ભૂલી પોતાનાં દેહી રુપમાં સ્થિત થઈ જાય - વાસ્તવિક સર્વિસ (સેવા) આ છે, આનાથી જય-જયકાર થશે.

સ્લોગન :-
શિક્ષાઓ ને સ્વરુપ માં લાવવા વાળા જ જ્ઞાન સ્વરુપ, પ્રેમ સ્વરુપ આત્મા છે.