07-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - આત્મ અભિમાની થઈને બેસો , અંદર ઘૂંટતાં રહો , હું - આત્મા છું .... દેહી - અભિમાની બનો , સાચ્ચો ચાર્ટ રાખો તો સમજદાર બનતાં જશો , ખુબ ફાયદો થશે

પ્રશ્ન :-
બેહદનાં નાટક ને સમજવા વાળા બાળકો કયા એક લૉ (નિયમ) ને સારી રીતે સમજે છે?

ઉત્તર :-
આ અવિનાશી નાટક છે, આમાં દરેક પાર્ટધારીએ પાર્ટ ભજવવા પોતાનાં સમય પર આવવાનું જ છે. કોઈ કહે અમે સદા શાંતિધામ માં જ બેસી જઈએ - તો આ કાયદો નથી. તેને તો પાર્ટીધારી જ નહીં કહેશું. આ બેહદ ની વાતો બેહદનાં બાપ જ તમને સંભળાવે છે.

ઓમ શાંતિ!
સ્વયં ને આત્મા સમજીને બેસો. દેહ-અભિમાન છોડીને બેસો. બેહદનાં બાપ બાળકોને સમજાવી રહ્યાં છે. સમજાવાય તેમને છે જે બેસમજ હોય છે. આત્મા સમજે છે કે બાપ સાચું કહે છે - હું આત્મા બેસમજ બની ગઇ છું. હું આત્મા અવિનાશી છું, શરીર વિનાશી છે. હું આત્મ-અભિમાની છોડી દેહ-અભિમાનમાં ફસાઈ ગયો છું. તો બેસમજ થયાં ને. બાપ કહે છે બધાં બાળકો બેસમજ થઈ ગયાં છે, દેહ-અભિમાનમાં આવીને. પછી તમે બાપ દ્વારા દેહી-અભિમાની બનો છો તો બિલકુલ સમજદાર બની જાઓ છો. કોઈ તો બની ગયાં છે, કોઈ પુરુષાર્થ કરતાં રહે છે. અડધોકલ્પ લાગે છે બેસમજ બનવામાં. આ અંતિમ જન્મમાં ફરી સમજદાર બનવાનું છે. અડધાકલ્પ થી બેસમજ થતાં-થતાં ૧૦૦ ટકા બેસમજ બની જાય છે. દેહ-અભિમાન માં આવીને ડ્રામા પ્લાન અનુસાર તમે પડતાં આવ્યાં છો. હવે તમને સમજ મળી છે, છતાં પણ પુરુષાર્થ ખુબ કરવાનો છે કારણ કે બાળકોમાં દેવીગુણ પણ જોઈએ. બાળકો જાણે છે અમે સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ...હતાં. પછી આ સમયે નિર્ગુણ બની પડ્યાં છીએ. કોઈ પણ ગુણ નથી રહ્યો. આપ બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર આ ખેલ ને સમજે છે. સમજતાં-સમજતાં પણ કેટલાં વર્ષ થઇ ગયાં છે. છતાં પણ જે નવાં છે તે સારા સમજદાર બનતાં જાય છે. બીજાઓને પણ બનાવવાનો પુરુષાર્થ કરે છે. કોઈ તો બિલકુલ નથી સમજ્યાં. બેસમજ નાં બેસમજ જ છે. બાપ આવ્યાં જ છે સમજદાર બનાવવાં. બાળકો સમજે છે માયાનાં કારણે અમે બેસમજ બન્યાં છીએ. આપણે પૂજ્ય હતાં તો સમજદાર હતાં પછી આપણે જ પૂજારી બની બેસમજ બન્યાં છીએ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. આની દુનિયામાં કોઈને ખબર નથી. આ લક્ષ્મી-નારાયણ કેટલાં સમજદાર હતાં, રાજ્ય કરતા હતાં. બાપ કહે છે તત્ ત્વમ્. તમે પણ પોતાનાં માટે એવું સમજો. આ ખુબ-ખુબ સમજવાની વાતો છે. સિવાય બાપનાં કોઈ સમજાવી ન શકે. હવે મહેસૂસ થાય છે - બાપ જ ઊંચે થી ઊંચા સમજદાર થી સમજદાર હશે ને. એક તો જ્ઞાનનાં સાગર પણ છે. સર્વનાં સદ્દગતિ દાતા પણ છે. પતિત-પાવન પણ છે. એકની જ મહિમા છે. આટલાં ઊંચે થી ઊંચા બાપ આવીને બાળકો-બાળકો કહી કેવું સારી રીતે સમજાવે છે. બાળકો હવે પાવન બનવાનું છે. એનાં માટે બાપ એક જ દવા આપે છે, કહે છે - યોગ થી તમે ભવિષ્ય ૨૧ જન્મ નિરોગી બની જશો. તમારાં બધાં રોગ, દુઃખ ખતમ થઇ જશે. તમે મુક્તિધામમાં ચાલ્યાં જશો. અવિનાશી સર્જન ની પાસે એક જ દવા છે. એક જ ઈન્જેકશન આત્માને આવી લગાવે છે. એવું નહીં કોઈ મનુષ્ય બેરિસ્ટરી પણ કરશે, એન્જિનિયરિંગ પણ કરશે. ના. દરેક વ્યક્તિ પોતાનાં ધંધામાં જ લાગી જાય છે. બાપ ને કહે છે આવીને પતિતથી પાવન બનાવો કારણ કે પતિતપણા માં દુઃખ છે. શાંતિધામને પાવન દુનિયા નહીં કહેશું. સ્વર્ગને જ પાવન દુનિયા કહેશું. આ પણ સમજાવ્યું છે મનુષ્ય શાંતિ અને સુખ ઈચ્છે છે. સાચ્ચી-સાચ્ચી શાંતિ તો ત્યાં છે જ્યાં શરીર નથી, તેને કહેવાય છે શાંતિધામ. ઘણાં કહે છે શાંતિધામ માં રહીએ, પરંતુ કાયદો નથી. તે તો પાર્ટધારી થયાં નહીં. બાળકો નાટક ને પણ સમજી ગયાં છે. જ્યારે એક્ટર્સ નો પાર્ટ હશે ત્યારે બહાર સ્ટેજ પર આવીને પાર્ટ ભજવશે. આ બેહદ ની વાતો બેહદનાં બાપ જ સમજાવે છે. જ્ઞાન સાગર પણ એમને કહેવાય છે. સર્વનાં સદ્દગતિ દાતા પતિત-પાવન છે. સર્વ ને પાવન બનાવવા વાળા તત્વ નથી હોઈ શકતાં. પાણી વગેરે બધાં તત્વો છે, તે કેવી રીતે સદ્દગતિ કરશે. આત્મા જ પાર્ટ ભજવે છે. હઠયોગ નો પણ પાર્ટ આત્મા ભજવે છે. આ વાતો પણ જે સમજદાર છે તે જ સમજી શકે છે. બાપે કેટલું સમજાવ્યું છે - કોઈ એવી યુક્તિ રચો જે મનુષ્ય સમજે - કેવી રીતે પૂજ્ય સો ફરી પુજારી બનીએ છીએ. પૂજ્ય છે નવી દુનિયામાં, પુજારી છે જૂની દુનિયામાં. પાવન ને પૂજ્ય, પતિત ને પૂજારી કહેવાય છે. અહીંયા તો બધાં પતિત છે કારણ કે વિકાર થી જન્મ થાય છે. ત્યાં છે શ્રેષ્ઠ. ગાએ પણ છે સંપૂર્ણ શ્રેષ્ઠાચારી. હવે આપ બાળકોએ એવું બનવાનું છે. મહેનત છે. મુખ્ય વાત છે યાદ ની. બધાં કહે છે યાદ માં રહેવું ખુબ મુશ્કેલ છે. અમે જેટલું ઈચ્છીએ છીએ, યાદ માં રહી નથી શકતાં. કોઈ સચ્ચાઈ થી જો ચાર્ટ લખે તો ખુબ જ ફાયદો થઈ શકે છે. બાપ બાળકોને આ જ્ઞાન આપે છે કે મનમનાભવ. હવે તમે અર્થ સહિત કહો છો, તમને બાપ દરેક વાત યથાર્થ રીતે અર્થ સહિત સમજાવે છે. બાપ થી બાળકો અનેક પ્રકાર નાં પ્રશ્ન પૂછે છે, બાપ દિલ રાખવા કંઈક કહી દે છે. પરંતુ બાપ કહે છે મારું કામ જ છે પતિત થી પાવન બનાવવાં. મને તો બોલાવો જ છો એટલાં માટે. તમે જાણો છો આપણે આત્મા શરીર સહિત પાવન હતાં. હવે તે જ આત્મા શરીર સહિત પતિત બની છે. ૮૪ જન્મ નો હિસાબ છે ને.

તમે જાણો છો - હવે આ દુનિયા કાંટાઓનું જંગલ બની ગઈ છે. આ લક્ષ્મી-નારાયણ તો ફૂલ છે ને. તેમની આગળ કાંટાઓ જઈને કહે છે આપ સર્વગુણ સંપન્ન...અમે પાપી કપટી છીએ. સૌથી મોટો કાંટો છે - કામ વિકાર નો. બાપ કહે છે આનાં પર જીત પહેરી જગતજીત બનો. મનુષ્ય કહે છે ભગવાને કોઈ ને કોઈ રુપમાં આવવાનું છે, ભાગીરથ પર વિરાજમાન થઈ આવવાનું છે. ભગવાને આવવાનું જ છે જૂની દુનિયાને નવી બનાવવાં. નવી દુનિયાને સતોપ્રધાન, જૂની ને તમોપ્રધાન કહેવાય છે. જ્યારે કે હમણાં જૂની દુનિયા છે તો જરુર બાપે આવવું જ પડે. બાપ ને જ રચયિતા કહેવાય છે. આપ બાળકોને કેટલું સહજ સમજાવે છે. કેટલી ખુશી હોવી જોઈએ. બાકી કોઈ નો કર્મભોગ નો હિસાબ-કિતાબ છે, કાંઈ પણ છે, તે તો ભોગવવાનું છે, આમાં બાબા આશીર્વાદ નથી કરતાં. મને બોલાવો જ છો - બાબા આવીને અમને વારસો આપો. બાબાથી શું વારસો પામવા ઈચ્છો છો? મુક્તિ-જીવનમુક્તિ નો. મુક્તિ-જીવનમુક્તિ નાં દાતા એક જ જ્ઞાન સાગર બાપ છે એટલે એમને જ્ઞાન દાતા કહેવાય છે. ભગવાને જ્ઞાન આપ્યું હતું પરંતુ ક્યારે આપ્યું, કોણે આપ્યું, આ કોઈને ખબર નથી. આખો મૂંઝારો આમાં છે. કોને જ્ઞાન આપ્યું, આ પણ કોઈને ખબર નથી. હમણાં આ બ્રહ્મા બેઠાં છે - આને ખબર પડી છે હું તો નારાયણ હતો પછી ૮૪ જન્મ ભોગવ્યાં. આ છે નંબરવન માં. બાબા બતાવે છે મારી તો આંખ જ ખુલી ગઈ. તમે પણ કહેશો અમારી તો આંખો જ ખુલી ગઈ. ત્રીજું નેત્ર તો ખુલે છે ને. તમે કહેશો અમને બાપ નું, સૃષ્ટિ ચક્ર નું પૂરું જ્ઞાન મળી ગયું છે. હું જે છું, જેવો છું - મારી આંખો ખુલી ગઈ છે. કેટલું વન્ડર (અદ્દભુત) છે. આપણે આત્મા પહેલાં છીએ અને પછી આપણે પોતાને દેહ સમજી બેઠાં. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. છતાં પણ આપણે પોતાને આત્મા ભૂલી દેહ-અભિમાની બની જઈએ છીએ એટલે હવે તમને પહેલાં-પહેલાં આ સમજણ આપું છું કે સ્વયંને આત્મા સમજી બેસો. અંદર માં આ ઘોટતાં રહો કે હું આત્મા છું. આત્મા ન સમજવાથી બાપને ભૂલી જાઓ છો. અનુભવ કરો છો કે બરાબર અમે ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જઈએ છીએ. મહેનત કરવાની છે. અહીંયા બેસો તો પણ આત્મ-અભિમાની થઈને બેસો. બાપ કહે છે હું આપ બાળકોને રાજાઈ આપવા આવ્યો છું. અડધાકલ્પ તમે મને યાદ કર્યો છે. કોઈ પણ વાત સામે આવે છે તો કહો છો હાય રામ, પરંતુ ઈશ્વર કે રામ કોણ છે, આ કોઈને ખબર નથી. તમારે સિદ્ધ કરવાનું છે - જ્ઞાનનાં સાગર, પતિત-પાવન, સર્વનાં સદ્દગતિ દાતા, ત્રિમૂર્તિ પરમપિતા પરમાત્મા શિવ છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ત્રણેય નો જન્મ ભેગો છે. ફક્ત શિવજયંતી નથી પરંતુ ત્રિમૂર્તિ શિવજયંતી છે. જરુર જ્યારે શિવની જયંતી હશે તો બ્રહ્માની પણ જયંતી હશે. શિવની જયંતી મનાવે છે પરંતુ બ્રહ્માએ શું કર્યું. લૌકિક, પારલૌકિક અને આ છે અલૌકિક બાપ. આ છે પ્રજાપિતા બ્રહ્મા. બાપ કહે છે નવી દુનિયાનાં માટે આ નવું જ્ઞાન હમણાં તમને મળે છે. પછી પ્રાયઃલોપ થઈ જાય છે. જેમને બાપ રચતા અને રચનાનું જ્ઞાન નથી તો અજ્ઞાની થયાં ને. અજ્ઞાન નિંદર માં સુતા પડ્યાં છે. જ્ઞાન થી છે દિવસ, ભક્તિ થી રાત. શિવરાત્રી નો અર્થ પણ નથી જાણતાં એટલે એમની હોલી ડે (રજા) પણ ઉડાવી દીધી છે.

હવે તમે જાણો છો બાપ આવે જ છે - બધાની જ્યોતિ જગાડવાં. તમે આ બત્તિઓ વગેરે પ્રગટાવશો તો સમજશે આમનો કોઈ મોટો દિવસ છે. હવે તમે જાગો છો અર્થસહિત. તે લોકો થોડી સમજશે. તમારા ભાષણ થી પૂરું સમજી નથી શકતાં. હમણાં આખાં વિશ્વ પર રાવણ નું રાજ્ય છે, અહીંયા તો મનુષ્ય કેટલાં દુઃખી છે. રિદ્ધિ-સિદ્ધિ વાળા પણ ખુબ હેરાન કરે છે. સમાચાર પત્રમાં પણ આવે છે, આમાં ઇવિલ સોલ (પ્રેત આત્મા) છે. ખુબ દુઃખ આપે છે. બાબા કહે છે આ વાતો થી તમારું કોઇ કનેક્શન (સંબંધ) નથી. બાપ તો સીધી વાત કહે છે - બાળકો, તમે મને યાદ કરો તો તમે પાવન બની જશો. તમારા બધાં દુઃખ દૂર થઈ જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યથાર્થ રીતે બાપને યાદ કરવાની કે આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે, સચ્ચાઈ થી પોતાનો ચાર્ટ રાખવાનો છે, આમાં જ ખુબ-ખુબ ફાયદો છે.

2. સૌથી મોટું દુઃખ આપવા વાળો કાંટો કામ વિકાર છે, આનાં પર યોગબળ થી વિજય પ્રાપ્ત કરી પતિત થી પાવન બનવાનું છે. બાકી કોઈ પણ વાતો થી તમારું કનેક્શન (સંબંધ) નથી.

વરદાન :-
વિધ્ન પ્રૂફ ચમકીલો ફરિશ્તા ડ્રેસ ધારણ કરવાવાળા સદા વિઘ્ન - વિનાશક ભવ

સ્વ નાં પ્રતિ અને સર્વ નાં પ્રતિ સદા વિઘ્નવિનાશક બનવા માટે ક્વેશ્ચન માર્ક (પ્રશ્નો) ને વિદાય આપવી અને ફુલસ્ટોપ (પૂર્ણવિરામ) દ્વારા સર્વ શક્તિઓનો ફુલસ્ટોક કરવો. સદા વિધ્નપ્રૂફ ચમકીલો ફરિશ્તા ડ્રેસ પહેરીને રાખવો, માટી નો ડ્રેસ નહીં પહેરતાં. સાથે-સાથે સર્વ ગુણોનાં ઘરેણા થી સજેલા રહેજો. સદા અષ્ટ શક્તિ શસ્ત્રધારી સંપૂર્ણ મૂર્ત બનીને રહેજો અને કમળ પુષ્પ નાં આસન પર પોતાનાં શ્રેષ્ઠ જીવન નાં પગ રાખજો.

સ્લોગન :-
અભ્યાસ પર પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) આપો તો ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં નંબર આવી જશે.


માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય

આ ઈશ્વરીય નોલેજ બધી મનુષ્ય આત્માઓનાં માટે છે

પહેલાં-પહેલાં તો આપણે એક મુખ્ય પોઇન્ટ (વાત) ખ્યાલમાં અવશ્ય રાખવાની છે, જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ નું બીજ રુપ પરમાત્મા છે તો એ પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત થઇ રહ્યું છે તે બધાં મનુષ્યોનાં માટે જરુરી છે. બધાં ધર્મવાળાઓને આ નોલેજ લેવાનો અધિકાર છે. ભલે દરેક ધર્મ નું નોલેજ પોત-પોતાનું છે, દરેકનું શાસ્ત્ર પોત-પોતાનું છે, દરેકની મત પોત-પોતાની છે, દરેકનાં સંસ્કાર પોત-પોતાનાં છે પરંતુ આ નોલેજ બધાનાં માટે છે. ભલે તે આ જ્ઞાન ને ન પણ ઉઠાવી શકે, આપણી રાજધાની માં પણ ન આવે પરંતુ બધાનાં પિતા હોવાનાં કારણે એમનાથી યોગ લગાડવાથી પણ પવિત્ર અવશ્ય બનશે. આ પવિત્રતાનાં કારણે પોતાનાં જ સેક્શન (વિભાગ) માં પદ અવશ્ય પામશે કારણ કે યોગ ને તો બધાં મનુષ્ય માને છે, ઘણાં મનુષ્ય એવું કહે છે અમને પણ મુક્તિ જોઈએ, પરંતુ સજાઓથી છૂટી મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા મળી શકે છે.

અજપાજપ અર્થાત્ નિરંતર ઈશ્વર યાદ

આજે કહેવત છે શ્વાસો-શ્વાસ અજપાજાપ જપતા રહો તેનો યથાર્થ અર્થ શું છે? જ્યારે આપણે કહીએ છીએ અજપાજાપ તો આનો યથાર્થ અર્થ છે બાપનાં વગર શ્વાસો-શ્વાસ પોતાનો બુદ્ધિયોગ પોતાનાં પરમપિતા પરમાત્મા ની સાથે નિરંતર લગાવવો અને આ ઈશ્વરીય યાદ શ્વાસો-શ્વાસ કાયમ ચાલતી આવે છે, આ નિરંતર ઈશ્વરીય યાદ ને અજપાજાપ કહેવાય છે. બાકી કોઈ મુખ થી જાપ જપવાં અર્થાત્ રામ-રામ કહેવું, અંદર માં કોઈ મંત્ર ઉચ્ચારણ કરવાં, આ તો નિરંતર ચાલી નથી શકતું. તે લોકો સમજે છે અમે મુખ થી મંત્ર ઉચ્ચારણ નથી કરતા પરંતુ દિલમાં ઉચ્ચારણ કરવાનું, આ છે અજપાજાપ. પરંતુ આ તો સહજ એક વિચાર ની વાત છે જ્યાં પોતાનો શબ્દ જ અજપાજાપ છે, જેમને જપવાની પણ જરુરત નથી. અંદર બેસી કોઈ મૂર્તિનું ધ્યાન પણ નથી કરવાનું, ન કંઈ સિમરણ કરવાનું છે કારણ કે તે પણ નિરંતર ખાતાં-પીતાં રહી નહિં શકે પરંતુ આપણે જે ઈશ્વરીય યાદ કરીએ છીએ, તે જ નિરંતર ચાલી શકે છે કારણ કે આ ખુબ સહજ છે. જેમ સમજો બાળક છે પોતાનાં બાપને યાદ કરે છે, તો તે જ સમયે બાપનો ફોટો સામે નથી લાવવો પડતો પરંતુ મન્સા-વાચા-કર્મણા બાપનું પૂરું ઓકયુપેશન (કર્તવ્ય), એક્ટિવિટી (કર્મ), ગુણો સહિત યાદ આવે છે બસ, એ યાદ આવવાથી બાળકોની પણ તે એકટ (પ્રવૃત્તિ) ચાલે છે, ત્યારે જ સન શોઝ ફાધર કહેશે. તેમ આપણે પણ બીજા બધાની યાદ અંતર મન થી મિટાવી, એ એક જ અસલી પરમ પારલૌકિક પરમપિતા પરમાત્મા ની યાદ માં રહેવાનું છે, આમાં ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં નિરંતર યાદ માં ચાલી શકીએ છીએ. આ યાદ થી જ કર્માતીત બનીએ છીએ. તો આ નેચરલ (વાસ્તવિક) યાદ ને જ અજપાજાપ કહે છે. અચ્છા - ઓમ શાંતિ.