07-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સાવધાન થઈ ભણતર પર પૂરું ધ્યાન આપો , એવું નહીં કે અમારું તો ડાયરેક્ટ શિવબાબા સાથે કનેક્શન છે , આ કહેવું પણ દેહ - અભિમાન છે

પ્રશ્ન :-
ભારત અવિનાશી તીર્થસ્થાન છે - કેવી રીતે?

ઉત્તર :-
ભારત બાપની જન્મભૂમિ હોવાનાં કારણે અવિનાશી ખંડ છે, આ અવિનાશી ખંડ માં સતયુગ અને ત્રેતાયુગ માં ચૈતન્ય દેવી-દેવતા રાજ્ય કરે છે, એ સમયનાં ભારત ને શિવાલય કહેવાય છે. પછી ભક્તિમાર્ગ માં જડ મૂર્તિઓ બનાવીને પૂજા કરે છે, શિવાલય પણ અનેક બનાવે છે તો એ સમયે પણ તીર્થ છે એટલે ભારત ને અવિનાશી તીર્થ કહી શકાય છે.

ગીત :-
રાત કે રાહી, થક મત જાના

ઓમ શાંતિ!
આ કોણ સાવધાની આપી રહ્યું છે કે થક મત જાના - ઓ રાત કે રાહી? આ શિવબાબા કહે છે. ઘણાં બાળકો એવાં પણ છે જે સમજે છે કે અમારા તો શિવબાબા જ છે, એમની સાથે અમારું કનેક્શન છે. પરંતુ એ પણ સંભળાવશે તો જરુર બ્રહ્મા મુખ દ્વારા ને? ઘણાં સમજે છે શિવબાબા અમને ડાયરેક્ટ પ્રેરણા કરે છે. પરંતુ એવું સમજવું રોંગ છે. શિવબાબા શિક્ષા તો જરુર બ્રહ્મા દ્વારા જ આપશે. તમને સમજાવી રહ્યા છે કે બાળકો થાકી નહીં જતાં. ભલે તમારું શિવબાબા સાથે કનેક્શન છે. શિવબાબા પણ કહે છે મનમનાભવ. બ્રહ્મા પણ કહે છે મનમનાભવ. તો બ્રહ્માકુમાર-કુમારીઓ પણ કહે છે મનમનાભવ. પરંતુ સાવધાની આપવા માટે તો મુખ જોઈએ ને? ઘણાં બાળકો સમજે છે અમારું તો એમની સાથે કનેક્શન છે. પરંતુ ડાયરેક્શન તો બ્રહ્મા દ્વારા જ આપશે ને? જો ડાયરેક્શન વગેરે ડાયરેક્ટ મળતું રહે તો પછી એમને અહીં આવવાની જરુર જ શું છે? એવાં-એવાં બાળકો પણ છે જેમને આ ખ્યાલાત આવે છે - શિવબાબા બ્રહ્મા દ્વારા કહે છે તો અમારા દ્વારા પણ કહી શકે છે. પરંતુ બ્રહ્મા વગર તો કનેક્શન થઈ નથી શકતું. ઘણાં બ્રહ્મા અથવા બ્રહ્માકુમાર-કુમારીઓથી રિસાઈ જાય છે તો આવું કહેવા લાગે છે. યોગ તો શિવબાબા સાથે રાખવાનો જ છે. બાપે બાળકોને શિક્ષા (દંડ) સાવધાની આપવા માટે કહેવું પણ પડે. બાપ સમજાવે છે તમે સમય પર ક્લાસ માં નથી આવતા, કોણે કહ્યું? શિવબાબા અને બ્રહ્મા દાદા બંનેએ કહ્યું, બંનેનું શરીર એક છે. તો કહે છે સાવધાન થઈને ભણતર પર પૂરું અટેન્શન આપો. ઊંચામાં ઊંચા બાપ ભણાવે છે. પહેલાં-પહેલાં મહિમા જ શિવબાબા ની કરવાની છે. એમની મહિમા ખૂબ ભારી (ઊંચી) છે. બેઅંત મહિમા છે. એમની મહિમા નાં ખૂબ સારા-સારા શબ્દો છે પરંતુ બાળકો ક્યારેક-ક્યારેક ભૂલી જાય છે. વિચાર સાગર મંથન કરી શિવબાબા ની પૂરી મહિમા લખવી જોઈએ.

ન્યુ મેન કોને કહેવાશે? આમ તો હેવનલી ન્યુ મેન શ્રીકૃષ્ણ છે. પરંતુ આ સમયે બ્રાહ્મણો ની ચોટલી ગવાયેલી છે. બાળકોને રચાય છે તો શિક્ષા અપાય છે. જો લક્ષ્મી-નારાયણ ને ન્યુ મેન કહે તો એમને શિક્ષા આપવાની જરુર નથી. તો હવે ન્યુ મેન કોણ? આ ખૂબ સમજવાની અને સમજાવવાની વાતો છે. એ બાપ છે સર્વશક્તિવાન્, વર્લ્ડ ઓલમાઈટી. આ વર્લ્ડ ઓલમાઈટી શબ્દ બાબાની મહિમા માં લખવાનું ભૂલી જાય છે. ભારતની પણ મહિમા કરાય છે કે ભારત અવિનાશી તીર્થ છે, કેવી રીતે? તીર્થ તો ભક્તિમાર્ગ માં હોય છે. તો આને અવિનાશી તીર્થ કેવી રીતે કહી શકાય? અવિનાશી તીર્થ કેવી રીતે છે? સતયુગ માં આપણે આને તીર્થ કહી શકીએ છીએ? જો આપણે આને અવિનાશી તીર્થ લખીએ છીએ તો કેવી રીતે? ક્લિયર કરી સમજાવવામાં આવે કે હા, સતયુગ-ત્રેતા માં પણ આ તીર્થ છે, દ્વાપર-કળિયુગ માં પણ તીર્થ છે. અવિનાશી કહે છે તો ચારેય યુગો માં સિદ્ધ કરી બતાવવું પડે. તીર્થ વગેરે તો હોય છે દ્વાપર થી. પછી આપણે લખી શકીએ છીએ ભારત અવિનાશી તીર્થ છે? સતયુગ-ત્રેતમાં પણ તીર્થ છે, જ્યાં ચૈતન્ય દેવી-દેવતા રહે છે. અહીં છે જડ તીર્થ, તે છે ચૈતન્ય સાચ્ચુ-સાચ્ચુ તીર્થ, જ્યારે શિવાલય છે. આ વાતો બાપ જ બેસી સમજાવે છે. ભારત છે અવિનાશી ખંડ. બાકી બધાં વિનાશ થઈ જાય છે. આ વાતો કોઈ મનુષ્ય નથી જાણતાં. પતિત-પાવન બાપ અહીં આવે છે, જેમને પાવન દેવી-દેવતા બનાવે છે એ જ ફરી આ શિવાલય માં રહે છે. અહીં બદ્રીનાથ, અમરનાથ પર જવું પડે છે. ત્યાં ભારત જ તીર્થ છે. એવું નથી કે ત્યાં શિવબાબા છે. શિવબાબા તો હમણાં છે. હમણાંની જ બધી મહિમા છે. શિવબાબા ની આ જન્મભૂમિ છે. બ્રહ્માની પણ જન્મભૂમિ થઈ ગઈ. શંકરની જન્મભૂમિ નહીં કહેવાશે. એમને તો અહીં આવવાની જરુર જ નથી. એ તો નિમિત્ત બનેલા છે વિનાશ અર્થ. વિષ્ણુ આવે છે જ્યારે બે રુપથી રાજ્ય કરે છે, પાલના કરે છે. વિષ્ણુનાં બે રુપ યુગલ દેખાડ્યા છે. એમની આ (વિષ્ણુ) પ્રતિમા (મૂર્તિ) છે. એ તો સતયુગ માં આવે છે. તો આપણે મહિમા એક બાપ ની કરવી પડે છે. એ સેવિયર (બચાવવા વાળા) પણ છે. તે લોકો તો ધર્મ સ્થાપકો ને પણ સેવયર કહી દે છે. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરેને પણ સેવિયર કહી દે છે. સમજે છે તે પીસ (શાંતિ) સ્થાપન કરવા આવ્યા હતાં. પરંતુ તે કોઈ પીસ કરતા નથી, કોઈને દુઃખ થી છોડાવતા નથી. એમને તો ધર્મની સ્થાપના કરવાની છે. એમની પાછળ એમનાં ધર્મવાળા આવતા જાય છે. આ સેવિયર શબ્દ સારો છે. આ પણ જરુર લખવો જોઈએ. આ ચિત્ર જ્યારે વિદેશ માં પ્રત્યક્ષ થશે તો બધી ભાષાઓમાં નીકળશે. તે લોકો પોપ વગેરેની કેટલી મહિમા કરે છે? પ્રેસિડેન્ટ વગેરે મરી જાય છે તો કેટલી મહિમા કરે છે? જે જેટલાં મોટા વ્યક્તિ એટલી એમની મહિમા થાય છે. પરંતુ આ સમયે બધાં એક જેવા થઈ ગયા છે. ભગવાન ને સર્વવ્યાપી કહી દે છે. આ તો સર્વ આત્માઓ પોતાનાં બાપને ગાળો આપે છે કે અમે બધાં પણ બાપ છીએ. આવું તો લૌકિક બાળક પણ કહી ન શકે કે અમે જ બાપ છીએ. હા, તે તો જ્યારે પોતાની રચના રચે ત્યારે એનાં બાપ બને. આ થઈ શકે છે. અહીં તો આપણા સર્વ આત્માઓનાં બાપ એક છે. આપણે એમનાં બાપ બની જ નથી શકતાં. એમને બાળક કહી નથી શકાતું. હા, આ તો જ્ઞાન ની રમત-ગમત થાય છે જે કહે છે શિવ બાળક ને વારિસ બનાવે છે. આ વાતો ને તો કોઈ વિરલા સમજવા વાળા સમજે. શિવ બાળક ને વારિસ બનાવી એનાં પર બલિહાર જાય છે. શિવબાબા પર બાળકો બલિહાર જાય છે. આ એક્સચેન્જ થાય છે. વારસો આપવાનું કેટલું મહત્વ છે. બાપ કહે છે દેહ સહિત જે કંઈ છે, એ બધાનો મને વારિસ બનાવો. પરંતુ દેહ-અભિમાન તૂટવું મુશ્કેલ છે. પોતાને આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરે ત્યારે દેહ-અભિમાન તૂટે. દેહી-અભિમાની બનવું ખૂબ મહેનત છે. આપણે આત્મા અવિનાશી છીએ. આપણે પોતાને શરીર સમજી બેઠાં છીએ. હવે પછી પોતાને આત્મા સમજવું - આમાં છે મહેનત. મોટા માં મોટી બીમારી છે દેહ-અભિમાન ની. પોતાને આત્મા સમજી, જે પરમપિતા પરમાત્મા ને યાદ નથી કરતા તો વિકર્મ નથી કપાતાં.

બાપ સમજાવે છે સારી રીતે ભણશો, લખશો તો થશો નવાબ. શ્રીમત પર ચાલવું જોઈએ, નહીં તો શ્રી શ્રી નાં દિલ પર ચઢવાનું પણ અસંભવ છે. દિલ પર ચઢો ત્યારે તખ્ત પર બેસો. ખૂબ રહેમદિલ બનવાનું છે. મનુષ્ય ખૂબ દુઃખી છે. જોવામાં ખૂબ સાહૂકાર છે. પોપ નું જુઓ કેટલું માન છે. બાપ કહે છે હું કેટલો નિરહંકારી છું. તે લોકો થોડી એવું કહેશે કે મારા સ્વાગત માં આટલો ખર્ચો ન કરો? બાબા તો ક્યાંય જાય છે તો પહેલાથી જ લખી દે છે - કોઈપણ ભપકો વગેરે નથી કરવાનો, સ્ટેશન પર બધાએ નથી આવવાનું કારણ કે હું છું જ ગુપ્ત. આ પણ કરવાની જરુર નથી. કોઈ જાણે થોડી છે કે આ કોણ છે? બીજા બધાને જાણે છે. શિવબાબા ને બિલકુલ નથી જાણતાં. તો ગુપ્ત રહેવું સારું છે. જેટલાં નિરહંકારી એટલું સારું છે. તમારી નોલેજ જ છે ચુપ રહેવાની. બાપની મહિમા કરવાની છે. એનાથી જ સમજી જશે બાપ પતિત-પાવન સર્વશક્તિવાન્ છે. બાપ પાસેથી જ વારસો મળે છે. આ બાળકો સિવાય બીજા કોઈ કહી ન શકે. તમે કહેશો શિવબાબા પાસેથી અમને નવી દુનિયાનો વારસો મળી રહ્યો છે. ચિત્ર પણ છે. આ દેવતાઓ જેવા અમે બનીએ છીએ. શિવબાબા અમને બ્રહ્મા દ્વારા વારસો આપી રહ્યા છે, એટલે શિવબાબા ની મહિમા કરીએ છીએ. મુખ્ય ઉદ્દેશ કેટલો ક્લિયર છે. આપવા વાળા એ છે. બ્રહ્મા દ્વારા શીખવાડે છે. ચિત્રો પર સમજાવવાનું છે. શિવનાં ચિત્ર પણ કેટલાં બનાવ્યા છે. બાપ આવીને પતિત થી પાવન બનાવી બધાને મુક્તિ, જીવન-મુક્તિ માં લઈ જાય છે. ચિત્રોમાં પણ ક્લિયર છે એટલે બાબા જોર આપી રહ્યા છે કે આ બધાને આપો તો ત્યાં લઈ જઈને ભણશે. અહીંથી વસ્તુ લઈ જાય છે ત્યાં જઈને ડેકોરેટ કરીને (શણગારીને) રાખે છે. આ તો ખૂબ સારી વસ્તુ છે. કપડાનાં પડદા તો ખૂબ કામની વસ્તુ છે. આ ચિત્રોમાં પણ કરેક્શન થતું રહે છે. સેવીયર શબ્દ પણ જરુરી છે. બીજા કોઈ નથી સેવિયર, નથી પતિત-પાવન. ભલે પાવન આત્માઓ આવે છે, પરંતુ એ કોઈ બધાને પાવન થોડી બનાવે છે? એમનાં ધર્મ વાળાઓને તો નીચે પાર્ટ માં આવવાનું છે. આ પોઈન્ટ્સ છે, સમજદાર બાળકો જે છે તે જ ધારણ કરે છે.

શ્રીમત પર પૂરું ચાલતાં નથી તો ભણતા નથી, પછી ફેલ થઈ જાય છે. સ્કૂલમાં મેનર્સ (શિષ્ટાચાર) પણ જોવાય છે - આમની ચલન કેવી છે? દેહ-અભિમાન થી બધાં વિકાર આવી જાય છે. પછી ધારણા કંઈ પણ નથી થતી. આજ્ઞાકારી બાળકો ને જ બાપ પ્રેમ પણ કરશે. પુરુષાર્થ ખૂબ કરવાનો છે. કોઈને પણ સમજાવવાનું છે તો પહેલાં-પહેલાં બાપની મહિમા કરવાની છે. બાપ પાસેથી વારસો કેવી રીતે મળે છે? બાપની મહિમા પૂરી લખવાની છે. ચિત્રો ને તો બદલી નથી શકાતા. બાકી શિક્ષા તો પૂરી લખવી પડે. બાપની મહિમા અલગ છે. બાપ પાસેથી શ્રીકૃષ્ણ ને વારસો મળ્યો હતો એમની મહિમા અલગ છે. બાપ ને ન જાણવાનાં કારણે સમજતા નથી કે ભારત મોટું તીર્થ છે. આ સિદ્ધ કરી બતાવવાનું છે કે ભારત અવિનાશી તીર્થ છે. આવી-આવી રીતે આપ બાળકો સમજાવો તો મનુષ્ય સાંભળીને ચકિત થઈ જશે. ભારત હીરા જેવું હતું પછી ભારત ને કોડી જેવું કોણે બનાવ્યું? આ સમજાવવામાં વિચાર સાગર મંથન કરવાની ખૂબ જરુર છે. બાબા તો ઝટ બતાવે છે, આમાં આ કરેક્શન થવું જોઈએ. બાળકો બતાવતા નથી. બાબા કરેક્શન તો ઈચ્છે છે. એક એન્જિનિયર હતો, તે મશીનની ખરાબી ને સમજી ન શક્યો તો બીજો આસિસ્ટન્ટ એન્જિનિયર હતો એણે બતાવ્યું, આમાં આ કરવાથી આ ઠીક થઈ જશે અને સાચે જ તે મશીન ઠીક થઈ ગયું. તો તે ખૂબ ખુશ થઈ ગયો. બોલ્યા આને તો ઈનામ આપવું જોઈએ. તો એનો પગાર વધારી દીધો. બાપ પણ કહે છે તમે કરેક્ટ કરો તો હું વાહ-વાહ કરીશ. જેવી રીતે જગદીશ સંજય છે, ક્યારેક સારી-સારી પોઈન્ટ્સ કાઢે છે તો બાબા ખુશ થાય છે. બાળકોને સર્વિસનો શોખ જોઈએ. આ પ્રદર્શન, મેળા તો બધું થતું રહેશે. જ્યાં-ત્યાં કોઈનું પણ એક્ઝિબિશન થશે ત્યાં આ (જગદીશભાઈ) પણ કરશે. અહીં તો બુદ્ધિ નાં કબાટ ખોલવા જોઈએ. બધાને સુખ આપવું જોઈએ. સ્કૂલમાં નંબરવાર ભણાવવા વાળા તો હોય જ છે. નહીં ભણશે તો એમનાં મેનર્સ પણ ખરાબ હશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ થી પણ રિસાઈ ને ભણતર નથી છોડવાનું. દેહ-અભિમાન છોડી સ્વયં પર રહેમ કરવાનો છે. બાપ સમાન નિરહંકારી બનવાનું છે.

2. સારા મેનર્સ ધારણ કરવાનાં છે, બધાને સુખ આપવાનું છે. આજ્ઞાકારી થઈને રહેવાનું છે.

વરદાન :-
સમેટવાની શક્તિ દ્વારા સેકન્ડ માં ફુલસ્ટોપ લગાવવા વાળા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ ભવ

લાસ્ટ માં ફાઈનલ પેપર નો ક્વેશ્ચન હશે - સેકન્ડમાં ફુલસ્ટોપ. બીજું કંઈ પણ યાદ ન આવે. બસ બાપ અને હું, ત્રીજી કોઈ વાત નહીં સેકન્ડ માં મારા બાબા બીજું ન કોઈ. આ વિચારવામાં પણ સમય લાગે છે પરંતુ ટકી જાઓ, હલો નહીં. કેમ, શું નો કોઈ ક્વેશ્ચન ઉત્પન્ન ન થાય ત્યારે નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનશો એટલે અભ્યાસ કરો જ્યારે ઈચ્છો વિસ્તારમાં આવો અને જ્યારે ઈચ્છો સમેટી લો. બ્રેક પાવરફુલ હોય.

સ્લોગન :-
જેમને સ્વમાનનું અભિમાન નથી તે જ સદા નિર્માન છે.