08-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમને નશો રહેવો જોઈએ કે અમે બ્રાહ્મણ સો દેવતા બનીએ છીએ , આપણને બ્રાહ્મણો ને જ બાપ ની શ્રેષ્ઠ મત મળે છે

પ્રશ્ન :-
જેમનું ન્યુ બ્લડ (નવું લોહી) છે એમને કયો શોખ અને કઈ મસ્તી હોવી જોઈએ?

ઉત્તર :-
આ દુનિયા જે જૂની આઈરન એજડ (કળયુગી) બની ગઈ છે એને નવી ગોલ્ડન એજડ (સ્વર્ણિમ યુગ) બનાવવાનો, જૂની થી નવી બનાવવાનો શોખ હોવો જોઈએ. કન્યાઓનું નવું લોહી છે તો પોતાનાં હમજીન્સ ને ઉઠાવવાં જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. ભાષણ કરવામાં પણ ખુબ મસ્તી (આનંદ) હોવી જોઈએ.

ગીત :-
રાત કે રાહી

ઓમ શાંતિ!
બાળકોએ આ ગીતનો અર્થ તો સમજ્યો. હમણાં ભક્તિમાર્ગની ઘોર અંધારી રાત તો પૂરી થઈ રહી છે. બાળકો સમજે છે અમારા ઉપર હવે તાજ આવવાનો છે. અહીંયા બેઠા છે, લક્ષ્ય-હેતુ છે - મનુષ્ય થી દેવતા બનવાનું. જેમ સંન્યાસી સમજાવે છે તમે પોતાને ભેંસ સમજો તો તે રુપ થઈ જશે. તે છે ભક્તિમાર્ગ નું દૃષ્ટાંત. જેમ આ પણ દૃષ્ટાંત છે કે રામે વાનરો ની સેના લીધી. તમે અહીંયા બેઠા છો. જાણો છો અમે સો દેવી-દેવતા ડબલ સિરતાજ બનશું. જેમ સ્કૂલ માં ભણે છે તો કહે છે હું આ ભણીને ડોક્ટર બની જઈશ, એન્જિનિયર બની જઈશ. તમે સમજો છો આ ભણતર થી આપણે દેવી-દેવતા બની રહ્યાં છીએ. આ શરીર છોડીશું અને આપણા મસ્તક પર તાજ હશે. આ તો ખૂબ ગંદી છી-છી દુનિયા છે ને. નવી દુનિયા છે ફર્સ્ટક્લાસ દુનિયા. જૂની દુનિયા છે બિલ્કુલ થર્ડક્લાસ દુનિયા. આ તો ખલાસ થવાની છે. નવાં વિશ્વનાં માલિક બનાવવા વાળા જરુર વિશ્વનાં રચયિતા જ હશે. બીજું કોઈ ભણાવી ન શકે. શિવબાબા જ તમને ભણાવીને શીખવાડે છે. બાપે સમજાવ્યું છે - આત્મ-અભિમાની પુરા બની જાઓ તો બાકી બીજું શું જોઈએ. તમે બ્રાહ્મણ તો છો જ. જાણો છો આપણે દેવતા બની રહ્યાં છીએ. દેવતાઓ કેટલાં પવિત્ર હતાં. અહીંયા કેટલાં પતિત મનુષ્ય છે. શકલ (ચહેરો) ભલે મનુષ્યની છે પરંતુ સીરત (ચરિત્ર) જુઓ કેવી છે. જે દેવતાઓનાં પુજારી છે તે સ્વયં પણ તેમની આગળ મહિમા ગાએ છે - આપ સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ છો ...અમે વિકારી પાપી છીએ. ચહેરો તો એમનો પણ મનુષ્યનો છે પરંતુ એમની પાસે જઈને મહિમા ગાએ છે, પોતાને ગંદા વિકારી કહે છે. અમારામાં કોઈ ગુણ નથી. છે તો મનુષ્ય એટલે મનુષ્ય. હવે તમે સમજો છો અમે તો હમણાં ચેન્જ (પરિવર્તન) થઈને દેવતા બનશું. કૃષ્ણ ની પૂજા કરે જ એટલે છે કે કૃષ્ણપુરી માં જાય. પરંતુ એ ખબર નથી કે ક્યારે જશે. ભક્તિ કરતાં રહે છે કે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે. પહેલાં તો તમને આ નિશ્ચય જોઈએ કે અમને ભણાવે કોણ છે. આ છે શ્રી શ્રી શિવબાબા ની મત. શિવબાબા તમને શ્રીમત આપી રહ્યાં છે. જેમને આ ખબર નથી તે શ્રેષ્ઠ બની કેવી રીતે શકે. આટલાં બધાં બ્રાહ્મણ શ્રી શ્રી શિવબાબા ની મત પર ચાલે છે. પરમાત્માની મત જ શ્રેષ્ઠ બનાવે છે, જેમની તકદીરમાં હશે, તેમની બુદ્ધિમાં બેસશે. નહીં તો કાંઈ પણ સમજશે નહીં. જ્યારે સમજશે ત્યારે ખુશ થઈ મદદ કરવા લાગી જશે. ઘણાં તો જાણતાં જ નથી, એમને શું ખબર, આ કોણ છે એટલે બાબા કોઈ ને મળતાં પણ નથી. તેઓ તો હજું પોતાની મત કાઢશે. શ્રીમત ને ન જાણવાનાં કારણે એમને પણ પોતાની મત આપવા લાગી જાય છે. હવે બાપ આવ્યાં જ છે આપ બાળકોને શ્રેષ્ઠ બનાવવાં માટે. બાળકો જાણે છે ૫ હજાર વર્ષ પહેલાં માફક બાબા તમને આવીને મળે છે. જેમને ખબર નથી, આવો રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપી નથી શકતાં. બાળકોને ભણવાનો ખૂબ નશો રહેવો જોઈએ. આ ખૂબ ઊંચું ભણતર છે પરંતુ માયા પણ ખૂબ અગેન્સ્ટ (વિરુદ્ધ) છે. તમે જાણો છો આપણે એ ભણતર ભણીએ છે જેનાથી આપણા મસ્તક પર ડબલ સિરતાજ આવવાનો છે. ભવિષ્ય જન્મ-જન્માંતર ડબલ સિરતાજ બનીશું. તો એનાં માટે પછી એવો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ ને. આને કહેવાય છે રાજયોગ. કેટલું વન્ડર (આશ્ચર્ય) છે. બાબા હંમેશા સમજાવે છે - લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જાઓ. પૂજારીઓને પણ તમે સમજાવી શકો છો. પૂજારી પણ કોઈને બેસીને સમજાવે કે આ લક્ષ્મી-નારાયણ ને પણ આ પદ કેવી રીતે મળ્યું, આ વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં? એવું-એવું બેસી સંભળાવે તો પૂજારીનું પણ માન વધી જાય. તમે કહી શકો છો અમે તમને સમજાવીએ છીએ આ લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય કેવી રીતે મળ્યું? ગીતામાં પણ ભગવાનુવાચ છે ને. હું તમને રાજયોગ શીખવાડી ને રાજાઓનાં રાજા બનાવું છું. સ્વર્ગવાસી તો તમે બનો છો ને. તો બાળકોને કેટલો નશો રહેવો જોઈએ - અમે આ બનીએ છીએ! ભલે પોતાનું ચિત્ર અને રાજાઈ નું ચિત્ર પણ અહીંયા સાથે બનાવો. નીચે તમારું ચિત્ર, ઉપર રાજાઈનું ચિત્ર હોય. આમાં ખર્ચો તો નથી ને. રાજાઈ પોશાક તો ઝટ બની શકે છે. તો ઘડી-ઘડી યાદ રહેશે - હમ સો દેવતા બની રહ્યાં છે.ઉપર માં ભલે શિવબાબા પણ હોય. આ પણ ચિત્ર બનાવવાં પડશે. તમે મનુષ્ય થી દેવતા બનો છો. આ શરીર છોડી આપણે જઈ દેવતાં બનીશું કારણ કે હમણાં આપણે આ રાજયોગ શીખી રહ્યાં છીએ. તો આ ફોટો પણ મદદ કરશે. ઉપર શિવ પછી નીચે રાજાઈનું ચિત્ર. પછી નીચે તમારું સાધારણ ચિત્ર. શિવબાબા થી રાજયોગ શીખી આપણે સો દેવતા ડબલ સિરતાજ બની રહ્યાં છીએ. ચિત્ર રાખ્યું હશે, કોઈ પણ પૂછશે તો આપણે બતાવી શકશું - અમને શીખવાડવા વાળા આ શિવબાબા છે. ચિત્ર જોવાથી બાળકોને નશો ચઢશે. ભલે દુકાનમાં પણ આ ચિત્ર રાખી દો. ભક્તિમાર્ગ માં બાબા નારાયણ નું ચિત્ર રાખતાં હતાં. પોકેટ (ખિસ્સા) માં પણ રાખતાં હતાં. તમે પણ તમારો ફોટો રાખી દો તો યાદ રહેશે - હમ સો દેવી-દેવતા બની રહ્યાં છીએ. બાપ ને યાદ કરવાનો ઉપાય શોધવો જોઈએ. બાપ ને ભૂલી જવાથી જ પડે (નીચે ઊતરે) છે. વિકારમાં પડશે તો પછી શરમ આવશે. હવે તો અમે આ દેવતા બની નહીં શકીએ. હાર્ટફેલ (હતાશ) થઇ જશે. હવે અમે દેવતા કેવી રીતે બનશું? બાબા કહે છે વિકાર માં પડવા વાળાનો ફોટો કાઢી લો. કહો, તમે સ્વર્ગ માં ચાલવાનાં લાયક નથી, તમારો પાસપોર્ટ ખલાસ. સ્વયં પણ ફીલ (અનુભવ) કરશે અમે તો પડી ગયાં. હવે અમે સ્વર્ગ માં કેવી રીતે જઈશું. જેમ નારદ નું દૃષ્ટાંત આપે છે. એમને કહ્યું તમે પોતાની શકલ (ચહેરો) તો જુઓ. લક્ષ્મીને વરવાનાં લાયક છો? તો શકલ બંદરની દેખાઈ. તો મનુષ્યને પણ શરમ આવશે - અમારામાં તો આ વિકાર છે, પછી અમે શ્રી નારાયણ ને કે શ્રીલક્ષ્મી ને કેવી રીતે વરીશું? બાબા યુક્તિઓ તો બધી બતાવે છે. પરંતુ કોઈ વિશ્વાસ પણ રાખે ને. વિકાર નો નશો આવે છે તો સમજે છે આ હિસાબ થી અમે રાજાઓનાં રાજા ડબલ સિરતાજ કેવી રીતે બનશું? પુરુષાર્થ તો કરવો જોઈએ ને. બાબા સમજાવતાં રહે છે - એવી-એવી યુક્તિઓ રચો અને બધાને સમજાવતાં રહો. આ રાજયોગ ની સ્થાપના થઈ રહી છે. હવે વિનાશ સામે ઉભો છે. દિવસ-પ્રતિદિવસ તોફાન નું જોર વધતું જાય છે. બોમ્બસ વગેરે પણ તૈયાર થઈ રહ્યાં છે. તમે આ ભણતર ભણો જ છો ભવિષ્ય ઉંચ પદ પામવા માટે. તમે એક જ વખત પતિત થી પાવન બનો છો. મનુષ્ય સમજે થોડી છે કે અમે નર્કવાસી છીએ કારણ કે પથ્થરબુદ્ધિ છે. હમણાં તમે પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની રહ્યાં છો. તકદીર માં હશે તો ઝટ સમજશે. નહીં તો તમે કેટલું પણ માથું મારો, બુદ્ધિ માં બેસશે નહીં. બાપને જ નથી જાણતાં તો નાસ્તિક છે અર્થાત ધણી વગર નાં. તો ધણના (ધણીના) બનાવવાં જોઈએ ને. જ્યારે શિવબાબા નાં બાળકો છો. અહીંયા જેમને જ્ઞાન છે તે પોતાના બાળકોને વિકારો થી બચાવતાં રહેશે. અજ્ઞાની લોકો તો પોતાની માફક બાળકોને પણ ફસાવતાં રહેશે. તમે જાણો છો અહીંયા વિકારથી બચાવાય છે. કન્યાઓને તો પહેલાં બચાવવી જોઈએ. માં-બાપ જેમ કે બાળકોને વિકારમાં ધક્કો મારે છે. તમે જાણો છો આ ભ્રષ્ટાચારી દુનિયા છે. શ્રેષ્ઠાચારી દુનિયા ઈચ્છે છે. ભગવાનુવાચ - હું જ્યારે આવું છું શ્રેષ્ઠાચારી બનાવવા માટે ત્યારે બધાં જ ભ્રષ્ટાચારી છે. હું બધાનો ઉદ્ધાર કરું છું. ગીતામાં પણ લખેલું છે ભગવાને જ સાધુ-સંતો વગેરે બધાનો ઉદ્ધાર કરવા આવવાનું છે. એક જ ભગવાન બાપ આવીને બધાનો ઉદ્ધાર કરે છે. હમણાં તમે વન્ડર ખાઓ છો - મનુષ્ય કેટલાં પથ્થર બુદ્ધિ થઈ જાય છે. આ સમયે જો ખબર હોય મોટા-મોટાઓ ને કે ગીતાનાં ભગવાન શિવ છે તો ખબર નહીં શું થઈ જાય. હાહાકાર મચી જાય. પરંતુ હજું વાર છે. નહીં તો બધાનાં અડ્ડા એકદમ હલવા લાગી જાય. અનેકો નાં તખ્ત હલે છે ને. લડાઈ જ્યારે થાય છે તો ખબર પડે છે, આમનું તખ્ત હલવા લાગ્યું છે, હમણાં નીચે પડી જશે. હમણાં આ હલે તો ખૂબ હલચલ મચી જાય. આગળ જતાં થવાનું જ છે. પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતાં સ્વયં કહે છે - બરાબર બ્રહ્મા તન થી સ્થાપના કરી રહ્યાં છે. સર્વની સદ્દગતિ અર્થાત્ ઉદ્ધાર કરી રહ્યાં છે. ભગવાનુવાચ - આ પતિત દુનિયા છે, આ બધાનો ઉદ્ધાર મારે કરવાનો છે. હમણાં બધાં પતિત છે. પતિત પછી કોઈને પાવન કેવી રીતે બનાવશે? પહેલાં તો સ્વયં પાવન બને પછી ફોલોઅર્સ (અનુયાયી) ને બનાવે. ભાષણ કરવામાં ખૂબ મસ્તી જોઈએ. કન્યાઓનું નવું લોહી છે. તમે જૂનાં થી નવું બનાવી રહ્યાં છો. તમારી આત્મા જે જૂની આઈરન એજેડ બની ગઈ છે, હવે નવી ગોલ્ડન એજડ બને છે. ખાદ નીકળતી જાય છે. તો બાળકોને ખૂબ શોખ જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. પોતાનાં હમજીન્સ ને ઉઠાવવા જોઈએ. ગવાય પણ છે, ગુરુ માતા. માતા ગુરુ ક્યારે હોય છે તે હમણાં તમે જાણો છો. જગત અંબા જ પછી રાજ-રાજેશ્વરી બને છે. પછી ત્યાં કોઈ ગુરુ રહેતાં જ નથી. ગુરુનો રીવાજ હમણાં ચાલે છે. માતાઓની ઉપર બાપ આવીને જ્ઞાન અમૃત નો કલશ રાખે છે. શરું થી આવું થાય છે. સેવાકેન્દ્ર નાં માટે પણ કહે છે બ્રહ્માકુમારી જોઈએ. બાબા તો કહે છે સ્વયં જ ચલાવો. હિમ્મત નથી? કહેતાં નથી બાબા ટીચર (શિક્ષક) જોઈએ. આ પણ ઠીક છે, માન આપે છે.

આજકાલ દુનિયામાં એક-બીજાને માન પણ લંગડું આપે છે. આજે પ્રાઇમ મિનિસ્ટર (પ્રધાનમંત્રી) છે, કાલે તેમને ઉડાવી દે છે. સ્થાઈ સુખ કોઈને મળતું નથી. આ સમયે આપ બાળકોને સ્થાઈ રાજ્ય-ભાગ્ય મળી રહ્યું છે. તમને બાબા કેટલાં પ્રકાર થી સમજાવે છે. પોતાને સદૈવ હર્ષિત રાખવા માટે ખૂબ સારી-સારી યુક્તિયો બતાવે છે. શુભ ભાવના રાખવાની છે ને. ઓહો! અમે આ લક્ષ્મી-નારાયણ બનીએ છીએ પછી જો કોઈની તકદીરમાં નથી તો તદબીર શું કરે. બાબા તદબીર તો બતાવે છે ને. તદબીર વ્યર્થ નથી જતી. આ તો સદા સફળ થાય છે. રાજધાની સ્થાપન થઈ જ જશે. વિનાશ પણ મહાભારત લડાઈ દ્વારા થવાનો જ છે. આગળ જતાં તમે બળ ભરો તો આ બધાં આવશે. હમણાં નહીં સમજશે પછી તો એમની રાજાઈ ઉડી જશે. કેટલાં બધાં ગુરુ લોકો છે, એવાં કોઈ મનુષ્ય નથી જે કોઈ ગુરુનાં અનુયાયી ન હોય. અહીંયા તમને એક સદ્દગુરુ મળ્યાં છે સદ્દગતિ આપવા વાળા. ચિત્ર ઘણાં સારા છે. આ છે સદ્દગતિ અર્થાત સુખધામ, આ છે મુક્તિધામ. બુદ્ધિ પણ કહે છે આપણે બધી આત્માઓ નિર્વાણધામ માં રહીએ છીએ. જ્યાંથી પછી ટોકી (અવાજ) માં આવીએ છીએ. ત્યાનાં રહેવાસી છીએ. આ રમત જ ભારત પર બનેલી છે. શિવજયંતી પણ અહીંયા મનાવે છે. બાપ કહે છે હું આવ્યો છું, કલ્પ પછી ફરી આવીશ. દર ૫ હજાર વર્ષ પછી બાપનાં આવતાં જ વૈકુંઠ બની જાય છે. કહે પણ છે ક્રાઇસ્ટ થી આટલાં વર્ષ પહેલાં પેરેડાઈઝ (વૈકુંઠ) હતું, સ્વર્ગ હતું. હમણાં નથી પછી થવાનું છે. તો જરુર નર્કવાસીઓનો વિનાશ, સ્વર્ગવાસી ની સ્થાપના જોઈએ. તો તમે સ્વર્ગવાસી બની રહ્યાં છો. નર્કવાસી બધાં વિનાશ થઇ જશે. તે તો સમજે છે હજું આટલાં લાખો વર્ષ પડયાં છે. બાળકો મોટા થાય લગ્ન કરાવીએ. તમે થોડી એવું કહેશો. જો બાળક સલાહ પર નથી ચાલતાં તો પછી શ્રીમત લેવી પડે કે સ્વર્ગવાસી બનતાં નથી તો શું કરીએ! બાપ કહેશે જો આજ્ઞાકારી નથી તો જવા દો. આમાં પાક્કી નષ્ટોમોહા અવસ્થા જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રી શ્રી શિવબાબા ની શ્રેષ્ઠ મત પર ચાલીને સ્વયંને શ્રેષ્ઠ બનાવવાનાં છે. શ્રીમતમાં મનમત મિક્સ નથી કરવાની. ઈશ્વરીય ભણતર નાં નશા માં રહેવાનું છે.

2. પોતાનાં હમજીન્સ નાં કલ્યાણની યુક્તિઓ રચવાની છે. બધાનાં પ્રતિ શુભભાવના રાખતાં એક-બીજા ને સાચ્ચું માન આપવાનું છે. લંગડું માન નહીં.

વરદાન :-
રુહાની એક્સરસાઇઝ અને સેલ્ફ કંટ્રોલ દ્વારા મહીનતા નો અનુભવ કરવા વાળા ફરિશ્તા ભવ

બુદ્ધિની મહીનતા (બારીકાઇ) અથવા હલકાપણું બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી છે. મહીનતા જ મહાનતા છે. પરંતુ આનાં માટે રોજ અમૃતવેલાએ અશરીરીપણા ની રુહાની એક્સરસાઇઝ કરો અને વ્યર્થ સંકલ્પો નાં ભોજન ની પરહેજ રાખો. પરહેજ માટે સેલ્ફ કંટ્રોલ (નિયંત્રણ) હોય. જે સમયે જે સંકલ્પ રુપી ભોજન સ્વીકાર કરવું હોય એ સમય એ જ કરો. વ્યર્થ સંકલ્પ નું એક્સ્ટ્રા ભોજન નહીં કરો ત્યારે મહીન બુદ્ધિ બની ફરિશ્તાં સ્વરુપ નાં લક્ષ્ય ને પ્રાપ્ત કરી શકશો.

સ્લોગન :-
મહાન આત્મા એ છે જે દરેક સેકન્ડ, દરેક કદમ શ્રીમત પર એક્યુરેટ ચાલે છે.