08-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  23.04.93    બાપદાદા મધુબન


નિશ્ચયબુદ્ધિ ભવ , અમર ભવ
 


આજે બાપદાદા સર્વ અતિ સ્નેહી, આદિ થી યજ્ઞ ની સ્થાપના નાં સહયોગી, અનેક પ્રકાર નાં આવેલા ભિન્ન-ભિન્ન સમસ્યાઓનાં પેપર માં નિશ્ચયબુદ્ધિ વિજયી બની પાર કરવા વાળા આદિ સ્નેહી, સહયોગી, અટલ, અચલ આત્માઓ સાથે મિલન મનાવવા આવ્યાં છે. નિશ્ચય નાં વિષયમાં પાસ થઈ ચાલવા વાળા બાળકો ની પાસે આવ્યાં છે. આ નિશ્ચય ભલે આ જૂનાં જીવન માં, કે આગળ નાં જીવન માં પણ સદા વિજય નો અનુભવ કરાવતો રહેશે. નિશ્ચય નું, અમર ભવ નું વરદાન સદા સાથે રહે. વિશેષ આજે જે લાંબાકાળ નાં અનુભવી વૃધ્ધ (વડીલ) આત્માઓ છે, એમની યાદ અને સ્નેહનાં બંધન માં બંધાઈને બાપ આવ્યાં છે. નિશ્ચય ની મુબારક!

એક તરફ યજ્ઞ અર્થાત્ પાંડવો નાં કિલ્લાની જે નીવ અર્થાત્ ફાઉન્ડેશન (આધાર મૂર્ત) આત્માઓ છે તે પણ બધાં સામે છે અને બીજી તરફ તમે અનુભવી આદિ આત્માઓ આ પાંડવોનાં કિલ્લા ની દીવાલ ની પહેલી ઈંટો છો. ફાઉન્ડેશન પણ સામે છે અને આદિ ઈંટો, જેમનાં આધાર પર આ કિલ્લો મજબૂત બની વિશ્વની છત્રછાયા બન્યાં, તે પણ સામે છે. તો જેવી રીતે બાપે બાળકો ને સ્નેહમાં જી હજુર, હાજર કરીને દેખાડ્યું, એવી રીતે જ સદા બાપદાદા અને નિમિત્ત આત્માઓની શ્રીમત અથવા ડાયરેક્શન ને સદા જી હાજર કરતાં રહેજો. ક્યારેય પણ વ્યર્થ મનમત તથા પરમત નહીં ભેગી કરતાં. હાજર હજૂર ને જાણી શ્રીમત પર ઉડતા ચાલો. સમજ્યાં? અચ્છા!

મધુબન નિવાસીઓને સેવાની મુબારક આપતા બાપદાદા બોલ્યાં :-

અચ્છા, વિશેષ મધુબન નિવાસીઓને ખૂબ-ખૂબ મુબારક છે. આખી સીઝન પોતાની મધુરતા અને અથક સેવા થી સર્વની સેવાનાં નિમિત્ત બન્યાં. તો સૌથી પહેલાં આખી સિઝન માં નિમિત્ત સેવાધારી વિશેષ મધુબન નિવાસીઓ ને ખૂબ-ખૂબ મુબારક. મધુબન છે જ મધુ અર્થાત્ મધુરતા. તો મધુરતા સર્વ ને બાપનાં સ્નેહ માં લાવે છે એટલે ભલે હોલ માં હોય, કે ચાલ્યાં ગયાં હોય પરંતુ બધાંને વિશેષ એક-એક ડિપાર્ટમેન્ટ (વિભાગ) ને બાપદાદા વિશેષ મુબારક સેવા ની આપી રહ્યાં છે અને સદા અથક ભવ, મધુર ભવ નાં વરદાનો થી વધતાં, ઉડતાં ચાલો.

અવ્યક્ત બાપદાદા ની પર્સનલ ( વ્યક્તિગત ) મુલાકાત :-

૧ ) અલબેલાપણું કમજોરી લાવે છે , એટલે એલર્ટ ( જાગૃત ) રહો

બધાં સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓ છો ને! સંગમયુગ ની વિશેષતા શું છે જે કોઈ પણ યુગ માં નથી? સંગમયુગ ની વિશેષતા છે એક તો પ્રત્યક્ષ ફળ મળે છે અને એકની પદમગણી પ્રાપ્તિનો અનુભવ આ જન્મ માં જ થાય છે. પ્રત્યક્ષ ફળ મળે છે ને. જો એક સેકન્ડ પણ હિંમત રાખો છો તો મદદ કેટલાં સમય સુધી મળતી રહે છે! કોઈ એકની પણ સેવા કરો છો તો ખુશી કેટલી મળે છે! તો એકની પદમગણી પ્રાપ્તિ અર્થાત્ પ્રત્યક્ષફળ આ સંગમ પર મળે છે. તો તાજુ ફળ ખાવું ગમે છે ને. તો તમે બધાં પ્રત્યક્ષ ફળ અર્થાત્ તાજા ફળ ખાવા વાળા છો, એટલે શક્તિશાળી છો. કમજોર તો નથી ને. બધાં પાવરફુલ (શક્તિશાળી) છે. કમજોરી ને આવવા નહીં દેતાં. જ્યારે તંદુરસ્ત થાઓ છો ત્યારે કમજોરી સ્વત: ખતમ થઈ જાય છે. સર્વશક્તિવાન બાપ દ્વારા સદા શક્તિ મળતી રહે છે, તો કમજોર કેવી રીતે થશો. કમજોરી આવી શકે? ક્યારેક ભૂલ થી આવી જાય છે? જ્યારે કુંભકરણ ની ઊંઘ માં અલબેલા થઈને સૂઈ જાઓ છો ત્યારે આવી શકે છે, નહીં તો નથી આવી શકતી. તમે તો એલર્ટ છો ને. અલબેલા છો શું? બધાં એલર્ટ છે? સદા એલર્ટ છે? સંગમયુગ માં બાપ મળ્યાં બધુંજ મળ્યું. તો એલર્ટ જ રહેશો ને. જેમને ખૂબજ પ્રાપ્તિઓ થતી રહે છે તે કેટલાં એલર્ટ રહે છે! રીવાજી બિઝનેસમેન ને બિઝનેસ માં પ્રાપ્તિઓ થતી રહે છે તો અલબેલા હશે કે એલર્ટ હશે? તો તમને એક સેકન્ડમાં કેટલું મળે છે! તો અલબેલા કેવી રીતે થશો? બાપે સર્વ શક્તિઓ આપી દીધી. જ્યારે સર્વ શક્તિઓ સાથે છે તો અલબેલાપણું નથી આવી શકતું? સદા હોશિયાર , સદા ખબરદાર રહો!

યુ. કે. ને તો બાપદાદા કહે જ છે ઓ.કે. તો જે ઓ.કે. (બિલકુલ ઠીક) હશે તે જ્યારે એલર્ટ હશે ત્યારે તો ઓ.કે. હશે ને. ફાઉન્ડેશન (પાયો) પાવરફુલ છે, તેથી જે પણ ડાળીઓ નીકળે છે તે પણ શક્તિશાળી છે. વિશેષ બાપદાદાએ બ્રહ્મા બાપે પોતાનાં દિલ થી લંડન નું પહેલું ફાઉન્ડેશન નાખ્યું છે. બ્રહ્મા બાપ નું વિશેષ લાડલું છે. તો તમે પ્રત્યક્ષ ફળ નાં સદા અધિકારી આત્માઓ છો. કર્મ કરવાની પહેલાં ફળ તૈયાર છે જ. એવું જ લાગે છે ને. કે મહેનત લાગે છે? નાચતા-ગાતા ફળ ખાતાં રહો છો. આમ પણ ડબલ વિદેશીઓ ને ફળ ગમે છે ને. બાપદાદા પણ યુ.કે. અર્થાત્ સદા ઓ.કે. રહેવા વાળા બાળકોને જોઈ હર્ષિત થાય છે. પોતાનું આ ટાઈટલ (શિર્ષક) સદા યાદ રાખજો, ઓ.કે. આ કેટલું સરસ ટાઈટલ છે! બધાં સદા ઓ.કે. રહેવા વાળા અને બીજાઓ ને પણ પોતાનાં ચહેરા થી, વાણી થી, વૃતિ થી, ઓ.કે. બનાવવા વાળા. આ જ સેવા કરવાની છે ને! સારું છે. સેવાનો શોખ પણ સારો છે. જે પણ જ્યાંથી પણ આવ્યાં છો પરંતુ બધાં તીવ્ર પુરુષાર્થી અને ઉડતી કળા વાળા છો. સૌથી વધારે ખુશ કોણ રહે છે? નશા થી કહો હું! સિવાય ખુશી નાં બીજું છે જ શું! ખુશી બ્રાહ્મણ જીવન નો ખોરાક છે. ખોરાક વગર કેવી રીતે ચાલશો. ચાલી રહ્યાં છો, તો ખોરાક છે ત્યારે તો ચાલી રહ્યાં છો ને. સ્થાન પણ વધી રહ્યાં છે. જુઓ, પહેલાં ત્રણ પગ પૃથ્વી લેવી મોટી વાત લાગતી હતી અને હવે શું લાગે છે? સહજ લાગે છે ને. તો લંડને કમાલ કરી છે ને. (હમણાં ૫૦ એકર જમીન મળી છે) હિંમત અપાવવા વાળા પણ સારા છે અને હિંમત રાખવા વાળા પણ સારા છે. જુઓ, તમારી બધાંની આંગળી (મદદ) ન હોત તો કેવી રીતે થાત. તો બધાં યુ.કે. વાળા લક્કી (ભાગ્યવાન) છે અને આંગળી (મદદ) આપવામાં બહાદુર છે.

૨ ) પોતાની સર્વ જવાબદારીઓ બાપ ને આપીને બેફીકર બાદશાહ બનો

સદા પોતાને બેફિકર બાદશાહ અનુભવ કરો છો? કે થોડી-થોડી ફિકર છે? કારણ કે જ્યારે બાપે તમારી જવાબદારી લઈ લીધી, તો જવાબદારી ની ફિકર કેમ? હમણાં ફક્ત જવાબદારી છે બાપની સાથે-સાથે ચાલતા રહેવાની. તે પણ બાપની સાથે-સાથે છો, એકલા નથી. તો શું ફિકર છે? કાલે શું થશે એ ફિકર છે? જોબ ની (નોકરી ની) ફિકર છે? દુનિયામાં શું થશે તે ફિકર છે? કારણ કે જાણો છો કે અમારા માટે જે પણ થશે સારું થશે. નિશ્ચય છે ને. પાક્કો નિશ્ચય છે કે હલે છે ક્યારેક? જ્યાં નિશ્ચય પાક્કો છે, ત્યાં નિશ્ચય ની સાથે વિજય પણ નિશ્ચિત છે. આ પણ નિશ્ચય છે ને કે વિજય નિશ્ચિત જ છે. કે ક્યારેક વિચારો છો કે ખબર નહીં થશે કે નહીં? કારણ કે કલ્પ-કલ્પ નાં વિજયી છો અને સદા રહેશો આ પોતાનું યાદગાર કલ્પ પહેલાવાળું હમણાં ફરીથી જોઈ રહ્યાં છો. એટલો નિશ્ચય છે ને કે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ. એટલો નિશ્ચય છે? કલ્પ પહેલાં પણ તમે જ હતાં કે બીજા હતાં? તો સદા આ જ યાદ રાખજો કે અમે નિશ્ચયબુદ્ધિ વિજયી રતન છીએ. એવાં રતન છો જે રતનો ને બાપદાદા પણ યાદ કરે છે. આ ખુશી છે ને? બહુજ મોજમાં રહો છો ને. આ અલૌકિક દિવ્ય શ્રેષ્ઠ જન્મ ની અને પોતાનાં મધુબન ઘરમાં પહોંચવાની મુબારક.

૩ ) બાપ અને આપ - એવાં કમ્બાઈન્ડ ( સંયુક્ત ) રહો જે ક્યારેય કોઈ અલગ ન કરી શકે

બધાં પોતાને સદા બાપ અને આપ કમ્બાઈન્ડ છો - એવો અનુભવ કરો છો? જે કમ્બાઈન્ડ હોય છે એને ક્યારેય પણ, કોઈ પણ અલગ નથી કરી શકતાં. તમે અનેક વાર કમ્બાઈન્ડ રહ્યાં છો, હમણાં પણ છો અને આગળ પણ સદા રહેશો. આ પાક્કું છે? તો એટલાં પાક્કા કમ્બાઈન્ડ રહેજો. તો સદૈવ સ્મૃતિ રાખો કે કમ્બાઈન્ડ હતાં, કમ્બાઈન્ડ છીએ અને કમ્બાઈન્ડ રહેશું. કોઈની તાકાત નથી જે અનેકવાર નાં કંબાઈન્ડ સ્વરુપ ને અલગ કરી શકે. તો પ્રેમ ની નિશાની શું હોય છે? (કમ્બાઇન્ડ રહેવું) કારણ કે શરીર થી તો મજબૂરી માં પણ ક્યાંક-ક્યાંક અલગ રહેવું પડે છે. પ્રેમ પણ હોય પરંતુ મજબૂરી થી ક્યાંક અલગ રહેવું પણ પડે છે. પરંતુ અહીં તો શરીરની વાત જ નથી. એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચી શકો છો! આત્મા અને પરમાત્મા નો સાથ છે. પરમાત્મા તો ક્યાંય પણ સાથ નિભાવે છે અને દરેક સાથે કમ્બાઇન્ડ રુપ થી પ્રીત ની રીત નિભાવવા વાળા છે. દરેક શું કહેશે મારા બાબા છે. કે કહેશે તારા બાબા છે? દરેક કહેશે મારા બાબા છે! તો મારા કેમ કહો છો? અધિકાર છે ત્યારે જ તો કહો છો. પ્રેમ પણ છે અને અધિકાર પણ છે. જ્યાં પ્રેમ હોય છે ત્યાં અધિકાર પણ હોય છે. અધિકાર નો નશો છે ને. કેટલો મોટો અધિકાર મળ્યો છે! આટલો મોટો અધિકાર સતયુગ માં પણ નહીં મળે! કોઈ જન્મ માં પરમાત્મ અધિકાર નથી મળતો. પ્રાપ્તિ અહીં છે. પ્રાલબ્ધ સતયુગ માં છે પરતું પ્રાપ્તિનો સમય હમણાં છે. તો જે સમયે પ્રાપ્તિ થાય છે તે સમયે કેટલી ખુશી થાય છે! પ્રાપ્ત થઈ ગયું પછી તો કોમન (સામાન્ય) વાત થઈ જાય છે. પરતું જ્યારે પ્રાપ્ત થઈ રહ્યું છે, એ સમય નો નશો અને ખુશી અલૌકિક હોય છે! તો કેટલી ખુશી અને નશો છે! કારણ કે આપવા વાળા પણ બેહદ નાં છે. તો દાતા પણ બેહદ નાં છે અને મળે પણ બેહદનું છે. તો માલિક કોનાં છો હદનાં કે બેહદનાં? ત્રણેય લોક પોતાનાં બનાવી દીધાં છે. મૂળવતન, સૂક્ષ્મવતન અમારું ઘર છે અને સ્થૂળવતન માં તો અમારું રાજ્ય આવવાનું જ છે. ત્રણેય લોકો નાં અધિકારી બની ગયાં! તો શું કહેશો - અધિકારી આત્માઓ. કોઈ અપ્રાપ્તિ છે? તો શું ગીત ગાઓ છો? (પાના થા વહ પા લીયા) પામવાનું હતું તે પામી લીધું, હવે કાંઈ પામવાનું નથી રહ્યું. તો આ ગીત ગાઓ છો? કે કોઈ અપ્રાપ્તિ છે પૈસા જોઈએ, મકાન જોઈએ! નેતા ની ખુરશી જોઈએ? કાંઈ નહીં જોઈએ કારણ કે ખુરશી હશે તો પણ એક જન્મ નો પણ ભરોસો નથી અને તમને કેટલી ગેરંટી (ખાતરી) છે? ૨૧ જન્મ ની ગેરંટી છે. ગેરંટી-કાર્ડ માયા તો ચોરી નથી કરી લેતી? જેવી રીતે અહીં પાસપોર્ટ ખોવાઈ જાય છે તો કેટલી મુશ્કેલી થઈ જાય છે! તો ગેરંટી-કાર્ડ માયા તો નથી લઈ લેતી? છુપા-છુપી કરે છે. પછી તમે શું કરો છો? પરંતુ એવાં શક્તિશાળી બનો જે માયા ની હિંમત નથી.

૪ ) દરેક કર્મ ત્રિકાળદર્શી બનીને કરો

બધાં પોતાને તખ્તનશીન આત્માઓ અનુભવ કરો છો? હમણાં તખ્ત મળ્યું છે કે ભવિષ્ય માં મળવાનું છે, શું કહેશો? બધાં તખ્ત પર બેસશો? (દિલતખ્ત બહુજ મોટું છે) દિલતખ્ત તો મોટું છે પરતું સતયુગ નાં તખ્ત પર એક સમય માં કેટલાં બેસશે? તખ્ત પર ભલે કોઈ બેસે પરતું તખ્ત અઘિકારી રોયલ ફેમિલી (પરિવાર) માં તો આવશે ને. તખ્ત પર સાથે તો નહીં બેસી શકો! આ સમયે બધાં તખ્તનશીન છે એટલે આ જન્મ નું મહત્વ છે. જેટલાં ઈચ્છે, જે ઈચ્છે દિલતખ્ત-નશીન બની શકે છે. આ સમયે બીજું કોઈ તખ્ત છે? કયું છે? (અકાળતખ્ત) આપ અવિનાશી આત્મા નું તખ્ત આ ભ્રકુટી છે. તો ભ્રકુટી નાં તખ્તનશીન પણ છો અને દિલતખ્ત-નશીન પણ છો. ડબલ તખ્ત છે ને! નશો છે કે હું આત્મા ભ્રકુટી નો અકાળતખ્ત-નશીન છું! તખ્ત-નશીન આત્મા નું સ્વ પર રાજ્ય છે, એટલે સ્વરાજ્ય અઘિકારી છે. સ્વરાજ્ય અધિકારી છું આ સ્મૃતિ સહજ જ બાપ દ્વારા સર્વ પ્રાપ્તિ નો અનુભવ કરાવશે. તો ત્રણેય તખ્ત નું જ્ઞાન છે. નોલેજફુલ (જ્ઞાની) છો ને! પાવરફુલ પણ છો કે ફક્ત નોલેજફુલ છો? જેટલાં નોલેજફુલ છો, એટલાં જ પાવરફુલ છો કે નોલેજફુલ વધારે, પાવરફુલ ઓછા? નોલેજ માં વધારે હોશિયાર છો! નોલેજફુલ અને પાવરફુલ બંને સાથે-સાથે. તો ત્રણેય તખ્ત ની સ્મૃતિ સદા રહે.

જ્ઞાન માં ત્રણ નું મહત્વ છે. ત્રિકાળદર્શી પણ બનો છો. ત્રણેય કાળ ને જાણો છો. કે ફકત વર્તમાન ને જાણો છો? કોઈ પણ કર્મ કરો છો તો ત્રિકાળદર્શી બનીને કર્મ કરો છો કે ફક્ત એક-દર્શી બનીને કર્મ કરો છો? શું છો એક-દર્શી કે ત્રિકાળદર્શી? તો કાલે શું થવાનું છે તે જાણો છો? કહો અમે આ જાણીએ છીએ કે કાલે જે થશે તે બહુજ સારું થશે. આ તો જાણો છો ને! તો ત્રિકાળદર્શી થયાં ને! જે થઈ ગયું તે પણ સારું, જે થઈ રહ્યું છે તે વધારે સારું અને જે થવાનું છે તે હજી વધારે સારું! આ નિશ્ચય છે ને કે સારા માં સારું થવાનું છે, ખરાબ નથી થઈ શકતું. કેમ? સારા માં સારા બાપ મળ્યાં, સારા માં સારા આપ બન્યાં, સારા માં સારા કર્મ કરી રહ્યાં છો. તો બધું સારું છે ને. કે થોડું ખરાબ, થોડું સારું છે? જ્યારે ખબર પડી ગઈ કે હું શ્રેષ્ઠ આત્મા છું, તો શ્રેષ્ઠ આત્માનાં સંકલ્પ, બોલ, કર્મ સારા હશે ને! તો આ સદા સ્મૃતિ રાખો કે કલ્યાણકારી બાપ મળ્યાં તો સદા કલ્યાણ જ કલ્યાણ છે. બાપ ને કહો જ છો વિશ્વ-કલ્યાણકારી અને તમે માસ્ટર વિશ્વ-કલ્યાણકારી છો! તો જે વિશ્વનું કલ્યાણ કરવા વાળા છે એનું અકલ્યાણ થઈ જ નથી શકતું તેથી આ નિશ્ચય રાખો કે દરેક સમય, દરેક કાર્ય, દરેક સંકલ્પ, કલ્યાણકારી છે. સંગમયુગ ને પણ નામ આપે છે કલ્યાણકારી યુગ. તો અકલ્યાણ નથી થઈ શકતું. તો શું યાદ રાખશો? જે થઈ રહ્યું છે તે સારું અને જે થવાનું તે બહુજ-બહુજ સારું. તો આ સ્મૃતિ સદા આગળ વધારતી રહેશે. અચ્છા, બધાં ખૂણે-ખૂણે બાપ નો ઝંડો લહેરાવી રહ્યાં છો. બધાં બહુજ હિંમત અને તીવ્ર પુરુષાર્થ થી આગળ વધી રહ્યાં છો અને સદા વધતા રહેશો. ભવિષ્ય દેખાય છે ને. કોઈ પણ પૂછે તમારું ભવિષ્ય શું છે? તો બોલો અમને ખબર છે, બહુજ સારું છે. અચ્છા.

વરદાન :-
પોતાનાં મસ્તક પર શ્રેષ્ઠ ભાગ્યની લકીર ( રેખા ) જોતાં સર્વ ચિંતાઓથી મુક્ત બેફિકર બાદશાહ ભવ

બેફિકર રહેવાની બાદશાહી બધી બાદશાહીઓથી શ્રેષ્ઠ છે. જો કોઈ તાજ પહેરીને તખ્ત પર બેસી જાય અને ફિકર કરતા રહે તો આ તખ્ત થયું કે ચિંતા? ભાગ્યવિધાતા ભગવાને તમારા મસ્તક પર શ્રેષ્ઠ ભાગ્ય ની લકીર ખેંચી દીધી, બેફિકર બાદશાહ થઈ ગયાં. તો સદા પોતાનાં મસ્તક પર શ્રેષ્ઠ ભાગ્યની લકીર જોતા રહો - વાહ મારું શ્રેષ્ઠ ઈશ્વરીય ભાગ્ય, આ જ ફખુર (નશા) માં રહો તો બધી ફિકરાતો (ચિંતાઓ) સમાપ્ત થઈ જશે.

સ્લોગન :-
એકાગ્રતા ની શક્તિ દ્વારા રુહો નું આહવાન કરી રુહાની સેવા કરવી જ સાચ્ચી સેવા છે.