08-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - હમણાં
ભારત ખાસ અને આમ સારી દુનિયા પર બ્રહસ્પતિ ની દશા બેસવાની છે , બાબા આપ બાળકો દ્વારા
ભારત ને સુખધામ બનાવી રહ્યાં છે ”
પ્રશ્ન :-
૧૬ કળા
સંપૂર્ણ બનવા માટે આપ બાળકો કયો પુરુષાર્થ કરો છો?
ઉત્તર :-
યોગબળ જમા કરવાનો. યોગબળ થી તમે ૧૬ કળા સંપૂર્ણ બની રહ્યાં છો. એનાં માટે બાપ કહે
છે, દે દાન તો છૂટે ગ્રહણ. કામ વિકાર જે પાડવા વાળો છે તેનું દાન આપો તો તમે ૧૬ કળા
સંપૂર્ણ બની જશો. ૨. દેહ-અભિમાન ને છોડી દેહી-અભિમાની બનો, શરીર નું ભાન છોડી દો.
ગીત :-
તુમ માત પિતા …
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ પોતાનાં રુહાની બાપની મહિમા સાંભળી. તેઓ ગાતાં રહે છે અહીંયા તમે
પ્રેક્ટિકલ માં એ બાબા નો વારસો લઈ રહ્યાં છો. તમે જાણો છો - બાબા આપણા દ્વારા જ
ભારત ને સુખધામ બનાવી રહ્યાં છે. જેમનાં દ્વારા બનાવી રહ્યાં છે જરુર એ જ સુખધામ
નાં માલિક બનશે. બાળકો ને તો ખુબ ખુશી રહેવી જોઈએ. બાબાની મહિમા અપરંમઅપાર છે.
એમનાથી આપણે વારસો પામી રહ્યાં છીએ. હમણાં આપ બાળકો પર પરતું આખી દુનિયા પર હવે
બ્રહસ્પતિ ની અવિનાશી દશા છે. હમણાં આપ બ્રાહ્મણ જ જાણો છો ભારત ખાસ અને દુનિયા આમ
બધાં પર હવે બ્રહસ્પતિ ની દશા બેસવાની છે કારણ કે તમે હવે ૧૬ કળા સંપૂર્ણ બનો છો. આ
સમયે તો કોઈ કળા નથી. બાળકો ને ખુબ ખુશી રહેવી જોઈએ. એવું નહી અહીંયા ખુશી છે, બહાર
જવાથી ગુમ થઈ જાય. જેમની મહિમા ગાઓ છો તે હમણાં તમારી પાસે હાજર છે. બાપ સમજાવે છે
- ૫ હજાર વર્ષ પહેલાં પણ તમને રાજાઈ આપી ને ગયો હતો. હવે તમે જોશો - ધીરે-ધીરે બધાં
પોકારતાં રહેશે. તમારા પણ સ્લોગન (સુવિચાર) નીકળતાં રહેશે. જેમ ઇન્દિરા ગાંધી કહેતી
હતી કે એક ધર્મ, એક ભાષા, એક રાજાઈ હોય, તેનામાં પણ આત્મા કહે છે ને. આત્મા જાણે છે
બરાબર ભારતમાં એક રાજધાની હતી, જે હમણાં સામે ઉભી છે. સમજે છે કયારેય પણ બધું ખતમ
થઈ જાય, આ કોઈ નવી વાત નથી. ભારતે ફરી ૧૬ કળા સંપૂર્ણ જરુર બનવાનું છે. તમે જાણો છો
અમે આ યોગબળ થી ૧૬ કળા સંપૂર્ણ બની રહ્યાં છીએ. કહે છે ને - દે દાન તો છૂટે ગ્રહણ.
બાપ પણ કહે છે વિકારો નું, અવગુણો નું દાન આપો. આ રાવણ રાજ્ય છે. બાપ આવીને આનાથી
છોડાવે છે. આમાં પણ કામ વિકાર ખુબ મોટો અવગુણ છે. તમે દેહ-અભિમાની બની ગયાં છો. હવે
દેહી-અભિમાની બનવું પડે. શરીર નું ભાન પણ છોડવું પડે. આ વાતો ને આપ બાળકો જ સમજો
છો. દુનિયા નથી જાણતી. ભારત જે ૧૬ કળા સંપૂર્ણ હતું, સંપૂર્ણ દેવતાઓનું રાજ્ય હતું,
હમણાં ગ્રહણ લાગેલું છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની હતી ને. ભારત સ્વર્ગ હતું. હવે
વિકારો નું ગ્રહણ લાગેલું છે એટલે બાપ કહે છે દે દાન તો છૂટે ગ્રહણ. આ કામ વિકાર જ
પાડવા વાળો છે એટલે બાપ કહે છે આ દાન આપો તો તમે ૧૬ કળા બની જશો. નહીં આપશો તો નહીં
બનશો. આત્માઓ ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે ને. આ પણ તમારી બુદ્ધિમાં છે. તમારી
આત્મામાં કેટલો પાર્ટ છે. તમે વિશ્વ નું રાજ્ય-ભાગ્ય લો છો. આ બેહદનો ડ્રામા છે.
અથાહ એક્ટર્સ છે. આમાં ફર્સ્ટ ક્લાસ એક્ટર્સ છે આ લક્ષ્મી-નારાયણ. આમનો નંબરવન
પાર્ટ છે. વિષ્ણુ સો બ્રહ્મા સરસ્વતી પછી બ્રહ્મા સરસ્વતી સો વિષ્ણુ બને છે. આ ૮૪
જન્મ કેવી રીતે લે છે. બધું ચક્ર બુદ્ધિમાં આવી જાય છે. શાસ્ત્ર વાંચવાથી થોડી કોઈ
સમજે છે. તે તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે. પછી તો સ્વસ્તિકા પણ બની ન શકે.
વ્યાપારી લોકો ચોપડો લખે છે તો એનાં પર સ્વસ્તિકા દોરે છે. ગણેશ ની પૂજા કરે છે. આ
છે બેહદ નો ચોપડો. સ્વસ્તિકા માં ૪ ભાગ હોય છે. જેમ જગન્નાથપુરી માં ચોખાનો હાંડો
રાખે છે, તે બની જાય છે તો ૪ ભાગ થઈ જાય છે. ત્યાં ચોખા નો જ ભોગ લાગે છે કારણ કે
ત્યાં ચોખા ખુબ ખાય છે. શ્રીનાથ દ્વાર માં ચોખા હોતાં નથી. ત્યાં તો બધો ચોખ્ખા ઘીનો
પાક્કો માલ બને છે. જ્યારે ભોજન બનાવે છે તો પણ સફાઈ થી મુખ બંધ કરીને બનાવે છે.
પ્રસાદ ખુબ માન થી લઇ જાય છે, ભોગ લગાવીને પછી તે બધાં પંડા લોકોને મળે છે. દુકાન
માં જઈને રાખે છે. ત્યાં તો ખૂબ ભીડ હોય છે. બાબાનું જોયેલું છે. હમણાં આપ બાળકો ને
કોણ ભણાવી રહ્યાં છે? મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ આવીને તમારા સર્વન્ટ (સેવક)
બન્યાં છે. તમારી સેવા કરી રહ્યાં છે, આટલો નશો ચઢે છે? આપણને આત્માઓને બાપ ભણાવે
છે. આત્મા જ બધું કરે છે ને. મનુષ્ય પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. તમે જાણો છો
આત્મામાં તો ૮૪ જન્મોનો અવિનાશી પાર્ટ ભરેલો છે, એને પછી નિર્લેપ કહેવું કેટલો
રાત-દિવસનો ફરક થઈ જાય છે. આ જ્યારે કોઈ સારી રીતે દોઢ મહિનો બેસી સમજે ત્યારે આ
પોઈન્ટ્સ બુદ્ધિ માં બેસે. દિવસ-પ્રતિદિવસ પોઇન્ટ્સ તો ખુબ નિકળતાં રહે છે. આ છે
જેમ કે કસ્તુરી. બાળકો ને જયારે પૂરો નિશ્ચય બેસે છે તો પછી સમજે છે બરાબર પરમપિતા
પરમાત્મા જ આવી ને દુર્ગતિ થી સદ્દગતિ કરે છે.
બાપ કહે છે તમારા પર હમણાં બ્રહસ્પતિ ની દશા છે. મેં તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં
હવે પછી રાવણે રાહુની દશા બેસાડી દીધી છે. હવે ફરી બાપ આવ્યાં છે સ્વર્ગ નાં માલિક
બનાવવાં. તો પોતાનો ઘાટો (નુકશાન) ન કરવો જોઈએ. વ્યાપારી લોકો પોતાનું ખાતું હંમેશા
ઠીક રાખે છે. ઘાટો કરવાવાળા ને અનાડી કહેવાય છે. હવે આ તો સૌથી મોટો વ્યાપાર છે.
કોઈ વિરલા વ્યાપારી આ વ્યાપાર કરે. આ અવિનાશી વ્યાપાર છે અને બીજા બધાં વ્યાપાર તો
માટીમાં મળી જવા વાળા છે. હમણાં તમારો સાચો વ્યાપાર થઈ રહ્યો છે. બાપ છે જ્ઞાન નાં
સાગર, સૌદાગર, રત્નાગર. પ્રદર્શની માં જુઓ કેટલાં આવે છે. સેવાકેન્દ્ર માં કોઈ
મુશ્કિલ આવશે. ભારત તો ખૂબ લાંબુ-પહોળું છે ને. બધી જગ્યાએ તમારે જવાનું છે. પાણી
ની ગંગા આખાં ભારત માં છે ને. આ પણ તમારે સમજાવવું પડે. પતિત-પાવન કોઈ પાણી ની ગંગા
નથી. આપ જ્ઞાન ગંગાઓએ જવું પડશે. ચારેય તરફ મેળા પ્રદર્શની થતાં રહેશે.
દિવસ-પ્રતિદિવસ ચિત્ર બનતાં રહેશે. એવાં શોભનિક ચિત્ર હોય જે જોવાથી જ મજા આવી જાય.
આ તો ઠીક સમજાવે છે, હવે લક્ષ્મી-નારાયણ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. સીડી નું
ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. હમણાં બ્રાહ્મણ ધર્મની સ્થાપના થઈ રહી છે. આ બ્રાહ્મણ જ
પછી દેવતા બને છે. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો તો દિલમાં અંદર પોતાનાથી પૂછતાં
રહો અમારામાં કોઈ નાના-મોટા કાંટા તો નથી? કામ નો કાંટો તો નથી? ક્રોધ નો નાનો કાંટો
તે પણ બહુ ખરાબ છે. દેવતાઓ ક્રોધી નથી હોતાં. દેખાડે છે - શંકર ની આંખ ખુલવાથી
વિનાશ થઈ જાય છે. આ પણ એક કલંક લગાવ્યો છે. વિનાશ તો થવાનો જ છે. સૂક્ષ્મવતન માં
શંકર ને કોઈ સાપ વગેરે થોડી હોઈ શકે. સૂક્ષ્મવતન અને મૂળવતન માં બાગ બગીચા સર્પ
વગેરે કંઈ પણ હોતું નથી. આ બધું અહીંયા હોય છે. સ્વર્ગ પણ અહીંયા હોય છે. આ સમયે
મનુષ્ય કાંટા જેવાં છે, એટલે આને કાંટાઓનું જંગલ કહેવાય છે. સતયુગ છે ફૂલોનો બગીચો.
તમે જુઓ છો બાબા કેવો બગીચો બનાવે છે. મોસ્ટ (સૌથી) બ્યુટીફુલ બનાવે છે. બધાને હસીન
બનાવે છે. પોતે તો સદા હસીન છે. બધી સજનીઓ ને અથવા બાળકોને હસીન બનાવે છે. રાવણે
બિલકુલ કાળા બનાવી દીધાં છે. હવે આપ બાળકોને ખુશી થવી જોઈએ અમારા ઉપર બ્રહસ્પતિ ની
દશા બેઠી છે. અડધો સમય સુખ, અડધો સમય દુઃખ હોય તો આનાથી ફાયદો જ શું? ના, ૩/૪ ભાગ
સુખ, ૧/૪ ભાગ દુઃખ છે. આ ડ્રામા બનેલો છે. ઘણાં લોકો પૂછે છે ડ્રામા આવો કેમ બનાવેલો
છે? અરે આ તો અનાદિ છે ને. કેમ બન્યો, આ પ્રશ્ન ઉઠી ન શકે. આ અનાદિ અવિનાશી ડ્રામા
બનેલો છે. બન્યું-બનેલ બની રહ્યું છે. કોઈ ને પણ મોક્ષ મળી નથી શકતો. આ તો અનાદિ
સૃષ્ટિ ચાલી આવે છે, ચાલતી જ રહેશે. પ્રલય થતી નથી.
બાપ નવી દુનિયા બનાવે છે પરંતુ એમાં ગુંજાશ કેટલી છે. જ્યારે મનુષ્ય પતિત દુઃખી થાય
છે ત્યારે બોલાવે છે. બાપ આવીને બધાની કાયા કલ્પતરું બનાવે જે અડધોકલ્પ તમારી
ક્યારેય અકાળે મૃત્યુ થશે નહીં. તમે કાળ પર જીત પામો છો. તો બાળકોએ ખૂબ પુરુષાર્થ
કરવો જોઈએ. જેટલું ઉંચ પદ પામો એટલું સારું છે. પુરુષાર્થ તો દરેક વધારે કમાણી માટે
કરે જ છે. લાકડા વાળા પણ કહેશે અમે વધારે કમાણી કરીએ. કોઈ ઠગી થી પણ કમાય છે. પૈસા
પર જ આફત છે. ત્યાં તો તમારા પૈસા કોઈ લૂટી ન શકે. જુઓ દુનિયામાં તો શું-શું થઈ
રહ્યું છે. ત્યાં એવી કોઈ દુઃખની વાત નથી હોતી. હમણાં તમે બાપ થી કેટલો વારસો લો
છો. પોતાની તપાસ કરવી જોઈએ - અમે સ્વર્ગમાં જવા લાયક છીએ? (નારદ નું દૃષ્ટાંત)
મનુષ્ય અનેક તીર્થો વગેરે કરતાં રહે છે, મળતું કાંઈ પણ નથી. ગીત પણ છે ને - ચારો
તરફ લગાયે ફેરે ફિર ભી હરદમ દૂર રહે . હવે બાપ તમને કેટલી સારી યાત્રા શીખવાડે છે,
આમાં કોઈ તકલીફ નથી. ફક્ત બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બહુ જ
સારી યુક્તિ સંભળાવું છું. બાળકો સાંભળે છે. આ મારું લોન લીધેલું શરીર છે. આ બાપ ને
કેટલી ખુશી થાય છે. મેં બાબાને શરીર લોન પર આપ્યું છે. બાબા આપણ ને વિશ્વનાં માલિક
બનાવે છે. નામ પણ છે ભાગીરથ. હમણાં આપ બાળકો રામપુરી માં જવા માટે પુરુષાર્થ કરી
રહ્યાં છો. તો પૂરું પુરુષાર્થ માં લાગી જવું જોઈએ. કાંટા કેમ બનવું જોઈએ.
તમે બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છો. બધાનો આધાર મુરલી પર છે. મુરલી તમને નહીં મળશે તો તમે
શ્રીમત ક્યાંથી લાવશો. એવું નથી ફક્ત એક બ્રાહ્મણીએ જ મુરલી સંભળાવવાની છે. કોઈ પણ
મુરલી વાંચી ને સંભળાવી શકે છે. બોલવું જોઈએ - આજે તમે સંભળાવો. હવે તો પ્રદર્શની
નાં ચિત્ર પણ સમજાવવા માટે સારા બન્યાં છે. આ મુખ્ય ચિત્ર તો પોતાની દુકાન પર રાખો,
અનેકોનું કલ્યાણ થશે. બોલો, આવો તો અમે તમને સમજાવીએ. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે
ફરે છે. કોઈનું કલ્યાણ કરવામાં થોડો સમય ગયો તો વાંધો થોડી છે. તે સોદા સાથે આ સોદો
કરાવી શકો છો. આ બાબાની અવિનાશી જ્ઞાન રત્નો ની દુકાન છે. નંબરવન છે સીડીનું ચિત્ર
અને ગીતા નાં ભગવાન શિવનું ચિત્ર. ભારતમાં શિવ ભગવાન આવ્યા હતાં, જેમની જયંતી મનાવે
છે. હવે ફરી એ બાપ આવ્યાં છે. યજ્ઞ પણ રચેલો છે. આપ બાળકો ને રાજયોગ નું જ્ઞાન
સંભળાવી રહ્યાં છે. બાપ જ આવીને રાજાઓનાં રાજા બનાવે છે. બાપ કહે છે હું તમને
સૂર્યવંશી રાજા-રાણી બનાવું છું, જેમને પછી વિકારી રાજાઓ પણ નમન કરે છે. તો સ્વર્ગ
નાં મહારાજા-મહારાણી બનવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ. બાબા કોઈ મકાન વગેરે બનાવવાની
મનાઈ નથી કરતાં. ભલે બનાવો. પૈસા પણ તો માટીમાં મળી જશે, એનાથી કેમ નહિં મકાન બનાવી
આરામ થી રહો. પૈસા કામમાં લગાવવા જોઈએ. મકાન પણ બનાવો, ખાવા માટે પણ રાખો.
દાન-પુણ્ય પણ કરે છે. જેમ કાશ્મીરનાં રાજા પોતાની પ્રોપર્ટી જે પ્રાઇવેટ હતી, તે બધું
આર્ય સમાજીઓ ને દાનમાં આપ્યું. પોતાનાં ધર્મ, જાતિનાં માટે કરે છે ને. અહીંયા તો તે
કોઈ વાત નથી. બધાં બાળકો છે. જાતિ વગેરે ની વાત નથી. તે છે દેહ ની જાતિ વગેરે. હું
તો આપ આત્માઓને વિશ્વની બાદશાહી આપું છું, પવિત્ર બનાવી. ડ્રામા અનુસાર ભારતવાસી
રાજ્ય-ભાગ્ય લેશે. હવે આપ બાળકો જાણો છો - અમારા ઉપર બ્રહસ્પતિ ની દશા બેઠેલી છે.
શ્રીમત કહે છે મામેકમ્ યાદ કરો બીજી કોઈ વાત નથી. ભક્તિમાર્ગ માં વ્યાપારી લોકો
કાંઈ ને કાંઈ ધર્માઉ જરુર નીકાળે છે. એનું પણ બીજા જન્મ માં અલ્પકાળ માટે મળે છે.
હવે તો હું ડાયરેક્ટ આવ્યો છું, તો તમે આ કાર્યમાં લગાવો. મને તો કાંઈ નથી જોઈતું.
શિવબાબાને પોતાનાં માટે કોઈ મકાન વગેરે બનાવવાનાં છે શું. આ બધું આપ બ્રાહ્મણોનું
છે. ગરીબ સાહૂકાર બધાં ભેગા રહે છે. કોઈ-કોઈ બગડે છે - ભગવાનનાં પાસે પણ સમ દૃષ્ટિ
નથી. કોઈ ને મહેલમાં, કોઈ ને ઝુંપડી માં રાખે છે. શિવબાબા ને ભૂલી જાય છે. શિવબાબાની
યાદ માં રહે તો ક્યારેય આવી વાતો ન કરે. સૌથી પૂછવાનું તો હોય છે ને. જોવાય છે આ
ઘરમાં એવાં આરામ થી રહે છે તો તે પ્રબંધ આપવો પડે એટલે કહે છે બધાની ખાતરી કરો. કોઈ
પણ વસ્તુ ન હોય તો મળી શકે છે. બાપનો તો બાળકો પર પ્રેમ હોય છે. આટલો પ્રેમ બીજા
કોઈનો હોઈ ન શકે. બાળકો ને કેટલું સમજાવે છે પુરુષાર્થ કરો. બીજાઓનાં માટે પણ યુક્તિ
રચો. આમાં જોઈએ ૩ પગ પૃથ્વી નાં, જેમાં બાળકીઓ સમજાવતી રહે. કોઈ મોટા વ્યક્તિ નો
હોલ હોય, અમે ફક્ત ચિત્ર રાખીએ છીએ. એક-બે કલાક સવાર-સાંજ નો ક્લાસ કરી ચાલ્યાં જઈશું.
ખર્ચો બધો અમારો, નામ તમારું થશે. ઘણાં આવીને કોડી થી હીરા જેવા બનશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જે પણ અંદર
માં કાંટા છે તેની તપાસ કરી નીકાળવાનાં છે, રામપુરી માં ચાલવાનો પુરુષાર્થ કરવાનો
છે.
2. અવિનાશી જ્ઞાન રત્નો નો સોદો કરી કોઈનું પણ કલ્યાણ કરવામાં સમય આપવાનો છે. હસીન
બનવાનું અને બનાવવાનાં છે.
વરદાન :-
ફુલ સ્ટોપ
દ્વારા શ્રેષ્ઠ સ્થિતિ રુપી મેડલ પ્રાપ્ત કરવા વાળા મહાવીર ભવ
આ અનાદિ ડ્રામા માં
રુહાની સેનાનાં સેનાનીઓ ને કોઈ મેડલ (પદક) આપતું નથી પરંતુ ડ્રામાનુસાર એમને
શ્રેષ્ઠ સ્થિતિ રુપી મેડલ સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. આ મેડલ એમને જ પ્રાપ્ત થાય છે
જે દરેક આત્માનો પાર્ટ સાક્ષી થઈને જોતાં ફુલસ્ટોપ ની માત્રા સહજ લગાવી દે છે. આવી
આત્માઓનું ફાઉન્ડેશન અનુભવ નાં આધાર પર હોય છે એટલે કોઈ પણ સમસ્યા રુપી દિવાલ એમને
રોકી નથી શકતી.
સ્લોગન :-
દરેક પરિસ્થિતિ
રુપી પહાડ ને પાર કરી પોતાની મંઝિલ ને પ્રાપ્ત કરવા વાળા ઉડતા પંખી બનો.