08-03-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  04.12.85    બાપદાદા મધુબન


 સંકલ્પ ની ભાષા - સર્વ શ્રેષ્ઠ ભાષા
 


આજે બાપદાદાની સામે ડબલ રુપમાં ડબલ સભા લાગેલી છે. બંનેવ સ્નેહી બાળકોની સભા છે. એક છે સાકાર રુપધારી બાળકોની સભા. બીજી છે આકારી સ્નેહી સ્વરુપ બાળકોની સભા. સ્નેહનાં સાગર બાપ થી મિલન મનાવવાં માટે ચારે તરફનાં આકાર રુપધારી બાળકો પોતાનાં સ્નેહ ને બાપદાદાની આગળ પ્રત્યક્ષ કરી રહ્યાં છે. બાપદાદા બધાં બાળકોનાં સ્નેહનાં સંકલ્પ, દિલનાં ભિન્ન-ભિન્ન ઉમંગ-ઉત્સાહનાં સંકલ્પ, દિલની ભિન્ન-ભિન્ન ભાવનાઓની સાથે-સાથે સ્નેહ નાં સંબંધનાં અધિકાર થી અધિકાર રુપની મીઠી-મીઠી વાતો સાંભળી રહ્યાં છે. દરેક બાળક પોતાનાં દિલના હાલ-ચાલ, પોતાની ભિન્ન-ભિન્ન પ્રવૃત્તિની પરિસ્થિતિઓનાં હાલ-ચાલ, સેવાનાં સમાચારોનાં હાલ-ચાલ, નયનો ની ભાષાથી, શ્રેષ્ઠ સ્નેહનાં સંકલ્પો ની ભાષાથી બાપ નાં આગળ સ્પષ્ટ કરી રહ્યાં છે. બાપદાદા બધાં બાળકોની રુહરિહાન ત્રણ રુપોથી સાંભળી રહ્યાં છે. એક નયનો ની ભાષામાં બોલી રહ્યાં છે, ૨. ભાવના ની ભાષામાં, ૩. સંકલ્પ ની ભાષામાં બોલી રહ્યાં છે. મુખ ની ભાષા તો સાધારણ ભાષા છે. પરંતુ આ ત્રણ પ્રકારની ભાષા રુહાની યોગી જીવનની ભાષા છે. જેને રુહાની બાળકો અને રુહાની બાપ જાણે છે અને અનુભવ કરે છે. જેટલાં-જેટલાં અંતર્મુખી સ્વીટ સાઇલેન્સ સ્વરુપમાં સ્થિત થતાં જશો - એટલું આ ત્રણ ભાષાઓ દ્વારા સર્વ આત્માઓને અનુભવ કરાવશો. આ અલૌકિક ભાષાઓ કેટલી શક્તિશાળી છે. મુખની ભાષા સાંભળીને અને સંભળાવીને અધિકાંશ થાકી ગયાં છે. મુખની ભાષામાં કોઇ પણ વાતને સ્પષ્ટ કરવામાં સમય પણ લાગે છે. પરંતુ નયનો ની ભાષા ઇશારો આપવાની ભાષા છે. મન ની ભાવનાની ભાષા ચહેરાનાં દ્વારા ભાવ રુપમાં પ્રસિદ્ધ થાય છે. ચહેરાનો ભાવ મન ની ભાવનાને સિદ્ધ કરે છે. જેમ કોઇ પણ કોઈની સામે જાય છે, સ્નેહ થી જાય છે કે દુશ્મની થી જાય છે, કે કોઈ સ્વાર્થ થી જાય છે તો તેનાં મનનો ભાવ ચહેરા થી દેખાઈ આવે છે. કઈ ભાવનાથી કોઈ આવ્યું છે તે નૈન-ચૈન બોલે છે. તો ભાવના ની ભાષા ચહેરાનાં ભાવથી જાણી પણ શકો છો, બોલી પણ શકો છો. એમ જ સંકલ્પ ની ભાષા આ પણ બહુજ શ્રેષ્ઠ ભાષા છે કારણ કે સંકલ્પ શક્તિ સૌથી શ્રેષ્ઠ શક્તિ છે, મૂળ શક્તિ છે. અને સૌથી તીવ્રગતિ ની ભાષા આ સંકલ્પની ભાષા છે. કેટલાં પણ કોઈ દૂર હોય, કોઈ સાધન ન હોય પરંતુ સંકલ્પની ભાષા દ્વારા કોઈને પણ સમાચાર આપી શકો છો. અંતમાં આજ સંકલ્પ ની ભાષા કામમાં આવશે. વિજ્ઞાનનાં સાધન જ્યારે નિષ્ફળ થઈ જાય છે તો આ શાંતિનું સાધન કામમાં આવશે. પરંતુ કોઈ પણ કનેક્શન (જોડાણ) જોડવાનાં માટે સદા લાઈન ક્લિયર જોઈએ. જેટલાં-જેટલાં એક બાપ અને એમનાં દ્વારા સંભળાવેલ નોલેજમાં કે એજ નોલેજ દ્વારા સેવામાં સદા વ્યસ્ત રહેવાનાં અભ્યાસી હશે એટલાં શ્રેષ્ઠ સંકલ્પ હોવાનાં કારણે લાઈન ક્લિયર હશે. વ્યર્થ સંકલ્પ જ ડિસ્ટ્રબન્સ (વિઘ્ન) છે. જેટલું વ્યર્થ સમાપ્ત થઈ સમર્થ સંકલ્પ ચાલશે એટલી સંકલ્પની શ્રેષ્ઠ ભાષા એટલી જ સ્પષ્ટ અનુભવ કરશે. જેમ મુખની ભાષાથી અનુભવ કરો છો. સંકલ્પની ભાષા સેકન્ડમાં મુખની ભાષાથી ખૂબ વધારે કોઈને પણ અનુભવ કરાવી શકે છે. ત્રણ મિનિટનાં ભાષણનો સાર સેકન્ડમાં સંકલ્પની ભાષાથી અનુભવ કરાવી શકો છો. સેકન્ડમાં જીવનમુક્તિનું જે ગાયન છે, તે અનુભવ કરાવી શકો છો.

અંતર્મુખી આત્માઓની ભાષા આજ અલૌકિક ભાષા છે. હમણાં સમય પ્રમાણે આ ત્રણેય ભાષાઓ દ્વારા સહજ સફળતાને પ્રાપ્ત કરશે. મહેનત પણ ઓછી, સમય પણ ઓછો. પરંતુ સફળતા સહજ છે એટલે હવે આ રુહાની ભાષાનાં અભ્યાસી બનો. તો આજે બાપદાદા પણ બાળકોની આ ત્રણેય રીતની ભાષા સાંભળી રહ્યાં છે અને બધાં બાળકોને રેસપોન્ડ (પ્રતિઉત્તર) આપી રહ્યાં છે. બધાનાં અતિ સ્નેહનું સ્વરુપ બાપદાદા જોઈ સ્નેહ ને, સ્નેહનાં સાગરમાં સમાવી રહ્યાં છે. બધાની યાદો ને સદાનાં માટે યાદગાર રુપ બનવાનું શ્રેષ્ઠ વરદાન આપી રહ્યાં છે. બધાનાં મનનાં ભિન્ન-ભિન્ન ભાવને જાણી બધાં બાળકોનાં પ્રતિ બધાં ભાવોનો પ્રતિઉત્તર સદા નિર્વિઘ્ન ભવ, સમર્થ ભવ, સર્વશક્તિ સંપન્ન ભવ ની શુભભાવના આ રુપમાં આપી રહ્યાં છે. બાપની શુભભાવના જે પણ બધાં બાળકોની શુભકામનાઓ છે, પરિસ્થિતિ પ્રમાણે સહયોગની ભાવના છે કે શુભકામના છે, તે બધી શુભકામનાઓ બાપદાદાની શ્રેષ્ઠ ભાવના થી સંપન્ન થતી જ જશે. ચાલતાં-ચાલતાં ક્યારેક-ક્યારેક કોઈ બાળકની આગળ જૂનાં હિસાબ-કિતાબ પરીક્ષાનાં રુપમાં આવે છે. ભલે તનની વ્યાધિનાં રુપમાં કે મનનાં વ્યર્થ તોફાનનાં રુપમાં, ભલે સંબંધ-સંપર્કનાં રુપમાં આવે. જે બહુજ સમીપ સહયોગી હોય છે એમનાથી પણ સહયોગ નાં બદલે હલકા રુપમાં ટક્કર પણ થઈ જાય છે. પરંતુ આ બધાં જૂનાં ખાતા, જૂનાં કરજ ચૂકતું થઈ રહ્યાં છે એટલે આ હલચલમાં ન જઈને બુદ્ધિને શક્તિશાળી બનાવશો તો બુદ્ધિબળ દ્વારા આ જૂનાં કર્જ, કર્જનાં બદલે સદા પાસ થવાનો ફર્જ અનુભવ કરશો. થાય છે શું-બુદ્ધિબળ ન હોવાનાં કારણે કર્જ એક બોજ નાં રુપમાં અનુભવ કરે છે અને બોજ હોવાનાં કારણે બુદ્ધિ દ્વારા જે યથાર્થ નિર્ણય થવો જોઈએ તે નથી થઈ શકતો અને યથાર્થ નિર્ણય ન થવાનાં કારણે બોજ વધારે જ નીચેથી નીચે લઈ આવે છે. સફળતાની ઉંચાઈની તરફ જઈ નથી શકતાં એટલે ચૂકતું કરવાનાં બદલે ક્યાંક-ક્યાંક વધારે જ વધતાં જાય છે એટલે જૂનાં કર્જને ચૂકતું કરવાનું સાધન છે સદા પોતાની બુદ્ધિને ચોખ્ખી રાખો. બુદ્ધિમાં બોજ નહીં રાખો. જેટલી બુદ્ધિને હલકી રાખશો એટલું બુદ્ધિ બળ સફળતાને સહજ પ્રાપ્ત કરાવશે એટલે ગભરાશો નહીં. વ્યર્થ સંકલ્પ કેમ થયો, શું થયું કદાચ આવું છે, આવાં બોઝનાં સંકલ્પ સમાપ્ત કરી બુદ્ધિની લાઈન ચોખ્ખી રાખો. હલકી રાખો. તો હિંમત તમારી મદદ બાપની, સફળતા અનુભવ થતી રહેશે. સમજ્યાં.

ડબલ લાઈટ થવાનાં બદલે ડબલ બોઝ લઈ લે છે. એક પાછળ નો હિસાબ બીજો વ્યર્થ સંકલ્પનો બોઝ તો ડબલ બોઝ ઉપર લઈ જશે કે નીચે લઈ આવશે એટલે બાપદાદા બધાં બાળકોને વિશેષ ધ્યાન અપાવી રહ્યાં છે કે સદા બુદ્ધિનાં બોઝ ને ચૂકતું કરો. કોઈ પણ પ્રકારનો બોઝ બુદ્ધિયોગ નાં બદલે હિસાબ-કિતાબનાં ભોગમાં બદલાઈ જાય છે એટલે સદા પોતાની બુદ્ધિને હલકી રાખો. તો યોગબળ, બુદ્ધિબળ ભોગને સમાપ્ત કરી દેશે. સેવાનાં ભિન્ન-ભિન્ન ઉમંગ પણ બધાનાં પહોંચ્યાં છે. જે જેટલું સાચા દિલથી નિ:સ્વાર્થ ભાવથી સેવા કરી રહ્યાં છે, એવાં સાચાં દિલ પર સદા સાહેબ રાજી છે. અને એજ રાજીપણા ની નિશાની દિલની સંતુષ્ટતા અને સેવાની સફળતા છે. જે પણ હમણા સુધી કર્યુ છે અને કરી રહ્યાં છો તે બધું સારું છે. આગળ વધીને વધારે સારામાં સારું થવાનું જ છે એટલે ચારે તરફનાં બાળકોને બાપદાદા સદા ઉન્નતીને પામતાં રહો, વિધિ પ્રમાણે વૃદ્ધિને પામતાં રહો, આ વરદાનની સાથે-સાથે બાપદાદા પદમગુણા યાદપ્યાર આપી રહ્યાં છે. હાથનો પત્ર કે મનનો પત્ર બંનેનો પ્રતિઉત્તર બાપદાદા બધાં બાળકોને શુભેચ્છાઓ સાથે આપી રહ્યાં છે. શ્રેષ્ઠ પુરુષાર્થ, શ્રેષ્ઠ જીવનમાં સદા જીવતા રહો. એમ સ્નેહની શ્રેષ્ઠ ભાવનાઓ સહિત સર્વને યાદપ્યાર અને નમસ્તે.

બાલક સો માલિક
આજે બાપદાદા પોતાની શક્તિ સેનાને જોઈ રહ્યાં છે કે આ રુહાની શક્તિ સેના મનજીત જગતજીત છે? મનજીત અર્થાત્ મનનાં વ્યર્થ સંકલ્પ, વિકલ્પ જીત છે. આવાં જીતેલાં બાળકો વિશ્વનાં રાજ્ય અધિકારી બને છે એટલે મનજીતે જગજીત ગવાયેલું છે. જેટલું આ સમયે સંકલ્પ-શક્તિ અર્થાત્ મનને સ્વયંનાં અધિકાર માં રાખો છો એટલાં જ વિશ્વનાં રાજ્યનાં અધિકારી બનો છો. હમણાં આ સમયે ઈશ્વરીય બાળક છો અને હમણાં નાં બાળક જ વિશ્વનાં માલિક બનશે. વગર બાળક બને માલિક ન બની શકાય. જે પણ હદનાં માલિકપણા નો હદનો નશો છે તેને સમાપ્ત કરી હદનાં માલિકપણા થી બાળકપણા માં આવવાનું છે, ત્યારે જ બાળક સો માલિક બનશો એટલે ભક્તિમાર્ગમાં કોઈ કેટલાં પણ દેશનાં મોટા માલિક હોય, ધનનાં માલિક હોય, પરિવારનાં માલિક હોય પરંતુ બાપની આગળ બધાં બાલક તેરે કહીને જ પ્રાર્થના કરે છે. હું ફલાણો માલિક છું, એવું ક્યારેય નહિ કહેશે. આપ બ્રાહ્મણ બાળકો પણ બાળક બનો છો ત્યારે જ હમણાં પણ બેફિકર બાદશાહ બનો છો અને ભવિષ્યમાં વિશ્વનાં માલિક કે બાદશાહ બનો છો. બાલક સો માલિક છું- આ સ્મૃતિ સદા નિરંહકારી, નિરાકારી સ્થિતિનો અનુભવ કરાવે છે. બાળક બનવું અર્થાત્ હદનાં જીવનનું પરિવર્તન થવું. જ્યારે બ્રાહ્મણ બન્યાં તો બ્રાહ્મણપણા નાં જીવનનો પહેલો સહજ તે સહજ પાઠ કયો ભણ્યાં? બાળકોએ કહ્યું બાબા અને બાપએ કહ્યું બાળકો અર્થાત્ બાળક. આ એક શબ્દનો પાઠ નોલેજફુલ બનાવી દે છે. બાળક કે બચ્ચા આ એક શબ્દ ભણી લીધો તો આખાં આ વિશ્વનું તો શું પરંતુ ત્રણેય લોકનું નોલેજ ભણી લીધું. આજની દુનિયામાં કેટલાં પણ મોટા નોલેજફુલ હોય પરંતુ ત્રણેય લોકોનું નોલેજ નથી જાણી શકતાં. આ વાતમાં તમે એક શબ્દ ભણેલાં ની આગળ કેટલાં મોટા નોલેજફુલ પણ અજાણ છે. આવાં માસ્ટર નોલેજફુલ કેટલાં સહજ બન્યાં છો? બાબા અને બાળકો, આ એક શબ્દમાં બધું જ સમાયેલું છે. જેમ બીજ માં આખું ઝાડ સમાયેલું છે તો બાળક અથવા બચ્ચા બનવું અર્થાત્ સદાનાં માટે માયાથી બચવું. માયા થી બચ્યાં રહો અર્થાત્ આપણે બાળક છીએ, સદા આ સ્મૃતિમાં રહો. સદા આજ સ્મૃતિ રાખો બચ્ચા બન્યાં અર્થાત્ બચી ગયાં. આ પાઠ મુશ્કેલ છે શું? સહજ છે ને. પછી ભૂલો છો કેમ? ઘણાં બાળકો એવું વિચારે છે કે ભૂલવાં ઇચ્છતાં નથી પરંતુ ભૂલી જવાય છે. કેમ ભૂલી જવાય? તો કહે લાંબા સમયનાં સંસ્કાર છે કે જૂનાં સંસ્કાર છે. પરંતુ જ્યારે મરજીવા બન્યાં તો મરવાનાં સમયે શું કરે છે? અગ્નિ સંસ્કાર કરો છો ને. તો જૂનાં નો સંસ્કાર કર્યો ત્યારે નવો જન્મ લીધો. જયારે સંસ્કાર કરી દીધો પછી જૂનાં સંસ્કાર ક્યાંથી આવ્યાં. જેમ શરીરનો સંસ્કાર કરો છો તો નામ-રુપ સમાપ્ત થઈ જાય છે. જો નામ પણ લેશે તો કહેશે ફલાણા હતાં. છે નહિ કહેશે. તો શરીરનો સંસ્કાર થવાનાં પછી શરીર સમાપ્ત થઈ ગયું. બ્રાહ્મણ જીવનમાં કોનો સંસ્કાર કરો છો? શરીર તો એજ છે. પરંતુ જૂનાં સંસ્કારો, જૂની સ્મૃતિઓનાં, સ્વભાવ નો સંસ્કાર કરો છો ત્યારે મરજીવા કહેવાવ છો. જ્યારે સંસ્કાર કરી દીધો તો જૂનાં સંસ્કાર ક્યાંથી આવ્યાં. જો સંસ્કાર કરેલ મનુષ્ય ફરીથી તમારી સામે આવી જાય તો તેને શું કહેશો? ભૂત કહેશો ને? તો આ પણ જૂનાં સંસ્કાર કરેલાં સંસ્કાર જો જાગૃત થઈ જાય તો શું કહેશો? આ પણ માયાનાં ભૂત કહેશું ને. ભૂતોને ભગાડાય છે ને. વર્ણન પણ નથી કરાતું. આ જૂનાં સંસ્કાર કહી ને પોતાને જ દગો આપે છે. જો તમને જૂની વાતો સારી લાગે છે તો વાસ્તવિક જૂનામાં જૂનાં આદિકાળનાં સંસ્કારોને યાદ કરો. આ તો મધ્યકાળનાં સંસ્કાર હતાં. આ જૂનામાં જૂનાં નથી. મધ્યને વચમાં કહે છે તો મધ્યકાળ અર્થાત્ વચ્ચે ને યાદ કરવું અર્થાત્ ભવર વચ્ચે પરેશાન થવું છે એટલે ક્યારેય પણ આવી કમજોરી ની વાતો નહીં વિચારો. સદા આજ બે શબ્દ યાદ રાખો બાલક સો માલિક બાળકપણું જ માલિકપણાને સ્વતઃ જ સ્મૃતિમાં લાવે છે. બાળક બનતા નથી આવડતું?

બાળક બનો અર્થાત્ બધાં બોઝથી હલકા બનો. ક્યારેક તમારું ક્યારેક મારું, આજ મુશ્કિલ બનાવી દે છે. જ્યારે કોઈ મુશ્કિલ અનુભવ કરો છો ત્યારે તો કહો છો તમારું કામ તમે જાણો. અને જ્યારે સહજ હોય છે તો મારું કહો છો. મારાપણું સમાપ્ત થવું અર્થાત્ બાળક સો માલિક બનવું. બાપ તો કહે છે બેગર (ગરીબ) બનો. આ શરીર રુપી ઘર પણ તમારું નથી. આ લોન મળેલું છે. ફક્ત ઈશ્વરીય સેવાનાં માટે બાબાએ લોન આપીને ટ્રસ્ટી બનાવ્યાં છે. આ ઈશ્વરીય અમાનત છે. તમે તો બધુંજ તારું કહીને બાપને આપી દીધું. આ વાયદો કર્યો ને કે ભૂલી ગયાં છો? વાયદો કર્યો છે કે અડધું તમારું અડધું મારું. જો તમારું કહેલું મારું સમજી કાર્યમાં લગાવો છો તો શું થશે? એમાં સુખ મળશે? સફળતા મળશે? એટલે અમાનત સમજી તમારું સમજી ચાલશો તો બાળક સો માલિકપણાની ખુશીમાં, નશામાં સ્વત: જ રહેશો. સમજ્યાં? તો આ પાઠ સદા પાક્કો રાખો. પાઠ પાક્કો કર્યો ને કે પોત-પોતાનાં સ્થાનો પર જઈને પછી ભૂલી જશો. અભૂલ બનો. અચ્છા!

સદા રુહાની નશામાં રહેવાવાળા બાળક સો માલિક બાળકોને સદા બાળકપણું અર્થાત્ બેફિકર બાદશાહપણા ની સ્મૃતિમાં રહેવાવાળા, સદા મળેલી અમાનતને ટ્રસ્ટી બની સેવામાં લગાવવા વાળા બાળકોને, સદા નવાં ઉમંગ, નવાં ઉત્સાહમાં રહેવાવાળા બાળકોને બાપદાદાનો યાદપ્યાર નમસ્તે.

વરદાન :-
વિશેષ શબ્દ ની સ્મૃતિ દ્વારા સંપૂર્ણતા ની મંજિલને પ્રાપ્ત કરવાવાળા સ્વ પરિવર્તક ભવ

સદા એજ સ્મૃતિમાં રહો કે અમે વિશેષ આત્મા છીએ, વિશેષ કાર્ય નાં નિમિત્ત છીએ અને વિશેષતા દેખાડવા વાળા છીએં. આ વિશેષ શબ્દ વિશેષ યાદ રાખો - બોલવાનું પણ વિશેષ, જોવાનું પણ વિશેષ, કરવાનું પણ વિશેષ, વિચારવાનું પણ વિશેષ.દરેક વાતમાં આ વિશેષ શબ્દ લાવવાથી સહજ સ્વ પરિવર્તક સો વિશ્વ પરિવર્તક બની જશો અને જે સંપૂર્ણતાને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે, તે મંઝિલને પણ સહજ પ્રાપ્ત કરી લેશો.


સ્લોગન :-
વિઘ્નો થી ગભરાવાનાં બદલે પેપર સમજીને તેને પાર કરો.