08-04-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમારે ફૂલ બની સૌને સુખ આપવાનું છે , ફૂલ બાળકો મુખ થી રત્ન નીકાળશે

પ્રશ્ન :-
ફૂલ બનવા વાળા બાળકો પ્રતિ ભગવાનની કઈ શિક્ષા છે, જેનાથી તે સદા સુગંધિત બન્યાં રહે?

ઉત્તર :-
હેં મારા ફૂલ બાળકો, તમે પોતાની અંદર જુઓ - કે મારા અંદર કોઇ આસુરી અવગુણ રુપી કાંટો તો નથી! જો અંદર કોઈ કાંટો છે તો જેમ બીજાનાં અવગુણ થી નફરત આવે છે તેમ પોતાના આસુરી અવગુણ થી નફરત કરો તો કાંટો નીકળી જશે. પોતાને જોતાં રહો - મનસા-વાચા-કર્મણા એવાં કોઈ વિકર્મ તો નથી થતાં, જેનો દંડ ભોગવવો પડે!

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ બેસી સમજાવે છે. આ સમયે આ રાવણ રાજ્ય હોવાનાં કારણે મનુષ્ય બધાં છે દેહ-અભિમાની એટલે એમને જંગલનો કાંટો કહેવાય છે. આ કોણ સમજાવે છે? બેહદનાં બાપ. જે હવે કાંટા ને ફૂલ બનાવી રહ્યાં છે. ક્યાંક-ક્યાંક માયા એવી છે જે ફૂલ બનતાં-બનતાં ફટ થી પછી કાંટા બનાવી દે છે. આને કહેવાય જ છે કાંટાઓનું જંગલ, આમાં અનેક પ્રકારનાં જનાવર માફક મનુષ્ય રહે છે. છે મનુષ્ય, પરંતુ એક-બીજા માં જનાવરો માફક લડતાં-ઝઘડતાં રહે છે. ઘર-ઘર માં ઝઘડા લાગેલાં છે. વિષય સાગર માં જ બધાં પડ્યાં છે, આ આખી દુનિયા ખુબ ભારે વિષ નો સાગર છે, જેમાં મનુષ્ય ગોતા ખાઇ રહ્યાં છે. આને જ પતિત ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. હમણાં તમે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. બાપને બાગવાન પણ કહેવાય છે. બાપ બેસી સમજાવે છે - ગીતામાં છે જ્ઞાનની વાતો અને પછી મનુષ્યોની ચલન કેવી છે - તે ભાગવત માં વર્ણન છે. શું-શું વાતો લખી દીધી છે. સતયુગ માં એવું થોડી કહેશે. સતયુગ તો છે જ ફૂલોનો બગીચો. હમણાં તમે ફૂલ બની રહ્યાં છો. ફૂલ બનીને પછી કાંટા બની જાઓ છો. આજે ખૂબ સારું ચાલે પછી માયાનાં તોફાન આવી જાય છે. બેઠાં-બેઠાં માયા શું હાલ કરી દે છે. બાપ કહેતાં રહે છે હું તમને વિશ્વનાં માલિક બનાવું છું. ભારતવાસીઓ ને કહે છે તમે વિશ્વનાં માલિક હતાં. કાલની વાત છે. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. એને કહેવાય જ છે ઈશ્વર નો બગીચો. જંગલ અહીયાં છે, પછી બગીચો પણ અહીંયા હશે ને. ભારત સ્વર્ગ હતું, એમાં ફૂલ જ ફૂલ હતાં. બાપ જ ફૂલોનો બગીચો બનાવે છે, ફૂલ બનતાં-બનતાં પછી સંગદોષ માં આવી ને ખરાબ થઈ જાય છે. બસ બાબા અમે તો લગ્ન કરીએ છીએ. માયા નો ભપકો જુએ છે ને. અહીંયા તો છે બિલકુલ શાંતિ. આ દુનિયા આખી છે જંગલ. જંગલ ને જરુર આગ લાગશે. તો જંગલમાં રહેવા વાળા પણ ખતમ થશે ને. એજ આગ લાગવાની છે જે ૫ હજાર વર્ષ પહેલાં લાગી હતી, જેનું નામ મહાભારત લડાઈ રાખ્યું છે. ઓટોમેટીક બોમ્બસ ની લડાઈ તો પહેલા યાદવોની જ લાગે છે. તે પણ ગાયન છે. સાયન્સ થી મિસાઈલ્સ બનાવી છે. શાસ્ત્રોમાં તો ખૂબ વાર્તાઓ છે. બાપ બાળકો ને સમજાવે છે - એમ કોઈ પેટ થી થોડી મુસળ વગેરે નીકળી શકે. હમણાં તમે જુઓ છો સાયન્સ દ્વારા કેટલાં બોમ્બસ વગેરે બનાવે છે. ફક્ત ૨ બોમ્બ જ લગાવ્યાં તો કેટલા શહેર ખતમ થઈ ગયાં. કેટલા મનુષ્ય મર્યા. લાખો મર્યા હશે. હવે આ આટલાં મોટા જંગલમાં કરોડો મનુષ્ય રહે છે, એમને આગ લાગવાની છે.

શિવબાબા સમજાવે છે, બાપ તો છતાં પણ રહેમદિલ છે. બાપને તો સૌનું કલ્યાણ કરવાનું છે. તો પણ જશે ક્યાં. જોશે બરાબર આગ લાગી છે તો પછી પણ બાપની શરણ લેશે. બાપ છે સર્વનાં સદ્દગતિ દાતા, પુનર્જન્મ રહિત. એમને પછી સર્વવ્યાપી કહી દે. હમણાં તમે છો સંગમયુગી. તમારી બુદ્ધિમાં બધું જ્ઞાન છે. મિત્ર-સંબંધીઓ વગેરે નાં સાથે પણ સંબંધ નિભાવવાનો છે. એમનામાં છે આસુરી ગુણ, તમારામાં છે દૈવી ગુણ. તમારું કામ છે બીજાઓને પણ આ જ શિખવાડવું. મંત્ર આપતાં રહો. પ્રદર્શની દ્વારા તમે કેટલું સમજાવો છો. ભારતવાસીઓનાં ૮૪ જન્મ પુરા થયાં છે. હવે બાપ આવ્યાં છે - મનુષ્ય થી દેવતા બનાવવાં અર્થાત્ નર્કવાસી મનુષ્યો ને સ્વર્ગવાસી બનાવે છે. દેવતા સ્વર્ગમાં રહે છે. હમણાં પોતાને આસુરી ગુણો થી નફરત આવે છે. પોતાને જોવાય છે, અમે દૈવીગુણો વાળા બન્યાં છીએ? અમારામાં કોઈ અવગુણ તો નથી? મનસા-વાચા-કર્મણા અમે કોઈ એવાં કર્મ તો નથી કર્યા જે આસુરી કામ હોય? અમે કાંટા ને ફૂલ બનાવવાનો ધંધો કરીએ છે કે નહીં? બાબા છે બાગવાન અને તમે બ્રહ્માકુમાર-કુમારીઓ છો માળી. અલગ-અલગ માળી પણ હોય છે. કોઈ તો અનાડી છે જે કોઈને આપ સમાન બનાવી નથી શકતાં. પ્રદર્શનીમાં બાગવાન તો નહીં જશે. માળી જશે. આ માળી પણ શિવબાબા નાં સાથે છે, એટલે આ પણ જઈ નથી શકતાં. તમે માળી જાઓ છો સર્વિસ કરવાનાં માટે. સારા-સારા માળી ને જ બોલાવે છે. બાબા પણ કહે છે અનાડી ને ન બોલાવો. બાબા નામ નથી બતાવતાં. થર્ડ ક્લાસ માળી પણ છે ને. બાગવાન પ્રેમ એમને કરશે જે સારા-સારા ફૂલ બનાવીને દેખાડશે. એનાં પર ભગવાન ખુશ પણ થશે. મુખ થી હંમેશા રત્ન નીકળતાં રહે છે. કોઈ રત્ન નાં બદલે પથ્થર નીકળશે તો બાબા શું કહેશે. શિવ પર અક નાં ફૂલ પણ ચઢે છે ને. તો કોઈ એવાં પણ ચઢે છે ને. ચલન તો જુઓ કેવી છે. કાંટા પણ ચઢે છે, ચઢીને પછી જંગલમાં ચાલ્યાં જાય છે. સતોપ્રધાન બનવાનાં બદલે વધારે જ તમોપ્રધાન બનતાં જાય છે. એમની પછી શું ગતિ થાય છે!

બાપ કહે છે - હું એક તો નિષ્કામી છું અને બીજું પર-ઉપકારી છું. પર-ઉપકાર કરું છું ભારત વાસીઓ પર, જે મારી ગ્લાની કરે છે. બાપ કહે છે - હું આ સમયે જ આવીને સ્વર્ગની સ્થાપના કરું છું. કોઇને કહો સ્વર્ગ ચાલો. તો કહે સ્વર્ગમાં તો અમે અહીંયા છીએ ને. અરે સ્વર્ગ હોય છે સતયુગ માં. કળયુગ માં પછી સ્વર્ગ ક્યાંથી આવ્યું. કળયુગ ને કહેવાય જ છે નર્ક. જૂની તમોપ્રધાન દુનિયા છે. મનુષ્યો ને ખબર જ નથી કે સ્વર્ગ ક્યાં હોય છે. સ્વર્ગ આકાશ માં સમજે છે. દેલવાડા મંદિરમાં પણ સ્વર્ગ ઉપર માં દેખાડયું છે. નીચે તપસ્યા કરી રહ્યાં છે. તો મનુષ્ય પણ એટલે કહી દે - ફલાણા સ્વર્ગ પધાર્યા. સ્વર્ગ ક્યાં છે? બધાં માટે કહી દે છે સ્વર્ગવાસી થયાં. આ છે જ વિષય સાગર. ક્ષીર સાગર વિષ્ણુપુરી ને કહેવાય છે. એમણે પછી પૂજા માટે એક મોટું તળાવ બનાવ્યું છે. એમાં વિષ્ણુને બેસાડ્યાં છે. હમણાં તમે બાળકો સ્વર્ગમાં જવાની તૈયારી કરી રહ્યાં છો. જ્યાં દૂધ ની નદીઓ હશે. હમણાં તમે બાળકો ફૂલ બનતા જાઓ. એવી કોઈ ચલન ક્યારેય ન ચાલવી જે કોઈ કહે, આ તો કાંટા છે. હંમેશા ફૂલ બનવાનાં માટે પુરુષાર્થ કરતાં રહો. માયા કાંટા બનાવી દે છે, એટલે પોતાની ખુબ-ખૂબ સંભાળ કરવાની છે.

બાપ કહે છે-ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. બાગવાન બાબા કાંટા થી ફૂલ બનાવવા આવ્યાં છે. જોવાનું છે અમે ફૂલ બન્યાં છીએ. ફૂલોને જ સર્વિસ માટે જ્યાં-ત્યાં બોલાવે છે. બાબા ગુલાબ નું ફૂલ મોકલો. દેખાઈ તો આવે છે ને-કોણ, કયું ફૂલ છે. બાપ કહે છે-હું આવું જ છું તમને રાજયોગ શીખવાડવાં. આ છે જ સત્ય નારાયણ ની કથા. સત્ય પ્રજાની નથી. રાજા રાણી બનશે તો પ્રજા પણ સમજદાર બનશે. હમણાં તમે સમજો છો રાજા રાણી તથા પ્રજા કેવી રીતે નંબરવાર બને છે. ગરીબ જેમનાં પાસે બે-પાંચ રુપિયા પણ નથી બચતા, તે શું આપશે. એમને પણ એટલું મળે છે, જેટલું હજાર આપવા વાળાને મળે છે. સૌથી વધારે ભારત ગરીબ છે. કોઈને પણ યાદ નથી કે અમે ભારતવાસી સ્વર્ગવાસી હતાં. દેવતાઓની મહિમા પણ ગાએ છે પરંતુ સમજી નથી શકતાં. જેમ દેડકા ટ્રો-ટ્રો કરે છે. બુલબુલ અવાજ કેટલો મીઠો કરે છે, અર્થ કાંઈ નથી. આજકાલ ગીતા સંભળાવવા વાળા કેટલાં છે. માતાઓ પણ નીકળી છે. ગીતા થી કયો ધર્મ સ્થાપન થયો? આ કાંઈ પણ નથી જાણતાં. થોડી રિદ્ધિ-સિદ્ધિ કોઈએ દેખાડી તો બસ, સમજશે આ ભગવાન છે. ગાએ છે પતિત-પાવન. તો પતિત છે ને. બાપ કહે છે-વિકારમાં જવું આ નંબરવન પતિતપણું છે. આ આખી દુનિયા પતિત છે. બધાં પોકારે છે - હેં પતિત-પાવન આવો. હવે એમને આવવાનું છે કે ગંગા સ્નાન કરવાથી પાવન બનવાનું છે? બાપ ને મનુષ્ય થી દેવતા બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. બાપ કહે છે મને યાદ કરો તો તમે કાંટા થી ફૂલ બની જશો. મુખ થી ક્યારેય પથ્થર નહીં કાઢો. ફૂલ બનો. આ પણ ભણતર છે ને. ચાલતાં-ચાલતાં ગ્રહચારી બેસી જાય છે તો ફેલ (નપાસ) થઈ જાય છે. હોપફુલ (આશાવાદી) થી હોપલેસ (નિરાશાવાદી) થઈ જાય છે. પછી કહે છે અમે બાબાની પાસે જઈએ. ઇન્દ્રની સભામાં ગંદા થોડી આવી શકે છે. આ ઇન્દ્રસભા છે ને. બ્રાહ્મણી જે લઈ આવે છે એનાં પર પણ ખૂબ જવાબદારી છે. વિકાર માં ગયાં તો બ્રાહ્મણી પર પણ બોજ પડશે, એટલે સંભાળીને કોઇને લઇ આવવાં જોઈએ. આગળ ચાલી તમે જોશો સાધુ-સંત વગેરે બધાં લાઈન માં ઉભાં રહી જશે. ભીષ્મ પિતામહ વગેરે નું નામ તો છે ને. બાળકોની ખૂબ વિશાળ બુદ્ધિ હોવી જોઈએ. તમે કોઈને પણ બતાવી શકો છો - ભારત ફૂલોનો બગીચો હતો. દેવી-દેવતાઓ રહેતા હતાં. હમણાં તો કાંટા બની ગયાં છે. તમારા માં ૫ વિકાર છે ને. રાવણ રાજ્ય એટલે જ જંગલ. બાપ આવીને કાંટા ને ફૂલ બનાવે છે. વિચાર કરવો જોઈએ - હમણાં અમે ગુલાબનાં ફૂલ ન બન્યાં તો જન્મ જન્માન્તર અક નાં ફૂલ જ બનશું. દરેકે પોતાનું કલ્યાણ કરવાનું છે. શિવબાબા પર થોડી મહેરબાની કરે છે. મહેરબાની તો પોતાનાં પર કરવાની છે. હવે શ્રીમત પર ચાલવાનું છે. બગીચામાં કોઈ જશે તો સુગંધિત ફૂલો ને જ જોશે. અક ને થોડી જોશે. ફૂલો નો શો (સજાવટ) હોય છે ને. આ પણ ફૂલોનો શો છે. ખુબ ભારે ઈનામ મળે છે. ખૂબ ફર્સ્ટક્લાસ ફૂલ બનવાનું છે. ખૂબ મીઠી ચલન જોઇએ. ક્રોધી સાથે ખુબ જ નમ્ર થઈ જવું જોઈએ. આપણે શ્રીમત પર પવિત્ર બની પવિત્ર દુનિયા સ્વર્ગનાં માલિક બનવા ઈચ્છીએ છીએ. યુક્તિયો તો ખૂબ હોય છે ને. માતાઓમાં ત્રિયા-ચરિત્ર ખૂબ હોય છે. ચતુરાઇ થી પવિત્રતામાં રહેવા માટે પુરુષાર્થ કરવાનો છે. તમે કહી શકો છો કે ભગવાનુવાચ કામ મહાશત્રુ છે, પવિત્ર બનો તો સતોપ્રધાન બની જશો. તો શું અમે ભગવાનનું ન માનીએ ! યુક્તિ થી પોતાને બચાવવું જોઈએ. વિશ્વનાં માલિક બનવા માટે થોડું સહન કર્યું તો શું થયું. પોતાનાં માટે તમે કરો છો ને. તે રાજાઈ માટે લડે છે તમે પોતાનાં માટે બધું કરો છો. પુરુષાર્થ કરવો જોઈએ. બાપ ને ભૂલી જવાથી જ પડો છો. પછી શરમ આવે છે. દેવતા કેવી રીતે બનશો. અચ્છા-

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા ની ગ્રહચારી થી બચવા માટે મુખ થી સદૈવ જ્ઞાન રત્ન નીકાળવાનાં છે. સંગદોષ થી પોતાની સંભાળ રાખવાની છે.

2. સુગંધિત ફૂલ બનવા માટે અવગુણો ને કાઢતા જવાનું છે. શ્રીમત પર ખૂબ-ખુબ નમ્ર બનવાનું છે. કામ મહાશત્રુ થી ક્યારેય પણ હાર નથી ખાવાની. યુક્તિ થી સ્વયંને બચાવવાનું છે.

વરદાન :-
સદા પાવરફુલ વૃત્તિ દ્વારા બેહદ ની સેવામાં તત્પર રહેવા વાળા હદની વાતો થી મુક્ત ભવ .

જેમ સાકાર બાપ ને સેવાનાં સિવાય કાંઈ પણ દેખાતું નહોતું, એમ આપ બાળકો પણ પોતાની પાવરફુલ વૃત્તિ દ્વારા બેહદની સેવા પર સદા તત્પર રહો તો હદની વાતો સ્વતઃ ખતમ થઈ જશે. હદની વાતો માં સમય આપવો - આ પણ ગુડ્ડીઓનો ખેલ છે જેમાં સમય અને શક્તિ વ્યર્થ જાય છે, એટલે નાની-નાની વાતો માં સમય કે જમા કરેલી શક્તિઓ વ્યર્થ નહીં ગુમાવો.

સ્લોગન :-
સેવામાં સફળતા પ્રાપ્ત કરવી છે તો બોલ અને ચાલ-ચલન પ્રભાવ શાળી હોય.