08-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ આંખો થી જે કંઈ જુઓ છો - આ બધું ખતમ થઈ જવાનું છે , એટલે આનાંથી બેહદ નો વૈરાગ , બાપ તમારા માટે નવી દુનિયા બનાવી રહ્યા છે”

પ્રશ્ન :-
આપ બાળકો નાં સાઈલેન્સ માં કયું રહસ્ય સમાયેલું છે?

ઉત્તર :-
જ્યારે તમે સાઈલેન્સ માં બેસો છો તો શાંતિધામ ને યાદ કરો છો. તમે જાણો છો સાઈલેન્સ એટલે જીતે જી મરવું. અહીં બાપ તમને સદ્દગુરુ નાં રુપમાં સાઈલેન્સ માં (શાંત) રહેતા શીખવાડે છે. તમે સાઈલેન્સ માં રહી પોતાનાં વિકર્મો ને દગ્ધ કરો છો. તમને જ્ઞાન છે કે હવે ઘરે જવાનું છે. બીજા સત્સંગો માં શાંતિ માં બેસે છે પરંતુ એમને શાંતિધામ નું જ્ઞાન નથી.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકીલધા રુહાની બાળકો પ્રતિ શિવબાબા બોલી રહ્યા છે. ગીતા માં છે શ્રીકૃષ્ણ બોલ્યાં, પરંતુ છે શિવબાબા બોલ્યાં, શ્રીકૃષ્ણ ને બાબાને નથી કહી શકાતાં. ભારતવાસીઓ ને ખબર છે કે પિતા બે હોય છે લૌકિક અને પારલૌકિક. પારલૌકિક ને પરમપિતા કહેવાય છે. લૌકિક ને પરમપિતા કહી ન શકાય. તમને કોઈ લૌકિક પિતા નથી સમજાવતાં. પારલૌકિક બાપ પારલૌકિક બાળકોને સમજાવે છે. પહેલાં-પહેલાં તમે જાઓ છો શાંતિધામ, જેને તમે મુક્તિધામ, નિર્વાણધામ, અથવા વાનપ્રસ્થ પણ કહો છો. હવે બાપ કહે છે - બાળકો, હવે જવાનું છે શાંતિધામ. ફક્ત એને જ કહેવાય છે ટાવર ઓફ સાઈલેન્સ. અહીં બેસતાં પહેલાં-પહેલાં શાંતિ માં બેસવાનું છે. કોઈ પણ સત્સંગ માં પહેલાં-પહેલાં શાંતિ માં બેસે છે. પરંતુ એમને શાંતિધામ નું જ્ઞાન નથી. બાળકો જાણે છે આપણે આત્માઓએ આ જૂનાં શરીર ને છોડી ઘરે જવાનું છે. કોઈ પણ સમય શરીર છૂટી જાય એટલે હવે બાપ જે ભણાવે છે, તે સારી રીતે ભણવાનું છે. એ સુપ્રીમ શિક્ષક પણ છે. એ સદ્દગતિ દાતા ગુરુ પણ છે, એમની સાથે યોગ લગાવવાનો છે. આ એક જ ત્રણેય સર્વિસ કરે છે. આવી રીતે બીજા કોઈ એક, ત્રણેય સર્વિસ નથી કરી શકતાં. આ એક બાપ સાઈલેન્સ પણ શીખવાડે છે. જીતે જી મરવું તેને સાઈલેન્સ કહેવાય છે. તમે જાણો છો આપણે હવે શાંતિધામ ઘરે જવાનું છે. જ્યાં સુધી પવિત્ર આત્માઓ નથી બન્યા, ત્યાં સુધી પાછા ઘરે કોઈ જઈ ન શકે. જવાનું તો બધાએ છે એટલે પાપ કર્મો ની અંત માં સજાઓ મળે છે, પછી પદ પણ ભ્રષ્ટ થઈ જાય છે. માની (રોટલી) અને મોચરો (સજા) પણ ખાવા પડે છે કારણ કે માયા થી હારે છે. બાપ આવે જ છે માયા પર જીત અપાવવાં. પરંતુ ભૂલ થી બાપ ને યાદ નથી કરતાં. અહીં તો એક બાપ ને જ યાદ કરવાના છે. ભક્તિ માર્ગ માં ખૂબ ભટકે છે, જેને માથું નમાવે છે એમને જાણતા નથી. બાપ આવીને ભટકવાથી છોડાવી દે છે. સમજાવાય છે જ્ઞાન છે દિવસ, ભક્તિ છે રાત. રાત્રે જ ધક્કા ખવાય છે. જ્ઞાન થી દિવસ અર્થાત્ સતયુગ-ત્રેતા. ભક્તિ એટલે રાત, દ્વાપર-કળિયુગ. આ છે આખા ડ્રામા નું ડ્યુરેશન (સમયગાળો). અડધો સમય દિવસ, અડધો સમય રાત. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓનો દિવસ અને રાત. આ બેહદ ની વાત છે. બેહદ નાં બાપ બેહદ નાં સંગમ પર આવે છે, એટલે કહેવાય છે શિવરાત્રી. મનુષ્ય આ નથી સમજતા કે શિવરાત્રી કોને કહેવાય છે? તમારા સિવાય એક પણ શિવરાત્રી નાં મહત્વ ને નથી જાણતા કારણ કે આ છે વચ્ચે. જ્યારે રાત પૂરી થાય, દિવસ શરુ થાય છે, આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. જૂની દુનિયા અને નવી દુનિયાની વચ્ચે. બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમયુગે-યુગે. એવું નથી યુગે-યુગે. સતયુગ-ત્રેતા નો સંગમ, એને પણ સંગમયુગ કહી દે છે. બાપ કહે છે આ ભૂલ છે.

શિવબાબા કહે છે મને યાદ કરો તો પાપ વિનાશ થશે, આને યોગ અગ્નિ કહેવાય છે. તમે બધાં બ્રાહ્મણ છો. યોગ શીખવાડો છો પવિત્ર થવા માટે. તે બ્રાહ્મણ લોકો કામ ચિતા પર ચઢાવે છે. એ બ્રાહ્મણો અને આપ બ્રાહ્મણોમાં રાત-દિવસ નો ફરક છે. તે છે કુખ વંશાવલી, તમે છો મુખ વંશાવલી. દરેક વાત સારી રીતે સમજવાની છે. આમ તો કોઈ પણ આવે છે એને સમજાવાય છે, બેહદ નાં બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને બેહદનાં બાપનો વારસો મળશે. પછી જેટલાં-જેટલાં દૈવીગુણ ધારણ કરશો અને કરાવશો એટલું ઊંચ પદ મેળવશો. બાપ આવે જ છે પતિતો ને પાવન બનાવવાં. તો તમારે પણ આ સર્વિસ કરવાની છે. પતિત તો બધાં છે. ગુરુ લોકો કોઈને પણ પાવન કરી ન શકે. પતિત-પાવન નામ શિવબાબા નું છે. એ આવે પણ અહીં છે. જ્યારે બધાં પૂરાં પતિત બની જાય છે ડ્રામા પ્લાન અનુસાર, ત્યારે બાપ આવે છે. પહેલાં-પહેલાં તો બાળકોને અલ્ફ સમજાવે છે. મને યાદ કરો. તમે કહો છો ને એ પતિત-પાવન છે. રુહાની બાપ ને કહેવાય છે પતિત-પાવન. કહે છે-હે ભગવાન, અથવા હે બાબા. પરંતુ પરિચય કોઈને પણ નથી. હમણાં તમને સંગમવાસીઓને પરિચય મળ્યો છે. તે છે નર્કવાસી. તમે નર્કવાસી નથી. હા, જો કોઈ હાર ખાય છે તો એકદમ નીચે પડે છે. કરેલી કમાણી ચટ થઈ જાય છે. મૂળ વાત છે પતિત થી પાવન થવાની. આ છે જ વિશશ દુનિયા. તે છે વાઈસલેસ દુનિયા, નવી દુનિયા, જ્યાં દેવતાઓ રાજ્ય કરે છે. હમણાં તમને બાળકોને ખબર પડી છે. પહેલાં-પહેલાં દેવતા જ સૌથી વધારે જન્મ લે છે. એમાં પણ જે પહેલાં-પહેલાં સૂર્યવંશી છે તે પહેલાં આવે છે, ૨૧ પેઢી વારસો મેળવે છે. કેટલો બેહદ નો વારસો છે -‌ પવિત્રતા-સુખ-શાંતિ નો. સતયુગ ને પૂરું સુખધામ કહેવાય છે. ત્રેતા છે સેમી કારણ કે બે કળા ઓછી થઈ જાય છે. કળા ઓછી થવાથી પ્રકાશ ઓછો થઈ જાય છે. ચંદ્રમાની પણ કળા ઓછી થવાથી પ્રકાશ ઓછો થઈ જાય છે. અંત માં બાકી લકીર (લીટી) જઈને બચે છે. નીલ (ખતમ) નથી થતું. તમારું પણ એવું છે - નીલ નથી થતાં. આને કહેવાય છે લોટ માં મીઠું.

બાપ આત્માઓને સમજાવે છે. આ છે આત્માઓ અને પરમાત્મા નો મેળો. આ બુદ્ધિ થી કામ લેવાય છે. પરમાત્મા ક્યારે આવે છે? જ્યારે ખૂબ આત્માઓ અથવા ખૂબ મનુષ્યો થઈ જાય છે ત્યારે પરમાત્મા મેળા માં આવે છે. આત્માઓ અને પરમાત્મા નો મેળો શા માટે લાગે છે? તે મેળો તો મેલા થવા માટે છે. આ સમયે તમે બાગવાન દ્વારા કાંટા થી ફૂલ બની રહ્યા છો. કેવી રીતે બનો છો? યાદ નાં બળ થી. બાપને કહેવાય છે સર્વશક્તિવાન્. જેવી રીતે બાપ સર્વશક્તિવાન્ છે તેવી રીતે રાવણ પણ ઓછો શક્તિવાન્ નથી. બાપ પોતે જ કહે છે માયા ખૂબ બળવાન છે, દુસ્તર છે. કહે છે બાબા અમે તમને યાદ કરીએ છીએ, માયા અમારી યાદ ને ભૂલાવી દે છે. એક-બીજા નાં દુશ્મન થયા ને? બાપ આવીને માયા પર જીત અપાવે છે, માયા પછી હરાવી દે છે. દેવતાઓ અને અસુરોનું યુદ્ધ દેખાડે છે. પરંતુ એવું કંઈ નથી. યુદ્ધ તો આ છે. તમે બાપ ને યાદ કરવાથી દેવતા બનો છો. માયા યાદ માં વિઘ્ન નાખે છે, ભણવામાં વિઘ્ન નથી નાખતી. યાદ માં જ વિઘ્ન પડે છે. વારંવાર માયા ભૂલાવી દે છે. દેહ-અભિમાની બનવાથી માયા ની થપ્પડ લાગી જાય છે. કામી જે હોય છે એમના માટે ખૂબ આકરા શબ્દ કહેવાય છે. આ છે જ રાવણ રાજ્ય. અહીં પણ સમજાવાય છે કે પાવન બનો તો પણ બનતા નથી. બાપ કહે છે-બાળકો, વિકાર માં નહીં જાઓ, કાળું મોઢું નહીં કરો. તો પણ લખે છે બાબા માયાએ હાર ખવડાવી દીધી અર્થાત્ કાળું મોઢું કરી બેઠાં. ગોરા અને સાંવરા છે ને? વિકારી કાળા અને નિર્વિકારી ગોરા હોય છે. શ્યામ-સુંદર નો પણ અર્થ તમારા સિવાય દુનિયામાં કોઈ નથી જાણતું. શ્રીકૃષ્ણ ને પણ શ્યામ-સુંદર કહે છે. બાપ એમનાં જ નામ નો અર્થ સમજાવે છે. સ્વર્ગ નાં ફર્સ્ટ નંબર પ્રિન્સ હતાં. સુંદરતા માં નંબરવન આ પાસ થાય છે. પછી પુનર્જન્મ લેતાં-લેતાં નીચે ઉતરતા-ઉતરતા કાળા બની જાય છે. તો નામ રાખ્યું છે શ્યામ-સુંદર. આ અર્થ પણ બાપ સમજાવે છે. શિવબાબા તો છે જ એવર સુંદર. એ આવીને આપ બાળકો ને સુંદર બનાવે છે. પતિત કાળા, પાવન સુંદર હોય છે. નેચરલ બ્યુટી હોય છે. આપ બાળકો આવ્યા છો કે અમે સ્વર્ગ નાં માલિક બનીએ. ગાયન પણ છે શિવ ભગવાનુવાચ, માતાઓ સ્વર્ગનાં દ્વાર ખોલે છે એટલે વંદે માતરમ્ ગવાય છે. વંદે માતરમ્, તો અંડરસ્ટુડ પિતા પણ છે. બાપ માતાઓની મહિમા ને વધારે છે. પહેલાં લક્ષ્મી, પછી નારાયણ. અહીં પછી પહેલાં મિસ્ટર, પછી મિસિસ. ડ્રામા નાં રહસ્ય એવા બનેલા છે. બાપ રચયિતા પહેલાં પોતાનો પરિચય આપે છે. એક છે હદનાં લૌકિક બાપ, બીજા છે બેહદનાં પારલૌકિક બાપ. બેહદ નાં બાપ ને યાદ કરે છે કારણ કે એમની પાસેથી બેહદનો વારસો મળે છે. હદ નો વારસો મળવા છતાં પણ બેહદ નાં બાપ ને યાદ કરે છે. બાબા તમે આવશો તો અમે બીજા સંગ તોડી એક તમારી સાથે જ જોડીશું. આ કોણે કહ્યું? આત્મા એ. આત્મા જ આ ઓર્ગન્સ દ્વારા પાર્ટ ભજવે છે. દરેક આત્મા જેવા-જેવા કર્મ કરે છે એવો-એવો જન્મ લે છે. સાહૂકાર ગરીબ બને છે. કર્મ છે ને? આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક છે. તેમણે શું કર્યુ? આ તો તમે જાણો છો અને તમે જ સમજાવી શકો છો.

બાપ કહે છે આ આંખો થી તમે જે કંઈ પણ જુઓ છો, એનાંથી વૈરાગ. આ તો બધું ખતમ થઈ જવાનું છે. નવું મકાન બનાવે છે તો પછી જૂનાં થી વૈરાગ આવી જાય છે. બાળકો કહેશે બાબાએ નવું મકાન બનાવ્યું છે, અમે એમાં જઈશું. આ જૂનાં મકાન તો તુટી-ફુટી જશે. આ છે બેહદની વાત. બાળકો જાણે છે બાપ આવ્યા છે સ્વર્ગની સ્થાપના કરવાં. આ જૂની છી-છી દુનિયા છે.

તમે બાળકો હમણાં ત્રિમૂર્તિ શિવ ની આગળ બેઠાં છો. તમે વિજય મેળવો છો. હકીકત માં તમારું આ ત્રિમૂર્તિ કોટ ઓફ ઑર્મસ છે. આપ બ્રાહ્મણોનો આ કુળ સૌથી ઊંચો છે. ચોટલી છે. આ રાજાઈ સ્થાપન થઈ રહી છે. આ કોટ ઓફ ઑર્મસ ને તમે બ્રાહ્મણ જ જાણો છો. શિવબાબા અમને બ્રહ્મા દ્વારા ભણાવે છે, દેવી-દેવતા બનાવવા માટે. વિનાશ તો થવાનો જ છે. દુનિયા તમોપ્રધાન બને છે તો નેચરલ કેલેમિટીઝ પણ મદદ કરે છે. બુદ્ધિ થી કેટલું સાયન્સ કાઢતા રહે છે. પેટ થી કોઈ મૂસળ નથી નીકળ્યાં. આ સાયન્સ નીકળે છે, જેનાથી આખાં કુળ ને ખતમ કરી દે છે. બાળકોને સમજાવ્યું છે ઊંચા માં ઊંચા છે શિવબાબા. પૂજા પણ કરવી જોઈએ એક શિવબાબા ની અને દેવતાઓની. બ્રાહ્મણો ની પૂજા થઈ નથી શકતી કારણ કે તમારો આત્મા ભલે પવિત્ર છે પરંતુ શરીર તો પવિત્ર નથી, એટલે પૂજન લાયક બની નથી શકતાં. મહિમા લાયક છો. જ્યારે પછી તમે દેવતા બનો છો તો આત્મા પણ પવિત્ર, શરીર પણ નવું પવિત્ર મળે છે. આ સમયે તમે મહિમા લાયક છો. વંદે માતરમ્ ગવાય છે. માતાઓની સેનાએ શું કર્યુ? માતાઓએ જ શ્રીમત પર જ્ઞાન આપ્યું છે. માતાઓ બધાને શ્રીમત પર જ્ઞાન આપે છે. માતાઓ બધાને જ્ઞાન અમૃત પીવડાવે છે. યથાર્થ રીતે તમે જ સમજો છો. શાસ્ત્રો માં તો ખૂબ કહાણીઓ લખેલી છે, તે બેસીને સંભળાવે છે. તમે સત્-સત્ કરતા રહો છો. તમે આ બેસીને સંભળાવો તો સત્-સત્ કહેશે. હમણાં તો તમે સત્-સત્ નહીં કહેશો. મનુષ્ય તો એવાં પથ્થરબુદ્ધિ છે જે સત્-સત્ કહેતા રહે છે. ગાયન પણ છે પથ્થર બુદ્ધિ અને પારસબુદ્ધિ. પારસ બુદ્ધિ એટલે પારસનાથ. નેપાળ માં કહે છે પારસનાથ નું ચિત્ર છે. પારસપુરી નાં નાથ આ લક્ષ્મી-નારાયણ છે. એમની રાજધાની છે. હવે મૂળ વાત છે રચયિતા અને રચના નાં રહસ્ય ને જાણવા, જેના માટે ઋષિ-મુનિ પણ નેતિ-નેતિ કરતા ગયા છે. હમણાં તમે બાપ દ્વારા બધુંજ જાણો છો અર્થાત્ આસ્તિક બનો છો. માયા રાવણ નાસ્તિક બનાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા સ્મૃતિ રહે કે આપણે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છીએ, આપણો સૌથી ઊંચ કુળ છે. આપણે પવિત્ર બનવાનું અને બનાવવાનાં છે.

2. યાદ માં ક્યારેય ભૂલ નથી કરવાની. દેહ-અભિમાન નાં કારણે જ માયા યાદ માં વિઘ્ન નાખે છે એટલે પહેલાં દેહ-અભિમાન ને છોડવાનું છે. યોગ અગ્નિ દ્વારા પાપ નાશ કરવાના છે.

વરદાન :-
સાધનો ની પ્રવૃત્તિ માં રહેતા કમળ ફૂલ સમાન ન્યારા અને પ્યારા રહેવા વાળા બેહદ નાં વૈરાગી ભવ

સાધન મળ્યા છે તો એને ખૂબ દિલ થી ઉપયોગ કરો, આ સાધન છે જ તમારા માટે, પરંતુ સાધનો ને મર્જ નહીં કરો. પૂરું બેલેન્સ હોય સાધન ખરાબ નથી, સાધન તો તમારા કર્મ નું, યોગ નું ફળ છે. પરંતુ સાધન ની પ્રવૃત્તિ માં રહેતા કમળફૂલ સમાન ન્યારા અને બાપ નાં પ્યારા બનો. યુઝ કરવા છતાં એનાં પ્રભાવ માં નહીં આવો. સાધનો માં બેહદની વૈરાગ વૃત્તિ મર્જ ન થાય. પહેલાં સ્વયં માં એને ઈમર્જ કરો પછી વિશ્વ માં વાયુમંડળ ફેલાવો.

સ્લોગન :-
પરેશાન ને પોતાની શાન માં સ્થિત કરી દેવા જ સૌથી ઊંચી સેવા છે.