08-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બાબા આવ્યા છે આપ બાળકોની અવિનાશી કમાણી કરાવવાં , હમણાં તમે જ્ઞાન રત્નોની જેટલી કમાણી કરવા ઈચ્છો કરી શકો છો

પ્રશ્ન :-
આસુરી સંસ્કારો ને બદલી દૈવી સંસ્કારો બનાવવાં માટે કયો વિશેષ પુરુષાર્થ જોઈએ?

ઉત્તર :-
સંસ્કારોને બદલવા માટે જેટલું થઈ શકે દેહી-અભિમાની રહેવાનો અભ્યાસ કરો. દેહ-અભિમાન માં આવવાથી જ આસુરી સંસ્કાર બને છે. બાપ આસુરી સંસ્કારો ને દૈવી સંસ્કાર બનાવવાં માટે આવ્યાં છે, પુરુષાર્થ કરો પહેલાં હું દેહી આત્મા છું, પછી આ શરીર છે.

ગીત :-
તૂને રાત ગવાઈ સો કે.

ઓમ શાંતિ!
આ ગીત તો બાળકો એ અનેક વખત સાંભળ્યું છે. રુહાની બાળકો પ્રતિ રુહાની બાપ સાવધાની આપતાં રહે છે કે આ સમય ગુમાવવાનો નથી. આ સમય ખુબ ભારે કમાણી કરવાનો છે. કમાણી કરાવવાં માટે જ બાપ આવેલાં છે. કમાણી પણ અથાહ છે, જેને જેટલી કમાણી કરવી હોય એટલી કરી શકે છે. આ છે અવિનાશી જ્ઞાન રત્નો થી ઝોલી ભરવાની કમાણી. આ છે ભવિષ્યનાં માટે. તે છે ભક્તિ, આ છે જ્ઞાન. મનુષ્ય આ નથી જાણતા કે ભક્તિ ત્યારે શરુ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરુ થાય છે. પછી જ્ઞાન ત્યારે શરુ થાય છે જ્યારે બાપ આવીને રામરાજ્ય સ્થાપન કરે છે. જ્ઞાન છે જ નવી દુનિયાનાં માટે, ભક્તિ છે જૂની દુનિયાનાં માટે. હવે બાપ કહે છે પહેલાં તો પોતાને દેહી (આત્મા) સમજવાનું છે. આપ બાળકો ની બુદ્ધિમાં છે - આપણે પહેલાં આત્મા છીએ, પછી શરીર છે. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર મનુષ્ય બધાં ખોટા થઈ ગયાં છે એટલે ઉલટું સમજી લીધું છે કે પહેલા અમે દેહ છીએ પછી દેહી છીએ. બાપ કહે છે આ તો વિનાશી છે. આને તમે લો છો અને છોડો છો. સંસ્કાર આત્મામાં રહે છે. દેહ-અભિમાનમાં આવવાથી સંસ્કાર આસુરી બની જાય છે. પછી આસુરી સંસ્કારોને દૈવી બનાવવાં માટે બાપએ આવવું પડે છે. આ બધી રચના એ એક રચતા બાપની જ છે. એમને બધાં ફાધર કહે છે. જેમ લૌકિક બાપને પણ ફાધર જ કહેવાય છે. બાબા અને મમ્મા આ બંને અક્ષર ખૂબ મીઠા છે. રચતા તો બાપને જ કહેશે. એ પહેલા માં ને એડોપ્ટ (દત્તક) કરે છે પછી રચના રચે છે. બેહદ નાં બાપ પણ કહે છે કે હું આવીને આમના માં પ્રવેશ કરું છું, આમનું નામ પ્રખ્યાત છે. કહે પણ છે ભાગીરથ. મનુષ્યનું જ ચિત્ર દેખાડે છે. કોઈ બળદ વગેરે નથી. ભાગીરથ મનુષ્યનું તન છે. બાપ જ આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે. તમે હંમેશા કહો અમે બાપદાદા ની પાસે જઈએ છે. ફક્ત બાપ કહેશો તો એ નિરાકાર થઈ જાય. નિરાકાર બાપની પાસે તો ત્યારે જઈ શકશો જ્યારે શરીર છોડો, આમ તો કોઈ પણ જઈ નથી શકતું. આ નોલેજ બાપ જ આપે છે. આ નોલેજ છે પણ બાપ ની પાસે. અવિનાશી જ્ઞાન રત્નોનો ખજાનો છે. બાપ છે જ્ઞાન રત્નોનાં સાગર. પાણી ની વાત નથી. જ્ઞાન રત્નોનો ભંડારો છે. એમનામાં નોલેજ છે. નોલેજ પાણીને નથી કહેવાતું. જેમ મનુષ્યને બેરિસ્ટરી, ડોક્ટરી વગેરે નું નોલેજ હોય છે, આ પણ નોલેજ છે. આ નોલેજ માટે જ ઋષિ-મુની વગેરે બધાં કહેતાં હતાં કે રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું નોલેજ અમે નથી જાણતાં. એ તો એક રચતા જ જાણે. ઝાડ નું બીજ રુપ પણ એ જ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું નોલેજ એમનામાં છે. એ જ્યારે આવે ત્યારે સંભળાવે. હમણાં તમને નોલેજ મળ્યું છે તો તમે આ નોલેજ થી દેવતા બનો છો. નોલેજ લઈને પછી પ્રાલબ્ધ પામો છો. ત્યાં પછી આ નોલેજ ની દરકાર નહીં રહેશે. એવું નથી કે દેવતાઓ માં આ જ્ઞાન નથી તો અજ્ઞાની છે. ના, તેઓ તો આ નોલેજ થી પદ પ્રાપ્ત કરી લે છે. બાપ ને પોકારે જ છે કે બાબા આવો, અમે પતિત થી પાવન કેવી રીતે બનીએ, એનાં માટે રસ્તો અથવા નોલેજ બતાવો કારણ કે જાણતાં નથી. હમણાં તમે જાણો છો આપણે આત્માઓ શાંતિધામ થી આવ્યાં છીએ. ત્યાં આત્માઓ શાંતિ માં રહે છે. અહીંયા આવે છે પાર્ટ ભજવવાં. આ જૂની દુનિયા છે, તો જરુર નવી દુનિયા હતી. તે ક્યારે હતી, કોણ રાજ્ય કરતાં હતાં-આ કોઈ નથી જાણતું. તમે હમણાં બાપ દ્વારા જાણ્યું છે. બાપ છે જ જ્ઞાનનાં સાગર, સદ્દગતિ દાતા. એમને જ પોકારે છે કે બાબા આવીને અમારાં દુઃખ હરો, સુખ-શાંતિ આપો. આત્મા જાણે છે પરંતુ તમોપ્રધાન થઇ ગઇ છે એટલે ફરીથી બાપ આવીને પરિચય આપી રહ્યાં છે. મનુષ્ય ન આત્માને, ન પરમાત્માને જાણે છે. આત્મા ને જ્ઞાન જ નથી જે પરમાત્મ-અભિમાની બને. પહેલાં તમે પણ જાણતાં નહોતાં. હમણાં જ્ઞાન મળ્યું છે તો સમજે છે બરોબર સૂરત (ચહેરો) મનુષ્યની હતી અને સીરત (આદત) વાંદરાની હતી.

હમણાં બાપે નોલેજ આપ્યું છે તો આપણે પણ નોલેજફુલ બની ગયાં છીએ. રચતા અને રચનાનું જ્ઞાન મળ્યું છે. તમે જાણો છો આપણને ભગવાન ભણાવે છે, તો કેટલો નશો રહેવો જોઈએ. બાબા છે જ્ઞાનનાં સાગર, એમનામાં બેહદનું જ્ઞાન છે. તમે કોઈની પાસે પણ જાઓ-સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન તો શું પરંતુ આપણે આત્મા શું વસ્તુ છીએ, તે પણ નથી જાણતાં. બાપને યાદ પણ કરે છે, દુઃખ હર્તા સુખ કર્તા, તો પણ ઈશ્વર સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે ડ્રામા અનુસાર તેમનો કોઈ પણ દોષ નથી. માયા બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દે છે. કીડા ને પછી ગંદકીમાં જ સુખ ભાસે છે. બાપ આવે છે ગંદકી થી નીકાળવાં. મનુષ્ય દલદલ માં ફસાયેલાં છે. જ્ઞાનની ખબર જ નથી તો શું કરે. દુબન (નર્ક) માં ફસાયેલાં છે પછી તેને નીકળવાની મુશ્કેલ થઈ જાય છે. નીકાળીને અડધા-પોણા સુધી લઈ જાય તો પણ હાથ છોડાવી નીચે પડે છે. ઘણાં બાળકો તો બીજાઓને જ્ઞાન આપતાં-આપતાં સ્વયં જ માયાનો થપ્પડ ખાઈ લે છે કારણ કે બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) નાં વિરુદ્ધ કાર્ય કરી લે છે. બીજાઓને નીકાળવાની કોશિશ કરતા, પોતે નીચે પડે છે પછી તેમને નીકાળવામાં કેટલી મહેનત થાય છે કારણ કે માયા થી હારી જાય છે. તેમને પોતાનું પાપ જ અંદર ખાય છે. માયા ની લડાઈ છે ને. હમણાં તમે યુદ્ધ નાં મેદાન પર છો. તે છે બાહુબળ થી લડવાવાળી હિંસક સેનાઓ. તમે છો અહિંસક. તમે રાજ્ય લો છો અહિંસાથી. હિંસા બે પ્રકારની હોય છે ને. એક છે કામ કટારી ચલાવવી અને બીજી હિંસા છે કોઈને મારવું-પીટવું. તમે હમણાં ડબલ અહિંસક બનો છો. આ જ્ઞાન બળ ની લડાઈ કોઈ નથી જાણતું. અહિંસા કોને કહેવાય આ કોઈ નથી જાણતું. ભક્તિ માર્ગની સામગ્રી કેટલી અધિક છે. ગાએ પણ છે પતિત-પાવન આવો પરંતુ હું કેવી રીતે આવીને પાવન બનાવું છું - આ કોઈ નથી જાણતું. ગીતામાં જ ભૂલ કરી દીધી છે જે મનુષ્ય ને ભગવાન કહી દીધાં છે. શાસ્ત્ર મનુષ્યોએ જ બનાવ્યાં છે. મનુષ્ય જ વાંચે છે. દેવતાઓને તો શાસ્ત્ર વાંચવાની દરકાર નથી. ત્યાં કોઈ શાસ્ત્ર નથી હોતાં. જ્ઞાન, ભક્તિ પછી છે વૈરાગ્ય. કોનો વૈરાગ્ય? ભક્તિ નો, જૂની દુનિયાનો વૈરાગ્ય છે. જૂનાં શરીરનો વૈરાગ્ય છે. બાપ કહે છે આ આંખો થી જે કાંઈ જુઓ છો તે નહીં રહેશે. આ આખી છી-છી દુનિયા થી વૈરાગ્ય છે. બાકી નવી દુનિયાનો તમે દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર કરો છો. તમે ભણો છો જ નવી દુનિયાનાં માટે. આ ભણતર કાંઈ આ જન્મનાં માટે નથી. બીજા જે પણ ભણતર છે, તે હોય છે એ જ સમય એ જ જન્મનાં માટે. હવે તો છે સંગમ એટલે તમે જે ભણો છો તેની પ્રાલબ્ધ તમને નવી દુનિયામાં મળે છે. બેહદનાં બાપ થી કેટલી મોટી પ્રાલબ્ધ તમને મળે છે! બેહદનાં બાપ થી બેહદ સુખની પ્રાપ્તિ થાય છે. તો બાળકોએ પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલવું જોઈએ. બાપ છે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ. એમનાથી તમે શ્રેષ્ઠ બનો છો. એ તો સદૈવ છે જ શ્રેષ્ઠ. તમને શ્રેષ્ઠ બનાવે છે. ૮૪ જન્મ લેતાં-લેતાં ફરી તમે ભ્રષ્ટ બની જાઓ છો. બાપ કહે છે હું તો જન્મ-મરણ માં નથી આવતો. હું હમણાં ભાગ્યશાળી રથ માં જ પ્રવેશ કરું છું, જેમને આપ બાળકોએ ઓળખ્યાં છે. તમારું હમણાં નાનું ઝાડ છે. ઝાડને તોફાન પણ લાગે છે ને. પત્તા ખરતાં રહે છે. અસંખ્ય ફૂલ નીકળે છે પછી તોફાન લાગવાથી નીચે પડે છે. કોઈ-કોઈ સારી રીતે ફળ લાગી જાય છે તો પણ માયાનાં તોફાનથી નીચે પડે છે. માયાનું તોફાન ખૂબ તેજ છે. તે તરફ છે બાહુબળ, આ તરફ યોગબળ અથવા યાદનું બળ. તમે યાદ અક્ષર પાક્કો કરી લો. તે લોકો યોગ-યોગ અક્ષર કહેતાં રહે છે. તમારી છે યાદ. હરતાં-ફરતાં બાપ ને યાદ કરો છો, આને યોગ નહીં કહેશું. યોગ અક્ષર સન્યાસીઓનો નામીગ્રામી છે. અનેક પ્રકારનાં યોગ શીખવાડે છે. બાપ કેટલું સહજ બતાવે છે-ઉઠતાં-બેસતાં, હરતાં-ફરતાં બાપ ને યાદ કરો. તમે અડધાકલ્પ નાં આશિક છો. મને યાદ કરતા આવ્યાં છો. હવે હું આવ્યો છું. આત્માને કોઈ પણ નથી જાણતું એટલે બાપ આવીને રિયલાઇઝ (યાદ) કરાવે છે. આ પણ સમજવાની ખુબ મહીન (સુક્ષ્મ) વાતો છે. આત્મા અતિ સૂક્ષ્મ અને અવિનાશી છે. ન આત્મા વિનાશ થવાની છે, ન એનો પાર્ટ વિનાશ થઈ શકે છે. આ વાતો મોટી બુદ્ધિવાળા મુશ્કિલ થી સમજી શકે છે. શાસ્ત્રોમાં પણ આ વાતો નથી.

આપ બાળકોએ બાપ ને યાદ કરવાની ખૂબ મહેનત કરવી પડે છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. બાકી વિનાશ કાળે પ્રીત બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ આ યાદનાં માટે કહેવાય છે. યાદ સારી છે તો પ્રીત બુદ્ધિ કહેવાય છે. પ્રીત પણ અવ્યભિચારી જોઈએ. પોતાને પૂછવાનું છે - અમે બાબા ને કેટલું યાદ કરીએ છીએ? આ પણ સમજે છે બાબા થી પ્રીત રાખતાં-રાખતાં કર્માતીત અવસ્થા થશે ત્યારે આ શરીર છૂટશે અને લડાઈ લાગશે. જેટલી બાપથી પ્રીત હશે તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. પરીક્ષા તો એક જ સમયે થશે ને. જ્યારે પૂરો સમય આવે છે, બધાની પ્રીત બુદ્ધિ થઈ જાય છે, એ સમયે પછી વિનાશ થાય છે. ત્યાં સુધી ઝઘડા વગેરે થતાં રહે છે. વિલાયત વાળા પણ સમજે છે હમણાં મોત સામે છે, કોઈ પ્રેરક છે, જે અમારા થી બોમ્બસ બનાવડાવે છે. પરંતુ કરી શું શકે. ડ્રામા ની નોંધ છે ને. પોતાનાં જ સાયન્સ (વિજ્ઞાન) બળથી પોતાનાં કુળનું મોત લાવે છે. બાળકો કહે છે પાવન દુનિયામાં લઈ જાઓ, તો શરીરોને થોડી લઈ જશે. બાપ કાળોનાં કાળ છે ને. આ વાતો કોઈ નથી જાણતું. ગવાયેલું છે મિરુઆ મોત મલુકા શિકાર. તેઓ કહે છે વિનાશ બંધ થઈ જાય, શાંતિ થઈ જાય. અરે, વિનાશ વગર સુખ-શાંતિ કેવી રીતે સ્થાપન થશે એટલે ચક્ર પર જરુર સમજાવો. હમણાં સ્વર્ગનાં દ્વાર ખુલી રહ્યાં છે. બાબાએ કહ્યું છે આનાં પર પણ એક પુસ્તક છપાવો - ગેટ વે ટૂ શાંતિધામ-સુખધામ. આનો અર્થ પણ નહિં સમજશે. છે ખૂબ સહજ, પરંતુ કોટો માં કોઈ મુશ્કેલ સમજે છે. તમારે પ્રદર્શની વગેરેમાં ક્યારેય દિલશિકસ્ત ન થવું જોઈએ. પ્રજા તો બને છે ને. મંઝિલ મોટી છે, મહેનત લાગે છે. મહેનત છે યાદ ની. એમાં ખૂબ ફેલ (નપાસ) થાય છે. યાદ પણ અવ્યભિચારી જોઈએ. માયા ઘડી-ઘડી ભુલાવી દે છે. મહેનત વગર થોડી કોઈ વિશ્વનાં માલિક બની શકે છે. પૂરો પુરુષાર્થ કરવો જોઈએ-આપણે સુખધામ નાં માલિક હતાં. અનેક વખત ચક્ર લગાવ્યું છે. હવે બાપને યાદ કરવાનાં છે. માયા ખૂબ વિઘ્ન નાખે છે. બાબાની પાસે સર્વિસ (સેવા) નાં પણ સમાચાર આવે છે. આજે વિદ્વત મંડળીને સમજાવ્યું, આજે આ કર્યું.ડ્રામા અનુસાર માતાઓનું નામ પ્રસિદ્ધ થવાનું છે. આપ બાળકોએ આ ખ્યાલ રાખવાનો છે, માતાઓને આગળ કરવાની છે. આ છે ચૈતન્ય દિલવાડા મંદિર. તમે ચૈતન્ય માં બની જશો પછી તમે રાજ્ય કરતાં રહેશો. ભક્તિમાર્ગ નાં મંદિર વગેરે રહેશે નહીં. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપથી અવ્યભિચારી પ્રીત રાખતાં-રાખતાં કર્માતીત અવસ્થાને પામવાની છે. આ જૂની દેહ અને જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ્ય હોય.

2. કોઈ પણ કર્તવ્ય બાપનાં ડાયરેક્શન (માર્ગદર્શન) નાં વિરુદ્ધ નથી કરવાનું. યુદ્ધ નાં મેદાનમાં ક્યારે પણ હાર નથી ખાવાની. ડબલ અહિંસક બનવાનું છે.

વરદાન :-
પોતાની રુહાની લાઈટસ ( પ્રકાશ ) દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરવાની સેવા કરવા વાળા સહજ સફળતામૂર્ત ભવ

જેમ સાકાર સૃષ્ટિ માં જેવા રંગની લાઇટ લગાવો છો તેવું વાતાવરણ થઈ જાય છે. જો લીલી લાઈટ હોય છે તો ચારે તરફ એજ પ્રકાશ છવાઈ જાય છે. લાલ લાઈટ લગાવો છો તો યાદ નું વાયુમંડળ બની જાય છે. જ્યારે સ્થૂળ લાઈટ વાયુમંડળ ને પરિવર્તન કરી દે છે તો તમે લાઈટ હાઉસ પણ પવિત્રતાની લાઈટ અથવા સુખની લાઈટ થી વાયુમંડળ પરિવર્તન કરવાની સેવા કરો તો સફળતામૂર્ત બની જશો. સ્થૂળ લાઈટ આંખો થી જુએ છે, રુહાની લાઈટ અનુભવ થી જાણશે.

સ્લોગન :-
વ્યર્થ વાતો માં સમય અને સંકલ્પ ગુમાવવો - આ પણ અપવિત્રતા છે.