08-05-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 31.12.90
બાપદાદા મધુબન
“ તપસ્યા જ મોટા માં મોટો
સમારોહ છે , તપસ્યા અર્થાત્ બાપ સાથે મોજ મનાવવી ”
આજે બાપદાદા ચારેય
તરફ નાં સર્વ નવાં જ્ઞાન દ્વારા દરેક સમયે નવું જીવન, નવી વૃત્તિ, નવી દૃષ્ટિ, નવી
સૃષ્ટિ અનુભવ કરવા વાળા બાળકોને મહોબ્બત ની મુબારક આપી રહ્યાં છે. આ સમયે ચારેય
તરફનાં બાળકો પોતાનાં દિલ રુપી દૂરદર્શન દ્વારા વર્તમાન સમય નાં દિવ્ય દૃશ્ય ને જોઈ
રહ્યાં છે. બધાંનો એક જ સંકલ્પ દૂર હોવા છતાં સમીપ અનુભવ કરવાનો છે. બાપદાદા પણ બધાં
બાળકોને જોઈ રહ્યાં છે. બધાનાં નવાં ઉમંગ-ઉત્સાહ નાં દિલની મુબારકો નાં સાજ (સૂર)
સાંભળી રહ્યાં છે. બધાનાં વિભિન્ન સ્નેહ ભરેલા સાજ ખૂબજ સુંદર છે એટલે બધાંને
સાથે-સાથે રિટર્ન રિસ્પોન્ડ કરી (જવાબ આપી) રહ્યાં છે. નવાં વર્ષ ની, નવાં
ઉમંગ-ઉત્સાહ ની દરેક સમયે પોતાનામાં દિવ્યતા લાવવાની સદા ની મુબારક છે. ફક્ત આજે નવાં
વર્ષ નાં કારણે મુબારક નથી, પરંતુ અવિનાશી બાપની અવિનાશી પ્રીત નિભાવવા વાળા બાળકો
પ્રતિ સંગમયુગ જ દરેક ઘડી જીવન માં નવીનતા લાવવા વાળી છે એટલે દરેક ઘડી અવિનાશી
બાપની અવિનાશી મુબારક છે. બાપદાદા ની વિશેષ ખુશીઓ ભરેલી વધાઈઓ થી સર્વ બ્રાહ્મણ
વૃદ્ધિ ને પ્રાપ્ત કરી રહ્યાં છે. બ્રાહ્મણ જીવનની પાલના નો આધાર વધાઈઓ છે. વધાઈઓ
ની ખુશીથી જ આગળ વધતાં જઈ રહ્યાં છો. બાપનાં સ્વરુપ માં દરેક સમયે વધાઈઓ છે. શિક્ષક
નાં સ્વરુપ થી દરેક સમયે શાબાશ-શાબાશ નાં બોલ પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) બનાવી
રહ્યાં છે સદ્દગુરુ નાં રુપમાં દરેક શ્રેષ્ઠ કર્મ ની દુવાઓ સહજ અને મોજવાળું જીવન
અનુભવ કરાવી રહ્યાં છે એટલે પદમાપદમ ભાગ્યવાન છો. ભાગ્યવિધાતા ભગવાન નાં બાળકો બની
ગયાં અર્થાત્ સંપૂર્ણ ભાગ્ય નાં અધિકારી બની ગયાં. લોકો તો વિશેષ દિવસ પર વિશેષ
મુબારક આપે છે અને તમને ફક્ત નવાં વર્ષ ની મુબારક મળે છે શું? પહેલી તારીખ થી બીજી
તારીખ થઈ જશે તો મુબારક પણ ખતમ થઈ જશે શું? તમારા માટે દરેક સમય, દરેક ઘડી વિશેષ
છે. સંગમયુગ છે જ વિશેષ યુગ, મુબારકો નો યુગ. અમૃતવેલાએ દરરોજ બાપ થી મુબારક લો છો
ને! આ તો નિમિત્ત માત્ર દિવસ ને મનાવો છો. પરંતુ સદા યાદ રાખો કે દરેક ઘડી મોજો ની
ઘડી છે. મોજ જ મોજ છે ને? કોઈ પૂછે તમારા જીવનમાં શું છે? તો શું જવાબ આપશો? મોજ જ
મોજ છે ને! આખાં કલ્પની મોજ આ જીવનમાં અનુભવ કરો છો કારણ કે બાપ સાથે મિલન ની મોજ
નો અનુભવ આખાં કલ્પ નાં રાજ્ય અધિકારી અને પૂજ્ય અધિકારી બંને નો અનુભવ કરાવે છે.
પૂજ્યપણા ની મોજ અને રાજ્ય કરવાની મોજ - બંને નું જ્ઞાન હમણાં છે, એટલે મોજ હમણાં
છે.
આ વર્ષે શું કરશો?
નવીનતા કરશો ને! આ વર્ષ ને સમારોહ વર્ષ મનાવજો. વિચારી રહ્યાં છો તપસ્યા કરવાની છે
કે સમારોહ મનાવવાનો છે? તપસ્યા જ મોટાં માં મોટો સમારોહ છે કારણ કે હઠયોગ તો કરવાનો
નથી. તપસ્યા અર્થાત્ બાપ સાથે મોજ મનાવવી. મિલન ની મોજ, સર્વ પ્રાપ્તિઓ ની મોજ,
સમીપતા નાં અનુભવ ની મોજ, સમાન સ્થિતિ ની મોજ. તો આ સમારોહ થયો ને. સેવા નાં
મોટાં-મોટાં સમારોહ નહીં કરો, પરંતુ તપસ્યા નું વાતાવરણ વાણી નાં સમારોહ થી પણ વધારે
આત્માઓ ને બાપની તરફ આકર્ષિત કરશે. તપસ્યા રુહાની ચુંબક છે જે આત્માઓ ને શાંતિ અને
શક્તિનો દૂર થી અનુભવ થશે. તો પોતાનામાં શું નવીનતા લાવશો? નવીનતા જ બધાંને પ્રિય
લાગે છે ને. તો સદૈવ પોતાને ચેક કરો કે આજ નાં દિવસે મન્સા અર્થાત્ સ્વયં ની સંકલ્પ
શક્તિ માં વિશેષ શું વિશેષતા લાવ્યાં? અને અન્ય આત્માઓનાં પ્રતિ મન્સા સેવા અર્થાત્
શુભભાવના, શુભકામના ની વિધિ દ્વારા કેટલી વૃદ્ધિ પ્રાપ્ત કરી? અર્થાત્ શ્રેષ્ઠતા ની
નવીનતા શું લાવ્યાં? સાથે-સાથે બોલ માં મધુરતા, સંતુષ્ટતા, સરળતા ની નવીનતા કેટલી
લાવ્યાં? બ્રાહ્મણ આત્માઓનાં બોલ સાધારણ બોલ નથી હોતાં. બોલ માં આ ૩ વાતો માંથી
પોતાને અને અન્ય આત્માઓને અનુભૂતિ થાય. આને કહેવાય નવીનતા. સાથે દરેક કર્મમાં નવીનતા
અર્થાત્ દરેક કર્મ સ્વ પ્રતિ તથા અન્ય આત્માઓ પ્રતિ પ્રાપ્તિ નો અનુભવ કરાવે. કર્મ
નું પ્રત્યક્ષફળ તથા ભવિષ્ય જમાનું ફળ અનુભવ થાય. વર્તમાન સમયે પ્રત્યક્ષફળ સદા ખુશી
અને શક્તિ ની પ્રસન્નતા ની અનુભૂતિ થાય અને ભવિષ્ય જમા નો અનુભવ થાય. તો સદૈવ પોતાને
ભરપૂર સંપન્ન અનુભવ કરશો. કર્મ રુપી બીજ પ્રાપ્તિ નાં વૃક્ષ થી ભરપૂર હોય. ખાલી ન
થાય. ભરપૂર આત્માનો નેચરલ (કુદરતી) નશો અલૌકિક હોય છે. તો એવાં નવીનતા નાં કર્મ
કર્યા? સાથે સંબંધ-સંપર્ક એમાં નવીનતા શું લાવવાની છે?
આ વર્ષે દાતા નાં
બાળકો માસ્ટર દાતા - આ સ્મૃતિ સ્વરુપ માં અનુભવ કરો. ભલે બ્રાહ્મણ આત્મા હોય, કે
સાધારણ આત્મા હોય પરંતુ જેનાં પણ સંબંધ-સંપર્ક માં આવો, એ આત્માઓ ને માસ્ટર દાતા
દ્વારા પ્રાપ્તિનો અનુભવ થાય. ભલે હિંમત મળે, ભલે ઉમંગ-ઉત્સાહ મળે, કે શાંતિ અથવા
શક્તિ મળે, સહજ વિધિ મળે, ખુશી મળે - અનુભવ ની વૃદ્ધિ ની અનુભૂતિ થાય. દરેક ને કાંઈ
ને કાંઈ આપવાનું છે, લેવાનું નથી, આપવાનું છે. આપવામાં લેવાનું સમાયેલું છે. પરંતુ
મુજ આત્માએ માસ્ટર દાતા બનવાનું છે. આ પ્રમાણે પોતાનાં સ્વભાવ સંસ્કાર માં બાપ સમાન
ની નવીનતા લાવવાની છે. મારો સ્વભાવ નથી, જે બાપ નો સ્વભાવ તે મારો સ્વભાવ. જે
બ્રહ્મા નાં સંસ્કાર તે બ્રાહ્મણો નાં સંસ્કાર. આ રીતે દરરોજ પોતાનામાં નવીનતા લાવતા
નવાં સંસાર ની સ્થાપના સ્વતઃ જ થઈ જશે. તો સમજ્યા નવાં વર્ષમાં શું કરશો? જે વિતી
ચૂક્યું તો વીતેલાં વર્ષ નો સમાપ્તિ સમારોહ મનાવજો અને વર્તમાન ની સમાનતા અને સમીપતા
નો સમારોહ મનાવજો અને ભવિષ્ય નો સદા સફળતા નો સમારોહ મનાવજો. સમારોહ વર્ષ મનાવતાં
ઉડતાં રહેજો.
ડબલ વિદેશી મોજ માં
રહેવાનું પસંદ કરે છે ને! તો મોજ માટે બે શબ્દો યાદ રાખજો એક ડોટ (બિંદુ) અને બીજું
નોટ (ના). નોટ કોને કરવાનું છે - આ તો જાણો છો ને. માયા ને નોટ અલાઉ (પરવાનગી નથી).
નોટ કરતાં આવડે છે? કે થોડું-થોડું અલાઉ કરશો (આવવા દેશો). ડોટ લગાવી દીધું તો નોટ
થઈ જ જશે. ડબલ નશો છે ને.
ભારતવાસી શું કરશો?
ભારત મહાન દેશ છે - આ આજકાલ નું સ્લોગન છે. અને ભારત નાં જ મહાન આત્માઓ મહાત્માઓ
ગવાયેલાં છે. તો ભારત મહાન અર્થાત્ ભારતવાસી મહાન આત્માઓ. તો દરેક સમયે પોતાની
મહાનતા થી ભારત મહાન આત્માઓનું સ્થાન, દેવ આત્માઓનું સ્થાન સાકાર રુપ માં બનાવશો.
ચિત્ર સમાપ્ત થઈ ચૈતન્ય દેવ આત્માઓનું સ્થાન બધાંને દેખાડશો. તો ડબલ વિદેશી અને
ભારત નિવાસી નહિં, પરતું બંનેવ હમણાં મધુબન નિવાસી છો. અચ્છા.
ચારેય તરફનાં સર્વ
માસ્ટર દાતા આત્માઓ ને, સદા બાપ દ્વારા મુબારક પ્રાપ્ત કરવા વાળા વિશેષ આત્માઓ ને,
સદા મોજમાં રહેવા વાળા ભાગ્યવાન આત્માઓ ને, સદા સ્વય માં નવીનતા લાવવા વાળા મહાન
આત્માઓ ને, ફરિશ્તા સો દેવ આત્મા બનવા વાળા સર્વશ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં
યાદ-પ્યાર. દરેક ઘડી ની મુબારક અને નમસ્તે.
પાર્ટીઓ સાથે અવ્યક્ત
બાપદાદા ની મુલાકાત
૧ ) અચળ-અડોલ આત્માઓ
છો - એવો અનુભવ કરો છો? એક તરફ છે હલચલ અને બીજી તરફ આપ બ્રાહ્મણ આત્માઓ સદા અચળ
છો. જેટલી ત્યાં હલચલ છે એટલો તમારી અંદર અચળ-અડોલ સ્થિતિ નો અનુભવ વધતો જઈ રહ્યો
છે. કાંઈ પણ થઈ જાય, સૌથી સહજ યુક્તિ છે - નથિંગ ન્યુ. કોઈ નવી વાત નથી. ક્યારેક
આશ્ચર્ય લાગે છે કે આ શું થઈ રહ્યું છે, શું થશે? આશ્ચર્ય ત્યારે થાય જ્યારે નવી
વાત હોય. કોઈ પણ વાત વિચારી ન હોય, સાંભળી ન હોય, સમજી ન હોય અને અચાનક થાય છે તો
આશ્ચર્ય લાગે છે. તો આશ્ચર્ય નહીં પરંતુ ફુલ સ્ટોપ (પૂર્ણવિરામ) થાય. દુનિયા મુંઝાવા
વાળી અને તમે મોજ માં રહેવા વાળા છો. દુનિયા વાળા નાની-નાની વાત માં મૂંઝાશે - શું
કરીએ, કેવી રીતે કરીએ…? અને તમે સદા મોજ માં છો, મૂંઝાવાનું ખતમ થઈ ગયું. બ્રાહ્મણ
અર્થાત્ મોજ, ક્ષત્રિય અર્થાત્ મુંઝાવું. ક્યારેક મોજ ક્યારેક મૂંઝાવું. તમે બધાં
પોતાનું નામ જ કહો છો - બ્રહ્માકુમાર અને કુમારીઓ. ક્ષત્રિય કુમાર અને ક્ષત્રિય
કુમારી તો નથી ને? સદા પોતાનાં ભાગ્યની ખુશી માં રહેવા વાળા છો. દિલ માં સદા, સ્વત:
એક ગીત વાગતું રહે - વાહ બાબા અને વાહ મારું ભાગ્ય! આ ગીત વાગતું રહે છે, આને
વગાડવાની આવશ્યકતા નથી. આ અનાદિ વાગતું જ રહે છે. હાય-હાય ખતમ થઈ ગઈ, હમણાં છે
વાહ-વાહ. હાય-હાય કરવા વાળા તો ખૂબજ વધારે છે અને વાહ વાહ કરવા વાળા ખૂબજ થોડાં છો.
તો નવાં વર્ષ માં શું યાદ રાખશો? વાહ-વાહ. જે સામે જોયું, જે સાંભળ્યું, જે બોલ્યું
- બધું વાહ-વાહ, હાય-હાય નહીં. હાય આ શું થઈ ગયું! નહીં, વાહ, આ બહુજ સારું થયું.
કોઈ ખરાબ પણ કરે પરતું તમે પોતાની શક્તિ થી ખરાબ ને સારા માં બદલી દો. આ જ તો
પરિવર્તન છે ને. આપણા બ્રાહ્મણ જીવન માં ખરાબ થતું જ નથી. ભલે કોઈ ગાળ પણ આપે તો
બલિહારી ગાળ આપવા વાળા ની, જે સહનશક્તિ નો પાઠ ભણાવ્યો. બલિહારી તો થઈને, જે માસ્ટર
બની ગયાં તમારા! ખબર તો પડી તમને કે સહનશક્તિ કેટલી છે, તો ખરાબ થયું કે સારું થયું?
બ્રાહ્મણો ની દૃષ્ટિ માં ખરાબ હોતું જ નથી. બ્રાહ્મણોનાં કાન માં ખરાબ સંભળાતું જ
નથી, એટલે તો બ્રાહ્મણ જીવન મોજો નું જીવન છે. હમણાં-હમણાં ખરાબ, હમણાં-હમણાં સારું
તો મોજ નહીં થઈ શકે. સદા મોજ જ મોજ છે. આખાં કલ્પ માં બ્રહ્માકુમાર અને કુમારી
શ્રેષ્ઠ છે. દેવ આત્માઓ પણ બ્રાહ્મણો આગળ કાંઈ નથી. સદા આ નશા માં રહો, સદા ખુશ રહો
અને બીજા ને પણ સદા ખુશ રાખો. રહો પણ અને રાખો પણ. હું તો ખુશ રહું છું, એમ નહીં.
હું બધાંને ખુશ રાખું છું - એ પણ હોય. હું તો ખુશ રહું છું - આ પણ સ્વાર્થ છે.
બ્રાહ્મણોની સેવા શું છે? જ્ઞાન આપો જ છો ખુશી માટે.
૨ ) વિશ્વ માં જેટલી
પણ શ્રેષ્ઠ આત્માઓ ગવાય છે એનાંથી તમે કેટલાં શ્રેષ્ઠ છો. બાપ તમારા બની ગયાં. તો
તમે કેટલાં શ્રેષ્ઠ બની ગયાં! સર્વશ્રેષ્ઠ થઈ ગયાં. સદૈવ આ સ્મૃતિ માં રાખો - ઊંચા
માં ઊંચા બાપે સર્વશ્રેષ્ઠ આત્મા બનાવી દીધાં. દૃષ્ટિ કેટલી ઊંચી થઈ ગઈ, વૃત્તિ
કેટલી ઊંચી થઈ ગઈ! બધું બદલાઈ ગયું. હવે કોઈને જોશો તો આત્મિક દૃષ્ટિ થી જોશો અને
સર્વ નાં પ્રતિ કલ્યાણ ની વૃત્તિ થઈ ગઈ. બ્રાહ્મણ જીવન અર્થાત્ દરેક આત્મા પ્રતિ
દૃષ્ટિ અને વૃત્તિ શ્રેષ્ઠ બની ગઈ.
૩ ) સ્વયં પોતાને
સફળતા નાં સિતારા છો - એવો અનુભવ કરો છો? જ્યાં સર્વશક્તિઓ છે, ત્યાં સફળતા
જન્મસિદ્ધ અધિકાર છે. કોઈ પણ કાર્ય કરો છો, ભલે શરીર નિર્વાહ અર્થ, કે ઈશ્વરીય સેવા
અર્થ. કાર્ય માં કાર્ય કરતા પહેલાં એ નિશ્ચય રાખો. નિશ્ચય રાખવો સારી વાત છે પરતું
પ્રેક્ટિકલ (વ્યવહારમાં) અનુભવી આત્મા બની નિશ્ચય અને નશા માં રહો. સર્વ શક્તિઓ આ
બ્રાહ્મણ જીવન માં સફળતા નું સહજ સાધન છે. સર્વ શક્તિઓ નાં માલિક છો એટલે કોઈ પણ
શક્તિ ને જે સમયે ઓર્ડર (હુકમ) કરો, એ સમયે હાજર થાય. જેવી રીતે કોઈ સેવાધારી હોય
છે, સેવાધારી ને જે સમયે ઓર્ડર કરે છે તો સેવા માટે તૈયાર હોય છે એવી રીતે
સર્વશક્તિઓ તમારા ઓર્ડર માં હોય. જેટલાં-જેટલાં માસ્ટર સર્વશક્તિમાન ની સીટ (સ્થિતિ)
પર સેટ (સ્થિત) હશો એટલી સર્વશક્તિઓ સદા ઓર્ડર માં રહેશે. થોડાં પણ સ્મૃતિ ની સીટ
થી નીચે આવો છો તો શક્તિઓ ઓર્ડર નહીં માને. સર્વન્ટ (નોકર) પણ હોય છે તો કોઈ
ઓબિડિયન્ટ (આજ્ઞાકારી) હોય છે, કોઈ થોડું નીચે-ઉપર કરવા વાળા હોય છે. તમારા આગળ
સર્વશક્તિઓ કેવી છે? આજ્ઞાકારી છે કે થોડી વાર પછી પહોંચે છે? જેમ આ સ્થૂળ
કર્મેન્દ્રિયો ને, જે સમયે, જેવી રીતે ઓર્ડર કરો છો, તે સમયે તે ઓર્ડર થી ચાલે છે,
એમ જ આ સૂક્ષ્મ શક્તિઓ પણ તમારા ઓર્ડર પર ચાલવા વાળી હોય. ચેક કરો કે આખાં દિવસમાં
સર્વ શક્તિઓ ઓર્ડર માં રહી? કારણ કે જ્યારે આ સર્વશક્તિઓ હમણાં થી તમારા ઓર્ડર પર
હશે ત્યારે જ અંત માં પણ તમે સફળતા ને પ્રાપ્ત કરી શકશો. એનાં માટે લાંબા સમયનો
અભ્યાસ જોઈએ. તો આ નવાં વર્ષ માં ઓર્ડર પર ચલાવવાનો વિશેષ અભ્યાસ કરજો કારણ કે
વિશ્વ નું રાજ્ય પ્રાપ્ત કરવું છે ને. વિશ્વ રાજ્ય અધિકારી બનતાં પહેલાં સ્વરાજ્ય
અધિકારી બનો.
નિશ્ચય અને નશો દરેક
બાળકો ને ઉડતી કળા નો અનુભવ કરાવી રહ્યાં છે. ડબલ ફોરેનર્સ (વિદેશી) ભાગ્યવાન છે જે
ઉડતી કળા નાં સમય પર આવી ગયાં. ચઢવાની મહેનત ન કરવી પડી. વિજય નું તિલક સદા મસ્તક
પર ચમકી રહ્યું છે. આ જ વિજય નું તિલક બીજા ને ખુશી અપાવશે કારણ કે વિજયી આત્મા નો
ચહેરો સદા હર્ષિત રહે છે. તો તમારા હર્ષિત ચહેરા ને જોઈને બધાં ખુશી ની પાછળ
આકર્ષિત થાય છે કારણ કે દુનિયાની આત્માઓ ખુશી શોધી રહી છે અને તમારા ચહેરા પર જ્યારે
ખુશી ની ઝલક જુએ છે તો પોતે પણ ખુશ થાય છે. તેઓ સમજે છે કે આમને કાંઈક પ્રાપ્તિ થઈ
છે. આગળ ચાલીને તમારો ચહેરો ખુશી નાં આકર્ષણ થી વધારે નજીક લાવશે. કોઈને સાંભળવાનો
સમય ન પણ હોય તો પણ સેકન્ડ માં તમારો ચહેરો એ આત્માઓ ની સેવા કરશે. તમે બધાં પણ
પ્રેમ અને ખુશી ને જોઈને બ્રાહ્મણ બન્યાં ને. તો તપસ્યા વર્ષમાં આવી સેવા કરજો.
૪ ) એક બાપ, બીજું ન
કોઈ - એવી સ્થિતિમાં સદા સ્થિત રહેવા વાળા સહયોગી આત્મા છો? એક ને યાદ કરવા સહજ છે.
અનેકો ને યાદ કરવા મુશ્કેલ થાય છે. અનેક વિસ્તાર ને છોડી સાર સ્વરુપ એક બાપ - આ
અનુભવ માં કેટલી ખુશી થાય છે. ખુશી જન્મસિદ્ધ અધિકાર છે, બાપ નો ખજાનો છે તો બાપ નો
ખજાનો બાળકો માટે જન્મસિદ્ધ અધિકાર હોય છે. પોતાનો ખજાનો છે તો પોતાનાં પર નાઝ (ગર્વ)
થાય છે - પોતાનો છે. અને મળ્યો પણ કોનાંથી છે? અવિનાશી બાપ થી. તો અવિનાશી બાપ જે
આપશે, અવિનાશી આપશે. અવિનાશી ખજાના નો નશો પણ અવિનાશી છે. આ નશો કોઈ છોડાવી ન શકે
કારણ કે આ નુકસાન વાળો નશો નથી. આ પ્રાપ્તિ કરાવવા વાળો નશો છે. તે પ્રાપ્તિઓ
ગુમાવવા વાળો નશો છે. તો સદા શું યાદ રહે? એક બાપ બીજું ન કોઈ. બીજાં-ત્રીજા આવ્યાં
તો ખિટખિટ થશે. અને એક બાપ છે તો એકરસ સ્થિતિ થશે. એક નાં રસ માં લવલીન (પ્રેમ મગ્ન)
રહેવું બહુ ગમે છે કારણ કે આત્મા નું ઓરિજીનલ (મૂળ) સ્વરુપ જ છે-એકરસ.
વિદાયનાં સમયે નવાં
વર્ષ નાં શુભ આરંભ ની વધાઈ :- ચારેય તરફ નાં લવલી (પ્રેમાળ) અને ભાગ્યવાન બધાં
બાળકોને વિશેષ નવો ઉમંગ, નવાં ઉત્સાહ ની દરેક ઘડી ની મુબારક. સ્વયં પણ ડાયમંડ (હીરા)
છો અને જીવન પણ ડાયમંડ છે ડાયમંડ મોર્નિંગ (સવાર), ઈવનિંગ (સાંજ), ડાયમંડ નાઈટ (રાત્રી)
સદા રહે. આ વિધિ થી બહુ જલ્દી પોતાનું રાજ્ય સ્થાપન કરશો અને રાજ્ય કરશો. પોતાનું
રાજ્ય પ્રિય લાગે છે ને. તો હવે જલ્દી-જલ્દી લાવો અને રાજ્ય કરો. પોતાનું રાજ્ય સામે
દેખાઈ રહ્યું છે ને. તો હમણાં ફરિશ્તા બનો અને દેવતા બનો. ચારેય તરફનાં બાળકો ને
વિશેષ પદમગણા યાદ-પ્યાર સ્વીકાર હોય. વિદેશ વાળા, ભલે દેશ વાળા તપસ્યા નાં
ઉમંગ-ઉત્સાહ માં સારા છે અને જ્યાં તપસ્યા છે ત્યાં સેવા છે જ છે. સદા સફળતા ની
મુબારક છે. દરેક એવી નવીનતા દેખાડજો જે આખું વિશ્વ તમારી તરફ જુએ. નવીનતા નાં લાઈટ
હાઉસ બનજો. અચ્છા. દરેક પોતાનાં માટે યાદ-પ્યાર અને મુબારક સ્વીકાર કરે.
વરદાન :-
શુદ્ધ સંકલ્પ
અને શ્રેષ્ઠ સંગ દ્વારા હલકા બની ખુશી નો ડાન્સ ( નૃત્ય ) કરવા વાળા અલૌકિક ફરિશ્તા
ભવ
આપ બ્રાહ્મણ બાળકો
માટે રોજ ની મુરલી જ શુદ્ધ સંકલ્પ છે. કેટલાં શુદ્ધ સંકલ્પ બાપ દ્વારા રોજ
સવારે-સવારે મળે છે, એ જ શુદ્ધ સંકલ્પો માં બુદ્ધિ ને બીઝી (વ્યસ્ત) રાખો અને સદા
બાપ નાં સંગ માં રહો તો હલકા બની ખુશી માં ડાન્સ કરતાં રહેશો. ખુશ રહેવાનું સહજ
સાધન છે - સદા હલકા રહો. શુદ્ધ સંકલ્પ હળવા છે અને વ્યર્થ સંકલ્પ ભારે છે તેથી સદા
શુદ્ધ સંકલ્પો માં વ્યસ્ત રહી હળવા બનો અને ખુશી નો ડાન્સ કરતાં રહો ત્યારે કહેશે
અલૌકિક ફરિશ્તા.
સ્લોગન :-
પરમાત્મ પ્રેમ
ની પાલના નું સ્વરુપ છે - સહજયોગી જીવન.