08-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - વિકર્મો થી બચવા માટે ઘડી - ઘડી અશરીરી બનાવવાની પ્રેક્ટિસ ( અભ્યાસ ) કરો , આ પ્રેક્ટિસ જ માયાજીત બનાવશે , સ્થાઈ ( નિરંતર ) યોગ જોડાયેલો રહેશે

પ્રશ્ન :-
કયો નિશ્ચય જો પાક્કો હોય તો યોગ તૂટી નથી શકતો?

ઉત્તર :-
સતયુગ ત્રેતા માં આપણે પાવન હતાં, દ્વાપર, કળયુગ માં પતિત બન્યાં, હવે ફરી આપણે પાવન બનવાનું છે, આ નિશ્ચય પાક્કો હોય તો યોગ તૂટી નથી શકતો. માયા હાર ખવડાવી નથી શકતી.

ગીત:-
જો પિયા કે સાથ હૈ...

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં બાળકો આ ગીત નો અર્થ સમજી ગયાં. એ વરસાદ ની તો વાત નથી. તે જે સાગર તથા નદીઓ છે એની વાત નથી. આ છે જ્ઞાન સાગર, એ આવીને જ્ઞાન વરસાદ વરસાવે છે, તો અજ્ઞાન અંધારું દૂર થઈ જાય છે. આ કોણ સમજે છે? જે પોતાને પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારી સમજે છે. બાળકો જાણે છે આપણા બાપ શિવ છે, એ થઈ ગયાં આપણા બધાં બી. કે. નાં દાદા, તે પણ નિરાકાર. જ્યારે તમે નિશ્ચય કરો છો અમે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ તો પછી આ ભુલવાની વાત જ નથી. બધાં બાળકો પિયા ની સાથે છે. એવું નથી કે ફક્ત તમે છો, મોરલી તો બધાં સાંભળશે. બાળકો માટે જ જ્ઞાન વરસાદ છે, જે જ્ઞાન થી ઘોર અંધારા નો વિનાશ થઈ જાય છે. તમે જાણો છો આપણે ઘોર અંધારા માં હતાં, હવે પ્રકાશ મળ્યો છે તો બધું જાણી રહ્યાં છો. પરમપિતા પરમાત્મા ની બાયોગ્રાફી (જીવનકહાની) ને તમે જાણો છો. જે શિવબાબા ની બાયોગ્રાફી ને નથી જાણતાં તે હાથ ઉઠાવો. બધાં જાણે છે પરમાત્મા ની જીવન કહાની. તે પણ એક જન્મની નહીં. શિવબાબા ની કેટલાં જન્મો ની બાયોગ્રાફી છે? તમને ખબર છે? તમે જાણો છો શિવબાબા નો આ ડ્રામા માં શું પાર્ટ છે. આદિ થી અંત સુધી એમને અને એમની જીવન કહાની ને જાણો છો. બરાબર ભક્તિમાર્ગ માં જે જેવી ભાવના થી ભક્તિ કરે છે એનું ફળ મારે આપવાનું હોય છે. તે (દેવી દેવતાઓનાં જડ ચિત્રો) ચૈતન્ય તો છે નહીં, સાક્ષાત્કાર હું જ કરાવું છું. તમે જાણો છો અડધોકલ્પ ભક્તિમાર્ગ ચાલે છે. ભક્તિની મનોકામનાઓ પૂરી થઈ, હવે પછી બાળકો બન્યાં છે એમને તો જરુર વારસો મળશે. બાપ બાળકો ને વારસો આપે છે, આ કાયદો છે. તમારું હમણાં સદ્દગતિ તરફ મુખ છે. તમે મૂળવતન, સુક્ષ્મવતન, સ્થૂળવતન ને જાણો છો. કોણ આ બેહદ ડ્રામા માં મુખ્ય એક્ટર્સ (કલાકાર) છે. ક્રિયેટર પછી ડાયરેક્ટર રચયિતા છે અને કરકરાવનહાર છે. ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે ને. ભણાવે પણ છે. કહે છે હું તમને રાજયોગ શિખવાડવા આવ્યો છું. આ પણ કર્મ કરવું થયું ને અને કરાવે પણ છે. અડધોકલ્પ તમે માયા નાં વશ અસત્ય કર્તવ્ય કરતા આવ્યાં છો. આ છે હાર-જીત નો ખેલ. માયા તમારાથી અસત્ કર્તવ્ય કરાવતી આવી છે. અસત્ કર્તવ્ય કરવા વાળાને ભગવાન કેવી રીતે કહી શકાય? ભગવાન કહે છે હું તો એક જ છું, જે બધાંને સતકર્મ કરતા શિખવાડું છું. હમણાં બધાંનો કયામત (અંતિમ હિસાબ કિતાબ ચૂક્તું કરવાનો) નો સમય છે. બધાંને કબર માંથી જગાડવાનાં છે. આ બધાં કબ્રદાખલ (દેહ-અભિમાન માં) છે. બાપ આવીને જગાડે છે. મોત સામે છે. શિવબાબા બ્રહ્મા તન દ્વારા આપણને બધું સમજાવી રહ્યાં છે. તમે બધાંની બાયોગ્રાફી, શિવબાબા ની પણ બાયોગ્રાફી ને જાણવા વાળા બની ગયાં છો. તો ઊંચા થયાં ને. જે શાસ્ત્ર ખૂબજ અધ્યયન કરવા વાળા હોય છે, તેમનાં આગળ ન જાણવા વાળા માથું ટેકવે છે. તમારે માથું નથી ટેકવવાનું. છે બિલકુલ સહજ વાત. બાળકો સમજે છે અમે મૂળવતન, શાંતિધામ નાં રહેવાસી બનીશું, પછી સુખધામ માં આવીશું. હમણાં અમે પ્રજાપિતા બ્રહ્માકુમાર કુમારી છીએ. શિવબાબા નાં અમે પોત્રા છીએ. શિવબાબા ને યાદ કરવાથી અમને સુખ નો વારસો મળશે. આપ બાળકોને નિશ્ચય છે કે અમે પવિત્ર હતાં પછી પતિત બન્યાં હવે ફરી અમારે પાવન બનવાનું છે. જો નિશ્ચય નહીં હોય તો યોગ પણ નહીં લાગે, પદ પણ નહીં મેળવી શકો. પવિત્ર જીવન તો સારું છે ને. કુમારીઓનું બહુજ માન છે કારણ કે આ સમયે તમે કુમારીઓ ખૂબજ સેવા કરો છો ને. હમણાં તમે પવિત્ર રહો છો, હમણાં ની પવિત્રતા ભક્તિમાર્ગ માં પૂજાય છે. આ દુનિયા તો ખૂબ ગંદી છે, કીચક ની કથા છે ને. મનુષ્ય બહુ ગંદા વિચાર રાખીને આવે છે, એને કીચક કહેવાય છે એટલે બાબા કહે છે ખૂબ સંભાળ રાખવાની છે. ખૂબ ગંદી કાંટા ની દુનિયા છે. તમને તો ખૂબ ખુશી થવી જોઈએ. અમે શાંતિધામ માં જઈને પછી સુખધામ માં આવ્યાં. અમે સુખધામ નાં માલિક હતાં પછી ચક્ર લગાવ્યું છે. આ તો નિશ્ચય હોવો જોઈએ ને. અશરીરી બનવાની આદત પાડવાની છે, નહીં તો માયા ખાતી રહેશે, યોગ તૂટેલો રહેશે, વિકર્મ વિનાશ નહીં થાય. કેટલી મહેનત કરવી જોઈએ યાદ માં રહેવાની. યાદ થી જ એવરહેલ્દી (સદા તંદુરસ્ત) બનશો. જેટલું થઈ શકે અશરીરી બની બાપ ને યાદ કરવાનાં છે. આપણને આત્માઓ ને બાપ પરમપિતા પરમાત્મા ભણાવી રહ્યાં છે. કલ્પ-કલ્પ ભણાવે છે, રાજ્ય-ભાગ્ય આપે છે. તમે યોગબળ થી પોતાની રાજધાની સ્થાપન કરો છો. રાજા-રાજય કરે છે, સેના રાજ્ય માટે લડે છે. અહીં તમે પોતાનાં માટે મહેનત કરો છો, બાપ માટે નહીં. હું તો રાજ્ય જ નથી કરતો. હું તમને રાજ્ય અપાવવા માટે યુક્તિઓ બતાવું છું. તમે બધાં વાનપ્રસ્થી છો બધાનું મોત છે. નાનાં-મોટાં નો કોઈ હિસાબ નથી. એવું નહીં સમજતાં નાનો બાળક હશે તો એને બાપ નો વારસો મળશે. આ દુનિયા જ નહીં રહે જે મેળવી શકે. મનુષ્ય તો ઘોર અંધારા માં છે. ખૂબ પૈસા કમાવાની ઈચ્છા રાખે છે, સમજે છે અમારા પુત્ર-પોત્રા ખાશે. પરંતુ આ કામના (ઈચ્છા) કોઈની પૂર્ણ નહીં થાય. આ બધું માટીમાં મળી જવાનું છે. આ દુનિયા જ ખતમ થવાની છે. એક જ બોમ્બ લાગ્યો તો બધું ખતમ થઈ જશે. કાઢવા વાળો કોઈ નથી. હમણાં તો સોના વગેરે ની ખાણો બિલકુલ ખાલી થઈ ગઈ છે. નવી દુનિયામાં તે પછી બધી ભરતું (ભરપૂર) થઈ જશે. ત્યાં નવી દુનિયામાં બધુંજ નવું મળી જશે. હમણાં ડ્રામાનું ચક્ર પૂરું થાય છે, પછી શરું થશે. પ્રકાશ મળી ગયો છે. ગાય છે જ્ઞાન સૂર્ય પ્રગટ્યા, અજ્ઞાન અંધારું વિનાશ. એ સૂર્ય ની વાત નથી, મનુષ્ય સૂર્ય ને પાણી આપે છે. હમણાં સૂર્ય તો પાણી પહોંચાડે છે આખી દુનિયા ને. એને પછી પાણી આપે છે, વન્ડર (અદ્દભુત) છે ભક્તિ નું પછી કહે છે સૂર્ય દેવતાય નમ:, ચંદ્ર દેવતાય નમ:. તે પછી દેવતાઓ કેવી રીતે હોય? અહીં તો મનુષ્ય અસુર થી દેવતા બને છે. એને દેવતા ન કહી શકો. તે તો સૂર્ય, ચંદ્ર તારાઓ છે. સૂર્ય નો પણ ઝંડો લગાવે છે. જાપાન માં સૂર્યવંશી કહે છે. હકીકત માં જ્ઞાન સૂર્યવંશી તો બધાં છે. પરંતુ જ્ઞાન નથી, હવે ક્યાં તે સૂર્ય, ક્યાં આ જ્ઞાન સૂર્ય. અહીં પણ આ સાઈન્સ (વિજ્ઞાન) ની ઇન્વેન્શન (શોધ) કાઢે છે, તો પણ પરીણામ શું આવે છે! કાંઈ પણ નહીં. વિનાશ ને પામ્યા કે પામ્યા (વિનાશ તો થયો કે થયો). સમજદાર જે હોય છે તે સમજે છે આ સાઈન્સ થી પોતાનો જ વિનાશ કરે છે. એમનું છે જ સાઈન્સ, તમારી છે સાયલેન્સ (શાંતિ). તેઓ સાઈન્સ થી વિનાશ કરે છે, તમે સાયલેન્સ થી સ્વર્ગ ની સ્થાપના કરો છો. હમણાં તો નર્ક માં બધાંનો બેડો ડૂબેલો છે. એ તરફ તે સેનાઓ, આ તરફ તમે છો યોગબળ ની સેના. તમે સૈલવેજ (મુક્ત) કરવા વાળા છો. કેટલી તમારા ઉપર જવાબદારી છે, તો પૂરાં મદદગાર બનવું જોઈએ. આ જૂની દુનિયા ખતમ થવાની છે. હમણાં તમે ડ્રામાને સમજી ગયાં છો. હમણાં સંગમ નો સમય છે.બાપ બેડો પાર કરવા આવ્યાં છે. તમે સમજો છો રાજધાની પૂરી સ્થાપન થઈ જશે પછી વિનાશ થશે. વચ્ચે-વચ્ચે રિહર્સલ થતી (પૂર્વાભ્યાસ થતો) રહેશે. લડાઈઓ તો અનેક લાગતી રહે છે. આ છે જ છી-છી દુનિયા, તમે જાણો છો બાબા આપણને ગુલ-ગુલ દુનિયા માં લઈ જાય છે. આ જૂનો ચોલો (શરીર) ઉતારવાનો છે. પછી નવો ચોલો પહેરવાનો છે. આ તો બાપ ગેરંટી (વાયદો) કરે છે કે હું કલ્પ-કલ્પ બધાંને લઈ જાઉં છું, તેથી મારું નામ કાળો નાં કાળ મહાકાળ રાખ્યું છે. પતિત-પાવન, રહેમદિલ પણ કહે છે.

તમે જાણો છો આપણે સ્વર્ગ માં જવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ, શ્રીમત પર. બાબા કહે મને યાદ કરો તો હું તમને સ્વર્ગ માં મોકલી દઈશ, સાથે-સાથે શરીર નિર્વાહ પણ કરવાનું છે. કર્મ વગર તો કોઈ રહી ન શકે. કર્મ સંન્યાસ તો હોતો નથી. સ્નાન વગેરે કરવું, આ પણ કર્મ છે ને. અંતમાં બધાં પૂરું જ્ઞાન લેશે, ફકત સમજશે કે આ જે કહે છે કે શિવબાબા ભણાવે છે, આ ઠીક છે, નિરાકાર ભગવાનુવાચ - એ તો એક જ છે એટલે બાબા કહેતાં રહે છે બધાંને પૂછો નિરાકાર શિવ થી તમારો શું સંબંધ છે? બધાં ભાઈઓ છે તો ભાઈઓનાં બાપ તો હશે ને. નહીં તો ક્યાંથી આવ્યાં. ગાય પણ છે તમે માતા-પિતા. આ છે બાપ ની મહિમા, બાપ કહે છે હું જ તમને શિખવાડું છું. તમે પછી વિશ્વ નાં માલિક બનો છો. અહીં બેસીને પણ શિવબાબા ને યાદ કરવાનાં છે. આ આંખો થી તો શરીરને જુઓ છો, બુદ્ધિ થી જાણો છો અમને ભણાવવા વાળા શિવબાબા છે. જે બાપ ની સાથે છે એમનાં માટે જ આ રાજયોગ અને જ્ઞાન નો વરસાદ છે. પતિતો ને પાવન બનાવવા - આ બાપનું કામ છે. આ જ્ઞાન સાગર એ જ છે, તમે જાણો છો અમે શિવબાબા નાં પોત્રા, બ્રહ્મા નાં બાળકો છીએ. બ્રહ્મા નાં બાપ છે શિવ, વારસો શિવબાબા થી મળે છે. યાદ પણ એમને કરવાનાં છે. હવે આપણે જવાનું છે વિષ્ણુપુરી. અહીંથી તમારું લંગર ઉઠેલું છે. શુદ્રો ની બોટ (નાવ) ઉભી છે. તમારી બોટ ચાલી પડી (રહી) છે. હવે તમે સીધા ઘરે ચાલ્યાં જશો. જૂનાં કપડા (જૂનું શરીર) બધું છોડીને જવાનું છે. હવે આ નાટક પૂરું થાય છે, હવે કપડાં ઉતારી (શરીર છોડીને) જશો ઘરે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ અસત્ કર્મ નથી કરવાનું, મોત સામે છે, કયામત નો સમય છે એટલે બધાંને કબ્ર થી જગાડવાનાં છે. પાવન બનવાની અને બનાવવાની સેવા કરવાની છે.

2. આ છી-છી દુનિયામાં કોઈ પણ કામનાઓ નથી રાખવાની. બધાનાં ડૂબેલાં બેડા ને સેલવેજ કરવામાં બાપ નાં પૂરાં મદદગાર બનવાનું છે.

વરદાન :-
યોગ નાં પ્રયોગ દ્વારા દરેક ખજાના ને વધારવા વાળા સફળ તપસ્વી ભવ

બાપ દ્વારા પ્રાપ્ત થયેલાં બધાં ખજાના પર યોગ નો પ્રયોગ કરો. ખજાના નો ખર્ચ ઓછો થાય અને પ્રાપ્તિ અધિક થાય - આ જ છે પ્રયોગ. જેમ સમય અને સંકલ્પ શ્રેષ્ઠ ખજાના છે. તો સંકલ્પ નો ખર્ચ ઓછો થાય પરંતુ પ્રાપ્તિ વધારે થાય. જે સાધારણ વ્યક્તિ બે-ચાર મિનિટ વિચાર્યા પછી સફળતા પ્રાપ્ત કરે છે તે તમે એક બે સેકન્ડ માં કરી લો. ઓછો સમય, ઓછા સંકલ્પ માં પરીણામ વધારે આવે ત્યારે કહેવાશે - યોગ નો પ્રયોગ કરવા વાળા સફળ તપસ્વી.

સ્લોગન :-
પોતાનાં અનાદિ-આદિ સંસ્કાર સ્મૃતિ માં રાખી સદા અચળ રહો.

માતેશ્વરી જી નાં અણમોલ મહાવાક્ય

કાંટા ની દુનિયા થી લઈ ચાલો ફૂલોની છાયા માં, હવે આ બોલાવો ફક્ત પરમાત્મા માટે કરી રહ્યાં છે. જ્યારે મનુષ્ય અતિ દુઃખી થાય છે તો પરમાત્મા ને યાદ કરે છે, પરમાત્મા આ કાંટા ની દુનિયા થી લઈ જાઓ ફૂલો ની છાયા માં, એનાંથી સિદ્ધ છે કે જરુર તે પણ કોઈ દુનિયા છે. હવે આ તો બધાં મનુષ્ય જાણે છે કે હમણાં નો જે સંસાર છે તે કાંટા થી ભરેલો છે. જેનાં કારણે મનુષ્ય દુઃખ અને અશાંતિ ને પ્રાપ્ત કરી રહ્યાં છે અને યાદ પછી ફૂલો ની દુનિયા ને કરે છે. તો જરુર તે પણ કોઈ દુનિયા હશે જે દુનિયાનાં સંસ્કાર આત્મા માં ભરેલા છે. હવે આ તો આપણે જાણીએ છીએ કે દુઃખ અશાંતિ આ બધાં કર્મબંધન નાં હિસાબ-કિતાબ છે. રાજા થી લઈને રંક સુધી દરેક મનુષ્ય માત્ર આ હિસાબ માં પૂરાં જકડાયેલા છે એટલે પરમાત્મા તો પોતે કહે છે હમણાં નો સંસાર કળિયુગ છે, તો તે આખો કર્મબંધન નો બનેલો છે અને આગળ નો સંસાર સતયુગ હતો જેને ફૂલોની દુનિયા કહે છે. હવે તે છે કર્મબંધન થી રહિત જીવનમુક્ત દેવી-દેવતાઓનું રાજ્ય, જે હમણાં નથી. આ જે આપણે જીવનમુક્ત કહીએ છીએ, તો આનો અર્થ એ નથી કે આપણે કોઈ દેહ થી મુક્ત હતાં, એમને કોઈ દેહ નું ભાન નહોતું, પરંતુ તે દેહ માં હોવા છતાં પણ દુઃખ ને પ્રાપ્ત નહોતાં કરતાં, એટલે ત્યાં કોઈ પણ કર્મબંધન નો મામલો નથી. તે જીવન લેતાં, જીવન છોડતાં આદિ-મધ્ય-અંત સુખ પ્રાપ્ત કરતા હતાં. તો જીવનમુ્ક્તિ નો અર્થ છે જીવન હોવા છતાં કર્માતીત, હવે આ આખી દુનિયા ૫ વિકારો માં પૂરી જકડાયેલી છે, સમજો પ વિકારો નો પૂરે-પૂરો વાસ છે, પરંતુ મનુષ્ય માં એટલી તાકાત નથી જે આ ૫ ભૂતો ને જીતી શકે, ત્યારે જ પરમાત્મા સ્વયં આવીને આપણને પ ભૂતો થી છોડાવે છે અને ભવિષ્ય પ્રાલબ્ધ દેવી-દેવતા પદ પ્રાપ્ત કરાવે છે. અચ્છા-ઓમ્ શાંતિ.