08-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પોતાનાં થી મોટાઓનો રિગાર્ડ ( સન્માન ) રાખવો આ પણ દૈવીગુણ છે , જે હોંશિયાર સારું સમજાવવા વાળા છે , એમને ફોલો ( અનુસરણ ) કરવાનું છે

પ્રશ્ન :-
સતયુગમાં કોઈ પણ ભક્તિ નાં રીત-રિવાજ નથી હોતાં - કેમ?

ઉત્તર :-
કારણ કે જ્ઞાન નાં સાગર બાપ જ્ઞાન આપીને સદ્દગતિ માં મોકલી દે છે. ભક્તિનું ફળ મળી જાય છે. જ્ઞાન મળવાથી ભક્તિનો જેમ કે ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે. જ્યારે છે જ જ્ઞાન ની પ્રાલબ્ધ નો સમય તો ભક્તિ, તપ દાન પુણ્ય કરવાની જરુરત જ શું! ત્યાં આ કોઈ પણ રસમ હોઈ ન શકે.

ઓમ શાંતિ!
પતિત-પાવન શિવ ભગવાનુવાચ. હવે બાપ બેસી બાળકોને જ્ઞાન સંભળાવે છે. બાળકોને સમજાવાયું છે જ્યારે હું અહીંયા આવું છું તો પતિતો ને પાવન બનાવવાનાં માટે જ્ઞાન સંભળાવું છું બીજું કોઈ આ જ્ઞાન શીખવાડી ન શકે. તે પણ ભક્તિ જ શીખવાડે છે. જ્ઞાન ફક્ત આપ બાળકો જ શીખો છો જે તમે પોતાને બ્રહ્માકુમાર-કુમારીઓ સમજો છો. દેલવાડા મંદિર તમારી સામે છે. ત્યાં પણ રાજયોગ ની તપસ્યા માં બેઠાં છે. જગતઅંબા પણ છે, પ્રજાપિતા પણ છે. કુમારી કન્યા, અધર કુમારી પણ છે. બાપ રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. ઉપર માં રાજાઈ નાં ચિત્ર પણ છે. બાપ કોઈ ભક્તિ નથી શીખવાડતાં. ભક્તિ જ એમની કરે છે જે શીખવાડીને ગયાં છે. પરંતુ તેઓને ખબર નથી કે કોણ રાજયોગ શીખવાડી રાજાઈ સ્થાપન કરીને ગયાં છે. આપ બાળકો હમણાં જાણો છો ભક્તિ અલગ ચીજ છે, જ્ઞાન અલગ ચીજ છે. જ્ઞાન સંભળાવવા વાળા છે જ એક બીજું કોઈ સંભળાવી ન શકે. જ્ઞાન નાં સાગર એક જ છે. એ જ આવીને જ્ઞાન થી પતિતો ને પાવન બનાવે છે. બીજા જે પણ સતસંગ છે એમાં કોઈ પણ જ્ઞાન ન શિખવાડી શકે. ભલે પોતાને શ્રી શ્રી ૧૦૮ જગતગુરુ, ભગવાન પણ કહે છે પરંતુ એવું કોઈ નથી કહેતું કે હું બધાનો પરમપિતા જ્ઞાન નો સાગર છું, એમને કોઈ પરમપિતા તો કહેતું જ નથી. આ તો જાણે જ છે કે પરમપિતા પતિત-પાવન છે. આ પોઈન્ટસ (વાત) બુદ્ધિ માં સારી રીતે રાખવાની છે. મનુષ્ય કહે છે આ બ્રહ્માકુમારીઓ તો ભક્તિ ને ડાયવોર્સ (છૂટાછેડા) આપે છે. પરતું જ્યારે જ્ઞાન મળે છે તો ભક્તિ ને ડાયવોર્સ આપવાનાં જ છે. એવું નથી જ્યારે ભક્તિ માં જાય છે તો એ સમયે એ ખબર પડે છે કે અમે જ્ઞાન ને ડાયવોર્સ આપીએ છીએ. ના, તે તો ઓટોમેટિકલી (આપમેળે) રાવણ રાજ્ય માં આવી જાય છે. હમણાં તમને સમજ મળે છે કે બાબા અમને રાજયોગ શીખવાડી રહ્યાં છે. રાજયોગ નું જ્ઞાન છે, આને ભક્તિ નહીં કહેશું. ભગવાન જ્ઞાન નાં સાગર છે, એ ક્યારેય ભક્તિ નહીં શીખવાડશે. ભક્તિનું ફળ છે જ જ્ઞાન. જ્ઞાન થી થાય છે સદ્દગતિ. કળયુગ નાં અંત માં બધાં દુઃખી છે એટલે આ જૂની દુનિયા ને દુ:ખધામ કહેવાય છે. આ વાતોને હમણાં તમે સમજો છો. બાપ આવ્યાં છે ભક્તિનું ફળ અર્થાત્ સદ્દગતિ આપવાં. રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ છે જૂની દુનિયા, જેનો વિનાશ થવાનો છે. આપણને રાજાઈ જોઈએ નવી દુનિયામાં. આ રાજયોગ નું જ્ઞાન છે. જ્ઞાન શિખવાડવા વાળા એક જ પરમપિતા પરમાત્મા શિવ છે. એમને જ જ્ઞાન સાગર કહેવાય છે, કૃષ્ણ ને નહીં. કૃષ્ણ ની મહિમા જ અલગ છે. જરુર આગળ જન્મ માં એવાં કર્તવ્ય કર્યા છે જે પ્રિન્સ બન્યાં છે.

હમણાં તમે જાણો છો આપણે રાજયોગનું જ્ઞાન લઈ નવી દુનિયામાં સ્વર્ગનાં પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બનીશું. સ્વર્ગ ને સદ્દગતિ, નર્ક ને દુર્ગતિ કહેવાય છે. આપણે પોતાનાં માટે રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. બાકી જે આ જ્ઞાન નહીં લેશે, પાવન નહીં બનશે તો રાજધાની માં આવી નહીં શકશે કારણ કે સતયુગ માં બહુજ થોડાં હશે. કળયુગ અંત માં જે આટલાં અનેક મનુષ્ય છે, તે જરુર મુક્તિધામ માં હશે. ગુમ (ખોવાઈ) નથી થઈ જતાં, બધાં ઘરે ચાલ્યાં જાય છે. હમણાં તો બાળકોને ઘર યાદ રહે છે કે હવે ૮૪ જન્મો નું ચક્ર પૂરું થાય છે. નાટક પૂરું થાય છે. અનેકવાર ચક્ર લગાવ્યું છે. આ આપ બ્રાહ્મણ બાળકો જ જાણો છો. બ્રાહ્મણ તો બનતાં જાય છે. ૧૬,૧૦૮ ની માળા છે. સતયુગ માં તો બહુ નહીં હશે. સતયુગ નું મોડેલ (નમૂના) રુપ પણ દેખાડે છે ને. મોટી વસ્તુ નું મોડલ નાનું હોય છે. જેમ સોનાની દ્વારિકા દેખાડે છે. કહેવાય છે - દ્વારિકા માં કૃષ્ણનું રાજ્ય હતું. હવે દ્વારિકા માં કહેશે કે દિલ્હી માં કહેશે? જમના નો તટ તો અહીંયા દિલ્હી માં છે. ત્યાં તો સાગર છે. આ તો બાળકો સમજે છે જમુના નો તટ હતો કેપિટલ (રાજધાની). દ્વારિકા કેપિટલ નથી. દિલ્લી પ્રખ્યાત છે. જમુના નદી પણ જોઈએ. જમુના ની મહિમા છે. પરીસ્તાન દિલ્લીને જ કહેવાય છે. મોટી ગાદી દિલ્લી જ હશે. હમણાં તો બાળકો સમજે છે ભક્તિમાર્ગ ખલાસ થઈ જ્ઞાન માર્ગ થાય છે. આ દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ કહે છે - આગળ ચાલી તમને બધી ખબર પડી જશે. કોણ-કોણ કેટલું પાસ થાય છે. સ્કૂલ માં પણ ખબર પડે છે, ફલાણા-ફલાણા આટલાં નંબર થી પાસ થયાં છે. હવે બીજા ક્લાસ માં જાય છે. અંત નાં સમયમાં વધારે ખબર પડશે. કોણ-કોણ પાસ થાય છે જે પછી ટ્રાન્સફર (બદલી) થશે. ક્લાસ તો મોટો છે ને. બેહદ નો ક્લાસ છે. સેવાકેન્દ્રો દિવસે-પ્રતિદિવસે વધતાં જશે. કોઈ આવીને ૭ દિવસનો કોર્સ સારી રીતે લેશે. એક-બે દિવસ નો કોર્સ પણ ઓછો નથી. જુએ છે કળયુગ નો વિનાશ સામે છે, હવે સતોપ્રધાન બનવાનું છે. બાપે કહ્યું છે બુદ્ધિયોગ મારા થી લગાવો તો સતોપ્રધાન બની જશો. પવિત્ર દુનિયામાં આવશો, પાર્ટ તો જરુર ભજવવાનો જ છે. જેમ ડ્રામા માં કલ્પ પહેલાં પાર્ટ ભજવી ચૂક્યાં છો. ભારતવાસી જ રાજ્ય કરતાં હતાં પછી વૃદ્ધિ ને પામ્યા છે. ઝાડ વૃદ્ધિને પામતું જાય છે. ભારતવાસી દેવી-દેવતા ધર્મ વાળા છે. પરંતુ પાવન ન હોવાનાં કારણે એ પાવન દેવતાઓને પૂજે છે. જેમ ક્રિશ્ચન લોકો ક્રાઈસ્ટ ને પૂજે છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે - સતયુગ માં. સતયુગ ની સ્થાપના કરવા વાળા છે બાપ. બરાબર સતયુગ માં આ દેવતાઓનું રાજ્ય હતું. તો જરુર એક જન્મ પહેલાં એમણે પુરુષાર્થ કર્યો હશે. જરુર તે સંગમ જ હશે. જ્યારે કે જૂની દુનિયા બદલાઈ નવી દુનિયા થાય છે. કળયુગ બદલાઈ સતયુગ આવે છે તો કળયુગ માં પતિત હશે. બાબાએ સમજાવ્યું છે આ લક્ષ્મી-નારાયણ નું ચિત્ર બનાવો છો કે લિટરેચર (સાહિત્ય) છપાવો છો તો એમાં લખી દેવું જોઈએ કે આમણે આ સહજ રાજયોગ નાં જ્ઞાન થી આગળ જન્મ માં આ પુરુષાર્થ કર્યો છે. ફકત રાજા-રાણી તો નહીં હશે. પ્રજા પણ તો બને છે ને. અજ્ઞાન માં તો કાંઈ પણ મનુષ્ય નથી જાણતાં ફક્ત પૂજા કરતાં રહે છે. હમણાં તમે સમજો છો તે લોકો પૂજા કરે છે તો ફક્ત લક્ષ્મી-નારાયણ ને જ જોતાં રહેશે. જ્ઞાન કાંઈ પણ નથી. લોકો સમજે છે ભક્તિ વગર ભગવાન જ નહીં મળશે. તમે કોઈ ને કહો છો ભગવાન આવ્યાં છે તો તમારા પર હસે છે. ભગવાન તો આવશે કળયુગ નાં અંત માં, હમણાં ક્યાંથી આવ્યાં! કળયુગ નાં અંત માં પણ કેમ કહે છે, આ પણ સમજતાં નથી. તે તો કૃષ્ણને લઈ ગયાં છે દ્વાપર માં. મનુષ્યો ને જે આવે છે તે બોલી દે છે, વગર સમજનાં એટલે બાપ કહે છે તમે બિલકુલ જ બેસમજ બની ગયાં છો. બાપ ને સર્વવ્યાપી કહી દે છે. ભક્તિ બહાર થી તો બહુજ સુંદર દેખાય છે. ભક્તિ ની ચમક કેટલી છે! તમારી પાસે તો કાંઈ પણ નથી. બીજે ક્યાંય પણ સતસંગ વગેરેમાં જશો તો અવાજ જરુર થશે. ગીત ગાશે. અહીંયા તો બાબા રેકોર્ડ પણ પસંદ નથી કરતાં. આગળ ચાલી કદાચ આ પણ બંધ થઈ જાય.

બાપ કહે છે- આ ગીતો વગેરે નો બધો સાર તમને સમજાવું છું. તમે અર્થ જાણો છો. આ ભણતર છે. બાળકો જાણે છે અમે રાજયોગ શીખી રહ્યાં છીએ. જો ઓછું ભણશે તો પ્રજા માં ચાલ્યાં જશે એટલે જે બહુજ હોશિયાર છે એને ફોલો (અનુકરણ) કરવું જોઈએ કારણ કે એમનું ભણતર માં અટેન્શન (ધ્યાન) વધારે છે તો એનાથી ફાયદો થશે. જે સારું સમજાવવા વાળા છે એમનાથી શીખવું જોઈએ. જે સારું સમજાવે છે એમને સેવાકેન્દ્ર પર યાદ કરે છે ને. બ્રહ્માકુમારી તો બેઠી છે પછી કહે છે ફલાણી આવે. સમજે છે આ ખૂબ હોશિયાર છે. એવું છે તો એમનો પછી આદર પણ કરવો પડે. મોટાઓનો પછી રિગાર્ડ પણ એવો રાખવાનો હોય છે. આ જ્ઞાન માં અમારા થી આગળ છે, જરુર એમને ઊંચ પદ મળશે, એમાં અહંકાર ન આવવો જોઈએ. મોટાઓની ખૂબ ઇજ્જત થાય છે. પ્રધાનમંત્રી ની જરુર વધારે ઇજ્જત હશે. દરેકની નંબર વાર ઇજ્જત હોય છે. એક-બીજા નો રિગાર્ડ તો રાખશે ને. બેરિસ્ટર (વકીલ) માં પણ નંબરવાર હોય છે. મોટાં કેસ માં મોટાં હોશિયાર વકીલ લે છે. કોઈ-કોઈ તો લાખ રુપિયા નાં પણ કેસ ઉઠાવે છે. નંબરવાર જરુર હોય છે. આપણા થી હોંશિયાર છે તો રિગાર્ડ રાખવો જોઈએ. સેવાકેન્દ્ર સંભાળવાનું છે. બધું કામ પણ કરવાનું છે. બાબા ને આખો દિવસ ખ્યાલ રહે છે ને. પ્રદર્શની કેવી રીતે બનાવવામાં આવે, પૂરું અટેન્શન આપવાનું છે. અમે તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનીએ. બાપ આવ્યાં જ છે સતોપ્રધાન બનાવવાં. પતિત-પાવન બાપ જ છે. અહીં પછી કહે છે પતિત-પાવની ગંગા, એમાં જન્મ-જન્માંતર સ્નાન કરતાં આવ્યાં છે. પાવન તો કોઈ પણ નથી બન્યાં. આ બધી છે ભક્તિ. જેમ કે કહે છે હેં પતિત-પાવન આવો. તે આવશે તો જરુર સંગમ પર, અને એક જ વાર આવે છે. દરેકનાં પોત-પોતાનાં રીત-રિવાજ છે. જેમ નેપાળ માં અષ્ટમી પર બલી ચઢાવે છે. નાનાં બાળકો નાં હાથમાં બંદૂક આપી ચલાવડાવે છે. તે પણ બલી ચઢાવશે. મોટો હશે તો એક ધક થી વાછરડાં ને કાપી દેશે. કોઈએ ઓછું ધક લગાવ્યું, એક ધક થી ન મરે તો તે બલી ન થઈ, તે દેવી પર નહીં ચઢાવશે. આ બધું છે ભક્તિ માર્ગ. દરેક ની પોત-પોતાની કલ્પના છે. કલ્પના પર ફોલોઅર્સ (અનુયાયીઓ) બની જાય છે. અહીંયા પછી આ નવી વાતો છે. આને તો બાળકો જ જાણી શકે. એક જ બાપ બેસી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. તમને ખુશી રહે છે અમે સ્વદર્શન ચક્રધારી છીએ, બીજું કોઈ સમજી ન શકે. તમને સભામાં હું કહીશ - સર્વોત્તમ બ્રાહ્મણ કુલભૂષણ, સ્વદર્શન ચક્રધારી તો આનો અર્થ તમે સમજશો. નવું કોઈ હશે તો મુંઝાઈ જશે કે આ શું કહ્યું? સ્વદર્શન ચક્રધારી તો વિષ્ણુ છે. આ નવી વાત છે ને એટલે તમારા માટે કહે છે કે બહાર મેદાન માં આવો તો ખબર પડે.

તમારો છે જ્ઞાન માર્ગ. તમે પ વિકારો પર જીત પામો છો. આ અસુરો (પ વિકારો) થી તમારી લડાઈ છે. પછી તમે દેવતા બનો છો બીજી કોઈ લડાઈ ની વાત નથી હોતી. જ્યાં અસુર છે ત્યાં દેવતાઓ હોતાં નથી. તમે છો બ્રાહ્મણ, દેવતા બનવા વાળા. જે પુરુષાર્થ કરી રહ્યાં છો. રુદ્ર જ્ઞાન યજ્ઞ માં બ્રાહ્મણ જરુર જોઈએ. સિવાય બ્રાહ્મણો નાં યજ્ઞ થતો નથી. રુદ્ર છે શિવ, પછી કૃષ્ણ નું નામ ક્યાંથી આવ્યું. તમે દુનિયાથી બિલકુલ જ ન્યારા છો. અને તમે છો કેટલાં થોડાં. ચકલીઓએ સાગર ને હપ કર્યો. શાસ્ત્રો માં દંત કથાઓ કેટલી છે. બાપ કહે છે - હવે એ બધું ભૂલી મામેકમ્ યાદ કરો. આત્મા જ બાપ ને યાદ કરે છે. બાપ તો એક છે ને. હેં પરમાત્મા કે પ્રભુ કહે છે તો એ સમયે લિંગ પણ યાદ નથી આવતું. ફક્ત ઈશ્વર કે પ્રભુ કહી દે છે. આત્માને બાપ થી અડધાકલ્પ નું સુખ મળેલું છે, તો પછી ભક્તિમાર્ગ માં યાદ કરે છે. હવે તમને જ્ઞાન મળ્યું છે - આત્મા શું છે, પરમાત્મા શું છે. આપણે બધી આત્માઓ મૂળ વતનમાં રહેવા વાળી છીએ, ત્યાંથી નંબરવાર પાર્ટ ભજવવા આવીએ છીએ. પહેલાં આવે છે દેવી-દેવતાઓ. કહે છે ક્રાઈસ્ટ નાં પહેલાં દેવી-દેવતા ધર્મ હતો. ૫ હજાર વર્ષ ની વાત છે. તે લોકો કહી દે છે ૫૦ હજાર વર્ષની આ જૂની વસ્તુ છે. પરંતુ ૫૦ હજાર વર્ષની જૂની વસ્તુ કોઈ હોઈ ન શકે. ડ્રામા છે જ ૫ હજાર વર્ષ નો. મુખ્ય ધર્મ છે જ આ. આ ધર્મ વાળાઓનાં જ મકાન વગેરે હશે. પહેલાં-પહેલાં તો રજોગુણી બુદ્ધિ હતાં. હમણાં તો વધારે જ તમોગુણી બુદ્ધિ વાળા છે. પ્રદર્શની માં કેટલું સમજાવે છે. કોઈને સમજમાં થોડી આવે છે. બ્રાહ્મણો ની જ કલમ લાગે છે. તો બાળકોને સમજાઈ ગયું છે - જ્ઞાન અલગ વસ્તુ છે, ભક્તિ અલગ વસ્તુ છે. જ્ઞાન થી સદ્દગતિ થાય છે એટલે કહે પણ છે હેં પતિત-પાવન આવો, દુઃખ થી મુક્ત કરો. પછી ગાઈડ બની સાથે લઈ જશે. બાપ આવીને આત્માઓને લઈ જાય છે. શરીર તો બધાં ખતમ થઈ જશે. વિનાશ થશે ને. શાસ્ત્રો માં એક જ મહાભારત ની લડાઈ ગવાય છે. કહે પણ છે આ એ જ મહાભારત ની લડાઈ છે. તે તો લાગવાની જ છે. સર્વ ને બાપ નો પરિચય આપતાં રહો. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનો ઉપાય તો એક જ છે. બાપ કહે છે - મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે અને આત્મા મારી સાથે ચાલી જશે. બધાંને સંદેશ આપતાં રહો તો અનેકોનું કલ્યાણ થશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જે ભણવામાં હોશિયાર છે, સારું સમજાવે છે - એમનો સંગ કરવાનો છે, એમને રિગાર્ડ (સન્માન) આપવાનો છે. ક્યારેય પણ અહંકાર માં નથી આવવાનું.

2. જ્ઞાન ની નવી-નવી વાતો ને સારી રીતે સમજવાની અને સમજાવવાની છે. એ જ ખુશી માં રહેવાનું છે કે અમે છીએ સ્વદર્શન ચક્રધારી.

વરદાન :-
એક બાપ ની યાદ માં સદા મગન રહી એકરસ અવસ્થા બનાવવા વાળા સાક્ષીદૃષ્ટા ભવ

હવે એવાં પેપર આવવાનાં છે જે સંકલ્પ, સ્વપ્ન માં પણ નહીં હશે. પરંતુ તમારો અભ્યાસ એવો હોવો જોઈએ જેમ હદ નો ડ્રામા સાક્ષી થઈને જોવાય છે પછી ભલે દર્દનાક હોય કે હસવાનો હોય, અંતર નથી હોતું. એમ ભલે કોઈનો રમણીક પાર્ટ હોય, ભલે સ્નેહી આત્માનો ગંભીર પાર્ટ હોય. દરેક પાર્ટ સાક્ષીદૃષ્ટા થઈને જુઓ, એકરસ અવસ્થા હોય. પરંતુ એવી અવસ્થા ત્યારે રહેશે જ્યારે સદા એક બાપ ની યાદ માં મગન હશો.

સ્લોગન :-
દૃઢ નિશ્ચય થી પોતાનાં ભાગ્ય ને નિશ્ચિત કરી દો તો સદા નિશ્ચિંત રહેશો.