08-10-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બાબા આવ્યા છે તમને બહુ જ રુચી થી ભણાવવાં , તમે પણ રુચિ થી ભણો - નશો રહે અમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે

પ્રશ્ન :-
આપ બ્રહ્માકુમાર-કુમારીઓનું ઉદ્દેશ્ય કે શુદ્ધ ભાવના કઈ છે?

ઉત્તર :-
તમારું ઉદ્દેશ્ય છે - કલ્પ ૫ હજાર વર્ષ પહેલાની જેમ ફરી થી શ્રીમત પર વિશ્વ માં સુખ અને શાંતિ નું રાજ્ય સ્થાપન કરવું. તમારી શુદ્ધ ભાવના છે કે શ્રીમત પર અમે આખાં વિશ્વની સદ્દગતિ કરીશું. તમે નશા થી કહો છો અમે બધાને સદ્દગતિ આપવા વાળા છીએ. તમને બાપ થી શાંતિ નું ઇનામ મળે છે. નર્કવાસી થી સ્વર્ગવાસી બનવું જ ઈનામ લેવું છે.

ઓમ શાંતિ!
સ્ટુડન્ટ (વિદ્યાર્થી) જ્યારે ભણે છે તો ખુશી થી ભણે છે. શિક્ષક પણ બહુજ ખુશી થી, રુચિ થી ભણાવે છે. રુહાની બાળકો આ જાણે છે કે બેહદનાં બાપ જે શિક્ષક પણ છે, આપણને બહુજ રુચિ થી ભણાવે છે. તે ભણતર માં તો બાપ અલગ હોય છે , શિક્ષક અલગ હોય છે, જે ભણાવે છે. કોઈ-કોઈ નાં બાપ જ શિક્ષક હોય છે જે ભણાવે છે તો બહુજ રુચી થી ભણાવે છે કારણ કે તો પણ બ્લડ કનેક્શન (લોહીનો સંબંધ) હોય છે ને. પોતાનાં સમજીને બહુજ રુચિ થી ભણાવે છે. આ બાપ તમને કેટલાં રુચિ થી પણ ભણાવતાં હશે તો બાળકોએ પણ કેટલાં રુચિ થી ભણવું જોઈએ. ડાયરેક્ટ બાપ ભણાવે છે અને આ એક જ વાર આવીને ભણાવે છે. બાળકોને રુચિ ખુબ હોવી જોઈએ. બાબા ભગવાન આપણ ને ભણાવે છે અને દરેક વાત સારી રીતે સમજાવતાં રહે છે. કોઈ-કોઈ બાળકોને ભણતાં-ભણતાં વિચાર આવે છે આ શું છે, ડ્રામા માં આ આવાગમન નું ચક્ર છે. પરંતુ આ નાટક રચ્યું જ શા માટે? આનાથી શું ફાયદો? બસ ફક્ત આમ ચક્ર જ લગાડતા રહેશું, એનાથી તો છૂટી જઈએ તો સારું છે. જ્યારે જુએ છે આ તો ૮૪નું ચક્ર લગાવતા જ રહેવાનું છે તો આવાં-આવાં વિચારો આવે છે. ભગવાને આવો ખેલ કેમ રચ્યો છે, જે આવાગમન નાં ચક્રમાંથી છૂટી જ નથી શકતાં, આના કરતાં મોક્ષ મળી જાય. આવાં-આવાં વિચારો ઘણાં બાળકોને આવે છે. આ આવાગમન થી, દુઃખ સુખ થી છૂટી જઈએ. કહે છે આ ક્યારેય થઇ નથી શકતું. મોક્ષ પામવા માટે કોશિશ કરવી જ વેસ્ટ (વ્યર્થ) થઈ જાય છે. બાપે સમજાવ્યું છે એક પણ આત્મા પાર્ટ થી છૂટી નથી શકતી. આત્મા માં અવિનાશી પાર્ટ ભર્યો છે. તે છે જ અનાદિ અવિનાશી, બિલકુલ એક્યુરેટ એક્ટર્સ છે. એક પણ ઓછું-વધારે નથી થઈ શકતું. આપ બાળકોને બધું નોલેજ છે. આ ડ્રામાનાં પાર્ટ થી કોઈ છૂટી નથી શકતું. ન કોઈ મોક્ષ પામી શકે છે. બધાં ધર્મ વાળાઓએ નંબરવાર આવવાનું જ છે. બાપ સમજાવે છે આ બન્યો-બનાવેલ અવિનાશી ડ્રામા છે. તમે પણ કહો છો બાબા હવે જાણી ગયાં, કેવી રીતે અમે ૮૪ નું ચક્ર લગાવીએ છીએ. આ પણ સમજો છો પહેલાં-પહેલાં જે આવતાં હશે, તે ૮૪ જન્મ લેતાં હશે. પાછળ આવવા વાળા નાં જરુર ઓછાં જન્મ હશે. અહીંયા તો પુરુષાર્થ કરવાનો છે. જૂની દુનિયાથી નવી દુનિયા જરુર બનવાની છે. બાબા દરેક વાત વારંવાર સમજાવતાં રહે છે કારણ કે નવાં-નવાં બાળકો આવતાં રહે છે. તેમને આગળ નું ભણવાનું કોણ ભણાવે. તો બાપ નવાં-નવાં ને જોઈ ફરી જૂની પોઇન્ટસ (વાત) જ રીપીટ કરે છે.

તમારી બુદ્ધિમાં બધું નોલેજ છે. જાણો છો શરું થી લઈને કેવી રીતે આપણે પાર્ટ ભજવતાં આવ્યા છીએ. તમે યથાર્થ રીતે જાણો છો, કેવી રીતે નંબરવાર આવીએ છીએ, કેટલાં જન્મ લઈએ છીએ. આ સમયે જ બાપ આવીને જ્ઞાનની વાતો સંભળાવે છે. સતયુગમાં તો છે જ પ્રાલબ્ધ. આ વાત આ સમયે તમને જ સમજાવાય છે. ગીતામાં પણ શરું માં પછી અંતમાં આ વાત આવે છે - મનમનાભવ. ભણાવાય છે સ્ટેટસ (પદ) પામવા માટે. આપ રાજા બનવાનાં માટે હવે પુરુષાર્થ કરો છો. બીજા ધર્મવાળાઓનું તો સમજાવ્યું છે-કે તે નંબરવાર આવે છે, ધર્મ સ્થાપક નાં પાછળ બધાએ આવવું પડે છે. રાજાઈ ની વાત નથી. એક જ ગીતા શાસ્ત્ર છે જેની ખુબ મહિમા છે. ભારતમાં જ બાપ આવીને સંભળાવે છે અને બધાની સદ્દગતિ કરે છે. તે ધર્મસ્થાપક જે આવે છે, તે જ્યારે મરે છે તો મોટાં-મોટાં તીર્થ બનાવી દે છે. હકીકત માં બધાનું તીર્થ આ ભારત જ છે જ્યાં બેહદનાં બાપ આવે છે. બાપે ભારતમાં જ આવીને સર્વની સદ્દગતિ કરી છે. બાપ કહે છે મને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહો છો ને. હું તમને આ જુની દુનિયા, દુઃખની દુનિયાથી લિબરેટ (મુક્ત) કરી શાંતિધામ, સુખધામ માં લઈ જાઉં છું. બાળકો જાણે છે બાબા અમને શાંતિધામ, સુખધામ લઈ જશે. બાકી બધાં શાંતિધામ જશે. દુ:ખ થી બાપ આવીને લિબરેટ કરે છે. એમનો જન્મ-મરણ તો છે નહીં. બાપ આવ્યાં, પછી ચાલ્યાં જશે. એમનાં માટે એવું થોડી કહેશે કે મરી ગયાં. જેમ શિવાનંદ માટે કહેશે શરીર છોડી દીધું પછી ક્રિયાકર્મ કરે છે. આ બાપ ચાલ્યાં જશે તો એમનું ક્રિયાકર્મ, સેરેમની વગેરે કંઈ પણ નથી કરવાનું હોતું. એમનાં તો આવવાની પણ ખબર નથી પડતી. ક્રિયાકર્મ વગેરે ની તો વાત જ નથી. બીજા બધાં મનુષ્યો નો ક્રિયાકર્મ કરે છે. બાપ નો ક્રિયાકર્મ થતો નથી, એમને શરીર જ નથી. સતયુગમાં આ જ્ઞાન ભક્તિ ની વાતો હોતી નથી. આ હમણાં જ ચાલે છે બીજા બધાં ભક્તિ જ શીખવાડે છે. અડધોકલ્પ છે ભક્તિ પછી અડધાકલ્પ પછી બાપ આવીને જ્ઞાન નો વારસો આપે છે. જ્ઞાન કાંઈ ત્યાં સાથે નથી ચાલતું. ત્યાં બાપને યાદ કરવાની દરકાર જ નથી રહેતી. મુક્તિ માં છે. ત્યાં યાદ કરવાનું હોય છે શું? દુઃખ ની ફરિયાદ ત્યાં હોતી જ નથી. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી. આ સમયે તો અતિ વ્યભિચારી ભક્તિ છે, આને રૌરવ નર્ક કહેવાય છે. એકદમ તીખામાં તીખું નર્ક છે પછી બાપ આવીને તીખું સ્વર્ગ બનાવે છે. આ સમયે છે ૧૦૦ ટકા દુઃખ, પછી ૧૦૦ ટકા સુખ-શાંતિ હશે. આત્મા જઈને પોતાનાં ઘરે વિશ્રામ પામશે. સમજાવવામાં ઘણું સહજ છે. બાપ કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે નવી દુનિયાની સ્થાપના કરી જૂની દુનિયાનો વિનાશ કરવાનો હોય છે. આટલું કાર્ય ફક્ત એક તો નહીં કરશે. ખિદમતગાર (સેવાધારી) ઘણાં જોઈએ. આ સમયે તમે બાપનાં ખિદમતગાર બાળકો બન્યાં છો. ભારતની ખાસ સાચી સેવા કરો છો. સાચાં બાપ સાચી સેવા શીખવાડે છે. પોતાનું પણ, ભારતનું પણ અને વિશ્વનું પણ કલ્યાણ કરો છો. તો કેટલું રુચિ થી કરવું જોઈએ. બાબા કેટલી રુચિ થી સર્વની સદ્દગતિ કરે છે. હમણાં પણ સર્વની સદ્દગતિ થવાની છે જરુર. આ છે શુદ્ધ અહંકાર, શુદ્ધ ભાવના.

તમે સાચી-સાચી સેવા કરો છો - પરંતુ ગુપ્ત. આત્મા કરે છે શરીર દ્વારા. તમને ઘણાં પૂછે છે - બી. કે. નો ઉદ્દેશ્ય શું છે? બોલો બી. કે. નો ઉદ્દેશ્ય છે વિશ્વમાં સતયુગી સુખ-શાંતિ નું સ્વરાજ્ય સ્થાપન કરવું. આપણે દર ૫ હજાર વર્ષ પછી શ્રીમત પર વિશ્વમાં શાંતિ સ્થાપન કરી વિશ્વ શાંતિ નું ઈનામ લઈએ છીએ. યથા રાજા-રાણી તથા પ્રજા ઇનામ લે છે. નર્કવાસી થી સ્વર્ગવાસી બનવું ઓછું નામ છે શું! તેઓ શાંતિનું ઈનામ લઈને ખુશ થતાં રહે છે, મળતું કંઈ પણ નથી. સાચું-સાચું ઈનામ તો હમણાં આપણે બાપ થી લઇ રહ્યાં છીએ, વિશ્વની બાદશાહી નું. કહે છે ને ભારત અમારો ઊંચો દેશ છે. કેટલી મહિમા કરે છે. બધાં સમજે છે અમે ભારતનાં માલિક છીએ, પરંતુ માલિક છે ક્યાં. હમણાં આપ બાળકો બાબાની શ્રીમત થી રાજ્ય સ્થાપન કરો છો. હથિયાર તલવાર તો કંઈ નથી. દૈવીગુણ ધારણ કરો છો એટલે તમારું જ ગાયન પૂજન છે. અંબા ની જુઓ કેટલી પૂજા થાય છે. પરંતુ અંબા કોણ છે, બ્રાહ્મણ છે કે દેવતા... આ પણ ખબર નથી. અંબા, કાળી, દુર્ગા, સરસ્વતી વગેરે... એવાં બહુજ નામ છે. અહીંયા પણ નીચે અંબા નું નાનકડું મંદિર છે. અંબા ને બહુજ ભુજાઓ આપી દે છે. એવું તો છે નહીં. આને કહેવાય છે અંધવિશ્વાસ. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે આવ્યાં, તેમણે પોત-પોતાનો ધર્મ સ્થાપન કર્યો, તિથિ-તારીખ બધું બતાવે છે. ત્યાં અંધવિશ્વાસ ની તો વાત જ નથી. અહીંયા ભારતવાસીઓને કાંઈ ખબર નથી - અમારો ધર્મ ક્યારે અને કોણે સ્થાપન કર્યો? એટલે કહેવાય છે અંધવિશ્વાસ. હમણાં તમે પૂજારી છો પછી પૂજ્ય બનો છો. તમારી આત્મા પણ પૂજ્ય તો શરીર પણ પૂજ્ય બને છે. તમારી આત્માની પણ પૂજા થાય છે પછી દેવતા બનો છો તો પણ પૂજા થાય છે. બાપ તો છે જ નિરાકાર. એ સદૈવ પૂજ્ય છે. તે ક્યારેય પૂજારી નથી બનતાં. આપ બાળકો માટે કહેવાય છે જાતે જ પૂજ્ય જાતે જ પુજારી. બાપ તો સદા પૂજ્ય છે, અહીં આવીને બાપ સાચી સેવા કરે છે. બધાં ને સદ્દગતિ આપે છે. બાપ કહે છે - હવે મામેકમ્ યાદ કરો. બીજા કોઈ દેહધારી ને યાદ નથી કરવાનાં. અહીંયા તો મોટા-મોટા લખપતિ, કરોડપતિ જઈ અલ્લાહ-અલ્લાહ કરે છે. કેટલી અંધશ્રદ્ધા છે. બાપે તમને હમ સો નો અર્થ પણ સમજાવ્યો છે. તે તો કહી દે શિવોહમ્, આત્મા સો પરમાત્મા. હવે બાપે સુધાર કરી બતાવ્યું છે. હવે જજ (ન્યાય) કરો, ભક્તિમાર્ગમાં સાચું સાંભળ્યું છે કે હું સાચું બતાવું છું? હમ સો નો અર્થ બહુજ લાંબો-લચક છે. હમ સો બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય. હવે હમ સો નો અર્થ કયો સાચો છે? આપણે આત્મા ચક્ર માં આમ આવીએ છીએ. વિરાટ રુપ નું ચિત્ર પણ છે, એમાં ચોટી બ્રાહ્મણ અને બાપ ને દેખાડ્યાં નથી. દેવતાઓ ક્યાંથી આવ્યાં? જન્મ ક્યાંથી થયો? કળયુગ માં તો છે શૂદ્રવર્ણ. સતયુગમાં ફટ થી દેવતા વર્ણ કેવી રીતે થયો? કાંઈ પણ સમજતાં નથી. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં ફસાયેલાં રહે છે. કોઈએ ગ્રંથ વાંચી લીધો, વિચાર આવ્યો, મંદિર બનાવી લીધું બસ ગ્રંથ બેસી સંભળાવશે. અનેક મનુષ્ય આવી જાય, ઘણાં ફોલોઅર્સ (અનુયાયીઓ) બની જાય છે. ફાયદો તો કાંઈ પણ નથી થતો. બહુજ દુકાનો નીકળી (ઉભી થઇ) છે. હવે આ બધી દુકાન ખતમ થઇ જશે. આ દુકાનદારી બધી ભક્તિમાર્ગ માં છે, આનાથી બહુજ ધન કમાય છે. સન્યાસી કહે છે અમે બ્રહ્મયોગી, તત્વયોગી છીએ. જેમ ભારતવાસી હકીકત માં છે દેવી-દેવતા ધર્મ નાં પરંતુ હિંદુ ધર્મ કહી દે છે. તેમ બ્રહ્મ તો તત્વ છે, જ્યાં આત્માઓ રહે છે. તેમણે પછી બ્રહ્મજ્ઞાની તત્વજ્ઞાની નામ રાખી દીધું છે. નહિં તો બ્રહ્મતત્વ છે રહેવાનું સ્થાન. તો બાપ સમજાવે છે કેટલી ભારે ભૂલો કરી દીધી છે. આ બધું છે ભ્રમ. હું આવીને બધાં ભ્રમ દૂર કરી દઉં છું. ભક્તિમાર્ગ માં કહે પણ છે હેં પ્રભુ તારી ગતિ ની મત ન્યારી છે. ગતિ તો કોઈ કરી ન શકે. મતો તો અનેકાનેક ની મળે છે. અહીંયા ની મત કેટલો કમાલ કરી દે છે. આખાં વિશ્વને ચેન્જ (પરિવર્તન) કરી દે છે.

હવે આપ બાળકોને બુદ્ધિ માં છે, આટલાં બધાં ધર્મ કેવી રીતે આવે છે! પછી આત્માઓ કેવી રીતે પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં જઈને રહે છે. આ બધું ડ્રામામાં નોંધ છે. આ પણ બાળકો જાણે છે - દિવ્ય દૃષ્ટિ દાતા એક બાપ જ છે. બાબા ને કહ્યું - આ દિવ્ય દૃષ્ટિ ની ચાવી મનેં આપી દો તો હું કોઈ ને સાક્ષાત્કાર કરાવી દઉં. બોલ્યા - નહીં, આ ચાવી કોઈને મળી નથી શકતી. તેનાં બદલામાં તમને પછી વિશ્વની બાદશાહી આપું છું. હું નથી લેતો. મારો જ પાર્ટ છે સાક્ષાત્કાર કરાવવાનો. સાક્ષાત્કાર થવાથી કેટલાં ખુશ થઈ જાય છે. મળતું કાંઈ પણ નથી. એવું નથી કે સાક્ષાત્કાર થી કોઈ નિરોગી બની જાય છે કે ધન મળી જાય છે. ના, મીરાને સાક્ષાત્કાર થયો પરંતુ મુક્તિ ને થોડી પામી. મનુષ્ય સમજે છે તે વૈકુંઠમાં જ રહેતી હતી. પરંતુ વૈકુંઠ કૃષ્ણપુરી છે ક્યાં. આ બધું છે સાક્ષાત્કાર. બાપ બેસી બધી વાતો સમજાવે છે. આમને પણ પહેલાં-પહેલાં વિષ્ણુ નો સાક્ષાત્કાર થયો તો બહુ જ ખુશ થઇ ગયાં. તે પણ જ્યારે જોયું કે હું મહારાજા બનું છું. વિનાશ પણ જોયો પછી રાજાઈ ને પણ જોઈ ત્યારે નિશ્ચય બેઠો ઓહો! હું તો વિશ્વનો માલિક બનું છું. બાબા ની પ્રવેશતા થઈ ગઈ. બસ બાબા આ બધું તમે લઈ લો, મને તો વિશ્વની બાદશાહી જોઈએ. તમે પણ આ સોદો કરવા આવ્યાં છો ને. જે જ્ઞાન ઉઠાવે છે એમની પછી ભક્તિ છૂટી જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દૈવી ગુણ ધારણ કરી શ્રીમત પર ભારતની સાચી સેવા કરવાની છે. પોતાનું, ભારત નું અને આખાં વિશ્વ નું કલ્યાણ બહુજ-બહુજ રુચિ થી કરવાનું છે.

2. ડ્રામા ની અનાદિ અવિનાશી નોંધ ને યથાર્થ સમજી કોઈ પણ સમય વ્યર્થ કરવા વાળો પુરુષાર્થ નથી કરવાનો. વ્યર્થ વિચાર પણ નથી ચલાવવાનાં.

વરદાન :-
એકાગ્રતા નાં અભ્યાસ દ્વારા એકરસ સ્થિતિ બનાવવા વાળા સર્વ સિદ્ધિ સ્વરુપ ભવ .

જ્યાં એકાગ્રતા છે ત્યાં સ્વતઃ એકરસ સ્થિતિ છે. એકાગ્રતા થી સંકલ્પ, બોલ અને કર્મ નું વ્યર્થપણું સમાપ્ત થઈ જાય છે અને સમર્થપણું આવી જાય છે. એકાગ્રતા અર્થાત્ એક જ શ્રેષ્ઠ સંકલ્પ માં સ્થિત રહેવું. જે એક બીજ રુપી સંકલ્પ માં આખો વૃક્ષ રુપી વિસ્તાર સમાયેલો છે. એકાગ્રતા ને વધારો તો સર્વ પ્રકારની હલચલ સમાપ્ત થઈ જશે. બધાં સંકલ્પ, બોલ અને કર્મ સહજ સિદ્ધ થઈ જશે. આનાં માટે એકાંતવાસી બનો.

સ્લોગન :-
એકવાર કરેલી ભૂલ ને વારંવાર વિચારવી અર્થાત્ ડાઘ પર ડાઘ લગાડવો, એટલે વીતી (ભૂતકાળ) ને બિંદી લગાવો.