08-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હવે વિદેહી બનવાનો અભ્યાસ કરો , પોતાનાં આ વિનાશી દેહ થી પ્રેમ નીકાળી એક શિવબાબા ને પ્રેમ કરો

પ્રશ્ન :-
આ બેહદ ની જૂની દુનિયા થી જેમને વૈરાગ્ય આવી ચૂક્યો છે એમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે આ આંખોથી જે કાંઈ જુએ છે - તે જોવા છતાં પણ જેમકે નથી જોતાં. એમની બુદ્ધિ માં આ હશે કે આ બધું ખતમ થવાનું છે. આ બધાં મરેલાં છે. મારે તો શાંતિધામ, સુખધામ માં જવાનું છે. એમનું મમત્વ છૂટતું જશે. યોગમાં રહીને કોઈ થી વાત કરશે તો એમને પણ કશિશ (આકર્ષણ) થશે. જ્ઞાન નો નશો ચઢેલો હશે.

ગીત :-
ઓમ્ નમો શિવાય.

ઓમ શાંતિ!
બાપ કહે છે-મીઠા બાળકો તમે શિવબાબા ને જાણી ગયાં છો. પછી આ ગીત ગાવું તો જેવી રીતે ભક્તિમાર્ગ નું થઈ જાય છે. ભક્તિમાર્ગ વાળા શિવાય નમઃ પણ કહે છે, માતા-પિતા પણ કહે છે, પરંતુ જાણતાં નથી. શિવબાબા થી સ્વર્ગ નો વારસો મળવો જોઈએ. આપ બાળકોને તો બાપ મળ્યાં છે, એમનાથી વારસો મળી રહ્યો છે એટલે બાપ ને યાદ કરો છો. તમને શિવબાબા મળ્યાં છે, દુનિયા ને નથી મળ્યાં. જેમને મળ્યાં છે તે પણ સારી રીતે ચાલી નથી શકતાં. બાબા નાં ડાયરેક્શન (માર્ગદર્શન) બહુજ મીઠા છે, આત્મ-અભિમાની ભવ, દેહી-અભિમાની ભવ. વાત જ આત્માઓ થી કરે છે. દેહી-અભિમાની બાપ, દેહી-અભિમાની બાળકો થી વાત કરે છે. એ તો એક જ છે. એ તો મધુબન માં આપ બાળકોની સાથે બેઠાં છે. આપ બાળકો જાણો છો કે બરાબર બાપ આવ્યાં જ છે ભણાવવાં. આ ભણતર સિવાય શિવબાબાનાં કોઈ ભણાવી ન શકે. ન બ્રહ્મા, ન વિષ્ણુ. આ તો બાપ જ આવીને પતિતો ને પાવન બનાવે છે, અમરકથા સંભળાવે છે. એ પણ અહીંયા જ સંભળાવશે ને. અમરનાથ પર તો નહીં સંભળાવશે ને. આ જ અમરકથા સત્યનારાયણ ની કથા છે. બાપ કહે છે - હું તમને સંભળાવું તો અહીંયા જ છું. બાકી આ બધાં છે ભક્તિમાર્ગ નાં ધક્કા. સર્વ નાં સદ્દગતિ દાતા રામ એક નિરાકાર જ છે. એ જ પતિત-પાવન, જ્ઞાન નાં સાગર, શાંતિ નાં સાગર છે. એ આવે જ ત્યારે છે જ્યારે વિનાશ નો સમય થાય છે. આખાં જગત નાં ગુરુ તો એક પરમપિતા પરમાત્મા જ હોય શકે છે. એ નિરાકાર છે ને. દેવતાઓ ને પણ મનુષ્ય કહેવાય છે. પરંતુ તે દૈવીગુણો વાળા મનુષ્ય છે એટલે એમને દેવતા કહેવાય છે. તમને હમણાં જ્ઞાન મળ્યું છે. જ્ઞાનમાર્ગ માં અવસ્થા (સ્થિતિ) બહુજ મજબૂત રાખવાની છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરવાનાં છે. વિદેહી બનવાનું છે. પછી દેહ થી પ્રેમ જ કેમ કરો છો! બાબા તમને કહે છે શિવબાબા ને યાદ કરો પછી એમની પાસે આવો. મનુષ્ય તો સમજે છે આ દાદા ને મળવા જાય છે. આ તો તમે જાણો છો શિવબાબા ને યાદ કરી અમે એમને મળીએ છીએ. ત્યાં તો છે જ નિરાકારી આત્માઓ, બિન્દુ. બિન્દુ થી તો મળી ન શકાય. તો શિવબાબા થી કેવી રીતે મળશે એટલે અહીંયા સમજાવાય છે, હેં આત્માઓ સ્વયંને આત્મા સમજી બુદ્ધિ માં આ રાખો કે અમે શિવબાબા ને મળીએ છીએ. આ તો બહુજ ગુહ્ય રહસ્ય છે ને. ઘણાંને શિવબાબાની યાદ નથી રહેતી. બાબા સમજાવે છે હંમેશા શિવબાબા ને યાદ કરો. શિવબાબા તમને મળવા આવે છે. બસ તમારા બન્યાં છે. શિવબાબા આમાં આવીને જ્ઞાન સંભળાવે છે. એ પણ નિરાકાર આત્મા છે, તમે પણ આત્મા છો. એક બાપ જ છે જે બાળકોને કહે છે મામેકમ્ યાદ કરો. તે પણ બુદ્ધિ થી યાદ કરવાનાં છે. અમે બાપ નાં પાસે આવ્યાં છીએ. બાબા આ પતિત શરીરમાં આવ્યાં છે. મારા (શિવબાબા) સામે આવવાથી જ નિશ્ચય કરી દે છે, શિવબાબા અમે તમારા બન્યાં છીએ. મુરલીઓમાં પણ આ જ સાંભળો છો - મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે.

તમે જાણો છો આ એ જ પતિત-પાવન બાપ છે. સાચાં-સાચાં સદ્દગુરુ એ છે. હવે આપ પાંડવોની છે પરમપિતા પરમાત્મા થી પ્રીતબુદ્ધિ. બાકી બધાંની તો કોઈને કોઈની સાથે વિપરીત બુદ્ધિ છે. શિવબાબા નાં જે બને છે એમને તો ખુશી નો પારો બહુજ જોર થી ચઢેલો રહેવો જોઈએ. જેટલો સમય નજીક આવે છે, એટલી ખુશી થાય છે. આપણાં હવે ૮૪ જન્મ પૂરા થયાં. હમણાં આ અંતિમ જન્મ છે. આપણે જઈએ છીએ પોતાનાં ઘરે. આ સીડી તો બહુજ સારી છે, આમાં સ્પષ્ટ છે. તો બાળકોએ આખો દિવસ બુદ્ધિ ચલાવવી જોઈએ. ચિત્ર બનાવવા વાળાએ તો બહુજ વિચાર સાગર મંથન કરવાનું છે, જે મુખ્ય છે એમનાં ખ્યાલ ચાલવાં જોઈએ. તમે તો ચેલેંજ (પડકાર) આપો છો - સતયુગ શ્રેષ્ઠચારી દૈવી રાજ્ય માં ૯ લાખ હશે. કોઈ બોલે એનું શુ પ્રુફ (સાબિતી) છે? કહો આ તો સમજવાની વાત છે ને. સતયુગ માં ઝાડ હશે જ નાનું. ધર્મ પણ એક છે તો જરુર મનુષ્ય પણ થોડાં હશે. સીડી માં બધું નોલેજ આવી જાય છે. જેવી રીતે આ કુંભકરણ વાળું ચિત્ર છે. તો આ એવું બનાવવું જોઈએ - બી. કે. જ્ઞાન અમૃત પીવડાવે છે, તે વિષ (વિકાર) માંગે છે. બાબા મુરલી માં બધાં ડાયરેક્શન આપતાં રહે છે. દરેક ચિત્ર ની સમજણ બહુજ સારી છે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર બોલો - આ ભારત સ્વર્ગ હતું, એક ધર્મ હતો તો કેટલાં મનુષ્ય હશે. હમણાં કેટલું મોટું ઝાડ થઈ ગયું છે. હવે વિનાશ થવાનો છે. જૂની સૃષ્ટિ ને બદલવા વાળા એક જ બાપ છે. ૪-૫ ચિત્ર છે મુખ્ય - જેનાથી કોઈને ધક થી તીર લાગી જાય. ડ્રામા અનુસાર દિવસે-પ્રતિદિવસે જ્ઞાન ની પોઈન્ટ (વાતો) ગુહ્ય થતી જાય છે. તો ચિત્રોમાં પણ પરીવર્તન થશે. બાળકોની બુદ્ધિ માં પણ પરીવર્તન થાય છે. આગળ આ થોડી જ સમજતાં હતાં કે શિવબાબા બિન્દુ છે. એવું થોડી કહેશે કે પહેલાં આવું કેમ નહીં બતાવ્યું. બાપ કહે છે - બધી વાતો પહેલેથી જ થોડી સમજાવાય છે. બાપ જ્ઞાન નાં સાગર છે તો જ્ઞાન આપતાં જ રહેશે. કરેક્શન (સુધારો) થતું રહેશે. પહેલેથી જ થોડી બતાવી દેશે. પછી આર્ટિફિશિયલ (બનાવટી) થઈ જાય. અચાનક કોઈ ઇતફાક (ઘટનાં) વગેરે થતી રહેશે પછી કહેશે ડ્રામા. એવું નહીં આ ન થવું જોઈએ. મમ્મા ને તો અંત સુધી રહેવાનું હતું, પછી મમ્મા કેમ ચાલી ગઈ. ડ્રામા માં જે થયું તે રાઈટ (બરાબર). બાબાએ પણ જે કહ્યું તે ડ્રામા અનુસાર કહ્યું. ડ્રામા માં મારો પાર્ટ આવો છે. બાબા પણ ડ્રામા પર રાખી દે છે. મનુષ્ય કહે છે ઈશ્વર ની ભાવી. ઈશ્વર કહે છે ડ્રામા ની ભાવી. ઈશ્વરે કહ્યું કે આમણે કહ્યું, ડ્રામા માં હતું. કોઈ ઉલ્ટું કામ થયું ડ્રામા માં હતું, પછી સુલ્ટું થઈ જશે. ચઢતી કળા જરુર છે. ચઢાઈ પર (યુદ્ધ માં) જાય છે, ક્યારેક ડગમગ થઈ જાય છે. આ બધાં માયા નાં તોફાન છે. જ્યાં સુધી માયા છે વિકલ્પ જરુર આવશે. સતયુગ માં માયા જ નથી તો વિકલ્પ ની વાત જ નથી. સતયુગ માં ક્યારેય કર્મ વિકર્મ નથી થતાં. બાકી થોડાં દિવસ છે, ખુશી રહે છે. આ આપણો અંતિમ જન્મ છે. હવે અમરલોક માં જવાનાં માટે શિવબાબા થી અમરકથા સાંભળીએ છીએ. આ વાતો તમે જ સમજો છો. તે લોકો ક્યાં-ક્યાં અમરનાથ પર જઈને ધક્કા ખાતાં રહે છે. એ નથી સમજતાં કે પાર્વતી ને કથા કોણે સંભળાવી? ત્યાં તો શિવ નું ચિત્ર બતાવે છે. અચ્છા શિવ શેમાં બેઠાં? શિવ અને શંકર બતાવે છે. શું શિવે શંકર માં બેસી કથા સંભળાવી? કાંઈ પણ સમજતાં નથી, ભક્તિમાર્ગ વાળા હજી સુધી તીર્થ કરવા જતાં રહે છે. કથા પણ હકીકત માં મોટી નથી. અસલ (ખરેખર) છે મનમનાભવ. બસ, બીજ ને યાદ કરો. ડ્રામા નાં ચક્રને યાદ કરો. જે જ્ઞાન બાબા નાં પાસે છે તે જ જ્ઞાન તમારી આત્મા માં પણ છે. એ પણ જ્ઞાન સાગર, આપણે આત્મા પણ માસ્ટર જ્ઞાન સાગર બનીએ છીએ. નશો ચઢવો જોઈએ ને. એ આપણને ભાઈઓ (આત્માઓ) ને સંભળાવે છે. સંભળાવશે તો શરીર દ્વારા જ. એમાં સંશય (શંકા) ન લાવવો જોઈએ. બાપને યાદ કરતાં-કરતાં બધું જ્ઞાન બુદ્ધિ માં આવી જાય છે. બાપની યાદ થી જ વિકર્મ વિનાશ થશે, મમત્વ છૂટતું જશે. કોઈ નો નામ-માત્ર પ્રેમ હોય છે. આપણું પણ એવું છે. હવે તો આપણે જઈએ છીએ સુખધામ. આ તો જેવી રીતે બધાં મર્યા પડ્યાં છે, એમનાથી દિલ શું લગાડવાનું. શાંતિધામ માં જઈને પછી સુખધામ માં આવીને રાજ્ય કરશો. આને કહેવાય છે જૂની દુનિયા થી વૈરાગ્ય. બાપ કહે છે - આ આંખો થી જે કાંઈ જુઓ છો તે બધું ખતમ થઈ જવાનું છે. વિનાશ નાં પછી સ્વર્ગ જોશો. હવે આપ બાળકોએ બહુજ મીઠા બનવું જોઈએ. યોગ માં રહી કોઈ વાત કરશે તો એમને બહુજ કશિશ (આકર્ષણ) થશે. આ જ્ઞાન એવું છે જે બાકી બધું ભૂલાઈ જાય છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાનમાર્ગ માં પોતાની અવસ્થા બહુજ મજબૂત બનાવવાની છે. વિદેહી બનવાનું છે. એક બાપ થી સાચ્ચી-સાચ્ચી પ્રીત રાખવાની છે.

2. ડ્રામા ની ભાવી પર અડોલ રહેવાનું છે. ડ્રામા માં જે થયું તે રાઈટ. ક્યારેય ડગમગ નથી થવાનું, કોઈ પણ વાત માં સંશય નથી લાવવાનો.

વરદાન :-
દાતા બની દરેક સેકન્ડ , દરેક સંકલ્પ માં દાન આપવા વાળા ઉદારચિત , મહાદાની ભવ

તમે દાતા નાં બાળકો લેવા વાળા નહીં પરંતુ આપવા વાળા છો. દરેક સેકેન્ડ, દરેક સંકલ્પ માં આપવાનું છે, જ્યારે એવાં દાતા બની જશો ત્યારે કહેશે ઉદારચિત, મહાદાની. એવાં મહાદાની બનવાથી મહાન શક્તિ ની પ્રાપ્તિ સ્વત: થાય છે. પરંતુ આપવાનાં માટે સ્વયં નો ભંડારો ભરપૂર જોઈએ. જે લેવાનું હતું તે બધું જ લઈ લીધું, બાકી રહી ગયું આપવાનું. તો આપતાં જાઓ આપવાથી વધારે જ ભંડારો ભરાતો જશે.

સ્લોગન :-
દરેક વિષયમાં ફુલ માર્ક્સ જમા કરવા છે તો ગંભીરતા નો ગુણ ધારણ કરો.


માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય

૧ . નિરાકાર પરમાત્મા નું રિઝર્વ ( નક્કી કરેલું ) તન બ્રહ્મા તન છે

આ તો આપણને પોતાને પૂરો નિશ્ચય છે કે પરમાત્મા પોતાનાં સાકાર બ્રહ્મા તન દ્વારા આવીને ભણાવી રહ્યાં છે, આ પોઈન્ટ (વાત) પર બહુજ જિજ્ઞાસુ પ્રશ્ન પૂછે છે કે અમૃતવેલા નાં સમયે નિરાકાર પરમાત્મા જ્યારે પોતાનાં સાકાર તન માં પ્રવેશ થાય (કરે) છે તો તે સમયે શરીર માં શું પરિવર્તન થાય છે? તેઓ પૂછે છે શું તમે એ સમયે બેસી એમને જુઓ છો કે કેવી રીતે પરમાત્મા આવે છે? હવે આનાં પર સમજાવાય છે પરમાત્મા ની પ્રવેશતા થવાનાં સમયે એવું નહીં કે એ શરીર નાં કોઈ નયન, ચયન બદલાઈ જાય છે, ના. પરતું આપણે જ્યારે ધ્યાન માં જઈએ છે ત્યારે નયન, ચયન બદલાઈ જાય છે પરંતુ આ સાકાર બ્રહ્મા નો પાર્ટ જ ગુપ્ત છે. જ્યારે પરમાત્મા એમનાં તન માં આવે છે તો કોઈને પણ ખબર નથી પડતી, એમનું આ તન રિઝર્વ કરેલું છે એટલે સેકન્ડમાં આવે છે, સેકન્ડમાં જાય છે, હવે આ રહસ્ય ને સમજજો. બાકી એવું નહીં કોઈ પોઈન્ટ સમજમાં ન આવે તો આ ભણતર નો કોર્સ છોડી દેવાનો છે. ભણતર તો દિવસે-પ્રતિદિવસે ગુહ્ય અને સ્પષ્ટ થતું જાય છે. આખો કોર્સ એકદમ તો નહીં ભણી શકશો ને, એમ તમને સમજાવાય છે. બીજા જે પણ ધર્મ પિતાઓ આવે છે એમનામાં પણ પોત-પોતાની પવિત્ર આત્માઓ આવી પોતાનો પાર્ટ ભજવે છે પછી એ આત્માઓને સુખ દુઃખ ની રમત માં આવવાનું છે, તેઓ પાછાં નથી જતાં પરંતુ જ્યારે નિરાકાર સુપ્રીમ સોલ આવે છે તો તે સુખ દુઃખ થી ન્યારા છે, તો એ ફક્ત પોતાનો પાર્ટ ભજવી પછી ચાલ્યાં જાય છે. તો આ જ વાત ને આપણે બુદ્ધિ થી સમજવાની છે.

૨ . આત્મા અને પરમાત્મા માં ગુણો અને તાકાત નો ફરક

આત્મા અને પરમાત્મા નું અંતર (ભેદ) આનાં પર સમજાવાય છે કે આત્મા અને પરમાત્મા નું રુપ એક જેવું જ્યોતિ રુપ છે. આત્મા અને પરમાત્મા ની આત્મા ની સાઈઝ (માપ) એક જ રીત માં છે, બાકી આત્મા અને પરમાત્મા માં ફકત ગુણો ની તાકાત નો ફરક અવશ્ય છે. હવે આ જે આટલાં ગુણ છે તે બધી મહિમા પરમાત્મા ની છે. પરમાત્મા દુઃખ સુખ થી ન્યારા છે, સર્વશક્તિવાન છે, સર્વગુણ સમ્પન્ન છે, ૧૬ કળા સંપૂર્ણ છે, એમની જ બધી શક્તિ કામ કરી રહી છે. બાકી મનુષ્ય આત્મા ની કોઈ શક્તિ ન ચાલી શકે. પરમાત્મા નો જ બધો પાર્ટ ચાલે છે, ભલે પરમાત્મા પાર્ટ માં પણ આવે છે, તો પણ પોતે ન્યારા રહે છે. પરતું આત્મા પાર્ટ માં આવતાં પણ પાર્ટધારી નાં રુપમાં આવી જાય છે, પરમાત્મા પાર્ટ માં આવતાં પણ કર્મબંધન થી ન્યારા છે. આત્મા પાર્ટ માં આવતાં પણ કર્મબંધન નાં વશ થઈ જાય છે, આ છે આત્મા અને પરમાત્મા માં અંતર, ભેદ. અચ્છા-ઓમ્ શાંતિ.