08-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેહ સહિત આ સર્વસ્વ ખતમ થવાનું છે , એટલે તમારે જૂની દુનિયાનાં સમાચાર સાંભળવાની જરુર નથી , તમે બાપ અને વારસા ને યાદ કરો”

પ્રશ્ન :-
શ્રીમત માટે ગાયન કયું છે? શ્રીમત પર ચાલવા વાળાની નિશાની સંભળાવો.

ઉત્તર :-
શ્રીમત માટે ગાયન છે - જે ખવડાવશો, જે પહેરાવશો, જ્યાં બેસાડશો… તે જ કરીશું. શ્રીમત પર ચાલવા વાળા બાળકો બાપ ની દરેક આજ્ઞાનું પાલન કરે છે. એમનાથી સદા શ્રેષ્ઠ કર્મ થાય છે. તે ક્યારેય શ્રીમત માં પોતાની મનમત મિક્સ નથી કરતાં. એમનામાં રાઈટ અને રોંગ ની (સાચાં આને ખોટા ની) સમજણ હોય છે.

ગીત :-
બનવારી રે…

ઓમ શાંતિ!
આ ગીત કોનું છે? બાળકોનું. કોઈ ગીત એવા પણ હોય છે જેમાં બાપ બાળકોને સમજાવે છે પરંતુ આ ગીત માં બાળકો કહે છે કે બાબા, હવે તો અમે સમજી ગયાં, દુનિયાને તો ખબર નથી કે કેવી આ દુનિયા છે, ખોટા બંધન છે. અહીં બધાં દુઃખી છે ત્યારે તો ઈશ્વર ને યાદ કરે છે. સતયુગ માં તો ઈશ્વર ને મળવાની વાત જ નથી. અહીં દુઃખ છે ત્યારે આત્માઓ ને યાદ આવે છે પરંતુ ડ્રામા અનુસાર બાપ મળે જ ત્યારે છે જ્યારે સ્વયં આવે છે. બાકી બીજા જે પણ પુરુષાર્થ કરે છે બધું વ્યર્થ છે કારણ કે ઈશ્વર ને સર્વવ્યાપી માને છે, ઈશ્વર નો રસ્તો ખોટો બતાવે છે. જો કહે કે ઈશ્વર અને એમની રચના નાં આદિ, મધ્ય, અંત ને અમે નથી જાણતાં તો આ બોલવાનું સાચ્ચુ છે. આગળ ઋષિ-મુનિ વગેરે સાચ્ચુ બોલતા હતાં, એ સમયે રજોગુણી હતાં. એ સમયે ખોટી દુનિયા નહીં કહેવાશે. ખોટી દુનિયા નર્ક, કળિયુગ અંત ને કહે છે. સંગમ પર કહેવાશે - આ નર્ક છે, તે સ્વર્ગ છે. એવું નથી દ્વાપર ને નર્ક કહેવાશે. એ સમયે તો પણ રજોપ્રધાન બુદ્ધિ છે. હમણાં છે તમોપ્રધાન. તો હેલ અને હેવન સંગમ પર લખાશે. આજે હેલ છે, કાલે હેવન થશે. આ પણ બાપ આવીને સમજાવે છે, દુનિયા નથી જાણતી કે આ સમયે કળિયુગ નો અંત છે. બધાં પોત-પોતાનો હિસાબ-કિતાબ ચૂક્તુ કરી અંતમાં સતોપ્રધાન બને છે પછી સતો, રજો, તમો માં આવવાનું જ છે. જેમનો એક-બે જન્મ નો પાર્ટ છે, તે પણ સતો, રજો, તમો માં આવે છે. એમનો પાર્ટ જ થોડો છે. આમાં ખુબ સમજ જોઈએ. દુનિયામાં તો અનેક મત વાળા મનુષ્ય છે. બધાની એક મત તો નથી હોતી. દરેકનો પોત-પોતાનો ધર્મ છે. મત પોત-પોતાની છે. બાપ નું ઓક્યુપેશન (કર્તવ્ય) અલગ છે. દરેક આત્માનું અલગ છે. ધર્મ પણ અલગ છે. તો એમનાં માટે સમજણ પણ અલગ જોઈએ. નામ, રુપ, દેશ, કાળ બધાનાં અલગ છે. જોવામાં આવે છે આ ફલાણા નો ધર્મ છે. હિન્દુ ધર્મ માં તો બધાં કહે છે પરંતુ એમાં પણ બધાં ભિન્ન-ભિન્ન છે. કોઈ આર્ય સમાજી, કોઈ સંન્યાસી, કોઈ બ્રહ્મ સમાજી. સંન્યાસી વગેરે જે પણ છે બધાને હિન્દુ ધર્મ માં માને છે. આપણે લખીએ કે અમે બ્રાહ્મણ ધર્મ નાં છીએ અથવા દેવતા ધર્મ નાં છીએ તો પણ તે હિન્દુમાં લગાવી દે છે કારણ કે બીજો કોઈ વિભાગ તો એમની પાસે છે જ નહીં. તો દરેકનું ફોર્મ અલગ-અલગ હોવાથી ખબર પડી જશે. બીજા કોઈ ધર્મ વાળા હશે તો આ વાતો ને માનશે નહીં. પછી એમને સાથે સમજાવવું મુશ્કેલ છે. તે તો સમજશે કે આ તો પોતાનાં ધર્મની મહિમા કરે છે. આમાં દ્વૈત છે. સમજાવવા વાળા બાળકો પણ નંબરવાર છે. બધાં એક સમાન તો નથી એટલે મહારથીઓ ને બોલાવે છે.

બાબાએ સમજાવ્યું છે-મને યાદ કરો, મારી શ્રીમત પર ચાલો. એમાં પ્રેરણા વગેરેની કોઈ વાત નથી. જો પ્રેરણા થી કામ થાય તો પછી બાપ ને આવવાની જરુર જ નથી. શિવબાબા તો અહીં છે. તો એમને પ્રેરણાની શું જરુર છે? આ તો બાપની મત પર ચાલવાનું હોય છે. પ્રેરણાની વાત નથી. કોઈ-કોઈ સંદેશીઓ સંદેશ લઈ આવે છે, એમાં પણ બહુજ મિક્સ થઈ જાય છે. સંદેશી તો બધી એક જેવી નથી. માયા નું ખૂબ ઇન્ટરફિયર (દખલગિરી) થાય છે. બીજી સંદેશી થી વેરીફાઈ કરાવવાનું હોય છે. ઘણાં તો કહી દે છે અમારામાં બાબા આવે છે, મમ્મા આવે છે પછી પોતાનું અલગ સેન્ટર ખોલે છે. માયાની પ્રવેશતા થઈ જાય છે. આ ખૂબ સમજવાની વાત છે. બાળકોએ બહુજ સેન્સીબલ (સમજદાર) બનવું જોઈએ. જે સર્વિસેબલ (સેવાધારી) બાળકો છે, તે જ આ વાતો ને સમજી શકે છે. જે શ્રીમત પર નથી ચાલતાં, તે આ વાતો ને નહીં સમજશે. શ્રીમત માટે ગાયન છે કે તમે જે ખવડાવશો, જે પહેરાવશો, જ્યાં બેસાડશો તે કરીશું. આવાં કોઈ તો બાપની મત પર ચાલે છે, કોઈ પછી બીજાની મત નાં પ્રભાવમાં આવી જાય છે. કોઈ વસ્તુ ન મળી, કોઈ વાત પસંદ ન આવી તો ઝટ બગડી જાય છે. બધાં થોડી એક જેવા સપૂત બાળકો હોઈ શકે છે? દુનિયામાં તો અનેકાનેક મત વાળા છે. અજામિલ જેવા પાપ આત્માઓ, ગણિકાઓ ખૂબ છે.

આ પણ સમજાવવું પડે છે કે ઈશ્વર ને સર્વવ્યાપી કહેવું ખોટું છે. સર્વવ્યાપી તો પાંચ વિકાર છે એટલે બાપ કહે છે આ આસુરી દુનિયા છે. સતયુગ માં પાંચ વિકાર હોતાં નથી. કહે છે શાસ્ત્રોમાં આ વાત આમ છે. પરંતુ શાસ્ત્ર તો બધાં મનુષ્યો એ બનાવ્યા છે. તો મનુષ્ય ઊંચા થયા કે શાસ્ત્ર? જરુર સંભળાવવા વાળા ઊંચા થયા ને? લખવા વાળા તો છે મનુષ્ય. વ્યાસે લખ્યું તે પણ મનુષ્ય હતાં ને? આ તો નિરાકાર બાપ બેસી સમજાવે છે. ધર્મ સ્થાપકોએ જે આવીને સંભળાવ્યું એનાં પછી પાછળ થી શાસ્ત્ર બને છે. જેવી રીતે ગુરુ નાનકે સંભળાવ્યું, પછી થી ગ્રંથ બને છે. તો જેમણે સંભળાવ્યું એમનું નામ થઈ ગયું. ગુરુનાનકે પણ એમની મહિમા ગાઈ છે-બધાનાં બાપ એ એક છે. બાપ કહે છે જઈને ધર્મ સ્થાપન કરો. આ બેહદનાં બાપ કહે છે મને તો કોઈ મોકલવા વાળા નથી. શિવબાબા સ્વયં સમજાવે છે એ છે મેસેજ લઈ આવવા વાળા, મને કોઈ મોકલવા વાળા નથી. મને મેસેન્જર અથવા પૈગંબર નહીં કહેવાશે. હું તો આવું છું બાળકોને સુખ-શાંતિ આપવાં. મને કોઈએ કહ્યું નથી, હું તો સ્વયં માલિક છું. માલિક ને પણ માનવા વાળા હોય છે, પરંતુ એમને પૂછવું જોઈએ કે તમે માલિક નો અર્થ સમજ્યો છે? એ માલિક છે, આપણે એમનાં બાળકો છીએ તો જરુર વારસો મળવો જોઈએ. બાળકો કહે છે - અમારા બાબા. તો બાપનાં ધન નાં તમે માલિક છો. “મારા બાબા” બાળકો જ કહેશે. મારા બાબા તો પછી બાબાનું ધન પણ મારું. હમણાં આપણે શું કહીએ છીએ? અમારા શિવબાબા. બાપ પણ કહેશે આ મારા બાળકો છે. બાપ પાસેથી બાળકોને વારસો મળે છે. બાપની પાસે પ્રોપર્ટી હોય છે. બેહદ નાં બાપ છે જ સ્વર્ગ નાં રચયિતા. ભારત વાસીઓને પણ પ્રોપર્ટી કોની પાસેથી મળે છે? શિવબાબા પાસેથી. શિવજયંતી પણ મનાવે છે. શિવજયંતી પછી થશે શ્રીકૃષ્ણ જયંતી, પછી શ્રીરામ જયંતી. બસ, મમ્મા-બાબા ની જયંતી અથવા જગદંબા ની જયંતી તો કોઈ ગાતા નથી. શિવજયંતી પછી રાધા-કૃષ્ણ ની જયંતી પછી રામ-સીતા જયંતી.

જ્યારે શિવબાબા આવે ત્યારે શુદ્ર રાજ્ય વિનાશ થાય. આ રહસ્ય પણ કોઈ સમજતું નથી. બાપ સમજાવે છે. એ આવે છે જરુર. બાપ ને કેમ બોલાવે છે? શ્રીકૃષ્ણ પુરી સ્થાપન કરવાં. તમે જાણો છો શિવજયંતી બરોબર થાય છે. શિવબાબા જ્ઞાન આપી રહ્યા છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. શિવજયંતી છે મોટામાં મોટી જયંતી. પછી છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર. હવે પ્રજાપિતા બ્રહ્મા તો મનુષ્ય સૃષ્ટિમાં છે. પછી રચનામાં મુખ્ય છે લક્ષ્મી-નારાયણ. તો શિવ છે માતા-પિતા, પછી માતા-પિતા બ્રહ્મા અને જગતઅંબા પણ આવી જાય છે. આ સમજવાની અને ધારણ કરવાની વાતો છે. પહેલાં-પહેલાં સમજાવવાનું છે - બાપ પરમપિતા પરમાત્મા આવે છે પતિતો ને પાવન કરવાં. એ નામ-રુપ થી ન્યારા હોય તો એમની જયંતી કેવી રીતે થઈ શકે? ગોડ ને ફાધર કહેવાય છે. ફાધર ને તો બધાં માને છે. નિરાકાર છે જ આત્મા અને પરમાત્મા. આત્માઓને સાકાર શરીર મળે છે, આ ખૂબ સમજવાની વાતો છે. જે કંઈ પણ શાસ્ત્ર વગેરે નથી ભણેલા તો એને માટે વધારે જ સહજ છે. આત્માઓનાં બાપ એ પરમપિતા પરમાત્મા સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે. સ્વર્ગ માં હોય છે રાજાઈ, તો જરુર એમને સંગમ પર આવવું પડે. સતયુગ માં તો આવી ન શકે. તે પ્રારબ્ધ, ૨૧ જન્મો નો વારસો સંગમ પર જ મળે છે. આ સંગમયુગ છે બ્રાહ્મણો નો. બ્રાહ્મણ છે ચોટલી, પછી છે દેવતાઓનો યુગ. દરેક યુગ ૧૨૫૦ વર્ષ નો છે. હમણાં ૩ ધર્મ સ્થાપન થાય છે-બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય કારણ કે પછી અડધોકલ્પ કોઈ ધર્મ નથી હોતો. સૂર્યવંશી, ચંદ્રવંશી પૂજ્ય હતાં પછી પુજારી બની જાય છે. તે બ્રાહ્મણ તો અલગ-અલગ પ્રકારનાં હોય છે.

હમણાં તમે સારા કર્મ કરી રહ્યા છો જે પછી સતયુગ માં પ્રારબ્ધ મેળવશો. બાપ સારા કર્મ શીખવાડે છે. તમે જાણો છો કે આપણે શ્રીમત પર જેવા કર્મ કરીશું, બીજાઓને આપ સમાન બનાવીશું તો એની પ્રારબ્ધ મળશે. હમણાં આખી રાજધાની સ્થાપન થાય છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની રાજધાની હોય છે. આ છે પ્રજાનું પ્રજા પર રાજ્ય. પંચાયતી રાજ્ય છે, અનેક પંચ છે. નહીં તો પ પંચ હોય છે. અહીં તો બધાં પંચ જ પંચ છે. તે પણ આજે છે, કાલે નથી. આજે મિનિસ્ટર છે, કાલે એમને ઉતારી દે છે. એગ્રીમેન્ટ કરી પછી કેન્સલ કરી દે છે. આ છે અલ્પકાળનું ક્ષણભંગુર રાજ્ય. કોઈને પણ ઉતારવામાં વાર નથી કરતાં. કેટલી મોટી દુનિયા છે! સમાચાર પત્ર થી કંઈ ને કંઈ ખબર પડે છે. આટલા બધાં સમાચાર તો કોઈ વાંચી નથી શકતાં. આપણને આ દુનિયાનાં સમાચાર ની જરુર જ નથી. આ તો જાણીએ છીએ દેહ સહિત બધુંજ આ દુનિયાનું ખતમ થઈ જવાનું છે. બાબા કહે છે ફક્ત મને યાદ કરો તો તમે મારી પાસે આવી જશો. મર્યા પછી બધાં સાક્ષાત્કાર થશે. શરીર છોડીને પછી આત્મા ભટકે પણ છે. એ સમયે પણ હિસાબ-કિતાબ ભોગવી શકે છે. સાક્ષાત્કાર બધાં થાય છે. અંદર જ સાક્ષાત્કાર કરે છે, ભોગના ભોગવે છે, ખૂબ પસ્તાય છે કે અમે નકામું આવું કર્યુ. પશ્ચાતાપ થાય છે ને? કોઈ જેલ બર્ડ હોય છે, તે કહે છે જેલમાં ખાવાનું તો મળશે. એટલે કે ખાવાનું ખાવા થી કામ છે, ઈજ્જતની પરવા નથી કરતાં. તમને તો કોઈ તકલીફ નથી. બાપ છે તો બાપની શ્રીમત પર ચાલવાનું છે. એવું પણ નથી, કોઈને દુઃખ આપશે. તે તો છે જ સુખદાતા. આજ્ઞાકારી બાળકો તો કહેશે બાબા જે તમે ડાયરેક્શન આપશો. તુમ્હીં સે બૈઠું... આ શિવબાબા માટે ગવાયેલું છે. ભાગીરથ અથવા નંદીગણ પણ પ્રસિદ્ધ છે. લખાયેલું છે ને માતાઓનાં માથા પર કળશ રાખ્યો. તો તે પછી ગાય દેખાડે છે. શું-શું (કેવી-કેવી) વાતો બનાવી દીધી છે?

આ દુનિયામાં કોઈ એવરહેલ્દી હોઈ નથી શકતું. અનેક પ્રકારનાં રોગ છે. ત્યાં કોઈ રોગ નથી. નથી ક્યારેય અકાળે મૃત્યુ થતું. સમય પર સાક્ષાત્કાર થાય છે. વૃદ્ધો ને તો ખુશી થાય છે. વૃદ્ધ જ્યારે થાય છે તો ખુશી થી શરીર છોડે છે. સાક્ષાત્કાર થાય છે કે હું જઈને બાળક બનીશ. હમણાં તમને જુવાનો ને પણ આટલી ખુશી છે કે અમે શરીર છોડી જઈને પ્રિન્સ બનીશું. બાળકો છો કે જુવાન છો મરવાનું તો બધાને છે ને? તો બધાને આ નશો રહેવો જોઈએ કે અમે જઈને પ્રિન્સ બનીશું. જરુર જ્યારે સર્વિસ કરો ત્યારે તો બનો. ખુશી થવી જોઈએ-હવે અમે જૂનું શરીર છોડી બાબા ની પાસે જઈશું, બાબા પછી આપણને સ્વર્ગમાં મોકલી દેશે. સર્વિસ કરવી જોઈએ. બાળકોએ ગીત સાંભળ્યું. બંસરી વાળા શ્રીકૃષ્ણ તો નથી. મોરલી તો ઘણાઓની પાસે હોય છે. ખૂબ સારી-સારી વગાડે છે. આમાં મોરલી ની વાત નથી. તમે તો કહો છો શ્રીમત એક બાપ જ આપે છે. જ્યાં સુધી કોઈ બાળક નથી બનતાં, ત્યાં સુધી આ વાતો સમજી પણ નથી શકતાં અને આમાં પછી શ્રીમત પર ચાલવાની વાત છે. પોતાની મત પર ચાલવાથી થોડી ઊંચ પદ મેળવી શકશે? બાપ ને જે જાણે છે તે બાપનો પરિચય બીજાઓને પણ આપશે. બાપ અને રચના નો પરિચય આપવાનો છે. કોઈને બાપનો પરિચય નથી આપતા તો પોતે જાણતાં નથી. પોતાને નશો ચઢેલો છે તો બીજાઓને પણ ચઢાવવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર સદા શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. બીજાઓની મત નાં પ્રભાવમાં નથી આવવાનું. સપૂત બની દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. જે વાત સમજ માં નથી આવતી એને વેરીફાઈ જરુર કરાવવાની છે.

2. સદા આ જ નશા અથવા ખુશીમાં રહેવાનું છે કે અમે આ જૂનું શરીર છોડી પ્રિન્સ બનીશું. નશા માં રહી ઈશ્વરીય સેવા કરવાની છે.

વરદાન :-
નિંદક ને પણ પોતાનો મિત્ર સમજી સન્માન આપવા વાળા બ્રહ્મા બાપ સમાન માસ્ટર રચયિતા ભવ

જેવી રીતે બ્રહ્મા બાપે સ્વયં ને વિશ્વ સેવાધારી સમજી દરેક ને સન્માન આપ્યું, સદા માલેકમ્ સલામ કર્યુ. એવું ક્યારેય ન વિચાર્યુ કે કોઈ સન્માન આપે તો હું આપું. નિંદક ને પણ પોતાનો મિત્ર સમજીને સન્માન આપ્યું, એવું ફોલો ફાધર કરો. ફક્ત સન્માન આપવા વાળા ને પોતાનાં ન સમજો પરંતુ ગાળો આપવા વાળા ને પણ પોતાનાં સમજી સન્માન આપો કારણ કે આખી દુનિયા જ તમારો પરિવાર છે. સર્વ આત્માઓનાં તના (આધાર, પૂર્વજ) આપ બ્રાહ્મણ છો. એટલે સ્વયં ને માસ્ટર રચયિતા સમજી બધાને સન્માન આપો ત્યારે દેવતા બનશો.

સ્લોગન :-
માયા ને સદા માટે વિદાય આપવા વાળા જ બાપ ની વધાઈઓનાં પાત્ર બને છે.