09-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મરજીવા બન્યાં છો તો બધુંજ ભૂલી જાઓ , એક બાપ જે સંભળાવે છે , તે જ સાંભળો અને બાપ
ને યાદ કરો , તમારી સાથે બેસું”
પ્રશ્ન :-
સદ્દગતિ દાતા બાપ બાળકોની સદ્દગતિ માટે કઈ શિક્ષા આપે છે?
ઉત્તર :-
બાબા કહે છે - બાળકો સદ્દગતિ માં જવા માટે અશરીરી બની બાપ અને ચક્ર ને યાદ કરો. યોગ
થી તમે એવરહેલ્દી (સદા તંદુરસ્ત), નિરોગી બની જશો. પછી તમારે કોઈ પણ કર્મ કુટવા નહીં
પડે.
પ્રશ્ન :-
જેમની તકદીર
માં સ્વર્ગનું સુખ નથી, એમની નિશાનીઓ શું હશે?
ઉત્તર :-
તે જ્ઞાન સાંભળવા માટે કહેશે મારી પાસે ફુરસદ નથી. તે ક્યારેય બ્રાહ્મણ કુળનાં ભાતી
(સભ્ય) નહીં બને. એમને ખબર જ નહીં પડે કે ભગવાન પણ કોઈ રુપમાં ક્યારેક આવે છે.
ગીત :-
તુમ્હારે
બુલાને કો જી ચાહતા હૈં…
ઓમ શાંતિ!
ભગવાન બેસી
ભક્તોને સમજાવે છે. ભક્ત છે ભગવાન નાં બાળકો. બધાં છે ભક્ત, બાપ છે એક. તો બાળકો
ઈચ્છે છે એક જન્મ તો બાપની સાથે પણ રહીને જોઈએ. દેવતાઓ સાથે પણ ઘણાં જન્મ વિત્યાં.
આસુરી સંપ્રદાય ની સાથે પણ ખૂબ જન્મ વિત્યાં. હવે ભક્તોને મન થાય છે - એક જન્મ તો
ભગવાન નાં બનીને ભગવાન ની સાથે રહીને જોઈએ. હવે તમે ભગવાન નાં બન્યાં છો, મરજીવા
બન્યાં છો તો ભગવાન ની સાથે રહો છો. આ જે અમૂલ્ય અંતિમ જીવન છે આમાં તમે પરમપિતા
પરમાત્મા ની સાથે રહો છો. ગાયન પણ છે - તુમ્હીં સે ખાઉં, તુમ્હીં સે બૈઠું, તુમ્હીં
સે સુનું…. જે મરજીવા બને છે એમનાં માટે આ જન્મ સાથે રહેવાનું હોય છે. આ એક જ છે
ઊંચા માં ઊંચો જન્મ. બાપ પણ એક જ વાર આવે છે, પછી તો ક્યારેય આવી ન શકે. એક જ વાર
આવીને બાળકોની સર્વ કામનાઓ પૂર્ણ કરી લે છે. ભક્તિમાર્ગ માં માંગે ખૂબ છે. સાધુ-સંત,
મહાત્માઓ, દેવી-દેવતાઓ વગેરે પાસે થી અડધાકલ્પ થી માંગતા રહે છે અને બીજું જપ, તપ,
દાન, પુણ્ય વગેરે પણ જન્મ બાઈ (પછી) જન્મ કરતા જ આવ્યાં છે. કેટલાં શાસ્ત્ર વાંચ્યા
છે. અનેકાનેક શાસ્ત્ર મેગેઝીન વગેરે બનાવતાં થાકતાં જ નથી. સમજે છે આનાંથી જ ભગવાન
મળશે, પરંતુ હવે બાપ સ્વયં કહે છે - તમે જન્મ-જન્માન્તર જે કાંઈ વાંચ્યું છે અને
હમણાં આ જે કાંઈ શાસ્ત્ર વગેરે વાંચો છો, એનાંથી કોઈ મારી પ્રાપ્તિ નહીં થાય. ખૂબ
પુસ્તકો વગેરે છે. ક્રિશ્ચન લોકો પણ કેટલું શીખે છે. અનેક ભાષાઓમાં ઘણું બધું લખતા
જ રહે છે. મનુષ્ય વાંચતા જ રહે છે. હવે બાપ કહે છે જે કાંઈ વાંચ્યું છે તે બધું ભૂલી
જાઓ અથવા બુદ્ધિ થી મારી દો. બહુજ પુસ્તકો વાંચે છે. પુસ્તકો માં છે ફલાણા ભગવાન
છે, ફલાણા અવતાર છે. હવે બાપ કહે છે હું સ્વયં આવું છું, તો જે મારા બને છે એમને
હું કહું છું આ બધાંને ભૂલી જાઓ. આખી દુનિયા અને તમારી બુદ્ધિમાં જે વાત નહોતી, તે
હવે હું તમને સંભળાવું છું. હવે આપ બાળકો સમજો છો બરાબર બાબા જે સમજાવે છે તે કોઈ
શાસ્ત્ર વગેરેમાં છે નહીં. બાપ ખુબ ગુહ્ય અને રમણીક વાતો સમજાવે છે. ડ્રામા નાં
આદિ-મધ્ય-અંત, રચતા અને રચના નાં બધાં સમાચાર તમને સંભળાવે છે. છતાં પણ કહે છે સારું
વધારે નહીં તો બે શબ્દ જ યાદ કરો - મનમનાભવ, મધ્યાજીભવ. આ શબ્દ તો ભક્તિમાર્ગની ગીતા
નાં છે, પરંતુ બાપ આનો અર્થ સારી રીતે સમજાવે છે. ભગવાને તો સહજ રાજયોગ શીખવાડ્યો
છે, કહે છે ફક્ત મુજ બાપ ને યાદ કરો. ભક્તિમાં પણ ખૂબ યાદ કરતા હતાં. ગાય પણ છે
દુઃખ મેં સુમિરણ સબ કરે…. છતાં પણ કાંઈ સમજતાં નથી. જરુર સતયુગ-ત્રેતા માં સુખની
દુનિયા છે તો યાદ કેમ કરશે? હવે માયાનાં રાજ્યમાં દુઃખ થાય છે ત્યારે બાપને યાદ
કરવાના હોય છે અને પછી સતયુગ માં અથાહ સુખ પણ યાદ આવે છે. એ સુખની દુનિયામાં એ જ હતાં,
જેમણે બાપ પાસે થી સંગમયુગ પર રાજયોગ અને જ્ઞાન શીખ્યાં હતાં. બાળકોમાં જુઓ - છે
કેવાં અભણ. એમની માટે તો વધારે જ સારું છે, કારણ કે ક્યાંય પણ બુદ્ધિ જતી નથી. અહીં
તો ફક્ત ચૂપ રહેવાનું છે. મુખ થી પણ કાંઈ નથી કહેવાનું. ફક્ત બાબા ને યાદ કરતા રહો
તો વિકર્મ વિનાશ થશે. પછી સાથે લઈ જઈશ. આ વાતો થોડી-થોડી ગીતા માં છે. પ્રાચીન ભારત
નું ઘર્મશાસ્ત્ર છે જ એક. આ જ ભારત નવું હતું, હવે જૂનું થયું છે. શાસ્ત્ર તો એક જ
હશે ને. જેમ બાઇબલ એક છે, જ્યારથી ક્રિશ્ચન ધર્મ સ્થાપન થયો છે તો અંત સુધી એમનું
શાસ્ત્ર એક જ છે. ક્રાઈસ્ટ ની પણ ખૂબ મહિમા કરે છે. કહે છે એમણે શાંતિ સ્થાપન કરી.
હવે એમણે તો આવીને ક્રિશ્ચન ધર્મની સ્થાપના કરી, એમાં શાંતિની તો વાત જ નથી. જે આવે
છે એમની મહિમા કરતા રહે છે કારણ કે પોતાની મહિમાને ભૂલેલા છે. બૌદ્ધ, ક્રિશ્ચન વગેરે
પોતાનાં ધર્મને છોડી બીજાઓની મહિમા નહીં કરે. ભારતવાસીઓ ને પોતાનો ધર્મ તો નથી. આ
પણ ડ્રામામાં નોંધાયેલું છે. જ્યારે બિલકુલ જ નાસ્તિક બની જાય છે ત્યારે જ પછી બાપ
આવે છે.
બાપ સમજાવે છે બાળકો
સ્કૂલો વગેરેમાં જે પુસ્તકો ભણાવાય છે એમાં તો પણ લક્ષ-હેતુ છે. ફાયદો છે, કમાણી
થાય છે. પદ મળે છે. બાકી શાસ્ત્ર વગેરે જે વાંચે છે, એને અંધશ્રદ્ધા કહેવાય છે.
ભણતર ને ક્યારેય પણ અંધશ્રદ્ધા નહીં કહેવાય. એવું નથી કે અંધશ્રદ્ધા થી ભણે છે.
ભણતર થી બેરિસ્ટર, એન્જિનિયર વગેરે બને છે, એને અંધશ્રદ્ધા કેવી રીતે કહેવાય. આ પણ
પાઠશાળા છે. આ કોઈ સતસંગ નથી. લખ્યું છે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય. તો સમજવું જોઈએ
જરુર ઈશ્વર નું ખૂબ ભારે વિદ્યાલય હશે. તે પણ વિશ્વ માટે છે. બધાંને સંદેશો પણ
આપવાનો છે કે દેહ સહિત બધાં ધર્મોને છોડી પોતાનાં સ્વધર્મ માં રહો, પછી પોતાનાં
બાપને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. પોતાનો ચાર્ટ લખવાનો છે, કેટલો સમય અમે
યોગ માં રહીએ છીએ. એવું નથી દરેક રેગ્યુલર (નિયમિત) ચાર્ટ લખશે. નહીં, થાકી જાય છે.
હકીકતમાં શું કરવાનું છે? રોજ પોતાનું મોઢું અરીસામાં જોવાનું છે, તો ખબર પડશે કે
અમે લક્ષ્મીને કે સીતાને વરવા લાયક છીએ કે પ્રજામાં ચાલ્યાં જઈશું? પુરુષાર્થ તીવ્ર
કરાવવા માટે ચાર્ટ લખવાનું કહેવાય છે અને જોઈ પણ શકો છો કે અમે કેટલો સમય શિવબાબા
ને યાદ કર્યા? આખી દિનચર્યા સામે આવી જાય છે. જેમ નાનપણ થી લઈને આખાં આયુષ્ય નું
જીવન યાદ રહે છે ને! તો શું એક દિવસનું યાદ નહીં આવે). જોવાનું છે અમે બાબા ને અને
ચક્ર ને કેટલો સમય યાદ કરીએ છીએ? એવી પ્રેક્ટિસ કરવાથી રુદ્ર માળામાં પરોવાવા માટે
દોડી જલ્દી લગાવશો. આ છે યોગની યાત્રા, જેને બીજું કોઈ જાણતું નથી તો શીખવાડી કેવી
રીતે શકે. તમે જાણો છો હવે બાબા ની પાસે પાછા જવાનું છે. બાબાનો વારસો છે જ રાજાઈ
એટલે એનાં પર નામ પડ્યું છે રાજયોગ.
તમે બધાં રાજઋષિ છો.
તેઓ છે હઠયોગ ઋષિ. તેઓ પણ પવિત્ર રહે છે. રાજાઈ માં તો રાજા, રાણી, પ્રજા બધાં જોઈએ.
સંન્યાસીઓમાં તો રાજા રાણી નથી. એમનો છે હદનો વૈરાગ, તમારો છે બેહદ નો વૈરાગ. તેઓ
ઘરબાર છોડી છતાં પણ આ વિકારી દુનિયામાં જ રહે છે. તમારા માટે તો આ દુનિયા પછી ફરી
છે સ્વર્ગ, દૈવી બગીચો. તો તે જ યાદ આવશે. આ વાત આપ બાળકો જ બુદ્ધિમાં રાખી શકો છો.
ઘણાં છે જે ચાર્ટ લખી પણ નથી શકતાં. ચાલતાં-ચાલતાં થાકી જાય છે. બાબા કહે છે - બાળકો
પોતાની પાસે નોંધ કરો કે કેટલો સમય મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાબા ને યાદ કર્યા?
જે બાપની યાદ થી જ વારસો લેવાનો છે. જ્યારે રાજાઈ નો વારસો લેવો છે તો પ્રજા પણ
બનાવવાની છે. બાબા સ્વર્ગ નાં રચયિતા છે તો એમની પાસે થી કેમ નહીં સ્વર્ગ નો વારસો
મળવો જોઈએ. ઘણાં છે જેમને સ્વર્ગ નો વારસો મળે છે. બાકી ને શાંતિ મળે છે. બાપ બધાંને
કહે છે બાળકો દેહ સહિત દેહનાં બધાં સંબંધો ને ભૂલો. તમે અશરીરી આવ્યાં હતાં, ૮૪
જન્મ ભોગવ્યાં હવે ફરી અશરીરી બનો. ક્રિશ્ચન ઘર્મ વાળાને પણ કહેશે તમે ક્રાઈસ્ટ ની
પાછળ આવ્યાં છો. તમે પણ વગર શરીર આવ્યાં હતાં, અહીં શરીર લઈને પાર્ટ ભજવ્યો, હવે
તમારો પણ પાર્ટ પૂરો થાય છે. કળિયુગનો અંત આવી ગયો છે. હવે તમે બાપ ને યાદ કરો,
મુક્તિધામ વાળા સાંભળીને ખૂબ ખુશ થશે. તેઓ ઈચ્છે જ મુક્તિ છે. સમજે છે જીવનમુક્તિ (સુખ)
મેળવીને પછી પણ તો દુઃખમાં આવીશું, એનાંથી તો મુક્તિ સારી. એ નથી જાણતાં કે સુખ તો
ખૂબ છે. આપણે આત્માઓ પરમધામ માં બાપની સાથે રહેવાવાળા છીએ. પરંતુ પરમધામ ને હમણાં
ભૂલી ગયાં છીએ. કહે છે બાપ આવીને બધાં મેસેન્જર્સ (સંદેશીઓ) ને મોકલે છે. હકીકત માં
કોઈ મોકલતું નથી. આ આખો ડ્રામા બનેલો છે. આપણે તો આખાં ડ્રામા ને જાણી ગયાં છીએ. આપ
બાળકોની બુદ્ધિમાં બાપ અને ચક્ર યાદ છે, તો તમે ચક્રવર્તી રાજા અવશ્ય બનશો. મનુષ્ય
તો સમજે છે અહીં દુઃખ ખુબ છે એટલે મુક્તિ ઈચ્છે છે. આ બે અક્ષર ગતિ અને સદ્દગતિ
ચાલ્યાં આવે છે. પરંતુ આનો અર્થ કોઈ પણ નથી જાણતાં. આપ બાળકો જાણો છો બધાનાં સદ્દગતિ
દાતા એક બાપ જ છે, બાકી બધાં પતિત છે. દુનિયા જ આખી પતિત છે. આ શબ્દ પર પણ કોઈ-કોઈ
બગડે છે. બાપ કહે છે આ શરીર ને ભૂલી જાઓ. તમને અશરીરી મોકલ્યાં હતાં. હમણાં પણ
અશરીરી થઈને મારી સાથે ચાલવાનું છે. આને નોલેજ અથવા શિક્ષા કહેવાય છે. આ શિક્ષા થી
જ સદ્દગતિ થાય છે. યોગ થી તમે એવરહેલ્દી બનો છો. તમે સતયુગ માં ખૂબ સુખી હતાં. કોઈ
વસ્તુની કમી નહોતી. દુઃખ આપવા વાળો કોઈ વિકાર નહોતો. મોહજીત રાજા ની કથા સંભળાવે
છે. બાબા કહે છે હું તમને એવા કર્મ શીખવાડું છું, જે તમને ક્યારેય કર્મ કુટવા નહીં
પડે. ત્યાં આવી ઠંડી પણ નહીં હોય. હમણાં તો પ તત્વ પણ તમોપ્રધાન છે. ક્યારેક ખૂબ
ગરમી, ક્યારેક ખૂબ ઠંડી. ત્યાં આવી આપદાઓ હોતી નથી. સદૈવ વસંત ઋતુ રહે છે. નેચર (પ્રકૃતિ)
સતોપ્રધાન છે. હમણાં નેચર તમોપ્રધાન છે. તો સારા વ્યક્તિ કેવી રીતે હોઈ શકે. આટલાં
મોટાં-મોટાં ભારત નાં માલિક સંન્યાસીઓની પાછળ ફરતા રહે છે. એમની પાસે બાળકીઓ જાય છે
તો કહે છે ફુરસદ નથી. એનાંથી સમજી જવાય છે કે આમની તકદીર માં સ્વર્ગનું સુખ નથી.
બ્રાહ્મણ કુળનાં ભાતી બનતાં જ નથી, એમને ખબર જ નથી કે ભગવાન કેવી રીતે અને ક્યારે
અહીં આવે છે! શિવજયંતી મનાવે છે પરંતુ શિવ ને બધાં ભગવાન નથી સમજતાં. જો એમને
પરમપિતા પરમાત્મા સમજે તો શિવજ્યંતી નાં દિવસે હોલીડે (રજા) મનાવે. બાપ કહે છે મારો
જન્મ પણ ભારત માં થાય છે. મંદિર પણ અહીં છે. જરુર કોઈ શરીર માં પ્રવેશ કર્યો હશે.
દેખાડે છે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રચ્યો. તો શું એમાં આવ્યાં હશે! એવું પણ નથી કહેતાં.
શ્રીકૃષ્ણ તો હોય જ છે સતયુગ માં. બાપ સ્વયં કહે છે મારે બ્રહ્મા મુખ દ્વારા
બ્રાહ્મણ વંશાવલી રચવાની છે. કોઈને આ પણ તમે સમજાવી શકો છો, બાબા કેટલું સહજ સમજાવે
છે ફક્ત યાદ કરો. પરંતુ માયા એટલી પ્રબળ છે જે યાદ કરવા નથી દેતી. અડધાકલ્પ ની
દુશ્મન છે. આ દુશ્મન પર જ જીત મેળવવાની છે. ભક્તિમાર્ગ માં મનુષ્ય ઠંડીમાં સ્નાન
કરવા જાય છે. કેટલાં ધક્કા ખાય છે. દુઃખ સહન કરે છે. અહીં તો પાઠશાળા છે, ભણવાનું
છે, આમાં ધક્કા ખાવાની તો કોઈ વાત જ નથી. પાઠશાળા માં અંધશ્રદ્ધાની તો વાત નથી.
મનુષ્ય તો ખૂબ અંધશ્રદ્ધામાં ફસાયેલા છે. કેટલાં ગુરુ વગેરે કરે છે. પરંતુ મનુષ્ય
તો ક્યારેય મનુષ્ય ની સદ્દગતિ કરી ન શકે. જે પણ મનુષ્યો ને ગુરુ બનાવે છે, તે
અંધશ્રદ્ધા થઈને. આજકાલ નાનાં બાળકોને પણ ગુરુ કરાવે છે. નહીં તો કાયદો છે
વાનપ્રસ્થ માં ગુરુ કરવાનો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. તીવ્ર
પુરુષાર્થ માટે યાદ નો ચાર્ટ જરુર રાખવાનો છે. રોજ અરીસા માં પોતાનું મોઢું જોવાનું
છે. ચેક કરવાનું છે - અમે મોસ્ટ બિલવેડ બાપ ને કેટલો સમય યાદ કરીએ છીએ!
2. જે કાંઈ વાંચેલું
છે તે પણ ભૂલી ચૂપ રહેવાનું છે. મુખ થી કાંઈ પણ કહેવાનું નથી. બાપની યાદ થી વિકર્મ
વિનાશ કરવાનાં છે.
વરદાન :-
દરેક વાત માં
મુખ થી કે મન થી બાબા - બાબા કહી હું - પણા ને સમાપ્ત કરવાવાળા સફળતા મૂર્ત ભવ
તમે અનેક આત્માઓનાં
ઉમંગ-ઉત્સાહને વધારવાનાં નિમિત્ત બાળકો ક્યારેય પણ હું-પણા માં નહીં આવતાં. મેં
કર્યુ, ના. બાબાએ નિમિત્ત બનાવ્યાં. હું નાં બદલે મારા બાબા, મેં કર્યુ, મેં કહ્યું,
આ નહીં. બાબાએ કરાવ્યું, બાબાએ કર્યુ તો સફળતા મૂર્ત બની જશો. જેટલું તમારા મુખ થી
બાબા-બાબા નીકળશે એટલાં અનેકો ને બાબા નાં બનાવી શકશો. બધાનાં મુખ થી આ જ નીકળે કે
આમની તાત અને વાત માં બસ બાબા જ છે.
સ્લોગન :-
સંગમયુગ પર
પોતાનાં તન-મન-ધન ને સફળ કરવાં અને સર્વ ખજાના ને વધારવા જ સમજદારી છે.