09-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
હમણાં અમરલોક સ્થાપન કરવાના નિમિત્ત છો , જ્યાં કોઈ પણ દુઃખ કે પાપ નહીં હશે , તે
છે જ વાઈસલેસ વર્લ્ડ ( નિર્વિકારી દુનિયા )”
પ્રશ્ન :-
ગોડલી ફેમિલી
(ઈશ્વરીય પરિવાર) નો વન્ડરફુલ પ્લાન કયો છે?
ઉત્તર :-
ગોડલી ફેમિલી નો પ્લાન છે - “ફેમિલી પ્લાનિંગ કરવાનો”. એક સત ધર્મ સ્થાપન કરી અનેક
ધર્મો નો વિનાશ કરવાનો. મનુષ્ય બર્થ કંટ્રોલ કરવાના પ્લાન્સ બનાવે, બાપ કહે છે તેમનાં
પ્લાન્સ ચાલી ન શકે. હું જ નવી દુનિયાની સ્થાપના કરું છું તો બાકી બધી આત્માઓ ઉપર
ઘર માં ચાલી જાય છે. ખુબ થોડી આત્માઓ જ રહે છે.
ઓમ શાંતિ!
આ ઘર પણ છે,
યુનિવર્સિટી પણ છે અને ઈન્સ્ટીટ્યુશન પણ છે. આપ બાળકોની આત્મા જાણે છે કે એ છે
શિવબાબા. આત્માઓ છે સાલિગ્રામ. જેમનું આ શરીર છે, શરીર નહીં કહેશે મારી આત્મા. આત્મા
કહે છે મારું શરીર. આત્મા છે અવિનાશી, શરીર છે વિનાશી. હમણાં તમે પોતાને આત્મા સમજો
છો. અમારા બાબા શિવ છે, એ છે સુપ્રીમ ફાધર (પરમપિતા). આત્મા જાણે છે એ અમારા
સુપ્રીમ બાબા પણ છે. સુપ્રીમ શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ પણ છે. ભક્તિમાર્ગ માં પણ
બોલાવે છે - ઓ ગોડ ફાધર. મરવાનાં સમયે પણ કહે છે - હેં ભગવાન, હેં ઈશ્વર. પોકારે છે
ને. પરંતુ કોઈની બુદ્ધિમાં યથાર્થ રીતે બેસતું નથી. ફાધર તો બધી આત્માઓનાં એક જ થઈ
ગયાં, પછી કહેવાય છે - હેં પતિત-પાવન. તો ગુરુ પણ થઈ ગયાં. કહે છે દુઃખ થી અમને
લિબરેટ (મુક્ત) કરી શાંતિધામ માં લઈ જાઓ. તો બાપ પણ થયાં પછી પતિત-પાવન સદ્દગુરુ પણ
થયાં, પછી સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે, મનુષ્ય ૮૪ જન્મ કેવી રીતે લે છે, એ બેહદ
ની હિસ્ટ્રી-જોગ્રોફી સંભળાવે છે એટલે સુપ્રીમ શિક્ષક પણ થયાં. અજ્ઞાનકાળ માં બાપ
અલગ, શિક્ષક અલગ, ગુરુ અલગ હોય છે. આ બેહદનાં બાપ, શિક્ષક, ગુરુ એક જ છે. કેટલો ફરક
થઈ ગયો. બેહદનાં બાપ બેહદ નો વારસો આપે છે બાળકો ને. તેઓ પણ હદ નો વારસો આપે છે.
ભણતર પણ હદનું છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ને તો કોઈ જાણતાં નથી. આ કોઈને ખબર
નથી - લક્ષ્મી-નારાયણે રાજ્ય કેવી રીતે પામ્યું? કેટલો સમય તે રાજ્ય ચાલ્યું? પછી
ત્રેતા નાં રામ-સીતાએ કેટલો સમય રાજ્ય કર્યું? કાંઈ નથી જાણતાં. હમણાં આપ બાળકો સમજો
છો બેહદનાં બાપ આવ્યાં છે આપણ ને ભણાવવાં. પછી બાબા સદ્દગતિ નો રસ્તો બતાવે છે. તમે
૮૪ જન્મ લેતાં-લેતાં પતિત બનો છો. હવે પાવન બનવાનું છે. આ છે તમોપ્રધાન દુનિયા. સતો,
રજો, તમો માં દરેક વસ્તુ આવે છે. આ જે સૃષ્ટિ છે, તેની પણ આયુ છે. નવી સો જૂની, જૂની
સો ફરી નવી થાય છે. આ તો બધાં જાણે છે. સતયુગ માં ભારત જ હતું, એમાં દેવી- દેવતાઓનું
રાજ્ય હતું. ગોડ-ગોડેજ નું રાજ્ય હતું. સારું પછી શું થયું? તેમણે પુનર્જન્મ લીધાં.
સતોપ્રધાન થી સતો, સતો થી રજો તમો માં આવ્યાં. આટલાં-આટલાં જન્મ લીધાં. ભારત માં ૫
હજાર વર્ષ પહેલાંં જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો ત્યાં મનુષ્યો ની આયુ
સરેરાશ ૧૨૫-૧૫૦ વર્ષ હોય છે. તેને અમરલોક કહેવાય છે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી.
આ છે મૃત્યુલોક. અમરલોક માં મનુષ્ય અમર રહે છે, આયુ મોટી રહે છે. સતયુગ માં પવિત્ર
ગૃહસ્થ આશ્રમ હતાં. વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) કહેવાય છે. હમણાં છે વિશશ
વર્લ્ડ (વિકારી દુનિયા). હમણા આપ બાળકો જાણો છો આપણે શિવબાબા ની સંતાન છીએ. વારસો
શિવબાબા થી મળે છે. આ દાદા, તે ડાડા (ગ્રૈંડ-ફાધર). વારસો ડાડા નો મળે છે. ડાડા ની
પ્રોપર્ટી (મિલકત) પર બધાં નો હક હોય છે. બ્રહ્મા ને કહેવાય છે પ્રજાપિતા. એડમ અને
ઈવ, આદમ બીબી. એ છે નિરાકાર ગોડફાધર. આ (પ્રજાપિતા) થઈ ગયાં સાકારી ફાધર. આમને
પોતાનું શરીર છે. શિવબાબા ને પોતાનું શરીર નથી. તો તમને વારસો મળે છે શિવબાબા થી
બ્રહ્મા દ્વારા. ડાડા ની મિલકત મળશે તો બાપ દ્વારા ને. શિવબાબા થી પણ બ્રહ્મા દ્વારા
તમે ફરી મનુષ્ય થી દેવતા બની રહ્યાં છો. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર…..
કોણે બનાવ્યાં? ભગવાને. મહિમા કરે છે ને ગ્રંથ માં. મહિમા ખુબ છે. જેમ બાબા કહે છે
અલ્ફ ને યાદ કરો તો બે બાદશાહી તમારી. ગુરુનાનક પણ કહેતા જપ સાહેબ ને તો સુખ મળે. એ
નિરાકાર અકાળમૂર્ત બાપની જ મહિમા ગાએ છે. બાપ કહે છે મને યાદ કરો તો સુખ મળે. હમણાં
બાપ ને જ યાદ કરે છે. લડાઈ પૂરી થશે પછી લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં એક જ ધર્મ હશે.
આ સમજવાની વાતો છે. ભગવાનુવાચ - પતિત-પાવન જ્ઞાન નાં સાગર ભગવાન ને કહેવાય છે. એ જ
દુઃખહર્તા સુખકર્તા છે. જ્યારે આપણે બાપનાં બાળકો છીએ તો જરુર આપણે સુખમાં હોવાં
જોઈએ. બરાબર ભારતવાસી સતયુગ માં હતાં. બાકી બધી આત્માઓ શાંતિધામ માં હતી. હમણાં તો
બધી આત્માઓ અહીંયા આવી રહી છે. પછી આપણે જઈને દેવી-દેવતા બનશું. સ્વર્ગ માં પાર્ટ
ભજવીએ છીએ. આ જૂની દુનિયા છે દુઃખધામ, નવી દુનિયા છે સુખધામ. જુનું ઘર થાય છે તો પછી
તેમાં ઉંદર, સર્પ વગેરે નીકળે છે. આ દુનિયા પણ એવી છે. આ કલ્પની આયુ ૫ હજાર વર્ષ
છે. હમણાં છે અંત. ગાંધીજી પણ ઈચ્છતાં હતાં નવી દુનિયા નવી દિલ્લી થાય, રામરાજ્ય
થાય. પરંતુ આ તો બાપ નું જ કામ છે. દેવતાઓનાં રાજ્ય ને જ રામરાજ્ય કહે છે. નવી
દુનિયા માં તો જરુર લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે. પહેલાં તો રાધે-કૃષ્ણ બંને
અલગ-અલગ રાજધાની નાં છે પછી તેમની સગાઇ થઇ તો લક્ષ્મી-નારાયણ બને છે. જરુર આ સમયે
એવાં કર્મ કરતાં હશે. બાપ તમને કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ બેસી સમજાવે છે. રાવણ
રાજ્ય માં મનુષ્ય જે કર્મ કરશે તે કર્મ વિકર્મ બની જાય છે. સતયુગ માં કર્મ અકર્મ
થાય છે. ગીતામાં પણ છે પરંતુ નામ બદલી દીધું છે. આ છે ભૂલ. કૃષ્ણ જયંતી તો થાય છે
સતયુગ માં. શિવ છે નિરાકાર પરમપિતા. કૃષ્ણ તો સાકાર મનુષ્ય છે. પહેલાં શિવજયંતી થાય
છે પછી કૃષ્ણ જયંતી ભારત માં જ મનાવે છે. શિવરાત્રિ કહે છે. બાપ આવીને ભારત ને
સ્વર્ગ નું રાજ્ય આપે છે. શિવજયંતી નાં પછી છે કૃષ્ણ જયંતી. તેનાં વચ્ચે માં હોય છે
રક્ષાબંધન કારણકે પવિત્રતા જોઈએ. જૂની દુનિયાનો વિનાશ પણ જોઈએ. પછી લડાઈ લાગે છે તો
બધાં ખતમ થઇ જાય છે પછી તમે આવીને નવી દુનિયા માં રાજ્ય કરશો. તમે આ જુની દુનિયા,
મૃત્યુલોક નાં માટે નથી ભણતાં. તમારું ભણતર છે નવી દુનિયા અમરલોક નાં માટે. આવી તો
કોઈ કોલેજ નહીં હશે. હવે બાપ કહે છે આ મૃત્યુલોક નો અંત છે એટલે જલ્દી ભણીને
હોશિયાર થવાનું છે. એ બાપ પણ છે, પતિત-પાવન પણ છે, ભણાવે પણ છે. તો આ ગોડફાધરલી
યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વવિદ્યાલય) છે. ભગવાનુવાચ છે ને. કૃષ્ણ તો સતયુગ નાં
પ્રિન્સ (રાજકુમાર) છે. એ પણ શિવબાબા થી વારસો લે છે. આ સમયે બધાં ભવિષ્યનાં માટે
વારસો લઈ રહ્યાં છે પછી જેટલું ભણશે એટલો વારસો મળશે. નહીં ભણશે તો પદ ઓછું થઈ જશે.
ક્યાંય પણ રહો, ભણતાં રહો. મુરલી તો વિલાયતમાં પણ જઈ શકે છે. બાબા રોજ સાવધાની પણ
આપતાં રહે છે. બાળકો બાપ ને યાદ કરો આનાથી તમારા વિકર્મ વિનાશ થશે. આત્મામાં જે ખાદ
પડી છે તે નીકળી જશે. આત્મા ૧૦૦ ટકા પવિત્ર બનવાની છે. હમણાં તો અપવિત્ર છે. ભક્તિ
તો મનુષ્ય ખુબ કરે છે, તીર્થો પર, મેળા પર લાખો મનુષ્ય જાય છે. આ તો જન્મ-જન્માંતર
થી ચાલ્યું આવે છે. કેટલાં મંદિર વગેરે બનાવે, મહેનત કરે છે. છતાં પણ સીડી ઉતરતા આવે
છે. હમણાં તમે જાણો છો - આપણે ચઢતી કળા થી સુખધામ માં જઈશું, પછી આપણ ને ઉતરવાનું
છે. પછી કળા ઓછી થતી જાય છે. નવાં મકાન નો ૧૦ વર્ષ પછી ભપકો જરુર ઓછો થઈ જશે. તમે
નવી દુનિયા સતયુગ માં હતાં. ૧૨૫૦ વર્ષ પછી રામરાજ્ય શરું થઈ ગયું, હમણાં તો બિલકુલ
જ તમોપ્રધાન છે. મનુષ્ય કેટલાં થઈ ગયાં છે. દુનિયા જૂની થઈ ગઈ છે. તે લોકો તો ફેમિલી
પ્લાનિંગ નાં પ્લાન બનાવતાં રહે છે. કેટલાં મૂંઝાતા રહે છે. આપણે લખીએ છીએ આતો
ગોડફાધર નું જ કામ છે. સતયુગ માં ૯-૧૦ લાખ મનુષ્ય જઈને રહેશે. બાકી બધાં પોતાનાં ઘરે
સ્વીટહોમ માં ચાલ્યાં જશે. આ ગોડલી ફેમિલી પ્લાનિંગ છે. એક ધર્મની સ્થાપના, બાકી બધાં
ધર્મો નો વિનાશ. આ તો બાપ પોતાનું કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે વિકાર માં ભલે જાઓ
પરંતુ બાળકો ન થાય. એવું કરતાં-કરતાં થશે કંઈ પણ નહીં. આ પ્લાનિંગ તો બેહદ બાપ નાં
હાથમાં છે. બાપ કહે છે હું જ દુઃખધામ થી સુખધામ બનાવવાં આવ્યો છું. દર ૫ હજાર વર્ષ
પછી હું આવું છું. કળયુગનાં અંત અને સતયુગનાં આદિ માં. હમણાં આ છે સંગમ જ્યારે કે
પતિત દુનિયાથી પાવન દુનિયા બને છે. જૂની દુનિયાનો વિનાશ અને નવી દુનિયા ની સ્થાપના
આ તો બાપ નું જ કામ છે. સતયુગ માં હતો જ એક ધર્મ. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક,
મહારાજા-મહારાણી હતાં. આ પણ તમે જાણો છો, આ માળા કોની બનેલી છે. ઉપરમાં છે ફૂલ
શિવબાબા પછી છે યુગલ દાણા બ્રહ્મા-સરસ્વતી. તેમની આ માળા છે જે વિશ્વ ને નર્ક થી
સ્વર્ગ, પતિત થી પાવન બનાવે છે. જે સર્વિસ (સેવા) કરીને જાય છે, તેમની જ યાદ રહે
છે. તો બાપ સમજાવે છે - આ સતયુગ માં પવિત્ર હતાં ને. પ્રવૃત્તિ માર્ગ પવિત્ર હતો.
હમણાં તો પતિત છે. ગાએ પણ છે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. સતયુગ માં થોડી
એવી રીતે પોકારશે. સુખ માં કોઈ પણ બાપનું સિમરણ નથી કરતાં. દુઃખમાં બધાં સિમરણ કરે
છે. બાપ જ છે લિબરેટર (મુક્તિદાતા), રહેમદિલ, બ્લિસફૂલ, આવીને બધાને મુક્તિ-જીવન
મુક્તિ આપે છે. બોલાવે પણ એમને છે, આવીને સ્વીટહોમ માં લઈ ચાલો. હમણાં સુખ છે નહીં.
આ છે પ્રજાનું પ્રજા પર રાજ્ય. સતયુગ માં તો રાજા, રાણી, પ્રજા હોય છે. બાપ બતાવે
છે - તમે કેવી રીતે વિશ્વનાં માલિક બનો છો. ત્યાં તમારી પાસે અથાહ, અગણિત ધન હોય
છે. સોનાની ઈંટો નાં મકાન બને છે. મશીન થી સોનાની ઇંટો નીકળતી રહે છે. પછી એમાં પણ
હીરા-ઝવેરાતો ની જડત કરે છે. દ્વાપરમાં પણ કેટલાં હીરા હતાં, જે લૂંટીને લઈ ગયાં.
હમણાં તો કાંઈ સોનું દેખાતું જ નથી. આ પણ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે હું દર ૫
હજાર વર્ષ પછી આવું છું. જૂની દુનિયા નાં વિનાશ માટે આ એટોમિક બોમ્બસ વગેરે બનેલાં
છે. આ છે સાયન્સ (વિજ્ઞાન). બુદ્ધિ થી એવી-એવી વસ્તુ નીકાળી છે, જેનાથી પોતાનાં જ
કુળ નો વિનાશ કરશે. આ કોઈ રાખવા માટે થોડી બનાવે છે. આ રિહર્સલ (તૈયારી) થતી રહેશે.
જ્યાં સુધી રાજધાની સ્થાપન થઈ નથી ત્યાં સુધી લડાઇ નથી લાગી શકતી. તૈયારીઓ તો થઈ રહી
છે, તેની સાથે કુદરતી આપદાઓ પણ થશે. આટલાં મનુષ્યો રહેશે નહીં.
હવે બાળકોએ આ જુની દુનિયા ને ભૂલી જવાનું છે. બાકી સ્વીટહોમ સ્વર્ગની બાદશાહી ને
યાદ કરવાની છે. જેમ નવું ઘર બનાવે છે તો પછી બુદ્ધિ માં નવું ઘર જ યાદ રહે છે ને.
હમણાં પણ નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. બાપ છે સર્વનાં સદ્દગતિ દાતા. આત્માઓ બધી
ચાલી જશે. બાકી શરીર અહીંયા ખતમ થઇ જશે. આત્મા પવિત્ર બનશે, બાપની યાદ થી. પવિત્ર
જરુર બનવાનું છે. દેવતાઓ પવિત્ર છે ને. તેમની આગળ ક્યારેય બીડી તમાકું વગેરે નથી
રખાતું, તે વૈષ્ણવ છે. વિષ્ણુપુરી કહેવાય છે. તે છે જ વાઈસલેસ વર્લ્ડ. આ છે વિશશ
વર્લ્ડ. હવે વાઈસલેસ વર્લ્ડ માં જવાનું છે. સમય બાકી થોડો છે. આ તો પોતે પણ સમજે છે
- એટોમિક બોમ્બસ થી બધાં ખતમ થઇ જશે. લડાઈ તો લાગવાની જ છે. કહે છે અમને કોઈ પ્રેરણા
કરવાવાળા છે, જે અમે બનાવી રહ્યાં છીએ. જાણે પણ છે પોતાનાં કુળ નો વિનાશ થઈ રહ્યો
છે. પરંતુ બનાવ્યાં વગર રહી નથી શકતાં. શંકર દ્વારા વિનાશ, આ પણ ડ્રામા માં નોંધ
છે. વિનાશ સામે ઉભો છે. જ્ઞાન યજ્ઞ થી આ વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઇ છે. હમણાં તમે
સ્વર્ગનાં માલિક બનવા માટે ભણી રહ્યાં છો. આ જુની દુનિયા ખતમ થઇ નવી બની જશે. આ
ચક્ર ફરતું રહે છે. હિસ્ટ્રી મસ્ટ રિપીટ. પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો પછી
ચંદ્રવંશી ક્ષત્રિય ધર્મ પછી તેના બાદ ઈસ્લામી બૌદ્ધિ વગેરે આવ્યાં ફરી જરુર પહેલાં
નંબર વાળા આવશે બીજું બધું વિનાશ થઇ જશે. આપ બાળકો ને કોણ ભણાવી રહ્યાં છે? એ
નિરાકાર શિવબાબા. એ જ શિક્ષક છે, સદ્દગુરુ છે. આવવાથી જ ભણતર શરું કરે છે, એટલે
લખેલું છે શિવજયંતી સો ગીતા જયંતી. ગીતા જયંતી સો શ્રીકૃષ્ણ જયંતી. શિવબાબા સતયુગ
ની સ્થાપના કરે છે. કૃષ્ણપુરી સતયુગ ને કહેવાય છે. હમણાં તમને ભણાવવા વાળા કોઈ સાધુ,
સંત, મનુષ્ય નથી. આ તો દુઃખહર્તા, સુખકર્તા, બેહદનાં બાપ છે. ૨૧ જન્મોનાં માટે તમને
વારસો આપે છે. વિનાશ તો થવાનો જ છે, આ સમયનાં માટે જ કહેવાય છે - કિનકી દબી રહી ધૂલ
મેં, કિનકી રાજા ખાએ…..ચોરીચકારી પણ ખુબ થશે. આગ પણ લાગવાની છે. આ યજ્ઞમાં બધું
સ્વાહા થઇ જશે. હમણાં થોડી-થોડી આગ લાગશે પછી બંધ થઈ જશે. થોડી હજું વાર છે. બધાં
આપસ માં લડશે. છોડાવવા વાળા કોઈ રહેશે નહીં. લોહીની નદીઓનાં બાદ પછી દૂધની નદીઓ
વહેશે. આને કહેવાય છે ખૂને નાહક ખેલ. બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે પછી આ આંખો થી
પણ જોશે. વિનાશનાં પહેલાં બાપ ને યાદ કરવાનાં છે તો તમોપ્રધાન થી આત્મા સતોપ્રધાન
બની જાય. બાપ નવી દુનિયા સ્થાપન કરવા માટે તમને તૈયાર કરી રહ્યાં છે. રાજધાની પૂરી
સ્થાપન થઈ જશે પછી વિનાશ થશે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિષ્ણુપુરી
માં ચાલવાનાં માટે સ્વયં ને લાયક બનાવવાનાં છે. સંપૂર્ણ પાવન બનવાનું છે, અશુદ્ધ
ખાન-પાન ત્યાગ કરી દેવાનું છે. વિનાશ નાં પહેલાં પોતાનું બધું સફળ કરવાનું છે.
2. જલ્દી-જલ્દી ભણીને હોશિયાર થવાનું છે. કોઈ પણ વિકર્મ ન થાય તેનું ધ્યાન રાખવાનું
છે.
વરદાન :-
ત્યાગ અને
તપસ્યા દ્વારા સેવામાં સફળતા પ્રાપ્ત કરવા વાળા સાચાં સેવાધારી ભવ
સેવામાં સફળતા નું
મુખ્ય સાધન છે ત્યાગ અને તપસ્યા. ત્યાગ અર્થાત્ મન્સા સંકલ્પ થી પણ ત્યાગ, કોઈ
પરિસ્થિતિ નાં કારણે, મર્યાદા નાં કારણે, મજબૂરી થી ત્યાગ કરવો આ ત્યાગ નથી પરંતુ
જ્ઞાન સ્વરુપ થી, સંકલ્પ થી પણ ત્યાગી બનો અને તપસ્વી અર્થાત્ સદા બાપની લગન માં
લવલીન, જ્ઞાન, પ્રેમ, આનંદ, સુખ, શાંતિ નાં સાગરમાં સમાયેલાં. એવાં ત્યાગી, તપસ્વી
જ સેવામાં સફળતા પ્રાપ્ત કરવા વાળા સાચાં સેવાધારી છે.
સ્લોગન :-
પોતાની તપસ્યા
દ્વારા શાંતિ નાં વાયબ્રેશન (પ્રકંપન) ફેલાવવા જ વિશ્વ સેવાધારી બનવું છે.