09-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે તમારી બધી તરફ થી રગો તૂટી જવી જોઈએ કારણ કે ઘરે ચાલવાનું છે , કોઈ એવું વિકર્મ ન થાય , જે બ્રાહ્મણ કુળ નું નામ બદનામ થાય”

પ્રશ્ન :-
બાપ કયા બાળકો ને જોઈ-જોઈ ખૂબ હર્ષિત થાય છે? કયા બાળકો બાપ ની આંખો માં સમાયેલા છે?

ઉત્તર :-
જે બાળકો અનેક ને સુખદાયી બનાવે છે, સર્વિસેબલ છે, એમને જોઈ-જોઈ બાપ પણ હર્ષિત થાય છે. જે બાળકોની બુદ્ધિમાં રહે છે કે એક બાબા સાથે જ બોલું, બાબા સાથે જ બધી વાત કરું… એવાં બાળકો બાપ ની આંખોમાં સમાયેલા રહે છે. બાબા કહે છે-મારી સર્વિસ કરવાવાળા બાળકો મને અતિ પ્રિય છે. એવાં બાળકોને હું યાદ કરું છું.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો આ તો જાણે છે કે આપણે બાપની સામે પણ બેઠાં છીએ, એ બાપ પછી ટીચર નાં રુપ માં ભણાવવા વાળા પણ છે. એ જ બાપ પતિત-પાવન સદ્દગતિ દાતા પણ છે. સાથે લઈ જવા વાળા પણ છે અને રસ્તો પણ ખૂબ સહજ બતાવે છે. પતિત થી પાવન બનાવવા માટે કોઈ મહેનત નથી કરાવતાં. ક્યાંય પણ જાઓ, હરતાં-ફરતાં, વિદેશ માં જાઓ, ફક્ત પોતાને આત્મા સમજો. તે તો સમજો છો. પરંતુ છતાં પણ કહે છે પોતાને આત્મા નિશ્ચય કરો, દેહ-અભિમાન છોડીને આત્મ-અભિમાની બનો. આપણે આત્મા છીએ, શરીર લઈએ છીએ પાર્ટ ભજવવા માટે. એક શરીર થી પાર્ટ ભજવી પછી બીજું લઈએ છીએ. કોઈ નો પાર્ટ ૧૦૦ વર્ષનો, કોઈ નો ૮૦ નો, કોઈ નો ૨ વર્ષનો, કોઈ નો ૬ મહિના નો. કોઈ તો જન્મતા જ ખતમ થઈ જાય છે. કોઈ જન્મ લેતા પહેલાં જ ખતમ થઈ જાય છે. હવે અહીંના પુનર્જન્મ અને સતયુગ નાં પુનર્જન્મ માં રાત-દિવસ નો ફરક છે. અહીં ગર્ભ થી જન્મ લે છે તો આને ગર્ભ જેલ કહેવાય છે. સતયુગ માં ગર્ભ જેલ નથી હોતી. ત્યાં વિકર્મ થતા જ નથી, રાવણ રાજ્ય જ નથી. બાપ બધી વાતો સમજાવે છે. બેહદ નાં બાપ આ શરીર દ્વારા સમજાવે છે. આ શરીર નો આત્મા પણ સાંભળે છે. સંભળાવવા વાળા જ્ઞાન-સાગર બાપ છે, જેમને પોતાનું શરીર નથી. એ સદૈવ શિવ જ કહેવાય છે. જેવી રીતે એ પુનર્જન્મ રહિત છે, તેવી રીતે નામ રુપ લેવાથી પણ રહિત છે. એમને કહેવાય છે સદા શિવ. સદૈવ માટે શિવ જ છે. શરીરનું કોઈ નામ નથી પડતું. આમનામાં પ્રવેશ કરે છે તો પણ આમનાં શરીર નું નામ, એમનાં (શિવબાબા) પર નથી આવતું. તમારો આ છે બેહદનો સંન્યાસ, તે હદનાં સંન્યાસી હોય છે. એમનાં પણ નામ ફરે છે. તમારા નામ પણ બાબાએ કેટલાં સારા-સારા રાખ્યાં. ડ્રામા અનુસાર જેમને નામ આપ્યું તે ગાયબ થઈ ગયાં. બાપે સમજ્યું મારા બન્યા છે તો જરુર કાયમ રહેશે, ફારકતિ નહીં આપે, પરંતુ આપી દીધી તો પછી નામ રાખવાથી ફાયદો જ શું? સંન્યાસી પણ ઘરે પાછા આવે છે તો પછી જૂનું નામ જ ચાલે છે. ઘરે પાછા આવે તો છે ને? એવું નથી કે સંન્યાસ કરે છે તો એમને મિત્ર-સંબંધી વગેરે યાદ નથી આવતાં. કોઈને તો બધાં મિત્ર-સંબંધી વગેરે યાદ આવતા રહે છે. મોહ માં ફસાઈ મરે છે. રગ જોડાયેલી રહે છે. કોઈનું તો ઝટ કનેક્શન તૂટી જાય છે. તોડવાનું તો છે જ. બાપે સમજાવ્યું છે કે હવે પાછા જવાનું છે. બાપ સ્વયં બતાવે છે, સવારે પણ બાબા બતાવી રહ્યા હતાં ને? જોઈ-જોઈ મન માં સુખ થાય… કેમ? આંખો માં બાળકો સમાયેલા છે. આત્માઓ નૂર છે જ. બાપ પણ બાળકોને જોઈ-જોઈ ખુશ થાય છે ને? કોઈ તો ખૂબ સારા બાળકો હોય છે, સેન્ટર સંભાળે, અને કોઈ બ્રાહ્મણ બની પછી વિકાર માં ચાલ્યા જાય છે, તો તે નાફરમાનવરદાર થાય છે. તો આ બાપ પણ સર્વિસેબલ બાળકો ને જોઈ-જોઈ હર્ષિત થાય છે. બેહદ નાં બાપ કહે છે આ તો કુળ કલંકિત નીકળ્યાં. બ્રાહ્મણ કુળ નું નામ બદનામ કરે છે. બાળકોને સમજાવતા રહે છે, કોઈનાં પણ નામ-રુપ માં નહીં ફસાતાં, એમને પણ સેમી કુળ કલંકિત કહેવાશે. સેમી થી પછી ફાઈનલ પણ થઈ જાય છે. પોતે લખે છે બાબા અમે પડી ગયાં, અમે કાળું મોઢું કરી દીધું. માયાએ દગો આપી દીધો. માયા નાં તોફાન ખૂબ આવે છે. બાપ કહે છે કામ કટારી ચલાવી તો આ પણ એક-બીજા ને દુઃખ આપ્યું એટલે પ્રતિજ્ઞા કરાવે છે, લોહી કાઢીને એનાથી મોટો પત્ર લખે છે. આજે તે નથી. બાપ કહે છે અહો માયા! તું ખૂબ જબરજસ્ત છે! એવાં-એવાં બાળકો જે લોહી થી પણ લખીને આપે છે, તું એને પણ ખાઈ જાય છે. જેવી રીતે બાપ સમર્થ છે, માયા પણ સમર્થ છે. અડધોકલ્પ બાપ ની સમર્થી નો વારસો મળે છે, અડધોકલ્પ પછી માયા તે સમર્થી ને ગુમાવી દે છે. આ છે ભારત ની વાત. દેવી-દેવતા ધર્મ વાળા જ સોલ્વેન્ટ થી ઇનસોલવેન્ટ બને છે. હવે તમે લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં જશો. તમે તો વંડર ખાશો! આ ઘરાના નાં તો આપણે હતાં, હમણાં આપણે ભણી રહ્યા છીએ. આમનો આત્મા પણ બાબા પાસેથી ભણી રહ્યો છે. આગળ તો જ્યાં-ત્યાં તમે માથું નમાવતા હતાં. હમણાં જ્ઞાન છે, દરેકની આખી ૮૪ જન્મોની બાયોગ્રાફી ને તમે જાણો છો. દરેક પોતાનો પાર્ટ ભજવે છે.

બાપ કહે છે-બાળકો, સદૈવ હર્ષિત રહો. અહીંના હર્ષિતપણા નાં સંસ્કાર પછી સાથે લઈ જશો. તમે જાણો છો આપણે શું બનીએ છીએ? બેહદ નાં બાપ આપણને આ વારસો આપી રહ્યા છે બીજા કોઈ પણ આપી ન શકે. એક પણ મનુષ્ય નથી જેમને ખબર હોય કે આ લક્ષ્મી-નારાયણ ક્યાં ગયાં? સમજે છે જ્યાંથી આવ્યા ત્યાં ચાલ્યા ગયાં. હવે બાપ કહે છે બુદ્ધિ થી જ્જ (નિર્ણય) કરો ભક્તિમાર્ગ માં પણ તમે વેદ-શાસ્ત્ર વાંચો છો, હમણાં તો તમને જ્ઞાન સંભળાવું છું. તમે જ્જ કરો-ભક્તિ સાચ્ચી છે કે આપણે સાચાં છીએ? બાપ, રામ છે રાઈટીયસ, રાવણ છે અનરાઈટીયસ. દરેક વાત માં અસત્ય બોલે છે, આ જ્ઞાન ની વાતો માટે કહેવાય છે. તમે સમજો છો પહેલાં આપણે બધાં અસત્ય બોલતા હતાં. દાન-પુણ્ય વગેરે કરતા પણ સીડી નીચે જ ઉતરીએ છીએ. તમે આપો પણ છો આત્માઓ ને. જે પાપાત્મા, પાપાત્મા ને આપે છે તે પછી પુણ્ય આત્મા કેવી રીતે બનશે? ત્યાં આત્માઓની લેવડ-દેવડ થતી જ નથી. અહીં તો લાખો રુપિયા નો કર્જો લેતા રહે છે. આ રાવણ રાજ્ય માં કદમ-કદમ પર મનુષ્યો ને દુઃખ છે. હમણાં તમે સંગમ પર છો. તમારા તો કદમ-કદમ માં પદમ છે. દેવતાઓ પદમપતિ કેવી રીતે બન્યાં? કોઈને પણ ખબર નથી. સ્વર્ગ તો જરુર હતું. નિશાનીઓ છે. બાકી એમને આ ખબર નથી રહેતી કે કયા કર્મ કર્યા છે આગલા જન્મ માં, જે રાજ્ય મળ્યું છે? તે તો છે જ નવી સૃષ્ટિ. તો ફાલતું વિચારો થતા જ નથી. એને કહેવાય જ છે સુખધામ. પ હજાર વર્ષ ની વાત છે. તમે ભણો છો સુખ માટે, પાવન બનવા માટે. અથાહ યુક્તિઓ નીકળે છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે, શાંતિધામ આત્માઓનું રહેવાનું સ્થાન છે, એને સ્વીટહોમ કહેવાય છે. જેવી રીતે વિદેશ થી આવે છે, તો સમજશે હમણાં અમે પોતાનાં સ્વીટહોમ માં જઈએ છીએ. તમારું સ્વીટ હોમ છે શાંતિધામ. બાપ પણ શાંતિ નાં સાગર છે ને? જેમનો પાર્ટ જ અંત માં હશે, તો કેટલો સમય શાંતિ માં રહેતા હશે? બાબા નો ખૂબ થોડો પાર્ટ કહેવાશે. આ ડ્રામા માં તમારો છે હીરો-હીરોઈન નો પાર્ટ. તમે વિશ્વ નાં માલિક બનો છો. આ નશો ક્યારેય બીજા કોઈમાં હોઈ ન શકે. બીજા કોઈની તકદીર માં સ્વર્ગ નું સુખ જ નથી. આ તો આપ બાળકોને જ મળે છે. જે બાળકોને બાપ જુએ છે, કહે છે બાબા તમારી સાથે બોલું, તમારી સાથે વાત કરું… બાપ પણ કહે છે હું આપ બાળકોને જોઈ-જોઈ ખૂબ હર્ષિત થાઉં છું. હું ૫ હજાર વર્ષ પછી આવ્યો છું, બાળકોને દુઃખધામ થી સુખધામ માં લઈ જાઉં છું કારણ કે કામ ચિતા પર ચઢતા-ચઢતા બળીને ભસ્મ થઈ ગયા છે. હવે એમને જઈને કબર માંથી કાઢવાના છે. આત્માઓ તો બધાં હાજર છે ને? એમને પાવન બનાવવાનાં છે.

બાપ કહે છે-બાળકો, બુદ્ધિ થી એક સદ્દગુરુ ને યાદ કરો બીજા બધાને ભૂલી જાઓ. એક સાથે જ સંબંધ રાખવાનો છે. તમારું કહેવાનું પણ હતું કે તમે આવશો તો તમારા સિવાય બીજા કોઈ નહીં. તમારી જ મત પર ચાલીશું. શ્રેષ્ઠ બનીશું. ગાય પણ છે ઊંચા માં ઊંચા ભગવાન છે. એમની મત પણ ઊંચા માં ઊંચી છે. બાપ સ્વયં કહે છે આ જ્ઞાન જે હમણાં તમને આપું છું તે ફરી પ્રાયઃલોપ થઈ જશે. ભક્તિમાર્ગ નાં શાસ્ત્ર તો પરંપરા થી ચાલ્યા આવે છે. કહે છે રાવણ પણ ચાલ્યો આવે છે. તમે પૂછો રાવણ ને ક્યારથી બાળો છો, કેમ બાળો છો? કંઈ પણ ખબર નથી. અર્થ ન સમજવાનાં કારણે કેટલાં શાદમાના કરે છે. ખૂબ વિઝિટર્સ વગેરેને બોલાવે છે. જાણે કે સેરિમની કરે છે, રાવણ ને બાળવાની. તમે સમજી નથી શકતાં રાવણ ને ક્યાર થી બનાવતા આવ્યા છે? દિવસે-દિવસે મોટો બનાવતા જાય છે, કહે છે આ પરંપરા થી ચાલ્યું આવે છે. પરંતુ એવું તો હોઈ ન શકે. છેવટે રાવણ ને ક્યાં સુધી બાળતા રહેશે? તમે તો જાણો છો બાકી થોડો સમય છે પછી તો આમનું રાજ્ય જ નહીં હશે. આ રાવણ સૌથી મોટો દુશ્મન છે, આનાં પર વિજય મેળવવાનો છે. મનુષ્યો ની બુદ્ધિમાં ખુબ જ વાતો છે. તમે જાણો છો આ ડ્રામા માં સેકન્ડ બાય સેકન્ડ જે કંઈ ચાલતું આવ્યું છે, તે બધી નોંધ છે. તમે તિથી, તારીખ બધો હિસાબ કાઢી શકો છો-કેટલાં કલાક, કેટલાં વર્ષ, કેટલાં મહિના આપણો પાર્ટ ચાલે છે? આ પૂરું જ્ઞાન બુદ્ધિ માં હોવું જોઈએ. બાબા આપણને આ સમજાવે છે. બાપ કહે છે હું પતિત-પાવન છું. તમે મને બોલાવો છો કે આવીને પાવન બનાવો. પાવન દુનિયા હોય છે શાંતિધામ અને સુખધામ. હમણાં તો બધાં પતિત છે. હંમેશા બાબા-બાબા કહેતા રહો. આ ભૂલવાનું નથી, તો સદૈવ શિવબાબા યાદ આવશે. આ આપણા બાબા છે. પહેલાં-પહેલાં આ બેહદ નાં બાબા છે. બાબા કહેવાથી જ વારસા ની ખુશી માં આવે છે. ફક્ત ભગવાન અથવા ઈશ્વર કહેવાથી ક્યારેય આવો વિચાર નહીં આવે. બધાને કહો-બેહદ નાં બાપ સમજાવે છે બ્રહ્મા દ્વારા. આ એમનો રથ છે. એમનાં દ્વારા કહે છે હું આપ બાળકોને આ બનાવું છું. આ બેજ માં પૂરું જ્ઞાન ભરેલું છે. અંત માં તમને આ જ યાદ રહેશે-શાંતિધામ, સુખધામ. દુઃખધામ ને તો ભૂલતા જાઓ છો. આ પણ જાણો છો પછી નંબરવાર બધાં પોત-પોતાનાં સમય પર આવશે. ઈસ્લામી, બૌદ્ધિ, ક્રિશ્ચન વગેરે કેટલાં અનેક છે? અનેક ભાષાઓ છે. પહેલાં હતો એક ધર્મ પછી એનાથી કેટલાં નીકળ્યા છે? કેટલી લડાઈઓ વગેરે લાગી છે? લડે તો બધાં છે કારણ કે નિધન નાં બની જાય છે ને? હવે બાપ કહે છે હું તમને જે રાજ્ય આપું છું તે ક્યારેય કોઈ તમારી પાસે થી છીનવી ન શકે. બાપ સ્વર્ગ નો વારસો આપે છે, જે કોઈ છીનવી ન શકે. આમાં અખંડ, અટલ, અડોલ રહેવાનું છે. માયા નાં તોફાન તો જરુર આવશે. પહેલાં જે આગળ હશે તે તો બધો અનુભવ કરશે ને? બીમારીઓ વગેરે બધી હંમેશા માટે ખતમ થવાની છે, એટલે કર્મો નો હિસાબ-કિતાબ, બીમારીઓ વગેરે વધારે આવે તો આમાં ડરવાનું નથી. આ બધું અંત નું છે, પછી થશે નહીં. હવે બધું ઉથલ ખાશે. વૃદ્ધ ને પણ માયા જુવાન બનાવી દેશે. મનુષ્ય વાનપ્રસ્થ લે છે તો ત્યાં ફિમેલ્સ (સ્ત્રી) નથી હોતી. સંન્યાસી પણ જંગલ માં ચાલ્યા જાય છે. ત્યાં પણ ફિમેલ્સ નથી હોતી. કોઈની તરફ જોતા પણ નથી. ભિક્ષા લીધી, ચાલ્યા ગયાં. આગળ તો બિલકુલ સ્ત્રી તરફ જોતા પણ નહોતાં. સમજતા હતાં જરુર બુદ્ધિ જશે. બહેન-ભાઈ નાં સંબંધ માં પણ બુદ્ધિ જાય છે એટલે બાબા કહે છે ભાઈ-ભાઈ જુઓ. શરીર નું નામ પણ નથી. આ ખૂબ ઊંચી મંઝિલ છે. એકદમ ચોટલી પર જવાનું છે. આ રાજધાની સ્થાપન થાય છે. આમાં ખૂબ મહેનત છે. કહે છે અમે તો લક્ષ્મી-નારાયણ બનીશું. બાપ કહે છે બનો. શ્રીમત પર ચાલો. માયા નાં તોફાન તો આવશે, કર્મેન્દ્રિયો થી કંઈ પણ નથી કરવાનું. દેવાળું વગેરે તો આમ પણ મારતાં રહે છે. એવું નથી કે જ્ઞાન માં આવ્યા છે ત્યારે દેવાળું માર્યુ. આ તો ચાલ્યું આવે છે. બાપ તો કહે છે હું આવ્યો જ છું તમને પતિત થી પાવન બનાવવાં. ક્યારેક ખૂબ સારી સર્વિસ કરે છે, બીજાઓને સમજાવન્તી પછી દેવાળું મારન્તી… માયા ખૂબ જબરજસ્ત છે. સારા-સારા પડી જાય છે. બાપ બેસી સમજાવે છે, મારી સર્વિસ કરવાવાળા બાળકો મને પ્રિય લાગે છે. અનેકને સુખદાયી બનાવે છે. એવાં બાળકોને યાદ કરતો રહું છું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ નાં પણ નામ રુપ માં ફસાઈને કુળ કલંકિત નથી બનવાનું. માયા નાં દગા માં આવીને એક-બીજા ને દુઃખ નથી આપવાનું. બાપ પાસે થી સમર્થી નો વારસો લઈ લેવાનો છે.

2. સદા હર્ષિત રહેવાનાં સંસ્કાર અહીં થી જ ભરવાના છે. હવે પાપ આત્માઓ સાથે કંઈ પણ લેવડ-દેવડ નથી કરવાની. બીમારીઓ વગેરેથી ડરવાનું નથી. બધાં હિસાબ-કિતાબ હમણાં જ ચૂક્તુ કરવાના છે.

વરદાન :-
વિલ પાવર દ્વારા સેકન્ડ માં વ્યર્થ ને ફુલસ્ટોપ લગાવવા વાળા અશરીરી ભવ

સેકન્ડમાં અશરીરી બનવાનું ફાઉન્ડેશન-આ બેહદ ની વૈરાગ વૃત્તિ છે. આ વૈરાગ એવી યોગ્ય ધરણી છે, એમાં જે પણ નાખો એનું ફળ તરત નીકળે છે. તો હવે એવો વિલ પાવર હોય જે સંકલ્પ કર્યો - વ્યર્થ સમાપ્ત, સેકન્ડ માં સમાપ્ત થઈ જાય. જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો, જે સ્થિતિ માં ઈચ્છો, સેકન્ડ માં સેટ કરી લો, સેવા ખેંચે નહીં. સેકન્ડ માં ફુલસ્ટોપ લાગી જાય તો સહજ જ અશરીરી બની જશો.

સ્લોગન :-
બાપ સમાન બનવું છે તો બગડેલા ને બનાવવા વાળા બનો.