09-05-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જે
બાપને તમે અડધોકલ્પ યાદ કર્યા , હવે એમનું ફરમાન ( આજ્ઞા ) મળે છે તો એનું પાલન કરો
એનાંથી તમારી ચઢતી કળા થઈ જશે ”
પ્રશ્ન :-
આપ બાળકોએ પોતાની નેચર-ક્યોર પોતેજ કરવાની (પોતાનો નૈસર્ગિક ઉપચાર પોતેજ કરવાનો)
છે, કેવી રીતે?
ઉત્તર :-
એક બાપ ની યાદ માં રહેવાથી અને યજ્ઞ ની પ્રેમ થી સેવા કરવાથી નેચર-ક્યોર થઈ જાય છે
કારણ કે યાદ થી આત્મા નિરોગી બને છે અને સેવા થી અપાર ખુશી રહે છે. તો જે યાદ અને
સેવા માં બીઝી (વ્યસ્ત) રહે છે એમની નેચર ક્યોર થતી રહે છે.
ગીત :-
તૂને રાત ગવાઈ…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. માળાઓ ફેરવતાં-ફેરવતાં યુગ વિત્યાં. કેટલાં યુગ? બે યુગ. સતયુગ ત્રેતા
માં તો કોઈ પણ માળા નથી ફેરવતાં. કોઈની પણ બુદ્ધિમાં એ નથી કે અમે ઊંચા જઈએ છીએ પછી
નીચે આવીએ છીએ. આપણી હમણાં ચઢતી કળા થાય છે. આપણી અર્થાત્ ભારત ની. જેટલી
ભારતવાસીઓની ચઢતી કળા અને ઉતરતી કળા થાય છે એટલી બીજા કોઈની પણ નથી. ભારત જ
શ્રેષ્ઠાચારી અને ભ્રષ્ટાચારી બને છે. ભારત જ નિર્વિકારી, ભારત જ વિકારી. બીજા ખંડો
કે ધર્મો થી એટલો સંબંધ નથી. તેઓ કોઈ સ્વર્ગમાં નથી આવતાં. ભારતવાસીઓનાં જ ચિત્ર
છે. બરાબર રાજ્ય કરતા હતાં. તો બાપ સમજાવે છે તમારી હમણાં ચઢતી કળા છે. જેમનો હાથ
પકડ્યો છે એ તમને સાથે લઈ જશે. આપણી ભારતવાસીઓની જ ચઢતી કળા છે. મુક્તિ માં જઈને પછી
જીવનમુક્તિ માં આવીશું. અડધોકલ્પ દેવી-દેવતા ધર્મનું રાજ્ય ચાલે છે. ૨૧ પેઢી ચઢે
છે, પછી ઉતરતી કળા થઈ જાય છે. કહે છે ચઢતી કળા તેરે ભાને સર્વ કા ભલા. હવે સર્વ નું
ભલું થાય છે ને. પરંતુ ચઢતી કળા અને ઉતરતી કળા માં તમે આવો છો. આ સમયે ભારત જેટલો
કર્જો લે છે એટલો બીજું કોઈ નથી લેતું. બાળકો જાણે છે આપણું ભારત સોનાની ચકલી હતું.
ખૂબજ સાહૂકાર હતું. હવે ભારત ની ઉતરતી કળા પૂરી થાય છે. વિદ્વાન વગેરે તો સમજે છે
કળિયુગ ની આયુ હજી ૪૦ હજાર વર્ષ ચાલવાની છે. બિલકુલ જ ઘોર અંધકાર માં છે. સમજાવવાનું
પણ ખૂબ યુક્તિ થી છે, નહીં તો ભગત લોકો ચમકી જાય છે. પહેલાં-પહેલાં તો પરિચય બે બાપ
નો આપવાનો છે. ભગવાનુવાચ છે કે ગીતા સર્વ ની માઈ બાપ છે. વારસો ગીતા થી મળે છે, બાકી
બધાં છે એમનાં બાળકો. બાળકો થી વારસો મળી ન શકે. આપ બાળકો ને ગીતા થી વારસો મળી
રહ્યો છે ને. ગીતા માતા નાં પછી પિતા પણ છે. બાઈબલ વગેરે કોઈ ને પણ માતા નહીં
કહેવાશે. તો પહેલાં-પહેલાં પૂછવાનું જ એ છે કે પરમપિતા પરમાત્મા થી તમારો શું સંબંધ
છે? સર્વ નાં બાપ એક છે ને. સર્વ આત્માઓ ભાઈ-ભાઈ છે ને. એક બાપ નાં બાળકો. બાપ
મનુષ્ય સૃષ્ટિ રચે છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા, તો પછી તમે પરસ્પર ભાઈ-બહેન થઈ જાઓ
છો. તો જરુર પવિત્ર રહેતાં હશો. પતિત-પાવન બાપ જ આવીને તમને પાવન બનાવે છે યુક્તિ
થી. બાળકો જાણે છે પવિત્ર બનીશું તો પવિત્ર દુનિયાનાં માલિક બનીશું. ખૂબ ભારે કમાણી
છે. કોણ એવું હશે - જે ૨૧ જન્મ ની બાદશાહી લેવા માટે પવિત્ર નહીં બને. અને પછી
શ્રીમત પણ મળે છે, જે બાપને અડધોકલ્પ યાદ કર્યા છે, એમનું ફરમાન તમે નહીં માનો! એમનાં
ફરમાન પર નહીં ચાલો તો તમે પાપ આત્મા બની જશો. આ દુનિયા જ પાપ આત્માઓની છે.
રામરાજ્ય પુણ્ય આત્માઓની દુનિયા હતી. હમણાં રાવણ રાજ્ય પાપ આત્માઓની દુનિયા છે. હવે
આપ બાળકોની ચઢતી કળા છે. તમે વિશ્વનાં માલિક બનો છો. કેવાં ગુપ્ત બેઠાં છો. ફક્ત
બાપ ને યાદ કરવાનાં છે. માળા વગેરે ફેરવવાની કોઈ વાત નથી. બાપ ને યાદ કરતાં-કરતાં
તમે કામ કરો. બાબા તમારા યજ્ઞ ની સેવા સ્થૂળ, સૂક્ષ્મ બંને અમે કેવી સાથે કરીએ છીએ.
બાબાએ ફરમાન કર્યુ છે એમ યાદ કરો. નેચર-ક્યોર કરાવે છે ને. તમારી આત્મા ક્યોર થવાથી
શરીર પણ ક્યોર થઈ જશે. ફક્ત બાપની જ યાદ થી તમે પતિત થી પાવન બનો છો. પાવન પણ બનો
અને યજ્ઞ ની સેવા પણ કરતાં રહો. સર્વિસ (સેવા) કરવામાં ખૂબ ખુશી થશે. અમે આટલો સમય
બાપ ની યાદ માં રહી પોતાને નિરોગી બનાવ્યાં અથવા ભારત ને શાંતિ નું દાન આપ્યું.
ભારત ને તમે શાંતિ અને સુખ નું દાન આપો છો શ્રીમત પર. દુનિયામાં આશ્રમ તો અનેક છે.
પરંતુ ત્યાં કાંઈ પણ છે નહીં. એમને આ ખબર નથી કે ૨૧ પેઢી સ્વર્ગ નું રાજ્ય કેવી રીતે
મળે છે.
તમે હમણાં રાજયોગ નો
અભ્યાસ કરો છો. તે લોકો પણ કહેતાં રહે છે કે ગોડફાધર (પરમપિતા પરમાત્મા) આવી ગયાં
છે. ક્યાંક છે જરુર. એ તો જરુર હશે ને. વિનાશ માટે બોમ્બસ પણ નીકળી ચૂક્યાં છે.
જરુર બાપ જ સ્વર્ગની સ્થાપના, નર્ક નો વિનાશ કરાવતાં હશે. આ તો નર્ક છે ને. કેટલી
લડાઈ મારામારી વગેરે છે. ખૂબ ડર છે. બાળકો ને કેવી રીતે ભગાવીને લઈ જાય છે. કેટલાં
ઉપદ્રવ થાય છે. હવે તમે જાણો છો કે આ દુનિયા બદલાઈ રહી છે. કળિયુગ બદલાઈ પછી સતયુગ
થઈ (આવી) રહ્યો છે. આપણે સતયુગ ની સ્થાપના માં બાબા નાં મદદગાર છીએ. બ્રાહ્મણ જ
મદદગાર થાય છે. પ્રજાપિતા બ્રહ્મા થી બ્રાહ્મણ જન્મે છે. તેઓ છે કુખ વંશાવલી, તમે
છો મુખ વંશાવલી. તેઓ બ્રહ્માનાં સંતાન તો હોઈ ન શકે. તમને એડોપ્ટ કરાય (અપનાવાય)
છે. તમે બ્રાહ્મણ છો - બ્રહ્માનાં સંતાન. પ્રજાપિતા બ્રહ્મા તો સંગમ પર જ હોઈ શકે
છે. બ્રાહ્મણ જ પછી દેવી-દેવતા બને છે. તમે એ બ્રાહ્મણોને પણ સમજાવી શકો છો કે તમે
કુખ વંશાવલી છો. કહો છો બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. બ્રાહ્મણો ને પણ નમસ્તે, દેવતાઓ
ને પણ નમસ્તે કરે છે. પરંતુ બ્રાહ્મણો ને નમસ્તે ત્યારે કરે જ્યારે કે હમણાં છો.
સમજે છે આ બ્રાહ્મણ લોકો છે, તન-મન-ધન થી બાબા ની શ્રીમત પર ચાલે છે. એ બ્રાહ્મણ
શારીરિક યાત્રા પર લઈ જાય છે. આ તમારી છે રુહાની યાત્રા. તમારી યાત્રા કેટલી મીઠી
છે. તે શારીરિક યાત્રાઓ તો અનેક છે. ગુરુ લોકો પણ અનેક છે. બધાંને ગુરુ કહી દે છે.
હવે આપ બાળકો જાણો છો આપણે મીઠાં શિવબાબા ની મત પર ચાલી એમનાંથી વારસો લઈ રહ્યાં
છીએ બ્રહ્મા દ્વારા. વારસો શિવબાબા થી લઈએ છીએ. તમે અહીંયા આવો છો તો ફટ થી પૂછું
છું - કોની પાસે આવ્યાં છો? બુદ્ધિમાં છે આ શિવબાબા નો લોન લીધેલો રથ છે. અમે એમની
પાસે જાઈએ છીએ. સગાઈ બ્રાહ્મણ લોકો કરાવે છે. પરંતુ કનેક્શન (સંબંધ) સજની સાજન નું
પરસ્પર હોય છે, નહીં કે સગાઈ કરાવવા વાળા બ્રાહ્મણ થી. સ્ત્રી પતિ ને યાદ કરે છે કે
હથિયાલો બાંધવા (સંબંધ જોડાવવા) વાળા ને યાદ કરે છે? તમારા પણ સાજન છે શિવ. પછી કોઈ
દેહધારી ને તમે કેમ યાદ કરો છો? યાદ કરવાનાં છે શિવ ને. આ લોકેટ વગેરે પણ બાબાએ
બનાવડાવ્યાં છે સમજાવવા માટે. બાબા સ્વયં જ દલાલ બની સગાઈ કરાવે છે. તો દલાલ ને યાદ
નથી કરવાનાં. સજનીઓ નો યોગ સાજન ની સાથે છે. મમ્મા-બાબા આવીને આપ બાળકો દ્વારા મુરલી
સંભળાવે છે, બાબા કહે છે ઘણાં એવાં બાળકો છે જેમની ભ્રકુટી ની વચ્ચે હું બેસી મુરલી
ચલાવું છું - કલ્યાણ કરવા અર્થ. કોઈને સાક્ષાત્કાર કરાવવા, મુરલી સંભળાવવા, કોઈનું
કલ્યાણ કરવા આવું છું. બ્રાહ્મણીઓમાં એટલી તાકાત નથી, જાણું છું આમને આ બ્રાહ્મણી
ઉઠાવી નહીં શકે તો હું એવું તીર લગાવું છું જે એ બ્રાહ્મણી થી પણ આગળ જાય. બ્રાહ્મણી
સમજે છે આમને મેં સમજાવ્યું. દેહ-અભિમાન માં આવી જાય છે. હકીકત માં આ અહંકાર પણ ન
આવવો જોઈએ. બધુંજ શિવબાબા કરવાવાળા છે. અહીં તો તમને કહે છે બાબા ને યાદ કરો. સંબંધ
શિવબાબા થી હોવો જોઈએ. આ તો વચ્ચે દલાલ છે, આમને એનું વળતર મળી જાય છે. છતાં પણ આ
વૃદ્ધ અનુભવી તન છે. આ બદલાઈ નથી શકતું. ડ્રામા માં નોંધ છે. એવું નથી બીજા કલ્પ
માં બીજા નાં તનમાં આવશે. નહીં, જે લાસ્ટ માં (છેલ્લે) છે એમને જ ફરી પહેલાં જવાનું
છે. ઝાડ માં જુઓ અંત માં ઉભાં છે ને. હમણાં તમે સંગમ પર બેઠાં છો. બાબાએ આ પ્રજાપિતા
બ્રહ્મા માં પ્રવેશ કર્યો છે. જગતઅંબા છે કામધેનુ અને કપિલદેવ પણ કહે છે. કપલ
અર્થાત્ જોડી, બાપ-દાદા, માતા-પિતા આ કપલ જોડી થઈ ને. માતા થી વરસો નહીં મળે. વારસો
તો પણ શિવબાબા થી મળે છે. તો એમને યાદ કરવા પડે. હું આવ્યો છું તમને લઈ જવાં આમનાં
દ્વારા. બ્રહ્મા પણ શિવબાબા ને યાદ કરે છે. શંકર ની આગળ પણ શિવનું ચિત્ર રાખે છે. આ
બધું છે મહિમા માટે. આ સમયે તો શિવબાબા આવીને પોતાનાં બાળક બનાવે છે. પછી તમે બાપ
ને થોડી પૂજશો. બાપ આવીને બાળકોને ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે. ગટર માંથી કાઢે છે. પછી
પ્રતિજ્ઞા પણ કરે છે અમે ક્યારેય પતિત નહીં બનીશું. બાપ કહે છે ગોદ (ખોળો) લઈને પછી
કાળુ મોઢું નહીં કરતાં. જો કર્યુ તો કુળ કલંકિત બની પડશો. હારવાથી ઉસ્તાદ નું નામ
બદનામ કરી દેશો. માયા થી હાર્યા તો પદ ભ્રષ્ટ થઈ પડશે (જશે). બીજા કોઈ સંન્યાસી
વગેરે આ વાતો નથી શિખવાડતાં. કોઈ છે જે કહેશે માસ માં એકવાર વિકાર માં જાઓ. કોઈ કહે
છે ૬ માસ માં એકવાર જાઓ. કોઈ તો ખૂબ અજામિલ હોય છે. બાબાએ તો ઘણાં ગુરુ કરેલાં છે.
તેઓ એવું ક્યારેય નહીં કહે કે પવિત્ર બનો. સમજે છે અમે જ નથી રહી શકતાં. સમજદાર જે
હશે, તે ઝટ કહેશે તમે જ નથી રહી શકતાં, અમને કેમ કહો છો. તો પણ કહે છે જનક માફક
સેકન્ડ માં જીવનમુક્તિ નો રસ્તો બતાવો. પછી ગુરુ લોકો કહે છે - બ્રહ્મ ને યાદ કરો
તો તમે નિર્વાણધામ માં જશો. જતું તો કોઈ નથી, તાકાત જ નથી. સર્વ આત્માઓનું રહેવાનું
સ્થાન છે મૂળવતન, જ્યાં આપણે આત્માઓ સ્ટાર માફક રહીએ છીએ. આ પૂજા માટે મોટું લિંગ
બનાવે છે. બિંદુ ની પૂજા કેવી રીતે થાય? કહે પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ
સિતારો. તો આત્મા નાં બાપ પણ એવાં હશે ને. બાપ ને દેહ નથી. એ સ્ટાર (સિતારા) ની પૂજા
કેવી રીતે થઈ શકે. બાપ ને પરમ આત્મા કહેવાય છે. એ તો પિતા છે. જેમ આત્મા છે તેમ
પરમાત્મા છે. એ કોઈ મોટાં નથી. એમનામાં આ જ્ઞાન છે. આ બેહદ નાં ઝાડ ને બીજું કોઈ પણ
નથી જાણતું. બાપ જ જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન માં પણ ફુલ (ભરપૂર) છે, પવિત્રતા માં
પણ ફુલ છે. સર્વ નાં સદ્દગતિ દાતા છે. સર્વ ને સુખ-શાંતિ આપવા વાળા. આપ બાળકો ને
કેટલો ભારે વારસો મળે છે બીજા કોઈને મળી ન શકે. મનુષ્ય તો કેટલાં ગુરુ ને પૂજે છે.
પોતાનાં બાદશાહ ને પણ એટલાં નથી પૂજતાં. તો આ બધી અંધશ્રદ્ધા છે ને. શું-શું કરતા
રહે છે. બધામાં ગ્લાનિ જ ગ્લાનિ (નિંદા જ નિંદા) છે. કૃષ્ણ ને લોર્ડ (દેવતા) પણ કહે
છે તો ગોડ (ભગવાન) પણ કહે છે. ગોડ કૃષ્ણ સ્વર્ગ નાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર),
લક્ષ્મી-નારાયણ માટે પણ કહે છે આ બંને ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) છે. જૂનાં-જૂનાં
ચિત્રો ને ઘણાં ખરીદે છે. જૂની-જૂની સ્ટેમ્પ્સ (મુદ્રાઓ) પણ વેચાય છે ને. હકીકત માં
સૌથી જૂનાં તો શિવબાબા છે ને. પરંતુ કોઈને ખબર નથી. મહિમા બધી શિવબાબા ની છે. એ
વસ્તુ તો મળી ન શકે. જૂનાં માં જૂની વસ્તુ કઈ છે? નંબરવન શિવબાબા. કોઈ પણ સમજી નથી
શકતું કે અમારા પિતા કોણ છે? એમનું નામ રુપ શું છે? કહી દે છે એમનું કોઈ નામ રુપ નથી,
ત્યારે પૂજો કોને છો? શિવ નામ તો છે ને. દેશ પણ છે, કાળ પણ છે. સ્વયં કહે છે હું
સંગમ પર આવું છું. આત્મા શરીર દ્વારા બોલે છે ને. હવે આપ બાળકો સમજો છો શાસ્ત્રો
માં કેટલી દંતકથાઓ છે, જેનાંથી ઉતરતી કળા થઈ ગઈ છે. ચઢતી કળા સતયુગ ત્રેતા, ઉતરતી
કળા દ્વાપર કળિયુગ. હવે ફરી ચઢતી કળા થશે. બાપ વગર કોઈ ચઢતી કળા બનાવી ન શકે. આ બધી
વાતો ધારણ કરવાની હોય છે. તો કોઈ પણ કામ વગેરે કરતાં યાદ માં રહેવાનું છે. જેમ
શ્રીનાથ દ્વારા માં મોંઢા પર કપડું બાંધી કામ કરે છે. શ્રીનાથ કૃષ્ણ ને કહે છે.
શ્રીનાથ નું ભોજન બને છે ને. શિવબાબા તો ભોજન વગેરે નથી ખાતાં. તમે પવિત્ર ભોજન
બનાવો છો તો યાદ માં રહી બનાવવું જોઈએ, તો એનાંથી બળ મળશે. કૃષ્ણલોક માં જવાનાં માટે
વ્રત નેમ (નિયમ) વગેરે રાખે છે. હવે તમે જાણો છો આપણે કૃષ્ણપુરી માં જઈ રહ્યાં છીએ
એટલે તમને લાયક બનાવાય છે. તમે બાપ ને યાદ કરો છો તો પછી બાબા ગેરેન્ટી કરે (ખાતરી
આપે) છે તમે કૃષ્ણપુરી માં જરુર જશો. તમે જાણો છો આપણે પોતાનાં માટે કૃષ્ણપુરી
સ્થાપન કરી રહ્યાં છીએ પછી આપણે જ રાજ્ય કરીશું. જે શ્રીમત પર ચાલશે તે કૃષ્ણપુરી
માં આવશે. લક્ષ્મી-નારાયણ થી પણ વધારે કૃષ્ણ નું નામ પ્રસિદ્ધ છે. કૃષ્ણ નાનો બાળક
છે તો મહાત્મા સમાન છે. બાળ અવસ્થા સતોપ્રધાન છે એટલે કૃષ્ણ નું નામ વધારે (પ્રસિદ્ધ)
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનો પૂરો
સંબંધ એક શિવબાબા સાથે રાખવાનો છે. ક્યારેય કોઈપણ દેહધારી ને યાદ નથી કરવાનાં.
ક્યારેય પોતાનાં ઉસ્તાદ (બાપ) નું નામ બદનામ નથી કરવાનું.
2. પોતાનાં દ્વારા જો
કોઈનું કલ્યાણ થાય છે, તો મેં આમનું કલ્યાણ કર્યુ, આ અહંકાર માં નથી આવવાનું. આ પણ
દેહ-અભિમાન છે. કરાવવા વાળા બાપ ને યાદ કરવાનાં છે.
વરદાન :-
અમૃતવેલાએ આ
ત્રણ બિંદુઓ નું તિલક લગાવવા વાળા શું , કેમ ની હલચલ થી મુક્ત અચળ - અડોલ ભવ
બાપદાદા સદા કહે છે
કે રોજ અમૃતવેલાએ આ ત્રણ બિંદુઓનું તિલક લગાવો. આપ પણ બિંદુ, બાપ પણ બિંદુ અને જે
થઈ ગયું, જે થઈ રહ્યું છે નથિંગન્યુ (કાંઈ પણ નવું નથી), તો ફુલસ્ટોપ (પૂર્ણવિરામ)
પણ બિંદુ. આ ત્રણ બિંદુ નું તિલક લગાવવું અર્થાત્ સ્મૃતિ માં રહેવું. પછી આખો દિવસ
અચળ-અડોલ રહેશો. શું, કેમ ની હલચલ સમાપ્ત થઈ જશે. જે સમયે કોઈ વાત થાય છે તે જ સમયે
ફુલસ્ટોપ લગાવો. નથિંગન્યુ, થવાનું હતું, થઈ રહ્યું છે…. સાક્ષી બની જુઓ અને આગળ
વધતાં ચાલો (રહો).
સ્લોગન :-
પરિવર્તન શક્તિ
દ્વારા વ્યર્થ સંકલ્પો નાં પ્રવાહ ને સમાપ્ત કરી દો તો સમર્થ બની જશો.