09-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે બ્રાહ્મણ કુળ શ્રેષ્ઠ , વિષ્ણુકુળ નાં બનવાનાં છો , એટલે તમારે પાક્કા વૈષ્ણવ બનવાનું છે , કોઈપણ ગેરકાયદેસર વસ્તુ ડુંગળી વગેરે પણ નથી ખાવાનું

પ્રશ્ન :-
આપ બાળકોએ કઈ પરીક્ષા થી ડરવાનું કે મૂંઝાવાનું નથી?

ઉત્તર :-
જો ચાલતાં-ચાલતાં આ જૂની જુત્તી (શરીર) ને કોઈ તકલીફ થાય છે, બીમારી વગેરે આવે છે તો એનાંથી ડરવાનું કે મૂંઝાવાનું નથી વધારે જ ખુશ થવાનું છે, કારણ કે તમે જાણો છો - આ કર્મભોગ છે. જૂનાં હિસાબ-કિતાબ ચૂક્તું થઈ રહ્યાં છે. આપણે યોગબળ થી હિસાબ-કિતાબ ચૂક્તું ન કરી શક્યાં તો કર્મભોગ થી ચૂક્તું થઈ રહ્યાં છે. આ જલ્દી ખતમ થાય તો સારું છે.

ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં

ઓમ શાંતિ!
નિરાકાર ભગવાનુવાચ. એમનું તો એક જ નામ છે - શિવ ભગવાનુવાચ, આ કહેવું પડે છે સમજાવવા માટે, પાક્કો નિશ્ચય કરાવવા માટે. બાપે કહેવું પડે છે હું જે છું, મારું નામ ક્યારેય નથી બદલાતું. સતયુગ નાં જે દેવી-દેવતાઓ છે, તેઓ તો પુનર્જન્મ માં આવે જ છે. બાપ આ તન થી બાળકો ને સમજાવી રહ્યાં છે. તમે રુહાની યાત્રા પર છો, બાપ પણ ગુપ્ત છે, દાદા પણ ગુપ્ત છે. કોઈ પણ નથી જાણતાં બ્રહ્મા તન માં પરમપિતા આવે છે. બાળકો પણ ગુપ્ત છે. બધાં કહે છે અમે શિવબાબા નાં સંતાન છીએ, તો એમનાં થી વારસો લેવાનો છે. એમની શ્રીમત પર ચાલવાનું છે. આ તો નિશ્ચય છે કે એ આપણાં સુપ્રીમ (પરમ) બાપ, શિક્ષક, સતગુરુ છે. કેટલી મીઠી-મીઠી વાતો છે. આપણે નિરાકાર શિવબાબા નાં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છીએ, એ આપણને રાજ્યોગ શિખવાડે છે. ભગવાનુવાચ હે બાળકો, હું તમને રાજયોગ શિખવાડું છું. મેયર તો એવું નહીં કહે, હે બાળકો. સંન્યાસી પણ આવું કહી ન શકે. બાળકો કહેવું તો બાપની જ ફરજ છે. બાળકો પણ જાણે છે અમે નિરાકાર બાપ નાં બાળકો છીએ, એમની સન્મુખ બેઠાં છીએ. પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. પ્રજાપિતા અક્ષર ન નાખવાથી (લખવાથી) મનુષ્ય મૂંઝાય છે. સમજે છે બ્રહ્મા તો સૂક્ષ્મવતનવાસી દેવતા છે. તે પછી અહીં ક્યાંથી આવ્યાં? કહે છે બ્રહ્મા દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ, પછી ગુરુ પણ કહે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ. હવે વિષ્ણુ તથા શંકર તો ગુરુ છે નહીં. સમજે છે શંકર, પાર્વતી ને કથા સંભળાવે છે તો ગુરુ થયાં. ગુરુ વિષ્ણુ પણ નથી. સતયુગ માં લક્ષ્મી-નારાયણ ગુરુ બનતાં નથી. કૃષ્ણ ને પણ મોટાં ગુરુ ગીતા નાં ભગવાન બનાવી દીધાં છે. પરંતુ ભગવાન એક છે, આ વાત આપ બાળકોએ સિદ્ધ કરવાની છે.

તમે ગુપ્ત સેના છો. રાવણ પર જીત મેળવો છો અર્થાત્ માયા જીતે જગતજીત બનો છો. માયા ધન ને નથી કહેવાતું. ધન ને સંપત્તિ કહેવાય છે. તો બાપ બાળકો ને સમજાવે છે બાળકો, હવે મોત સામે છે. આ એ જ ૫ હજાર વર્ષ પહેલાં વાળા અક્ષર છે. ફક્ત નિરાકાર ભગવાનુવાચ નાં બદલે સાકાર કૃષ્ણ નું નામ લખી દીધું છે. બાપ કહે છે - આ જ્ઞાન જે તમને હમણાં મળે છે, આ છે ભવિષ્ય પ્રાલબ્ધ માટે. પ્રાલબ્ધ મળી ગયું પછી જ્ઞાન ની જરુર નથી. આ જ્ઞાન છે જ પતિત થી પાવન બનવાનું. પાવન દુનિયામાં પછી કોઈને ગુરુ કરવાની જરુર નથી. હકીકત માં ગુરુ તો એક જ પરમપિતા પરમાત્મા છે. પોકારે પણ છે હે પતિત-પાવન આવો, તો સમજાવવું જોઈએ ને. એ જ સુપ્રીમ ગુરુ છે. સર્વ નાં સદ્દગતિ દાતા રામ ગવાય છે. તો એ જરુર ત્યારે આવશે જ્યારે બધાં દુર્ગતિ માં છે. ત્યાં તો છે ક્ષીરસાગર, સુખનો સાગર. વિષય વૈતરણી નદી ત્યાં હોતી નથી. વિષ્ણુ ક્ષીરસાગર માં રહેશે તો જરુર તેનાં બાળકો પણ સાથે રહેશે. હમણાં તમે બ્રાહ્મણ કુળ નાં છો પછી વિષ્ણુ કુળ નાં બનશો. તેઓ કમ્પલીટ (સંપૂર્ણ) વૈષ્ણવ છે ને. દેવતાઓ ની આગળ ક્યારેય ગેરકાયદેસર વસ્તુ ડુંગળી વગેરે નહીં રાખે. ફરીથી એવાં દેવતા બનવાનું છે તો આ બધું છોડવું પડશે. આ છે સંગમયુગ. સમજાવાયું છે તમે બ્રાહ્મણ જ સંગમ પર છો, બાકી બધાં કળિયુગ માં છે. જ્યાં સુધી બ્રાહ્મણ ન બને ત્યાં સુધી સમજી નહીં શકે. બાપ કહે છે હું કલ્પ નાં સંગમ પર આવું છું. તેઓ સમજતાં જ નથી - આ કોઈ સંગમ છે. દુનિયા બદલાય છે ને. ગાય પણ છે પરંતુ કેવી રીતે બદલાય છે, આ કોઈ પણ નથી જાણતું. એમ જ ફક્ત મુખ થી કહી દે છે. તમે સારી રીતે સમજો છો શ્રીમત પર ચાલવાથી જ શ્રેષ્ઠ બનશો. બાપ ને યાદ કરવાનાં છે. દેહ સહિત દેહ નાં બધાં સંબંધોને ભૂલી જવાનું છે. બાબાએ શરીર વગર મોકલ્યાં હતાં પછી એમ જ જવાનું છે અહીંયા આવ્યાં છો પાર્ટ ભજવવાં. આ છે ગુપ્ત મહેનત, બાપ અને વારસા ને યાદ કરવાનો છે. તમે ઘડી-ઘડી આ ભૂલી જાઓ છો. બાબા ને ભૂલવાથી માયા ની ચમાટ લાગી જાય છે. આ પણ ખેલ છે, અલ્લાહ અવલદીન નો...દેખાડે છે ને. અલ્લાહે અવલ ધર્મ સ્થાપન કર્યો. ઠકા કર્યો અને બહિસ્ત (સ્વર્ગ) મળ્યું. આ ધર્મ કોણ સ્થાપન કરી રહ્યું છે? અલ્લાહે પ્રથમ નંબર ધર્મ સ્થાપન કર્યો. હાતમતાઈ નો પણ ખેલ દેખાડે છે. મુખ માં મુહલરો ન નાખવાથી માયા આવી જાય છે. તમારો પણ આ હાલ છે. બાપ ને ભૂલીને બીજાં બધાંને યાદ કરતાં રહો છો.

હવે આપ બાળકો જાણો છો આપણે શાંતિધામ જઈ રહ્યાં છીએ, પછી સુખધામ માં આવીશું. દુઃખધામ ને ભૂલી જવાનો પુરુષાર્થ કરો. આ તો બધું ખતમ થઈ જવાનું છે. અમે લખપતિ છીએ, એવાં છીએ... આ બુદ્ધિ માં નથી રાખવાનું. આપણે તો છીએ જ અશરીરી આ તો જૂની વસ્તુ છે. આ જૂની જુત્તીએ (જૂનાં શરીરે) ખૂબ દુઃખ આપ્યું છે. જેટલી બીમારી વધારે હોય, ખુશી થવી જોઈએ. નાચવું જોઈએ કર્મભોગ છે, તો હિસાબ-કિતાબ ચૂક્તું તો કરવાનો જ છે, એનાંથી ડરવાનું નથી. સમજવું જોઈએ અમે યોગબળ થી વિકર્મ વિનાશ નથી કરી શકતાં તો કર્મભોગના થી ચૂક્તું કરવાં પડે, આમાં મૂંઝાવાની વાત જ નથી. આ તો શરીર જૂનું છે. આ જલ્દી ખતમ થાય તો સારું છે. અને પછી તમારી ૭ દિવસ ની ભઠ્ઠી પણ પ્રસિદ્ધ છે. ૭ દિવસ સારી રીતે સમજીને બુદ્ધિ માં ધારણ કરી ભલે ક્યાંય પણ ચાલ્યાં જાઓ. મોરલી તો મળતી રહેશે, તે જ બસ છે. બાપ ને યાદ કરતા ચક્ર ફરાવતાં રહો. ૭ દિવસ માં સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. ૭ દિવસ નો પાઠ પણ રાખે છે. ૭ દિવસ પ્રસિદ્ધ છે. ગ્રંથ પણ ૭ જ રાખે છે. ભઠ્ઠી પણ સાત દિવસ ની છે. એવું નહીં જે આવે એમને ૭ દિવસ માટે કહેવાનું છે. મનુષ્ય ની રગ પણ જોવાની હોય છે. પહેલાં જ ૭ દિવસ નો કોર્સ કહેવાથી કોઈ તો ડરી જાય છે. સમજે છે અમે રહી નથી શકતાં તો શું કરીશું, ચાલ્યાં જાય છે એટલે મનુષ્ય ને જોવા પડે છે. દરેકની નસ જોવી જોઈએ. પહેલાં તો તપાસ કરવી જોઈએ. કેટલાં દિવસ માટે આવ્યાં છે. ફટ થી ૭ દિવસ કહેવાથી ડરી જાય છે. ૭ દિવસ કોઈ આપી નથી શકતાં. સર્જન (વૈદ) કોઈ એવાં હોય છે જે નસ જોઈને ફટ બતાવે છે કે આ-આ તમને બીમારી છે. આ પણ તો તમારા અવિનાશી જ્ઞાન સર્જન છે. આપ બાળકો પણ માસ્ટર સર્જન છો. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. તમે કહો છો એક સેકન્ડ માં મનુષ્ય ને જીવનમુક્તિ મળી શકે છે, તો કોઈ પણ કહે છે જ્યારે એક સેકન્ડ માં જીવનમુક્તિ મળી શકે છે, તો ૭ દિવસ કેમ કહો છો? સેકન્ડ ની વાત બતાવો. ડરી જાય છે. અમે તો નહીં કરી શકીએ, એટલે પહેલાં નસ જોવી જોઈએ. બધાનાં માટે એક જ વાત ન હોઈ શકે. ઘણાં બાળકો ડિસ-સર્વિસ (કુસેવા) કરી દે છે. ફોર્મ ભરતાં સમયે નસ જોઈને પૂછવાનું હોય છે. કેટલાં દિવસ આવી શકશો, તે પણ પૂછવાનું હોય છે. અચ્છા, એ તો બતાવો સર્વ નાં ભગવાન એક છે ને. પરમપિતા સાથે તમારો શું સંબંધ છે? પહેલાં તો આ વાત પર સમજાવવાનું હોય છે કે એ બાપ છે, આપણે બાળકો છીએ. બાપ તો વારસો આપે છે. સ્વર્ગ નો વારસો મળવો જોઈએ. સ્વર્ગ નાં રચયિતા છે. હમણાં તો નર્ક છે. ભારત સ્વર્ગ હતું, વિશ્વ નાં માલિક હતાં. દેવી-દેવતાઓનું રાજ્ય હતું. તો માયાએ રાજ્ય છીનવી લીધું છે. હવે ફરી માયા પર જીત મેળવીને રાજ્ય લેવાનું છે. જૂની પતિત કળિયુગી દુનિયા નો વિનાશ સામે છે તો જરુર પાવન દુનિયા સ્થાપન કરવી પડશે. થોડો ઈશારો આપવો જોઈએ. પછી આગળ ચાલીને એ વાતો ને સમજતાં જશે. આજે નહીં તો કાલે આવી જશે. જશે ક્યાં? એક જ હટ્ટી (દુકાન) છે, સદ્દગતિ મળવાની. પરમપિતા પરમાત્મા શિવબાબા ની એક જ હટ્ટી છે. એક સેકન્ડ માં જીવનમુક્તિ મળવાની છે. હટ્ટી જુઓ કેવી છે, જેનાં તમે સેલ્સમેન છો. જે સારા સેલ્સમેન હશે તે પદ પણ સારું મેળવશે. સેલ (વેચાણ) કરવાની પણ અક્કલ જોઈએ. જો નહીં હોય તો તે શું સર્વિસ (સેવા) કરશે. પહેલાં તો નિશ્ચય બેસાડો. પછી ૭ દિવસ ની વાત. અરે બાપ તો વારસો આપવા આવ્યાં છે. ભારત સુખધામ હતું, હમણાં ભારત દુઃખધામ છે. પછી સુખધામ કેવી રીતે બને છે, કોણ બનાવે છે? પહેલાં રસ્તો બતાવવાનો છે - આપણે આત્માઓ શાંતિધામ ની રહેવાસી છીએ પછી આવીએ છીએ પાર્ટ ભજવવાં.

હવે બાપ કહે છે બાળકો પાછાં ઘરે જવાનું છે. બાપ ને યાદ રાખવાથી તમારા વિકર્મ વિનાશ થશે. તમારી ઉડવાની જે પાંખો તૂટી ગઈ છે તે મળતી રહેશે. તમે ચાલ્યાં આવશો મારા પાસે. બાપ જ આવીને કોડી થી હીરા જેવાં બનાવે છે. આ કમાણી ખૂબ જબરજસ્ત છે. બાપ ને યાદ કરવાથી ૨૧ જન્મ માટે તમે નીરોગી બનો છો. ચક્ર ને યાદ કરવાથી તમે એવરહેલ્દી (સદા તંદુરસ્ત), વેલ્દી (સંપત્તિવાન) બનશો. હમણાં તો બંને નથી. તમારામાં પણ નંબરવાર છે, કાચ્ચા ને માયા ઝટ ખાઈ જશે. છતાં પણ આગળ ચાલીને સ્મૃતિ આવશે. અંતમાં રાજાઓ પણ આવે છે, સન્યાસીઓ વગેરે પણ આવે છે. આપ કન્યાઓ, માતાઓએ જ બાણ માર્યા છે. અહીં મંદિર પણ એક્યુરેટ (બરાબર) બનાવેલાં છે. કુવારી કન્યા નું પણ મંદિર છે. અધર કુમારી નો અર્થ થોડી સમજે છે. જે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બી.કે. બને છે, એમને જ અધર કહેવાય છે. કુમારી તો કુમારી જ છે. તમારા યાદગાર માં પૂરું મંદિર બનેલું છે. કલ્પ પહેલાં પણ તમે સર્વિસ કરી હતી. તમને કેટલી ખુશી થવી જોઈએ. તમારી કેટલી ભારે જબરજસ્ત પરીક્ષા છે. ભણાવવા વાળા છે ભગવાન.

(દિલ્હી ની પાર્ટી બાબા થી છુટ્ટી લઈ પોતાનાં સ્થાન પર જઈ રહી હતી) બાળકો સારા રિફ્રેશ થઈને જઈ રહ્યાં છો. નંબરવાર તો છે જ. જે સારું સમજે છે તે સારું સમજાવે પણ છે. આ તો બાળકો સમજે છે બાબા પણ ગુપ્ત છે, દાદા પણ ગુપ્ત છે. અમે પણ ગુપ્ત છીએ. કોઈ પણ જાણતું નથી. બ્રાહ્મણ લોકો પણ નથી જાણતાં. તમે સમજાવી શકો છો કે તમે છો કુખ વંશાવલી, અમે છીએ મુખ વંશાવલી. તમે પતિત છો અમે પાવન બની રહ્યાં છીએ. પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન છીએ તો જરુર નવી દુનિયાનાં થયાં ને. સતયુગ નાં દેવતાઓ નવી દુનિયાનાં છે કે બ્રાહ્મણ નવી દુનિયાનાં છે? બ્રાહ્મણો ની ચોટી છે ને. ચોટી (બ્રાહ્મણ કુળ) ઉપર કે માથું (દેવતા કુળ) ઉપર છે? એમાં પછી શિવબાબા ને પણ ગુમ કરી દીધાં છે. આપ બાળકો જાણો છો બાપ છે ફૂલો નાં બગીચા નાં બાગવાન. રાવણ ને બાગવાન છોડી કહેશે. રાવણ તો કાંટા બનાવે છે, બાબા ફૂલ બનાવે છે. આ આખું કાંટાઓનું જંગલ છે. એક-બીજાને દુઃખ આપતાં રહે છે. બાપ સમજાવે છે, કોઈને પણ દુઃખ નથી આપવાનું. ક્રોધ થી બોલવાથી સો ગણો દંડ પડે છે. પાપઆત્મા બની જાય છે. એમનાં માટે સજાઓ પણ ખૂબ કઠોર છે. બાપ સાથે મદદગાર બનવાની ગેરન્ટી (વાયદો) કરી અને પછી ડિસસર્વિસ કરે છે તો એનાં માટે ખૂબ કઠોર સજા છે. બાળક બન્યાં અને પછી વિકર્મ કર્યુ તો સો ગણો દંડ મળશે એટલે જો હિંમત હોય તો શ્રીમત પર ચાલો. નર થી નારાયણ બનવાનું છે. એવું નહીં સારું, પ્રજા તો પ્રજા જ ખરું. ના, આ તો ખૂબ મોટી માળા છે. માર્જિન (જગ્યા) ખુબ છે. આમાં હાર્ટફેલ નથી થવાનું. પડી જવાય છે પછી સંભાળવાનું છે, હાર્ટફેલ નથી થવાનું. શિવબાબા થી એક સેકન્ડ માં જીવનમુક્તિ મેળવવાની આ એક જ હટ્ટી છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ મેળવવા માટે શિવબાબા ની હટ્ટી (દુકાન) નાં સારા સેલ્સમેન બનવાનું છે. દરેકની નસ જોઈને પછી એમને જ્ઞાન આપવાનું છે.

2. ક્રોધ નાં વશ થઈ મુખ થી દુઃખદાયી બોલ નથી બોલવાનાં. બાપનાં મદદગાર બનવાની ગેરન્ટી કરી કોઈપણ ડિસ-સર્વિસ નું કામ નથી કરવાનું.

વરદાન :-
નથિંગન્યુ ( કાંઈ નવું નથી ) ની સ્મૃતિ થી વિઘ્નો ને ખેલ સમજીને પાર કરવા વાળા અનુભવી મૂર્ત ભવ

વિઘ્નો નું આવવું - આ પણ ડ્રામા માં આદિ થી અંત સુધી નોંધ છે પરંતુ તે વિઘ્ન અસંભવ થી સંભવ ની અનુભૂતિ કરાવે છે. અનુભવી આત્માઓ માટે વિઘ્ન પણ ખેલ (રમત) લાગે છે. જેમ ફૂટબોલ ની રમત માં બોલ આવે છે, ઠોકર લાગાવે છે, રમત રમવામાં મજા આવે છે. આમ આ વિઘ્નો નો ખેલ પણ થતો રહેશે, નથિંગન્યુ. ડ્રામા ખેલ પણ દેખાડે છે અને સંપન્ન સફળતા પણ દેખાડે છે.

સ્લોગન :-
બધાનાં ગુણો ને જોઈ વિશેષતાઓ ની સુગંધ ફેલાવો તો આ સંસાર સુખમય બની જશે.