09-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે સેન્સિબલ ( સમજદાર ) બન્યાં છો તો કમાણી નો ખૂબ - ખૂબ શોખ રહેવો જોઈએ , ધંધા વગેરે થી પણ સમય નીકાળી બાપ ને યાદ કરો તો કમાણી થતી રહેશે

પ્રશ્ન :-
આપ બાળકોને હમણાં કઈ શ્રીમત મળે છે, જે ક્યારેય નથી મળી?

ઉત્તર :-
૧. તમને આ સમયે બાપ શ્રીમત આપે છે - મીઠા બાળકો, સવારે-સવારે ઉઠી ને બાપ ની યાદ માં બેસો તો પૂરો વારસો મળશે. ૨. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન રહો, આવી શ્રીમત બીજા સતસંગો માં ક્યારેય મળી ન શકે. તે સતસંગો માં બાપ અને વારસા ની વાત નથી.

ગીત :-
તુમ્હીં હો માતા પિતા...

ઓમ શાંતિ!
આ ભારતમાં ખાસ અને આખી દુનિયામાં આમ અનેક પ્રકારનાં સતસંગ હોય છે. એવો કોઈપણ સતસંગ કે ચર્ચ કે મંદિર નહીં હશે જ્યાં મનુષ્યની બુદ્ધિ માં હોય કે અમે આ વારસો પામી રહ્યાં છીએ. અહીંયા આપ બાળકો બેઠાં છો, બધાં સેવાકેન્દ્રો માં પોતાનાં બેહદ બાપ ની યાદ માં બેઠાં છે - આ વિચાર થી કે અમે અમારાં બાપ થી સુખધામ નો વારસો પામી રહ્યાં છીએ. આવું બીજા કોઈ સતસંગ કે ચર્ચ વગેરે માં નહીં સમજશે. આપ બાળકોની બુદ્ધિમાં જ છે. આપ બાળકો જાણો છો કે આપણે બેહદ નાં બાપ ની યાદ માં બેઠાં છીએ. નવી દુનિયા સ્વર્ગનો વારસો લઈ રહ્યાં છીએ. બધાં બાળકો એક બાપ થી વારસો લઈ રહ્યાં છે. આટલાં અસંખ્ય બાળકો વૃદ્ધિને પામતાં રહે છે. બધાને શ્રીમત મળે છે, સવારે ઉઠીને બાપ ને યાદ કરો. આપણે બાબા થી આ વારસો લેવા વાળા છીએ. આપણે એ બાપ નાં બન્યાં છીએ. આત્મા ને હવે પરિચય મળ્યો છે બાપ થી. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે મને યાદ કરો અને ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહો. બધાએ અહીંયા આવીને બેસવાનું તો નથી. સ્કૂલમાં ભણીને પછી પોત-પોતાનાં ઘરે ચાલ્યાં જાય છે. દરેક બાળકી-બાળક પોતાનાં શિક્ષક થી વારસો પામી શકે છે. આ પણ એવું જ છે. રોજ ભણીને પછી ઘર માં જઈને ભલે ધંધો વગેરે કરો. તમે ગૃહસ્થ વ્યવહાર માં પણ છો અને પછી સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ છો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન રહેવાનું છે. આવું કોઈ સંન્યાસી વગેરે નથી કહેતાં. અહીંયા તમે પ્રેક્ટિકલ માં બેઠા છો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર બનો છો. પવિત્ર બનીને પરમપિતા પરમાત્મા ને, બીજા કોઈ યાદ નથી કરતાં. ભલે ગીતા સાંભળે છે, વાંચે છે પરંતુ યાદ તો નથી કરતાં ને. કથની (કહેવા) અને કરની (કરવા) માં ફરક છે. તમે જાણો છો આપણા બાપ નોલેજફુલ છે, તેમનામાં આખાં ડ્રામા ચક્ર નું નોલેજ છે. હમણાં આપણને પણ નોલેજ મળી રહ્યું છે. આ ચક્ર ખૂબ સારું છે. આ પુરુષોત્તમ યુગ હોવાનાં કારણે તમારો આ જન્મ પણ પુરુષોત્તમ છે. અધિક માસ હોય છે ને.

આપ બાળકો જાણો છો કે આપણે બરાબર બાપ થી પુરુષોત્તમ બની રહ્યાં છીએ. મર્યાદા પુરુષોત્તમ, આપણે ફરી થી બની રહ્યાં છીએ. પછી ૮૪ નું ચક્ર ખાધું, આ બુદ્ધિમાં જ્ઞાન છે. બીજા કોઈ સતસંગ માં આ નથી સમજાવતાં. તમે સમજો છો આપણે આ બનવાનું છે. બનાવવા વાળા એક જ બાપ છે. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર તમે સારી રીતે સમજાવી શકો છો. બરાબર બ્રહ્મા દ્વારા યોગબળ થી આમણે આ પદ પામ્યું છે. એવું બુદ્ધિમાં ઈમર્જ (યાદ) કરવું જોઈએ. બ્રહ્મા-સરસ્વતી, લક્ષ્મી-નારાયણ નાં બે રુપ પણ દેખાડ્યાં છે. બ્રહ્મા-સરસ્વતી પછી પ્રજા પણ બતાવવી પડે. દરેક વાત પર સારી રીતે વિચાર કરવો જોઈએ. બાપ કહે છે - મને યાદ કરો. બ્રહ્મા ને પણ કહે છે મને યાદ કરો તો આ બનશો. એટલે બ્રહ્મા મુખ વંશાવલી બધાને કહ્યું મને યાદ કરો. (બાબાને) કેવી રીતે યાદ કરવાનાં છે, આ પણ બુદ્ધિમાં છે. ચિત્ર પણ સામે રાખ્યાં છે. આનાં પર સમજાવું ખૂબ સહજ છે. બાપ નો પરિચય આપવાનો છે. પ્રદર્શની માં પણ આનાં પર સમજાવો. આ નિશ્ચય બેસે છે કે બરાબર આ સર્વ નાં બેહદનાં બાપ છે. એ હિસાબ થી આપણને બેહદ નો વારસો મળવો જોઈએ. આપણે નિરાકારી આત્માઓ તો ભાઈ-ભાઈ છીએ. જ્યારે સાકાર માં આવ્યાં તો ભાઈ-બહેન બન્યાં, ત્યારે ભણી શકીએ. ભાઈ-બહેન બનશે જ બ્રહ્માનાં બાળકો. વારસો બાપ થી મળે છે. આ બુદ્ધિમાં બેસાડવાનું છે. કોઈને પણ સમજાવો. પહેલાં બાપ નો પરિચય આપો. આપણે બ્રધરહુડ (ભાઈ-ભાઈ) છીએ, સર્વવ્યાપી કહેવાથી ફાધરહુડ (પિતા-પિતા) થઈ જાય છે. ફાધરહુડ ને વારસો ક્યાંથી મળશે. ફાધર-ફાધર કહેતાં નીચે પડતાં આવ્યાં છીએ. વારસો કાંઈ પણ નથી. હવે બ્રધરહુડ સમજવાથી જ વારસો મળશે. તો તેનાં પર સારી રીતે સમજાવવાથી બુદ્ધિમાં જે અષ્ટ દેવતાઓ વગેરે બેઠેલાં છે, તે બધાં નીકળી જશે. બોલો બે બાપ છે. રુહાની બાપ જેનાથી સર્વની સદ્દગતિ થવાની છે, એ જ સુખ-શાંતિ નો વારસો આપે છે. બધાં સુખી થઈ જાય છે. એમને કહેવાય છે હેવનલી ગોડફાધર, સ્વર્ગ રચવા વાળા. પહેલાં બાપ નો પ્રભાવ બુદ્ધિમાં બેસાડવો જોઈએ. આ છે આત્માઓનાં બેહદ નાં બાપ. એમને જ પતિત-પાવન કહેવાય છે. આપ આત્મા પરમપિતા પરમાત્મા નાં બાળકો છો. આ નિશ્ચય પાક્કો કરો. મૂળ વાત પહેલાં આ બુદ્ધિ માં બેસાડવાની છે. આ સમજે ત્યારે ખુશીનો પારો ચઢે અને કહે કે અમે બાપને યાદ જરુર કરીશું. અમને નિશ્ચય થાય છે, અમે બાપ ને યાદ કરી વિશ્વનાં માલિક બનીશું. આ ખુશી ખૂબ રહેશે. સમજદાર હશે અને બુદ્ધિ માં પૂરો નિશ્ચય હશે તો કહેશે અમે બેહદ નાં બાપ જે દાદા માં આવે છે, પહેલાં તો તેમને મળીએ. શિવબાબા બ્રહ્મા દ્વારા જ તમારા થી વાત કરી શકશે. આપ આત્મા તો એમને મળી નથી તો યાદ કેવી રીતે કરશો. બાળકો એડોપ્ટ (અપનાવે) થાય તો યાદ પડે. એડોપ્ટ જ નહીં થશે તો યાદ કેવી રીતે આવશે. પહેલાં એમનાં બનો. એવાં બાપની સાથે તો ઝટ મળવું જોઈએ. બાપ પણ આ જ પૂછશે તમે પોતાને આત્મા સમજો છો? હું આપ આત્માઓ નો બાપ છું. શિવબાબા તમારા થી વાત કરી રહ્યાં છે. મારી આત્માનાં બાપ સો (જે) તમારા પણ બાપ છે. એ પૂછે છે તમને નિશ્ચય છે કે બધી આત્માઓનાં બાપ બરાબર એક જ છે. એ જ વારસો આપશે. પવિત્ર પણ બનવાનું છે. સિવાય એમનાં બીજું બધું ભૂલી જવાનું છે. આપ આત્મા ઘરે થી અશરીરી આવી હતી ને. કોઈ પણ દેહ, સંબંધ નહોતાં. આત્મા જ્યારે શરીર માં પ્રવેશ કરે, મોટી થાય ત્યારે તેમને સમજાવાય છે કે આ તમારા પિતા છે, આ ફલાણા છે. આત્મા તો બધાં સંબંધો થી ન્યારી છે. આત્મા ચાલી જાય છે તો કહેવાય છે - આપ મુયે મર ગઈ દુનિયા. બંધન રહિત થઈ જાય છે. જ્યાં સુધી બીજું શરીર મળે. માતા નાં ગર્ભ માં જઈને બહાર નીકળે, સમજદાર થાય પછી છે સંબંધની વાત. તો અહીંયા પણ આપ બાળકોએ સમજાવવાનું છે. જીવતે જીવ બધું ભૂલી જવાનું છે. એક બાપ ને યાદ કરવા - આ છે અવ્યભિચારી યાદ. આને જ યોગ કહેવાય છે. અહીંયા તો મનુષ્યો ને અનેકોની યાદ રહે છે. તમારી છે અવ્યભિચારી યાદ. આત્મા જાણે છે કે આ બધાં શરીરનાં સંબંધ ખતમ થઈ જવાનાં છે. આપણો સંબંધ એક બાપની સાથે છે, બાપ ને જેટલાં યાદ કરીશું, વિકર્મ વિનાશ થશે. એવું પણ નથી કે મિત્ર-સંબંધીઓને યાદ કરવાથી કોઈ વિકર્મ બનશે. ના, વિકર્મ ત્યારે બનશે જ્યારે એવું કોઈ ખરાબ કર્મ કરશું. બાકી બીજા કોઈને યાદ કરવાથી વિકર્મ નહીં બનશે, હા, સમય વેસ્ટ (વ્યર્થ) જરુર થશે. એક બાપ ને યાદ કરવાથી વિકર્મ વિનાશ થાય છે. આ યુક્તિ છે પાપ કાપવાની. બાકી સંબંધ વગેરે તો યાદ રહે છે. શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે બધું કરો પરંતુ જેટલો સમય મળે બાપ ને યાદ કરતાં રહો, તો ખાદ નીકળી જશે. મૂળ વાત છે આ. અંદર માં જ વિચાર કરો કે પતિત થી પાવન કેવી રીતે બનીએ. બાપને યાદ કરવા પડે. ગૃહસ્થ વ્યવહાર માં રહેવાનું છે. સંન્યાસી લોકો પણ શરીર છોડી પછી ગૃહસ્થીઓની પાસે જઈને જન્મ લે છે. એવું તો નથી જન્મ-જન્માંતર નાં માટે પાવન બની જાય છે. વાઇસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા) તો હમણાં કાંઈ છે નહીં. આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). આમાંથી કોઈ નીકળી ન શકે. વિશશ વર્લ્ડ માં રહેવાનાં કારણે કાંઈ ને કાંઈ ખામી જરુર છે. બાકી દુનિયા તો છે જ બે. વિશશ વર્લ્ડ અને વાઇસલેસ વર્લ્ડ, પાવન દુનિયામાં દેવતાઓ રહેતાં હતાં તો સમજાવવામાં ખૂબ સહજ થશે. આ પતિત દુનિયા નો હવે વિનાશ થવાનો છે. વિનાશ થવાનાં પહેલાં બેહદ નાં બાપ થી વારસો લેવાનો છે. બાબા કહે છે - દેહ નાં સંબંધ છોડી પોતાને આત્મા નિશ્ચય કરો અને બાપ ને યાદ કરો તો તમે પાવન બની જશો. બાપ કહે છે - તમે મને પતિત-પાવન કહો છો ને. ગંગા માં ડૂબકી લગાવવા વાળા તો બહુજ છે. એવું થોડી કે પાવન બની જશે. પ્રદર્શની માં ખુબ સારી રીતે સમજાવવું પડે છે. પ્રજાપિતા તો અહીંયા જ જોઈએ. નીચે આ બ્રહ્મા અને બ્રહ્માકુમાર-કુમારીઓ તપસ્યા કરી રહ્યાં છે. તો આ વાત સારી રીતે સમજાવવી જોઈએ. કોઈને પણ હડ્ડી (જીગરી) સમજાવવાનું છે. બિત-બિત કરવાથી બદનામ કરી દેશે. જો જુઓ હું ક્યાંય મૂંઝાવું છું તો કહો સારું થોડું થોભો અમે બીજી બહેન ને મોકલીએ છીએ. એક-બીજાથી હોશિયાર હોય છે ને. પ્રદર્શનની મેળા માં જાંચ કરવી જોઈએ કે ઠીક સમજાવે છે. કોઈ ડીબેટ (વાદ-વિવાદ) તો નથી કરતાં. ગેટ પર પણ પરિચય વાળા જોઈએ. અનેક પ્રકારનાં આવે છે ને. મોટાં વ્યક્તિ ને જરુર રિગાર્ડ (માન) આપશે. ફરક તો જરુર હશે. આમાં એવું ન આવવું જોઈએ કે આનાં પર પ્રેમ છે, આનાં પર નથી. દ્વૈત દૃષ્ટિ છે, ના. આને દ્વૈત નહીં કહેવાય. સમજે છે અહીંયા મોટાં વ્યક્તિની ખાતરી કરાય છે. સર્વિસેબલ (સેવાધારી) ની ખાતરી કરશે ને. કોઈએ મકાન બનાવીને આપ્યું છે તો તેમની ખાતરી તો જરુર કરશે ને. તમારા માટે જ તો મકાન બન્યાં છે ને. જે મહેનત કરી રાજા બને છે તો પ્રજા ઓટોમેટિકલી (આપમેળે) ખાતરી કરશે ને. ઓછા પદ વાળા થી, ઊંચા પદ વાળા ની ખાતરી તો થશે ને. બેહદ નાં બાપ ની આખી દુનિયાની આત્માઓ બાળકો છે. પરંતુ જન્મ લીધો છે ભારત માં. ભારતવાસી જે પહેલાં ઊંચા હતાં, હવે નીચા બની ગયાં. તો બાપ કહે છે હું આવ્યો છું ભણાવવાં. હું ભારતમાં આવું છું તો બધાનું કલ્યાણ થઈ જાય છે. ખાસ અને સામાન્ય તો હોય છે ને. હમણાં ભારત જ નર્ક છે ફરી સ્વર્ગ બનવાનો છે. તો ભારતમાં જ તો જશે ને બીજી જગ્યાએ જઈને શું કરશે. ભારતમાં જ ભક્તિમાર્ગ માં પહેલાં-પહેલાં સોમનાથ નું મોટું આલીશાન મંદિર બનાવ્યું હતું. જેવી રીતે ચર્ચ મોટામાં મોટું વિલાયત માં બનાવશે કારણ કે પોપ ની લીધેલી રાજાઈ છે. બધાં ચર્ચ એક જેવાં નથી હોતાં. નંબરવાર તો હશે ને. સોમનાથ નું મંદિર કેટલાં હીરા-ઝવેરાતો થી ભરપૂર હતું, મુસલમાન વગેરે લૂંટીને લઈ ગયાં. ખૂબ ધનવાન હતું. ચર્ચ થી શું લૂંટી શકશે. મનુષ્ય ધન ની પાછળ પડે છે ને. મોહમ્મદ ગઝનવી કેટલું લઈ ગયાં. પછી અંગ્રેજ આવ્યાં, તે પણ અહીંયા થી ધન મોકલતાં ગયાં. ખૂબ ધન લઈ ગયાં. હવે તે તમને પાછું મળી રહ્યું છે, કરોડો રુપિયા આપે છે. આ બધું આઈવેલ (સમય પર) મળી રહ્યું છે. હિસાબ ન મળે તો આઈવેલ કેવી રીતે ચાલે. બાપ સમજાવે છે આ ડ્રામા કેવી રીતે બનેલો છે. આ લેણ-દેણ નો હિસાબ કેવો છે. છતાં પણ આપ બાળકોએ હવે સ્વર્ગ નાં માલિક બનવાનું છે. આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે, તે પણ બાળકોને સમજાવ્યું છે. છતાં પણ કહે છે બાળકો મનમનાભવ. આ બધું ફરી રીપીટ (પુનરાવર્તન) થશે. દરેક ચીજ સતો થી તમોપ્રધાન બની જશે. દિવસ માં ધંધા-ધોરી વગેરે કરો છો, તે સમય છોડો. બાકી જેટલો સમય મળે મને યાદ કરો. ધંધા વગેરે માં પણ ક્યારેક-ક્યારેક સમય મળે છે. કોઈની એવી સર્વિસ હોય છે, ફક્ત સહી કરી, ખલાસ. એવા પણ બહુ ફ્રી (મુક્ત) રહે છે. છતાં પણ રાત તો પોતાની છે. દિવસ માં શરીર નિર્વાહ નાં માટે કમાણી કરો છો, રાત્રે પછી આ કમાણી કરો. આ છે ભવિષ્ય ૨૧ જન્મો નાં માટે. કહેવાય છે એક ઘડી, અડધી ઘડી - જેટલું થઈ શકે બાપ ની યાદ માં રહો તો તમારી બહુજ કમાણી થશે. સેન્સિબલ (સમજદાર) જે હશે તે સમજશે કે બરાબર ખૂબ કમાણી કરી શકીએ છીએ. કોઈ-કોઈ ચાર્ટ પણ લખે છે - અમે આટલો સમય યાદ કર્યા. અજ્ઞાનકાળ માં કોઈ પોતાની દિનચર્યા લખે છે. તમે પણ ચાર્ટ લખશો તો અટેન્શન (ધ્યાન) રહેશે. કોઈ સમય વેસ્ટ તો નથી થતો! કોઈ વિકર્મ તો નથી કર્યું! અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ દેહધારી ને યાદ કરી પોતાનો સમય વેસ્ટ નથી કરવાનો. એવું કોઈ ખરાબ કર્મ ન થાય જે વિકર્મ બની જાય.

2. જીવતે જીવ બધું ભૂલી એક બાપ ને યાદ કરવાનાં છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે. સાથે-સાથે સેન્સિબલ બની રાત્રે પણ જાગીને અવિનાશી કમાણી કરવાની છે. યાદ નો ચાર્ટ રાખવાનો છે.

વરદાન :-
બેહદ ની વૈરાગ્ય વૃત્તિ દ્વારા નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બનવા વાળા અચળ - અડોલ ભવ

જે સદા બેહદ ની વૈરાગ્ય વૃત્તિ માં રહે છે તે ક્યારેય કોઈ પણ દૃશ્ય ને જોઈ ગભરાતાં કે હલતા નથી, સદા અચળ-અડોલ રહે છે કારણ કે બેહદ ની વૈરાગ્ય વૃત્તિ થી નષ્ટોમોહા સ્મૃતિ સ્વરુપ બની જાય છે. જો થોડું ઘણું કાંઈ જોઈને અંશમાત્ર પણ હલચલ થાય છે કે મોહ ઉત્પન્ન થાય છે તો અંગદ નાં સમાન અચળ-અડોલ નહીં કહેવાશે. બેહદ ની વૈરાગ્ય વૃત્તિ માં ગંભીરતા ની સાથે રમણીકતા પણ સમાયેલી છે.

સ્લોગન :-
રાજ્ય અધિકારીનાં સાથે-સાથે બેહદ નાં વૈરાગી બનીને રહેવું આ જ રાજઋષિ ની નિશાની છે.