09-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - માતા - પિતા ને ફોલો ( અનુકરણ ) કરી તખ્તનશીન બનો , આમાં કોઈ તકલીફ નથી , ફક્ત બાપ ને યાદ કરો અને પવિત્ર બનો

પ્રશ્ન :-
ગરીબ નિવાઝ બાપ પોતાનાં બાળકો નું ભાગ્ય બનાવવાનાં માટે કઈ સલાહ આપે છે?

ઉત્તર :-
બાળકો, શિવબાબા ને તમારું કાંઈ નથી જોઈતું. તમે ભલે ખાઓ, પીઓ, ભણો - રિફ્રેશ થઈને ચાલ્યાં જાઓ પરંતુ ચોખા મુઠ્ઠી નું પણ ગાયન છે. ૨૧ જન્મો નાં માટે સાહૂકાર બનવું છે તો ગરીબ નો એક પૈસો પણ સાહૂકાર નાં ૧૦૦ રુપિયાનાં બરાબર છે એટલે બાપ જ્યારે ડાયરેક્ટ (પોતે) આવે છે તો પોતાનું બધું સફળ કરી લો.

ગીત :-
તુમ્હી હો માતા પિતા તુમ્હીં હો

ઓમ શાંતિ!
ગીત નો અર્થ બાળકોએ સમજ્યો. તેઓ ભલે પોકારે છે પરંતુ સમજતાં નથી. તમે જાણો છો એ આપણા બાપ છે. હકીકત માં ફક્ત એ તમારા બાપ નથી પરંતુ બધાનાં બાપ છે. આ પણ સમજવાનું છે. જે પણ બધી આત્માઓ છે એ બધાનાં બાપ પરમાત્મા જરુર છે. બાબા-બાબા કહેવાથી વારસો જરુર યાદ આવે છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. બાપ બાળકોને કહે છે તમારી આત્મા પતિત બની ગઈ છે, હવે તેને પાવન બનાવવાની છે. બધાનાં બાબા છે તો બાળકો જરુર નિર્વિકારી હોવાં જોઈએ. કોઈ સમયે બધાં નિર્વિકારી હતાં. બાપ સ્વયં સમજાવે છે જ્યારે શ્રી લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ત્યારે બધાં નિર્વિકારી હતાં. આટલાં બધાં જે મનુષ્ય આત્માઓ જુઓ છો તે પણ નિર્વિકારી હશે કારણ કે શરીર તો વિનાશ થઈ જશે બાકી આત્માઓ જઈને નિરાકારી દુનિયામાં રહે છે. ત્યાં વિકારનું તો નામ-નિશાન નથી. શરીર જ નથી. ત્યાંથી જ બધી આત્માઓ આવે છે-આ દુનિયામાં પાર્ટ ભજવવાં. પહેલાં-પહેલાં ભારતવાસી આવે છે. ભારતમાં પહેલાં-પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો બીજા બધાં ધર્મ વાળા નિરાકારી દુનિયામાં હતાં. આ સમયે બધાં સાકારી દુનિયામાં છે. હમણાં બાપ આપ બાળકોને નિર્વિકારી બનાવે છે, નિર્વિકારી દેવી-દેવતા બનાવવાનાં માટે. જ્યારે તમે દેવી-દેવતા બની જાઓ છો ત્યારે તમારા માટે જરુર નવી દુનિયા જોઈએ. જૂની દુનિયા ખતમ થવી જોઈએ. શાસ્ત્રોમાં મહાભારત લડાઈ પણ દેખાડેલી છે. બતાવે છે બાકી ૫ પાંડવ રહ્યાં તે પણ પહાડ પર ગળી ગયાં. કોઈ નહીં બચ્યું. સારું આટલી બધી આત્માઓ ક્યાં ગઈ? આત્મા તો વિનાશ ને પામતી નથી. તો કહેશે નિરાકારી, નિર્વિકારી દુનિયામાં ગઈ. બાપ વિકારી દુનિયા થી નિરાકારી, નિર્વિકારી દુનિયામાં લઈ જાય છે. તમે જાણો છો બાપ થી તો જરુર વારસો મળવો જોઈએ. હમણાં દુઃખ વધી ગયું છે. આ સમયે આપણને સુખ-શાંતિ બંને જોઈએ. ભગવાન થી બધાં માંગે છે - હેં ભગવાન અમને સુખ આપો, શાંતિ આપો. દરેક મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ધન નાં માટે. પૈસા છે તો સુખ છે. તમને બેહદ નાં બાપ તો ખૂબ પૈસા આપે છે. તમે સતયુગ માં કેટલાં ધનવાન હતાં. હીરા ઝવેરાત નાં મહેલ હતાં. આપ બાળકો જાણો છો આપણે બેહદ નાં બાપ થી બેહદ સ્વર્ગનો વારસો લેવા આવ્યાં છીએ. આખી દુનિયા તો નહીં આવશે. બાપ ભારતમાં જ આવે છે. ભારતવાસી જ આ સમયે નર્કવાસી છે પછી સ્વર્ગવાસી બાપ બનાવે છે. ભક્તિ માં દુઃખ નાં કારણે બાપ ને જન્મ-જન્માંતર યાદ કર્યાં છે. હેં પરમપિતા પરમાત્મા, હેં કલ્યાણકારી દુઃખહર્તા, સુખકર્તા બાબા, એમને યાદ કરે છે તો જરુર એ આવતાં પણ હશે. એમજ મફત માં થોડી યાદ કરે છે. સમજે છે ભગવાન બાપ આવીને ભક્તોને ફળ આપશે. એ તો બધાંને આપશે ને. બાબા તો બધાનાં છે ને.

તમે જાણો છો આપણે સુખધામ માં જઈશું. બાકી બધાં શાંતિધામ માં જશે. જ્યારે સુખધામ માં છીએ તો સુખ-શાંતિ આખી સૃષ્ટિ પર રહે છે. બાપનો તો બાળકો પર લવ (પ્રેમ) હોય છે ને. અને પછી બાળકોનો પણ મા-બાપ પર પ્રેમ હોય છે. આ પણ ગાએ છે, તમે માતા-પિતા. શરીરધારી માતા-પિતા હોવા છતાં પણ ગાએ છે તુમ માત-પિતા.. તુમ્હારી કૃપા સે સુખ ઘનેરે. લૌકિક મા-બાપ નાં માટે તો એવું નથી ગાતાં. ભલે તે પણ બાળકોને સંભાળે છે, મહેનત કરે છે, વારસો આપે છે. સગાઈ કરાવે છે. છતાં પણ સુખ ઘનેરા પારલૌકિક માત-પિતા જ આપે છે. હવે તમે છો ઈશ્વરીય ધર્મ નાં બાળકો. તે બધાં છે આસુરી ધર્મ નાં બાળકો. સતયુગ માં ક્યારેય કોઈ ધર્મ નાં બાળકો નથી કરતાં. ત્યાં તો સુખ જ સુખ છે. દુઃખ નું નામ-નિશાન નથી. બાપ કહે છે - હું આવ્યો છું ૨૧ પેઢીનાં માટે તમને સ્વર્ગ નાં સુખ ઘનેરા આપવાં.

હમણાં તમે જાણો છો બેહદ નાં બાપ થી આપણે સ્વર્ગ નાં ઘનેરા સુખ પામી રહ્યાં છીએ. આ દુઃખ નાં બધાં બંધન ખલાસ થઈ જશે. સતયુગ માં છે સુખ નો સંબંધ. કળયુગ માં છે દુઃખ નું બંધન. બાપ સુખ નાં સંબંધ માં લઈ જાય છે. એમને કહેવાય જ છે - દુઃખહર્તા સુખકર્તા. બાપ આવીને બાળકોની સેવા કરે છે. બાપ કહે છે - હું ઓબીડિયન્ટ સર્વન્ટ (આજ્ઞાકારી સેવાધારી) છું. તમે મને અડધોકલ્પ યાદ કર્યો છે, હેં બાબા આવીને અમને સુખ ઘનેરા આપો. હવે હું આવ્યો છું આપવા તો પછી શ્રીમત પર ચાલવાનું છે. આ મૃત્યુલોક આખો ખતમ થઈ જવાનો છે. અમરલોક સ્થાપન થાય છે. અમરપુરી માં જવાનાં માટે અમરનાથ બાબા થી તમે અમરકથા સાંભળો છો. ત્યાં તો કોઈ મરતા નથી. મુખ થી ક્યારેય એવું નહીં કહેશે ફલાણા મરી ગયાં. આત્મા કહે છે હું આ જડજડીભૂત શરીર છોડી નવું લઉં છું. તે તો સારું થયું ને. ત્યાં કોઈ બીમારી વગેરે હોતી નથી. મૃત્યુલોક નું નામ નથી. હું આવ્યો છું તમને અમરપુરી નાં માલિક બનાવવાં. ત્યાં તમે જ્યારે રાજ્ય કરશો તો મૃત્યુલોક નું કાંઈ પણ યાદ નહીં આવશે. નીચે ઉતરતાં-ઉતરતાં આપણે શું બનીશું, તે પણ ખબર નથી રહેતી. નહીં તો સુખ જ ઉડી જાય. અહીંયા તો તમારે આખું ચક્ર બુદ્ધિ માં રાખવાનું છે. બરાબર સ્વર્ગ હતું, હવે નર્ક છે ત્યારે તો બાપ ને બોલાવે છે. આપ આત્માઓ શાંતિધામ ની રહેવા વાળી છો. અહીંયા આવીને પાર્ટ ભજવો છો. અહીંયા થી તમે સંસ્કાર લઈ જશો ઘરે. પછી ત્યાંથી આવીને નવું શરીર ધારણ કરી રાજ્ય કરશો. હમણાં તમને નિરાકારી, આકારી અને સાકારી દુનિયાનાં સમાચાર સંભળાવે છે. સતયુગ માં થોડી આ ખબર પડશે. ત્યાં તો ફક્ત રાજ્ય કરશો. ડ્રામા ને હમણાં તમે જાણો છો. તમારી આત્મા જાણે છે સતયુગ નાં માટે અમે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. સ્વર્ગમાં ચાલવા લાયક જરુર બનીશું. પોતાનું પણ કલ્યાણ અને બીજાઓનું પણ કલ્યાણ કરીશું. પછી તેમનાં આશીર્વાદ તમારા મસ્તક પર આવતાં રહેશે. તમારો પ્લાન જુઓ કેવો છે. આ સમયે બધાનાં પોત-પોતાનાં પ્લાન છે. બાપ નો પણ પ્લાન છે. તે લોકો ડેમ વગેરે બનાવે છે તો વીજળી વગેરે પર કેટલાં કરોડો રુપિયા ખર્ચા કરે છે. બાપ સમજાવે છે હવે તે બધાં છે આસુરી પ્લાન. આપણો છે ઈશ્વરીય પ્લાન. હવે કોનો પ્લાન વિજય ને પામશે? તે તો પરસ્પર જ લડી પડશે. બધાનાં પ્લાન માટી માં મળી જશે. તેઓ કોઈ સ્વર્ગની સ્થાપના તો નથી કરતાં. તેઓ જે કાંઈ કરે છે દુઃખ નાં માટે. બાપ નો તો પ્લાન છે સ્વર્ગ બનાવવાનો. નર્કવાસી મનુષ્ય નર્ક માં જ રહેવાનાં માટે પ્લાન બનાવે છે. બાબા નો પ્લાન સ્વર્ગ બનાવવાનો ચાલી રહ્યો છે. તો તમને કેટલી તો ખુશી હોવી જોઈએ. ગાઓ પણ છો તુમ્હારી કૃપા સે સુખ ઘનેરે. તે તો પુરુષાર્થ કરી લેવાનો છે ને. બાપ કહે છે જે જોઈએ તે લો. ભલે વિશ્વ નાં માલિક રાજા-રાણી બનો, ભલે પછી દાસ-દાસી બનો. જેટલો પુરુષાર્થ કરશો. બાપ ફક્ત કહે છે એક તો પવિત્ર બનો અને દરેકને બાપ નો પરિચય આપતાં રહો. અલ્ફ ને યાદ કરો તો બે બાદશાહી તમારી. બાપ ને યાદ કરવામાં જ માયા બહુ વિઘ્ન નાખે છે. બુદ્ધિયોગ તોડી દે છે. બાપ કહે છે, જેટલું મને યાદ કરશો તો પાપ પણ ભસ્મ થશે અને ઊંચ પદ પણ પામશો એટલે ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. બાપને લિબરેટર (મુક્તિદાતા) પણ કહે છે. ૨૧ જન્મ નાં માટે બાપ તમને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરે છે. ભારતવાસી સુખધામ માં હશે, બાકી બધાં શાંતિધામ માં હશે. નિરાકારી દુનિયા અને સાકારી દુનિયા નો પ્લાન બતાવવાથી ઝટ સમજી જશે બીજા ધર્મવાળા સ્વર્ગમાં આવી ન શકે. સ્વર્ગમાં તો છે જ દેવી-દેવતાઓ. આ ડ્રામા નું નોલેજ બાપ નાં સિવાય કોઈ સમજાવી ન શકે. બાળકો આવે જ છે બાપ થી વારસો લેવાં. સુખ ઘનેરા તો છે જ સતયુગ માં. પછી રાવણ રાજય થાય છે. તેમાં હોય છે દુઃખ ઘનેરા. હવે તમે સમજો છો બાબા આપણને સાચ્ચી-સાચ્ચી કથા સંભળાવી અમરલોક માં જવાનાં લાયક બનાવે છે. હમણાં એવાં કર્મ કરો છો ત્યારે તો ૨૧ જન્મોનાં માટે ધનવાન બનો છો. કહે પણ છે, ધનવાન ભવ, પુત્રવાન ભવ.. ત્યાં એક બાળક, એક બાળકી તમને જરુર હશે. આયુશ્વાન ભવ, તમારું આયુષ્ય પણ ૧૫૦ વર્ષ હશે. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. આ બાપ જ સમજાવે છે. તમે અડધોકલ્પ મને પોકારતાં આવ્યાં છો. સંન્યાસી એવું કહેશે શું? તેઓ શું જાણે! બાપ કેટલાં પ્રેમ થી બેસી સમજાવે છે. બાળકો, આ એક જન્મ જો પાવન બનશો તો ૨૧ જન્મ પાવન દુનિયાનાં માલિક બનશો. પવિત્રતા માં તો સુખ છે ને. તમે પવિત્ર દેવી ધર્મ વાળા હતાં. હવે અપવિત્ર બની દુઃખ માં આવ્યાં છો. સ્વર્ગમાં નિર્વિકારી હતાં, હમણાં વિકારી બનવાથી નર્ક માં દુઃખી થયાં છો. બાપ તો પુરુષાર્થ કરાવશે ને. સ્વર્ગનાં મહારાજા-મહારાણી બનો. તમારા બાબા મમ્મા બને છે ને તો તમે પણ પુરુષાર્થ કરો, આમાં મુંઝાવાની કોઈ વાત જ નથી. બાપ તો કોઈ ને પગે પડવા પણ નથી દેતાં.

બાબા સમજાવે છે મેં તમને સોના હીરા નાં મહેલ આપ્યાં. સ્વર્ગ નાં માલિક બનાવ્યાં. પછી અડધોકલ્પ તમે ભક્તિમાર્ગ માં માથું ઘસાવતા આવ્યાં, પૈસા પણ દેતાં આવ્યાં. તે સોના હીરા નાં મહેલ બધાં ક્યાં ગયાં? તમે સ્વર્ગ થી ઉતરતાં-ઉતરતાં નર્ક માં આવીને પડ્યાં છો. હવે તમને ફરી સ્વર્ગમાં લઈ જાઉં છું. તમને કોઈ તકલીફ નથી આપતો. ફક્ત મને યાદ કરો અને પવિત્ર બનો. ભલે એક પૈસો પણ ન આપો. ખાઓ, પીઓ, ભણો, રિફ્રેશ થઈ ચાલ્યાં જાઓ. બાબા તો ફક્ત ભણાવે છે. ભણવાનાં પૈસા કાંઈ નથી લેતાં. કહે છે બાબા અમે આપશું જરુર, નહીં તો ત્યાં મહેલ વગેરે કેવી રીતે મળશે. ભક્તિમાર્ગ માં પણ તમે ઈશ્વર અર્થ દાન ગરીબો ને આપતાં હતાં, ફળ પણ ઈશ્વર આપશે. ગરીબ થોડી આપશે. પરંતુ તે મળે છે એક જન્મ નાં માટે. હમણાં તો બાબા તમે ડાયરેક્ટ આવ્યાં છો. અમે આ થોડાં પૈસા આપીએ છીએ, તમે અમને ૨૧ જન્મ નાં માટે સ્વર્ગમાં આપજો. બાપ બધાંને સાહૂકાર બનાવી દે છે. પૈસા આપો છો તો તમારા જ રહેવાનાં માટે મકાન વગેરે બનાવે છે. નહીં તો આ બધું કેવી રીતે બનશે. બાળકો જ આ મકાન વગેરે બનાવે છે ને. શિવબાબા કહે છે મારે તો આમાં રહેવાનું નથી. શિવબાબા તો નિરાકાર દાતા છે ને. તમે આપો છો તમને ૨૧ જન્મો નાં માટે ફળ આપે છે. હું તો તમારા સ્વર્ગમાં જ નહીં આવીશ. મારે નર્ક માં આવવું પડે છે, તમને નર્ક થી નીકાળવાનાં માટે. તમારા ગુરુ લોકો તો વધારે જ દુબન (દલ-દલ) માં ફસાવી દે છે. તે કોઈ સદ્દગતિ નથી આપતાં. હવે બાપ આવ્યાં છે પવિત્ર દુનિયામાં લઈ ચાલવા પછી એવાં બાપ ને યાદ કેમ નથી કરતાં. બાપ કહે છે - કાંઈ પણ પૈસા ન આપો ફક્ત મને યાદ કરો તો પાપ નાશ થશે અને મારી પાસે આવી જશો. આ મકાન વગેરે આપ બાળકોએ પોતાનાં માટે જ બનાવડાવ્યાં છે. અહીંયા ચોખા મુઠ્ઠી નું ગાયન છે ને. ગરીબ પોતાની હિંમત અનુસાર જેટલું આપે છે એટલું તેમનું પણ બને છે. જેટલું સાહૂકાર નું પદ એટલું ગરીબ નું. બંનેનું એક થઈ જાય છે. ગરીબ ની પાસે છે જ ૧૦૦ રુપિયા તેમાંથી એક રુપિયો આપે, સાહૂકારો ને ખૂબ છે તો તે ૧૦૦ આપે, બંને નું એક જ ફળ થશે, એટલે બાપને ગરીબ નિવાઝ કહેવાય છે. સૌથી ગરીબ છે ભારત. તેને જ હું આવીને સાહૂકાર બનાવું છું. ગરીબ ને જ દાન અપાય છે ને. કેટલું સ્પષ્ટ કરી બાબા સમજાવે છે. બાળકો હવે મોત સામે છે, હવે જલ્દી-જલ્દી કરો. યાદ ની રફતાર (ગતિ) વધારો. મોસ્ટ સ્વીટ (સૌથી મીઠા) બાબા ને જેટલાં યાદ કરશો એટલો વારસો મળશે. તમે ખૂબ ધનવાન બનશો. બાપ તમને એવું નહીં કહેશે કે માથું ટેકવો. મેળા મલાખડા માં જાઓ. ના. ઘરમાં બેસી બાપ અને વારસા ને યાદ કરો. બસ. બાપ છે બિંદુ. એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. સુપ્રીમ સોલ (પરમ આત્મા), સૌથી ઊંચા માં ઊંચા છે. બાપ કહે છે હું પણ બિંદુ છું, તમે પણ બિંદુ છો. ફક્ત ભક્તિમાર્ગ નાં માટે મારું મોટું રુપ બનાવીને રાખ્યું છે. નહીં તો બિંદુ ની પૂજા કેવી રીતે કરે. એમને કહે પણ છે શિવબાબા. કોણે કહ્યું? હવે તમે કહો છો કે શિવબાબા અમને વારસો આપી રહ્યાં છે. વન્ડર (અદ્દભુત) છે ને. ૮૪ નું ચક્ર ફરતું રહે છે. અનેકવાર તમે વારસો લીધો છે અને લેતાં જ રહેશો. કેટલું સારી રીતે બાપ બેસી સમજાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. મોત સામે છે એટલે હવે યાદ ની રફતાર ને વધારવાની છે. સતયુગી દુનિયામાં ઊંચ પદ પામવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે.

2. પોતાનું અને બીજાનું કલ્યાણ કરી આશીર્વાદ લેવાનાં છે. પવિત્ર દુનિયામાં ચાલવાનાં માટે પવિત્ર જરુર બનવાનું છે.

વરદાન :-
નવાં જીવનની સ્મૃતિ થી કર્મન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવા વાળા મરજીવા ભવ

જે બાળકો પૂરા મરજીવા બની ગયાં તેમને કર્મેન્દ્રિયો નું આકર્ષણ હોઈ ન શકે. મરજીવા બન્યાં અર્થાત્ બધી બાજુ થી મરી ચૂક્યાં, જૂની આયુ સમાપ્ત થઈ. જ્યારે નવો જન્મ થયો, તો નવો જન્મ, નવાં જીવનમાં કર્મેન્દ્રિયો નાં વશ થઈ કેવી રીતે શકો. બ્રહ્માકુમાર-કુમારીઓનાં નવાં જીવનમાં કર્મેન્દ્રિયો નાં વશ થવું શું વસ્તુ હોય છે - આ નોલેજ થી પણ પરે. શૂદ્રપણા નો જરા પણ શ્વાસ અર્થાત્ સંસ્કાર ક્યાંય અટકેલો ન હોય.

સ્લોગન :-
અમૃતવેલાએ દિલ માં પરમાત્મ સ્નેહ ને સમાવી લો તો બીજો કોઈ સ્નેહ આકર્ષિત ન કરી શકે.