09-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - દેહ
- અભિમાન માં આવવાથી જ માયા ની ચમાટ લાગે છે , દેહી - અભિમાની રહો તો બાપ ની દરેક
શ્રીમત નું પાલન કરી શકશો”
પ્રશ્ન :-
બાપ ની પાસે બે પ્રકારનાં પુરુષાર્થી બાળકો છે, તે કયા?
ઉત્તર :-
એક પ્રકારનાં બાળકો છે જે બાપ પાસેથી વારસો લેવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરે છે,
દરેક કદમ પર બાપ ની સલાહ લે છે. બીજા પછી એવાં પણ બાળકો છે જે બાપ ને ફારકતી આપવાનો
પુરુષાર્થ કરે છે. કોઈ છે જે દુઃખ થી છૂટવા માટે બાપ ને ખૂબ-ખૂબ યાદ કરે છે, કોઈ પછી
દુઃખ માં ફસાવા ઈચ્છે છે, આ પણ વન્ડર છે ને?
ગીત :-
મહેફિલ મેં જલ
ઉઠી શમા…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત તો
ઘણીવાર સાંભળ્યું છે. નવાં બાળકો પછી નવેસર સાંભળતા હશે જ્યારે બાપ આવે છે તો આવીને
પોતાનો પરિચય આપે છે. બાળકો ને પરિચય મળેલો છે. જાણે છે હમણાં આપણે બેહદનાં
માતા-પિતા નાં સંતાન બન્યા છીએ. જરુર મનુષ્ય સૃષ્ટિનાં રચયિતા માતા-પિતા હશે. પરંતુ
માયાએ મનુષ્યો ની બુદ્ધિ બિલકુલ ડેડ (બેસમજ) કરી દીધી છે. આટલી સાધારણ વાત બુદ્ધિમાં
નથી બેસતી? કહે તો બધાં છે કે અમને ભગવાને પેદા (ઉત્પન્ન) કર્યા છે. તો જરુર
માતા-પિતા હશે! ભક્તિમાર્ગ માં યાદ પણ કરે છે. દરેક ધર્મ વાળા ગોડફાધર ને જરુર યાદ
કરે છે. ભક્ત સ્વયં તો ભગવાન હોઈ ન શકે. ભક્ત ભગવાન ની બંદગી (સાધના) કરે છે.
ગોડફાધર તો જરુર બધાનાં એક જ હશે અર્થાત્ સર્વ આત્માઓનાં ફાધર એક છે. બધાં શરીરનાં
ફાધર એક હોઈ નથી શકતાં. એ તો અનેક ફાધર છે. એ શરીરધારી ફાધર હોવા છતાં પણ ‘હે ઈશ્વર’
કહીને યાદ કરે છે. બાપ સમજાવે છે - મનુષ્ય બેસમજ છે જે બાપ નો પરિચય જ ભૂલી જાય છે.
તમે જાણો છો સ્વર્ગનાં રચયિતા જરુર એક જ બાપ છે. હમણાં કળિયુગ છે. જરુર કળિયુગ નો
વિનાશ થશે. ‘પ્રાયઃલોપ’ શબ્દ તો દરેક વાત માં આવે છે. બાળકો જાણે છે - સતયુગ હમણાં
‘પ્રાયઃલોપ’ છે. સારું, પછી પ્રશ્ન ઉઠે છે સતયુગ માં એમને આ ખબર હશે કે આ સતયુગ
‘પ્રાયઃલોપ’ થઈ જશે પછી ત્રેતા થશે? ના, ત્યાં તો આ નોલેજ ની જરુર જ નથી. આ વાતો
કોઈની પણ બુદ્ધિમાં નથી - સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે? આપણા પારલૌકિક બાપ કોણ
છે? આ આપ બાળકો જ જાણો છો. મનુષ્ય ગાય છે તુમ માત-પિતા હમ બાલક તેરે… પરંતુ જાણતાં
નથી. તો કહેવાનું પણ ન કહેવા બરાબર થઈ જાય છે. બાપ ને ભૂલી ગયા છે એટલે ઓરફન (અનાથ)
બની ગયાં છે. બાપ દરેક વાત સમજાવે છે. શ્રીમત પર કદમ-કદમ ચાલો. નહીં તો કોઈ સમયે
માયા ખૂબ દગો આપશે. માયા છે જ દગાબાજ. માયા થી લિબ્રેટ (મુક્ત) કરવા - આ બાપ નું જ
કામ છે. રાવણ તો છે જ દુઃખ આપવા વાળો. બાપ છે સુખ આપવા વાળા. મનુષ્ય આ વાતો ને સમજી
નથી શકતાં. તે તો સમજે છે દુઃખ સુખ ભગવાન જ આપે છે. બાપ સમજાવે છે - મનુષ્ય દુઃખી
બનવા માટે લગ્ન માં કેટલા ખર્ચા કરે છે! જે પવિત્ર પૌધા (કુમાર-કુમારીઓ) છે એમને
અપવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરાય છે. આ પણ તમે સમજી શકો છો, દુનિયા નથી સમજતી. આ
વિષય સાગર માં ડૂબવા માટે કેટલી સેરીમની કરે છે! એમને આ ખબર નથી કે સતયુગ માં આ વિષ
(વિકાર) હોતાં નથી. એ છે જ ક્ષીર સાગર. આને વિષય સાગર કહેવાય છે. તે છે સંપૂર્ણ
નિર્વિકારી દુનિયા. ભલે ત્રેતા માં બે કળા ઓછી થઈ જાય છે, તો પણ તેને નિર્વિકારી
દુનિયા કહેવાય છે. ત્યાં વિકાર હોઈ નથી શકતાં કારણ કે રાવણ નું રાજ્ય દ્વાપર થી જ
શરુ થાય છે. અડધું-અડધું છે ને? જ્ઞાન સાગર અને અજ્ઞાન સાગર. અજ્ઞાન નો પણ સાગર છે
ને?
મનુષ્ય કેટલાં અજ્ઞાની
છે? બાપ ને પણ નથી જાણતાં. ફક્ત કહેતા રહે છે આ કરવાથી ભગવાન મળશે. મળતું કંઈ પણ નથી.
માથું મારતા-મારતા દુઃખી, નિધન નાં બની જાય છે ત્યારે જ પછી હું ધણી આવું છું. ધણી
વગર માયા અજગરે બધાને ખાઈ લીધાં છે. બાપ સમજાવે છે માયા ખૂબ દુશ્તર છે. ઘણાઓને દગો
મળે છે. કોઈને કામ ની ચમાટ, કોઈને મોહ ની ચમાટ લાગી જાય છે. દેહ-અભિમાન માં આવવાથી
જ ચમાટ લાગે છે. મહેનત છે જ દેહી-અભિમાની બનવામાં એટલે બાપ ઘડી-ઘડી કહે છે સાવધાન,
મનમનાભવ. બાપ ને યાદ નહીં કરશો તો માયા થપ્પડ લગાવી દેશે એટલે નિરંતર યાદ કરવાનો
અભ્યાસ કરો. નહીં તો માયા ઉલ્ટા કર્તવ્ય કરાવી દેશે. રોંગ-રાઈટ (સાચાં-ખોટા) ની
બુદ્ધિ તો મળી જ છે. ક્યાંય પણ મુંઝાવ તો બાપ ને પૂછો. તાર માં, ચિઠ્ઠી માં અથવા
ફોન પર પૂછી શકો છો. ફોન સવારે-સવારે ઝટ મળી શકે છે કારણ કે એ સમયે તમારા સિવાય બાકી
બધાં સૂતેલા રહે છે. તો ફોન પર તમે પૂછી શકો છો. દિવસે-દિવસે ફોન વગેરેનાં અવાજ પણ
સુધારતા રહે છે. પરંતુ ગવર્મેન્ટ છે ગરીબ, તો ખર્ચો પણ એવો જ કરે છે. આ સમયે બધાં
જડજડીભૂત અવસ્થા વાળા તમોપ્રધાન છે છતાં પણ ખાસ ભારતવાસીઓને રજો-તમોગુણી કેમ કહેવાય
છે? કારણ કે એ જ સૌથી વધારે સતોપ્રધાન હતાં. બીજા ધર્મ વાળાઓએ તો નથી આટલું સુખ જોયું,
નથી દુઃખ જોયું. તે હમણાં સુખી છે ત્યારે તો આટલું અનાજ વગેરે મોકલતા રહે છે. એમની
બુદ્ધિ રજોપ્રધાન છે. વિનાશ માટે કેટલી ઇન્વેન્શન (શોધ) કરે છે? પરંતુ એમને આ ખબર
નથી પડતી એટલે એમને ખૂબ ચિત્ર વગેરે મોકલવા પડે, તો એમને પણ ખબર પડશે, અંતે સમજશે આ
વસ્તુ તો ખૂબ સારી છે. આનાં પર લખેલું છે ગોડફાધરલી ગિફ્ટ. જ્યારે આફત નો સમય હશે
તો અવાજ નીકળશે પછી સમજશે બરોબર આ અમને મળ્યું હતું. આ ચિત્રો થી ખૂબ કામ નીકળશે.
બાપ ને બિચારા જાણતાં જ નથી. સુખદાતા તો એ એક જ બાપ છે. બધાં એમને યાદ કરે છે.
ચિત્રો થી સારી રીતે સમજાવી શકે છે. હમણાં જુઓ ૩ પગ પૃથ્વીનાં નથી મળતાં અને પછી તમે
આખાં વિશ્વનાં માલિક બની જાઓ છો! આ ચિત્ર વિદેશ માં પણ ખૂબ સર્વિસ કરશે. બાળકોને આ
ચિત્રો ની એટલી કદર નથી. ખર્ચો તો થવાનો જ છે. રાજધાની સ્થાપન કરવામાં એ ગવર્મેન્ટ
નાં કરોડો રુપિયા ખર્ચ થયા હશે અને લાખો મર્યા. અહીં તો મરવાની વાત જ નથી. શ્રીમત
પર પૂરો પુરુષાર્થ કરવાનો છે, ત્યારે જ શ્રેષ્ઠ પદ મેળવી શકશો. નહીં તો પાછળ સજા
ખાતી વખતે ખૂબ પસ્તાશો. આ બાપ પણ છે તો ધર્મરાજ પણ છે. પતિત દુનિયામાં આવીને બાળકોને
૨૧ જન્મો માટે સ્વરાજ્ય આપું છું. જો પછી કોઈ વિનાશકારી કર્તવ્ય કર્યુ તો પૂરી સજા
ખાશો. એવું નથી, જે થશે તે જોયું જાશે, બીજા જન્મનો કોણ બેસી વિચાર કરે? મનુષ્ય દાન
પુણ્ય પણ બીજા જન્મ માટે કરે છે. તમે હમણાં જે કરો છો તે ૨૧ જન્મો માટે. તે જે કંઈ
કરે છે, અલ્પકાળ માટે. એવજો (વળતર) તો પણ નર્ક માં જ મળશે. તમને તો સ્વર્ગ માં એવજો
મળવાનો છે. રાત-દિવસ નો ફરક છે. તમે સ્વર્ગમાં ૨૧ જન્મો માટે પ્રારબ્ધ મેળવો છો.
દરેક વાત માં શ્રીમત પર ચાલવાથી બેડો પાર છે. બાપ કહે છે આપ બાળકોને નયનો પર બેસાડી
ખૂબ આરામ થી લઈ જાઉં છું. તમે ખૂબ દુઃખ ઉઠાવ્યા (જોયા) છે. હવે કહું છું તમે મને
યાદ કરો. તમે અશરીરી આવ્યા હતાં, આ પાર્ટ ભજવ્યો, હવે ફરી પાછું જવાનું છે. આ તમારો
અવિનાશી પાર્ટ છે. આ વાતો ને કોઈપણ સાયન્સ ઘમંડી સમજી નથી શકતાં. આત્મા આટલો નાનો
સ્ટાર (સિતારો) છે, એમાં અવિનાશી પાર્ટ સદૈવ માટે ભરાયેલો છે, આ ક્યારેય સમાપ્ત નથી
થતો. બાપ પણ કહે છે હું પણ તો ક્રિયેટર અને એક્ટર છું. હું કલ્પ-કલ્પ આવું છું
પાર્ટ ભજવવાં. કહે છે પરમાત્મા મન-બુદ્ધિ સહિત ચૈતન્ય, નોલેજફુલ છે, પરંતુ શું વસ્તુ
છે, એ કોઈ નથી જાણતું. જેવી રીતે તમે આત્મા સ્ટાર જેવા છો, હું પણ સ્ટાર છું.
ભક્તિમાર્ગ માં પણ મને યાદ કરે છે કારણ કે દુઃખી છે, હું આવીને આપ બાળકોને પોતાની
સાથે લઈ જાઉં છું. હું પણ પંડો છું. હું પરમાત્મા આપ આત્માઓને લઈ જાઉં છું. આત્મા
મચ્છર થી પણ નાનો છે. આ સમજ પણ આપ બાળકોને હમણાં મળે છે. કેટલું સારી રીતે સમજાવે
છે. બાપ કહે છે તમને વિશ્વનાં માલિક બનાવું છું, બાકી દિવ્ય દૃષ્ટિ ની ચાવી હું
પોતાની પાસે જ રાખું છું. આ કોઈને નથી આપતો. આ ભક્તિમાર્ગ માં મને જ કામમાં આવે છે.
બાપ કહે છે હું તમને પાવન, પૂજ્ય બનાવું છું, માયા પતિત, પુજારી બનાવે છે. સમજાવે
તો ખૂબ છે પરંતુ કોઈ બુદ્ધિવાન સમજે.
આ ટેપ મશીન ખૂબ સારી
વસ્તુ છે. બાળકોએ મોરલી તો જરુર સાંભળવાની છે. ખૂબ સિકીલધા બાળકો છે. બાબાને બાંધેલી
ગોપિકાઓ પર ખૂબ તરસ પડે છે. બાબાની મોરલી સાંભળીને ખૂબ ખુશ થશે. બાળકોની ખુશી માટે
શું ન કરવું જોઈએ? બાબાને તો રાત-દિવસ ગામડાની ગોપિકાઓનો ખ્યાલ રહે છે. ઊંઘ પણ ઉડી
જાય છે, શું યુક્તિ રચીએ, કેવી રીતે બાળકો દુઃખ થી છૂટે? કોઈ તો પછી દુઃખમાં ફસાવા
માટે પણ તૈયારી કરે છે, કોઈ તો પુરુષાર્થ કરે છે વારસો લેવાનો, તો કોઈ પછી ફારકતી
આપવાનો પણ પુરુષાર્થ કરે છે. દુનિયા તો આજકાલ ખૂબ ખરાબ છે. ઘણાં બાળકો તો બાપ ને
મારવામાં પણ વાર નથી કરતાં. બેહદનાં બાપ કેટલું સારી રીતે સમજાવે છે. હું બાળકોને
એટલું ધન આપીશ જે એ ક્યારેય દુઃખી નહીં થશે. તો બાળકોએ પણ એટલું રહેમદિલ બનવું જોઈએ
કે બધાને સુખનો રસ્તો બતાવીએ. આજકાલ તો બધાં દુઃખ આપે છે, બાકી ટીચર ક્યારેય દુઃખ
નો રસ્તો નહીં બતાવશે. એ ભણાવે છે. ભણતર સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન) છે. ભણતર થી
શરીર નિર્વાહ કરવા લાયક બને છે, મા-બાપ પાસે થી ભલે વારસો મળે છે પરંતુ તે શું કામનો?
જેટલું વધારે ધન, એટલાં પાપ ખૂબ કરે છે. નહીં તો તીર્થ યાત્રા કરવા ખૂબ નમ્રતા થી
જાય છે. પરંતુ કોઈ-કોઈ તો તીર્થયાત્રા પર પણ દારુ લઈ જાય છે, પછી છૂપાવીને પીએ છે.
બાબાનું જોયેલું છે - દારુ વગર રહી નથી શકતાં. વાત ન પૂછો. લડાઈમાં જવા વાળા પણ દારુ
ખૂબ પીએ છે. લડાઈ વાળાને પોતાની જાન (પોતાનાં પ્રાણ) નો ખ્યાલ નથી રહેતો. સમજે છે
આત્મા એક શરીર છોડી જઈને બીજું શરીર લેશે. આપ બાળકોને પણ હમણાં જ્ઞાન મળે છે. આ
છી-છી શરીર છોડવાનું છે. એમને કોઈ જ્ઞાન નથી. પરંતુ આદત પડેલી છે - મરવાની અને
મારવાની. અહીં તો આપણે જાતેજ બેઠાં-બેઠાં બાપની પાસે જવા ઈચ્છીએ છીએ. આ જૂની ખાલ (જૂનું
શરીર) છે. જેવી રીતે સાપ પણ જૂની ખાલ છોડી દે છે. ઠંડી માં સુકાઈ જાય તો ઉતારી દે
છે. તમારી આ તો ખૂબ છી-છી જૂની ખાલ છે, પાર્ટ ભજવતા હવે આને છોડવાની છે, બાબાની પાસે
જવાનું છે. બાબાએ યુક્તિ તો બતાવી છે - મનમનાભવ. મને યાદ કરો બસ, આમ બેઠાં-બેઠાં
શરીર છોડી દેશે. સંન્યાસીઓનું પણ આવું થાય છે - બેઠાં-બેઠાં શરીર છોડી દે છે કારણ
કે તે સમજે છે આત્માને બ્રહ્મ માં લીન થવાનું છે, તો યોગ લગાવીને બેસે છે. પરંતુ જઈ
નથી શકતાં. જેવી રીતે કાશી કલવટ ખાય છે, તે જીવઘાત થઈ જાય છે. આ સંન્યાસી પણ
બેઠાં-બેઠાં આવી રીતે જાય છે, બાબાએ જોયેલું છે, તે થયો હઠયોગ સંન્યાસ.
બાપ સમજાવે છે તમને
૮૪ જન્મ કેવી રીતે મળે છે? તમને કેટલી નોલેજ આપે છે, કોઈ વિરલા જ શ્રીમત પર ચાલે
છે. દેહ-અભિમાન આવવાથી પછી બાપને પણ પોતાની મત આપવા લાગી પડે છે. બાપ સમજાવે છે
દેહી-અભિમાની બનો. હું આત્મા છું, બાબા આપ જ્ઞાન નાં સાગર છો. બસ, બાબા તમારી રાય (શ્રીમત)
પર જ ચાલીશ. કદમ-કદમ પર ખૂબ સાવધાની જોઈએ. ભૂલો તો થતી રહે છે, પછી પુરુષાર્થ કરવો
પડે છે. ક્યાંય પણ જાઓ બાપ ને યાદ કરતા રહો. વિકર્મો નો બોજો માથા પર ખૂબ છે.
કર્મભોગ પણ તો ચૂક્તુ કરવાનાં હોય છે ને? અંત સુધી આ કર્મભોગ છોડશે નહીં. શ્રીમત પર
ચાલવાથી જ પારસબુદ્ધિ બનવાનું છે. સાથે ધર્મરાજ પણ છે. તો જવાબદાર તે થઈ ગયાં. બાપ
બેઠાં છે, તમે કેમ પોતાનાં પર બોજો રાખો છો? પતિત-પાવન બાપ ને પતિતો ની મહેફિલ માં
આવવાનું જ છે. આ તો નવી વાત નથી, અનેકવાર પાર્ટ ભજવ્યો છે, ફરી ભજવતા રહેશે. આને જ
વન્ડર કહેવાય છે. અચ્છા!
પારલૌકિક બાપદાદા નાં
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ સમાન
બધાને દુઃખો થી લિબ્રેટ કરવાનો રહેમ કરવાનો છે. સુખનો રસ્તો બતાવવાનો છે.
2. કોઈ પણ વિનાશકારી
(ઉલ્ટા) કર્તવ્ય નથી કરવાનાં. શ્રીમત પર ૨૧ જન્મો માટે પોતાની પ્રારબ્ધ બનાવવાની
છે. કદમ-કદમ પર સાવધાની થી ચાલવાનું છે.
વરદાન :-
વાયદા ની
સ્મૃતિ દ્વારા ફાયદો ઉઠાવવા વાળા સદા બાપ ની બ્લેસિંગ નાં પાત્ર ભવ
જે પણ વાયદા મન થી,
બોલ થી અથવા લખીને કરો છો, એને સ્મૃતિ માં રાખો તો વાયદાનો પૂરો ફાયદો ઉઠાવી શકો
છો. ચેક કરો કે કેટલી વાર વાયદો કર્યો છે અને કેટલો નિભાવ્યો છે? વાયદો અને ફાયદો -
આ બંનેનું બેલેન્સ રહે તો વરદાતા બાપ દ્વારા બ્લેસિંગ મળતી રહેશે. જેવી રીતે સંકલ્પ
શ્રેષ્ઠ કરો છો એવી રીતે કર્મ પણ શ્રેષ્ઠ હોય તો સફળતા મૂર્ત બની જશો.
સ્લોગન :-
સ્વયં ને એવાં
દિવ્ય દર્પણ બનાવો જેમાં બાપ જ દેખાય ત્યારે કહેવાશે સાચ્ચી સેવા.