10-01-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  09.10.87    બાપદાદા મધુબન


અલૌકિક રાજ્ય દરબાર નાં સમાચાર
 


આજે બાપદાદા પોતાનાં સ્વ-રાજ્ય અધિકારી બાળકોની રાજ્ય દરબાર જોઈ રહ્યાં છે. આ સંગમયુગ ની નિરાળી, શ્રેષ્ઠ શાનવાળી અલૌકિક દરબાર આખાં કલ્પ માં ન્યારી અને અતિ પ્યારી છે. આ રાજ્ય-સભા ની રુહાની રોનક, રુહાની કમળ-આસન, રુહાની તાજ અને તિલક, ચહેરા ની ચમક, સ્થિતિનાં શ્રેષ્ઠ સ્મૃતિનાં વાયુમંડળ માં અલૌકિક સુગંધ અતિ રમણીક, અતિ આકર્ષિત કરવા વાળી છે. આવી સભાને જોઈ બાપદાદા દરેક રાજ્ય-અધિકારી આત્માને જોઈ હર્ષિત થઇ રહ્યાં છે. કેટલી મોટી દરબાર છે. દરેક બ્રાહ્મણ બાળક સ્વરાજ્ય-અધિકારી છે. તો કેટલાં બ્રાહ્મણ બાળકો છે! બધાં બ્રાહ્મણોની દરબાર ભેગી કરો તો કેટલી મોટી રાજ્ય-દરબાર થઈ જશે! આટલી મોટી રાજ્ય દરબાર કોઈ પણ યુગમાં નથી હોતી. આ જ સંગમયુગ ની વિશેષતા છે જે ઊંચે થી ઊંચા બાપનાં સર્વ બાળકો સ્વરાજ્ય-અધિકારી બને છે. જેમ લૌકિક પરિવાર માં દરેક બાપ બાળકોને કહે છે કે આ મારો બાળક રાજા બાળક છે અથવા ઇચ્છા રાખે છે કે મારો દરેક બાળક રાજા બને. પરંતુ બધાં બાળકો રાજા બની જ નથી શકતાં. આ કહેવત પરમાત્મા બાપની નકલ કરી છે. આ સમયે બાપદાદાનાં બધાં બાળકો રાજયોગી અર્થાત્ સ્વ નાં રાજા નંબરવાર જરુર છે પરંતુ છે બધાં રાજ-યોગી, પ્રજા યોગી કોઈ જ નથી. તો બાપદાદા બેહદની રાજ્યસભા જોઈ રહ્યાં હતાં. બધાં પોતાને સ્વરાજ્ય અધિકારી સમજો છો ને? નવાં-નવાં આવેલાં બાળકો રાજ્ય-અધિકારી છો કે હમણાં બનવાનું છે? નવાં-નવાં છે તો હસતાં-બોલતાં શિખી રહ્યાં છે. અવ્યક્ત બાપની અવ્યક્ત વાતો સમજવાની પણ આદત પડતી જશે. તો પણ આ ભાગ્યને હમણાં થી પણ સમય પર વધારે સમજશો કે અમે બધી આત્માઓ કેટલી ભાગ્યવાન છીએ!

તો બાપદાદા સંભળાવી રહ્યાં હતાં - અલૌકિક રાજ્ય દરબાર નાં સમાચાર. બધાં બાળકોનાં વિશેષ તાજ અને ચહેરાની ચમકની ઉપર ન ઇચ્છતાં પણ અટેન્શન (ધ્યાન) જઈ રહ્યું હતું. તાજ બ્રાહ્મણ જીવનની વિશેષતા - પવિત્રતા નું જ સૂચક છે. ચહેરાની ચમક રુહાની સ્થિતિ માં સ્થિત રહેવાની રુહાનિયત ની ચમક છે. સાધારણ રીતે પણ કોઈપણ વ્યક્તિ ને જોશો તો સૌથી પહેલાં દૃષ્ટિ ચહેરા તરફ જ જશે. આ ચહેરો જ વૃત્તિ અને સ્થિતિ નો દર્પણ છે. તો બાપદાદા જોઈ રહ્યાં હતાં - ચમક તો બધામાં હતી પરંતુ એક હતાં સદા રુહાનિયત ની સ્થિતિ માં સ્થિત રહેવા વાળા, સ્વતઃ અને સહજ સ્થિતિ વાળા અને બીજા હતાં સદા રુહાની સ્થિતિનાં અભ્યાસ દ્વારા સ્થિત રહેવા વાળા. એક હતાં સહજ સ્થિતિ વાળા, બીજા હતાં પ્રયત્ન કરી સ્થિત રહેવા વાળા અર્થાત્ એક હતાં સહજ યોગી, બીજા હતાં પુરુષાર્થ થી યોગી. બંનેની ચમકમાં અંતર રહ્યું. તેમની નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) હતી અને બીજાઓની પુરુષાર્થ દ્વારા બ્યુટી (સુંદરતા) હતી. જેમ આજકાલ પણ મેકઅપ કરી બ્યુટીફુલ બને છે ને. નેચરલ (સ્વાભાવિક) બ્યુટી ની ચમક સદા એકરસ હોય છે અને બીજી બ્યુટી ક્યારેક ખૂબ સારી અને ક્યારેક ટકાવારી માં હોય છે, એક જેવી, એકરસ નથી હોતી. તો સદા સહજ યોગી, સ્વતઃ યોગી સ્થિતિ નંબરવન સ્વરાજ્ય-અધિકારી બનાવે છે. જ્યારે બધાં બાળકોનો વાયદો છે - બ્રાહ્મણ જીવન અર્થાત્ એક બાપ જ સંસાર છે અથવા એક બાપ બીજું ન કોઈ; જ્યારે સંસાર જ બાપ છે, બીજું કોઈ છે જ નહીં તો સ્વતઃ અને સહજ યોગી સ્થિતિ સદા રહેશે ને, કે મહેનત કરવી પડશે? જો બીજું કોઈ છે તો મહેનત કરવી પડે છે - અહીંયા બુદ્ધિ ન જાય, ત્યાં જાય. પરંતુ એક બાપ જ બધું છે - પછી બુદ્ધિ ક્યાં જશે? જ્યારે જઈ જ નથી શકતી તો અભ્યાસ શું કરશો? અભ્યાસ માં પણ અંતર હોય છે. એક છે સ્વતઃ અભ્યાસ, છે જ છે અને બીજું હોય છે મહેનત વાળો અભ્યાસ. તો સ્વરાજ-અધિકારી બાળકોનું સહજ અભ્યાસી બનવું - આ જ નિશાની છે સહજયોગી, સ્વતઃયોગી ની. એમનાં ચહેરાની ચમક અલૌકિક હોય છે જે ચહેરો જોતાં જ અન્ય આત્માઓ અનુભવ કરે કે આ શ્રેષ્ઠ પ્રાપ્તિ સ્વરુપ સહજયોગી છે. જેમ સ્થૂળ ધન કે સ્થૂળ પદ ની પ્રાપ્તિની ચમક ચહેરા થી ખબર પડે છે કે આ સાહૂકાર કુળ નો અથવા ઉચ્ચ પદ અધિકારી છે, એમ આ શ્રેષ્ઠ પ્રાપ્તિ, શ્રેષ્ઠ રાજ્ય અધિકાર અર્થાત્ તો શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ નો નશો અથવા ચમક ચહેરા થી દેખાઈ આવે છે. દૂરથી જ અનુભવ કરે છે કે આમણે કંઈક પામ્યું છે. પ્રાપ્તિ સ્વરુપ આત્માઓ છે. એમ જ બધાં રાજ્ય અધિકારી બાળકો નાં ચમકતાં ચહેરા દેખાઈ આવે. મહેનત નાં ચિન્હ ન દેખાય, પ્રાપ્તિ નાં ચિન્હ દેખાય આવે. હમણાં પણ જુઓ, કોઈ-કોઈ બાળકોનાં ચહેરા ને જોઈ એમ જ કહે છે - આમણે કંઈક પામ્યું છે અને કોઈ-કોઈ બાળકોનાં ચહેરાને જોઈ એમ પણ કહે છે કે ઉંચી મંઝિલ છે પરંતુ ત્યાગ પણ ખૂબ ઉંચો કર્યો છે. ત્યાગ દેખાય આવે છે. ભાગ્ય નથી દેખાતું ચહેરા થી. અથવા એમ કહેશે કે મહેનત ખુબ સારી કરી રહ્યાં છે.

બાપદાદા આ જ જોવા ઈચ્છે છે કે દરેક બાળકનાં ચહેરા થી સહજયોગી ની ચમક દેખાય આવે, શ્રેષ્ઠ પ્રાપ્તિનાં નશાની ચમક દેખાઈ આવે કારણ કે પ્રાપ્તિઓનાં ભંડાર બાપનાં બાળકો છો. સંગમયુગ ની પ્રાપ્તિઓનાં વરદાની સમય નાં અધિકારી છો. નિરંતર યોગ કેવી રીતે લગાવીએ અથવા નિરંતર અનુભવ કરી ભંડાર ની અનુભૂતિ કેવી રીતે કરીએ - હજું સુધી પણ આવી મહેનત માં જ સમય નહીં ગુમાવો પરંતુ પ્રાપ્તિ સ્વરુપ નાં ભાગ્યને સહજ અનુભવ કરો. સમાપ્તિ નો સમય સમીપ આવી રહ્યો છે. હમણાં સુધી કોઈને કોઈ વાતની મહેનતમાં લાગેલાં રહેશો તો પ્રાપ્તિનો સમય તો સમાપ્ત થઈ જશે. પછી પ્રાપ્તિ સ્વરુપ નો અનુભવ ક્યારે કરશો? સંગમયુગ ને, બ્રાહ્મણ આત્માઓને વરદાન છે સર્વ પ્રાપ્તિ ભવ. સદા પુરુષાર્થી ભવ નું વરદાન નથી, પ્રાપ્તિ ભવ નું વરદાન છે. પ્રાપ્તિ ભવ ની વરદાની આત્મા ક્યારેય પણ અલબેલાપણા માં આવી ન શકે એટલે એમને મહેનત નથી કરવી પડતી. તો સમજ્યાં, શું બનવાનું છે?

રાજ્ય સભામાં રાજ્ય અધિકારી બનવાની વિશેષતા શું છે, આ સ્પષ્ટ થયું ને? રાજ્ય અધિકારી છો ને, કે હજું વિચારી રહ્યાં છો કે છીએ કે નહીં? જ્યારે વિધાતા નાં બાળકો, વરદાતા નાં બાળકો બની ગયાં; રાજા અર્થાત્ વિધાતા, આપવા વાળા. અપ્રાપ્તિ કાંઈ નથી તો લેશો શું? તો સમજ્યાં, નવા-નવા બાળકોએ આ અનુભવ માં રહેવાનું છે. યુદ્ધમાં જ સમય નથી ગુમાવવાનો. જો યુદ્ધમાં જ સમય ગુમાવ્યો તો અંત-મતિ પણ યુદ્ધમાં રહેશે. પછી શું બનવું પડશે? ચંદ્રવંશ માં જશો કે સૂર્યવંશી માં? યુદ્ધ વાળા તો ચંદ્રવંશ માં જશે. ચાલી રહ્યાં છીએ, કરી રહ્યાં છીએ, થઈ જ જશે, પહોંચી જઈશું - હમણાં સુધી આવું લક્ષ્ય નહીં રાખો. હમણાં નહીં તો ક્યારેય નહીં. બનવાનું છે તો હમણાં, પામવાનું છે તો હમણાં - એવા ઉમંગ-ઉત્સાહ વાળા જ સમય પર પોતાની સંપૂર્ણ મંઝિલ ને પામી શકશે. ત્રેતામાં રામ સીતા બનવા માટે તો કોઈ પણ તૈયાર નથી. જ્યારે સતયુગ સૂર્યવંશ માં આવવું છે, તો સૂર્યવંશ અર્થાત્ સદા માસ્ટર વિધાતા અને વરદાતા, લેવાની ઇચ્છા વાળા નહીં. મદદ મળી જાય, આ થઈ જાય તો ખૂબ સારું, પુરુષાર્થ માં સારો નંબર લઈ લઈશું - ના. મદદ મળી રહી છે, બધું થઇ રહ્યું છે - આને કહેવાય છે સ્વરાજ્ય અધિકારી બાળકો. આગળ વધવું છે કે પાછળ આવ્યાં છે તો પાછળ જ રહેવું છે? આગળ જવાનો સહજ રસ્તો છે - સહજયોગી, સ્વતઃ યોગી બનો. ખૂબ સહજ છે. જ્યારે છે જ એક બાપ, બીજું કોઈ નથી તો જશો ક્યાં? પ્રાપ્તિ જ પ્રાપ્તિ છે પછી મહેનત કેમ લાગશે? તો પ્રાપ્તિનાં સમય નો લાભ ઉઠાવો. સર્વ પ્રાપ્તિ સ્વરુપ બનો. સમજ્યાં? બાપદાદા તો આ જ ઈચ્છે છે કે એક-એક બાળક - ભલે છેલ્લા આવવા વાળા, ભલે સ્થાપના નાં આદિ માં આવવા વાળા, દરેક બાળક નંબરવન બને. રાજા બનજો ન કે પ્રજા. અચ્છા.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ નું ગ્રુપ આવ્યું છે. જુઓ, મહા શબ્દ કેટલો સારો છે. મહારાષ્ટ્ર સ્થાન પણ મહા શબ્દ નું છે અને બનવાનું પણ મહાન્ છે. મહાન્ તો બની ગયાં ને કારણ કે બાપનાં બન્યાં એટલે મહાન્ બન્યાં. મહાન્ આત્માઓ છો. બ્રાહ્મણ અર્થાત મહાન્. દરેક કર્મ મહાન્, દરેક બોલ મહાન્, દરેક સંકલ્પ મહાન્ છે. અલૌકિક થઈ ગયાં ને. તો મહારાષ્ટ્ર વાળા સદા સ્મૃતિ સ્વરુપ બનો કે મહાન્ છીએ. બ્રાહ્મણ અર્થાત્ મહાન્ ચોટી છે ને.

મધ્ય પ્રદેશ - સદા મધ્યાજી ભવ નાં નશામાં રહેવા વાળા. મનમનાભવ ની સાથે મધ્યાજી ભવ નું પણ વરદાન છે. તો પોતાનાં સ્વર્ગનું સ્વરુપ આને કહે છે મધ્યાજી ભવ તો પોતાની શ્રેષ્ઠ પ્રાપ્તિ નાં નશામાં રહેવા વાળા અર્થાત્ મધ્યાજી ભવ નાં મંત્ર નાં સ્વરુપમાં સ્થિત રહેવા વાળા. તે પણ મહાન્ થઇ ગયાં. મધ્યાજી ભવ છે તો મનમનાભવ પણ જરુર હશે. તો મધ્ય પ્રદેશ અર્થાત્ મહામંત્ર નું સ્વરુપ બનવા વાળા. તો બંને જ પોત-પોતાની વિશેષતા થી મહાન્ છે. સમજ્યાં, કોણ છો?

જ્યાર થી પહેલો પાઠ શરું કર્યો, તે પણ આ જ કર્યો કે હું કોણ? બાપ પણ એ જ વાત યાદ અપાવે છે. આનાં પર જ મનન કરજો. શબ્દ એક જ છે કે હું કોણ પરંતુ તેનાં જવાબ કેટલાં છે? લીસ્ટ નીકાળજો - હું કોણ? અચ્છા.

ચારે બાજુ નાં સર્વ પ્રાપ્તિ સ્વરુપ, શ્રેષ્ઠ આત્માઓ ને, સર્વ અલૌકિક રાજ્ય સભા અધિકારી મહાન્ આત્માઓ ને, સદા રુહાનિયત ની ચમક ધારણ કરવા વાળી વિશેષ આત્માઓ ને, સદા સ્વતઃ યોગી, સહજયોગી, ઉંચે થી ઉંચી આત્માઓ ને ઊંચે થી ઊંચા બાપદાદાનાં સ્નેહ સંપન્ન યાદ પ્યાર સ્વીકાર થાય.

અવ્યક્ત બાપદાદા સાથે ડબલ વિદેશી ભાઈ - બહેનો ની મુલાકાત :-
ડબલ વિદેશી અર્થાત્ સદા પોતાનાં સ્વ-સ્વરુપ, સ્વદેશ, સ્વરાજ્ય ની સ્મૃતિમાં રહેવા વાળા. ડબલ વિદેશીઓ એ વિશેષ કઈ સેવા કરવાની છે? હવે સાઇલેન્સ (શાંતિ) ની શક્તિનો અનુભવ વિશેષ રુપ થી આત્માઓ ને કરાવવો. આ પણ વિશેષ સેવા છે. જેમ સાયન્સ (વિજ્ઞાન) ની શક્તિ નામીગ્રામી છે ને. દરેક બાળક ને ખબર છે કે સાયન્સ શું છે. એમ સાઇલેન્સ પાવર, સાયન્સ થી પણ ઊંચી છે. તે દિવસ પણ આવવાનો છે. સાઇલેન્સ નાં પાવરની પ્રત્યક્ષતાં અર્થાત્ બાપની પ્રત્યક્ષતાં. જેમ સાયન્સ પ્રત્યક્ષ પ્રૂફ દેખાડી રહી છે - તેમ સાઇલેન્સ પાવર નું પ્રેક્ટીકલ પ્રૂફ છે - આપ સૌનું જીવન. જ્યારે આટલાં બધાં પ્રેક્ટીકલ પ્રૂફ દેખાશે, તો ન ઇચ્છતાં પણ બધાની નજર માં સહજ આવી જશો. જેમ આ (પાછલાં વર્ષે) શાંતિ નું કાર્ય કર્યુ ને, તેને સ્ટેજ પર પ્રેક્ટિકલ માં દેખાડ્યું. એમ જ ચાલતાં-ફરતાં શાંતિનાં મોડેલ દેખાઈ આવે તો સાયન્સ વાળાની પણ નજર સાઇલેન્સ વાળા ની ઉપર અવશ્ય જશે. સમજ્યાં? સાયન્સ ની ઇન્વેન્શન (શોધ) વિદેશમાં વધારે થાય છે. તો સાઇલેન્સ ની પાવર નો અવાજ પણ ત્યાથી જ સહજ ફેલાશે. સેવાનું લક્ષ્ય તો છે જ, બધાને ઉમંગ-ઉત્સાહ પણ છે. સેવા વગર રહી નથી શકતાં. જેમ ભોજન વગર રહી નથી શકતાં, એમ સેવાનાં વગર પણ રહી નથી શકતાં એટલે બાપદાદા ખુશ છે. અચ્છા!

પાર્ટીઓ સાથે અવ્યક્ત બાપદાદાની મુલાકાત :-
સ્વદર્શન ચક્રધારી શ્રેષ્ઠ આત્માઓ બની ગયાં, એવો અનુભવ કરો છો? સ્વ નું દર્શન થઈ ગયું ને? સ્વયં સ્વયંને જાણવું અર્થાત્ સ્વ નું દર્શન થવું અને ચક્ર નું જ્ઞાન જાણવું અર્થાત્ સ્વદર્શન ચક્રધારી બનવું. જ્યારે સ્વદર્શન ચક્રધારી બનો છો તો બીજા બધાં ચક્ર સમાપ્ત થઈ જાય છે. દેહભાન નું ચક્ર, સંબંધ નું ચક્ર, સમસ્યાઓ નું ચક્ર - માયા નાં કેટલાં ચક્ર છે! પરંતુ સ્વદર્શન ચક્રધારી બનવાથી આ બધાં ચક્ર સમાપ્ત થઈ જાય છે, બધાં ચક્રો થી નીકળી જાઓ છો. નહીં તો જાળમાં ફસાઈ જાઓ છો. તો પહેલાં ફસાયેલાં હતાં, હવે નીકળી ગયાં. ૬૩ જન્મ તો અનેક ચક્રો માં ફસાતાં રહ્યાં અને આ સમયે આ ચક્રો થી નીકળી આવ્યાં, તો ફરી ફસાતાં નહીં. અનુભવ કરીને જોઈ લીધું ને? અનેક ચક્રોમાં ફસાવવાથી બધું જ ગુમાવી દીધું અને સ્વદર્શન ચક્રધારી બનવાથી બાપ મળ્યાં તો બધું જ મળ્યું. તો સદા સ્વદર્શન ચક્રધારી બની, માયાજીત બની આગળ વધતાં ચાલો, આનાથી સદા હલકા રહેશો, કોઈ પણ પ્રકારનો બોજ અનુભવ નહીં થશે. બોજ જ નીચે લઈ આવે છે અને હલકા થવાથી ઉપર ઉડતાં રહેશો. તો ઉડવા વાળા છો ને? કમજોર તો નથી? જો એક પણ પાંખ કમજોર હશે તો નીચે લઈ આવશે, ઉડવા નહીં દેશે એટલે, બંનેવ પાંખ મજબૂત હોય તો સ્વતઃ ઉડતાં રહેશો. સ્વદર્શન ચક્રધારી બનવું અર્થાત્ ઉડતી કળા માં જવું. અચ્છા.

રાજયોગી, શ્રેષ્ઠ યોગી આત્માઓ છો ને? સાધારણ જીવન થી સહજયોગી, રાજયોગી બની ગયાં. એવી શ્રેષ્ઠ યોગી આત્માઓ સદા અતીન્દ્રિય સુખનાં ઝુલાં માં ઝૂલે છે. હઠયોગી યોગ દ્વારા શરીર ને ઉંચે ઉઠાવે છે અને ઉડવાનો અભ્યાસ કરે છે. હકીકતમાં તમે રાજયોગી ઊંચી સ્થિતિનો અનુભવ કરો છો. આને જ નકલ કરીને તેઓ શરીર ને ઊંચુ ઉઠાવે છે. પરંતુ તમે ક્યાંય પણ રહેતાં ઊંચી સ્થિતિમાં રહો છો, એટલે કહે છે - યોગી ઊંચા રહે છે. તો મન ની સ્થિતિ નું સ્થાન ઊંચુ છે કારણ કે ડબલ લાઈટ બની ગયાં છો. આમ પણ ફરિશ્તાઓ નાં માટે કહેવાય છે કે ફરિશ્તાઓનાં પગ ધરતી પર નથી હોતાં. ફરિશ્તા અર્થાત્ જેમનો બુદ્ધિ રુપી પગ ધરતી પર ન હોય, દેહભાન માં ન હોય. દેહભાન થી સદા ઊંચા - એવાં ફરિશ્તા અર્થાત્ રાજયોગી બની ગયાં. હવે આ જૂની દુનિયાથી કોઈ લગાવ નથી. સેવા કરવી અલગ વસ્તુ છે પરંતુ લગાવ ન હોય. યોગી બનવું અર્થાત્ બાપ અને હું, ત્રીજું ન કોઈ. તો સદા એવી સ્મૃતિમાં રહો કે અમે રાજયોગી, સદા ફરિશ્તાં છીએ. આ સ્મૃતિ થી સદા આગળ વધતાં રહેશો. રાજયોગી સદા બેહદનાં માલિક છે, હદનાં માલિક નહીં. હદ થી નીકળી ગયાં. બેહદ નો અધિકાર મળી ગયો - આવી ખુશી માં રહો. જેમ બેહદનાં બાપ છે, તેમ બેહદની ખુશી માં રહો, નશા માં રહો. અચ્છા.

વિદાય નાં સમયે :-
બધાં અમૃતવેલા નાં વરદાની બાળકો ને વરદાતા બાપની સોનેરી યાદપ્યાર સ્વીકાર થાય. સાથે-સાથે સોનેરી દુનિયા બનાવવાની સેવા નાં સદા પ્લાન મનન કરવા વાળા અને સદા સેવામાં દિલ વ જાન, સિક વ પ્રેમ થી, તન-મન-ધન થી સહયોગી આત્માઓ, બધાને બાપદાદા ગુડમોર્નિંગ, ડાયમંડ મોર્નિંગ કરી રહ્યાં છે અને સદા ડાયમંડ બની આ ડાયમંડ યુગની વિશેષતા ને વરદાન અને વારસા માં લઈને સ્વયં પણ સોનેરી સ્થિતિ માં સ્થિત રહેશો અને બીજાઓને પણ એવા જ અનુભવ કરાવતાં રહેશો. તો ચારે બાજુ નાં ડબલ હીરો બાળકો ને ડાયમંડ મોર્નિંગ. અચ્છા.

વરદાન :-
રહેમદિલ ની ભાવના દ્વારા અપકારી પર પણ ઉપકાર કરવા વાળા શુભચિંતક ભવ

કેવી પણ કોઈ આત્મા, ભલે સતોગુણી, ભલે તમોગુણી સંપર્ક માં આવે પરંતુ બધાનાં પ્રતિ શુભચિંતક અર્થાત્ અપકારી પર પણ ઉપકાર કરવા વાળા. ક્યારેય કોઈ આત્માનાં પ્રતિ ઘૃણા દૃષ્ટિ ન હોય કારણ કે જાણો છો આ અજ્ઞાન નાં વશીભૂત છે, બેસમજ છે. એમનાં ઉપર રહેમ કે સ્નેહ આવે, ઘૃણા નહીં. શુભચિંતક આત્મા એવું નહિં વિચારશે કે આમણે આવું કેમ કર્યું પરંતુ આ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય - એ છે શુભચિંતક સ્ટેજ (સ્થિતિ).

સ્લોગન :-
તપસ્યા નાં બળ થી અસંભવ ને સંભવ કરી સફળતા મૂર્ત બનો.