10-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમારો આ મરજીવો જનમ છે , તમે ઈશ્વર બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો , તમને ખૂબજ મોટી લોટરી મળી છે , એટલે અપાર ખુશી માં રહેવાનું છે

પ્રશ્ન :-
પોતે પોતાને કઈ સમજણ આપો તો ચિંતા સમાપ્ત થઈ જશે? ગુસ્સો ચાલ્યો જશે?

ઉત્તર :-
અમે ઈશ્વરનાં સંતાન છીએ, અમારે તો બાપ સમાન મીઠાં બનવાનું છે. જેવી રીતે બાબા મીઠાં રુપ થી સમજણ આપે છે, ગુસ્સો નથી કરતાં. એવી રીતે અમારે પણ પરસ્પર મીઠાં રહેવાનું છે. લૂણપાણી નથી થવાનું કારણ કે જાણો છો જે સેકન્ડ પાસ થઈ, તે ડ્રામા માં પાર્ટ હતો. ચિંતા કઈ વાત ની કરીએ. એવું-એવું પોતે પોતાને સમજાવો તો ચિંતા ખતમ થઈ જશે. ગુસ્સો ભાગી જશે.

ગીત :-
યહી બહાર હૈ..

ઓમ શાંતિ!
આ છે ઈશ્વરીય સંતાનની ખુશીઓનું ગાયન. તમે આટલી ખુશીનું ગાયન સતયુગ માં નહીં કરી શકો. હમણાં તમને ખજાનો મળી રહ્યો છે. આ છે મોટા માં મોટી લોટરી. જ્યારે લોટરી મળે છે તો ખુશી થાય છે. તમે પછી આ લોટરી થી જન્મ-જન્માંતર સ્વર્ગમાં સુખ ભોગવતાં રહો છો. આ છે તમારો મરજીવો જન્મ. જે જીતે જી (જીવતા જ) મરતા નથી, એમનો મરજીવો જન્મ નહીં કહેવાય. એમને તો ખુશીનો પારો પણ ચઢી નથી શકતો. જ્યાં સુધી મરજીવા નથી બન્યાં અર્થાત્ બાપ ને પોતાનાં નથી બનાવ્યાં, ત્યાં સુધી પૂરો વારસો પણ મળી નથી શકતો. જે બાપનાં બને છે, જે બાપને યાદ કરે છે એમને બાપ પણ યાદ કરે છે. તમે છો ઈશ્વરીય સંતાન. તમને નશો છે કે અમે ઈશ્વરીય બાપ પાસે થી વારસો અથવા વર (વરદાન) લઈ રહ્યાં છીએ, જેનાં માટે ભક્ત લોકો ભક્તિમાર્ગ માં ધક્કા ખાતા રહે છે. બાપને મળવા માટે અનેકાનેક ઉપાય કરે છે. કેટલાં વેદ, શાસ્ત્ર, મેગેઝીન વગેરે ખૂબ વાંચતા રહે છે. પરંતુ દુનિયા તો દિવસે-દિવસે દુઃખી જ થતી જાય છે, એને તમોપ્રધાન થવાનું જ છે. આ બબુલ (બાવળનું) ઝાડ છે ને. બબુલનાથ પછી આવીને કાંટા થી ફૂલ બનાવે છે. કાંટા ખૂબ મોટાં-મોટાં થઈ ગયાં છે. બહુ જોરથી વાગે છે. એને અનેક પ્રકાર નાં નામ અપાયા છે. સતયુગ માં તો હોતાં નથી. બાપ સમજાવે છે-આ છે કાંટાઓની દુનિયા. એક-બીજાને દુઃખ આપતા રહે છે. ઘરમાં બાળકો પણ એવાં કપૂત નીકળી પડે છે જે વાત નહીં પૂછો. મા-બાપને ખૂબ દુઃખી કરે છે. બધાં કોઈ એક સમાન પણ નથી હોતાં. સૌથી વધારે દુઃખ આપવા વાળું કોણ છે? મનુષ્ય એ નથી જાણતાં. બાપ કહે છે કે આ ગુરુઓએ પરમાત્મા ની મહિમા ગુમ કરી દીધી છે. આપણે તો એમની બહુજ મહિમા કરીએ છીએ. એ પરમ પૂજ્ય પરમપિતા પરમાત્મા છે. શિવ નું ચિત્ર પણ ખૂબજ સારું છે. પરંતુ ઘણાં લોકો એવાં છે જે માનતા નથી કે શિવ કોઈ એવાં જ્યોર્તિબિંદુ છે કારણ કે તેઓ તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આત્મા અતિ સૂક્ષ્મ છે જે ભ્રકુટી ની વચ્ચે બેઠો છે, પછી પરમાત્મા આટલાં મોટાં આકાર વાળા કેવી રીતે હોઈ શકે છે? બહુજ વિદ્વાન, આચાર્ય લોકો બી.કે. પર હસે છે કે પરમાત્મા નું આવું રુપ તો હોઈ ન શકે. એ તો અખંડ જ્યોર્તિમય તત્વ હજારો સૂર્યો થી પણ તેજોમય છે. હકીકત માં આ ખોટું છે. એમની સાચ્ચી મહિમા તો બાપ સ્વયં જ બતાવે છે. તે મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે. આ સૃષ્ટિનું ઉલ્ટું ઝાડ છે. સતયુગ, ત્રેતા માં એમને કોઈ યાદ નથી કરતું. મનુષ્ય ને જ્યારે દુઃખ થાય (આવે) છે ત્યારે એમને યાદ કરે છે - હે ભગવાન, હે પરમપિતા પરમાત્મા રહેમ કરો. સતયુગ, ત્રેતા માં તો કોઈ રહેમ માંગવા વાળા હોતાં નથી. એ છે બાપ રચયિતા ની નવી રચના. આ બાપની મહિમા જ અપરંપાર છે. જ્ઞાન નાં સાગર, પતિત-પાવન છે. જ્ઞાન નાં સાગર છે તો જરુર જ્ઞાન આપ્યું હશે. એ સત્, ચિત્ત, આનંદ સ્વરુપ છે. ચૈતન્ય છે. જ્ઞાન તો ચૈતન્ય આત્મા જ ધારણ કરે છે. સમજો આપણે શરીર છોડીને જઈએ છીએ તો આત્મા માં જ્ઞાન નાં સંસ્કાર તો છે જ છે. બાળક બનીશું તો પણ તે સંસ્કાર હશે, પરંતુ કર્મેન્દ્રિયો નાની છે તો બોલી નથી શકતાં. કર્મેન્દ્રિયો મોટી થાય છે તો યાદ કરાવાય છે, તો સ્મૃતિ માં આવી જાય છે. નાનાં બાળકો પણ શાસ્ત્ર વગેરે કંઠ કરી લે છે. આ બધાં આગળ નાં જન્મનાં સંસ્કાર છે. હવે બાપ આપણને પોતાનાં જ્ઞાનનો વારસો આપે છે. આખી સૃષ્ટિનું જ્ઞાન એમની પાસે છે કારણ કે બીજરુપ છે. આપણે પોતાને બીજ રુપ નહીં કહેશું. બીજમાં જરુર ઝાડનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન હશે ને. તો બાપ સ્વયં કહે છે કે હું છું સૃષ્ટિ નું બીજરુપ. આ ઝાડનું બીજ ઉપર છે. એ બાપ સત્, ચિત્ત, આનંદ સ્વરુપ, જ્ઞાન નાં સાગર છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ એમનામાં જ્ઞાન હશે. નહીં તો શું હશે? શું શાસ્ત્રોનું જ્ઞાન હશે. તે તો ઘણામાં છે. પરમાત્મા ની તો જરુર કોઈ નવી વાત હશે ને. જે કોઈ પણ વિદ્વાન વગેરે નથી જાણતાં. કોઈને પણ પૂછો-આ સૃષ્ટિ રુપી ઝાડની ઉત્પત્તિ, પાલના સંઘાર કેવી રીતે થાય છે, એની આયુ કેટલી છે, આની વૃધ્ધિ કેવી રીતે થાય છેબિલકુલ કોઈ નથી સમજાવી શકતું.

એક ગીતા જ છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી, બાકી તો બધાં છે એનાં બાળકો. જ્યારે કે ગીતા વાંચવાથી પણ કાંઈ નથી સમજતાં તો બાકી શાસ્ત્ર વાંચવાથી ફાયદો જ શું? વારસો તો પછી ગીતા થી જ મળવાનો છે. હમણાં બાપ આખાં ડ્રામાનું રહસ્ય સમજાવે છે. બાપ પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બનાવી પારસનાથ બનાવે છે. હમણાં તો બધાં પથ્થરબુદ્ધિ, પથ્થરનાથ છે. પરંતુ તેઓ પોતાને મોટાં-મોટાં ટાઈટલ્સ (શિર્ષક) આપીને પોતાને પારસબુદ્ધિ સમજી બેઠા છે. બાપ સમજાવે છે મારી મહિમા સૌથી ન્યારી છે. હું જ્ઞાન નો સાગર, આનંદ નો સાગર, સુખનો સાગર છું. એવી મહિમા તમે દેવતાઓની નથી કરી શકતાં. ભક્ત લોકો દેવતાઓ ની આગળ જઈને કહેશે કે તમે સર્વગુણ સંપન્ન છો. બાપની તો એક જ મહિમા છે. તે પણ આપણે જાણીએ છીએ. હવે આપણે મંદિર માં જઈશું તો બુદ્ધિમાં પૂરું જ્ઞાન છે કે આમણે તો પૂરાં ૮૪ જન્મ લીધાં હશે. હવે આપણને કેટલી ખુશી છે. પહેલાં થોડી આ ખ્યાલ આવતો હતો. હમણાં સમજો છો અમારે આવાં બનવાનું છે. બુદ્ધિમાં બહુજ પરિવર્તન આવી જાય છે.

બાપ બાળકોને સમજાવે છે - પરસ્પર બહુજ મીઠાં બનો. લૂણપાણી નહીં બનો. બાબા ક્યારેય પણ કોઈને ગુસ્સો કરે છે શું? ખૂબ મીઠાં રુપથી સમજણ આપે છે. એક સેકન્ડ પાસ થઈ કહેશો આ પણ ડ્રામા માં પાર્ટ હતો. એની ચિંતા શું કરવાની છે. એવી-એવી રીતે પોતાને સમજાવવાનું છે. તમે ઈશ્વરીય સંતાન ઓછાં (કમજોર) થોડી છો. આ તો સમજી શકો છો કે ઈશ્વરીય સંતાન જરુર ઈશ્વર ની પાસે રહેતા હશે. ઈશ્વર નિરાકાર છે તો એમનાં સંતાન પણ નિરાકાર છે. એ જ સંતાન અહીં ચોલો (શરીર) લઈને પાર્ટ ભજવે છે. સ્વર્ગમાં મનુષ્ય છે દેવી-દેવતા ધર્મનાં. જો બધાંનો બેસીને હિસાબ કાઢે તો કેટલું માથું મારવું પડે. પરંતુ સમજી શકે છે કે નંબરવાર સમય અનુસાર થોડા-થોડા જન્મ મળતા હશે. પહેલાં તો સમજતાં હતાં મનુષ્ય કુતરા બિલાડી બને છે. હવે તો બુદ્ધિમાં રાત દિવસનો ફરક આવી ગયો છે. આ બધી છે ધારણા કરવાની વાતો. નટશેલ (સાર) માં સમજાવે છે કે હવે ૮૪ જન્મ નું ચક્ર પૂરું થયું. હવે આ છી-છી શરીરને છોડવાનું છે. આ બધાનું જૂનું જડજડીભૂત, તમોપ્રધાન શરીર છે, એમાંથી મમત્વ કાઢી નાખવાનું છે. જૂનાં શરીરને યાદ શું કરીએ? હવે તો પોતાનાં નવાં શરીરને યાદ કરીશું, જે મળવાનું છે સતયુગ માં. વાયા મુક્તિધામ થઈને સતયુગમાં આવીશું. આપણે જીવનમુક્તિમાં જઈએ છીએ બીજા બધાં મુક્તિધામ માં ચાલ્યાં જાય છે. આને જયજયકાર કહેવાય છે, હાહાકાર પછી જયજયકાર થવાનો છે. આટલાં બધાં મરશે, કોઈ તો નિમિત્ત કારણ બનશે. નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપત્તિઓ) થશે. ફક્ત સાગર જ થોડી બધાં ખંડો ને ખલાસ કરશે. બધું ખલાસ તો થવાનું જ છે. બાકી ભારત અવિનાશી ખંડ રહી જાય છે કારણ કે આ છે શિવબાબા ની જન્મભૂમિ. તો આ થઈ ગયું સૌથી મોટું તીર્થસ્થાન. બાપ બધાંની સદ્દગતિ કરે છે, આ કોઈ મનુષ્ય નથી જાણતાં. એમનું ન જાણવું જ ડ્રામામાં નોંધ છે. ત્યારે તો બાપ કહે છે કે હે બાળકો તમે કાંઈ જાણતાં નહોતાં, હું જ તમને રચતા અને રચના અથવા મનુષ્ય સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંતનો બધો ભેદ સમજાવું છું. જેને ઋષિ મુનિ પણ બેઅંત, બેઅંત કહીને ગયાં છે. આ થોડી સમજે છે કે આખી દુનિયાનાં પ વિકાર ખૂબ ભારી દુશ્મન છે. જે રાવણ ને ભારતવાસી વર્ષે-વર્ષે બાળતા જ આવે છે. એને જાણતાં કોઈ નથી કારણ કે તે નથી શરીરધારી, નથી રુહાની. વિકારોનું તો કોઈ રુપ જ નથી. મનુષ્ય એક્ટ (કર્મ) માં આવે છે ત્યારે ખબર પડે છે કે એમનામાં કામનું, ક્રોધનું, ભૂત આવ્યું છે. આ વિકારની સ્ટેજમાં પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ હોય છે. કોઈમાં કામનો નશો એકદમ તમોપ્રધાન થઈ જાય છે, કોઈને રજો નશો, કોઈને સતો નશો રહે છે. કોઈ તો બાળ બ્રહ્મચારી પણ રહે છે. સમજે છે આ પણ એક ઝંઝટ છે સંભાળવાની. સૌથી સારા એમને કહેવાશે. સંન્યાસીઓમાં પણ બાળ બ્રહ્મચારી સારા ગણાય છે. ગવર્મેન્ટ (સરકાર) માટે પણ સારું છે, બાળકોની વૃદ્ધિ નહીં થશે. પવિત્રતાની તાકાત મળે છે. આ થયું ગુપ્ત. સંન્યાસી પણ પવિત્ર રહે છે, નાનાં બાળકો પણ પવિત્ર રહે છે, વાનપ્રસ્થી પણ પવિત્ર રહે છે. તો પવિત્રતા નું બળ મળતું જ આવે છે. એમનો પણ કાયદો ચાલ્યો આવે છે કે બાળકોને આટલી આયુ સુધી પવિત્ર રહેવાનું છે. તો તે પણ બળ મળે છે. તમે છો સતોપ્રધાન પવિત્ર. આ અંતિમ જન્મ તમે બાપ થી પ્રતિજ્ઞા કરો છો. તમે સતયુગ ની સ્થાપના કરવા વાળા છો. જે કરશે તે પવિત્ર દુનિયાનાં માલિક બનશે, નંબરવાર પુરુષાર્થ અનુસાર.

આ છે ઈશ્વરીય કુંટુંબ. ઈશ્વરની સાથે આપણે રહીએ છીએ કલ્પ માં એક વાર. બસ પછી દૈવી ઘરાના માં (વંશજ) તો ઘણાં જન્મ રહેશું. આ એક જન્મ જ દુર્લભ છે. આ ઈશ્વરીય કુળ છે ઉત્તમ થી ઉત્તમ. બ્રાહ્મણ કુળ સૌથી ઊંચી ચોટી છે. નીચ માં નીચ કુળ થી આપણે ઊંચ બ્રાહ્મણ કુળ નાં થઈ ગયાં. શિવબાબા જ્યારે બ્રહ્માને રચે ત્યારે તો બ્રાહ્મણ રચાય. કેટલી ખુશી રહે છે, જે બાબાની સેવામાં રહે છે. આપણે ઈશ્વરનાં સંતાન બન્યાં છીએ અને ઈશ્વરની શ્રીમત પર ચાલીએ છીએ. પોતાની ચલન થી એમનું નામ રોશન કરીએ છીએ. બાબા કહે છે તેઓ તો છે આસુરી ગુણો વાળા, તમે દૈવીગુણો વાળા બની રહ્યાં છો. જ્યારે તમે સંપૂર્ણ બની જશો તો તમારી ચલન બહુજ સારી થઈ જશે. બાબા કહેશે આ છે દૈવી ગુણો વાળા, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આસુરી ગુણ વાળા પણ નંબરવાર છે. બાળ બ્રહ્મચારી પણ છે. સંન્યાસી પવિત્ર રહે છે તે તો બહુજ સારું છે. બાકી તેઓ કોઈની સદ્દગતિ તો કરી નથી શકતાં. જો કોઈ ગુરુ લોકો સદ્દગતિ કરવા વાળા હોત તો સાથે લઈ જાત, પરંતુ પોતેજ છોડીને ચાલ્યાં જાય છે. અહીં આ બાપ કહે છે કે હું તમને સાથે લઈ જઈશ. હું આવ્યો જ છું તમને સાથે લઈ જવાં માટે. તેઓ તો લઈ નથી જતાં. પોતેજ ગૃહસ્થીઓની પાસે જન્મ લેતાં રહે છે. સંસ્કારોનાં કારણે પછી સંન્યાસીઓનાં ઝુંડ માં ચાલ્યાં જાય છે. નામ-રુપ તો દરેક જન્મ માં બદલાતાં રહે છે. આ હમણાં આપ બાળકો જાણો છો કે સતયુગમાં અહીનાં પુરુષાર્થ અનુસાર પદ હશે. ત્યાં આ ખબર નહીં હોય કે અમે આ પદ કેવી રીતે મેળવ્યું. આ તો હમણાં ખબર છે જેમણે જેવી રીતે કલ્પ પહેલાં પુરુષાર્થ કર્યો હતો, તેવી રીતે જ હવે કરશે. બાળકોને સાક્ષાત્કાર પણ કરાવેલો છે કે ત્યાં લગ્ન વગેરે કેવી રીતે થાય છે. મોટાં-મોટાં મેદાન, બગીચા વગેરે હશે. હમણાં તો ભારતમાં જ કરોડો ની આબાદી છે. ત્યાં તો થોડા લાખ જ રહે છે. ત્યાં થોડી આટલાં માળ વાળા મકાન હશે. આ હમણાં છે કારણ કે જગ્યા નથી. ત્યાં આટલી સર્દી (ઠંડી) નહીં હોય. ત્યાં દુઃખની નિશાની પણ નથી. નથી ખુબ ગરમી હોતી, જે પહાડો પર જવું પડે. નામ જ છે સ્વર્ગ. આ સમયે મનુષ્ય કાંટાઓનાં જંગલમાં પડ્યાં છે. જેટલી સુખની ઈચ્છા કરે છે એટલું દુઃખ વધતું જ જાય છે. હમણાં બહુજ દુઃખ થશે. લડાઈ થશે તો લોહી ની નદીઓ વહેશે. અચ્છા.

આ મોરલી બધાં બાળકોની આગળ સંભળાવવી. સન્મુખ સાંભળવી નંબરવન, ટેપ થી સાંભળવી નંબર ટુ, મોરલી થી વાંચવું નંબર થ્રી. સતોપ્રધાન, સતો અને રજો. તમો તો કહેવાશે નહીં. ટેપ માં હૂબહૂ આવે છે. અચ્છા.

બાપદાદા અને મીઠી મા નાં સિકીલધા બાળકોને યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ચલન તથા દૈવીગુણો થી બાપનું નામ રોશન કરવાનું છે. આસુરી અવગુણ કાઢી નાખવાનાં છે.

2. આ જૂનાં જડજડીભૂત શરીર માં મમત્વ નથી રાખવાનું. નવાં સતયુગી શરીર ને યાદ કરવાનું છે. પવિત્રતાની ગુપ્ત મદદ કરવાની છે.

વરદાન :-
રુહાનિયત ની શક્તિ દ્વારા દૂર રહેવા વાળા આત્માઓને સમીપતા નો અનુભવ કરાવવા વાળા માસ્ટર સર્વશક્તિમાન્ ભવ

જેવી રીતે વિજ્ઞાન નાં સાધનો દ્વારા દૂરની દરેક વસ્તુ નજીક અનુભવ થાય છે, એવી રીતે દિવ્ય બુદ્ધિ દ્વારા દૂરની વસ્તુ સમીપ અનુભવ કરી શકો છો. જેવી રીતે સાથે રહેવા વાળા આત્માઓ ને સ્પષ્ટ જોતાં, બોલતા, સહયોગ આપો અને લો છો, એવી રીતે રુહાનિયત ની શક્તિ દ્વારા દૂર રહેવા વાળા આત્માઓને સમીપતા નો અનુભવ કરાવી શકો છો. ફક્ત એનાં માટે માસ્ટર સર્વશક્તિમાન્, સંપન્ન અને સંપૂર્ણ સ્થિતિમાં સ્થિત રહો અને સંકલ્પ શક્તિને સ્વચ્છ બનાવો.

સ્લોગન :-
પોતાનાં દરેક સંકલ્પ, બોલ અને કર્મ દ્વારા બીજાઓને પ્રેરણા આપવા વાળા જ પ્રેરણામૂર્ત છે.